Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કલાકો સુધી બેસી રહેતો... રડતો... અને પ્રાર્થના કરતો :
ઓ પ્રભુ દર્શન આપો... દર્શન આપો. ક્યાં સુધી આ સેવકને ટળવળાવશો ? મારે જીવનમાં કોઈ બીજી ઈચ્છા નથી. એકવાર તારા દર્શન થઈ જાય તો હું જીવન સફળ માનીશ.”
આવી પ્રાર્થનાઓથી તેના જીવનમાં પવિત્રતાનો ધોધ વહેવા લાગ્યો. રાત ને દિવસ પ્રભુને... માત્ર પ્રભુને જ યાદ કરવા લાગ્યો. પ્રભુની વિસ્મૃતિને તે આત્મહત્યા સમી સમજવા લાગ્યો. એક ક્ષણ પણ પ્રભુ-સ્મરણ વગરની જાય તે તેને ખંજરના ઘા સમી વસમી લાગવા માંડી. જે પ્રભુના ઉપકારથી આ બધી સુંદર સામગ્રી મળી, તે પ્રભુને ભૂલી જવા એના જેવી બીજી કૃતજ્ઞતા કઈ ?
પ્રભુના દર્શન વિના નાસ્તો કરાય ? પ્રભુની પૂજા વિના જમાય ? પ્રભુને યાદ કર્યા વિના સૂવાય ? કદાપિ નહિ.
તેનું જીવન એટલું પ્રભુમય બની ગયું કે સવારે ગામમાં રહેલા મંદિરના દર્શન કરી નવકારશીમાં દૂધ પી ગામ બહારના મંદિરે ચાલ્યો જતો અને કલાકોના કલાકો ત્યાં ગાળતો. ૧૧૧૨ વાગ્યા પહેલા તે ઘેર કદી પાછો ન ફરતો.
તો પછી ધંધા વિગેરેમાં તે ધ્યાન આપતો કે નહિ ? હા... તે ધંધો કરતો ખરો... પણ નામનો જ. જરૂર પૂરતો જ, કદાચ જરૂરથી પણ ઓછો.
પોતાના કાકાઈ ભાઈ ચનણમલજી સાથે તે દલાલીનો ધંધો કરવા જતો. તે પણ એકાદ કલાક પૂરતો જ. ૧ વર્ષ સુધી આ દલાલીનો ધંધો ચાલ્યો.
અક્ષય ધંધામાં ઓછું ધ્યાન આપતો અને ધર્મમાં વધુ ધ્યાન આપતો તે માતાને ગમ્યું નહિ. પુત્રનો ધર્મ અને પ્રભુ પરનો પ્રેમ જોઈને તે અંતરથી ખૂબ જ રાજી થતી પણ એને વિચાર આવતો કે મારા અક્ષયનું ધન વિના થશે શું ? આખરે માનો જીવ ખરોને ?
ધંધામાટે માતાની ટકોર :
એક દિવસે બપોરના ભોજન સમયે માતાએ અક્ષયને કહ્યું : “બેટા ! આવી રીતે તારે ક્યાં સુધી રહેવું છે ? તારા
*
*
*
*
*
*
*
* *
*
* * ૩૦૦