________________ પુણ્યપાલ -ચરિત–૧ 19 . એ પિતાની આજ્ઞા માની પુણ્યપાલ ચૂપ થઈ ગયો. તે છતાં રાજાને ગુસ્સો શાંત થશે નહીં. મંત્રીએ રાજાના ક્રોધાગ્નિ પર પાણી છાંટતાં કહ્યું : “રાજન ! પુણ્યપાલે ભલે લગ્ન કર્યું, છતાં તે બ ળક છે. કાલને છોકરે તે છે. તમારી શોભા તેને માફ કરવામાં છે. તેની વાતનું ખોટું ન લગાડશે.” હવે રાજાને શાંતિ થઈ. તેમણે મંત્રીને કહ્યું : “મંત્રી તમે એને સમજાજે. હું તેને સમય આપું છું. જે સત્ય બધાએ સ્વીકાર્યું છે, તે તેણે સ્વીકારવું પડશે.” મંત્રીએ શાંતિને શ્વાસ લીધો. એ રાજાના ગુસ્સાને જાણતા હતા. આખું વિરાટનગર જાણે છે કે જ્યારે એ -ગુસ્સે થયા હતા, ત્યારે શેઠ રતનચન્દ્રને માટી ચટાડી હતી. તે કરોડપતિ હતે. વિદેશથી વેપાર કરી આવ્યું તે રાજા પાસે ભેટ-સોગાદ લઈને ન આવ્યો. કહી દીધું, નુકસાન થયું છે. નુકસાન થોડું છુપાય છે? નુકસાન થયું તે કરેડપતિ કેવી રીતે થે. રાજા ખિજાઈ ગયા. તેનું બધું ધન લઈ લીધું. આજે રત્નચદ્ર ફેરી કરે છે. દેશવટે ન આપે તે સારું કર્યું. રાજાઓ નાની-નાની વાતોમાં દેશવટો આપે છે. પુણ્યપાલ ગાંડે છે. રાજાને ખાલી ગુસ્સે કરે છે. તેની માતાને કહીશ, તે આને સમજાવશે.. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust