________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ પ્રકરણ 1 લું પ્રાચીન સમય ભારતના પ્રદેશમાં પુરાતન કાળથી સૌરાષ્ટ્ર એક પ્રસિદ્ધ પ્રદેશ છે. સમૃદ્ધ અને રસાળ પ્રદેશ તરીકે તે જાણીતું છે. તેનું મહત્ત્વ અનેક પુરાણું ગ્રંથમાં સ્વીકારાએલું છે. આ પ્રદેશનો વેદકાળથી વર્તમાનકાળ સુધીને ઈતિહાસ અનેક વિદ્વાનોએ, જુદા જુદા ગ્રંથમાંથી સંશોધન અને તારવણી કરીને આલેખે છે, અને તે ગ્રંથ તેમજ તામ્રપત્ર, શિલાલેખ મુદ્રાઓ અને દસ્તાવેજોનું પુન: સંશોધન કરી સૌરાષ્ટ્રને કડીબદ્ધ ઈતિહાસ લખવાને આ એક નમ્ર પ્રયાસ છે. પ્રાગૈતિહાસિક યુગ: પ્રાચીન ભારતના વિદ્વાનોએ, જેને આપણે આજે ઈતિહાસ કહીએ છીએ તે, ઈતિહાસ લખે નથી, અને લખ્યું હોય તે તે ઉપલબ્ધ નથી. પણ શ્રીમદ્ ભાગવત અને અન્ય પુરાણમાં એક વિશિષ્ટ પદ્ધતિએ, ઈતિહાસ અને ભૂગોળનું આલેખન થયું છે. તે ઉપરથી પ્રતીત થાય છે કે સૌરાષ્ટ્ર પ્રાગૈતિહાસિક સમયમાં પણ પ્રસિદ્ધ પ્રદેશ હતો અને તે સભ્યતા, સંસ્કૃતિ અને વિદ્યા-કલાનું ધામ હતું. આ પ્રદેશમાં અષ્ટાવક, ચ્યવન, દધિચિ, માર્કંડેય વગેરે મહાન અને પવિત્ર શ્રષિમુનિઓ તે સમયમાં થઈ ગયા છે. સૌરાષ્ટ્રને ઉલ્લેખ કદના પરિશિષ્ટમાં છે. રામાયણમાં પણ સૌરાષ્ટ્રના રાજાને ઉલ્લેખ છે અને મહાભારતમાં તે પ્રભાસ, રૈવતક અને દ્વારકાનાં વર્ણન વારંવાર જોવા મળે છે. 1 અષ્ટાવક્રે કારાવાસમાં પૂરેલા ઋષિઓને, રાજા જનકના પ્રશ્નોને સંતોષકારક ઉત્તર આપી મુક્ત કરાવ્યા હતા. તે પ્રાચી તીર્થમાં વસનારા હતા. થવન ક્ષેત્ર સુત્રાપાડા પાસે છે. (પ્રભાસખંડ). દધિચિએ વપુદાન દઈ દેવતાઓને આયુધો આપ્યાં હતાં. તે પ્રભાસ પાસે રહેતા. (પ્રભાસખંડ) માકડેય, અગરત્ય વગેરે ઋષિઓ અહીં હતા. માય વરદાનથી અમર થયા, અગરત્યે સમુદ્રપાન કર્યું. 1 ખીલ ચા સપ્તમ અષ્ટક. “યત્ર પ્રાચી સરસ્વતી, યત્ર સોમેશ્વર દેવ.” (નિર્ણય સાગર પ્રેસ. મુંબઈ યજુર્વેદ–પરિશિષ્ટ) 2 મહારાજા દશરથે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે જે રાજાઓને બોલાવવા આજ્ઞા કરી તેમાં સૌરાષ્ટ્રના રાજને ઉલ્લેખ છે.