________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સહાયથી ચંદ્રગુપ્ત મગધનું રાજ્ય પ્રાપ્ત કર્યું અને તેની સીમાઓ વધારી. તેમાં સૌરાષ્ટ્રને પ્રદેશ પણ તેની આણ નીચે આવ્યું. સૌરાષ્ટ્રની રાજધાની જીર્ણદુર્ગમાં હતી. ચંદ્રગુપ્ત ત્યાં પિતાના સૂબા તરીકે વૈશ્ય પુશ્યગુપ્તને નીખે. આ પુશ્યગુપ્ત જૂનાગઢ પાસે સુદર્શન તળાવ બંધાવ્યું અને રાજ્યવ્યવસ્થા સારી રીતે કરી. અશક : ચંદ્રગુપ્ત પછી તેને પોત્ર પ્રતાપી રાજા અશેક મગધને સમ્રાટ થયે અને તેણે આ પ્રદેશ ઉપર પિતાના સૂબા તરીકે ઇરાની ચવન તુશાસ્પને ની. તેના રાજ્ય અમલમાં વાવકૂવાઓ બાંધવામાં આવ્યાં, ઝાડો રોપવામાં આવ્યાં અને ધર્મપ્રચાર તથા નીતિબોધ માટે ઘણું દ્રવ્ય વાપરવામાં આવ્યું. જનપદ : આ સામ્રાજ્યમાં સૌરાષ્ટ્ર-ગુજરાત એક જ દેશ હતો. તેને ‘જનપદ કહેવામાં આવતે તેમ મનાય છે. તેના પેટા ભાગે (1) રાષ્ટ્ર (2) વિસય (3) પ્રદેશ (4) આહરા હતા. આહરા ને ગ્રામ પણ કહેતા ? રાજ્યવ્યવસ્થા : સૌરાષ્ટ્રને સૂબે માલવાના મહારાષ્ટ્રીય અર્થાત્ વાઈસરોય નીચે હતું તેને રાષ્ટ્રીય કહેતા. રાજ્યવ્યવસ્થા અંગે દેશ આંતરિક બાબતમાં સ્વતંત્ર હતો તેમ જ સ્વશાસિત હતો.* આંતરિક વહીવટમાં, એક મંત્રી અમાત્ય વા સચિવ હતા અને તેને સલાહ આપવા મંત્રીપરિષદ હતી. પેટા વિભાગના વહીવટકર્તાઓ રાષ્ટ્રપાલ, સ્થાનિક, ગોપ, પ્રદેશિક ધર્મમહામાત્ર, રાજુક, યુત અથવા યુક્ત, ઉપયુક્ત, નગરવ્યાવહારિક, નાયક વગેરે હતા. 1 આ શહેરનું સ્કંદપુરાણમાં “કરણકુંજે નામ આપ્યું છે. અબુલ ફઝલ લખે છે કે દીર્ધકાળ પયત આ નગર અજ્ઞાત અવસ્થામાં પડ્યું રહેલું અને પછી જાણવામાં આવતાં તે જીણુદુર્ગ કહેવાયું. ગિહલેનેને અસલ ગઢ આ હતો તેમ કર્નલ ટોડ માને છે પણ રુદ્રદામાના શિલાલેખથી જણાય છે કે ગિહન પહેલાં આ શહેર આબાદ હતું; અસલ ગઢ બીજો હતો, જે માટે આગળ ચર્ચા કરવામાં આવી છે. 2 જનપદ દેશનું નામ નથી પણ એક “યુનીટ’નું, જેને સમાન અર્થ ઇલાકે થઈ શકે. જુઓ (1) ભાંડારકર કૃત અશેક (2) અર્થશાસ્ત્ર-કૌટિલ્ય (3) અશોકના શિલાલેખ. હુલેશ (Hultzsch), (4) ડે. સાંકળિયા કૃત. આર્કીઓલોજી એફ ગુજરાત. 3 કઈ સ્થળે મહાપાત્ર પણ કહ્યો છે. 4 ડે. સાંકળિયા.