Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આપણે જાણી શકતા નથી.
મંદિરમાં વિચારને મૂકીને જાવ છો ?
વિચારના પોટલાને બહારના ઓટલા પર મૂકીને મંદિરમાં જાવ. ધ્યાનની પ્રારંભિક ભૂમિકામાં મન વિચારથી ભરેલું છે, તેની ભાળ મળે છે.
આપણી માન્યતાઓ બદલવા જેવું ઘણું બન્યું
આપણે માનતા હતા કે પરદેશ ગયેલા આપણા સંતાનો યુવાનો માંસાહાર કરતા હશે. મદિરાપાન કરતા થઈ ગયા છે વગેરે. એમાં કંઈક તથ્થાંશ હોવા છતાં આજે આવા તત્વજ્ઞાનના અભ્યાસ વડે રૂડા જીએ જે પચાવ્યું છે, અને તત્ત્વજ્ઞાન મેળવ્યું છે. તે ભલે અલ્પ સંખ્યામાં હોય પણ અહીંના ઘણા શ્રાવકો જે જાણતા નથી તેવું જ્ઞાન ત્યાં વિકાસ પામ્યું છે. કેટલાયે જીવોએ ધર્મ પચાવ્યો છે. આજે હજારો બાળકો પાઠશાળામાં જ્ઞાન મેળવી રહ્યા છે. ભક્તિ રસ પણ ખૂબ વિકાસ પામ્યો છે. લોકોના જીવનમાં એક મહાન વળાંક આવતો જાય છે. દાન-પરોપકાર જેવી વૃત્તિઓ ભારતના જેવી જ આકાર લઈ રહી છે. અર્થાત કહેવું જોઈએ કે ત્યાંના જીવ પણ ધર્મ પામવાને પાત્ર છે. તે સર્વેને પૂજ્યશ્રી જેવાના આશીર્વાદ છે. પછી પાત્રતા કેળવાય ને ! ૧૯૯૯માં પૂજ્યશ્રીને હૈદ્રાબાદમાં વંદનાર્થે જવાનું થયું. ત્યાં સાધનાની વાત થઈ, પછી મેં પૂછયું કે “સાહેબજી ! હવે પરદેશ જવું નથી. સ્વ-આરાધના કરવી છે.”
પૂજ્યશ્રી : “પરદેશ સાધુ જઈ ન શકે, તમે ત્યાંના ધર્મ જિજ્ઞાસુઓને પોષણ આપો. આ સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિ છે. તત્ત્વજ્ઞાન લઈ જાવ, ત્યાં પૂરા પ્રેમથી આપો. ખૂટે તો પાછું લઈ જજે.” નિદૉષ હાસ્યભર્યા આ વચનો એ આશીર્વાદ હતા.
જાણે પૂજ્યશ્રીના શુભાશીષ મળ્યા હોય તેમ ત્યાંના જિજ્ઞાસુઓ વત, નિયમોનું પાલન, સામાયિક, ઘરમાં જ નાના મંદિરે રાખી દર્શન નવકાર મંત્રના જપ કરતા થયા છે. વ્યસન અને અભક્ષ્યાહાર તો તેમને અડકી શકે તેમ નથી. પરંતુ તેના મિત્રોને પણ તેઓ તેમાંથી પાછા વાળવા જેવી શક્તિ ધરાવતા થયા છે.
પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજીનો ગ્રંથ “આત્મઉત્થાનનો પાયો' લગભગ પાંચસો જેવા કુટુંબમાં પ્રસાર પામ્યો છે. તેના સ્વાધ્યાયની સેકડો કેસેટો ઘરે-ઘરે ગુંજતી થઈ ગઈ છે. આમ હજારો માઈલ દૂર શ્રી મહાવીર ભગવાનના સાચાં વાસ્સોને પૂજ્યશ્રીની વાત્સલ્યનિધિ અને તત્વલમ્બિનું પ્રદાન એ મહાસભાગ્ય છે. જેઓ તેનાથી વંચિત છે તેમની અનુકંપા કરીએ. ગુરુકૃપા તેમના પર વરસે.
- સુનંદાબેન વોરા
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * *
*
*
*
*
૩૩