________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ યાદ: શ્રીકૃષ્ણને જરાસંઘ તથા કાલયવનની સામે મથુરામાં ટકવું મુશ્કેલ જણાયું. પિતાના પિતૃઓની ભૂમિ ત્યજી તેમણે સૌરાષ્ટ્રને માર્ગ લીધે. બલરામ અને યાદવે તેમની સાથે આવ્યા. અને સૌરાષ્ટ્રમાં કુશસ્થલી સ્વાધીન કરી ત્યાંના સ્વામી થયા. ગિરનારની ગુફામાં રાજા મુચકુંદ શાપના પરિણામે તેને વરેલી અનંત નિદ્રામાં પિઢયે હતે. તેને જગાડે તે બળી જાય તે જ્ઞાન શ્રીકૃષ્ણને મળતાં તેમણે પિતાની પામરી સૂતેલા મુચકુંદ ઉપર ઓઢાડી. કાળયવને તેને શ્રીકૃષ્ણ ધારી ઉઠાડ અને મુચકુંદની દૃષ્ટિ પડતાં જ કાળયવન ભસ્મ થઈ ગયે. વૈવસ્ત મનુના પૌત્ર રાજા આનર્તના નામથી આ દેશ આનર્ત તરીકે ઓળખાતું. તેના પુત્ર વતે? બલરામને પિતાની કન્યા રેવતી પરણાવી અને પિતે તપશ્ચર્યા અર્થે રેવતાચળમાં ગયા. બલરામ આ પ્રકારે આ દેશના રાજા થયા. પણ એ સમયમાં ચાલી આવતી પ્રથા પ્રમાણે બલરામ તથા શ્રીકૃષ્ણ તેમને મળેલું રાજ્ય યાદવ કુળના વડીલ ઉગ્રસેનને આપી તેમની સાથે રહી આ પવિત્ર પ્રદેશ પર રાજ્ય કરવા લાગ્યા. યાદવેનું રાજ્ય : યાદવનો રાજ અમલ શરૂ થયું તે સામે સ્થાનિક રાજાઓએ વિરોધ કર્યો હોવાનું જણાય છે. કુંડિનપુરના રાજા ભીષ્મકની કુંવરી રુકિમણુનું શ્રીકૃષ્ણ હરણ કર્યું અને તેની પાછળ પડેલા રાજકુમારને પરાજિત કર, શિશુપાલનો વધ કર્યો, સત્રાજીત યાદવની પુત્રી સત્યભામા સાથે શ્રીકૃષ્ણ લગ્ન કર્યા અને જાંબુવંતીને આ જ પ્રદેશમાં શ્રીકૃષ્ણ પટરાણીઓમાં સ્થાપ્યાં આ સમયમાં હસ્તિનાપુરમાં કૌર અને પાંડવે વચ્ચે વૈમનસ્ય શરૂ થયું અને સુખદુઃખે પાંડવે આ પ્રદેશમાં શ્રીકૃષ્ણને આશ્રયે અથવા તેમની સલાહ સૂચના લેવા આવતા. અર્જુને શ્રીકૃષ્ણની સલાહથી સુભદ્રાનું હરણ કર્યું અને તેની સાથે લગ્ન કર્યા. - બળરામની કુંવરી વત્સલાનું પણ આ જ દેશમાંથી ભીમના પુત્ર ઘટોત્કચે હરણ કર્યું. 1 વિવસ્ત મનુને પૌત્ર આનત હશે પણ તેને પુત્ર રેવત હોય તે સંભવિત નથી, તેને વંશજ હોય તે વિશેષ સંભવિત છે. 2 પરાજિત શત્રુઓની પુત્રીઓને પરણવાને ચાલ એ સમયમાં સામાન્ય હતો. તેનું અનુસરણ વીસમી સદી સુધી થતું રહ્યું જણાય છે.