Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આવશ્યક સૂત્રોના અર્થો જાણ્યા પછી ભગવાનની ઓળખ વિશેષ થઈને ? અરિહંતના બાર, સિદ્ધના આઠ વગેરે ગુણો જાણવા મળતાં એમના પ્રત્યે વિશેષ બહુમાન થતું ગયું. આવા ભગવાનના આગમો કેવા હશે ? તેમ જાણવાની ઈચ્છા વધતી ગઈ.
બહુમાન બે પ્રકારે : (૧) હેતુ બહુમાન : ભગવાનના અતિશયો વગેરે પર બહુમાન.
(૨) સત્ય બહુમાન : ભગવાનની આત્મ – સંપત્તિ પર બહુમાન.
ઈન્દ્રભૂતિમાં પ્રથમ તો હેતુ - બહુમાન જ થયેલું. પછી આત્મસંપત્તિ જાણતાં સત્ય બહુમાન પેદા થયેલું. હેતુ સત્ય બહુમાનથી રે, જિન સેવ્યા શિવરાજ'
- પૂ. દેવચન્દ્રજી. જેટલું બહુમાન જાત અને જાતની શક્તિઓ પર છે. તેટલું બહુમાન ભગવાન પર ક્યાં છે ? અહંને એટલો મોટો બનાવી દીધો છે કે આપણને બધા જ વામણા લાગે છે. કોઈને નમવાનું મન થતું નથી. હું અને કોઈને નમું ? હદ થઈ ગઈ !
આવો વિચાર બાહુબલી જેવાને પણ આવી ગયેલો. ચરમ શરીરીને પણ આવો વિચાર નડતો હોય તો આપણે કઈ વાડીના મૂળા ? એમણે તો એ અહંને ફગાવી દીધો. આપણે એને (અહંને) પંપાળી રહ્યા છીએ.
સંજવલન અહં ૧૫ દિવસથી વધુ ન ટકે. જીવનભર અહં રહેતો હોય તો એ અનંતાનુબંધી ન કહેવાય ? ભગવાન આગળ પણ અહં ન જાય તો બીજે ક્યાં જવાનો ?
5 આજે બેસતું વર્ષ છે.
અહીં આવ્યા ત્યારથી (ચૈત્ર મહિનાથી) લગભગ વાચના ચાલુ રહી છે.
તબીયત આદિના કારણે કદાચ કોઈ દિવસ બંધ રહી હોય તો જુદી વાત છે.
હું તો રોજ ગણ્યા કરું : કેટલો સમય ગયો ? હવે કેટલા કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * *
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* ૨૨૧