________________ 18 પુણ્યપાલ ચરિત-૧ જ નથી. હું તમારા મંત્રીને પુત્ર બન્યું છું, એ પણ મારા પૂર્વભવના કર્મના કારણે.” - પુણ્યપાલે બહુ મોટી વાત કહી દીધી. પગની પાનીથી માથા સુધી રાજા ધ્રુજી ઉઠયા. તેના રૂંવાટે-રૂંવાટામાં ગુસ્સો વ્યાપી ગયે. મંત્રી સુબુદ્ધિને રાજાએ કહ્યું : મંત્રી ! સાંભળો છે? તમારો પુણ્યપાલ શું કહે છે? તેને તમે સમજાવે. હું ધારીશ તે તેને ગધેડા ઉપર બેસાડી આખા વિરાટનગરમાં ફેરવીશ. પછી તેનાં પુણ્ય શું કરશે ? પુણ્યપાલ નામ રાખ્યું તે શું થઈ ગયું. મનમાં તો એવું થાય છે કે તેને અહંકારને આનંદ -અતાવી દઉં. - રાજાના ગુસ્સાને પુણ્યપાલ ઉપર કઈ પ્રભાવ પડયો નહીં. તે બેલ્યો ' “તમે મને સજા કરશો કે દુઃખ આપશે તે એ પણ મારા કૃતકર્મોના કારણે થશે. તમે મને કોઈ દુઃખ કે સુખ આપી શકતા નથી. એટલું જ નહીં........... . . મંત્રી સુબુદ્ધિએ પુણ્યપાલને ધમકાવતાં કહ્યું : . * “બસ–બસ, હવે કશું કહીશ નહીં. મનમાં જે આવે તે બલી નાખે છે ? વડીલે સામે વાત કરવાની મર્યાદા પણ જાણતા નથી ? પુણ્યપાલ! બહુ થઈ ગયું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust