________________
(16)
પ્રતિમાશતક કાવ્ય-૨) मौदारिकं कर्म च । कथम् ? इत्याह-प्रान्तम्=पर्युषितं वल्लचनकादि, तदपि रूक्षं विकृतेरभावात् सेवन्ते= अभ्यवहरन्ति वीराः कर्मविदारणप्रत्यलाः सम्यग्दर्शिन इति ।
___ अथवा यावत्या गुणनिर्व(वृ पाठा.)त्या भावाचार्यनिर्व(वृ पाठा.)त्तिस्तावत्या द्रव्याचार्यत्वसम्पत्तिः। साचसापेक्षत्वेभावयोग्यत(ता पाठा.)या, इति भावाचार्यनामस्थापना(वत् पाठा.)भावात् प्राशस्त्यं नातिक्रमति, अन्त्यविकल्पं विना द्रव्यभावसङ्करस्याविश्रामात्, प्रशस्तनामस्थापनावत् । अप्रशस्तभावस्याङ्गारमर्दकादेव्यं तु तन्नाम-स्थापनावद् अप्रशस्तमेव । प्रागुक्तमहानिशीथसूत्रे नियोजनीयत्वार्थस्त्ववदाम गुरूतत्त्वविनिश्चये → 'तत्थ णिओगो एसो, जंदव्वं होइ सुद्धभावस्स । तण्णामागिइतुलं, तं सुहमियरंतु विवरीयं'॥१॥ जह गोयमाइयाणं, णामाई तिण्णि हुँति पावहरा। अंगारमद्दगस्स य, णामाई तिणि पावयरा'॥२॥ [गा. १४-१५] इति प्रशस्तभावसम्बन्धिनां सर्वेषां निक्षेपाणां प्रशस्तत्वमेवेति नियूंढम् ॥
__ अपि च जो जिणदिढे भावे, चउन्विहे सद्दहाइ सयमेव । एमेव नन्नहत्तिय, स निसग्गरुइत्ति णायव्वो'। [२८/१८] इत्युत्तराध्ययनवचनाच्चतुर्विधशब्दस्य नामस्थापनाद्रव्यभावभेदभिन्नत्वेन व्याख्यानान्निक्षेपचतुष्टय
દ્રવ્યનિક્ષેપાની સ્વીકર્તવ્યતા અન્યરૂપે પણ સિદ્ધ થાય છે. જે દ્રવ્યાચાર્યમાં જેટલા ગુણોથી ભાવાચાર્યપણું નથી આવતું, તેટલા ગુણોથી તેમનામાં દ્રવ્યાચાર્યપણું આવે છે. તે ગુણોના અભાવમાં પણ તે ગુણો પ્રત્યે સાપેક્ષભાવ હોય અને તે ગુણોની યોગ્યતા પડી હોય, તો ભાવઆચાર્યની યોગ્યતા રહેલી છે તેમ કહેવાય. અને તે દ્રવ્યાચાર્યપણું પ્રશસ્ત, મુખ્ય અને ભાવને સાપેક્ષ ગણાય. આ દ્રવ્યાચાર્યમાં ભાવયોગ્ય જેટલા ગુણો પ્રગટ થયા હોય તેટલા ગુણોની અપેક્ષાએ તે ભાવાચાર્ય છે. અને બાકીના ગુણોની અને તેથી ભાવાચાર્યતરીકેની યોગ્યતા હોવાથી તેટલા અંશોને અપેક્ષીને તે દ્રવ્યાચાર્ય છે. જ્યારે ભાવાચાર્યને યોગ્ય બધા ગુણો પ્રગટ થાય છે, ત્યારે તે સર્વથા ભાવાચાર્ય બને છે. હવે ગુણની યોગ્યતા અને ભાવાચાર્યની યોગ્યતા રહીન હોવાથી તેનામાં દ્રવ્યાચાર્યપણું રહેતું નથી. આરંભના છેડે માત્ર દ્રવ્યપણું હોય અને અંતિમ છેડે માત્ર ભાવપણું હોય, આ બે અવસ્થાને છોડી વચ્ચેની અવસ્થાઓમાં દ્રવ્ય અને ભાવ ઉભય હોય છે. તેથી સાંકર્ય હોય છે. આ બધી અવસ્થામાં તે દ્રવ્યઆચાર્યમાં ભાવઆચાર્યનું નામ અને ભાવાચાર્યની સ્થાપના હોય છે. આ નામ અને સ્થાપના પ્રશસ્તભાવસંબંધી હોવાથી પ્રશસ્ત છે, વળી પ્રશસ્ત નામ અને સ્થાપનાનો આધાર હોવાથી અને પ્રશસ્તભાવની યોગ્યતા હોવાથી દ્રવ્યઆચાર્ય પણ પૂજ્ય બને છે. અર્થાત્ દ્રવ્યનિક્ષેપો પણ પ્રશસ્ત બને છે. અથવા જેમ ભાવાચાર્યસંબંધી નામ અને સ્થાપના પણ પ્રશસ્ત છે. તેમ ભાવયોગ્યતાના કારણે ભાવાચાર્યસંબંધી દ્રવ્યનિક્ષેપ પણ પ્રશસ્ત જ છે. સાર - ભાવઆચાર્યના નામ-સ્થાપના અને દ્રવ્ય આ ત્રણે પણ પ્રશસ્ત અને પૂજ્ય છે. તે જ પ્રમાણે અંગારમઈકવગેરે અપ્રશસ્તભાવઆચાર્યના નામસ્થાપના અને દ્રવ્ય આ ત્રણે અપ્રશસ્ત બને છે.
શંકા - તો મહાનિશીથમાં ‘વચનમાત્રથી પણ આગમબાહ્ય ચેષ્ટા કરનારનો નામ-સ્થાપનાથી નિયોગ કરવો એમ કહ્યું છે, તેનું તાત્પર્ય શું?
સમાધાન - આ વચનનો ભાવાર્થ અમે (ટીકાકારે) ગુરુતત્વવિનિશ્ચય નામના ગ્રંથમાં બતાવ્યો છે, જે આ પ્રમાણે છે – “ત્યાં નિયોગ આ પ્રમાણે છે.. શુદ્ધભાવનું જે દ્રવ્ય છે, તે તેના(ભાવના) નામ અને ભાવની આકૃતિ(=સ્થાપના) ને તુલ્ય છે. અને શુભ છે. ઇતર(=અશુદ્ધભાવ) દ્રવ્ય વિપરીત=અશુભ છે.” /૧// “જેમકે ગૌતમસ્વામી વગેરેનાનામવગેરે ત્રણ પણ પાપનાશક છે. તથા અંગારમઈકવગેરેનાનામવગેરે ત્રણ પાપકારક છે.” //ર // તેથી પ્રશસ્તભાવ સંબંધી બધા જ નિક્ષેપા પ્રશસ્ત જ છે તેવો નિર્ણય થાય છે.