________________
[૧૪]
પ્રભાવિક પુરુષ : ધન્ય મુનિની પૂર્વકથા પ્રતિષ્ઠાનપુરમાં રાજવી જિતશત્રુના રાજ્યમાં એક દરિદ્ર કુટુંબ રેજી મેળવવા આવે છે. એમાંને એક બાળક પ્રકૃતિમાં સોય ને નમ્ર લોકેના વાછરડા ચરાવી પોતાની માતા સહિત નિર્વાહ ચલાવવા લાગ્યા. એક દિવસ ઉદ્યાનમાં કંઈ ઉત્સવનિમિત્તે લોકોને પરમાન્ન બનાવી ઉજાણી કરતાં જોયાં. વાછરડા ચારતાં આ છોકરાને પણ એવી રીતે પરમાન્ન ખાવાનું મન થયું. ઘેર આવી માતાને વાત કહી.
પણ અહા ! જ્યાં નાના સરખા ઝૂંપડામાં પૂરું પહેરવાઓઢવાનું પણ ન હોય અને હાંલ્લાં કુસ્તી કરતાં હોય એવી રંકદશામાં માતા પરમાન્ન ક્યાંથી કરી આપે? પુત્રની વાતથી માતાનું હૃદય ભરાઈ આવ્યું! નારીજાત–સુલભ રુદન શરૂ થયું. પાડોશીઓએ વ્યતિકર જાણ્યો એટલે એકે દૂધ, તો બીજાએ સાકર, ત્રીજાએ વળી ચેખા એમ પરસ્પર મળી ક્ષીર નિષ્પન્ન કરવામાં જોઈતી સામગ્રી મેળવી આપી. જેના ઉપકારનો બદલો ન વળી શકે એવી માતાએ પણ પરમાન્ન બનાવી, એની એક થાળી પુત્ર સામે ધરી દીધી અને પોતે કંઈ કામ પ્રસંગે બહાર ગઈ. - જ્યાં આ ઈચ્છિત ભેજનને ઉદરમાં પધરાવવાની તૈયારી કરે છે ત્યાં તે સુંદર આકૃતિવાળા, ને મહિનાના ઉપવાસથી જેમની દેહલતા કૃશ થયેલી છે એવા મુનિયુમને ગોચરી અર્થે આવી રહેલા આ છોકરાએ જોયા.
રખે સમજી લેતા કે ધર્મના ઈજારદારે અમુક વણિક કે દ્વિજ જાતિમાં જન્મેલા જ હોઈ શકે. પશુ ચારનાર આ અલ્પમતિ બાળક મુનિરૂપ સામ્યજોડલાને જોતાં જ જાણે મેઘવર્ષાથી વનરાજી નવપલ્લવિત બની હસી રહી ન હોય એવા ઉલ્લાસથી નાચી રહ્યો. પાયસની થાળી ઊચકી, નમ્ર વાણુથી મુનિને ઉદ્દેશી કહેવા લાગ્ય: