________________ પુણ્યપાલ ચરિત-૧ પૃથ્વીનાથ ! આપણું વિરાટનગરમાં ઘણું લોકે. જન્મથી આંધળા છે, કેઈક લંગડા પણ છે. તેમાંથી તમે એક પણ આંધળાને દેખતે કેમ ન કર્યો? કઈ દેઢ પગવાળાને બે પગ પણ ન આપ્યા. ધન, ભૂમિ, સંપત્તિ છે. તમે બહુ આપી, પણ આ લેકે ઉપર તમે કૃપા કેમ ન. કરી? ગુસ્સે થઈ રાજા બોલ્યા : “આ તે કંઈ વાત છે? આ મારા પ્રશ્નનો જવાબ. છે ? પુણ્યપાલ! તું મને પ્રશ્ન કરે છે. તારા પ્રશ્નો મૂર્ખતાભર્યા છે. આ બધું પિતપોતાના કર્મોનું ફળ છે. તું એ પણ કહીશ કે કોઈ કાળાને મેં ગોરો કેમ ન કર્યો? કર્કશ અવાજવાળાને મીઠો અવાજ કેમ ન કર્યો? આ. બધું કેઈ કરી શકતું નથી. આજે તું અને તારા પિતા. જે કાંઈ છે તે મારા કારણે છે. તું આ સાચી વાતને. નકારી શકશે નહીં. તારા પિતા સુબુદ્ધિ પણ નકારી. શકયા નથી.” નિર્ભયતાપૂર્વક પુણ્યપાલે કહ્યું : “રાજન ! સાચું કંઈક જુદું જ છે. જેવી રીતે. આંધળા-બહેરા, લૂલા-લંગડા વિગેરે પિતપતાના પૂર્વકર્મોના. કારણે છે, તેવી રીતે ધનવાન-ગરીબ પણ પોતાના પાપપુણ્યના કારણે છે. સાચું એ છે કે આજે હું જે કાંઈ છું એ પિતાના પુણ્યના કારણે છું. તમારા કારણે હું કશું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust