Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
Catalog link: https://jainqq.org/explore/032616/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કહે કલાપૂર્ણસૂરિ-૪ કપ, મુક્તિચન્દ્રવિજયગણિ પ. મુનિચન્દ્રવિજયગણિા Page #2 -------------------------------------------------------------------------- ________________ वि. सं. २०५८, केशवणा बने हुए पू तीर्थंकर की याद पुण्य- वैभव अब देखने मिलेगा ? स्वर्गगमन से १५ दिन पूर्व क वि.सं. २०५८, जालोर (राज‍ Page #3 -------------------------------------------------------------------------- ________________ व सु.४, शनिवार १६-२-२००२ को राज.) में स्वर्गवासी यश्री की चिरविदाय की झलक रानेवाला . कहाँ स्वीर Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ કહે કલાપૂર્ણસૂરિ - ૪ (અધ્યાત્મયોગી પૂ. આચાર્યશ્રીની સાધનાપૂત વાણી) (વિ.સં. ૨૦૫૬, ભા. વ. ૪, ૧૭-૯-૨000, રવિવારથી વિ.સં. ૨૦૫૭, મા. સુ ૫, ૧-૧૨-૨૦00, શુક્રવાર સુધી, પાલીતાણા) વાચના પૂજ્ય આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. - આલંબન પૂજ્યશ્રીના ગુરુ-મંદિરની પ્રતિષ્ઠા, વિ.સં. ૨૦૬ ૨, મહા વદ ૬, તા. ૧૯-૦૨-૨૦૦૬, રવિવાર, શંખેશ્વર | પ્રેરણા પૂજ્ય આચાર્યશ્રી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. પૂજ્ય પં. શ્રી કલ્પતરુવિજયજી ગણિ અવતરણ - સંપાદન પં. મુક્તિચન્દ્રવિજય ગણિ પં. મુનિચન્દ્રવિજય ગણિ C પ્રકાશન શ્રી કલાપૂર્ણસૂરિ સાધના સ્મારક ટ્રસ્ટ આગમ મંદિરની પાછળ, પોસ્ટ શંખેશ્વર, જિ. પાટણ (ઉ.ગુ.), પીન : ૩૮૪ ૨૪૬. શ્રી શાન્તિ જિન આરાધક મંડલ, મનફરા મનફરા, શાન્તિનિકેતન, જિ. કચ્છ, તા. ભચાઊ, પિન : ૩૭૦ ૧૪૦. Page #6 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : કહે કલાપૂર્ણસૂરિજી (પૂ. આચાર્યશ્રીની સાધનાપૂત વાણી) પ્રથમ આવૃત્તિ : વિ.સં. ૨૦૫૭. દ્વિતીય આવૃત્તિ : વિ.સં. ૨૦૬૨ અવતરણ-સંપાદન : પં. મુક્તિચન્દ્રવિજય ગણિ પં. મુનિચન્દ્રવિજય ગણિ મૂલ્ય : રૂ. ૧૨૦/ નકલ : ૧000 સંપર્ક સૂત્ર : > ટીક આર. સાવલા POPULAR PLASTIC HOUSE 39, D. N. Road, Sitaram Building, 'B' Block, Near Crowford Market, MUMBAI - 400 001. • Ph. : (022) 23436369, 23436807, 23441141 Mobile : 9821406972 SHANTILAL / CHAMPAK B. DEDHIA 20, Pankaj 'A', Plot No. 171, L.B.S. Marg, Ghatkopar (W), MUMBAI - 400 086. • Ph. : (022) 25101990 CHANDRAKANT J. VORA : Phool Wadi, Bhachau, Kutch (Guj.). Ph. : (02837) 223405 મુદ્રક : Tejas Printers 403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant Society, Paldi, AHMEDABAD - 380 007. • Ph. : (079) 26601045 Page #7 -------------------------------------------------------------------------- ________________ O000 પુનઃ પ્રકાશન પ્રસંગે.. G સુવિધાંજન-સ્પર્શથી આંખ જ્યોર્ અવિદ્યાનું અંધારું ભારે વિદારક જુએ તે ક્ષણે યોગીઓ ધ્યાન - તેજે, નિજાત્મા વિષે શ્રીપરાત્મા સહેજે - જ્ઞાનસાર ૧૪૮ ર - પદ્યાનુવાદ જ્ઞાનસારમાં આ રીતે આવતા વર્ણન મુજબ જ પૂજ્યશ્રીનું જીવન હતું, એ સૌ કોઇ સુપેરે જાણે છે. એ મહાયોગી પોતાના હૃદયમાં ભગવાનને જોતા હતા, જ્યારે લોકો તેમનામાં ભગવાનને જોતા હતા. આવા સિદ્ધયોગીની વાણી સાંભળવા – વાંચવા લોકો આતુર હોય તે સ્વાભાવિક છે. પૂજ્યશ્રીની હાજરીમાં જ ‘કહે કલાપૂર્ણસૂરિ’ પુસ્તકના ચારેય ભાગો બહાર પડી ગયા હતા, જિજ્ઞાસુ આરાધક લોકો દ્વારા અપ્રતિમ પ્રશંસા પણ પામેલા હતા. છેલ્લા ઘણા સમયથી આરાધકો તરફથી આ પુસ્તકની માંગણી હતી, પણ નકલો ખલાસ થઇ જતાં અમે એ માંગણી સંતોષી શકતા ન હતા. પહેલા ભાગની ત્રણ-ત્રણ આવૃત્તિ બહાર પડવા છતાં લોકોની માંગણી ચાલુ જ હતી. પછીના ત્રણ ભાગો તો બહુ જ દુર્લભ બની ગયા હતા. કારણ કે તેની એક જ આવૃત્તિ બહાર પડેલી હતી. શંખેશ્વર તીર્થે વિ.સં. ૨૦૬૨, મહા વદ ૬, તા. ૧૯૦૨-૨૦૦૬ના પૂજ્યશ્રીના ગુરુ-મંદિરની પ્રતિષ્ઠાના પાવન પ્રસંગને લક્ષમાં લઇને પ્રસ્તુત પુસ્તકના ચારેય ભાગો હિન્દી તથા ગુજરાતીમાં એક સાથે બહાર પાડવામાં આવી રહ્યા છે, તે ખૂબ જ આનંદપ્રદ ઘટના છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથના પુનઃ પ્રકાશન માટે મુખ્ય પ્રેરક પરમ શાસન પ્રભાવક, વર્તમાન સમુદાય-નાયક પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા., વિદ્ધકર્ય પૂ. પંન્યાસપ્રવરશ્રી કલ્પતરુવિજયજી ગણિવર તથા પ્રવક્તા પૂ. પંન્યાસપ્રવરશ્રી કીર્તિચંદ્રવિજયજી ગણિવર આદિને અમે વંદન કરીએ છીએ. - આ ગ્રંથના ખૂબ જ ચીવટ અને ખંતપૂર્વક અવતરણસંપાદન તથા પુનઃ સંપાદન કરનારા પૂ. પંન્યાસજી શ્રી મુક્તિચંદ્રવિજયજી ગણિવર તથા પૂ. પંન્યાસજી શ્રી મુનિચંદ્ર-વિજયજી ગણિવરનો અમે ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. આ ગ્રંથમાં આર્થિક સહયોગ આપનારા મહાનુભાવોને અમે હાર્દિક ધન્યવાદ આપીએ છીએ. દિવંગત પૂ. મુનિવર્યશ્રી મુક્તાનંદવિજયજીનો પણ આમાં અપૂર્વ સહયોગ રહ્યો છે, જેને યાદ કરતાં અમે ગદ્ગદ્ બની રહ્યા છીએ. હિન્દી પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનાર લોદી ચાતુર્માસ સમિતિ તથા ફલોદી નિવાસી (હાલ, ચેન્નઇ) કવરલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ચેન્નઇના અન્ય દાતાઓને વિશેષત: અભિનંદન આપીએ છીએ. શ્રીયુત ધનજી ગેલા ગાલા પરિવાર (લાકડીઆ) દ્વારા નિર્મિત ગુરુ-મંદિરની પ્રતિષ્ઠાના પાવન પ્રસંગને લક્ષમાં રાખીને પ્રકાશિત થતા આ ગ્રંથ-રત્નોને વાચકોના કર-કમળમાં મૂકતાં અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. અત્યંત શીઘ્રતાથી ચીવટપૂર્વક ચારેય ભાગોને હિન્દીગુજરાતીમાં છાપી આપનાર તેજસ પ્રિન્ટર્સવાળા તેજસ હસમુખભાઇ શાહ (અમદાવાદ)ને પણ શી રીતે ભૂલી શકાય ? - પ્રજ્ઞાળે Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની વાણી જિજ્ઞાસુ વર્ગમાં વધુને વધુ પ્રસાર પામે, એવી ભાવનાપૂર્વક પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન કરતાં આનંદ અનુભવીએ છીએ. શ્રી કચ્છ વાગડ સાત ચોવીશી જૈન સમાજ સંચાલિત વેલજી દામજી ભણશાલી યાત્રિક ભુવન, પાલીતાણા. Page #10 -------------------------------------------------------------------------- ________________ સહયોગીઓને ધન્યવાદ હેમાંજલિ ટ્રસ્ટ સુરેન્દ્રનગર શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી આરાધના ભવન શ્રી વાગડ વી.ઓ.શ્વે.મૂ.પૂ. જૈન સંઘ, ગોરેગામ, મુંબઇ...... > ભરૂડિયા જૈન સંઘ ભરૂડિયા, કચ્છ-વાગડ.... નવજીવન જૈન શ્વે.મૂ.પૂ. સંઘ મુંબઇ-૮ ૧૨૫ ૐ શ્રી વાગડ વી.ઓ.શ્વે.મૂ.પૂ. જૈન સંઘ અંધેરી (વેસ્ટ), મુંબઇ ૧૨૫ ૧૨૫ ૧૨૫ ૧૨૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય અનંતાનંત સિદ્ધોની પુણ્ય ધરા પાલીતાણા ખાતે કચ્છ-વાગડદેશોદ્વારક, પરમ શ્રદ્ધેય અધ્યાત્મયોગી પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા., મધુરભાષી નૂતન આચાર્ય શ્રીમદ્ વિજય કલાપ્રભસુરીશ્વરજી મ.સા., વિદ્વદ્વર્ય પુજય પં. શ્રી કલ્પતરુવિજયજી , પ્રવક્તા પૂ.પં.શ્રી કીર્તિચંદ્રવિજયજી, પૂ. ગણિવર્યશ્રી (હાલ પંન્યાસજીશ્રી) મુક્તિચન્દ્રવિજયજી, પૂ. ગણિવર્યશ્રી પૂર્ણચન્દ્રવિજયજી, પૂ. ગણિવર્યશ્રી મુનિચન્દ્રવિજયજી, પૂ. મુનિશ્રી કુમુદચન્દ્રવિજયજી, પૂ. મુનિશ્રી કીર્તિરત્નવિજયજી, પૂ. મુનિશ્રી તીર્થભદ્રવિજયજી, પૂ. મુનિશ્રી હેમચન્દ્રવિજયજી, પૂ. મુનિશ્રી વિમલપ્રવિજયજી આદિ ૩૦ જેટલા પૂ. સાધુ ભગવંતો તથા ૪૨૯ જેટલા (લગભગ સંપૂર્ણ વાગડ સમુદાય. માત્ર ૪૦ જેટલા સાધ્વીજી ભગવંત પાલીતાણાથી બહાર ચાતુર્માસ હતા.) સાધ્વીજી ભગવંતોનું વીસ વર્ષ પછી વાગડ વીસા ઓસવાળ જૈન સંઘ તથા સાત ચોવીશી જૈન સમાજ બન્ને તરફથી અવિસ્મરણીય ચાતુર્માસ થયું. - ચાતુર્માસ દરમ્યાન ૧૮ પૂજ્ય સાધુ ભગવંત તથા ૯૮ પૂજ્ય સાધ્વીજી ભગવંતોને બૃહદ્ યોગોદ્વહન, માસક્ષમણ આદિ તપશ્ચર્યાઓ, (અલગ પેજ ઉપર તપસ્વીઓની સૂચિ આપી છે.) જીવદયા આદિના ફંડો, પરમાત્મ-ભક્તિપ્રેરક વાચના-પ્રવચનો, રવિવારીય સામૂહિક પ્રવચનો, જિન-ભક્તિ મહોત્સવો, ઉપધાન આદિ અનેકવિધ સુકૃતોની શ્રેણિ સર્જાઈ. ચાતુર્માસ પછી પણ ૯૯ યાત્રા, ૧૫ દીક્ષાઓ (બાબુભાઈ, હીરેન, પૃથ્વીરાજ, ચિરાગ તથા મણિબેન, કલ્પના, કંચન, ચામતિ, શાન્તા, વિલાસ, ચન્દ્રિકા, લતા, શાન્તા, મંજુલા, ભારતી) તથા ત્રણ પદવી (પૂજય ગણિશ્રી મુક્તિચન્દ્રવિજયજીને પંન્યાસ-પદ, પૂ. તીર્થભદ્રવિજયજી તથા પૂ. વિમલપ્રભવિજયજીને ગણિ પદ) વગેરે પ્રસંગો શાલીનતાથી ઊજવાયા. Page #12 -------------------------------------------------------------------------- ________________ આ બધામાં સૌ જિજ્ઞાસુ આરાધકોને સૌથી વધુ આકર્ષણ હતું : અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યશ્રીની વાચનાઓનું. પૂજ્યશ્રીનો મનગમતો વિષય છે : ભક્તિ. આ ચાતુર્માસ દરમ્યાન નમુત્થણે સૂત્ર પરની પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિકૃત લલિત-વિસ્તરા નામની ટીકા પર વાચનાઓ ચાલી. લલિત વિસ્તરા એટલે જૈન-દર્શનનું ભક્તિ - શાસ્ત્ર જ સમજી લો. લલિત-વિસ્તરા જેવો ભક્તિપ્રધાન ગ્રન્થ હોય, પૂજ્યશ્રી જેવા વાચના-દાતા હોય, પાલીતાણા જેવું ક્ષેત્ર હોય, પ્રભુ-પ્રેમી સાધુ-સાધ્વીજી જેવા શ્રોતા હોય, પછી બાકી શું રહે ? આ વાચનાઓમાં પૂજ્યશ્રી પૂરેપૂરા ખીલ્યા હતા. વાચનાઓની આ વૃષ્ટિમાં ભીંજાઈને અનેક આત્માઓએ પરમ પ્રસન્નતા અનુભવી. વધુ આનંદની વાત તો એ છે કે આ વૃષ્ટિ તાત્કાલિક અવતરણ દ્વારા નોટ રૂપ ડેમમાં સંગૃહીત પણ થતી રહી. અમારા જ ગામના રત્ન પૂજય પંન્યાસજીશ્રી મુક્તિચન્દ્રવિજયજી ગણિવર તથા પૂજય ગણિવર્યશ્રી મુનિચન્દ્રવિજયજી દ્વારા આ વાચનાઓનું અવતરણ થયું છે, તે ઘણા જ આનંદની વાત છે. આ પુસ્તકની ઝડપથી પ્રેસકોપી કરી આપનારા પૂ. સાધ્વીજી કુમુદશ્રીજીના શિષ્યા પૂ.સા. કલ્પજ્ઞાશ્રીજીના શિષ્યા પૂ.સા. કલ્પનંદિતાશ્રીજીનું અમે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ. પુસ્તકના આ કાર્યમાં આર્થિક સહયોગ આપનાર પણ અભિનંદનને પાત્ર છે. પૂજ્ય બંધુ-યુગલ દ્વારા અવતરણ કરાયેલા અન્ય ત્રણ પુસ્તક (કહે, કલાપૂર્ણસૂરિ-૧, કહ્યું, કલાપૂર્ણસૂરિએ-૨, કહે, કલાપૂર્ણસૂરિ-૩) ની જેમ આ પુસ્તક (કહે, કલાપૂર્ણસૂરિ-૪) પણ જિજ્ઞાસુઓ અવશ્ય આવકારશે તેવી શ્રદ્ધા રાખીએ છીએ. આ પુસ્તક વાંચીને પ્રભાવિત થયેલા વાચકોના પત્રોથી અમારા Page #13 -------------------------------------------------------------------------- ________________ T ઉત્સાહમાં નિરંતર વધારો થતો રહે છે. કેટલાક જિજ્ઞાસુ ગૃહસ્થો તો આ પુસ્તક વાંચીને નવા પુસ્તક માટે પોતાના તરફથી અગાઉથી અનુદાન આપવા માટે તત્પરતા ધરાવે છે, તે આ પુસ્તકની લોકપ્રિયતા અને હૃદયસ્પર્શિતા કહે છે. ભૂકંપ- ગ્રસ્ત અમારું ગામ 00 વિ.સં. ૨૦૫૭, મહા સુ. ૨, શુક્રવાર, તા. ૨૬-૧-૨૦૦૧ની સવારનો ૮.૪૬ નો સમય કચ્છ - ગુજરાત માટે ગોઝારો નીકળ્યો. માત્ર અઢી-ત્રણ મિનિટોમાં જ સેંકડો ગામો ધરાશાયી બની ગયા, હજારો લોકો કાટમાળની નીચે દબાઈને “બચાવો, બચાવો, કાઢોની ચીસો પાડવા માંડ્યા, બીજા હજારોને તો ચીસો પાડવાનો પણ અવસર ન મળ્યો. વજનદાર છત, પત્થરાઓ વગેરે નીચે તે જ ક્ષણે ચગદાઈ ગયા ને મૃત્યુને ભેટ્યા. ૮.૧ રિક્ટર સ્કેલના આવા ભયંકર ભૂકંપથી આખું વિશ્વ હચમચી ઊડ્યું. (ભારતીય ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે આ ભૂકંપ ૬.૯ રિક્ટર સ્કેલનો હતો, જ્યારે અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીઓ તેને ૭.૯ કે ૮.૧ નો કહેતા હતા. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીઓએ તેનું કેન્દ્રબિંદુ કચ્છ - ભુજથી ઉત્તરમાં લોડાઈ-બંગ પાસે કહ્યું છે જ્યારે અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીઓએ સ્વયં શોધીને કચ્છના ભચાઉ તાલુકામાં બંધડી-મનફરા-ચોબારી પાસે ક્યાંક કેન્દ્રબિંદુ હોવાનું કહ્યું છે. નુકશાની જોવામાં આવે તો અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીઓ સાચા લાગે.). ભૂકંપનું કેન્દ્રબિંદુ અમારા ગામ મનફરાની પાસે જ હોવાથી અનેક ગામોની સાથે અમારું ગામ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયું, જે તસ્વીર જોવાથી ખ્યાલ આવશે. ભચાઉ, અંજાર, રાપર અને ભુજ આ ચાર નગરો સહિત ચારેય તાલુકાઓમાં ભારે ખુવારી થઈ. હજારો માણસો જીવતા દટાયા. પેલા ૦૦૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ બેફામ કવિએ કહ્યું છે : ‘જીવનનો રસ્તો માત્ર ઘરથી કબર સુધીનો છે.” પણ અહીં તો ઘર જ કબર બની ગયા હતા. જે છત અને છાપરાએ અત્યાર સુધી રક્ષણ આપ્યું હતું તે જ અત્યારે ભક્ષણ કરનારા બન્યા હતા. ‘જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી' કલાપીની આ પંક્તિ કેટલી યથાર્થ છે ? અનેક ગામો સાથે અમારું મનફરા ગામ પણ ધરાશાયી બન્યું. દેરાસર, ઉપાશ્રય આદિ ધર્મસ્થાનો સહિત લગભગ તમામ મકાનો જમીનદોસ્ત બન્યા. અમારું ગામ વિક્રમની ૧૭મી સદીના પ્રારંભમાં જ (વિ.સં. ૧૬૦૬) વસેલું છે. ત્યારની ઊભેલી ગામ વચ્ચેની જાગીર (લગભગ સાડા ચારસો વર્ષ જૂની આ મજબૂત જાગીરને જો ઈ કોઈ નિષ્ણાત ઈજનેરે કહેલું : હજુ ઓછામાં ઓછા બસો વર્ષ સુધી આ જાગીરને કોઈ જ વાંધો નહિ આવે.) પણ પૂર્ણતયા ધ્વસ્ત થઈ. ગામની શોભારૂપ દેવવિમાન જેવું રૂપાળું ૩૪ વર્ષ જુનું તીર્થ જેવું દેરાસર પણ પત્થરોના ઢગલારૂપે ફેરવાઈ ગયું. મનફરાના ૪૫૦ વર્ષના ઈતિહાસમાં ગામનો પૂરેપૂરો સફાયો પહેલી જ વખત થયો. જો કે ધરતીકંપનો પ્રદેશ હોવાથી કચ્છમાં અવારનવાર ધરતીકંપો આવતા રહે છે. આવો જ મોટો ધરતીકંપ ઈ.સ. ૧૮૧૯, ૧૬મી જૂનના દિવસે આવેલ, જેના કારણે સિંધુ નદીના વહેણ કચ્છમાં આવતા કાયમ માટે બંધ થઈ ગયા. કચ્છ કાયમ માટે વેરાન થઈ ગયું. “કચ્છડો બારે માસ'ની ઉક્તિ માત્ર લોકજીભે જ રહી. વાસ્તવિકતા તદ્દન વિપરીત બની ગઈ. એ ધરતીકંપથી પશ્ચિમ કચ્છમાં વધારે નુકશાન થયું હશે, પૂર્વ કચ્છ (વાગડ) બચી ગયું હશે, એમ ૪૫૦ વર્ષ જૂની જાગીર અને ૮૦૦ વર્ષ જૂના ભદ્રેશ્વરના જિનાલયને જોતાં લાગે છે. એ પહેલાં વિ.સં. ૧૨૫૬માં ભયંકર ભૂકંપ આવેલો. જેના કારણે નારાયણ સરોવરનું મીઠું પાણી ખારું થઈ ગયેલું, એમ ઇતિહાસવેત્તાઓ કહે છે. હજાર વર્ષમાં બે-ત્રણ વાર આવતા આવા ભૂકંપથી પહેલા કરતાં પણ અત્યારે તારાજી ખૂબ જ થઈ છે. કારણ કે બહુમાળી મકાનોની Page #15 -------------------------------------------------------------------------- ________________ રચના પછી આવો મોટો ભૂકંપ ભારતમાં કદાચ પહેલીવાર આવ્યો છે. કચ્છ પછી વિશ્વભરમાં ઈન્ડોનેશિયા, ચીન, જાપાન, અફઘાનિસ્તાન, અમેરિકા, આસામ આદિ સ્થળોએ શ્રેણિબદ્ધ થયેલા ભૂકંપના આંચકાઓએ વિશ્વભરના લોકોને ભૂકંપ અંગે વિચારતા કરી દીધા છે. દોઢ બે હજારની વસતીવાળા નાનકડા મનફરા ગામમાં ભૂકંપથી માર્યા ગયેલા ૧૯૦ જણમાં ૬૦ તો જૈનો હતા. ઘાયલ થયેલા તો જુદા. બે-પાંચ હજાર વર્ષ પહેલાના જૂના મંદિરો કેમ આજે જોવા મળતા નથી ? નદીઓ કેમ લુપ્ત બની જાય છે ? નગરો કેમ ધ્વસ્ત બની જાય છે ? નદીઓના વહેણ કેમ બદલાઈ જાય છે ? લોકો કેમ સ્થળાંતર કરી જાય છે ? ‘મોંએ જો ડેરો” જેવા ટીંબા કેમ બને છે ? - એવા ઘણા પ્રશ્નોનો જવાબ આવા ધરતીકંપો છે. માણસ માટે મોટો ગણાતો આ ભૂકંપ કુદરતમાટે સાવ નાનકડું તણખલા જેવું કાર્ય પણ હોય ! કુદરતમાં તો આવા ફેરફારો આવ્યા જ કરે. ધાર્મિક દૃષ્ટિએ વિચારીએ તો આમાંથી અનિત્યતાનો બોધપાઠ મળે. મમતાના તાણા-વાણા તોડવાનો અવસર મળે. અને ઘરમાંથી મને બહાર કાઢનાર તું કોણ ? એવું કહેનારા માણસને ભૂકંપનો એક જ આંચકો બહાર કાઢી મૂકે છે, આ ઓછી વાત છે ? | મમતાને દૂર કરવા માટે, અનિત્યતાને આત્મસાત કરવા માટે આનાથી વધુ બીજો કયો પ્રસંગ હોઈ શકે ? | સમગ્ર વિશ્વને એક તંતુએ જોડી દેવામાં નિમિત્ત બનનાર આવો બીજો પ્રસંગ કયો હોઈ શકે ? | ભૂકંપ પછી ગુજરાત-ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી જે સહાયતાનો ધોધ વહ્યો તે જણાવે છે કે - આજે પણ માણસાઈ મરી પરવારી નથી. આજે પણ માણસના હૃદયમાં કરુણા ધબકે છે. દુકાળ, વાવાઝોડું અને ભૂકંપના પ્રહારોથી જર્જરિત થઈ જવાને Page #16 -------------------------------------------------------------------------- ________________ બદલે ખુમારી પૂર્વક ચાલતી કચ્છી પ્રજાને જોઈને કોઈને પણ લાગે : આવી ખુમારી હશે તો ખુવાર થયેલું કચ્છ થોડા જ સમયમાં બેઠું થઈ જશે. કચ્છી માડુ આ ખુવારીને ખુમારીમાં, આ અભિશાપને આશીર્વાદમાં બદલાવી શકે, એવું સત્ત્વ ધરાવતો ટટ્ટાર ઊભો છે. | ‘નવસર્જન પહેલા વિધ્વંસ પણ ક્યારેક જરૂરી હોય છે.' એવું કોઈકે કહેલું છે, તે યાદ રાખવા જેવું છે. શારીરિક, આર્થિક, ધાર્મિક, સામાજિક – બધી જ દૃષ્ટિએ ખુવાર થયેલા માણસને અત્યારે બેઠો કરવાની જરૂર છે. એના હૃદયમાં ભગવાન અને જીવન પ્રત્યે ભક્તિ અને કૃતજ્ઞતા પેદા કરવાની જરૂર છે. માનસિક રીતે ભાંગી પડેલા માણસના સંતપ્ત હૃદયમાં આવા પુસ્તકો જરૂર આશ્વાસનનું અમૃત સિંચશે. દ Page #17 -------------------------------------------------------------------------- ________________ પાલિતાણા ચાતુર્માસિની પશ્ચર્યા પ૧ ઉપવાસ : સાધ્વીજી શ્રી હેમકીર્તિશ્રીજી મ. પુનશીભાઈ મેકણ સાવલા (મનફરા) ૨. ૦ ૩૬ ઉપવાસ : ૧. સાધ્વીજી શ્રી હંસધ્વનિશ્રીજી મ. સાધ્વીજી શ્રી ઈન્દ્રવંદિતાશ્રીજી મ. સાધ્વીજી શ્રી નિર્મલદર્શનાશ્રીજી મ. ૪. સાધ્વીજી શ્રી અભયરત્નાશ્રીજી મ. ૫. સાધ્વીજી શ્રી અર્ધદ્રરત્નાશ્રીજી મ. . સાધ્વીજી શ્રી પુણ્યરાશિશ્રીજી મ. ૩. ૦ ૦ ૦ - (0 માસક્ષમણ (૩૦ ઉપવાસ) : મુનિશ્રી અમિતયશવિજયજી મ. ૨. સાધ્વીજી શ્રી દિવ્યરત્નાશ્રીજી મ. સાધ્વીજી શ્રી ચારુભક્તિશ્રીજી મ. ની ૪. સાધ્વીજી શ્રી શ્રેયજ્ઞાશ્રીજી મ. ૫. સાધ્વીજી શ્રી સંવેગપ્રજ્ઞાશ્રીજી મ. ૬. સાધ્વીજી શ્રી સુરભિગુણાશ્રીજી મ. ૭. સાધ્વીજી શ્રી ભવ્યગિરાશ્રીજી મ. ૮. સાધ્વીજી શ્રી ચારુસ્તુતિશ્રીજી મ. ૯. સાધ્વીજી શ્રી વિરતિકૃપાશ્રીજી મ. ૧૦. સાધ્વીજી શ્રી વિરાંગપ્રિયાશ્રીજી મ. ૧૧. સાધ્વીજી શ્રી જિનકરુણાશ્રીજી મ. ૧૨. સાધ્વીજી શ્રી જયકૃપાશ્રીજી મ. ૧૩. સાધ્વીજી શ્રી ચારુક્ષમાશ્રીજી મ. ૧૪. સાધ્વીજી શ્રી ચારુપ્રસન્નાશ્રીજી મ. ૧૫. સાધ્વીજી શ્રી અમીઝરણાશ્રીજી મ. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬. સાધ્વીજી શ્રી શાસનરસાશ્રીજી મ. ૧૭. સાધ્વીજી શ્રી હંસકીર્તિશ્રીજીના શિષ્યા ૧૮. સાધ્વીજી શ્રી વિનયનિધિશ્રીજી મ. ૧૯. સાધ્વીજી શ્રી પ્રશાન્તશીલાશ્રીજી મ. ૨૦. કાંતિલાલજી હજારીમલજી (મદ્રાસ) ૨૧. હીરાચંદજી ચુનીલાલ ૨૨. વેલજી ભચુ ચરલા (આધોઈ) ૨૩. લીલાબેન બૈદ (મદ્રાસ) ૨૪. બીજલબેન જયંતિલાલ (અમદાવાદ) ૨૫. ચંપાબેન ધીરજલાલ દોશી ૨૬. રતનબેન જસવંતરાય ૨૭. વિમલાબેન છગનલાલ (બેંગ્લોર) ૨૮. ભાવનાબેન ઘમંડીમલજી (ડીસા) ૨૯. શાંતાબેન ઠાકરશી ડુંગાણી (બકુત્રા) • ૧૭ ઉપવાસ : ૧. સાધ્વીજી શ્રી ભક્તિપૂર્ણાશ્રીજી મ. ૧૬ ઉપવાસ : મુનિશ્રી અજિતવીર્યવિજયજી મ. ભદ્ર તપ : સાધ્વીજી શ્રી પુષ્પદંતાશ્રીજી મ. સાધ્વીજી શ્રી સૌમ્યપૂર્ણાશ્રીજી મ. . સાધ્વીજી શ્રી સ્મિતપૂર્ણાશ્રીજી મ. સિદ્ધિ તપ : સાધ્વીજી શ્રી ચારુવિનીતાશ્રીજી મ. ૨. સાધ્વીજી શ્રી મુક્તિનિલયાશ્રીજી મ. સાધ્વીજી શ્રી હિતવર્ધનાશ્રીજી મ. ચત્તારિ અઠ : ૧. સાધ્વીજી શ્રી પ્રિયદર્શનાશ્રીજી મ. 0 0 0 14 Page #19 -------------------------------------------------------------------------- ________________ યહ અવસર બાર બાર આય પૂજ્ય આચાર્યશ્રી જિનચન્દ્રસાગરસૂરિજી મ.સા. પૂજ્ય આચાર્યશ્રી હેમચન્દ્રસાગરસૂરિજી મ.સા. અધ્યાત્મલક્ષી પૂ. આચાર્યદેવ શ્રી કલાપૂર્ણસૂરિ મ. પ્રતિ આમેય પહેલેથી આકર્ષણ હતું જ. કારણ પરમ તારક પૂજ્ય ગુરુદેવશ્રી (પં. શ્રી અભયસાગરજી મ.) ના તેઓશ્રી ખૂબ જ નિકટના સંબંધી સાધક અને નવકાર મહામંત્રના પરમ આસક ઉપાસક અને ચાહક ! પૂજ્યશ્રીનો સંપર્ક થયો, પણ સજ્જડ થયો. જ્યારે-જ્યારે પણ પૂજ્યશ્રીની વાચનામાં ગયો મારા પરમ તારક પૂજ્ય ગુરુદેવશ્રીના સ્મરણમાં નિમગ્ન બન્યો છું. - FIDE DIREC JP1910 SHEPH આથી; આ ચોમાસું પાલીતાણા ખાતે સુનિશ્ચિત થયું. ત્યારથી જ આનંદ અને ગલગલી શરૂ થઈ ગઈ હતી અને આજે તો એ આનંદ હૃદયના ચારે કિનારે લહેરાઈ રહ્યો છે. કેમકે. કદી (c) Ne વિગત ચોમાસામાં પૂજ્યશ્રીનું ખૂબ જ સારું નૈકટ્ય માણ્યું... જીવનમાં સર્વ પ્રથમવાર જ F #35 D #b છે. jagine 15 શ Sir Aliss પૂજ્ય ગુરુદેવશ્રીના જીવનમાં ત્રણ તત્ત્વ સ્પષ્ટ રૂપે ગોચર બનતાં હતાં. નજર (૧) શ્રી નવકાર મહામંત્રની સાધના (૨) સાધુ સામાચારી (વ્યવહાર ધર્મની ચુસ્તતા) ની આરાધના (૩) જિનભક્તિની ઉપાસના 18 Fre [6][120]; Gifs FIS FIRS JIGN I 15 પૂજ્યશ્રીની નિશ્રામાં ક્યારેય કોઈ સામૂહિક-આયોજન હોય ચાહે તે વ્યાખ્યાનનું, 31 flour Murph Page #20 -------------------------------------------------------------------------- ________________ 'ય વાચનાનું કે, ખાસ બેઠકનું હોય બાર નવકારની ઉદ્ઘોષણા પૂજ્યશ્રી જરૂર કરતા અને ત્યારે ઉપસ્થિત સહુ મૈત્રીભાવના મંડપ નીચે બાર નવકાર ગણવા લાગી જતા. મૈત્રીભાવથી વાસિત હૃદયે ગણાતા આ શ્રી નવકાર મહામંત્રના પ્રભાવે જ આખુ ચોમાસું એકતા અને એકસંપિતાભર્યું પસાર થયું, એવું સપ્રમાણ અનુમાન કરી શકાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર પ્રત્યે પૂજ્યશ્રીનો વિશેષ લગાવ બન્યો રહે છે, એનું ઉદાહરણ એ છે કે પૂજ્યશ્રીના વાસક્ષેપ માટે કતારબંધ લાઈન અને જનતાનો જથ્થો ઉભરાતો હોય છે પણ પૂજયશ્રીએ જનરલ નિયમ બનાવી રાખ્યો છે કે, રોજની પાંચ બાંધી નવકારવાળી ગણે એને જ વાસક્ષેપ નાખવો, આથી શ્રી નવકારને જપનારો બહુ-મોટો બહોળો વર્ગ ઉભો થવા પામ્યો છે. વિશ્વશાંતિ માટે આ કેટલું મોટું પરિબળ ગણી શકાય ! અને શ્રી નમસ્કાર મહામંત્ર વિશે વાચનામાં પણ અવાર-નવાર આલંબન અને પ્રેરણાત્મક ઉપદેશ ફરમાવતા નિહાળ્યા છે. સામાચારી વિષે પણ પૂજ્યશ્રીને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ત્યારે એનો પક્ષપાત કર્યા વિના રહેતા નહીં. ) સામાચારી સ્વરૂપ વ્યવહાર ધર્મ ઉપર જે ના પ નિશ્ચય ધર્મ ટકી શકે છે. આ વાત વારંવાર દહોરાવતા, એટલું જ નહીં, પ્લાસ્ટિકના ઘડા કે પ્લાસ્ટિકના પાતરા વગેરે દ્વારા સામાચારીમાં ઘૂસેલી વિકૃતિ પ્રતિ ક્યારેક ભારે કટાક્ષ મારતા પણ સાંભળ્યા મને બરાબર ખ્યાલ છે કે એક વખત તો બે હાથમાં બે ઘડા લઈ પાણી લાવવાની વિકૃત પ્રથાને આક્રમક રીતે વખોડી કાઢી હતી. Page #21 -------------------------------------------------------------------------- ________________ એટલું જ નહિ; ઘણાને આ રીતે નહિ વર્તવા પ્રતિજ્ઞા પણ લેવરાવી હતી. પંચાચારમય સાધુ-સામાચારીને સાચવીને જ અન્ય પ્રવૃત્તિને મહત્ત્વ આપવા પ્રત્યે પૂજ્યશ્રી વારંવાર પ્રેરિત કરતા હતા. જિન-ભક્તિ એ તો જાણે પૂજ્યશ્રીનો જીવન-પર્યાય બની ગયો હોય તેમ લાગે છે. તે પરમાત્મ-તત્ત્વ જડની જેમ નર્યું નિષ્ક્રિય તત્ત્વ નથી. એ વીતરાગ તો છે જ, પણ એની સાથે નિષ્કરુણાળુ છે એમ નહિ કરૂણાવંત અને કૃપાવંત પણ એટલા જ છે અને એથી સરિયામ સક્રિય છે – આ વાતને પૌનઃપુજેન ઘૂંટતા આપણા જીવનની ઘટતી પ્રત્યેક ઘટમાળમાં પરમાત્માની સક્રિયતા રહેલી છે. જેમ દીકરાની પ્રત્યેક મુવમેન્ટમાં માની હસ્તક્ષેપતા છે એમ આપણા જીવનમાં પરમાત્માનું અસ્તિત્વ છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ રૂપે પરમાત્મા સદા હાજરાહજુર છે. ‘નામ ગ્રહંતા આવી મિલે, મન-ભીતર ભગવાન.' આ પૂજ્યશ્રીનું મનમાનીતું ખાસ સ્લોગન ગણાય. નામ રૂપે પરમાત્મા આજે પણ હયાત છે. પરમાત્માનું નામ સ્વયં એક મંત્રતુલ્ય છે. તમારી કોઈપણ સમસ્યા પરમાત્માના નામથી નિર્મુળ થઈ શકે છે. પૂજ્યશ્રીની વાચનામાં પ્રતિદિન આ વાત તો આવે આવે ને આવે જ. એટલે જે વસ્તુ અમને અમારા પૂજ્ય તારક ગુરુદેવશ્રીના જીવનમાં સતત અનુભવાતી એ વાત અહીં પણ મળતી હોવાથી સુપેરે આકર્ષણ થતું. આ સિવાય પણ પૂજ્યશ્રીની વાચનાના અનેક કેન્દ્રીભૂત તત્ત્વો હતા : વાચનાના આરંભ બિંદુમાં સ્વયં પરમાત્મા, ગણધર ભગવંતો અને એમની પરંપરાને આજ સુધી લાવી મૂકનાર આચાર્યદેવાદિ પૂજય તત્ત્વોનું સ્મરણ પ્રાતિદૈનિક પાસું રહેતું ! એથી પોતાની વાતનું અનુસંધાન સ્વયં પરમાત્મા છે એ વાત Page #22 -------------------------------------------------------------------------- ________________ ડાયરેકટલી કે ઈન્ડાયરેકટલી પુષ્ટ કરતા. વાચનામાં નવી-નવી અનુપ્રેક્ષાની ફુરણા જ્યારે સ્કુટ થતી ત્યારે માન-કષાયનો જરાય આંટો ન જોવા મળે પ્રભુએ કૃપા કરી મને આમ સુઝાવ્યું, આમ બતાવ્યું એમ કહી પોતાની જાતને પરમાત્માથી સતત અનુગૃહીત રૂપે પ્રદર્શિત કરતા. પૂજ્યશ્રીની વાચનાની સૌથી ધ્યાનાકર્ષક વાત એ જોવા મળતી કે કોઈ પણ વાત પ્રમાણ વિના ન મૂકે શ્રી ભગવતીજી, શ્રી પન્નવણાજી, શ્રી જ્ઞાનસાર, શ્રી યોગસાર, શ્રી અધ્યાત્મસારની કે ભક્તામર, કલ્યાણમંદિરની પંક્તિઓ આપીને જ સંતોષ માનતા... આથી વિશેષ વાત એ રહેતી કે સંસ્કૃત-પ્રાકૃતના પાઠોને ગુજરાતી ભાષાના સ્તવનાદિમાંથીયા | રજુ કર્યા વિના ન રહેતા. આ માટે શ્રી દેવચંદ્રજી મ., શ્રી આનંદઘનજી મ., શ્રી યશોવિજયજી મ.ની રચનાઓ પૂજ્યશ્રીની ખાસ પસંદગી હતી. તે સિવાય જે ગ્રંથની વાચના આપે તે ગ્રંથના રચયિતા તરફ પૂજ્યશ્રી ભારે બહુમાન અને આદર વારંવાર વ્યક્ત કરતા. એની પાછળ પૂજ્યશ્રીની માન્યતા કે એથી આપણો ક્ષયોપશમ વધે છે. વાચનામાં પૂજ્યશ્રીની દૃષ્ટિ બહુ જ ચકોર રહેતી અને વાણી પાણીના વહેણ જેવી સરલ અને સરસ વહેતી... આપણને એમ જ લાગે કે બસ, જાણે વહ્યા જ કરીએ... વહ્યા જ કરીએ... પૂજ્યશ્રીની વાચનાને શબ્દસ્થ અને પુસ્તકસ્થ કરવાનું કામ આત્મીય મિત્રો પંન્યાસશ્રી મુક્તિચન્દ્રવિજયજી મ. ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી મ.નો ખૂબ ખૂબ આભાર... 18 Page #23 -------------------------------------------------------------------------- ________________ ખંતીલા ખંત અને જબ્બર જહેમત માંગી લેતા આ કામને કરતા બંને મિત્રોને નજરે જોયા છે. એક પત્રકાર કરતાં પણ વધુ ઝડપથી લખવું અને પછી તત્કાલ એનું સંમાર્જન અને પ્રેસકોપી કરાવવી એ કેટલી ર્તિ, તાજગી અને અપ્રમત્તતાનું કામ છે ! એ તો જોનારને જ ખ્યાલ આવે... આવા સાહિત્ય પ્રકાશન બદલ બંને મિત્રો ધન્યવાદાઈ છે ! એમ જણાવવા પૂર્વક હું એક દોઢ ડાહ્યાની અદાથી તે બંનેને વણમાંગી ભલામણ કરવાની કુચેષ્ટા કરવાનું ટાળી નથી શકતો કે પુસ્તકનું નામ ‘કહે છે કલાપૂર્ણસૂરિ'ના બદલે ‘વહે છે કલાપૂર્ણસૂરિ' વધુ સંગત લાગત. કહેવા અને વહેવા વચ્ચે બહુ અત્તર છે. કહેવામાં તન્મયતા / નિમગ્નતા જરૂરી નથી, વહેવામાં બંને અનિવાર્ય છે. પૂજ્યશ્રીની વાચનામાં કહેણ કરતાં વહેણનો અનુભવ વિશેષ છે. કાશ ! મારી ભલામણ સફળ થાય ! મને આમુખ લખવાની તક આપી ત્યારે હું આનંદિત બન્યો. આથી મારું વાચના-શ્રવણ સાનુબન્ધ બન્યું... એ ઉપકાર કર્યો ગણિબન્યુઓએ... અન્ત ઉપકૃત બનીને હું એટલું જ જણાવીશ... કે યહ અવસર બાર બાર આય ! 19 Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમ છબિ નૈનન બસી...' પુજયપાદ, અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબને સાંભળતી વખતે સાંભળવાનું ઓછું, જોવાનું વધું થતું હોય છે... ‘પરમાત્મા આ રહ્યા', કહેતી વખતે તેમનો હાથ હવામાં અદ્ધર તોળાય છે ત્યારે જોવામાંય મીઠી મૂંઝવણ એ થતી હોય છે કે તમે એમની એ અંગભંગિમાને જુઓ, મુખ પર રેલાતા સ્મિતને જુઓ કે બે નયનોને જુઓ, આંખોને ક્યાં કેન્દ્રિત કરવી ? સદ્દગુરુના નયનો... જ્યાં ઝળકે છે પરમાત્મા પ્રત્યેનો ઊંડો સમાદર. રહીમ યાદ આવે : “પ્રીતમ છબિ નૈનન બસી, પર છબિ કહાં સમાય ?' પૂરી આંખોમાં પરમાત્મા જ છવાઈ ગયા છે. ત્યાં બીજું શું રહી શકે ? બીજાની છબી શી રીતે પ્રગટી શકે ? અને સદ્ગુરુની આ મોહક અંગભંગિમાં. હવામાં લહેરાતો ઝૂલતો હાથ. ઈશારામાં પેક કરીને સદ્ગુરુ પરમચેતનાનું રહસ્ય નથી પકડાવતા શું ? અને આ નિર્મળ સ્મિતઃ કવચિત્ મુસ્કાન, ક્યારેક મુક્ત હાસ્ય... | પરમાત્માને મેળવ્યાની રસમસ્તી ઉભરી આવી છેઆ સ્મિતરૂપે. અને એટલે જ ભાવક મૂંઝાય છે કે એ પોતાની આંખોને કેન્દ્રિત - ક્યાં કરે ? જો કે, ખ્યાલ છે કે સદ્ગુરુનું પૂરું અસ્તિત્વ જ દ્વાર છે : જ્યાંથી પરમાત્મા જોડે સંપર્ક થઈ શકે. ગુરુચેતના દ્વારા પરમચેતનાનો સ્પર્શ. સદ્ગુરુ છે દ્વાર... વાતાયન... બારી.. એક બારણાની કે એક બારીની ઓળખ શું હોઈ શકે ? સીસમનું કે સેવનનું લાકડું વપરાયું હોય તે બારી, આવી કોઈ વ્યાખ્યા ન હોઈ શકે. છતની નીચે અને ભીંતોની વચ્ચે આપણે હોઈએ ત્યારે અસીમ અવકાશ જોડે જેનાથી સંબદ્ધ થવાય તે બારી... સદૂગુરુ આપણા માટે એક માત્ર બારી છે પરમચેતના જોડે સંબદ્ધ બનવાની : નયનો દ્વારા, અંગભંગિમ દ્વારા, સ્મિત દ્વારા, ઉપનિષદ્ દ્વારા. i Page #25 -------------------------------------------------------------------------- ________________ ‘લલિત વિસ્તરા” જેવો ભક્તિની પ્રબળતમ ઉંચાઈનો ગ્રન્થ હોય અને તેની એક-એક પંક્તિને અનુભવી જનાર મહાપુરુષ એને ખોલતા હોય ત્યારે ભાવકોને તો ઓચ્છવ-ઓચ્છવ થઈ જાય. [ પણ પહેલા કહ્યું તેમ, સાહેબજીને ‘જોવા’ જતાં ‘સાંભળવાનું ચૂકી ગયેલાઓ માટે અને આ ભક્તિપર્વને ચૂકી ગયેલાઓ માટે છે પ્રસ્તુત પુસ્તક. પુસ્તકને પાને પાને, કહો કે તેના એક એક ફકરે છે પરમપ્રિયની મઝાની વાતો. એક ગંગા વહી રહી છે. ને તમે એને કાંઠે બેસી તેના મધુર જળને આસ્વાદી રહ્યા છો. એક અનુભવ. તમે આચાર્ય ભગવંતની આંગળી પકડી પ્રભુની દિશા તરફ જઈ રહ્યા છો તેવું લાગે... અનુભવ: જે તમને પૂરા પૂરા ભરી દે. વાંચવાનો ક્રમ આવો રહેશે : ૨-૪ ફકરાં કે એકાદું પાનું વંચાયું. હવે આંખો બંધ છે. તમે એ શબ્દોવડે તમારી જાતને ભરાઈ જતી, બદલાઈ જતી અનુભવો છો. અહીં વાંચવાનું થોડું થશે, અનુભવવાનું ઘણું થશે. કવિ મનોજ ખંડેરિયાની કાવ્ય પંક્તિઓ આપણે ગણગણતાં હોઈશું : “મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા, તારે મુલક જાવા.” નહિતર તો માત્ર આપણા ચરણો પર ભરોસો રાખી ચાલીએ તો જુગોના જુગો વીતે અને પ્રભુનો પ્રદેશ એટલો જ દૂર હોય. પ્રભુના પ્રદેશ ભણી લઈ જતા સશક્ત શબ્દોથી સભર પુસ્તક તમારા હાથમાં છે. હવે તમે છો અને એ પુસ્તક છે. વચ્ચેથી હું વિદાય લઉં. તમે વહો આ શબ્દોમાં. બો. - આચાર્ય યશોવિજયસૂરિ આ. શ્રી ૩ૐકારસૂરિ આરાધના ભવન, વાવપંથક વાડી, દશા પોરવાડ સોસાયટી, અમદાવાદ. પોષ સુદિ પાંચમ, વિ. ૨0૫૭ H/SH/ST Page #26 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય મૃત્યુ પછી તો ઘણાય મહાન બની જતા હોય છે કે દંતકથારૂપ બની જતા હોય છે, પણ કેટલીક વ્યક્તિઓ તો જીવતે જીવ જ દંતકથારૂપ બની જતી હોય છે, જગ બત્રીસીએ ગવાતી હોય છે. માનવજાત એટલી અભિમાની છે કે તે કોઈ વિદ્યમાન વ્યક્તિના ગુણો જોઈ શકતી નથી. કદાચ ગુણ જોવાઈ જાય તો કદર કરી શકતી નથી. હા, મૃત્યુ પછી જરૂર કદર કરશે, ગુણાનુવાદ પણ જરૂર કરશે, પણ જીવિત વ્યક્તિની નહિ. માણસના બે કામ છે : જીવિતની નિંદા કરવાની ને મૃતની પ્રશંસા કરવાની. ‘મરVIન્તાનિ વૈરાગ' (વર મૃત્યુ સુધી જ રહે છે.) એટલે જ કહેવાયું હશે ! [ પણ, આમાં અપવાદ છે : અધ્યાત્મયોગી પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ. જેઓ સ્વવિદ્યમાનતામાં જ દંતકથારૂપ બની ગયા છે, લોકો દ્વારા અપૂર્વ પૂજયતા પામેલા છે. પ્રવચન-પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રી માટે સુરત-નવસારી વગેરે સ્થળોએ કહેલું આજે પણ મનમાં ગુંજ્યા કરે છે : પૂજ્યશ્રીમાં પાત્રતા-વૈભવ, પુણ્ય વૈભવ અને પ્રજ્ઞા વૈભવ આ ત્રણેયનો ઉત્કૃષ્ટરૂપે સુભગ સમન્વય થયેલો છે, જે ક્યારેક જ કોઈક જ વ્યક્તિમાં જોવા મળતી વિરલ ઘટના છે. આપણી કમનસીબી છે કે વિદ્યમાન વ્યક્તિની આપણે કદર કરી શકતા નથી. સમકાલીન વ્યક્તિની કદર બહુ જ ઓછી જોવા મળતી હોય છે. ઉત્કૃષ્ટ શુદ્ધિ અને ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી આવા મહાપુરુષ આપણી વચ્ચે બેઠા છે, તે આપણું અહોભાગ્ય છે.” ( પ્રવચન-પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજયહેમરત્નસૂરીશ્વરજી મહારાજે થાણા, મુલુન્ડ વગેરે સ્થળોએ કહેલું : “વસ્તૃત્વ, વિદ્વત્તા આદિ શક્તિના કારણે માનવ-મેદની એકઠી થતી હોય, એવી વ્યક્તિઓ ઘણી જોઈ, પણ વિશિષ્ટ પ્રકારની વક્નત્વ શક્તિ વિના એક માત્ર પ્રભુ-ભક્તિના પ્રભાવથી લોકોમાં છવાઈ જનાર આ જ વિભૂતિ જોવા મળી. જેમના દર્શન માટે લોકો ત્રણ-ત્રણ, ચાર-ચાર કલાક સુધી લાઈનમાં રહે એવું પહેલીવાર જોવા મળ્યું.' 22 Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજે સુરતમાં કહેલું : ‘પૂજ્યશ્રીની ભક્તિનો જોટો જડવો મુશ્કેલ છે.” શ્રેણિકભાઈ (આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ) પોતાના વક્તવ્યોમાં ઘણી વખત કહેતા હોય છે : “મને જૈન ધર્મમાં પ્રવેશ કરાવનાર આ પૂજ્યશ્રી છે. પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રથમ જ વખત (વિ.સં. ૨૦૩૯) મેં સંવત્સરી પ્રતિક્રમણ કર્યું. પૂજ્યશ્રી પાસે નવ તત્ત્વ આદિના પાઠ શીખવા મળ્યા, એ મારા જીવનની ધન્યતમ પળો હતી.” આવા તો અનેક અવતરણો આપી શકાય, જે આપવા અહીં શક્ય નથી. નિર્મળ અને નિષ્કપટ હૃદયથી થયેલી ભગવાનની ભક્તિનો શું પ્રભાવ હોઈ શકે ? એનું ઉત્તમ ઉદાહરણ પૂજ્યશ્રી છે. પૂજયશ્રી ખરા અર્થમાં પરમાત્માના પરમ ભક્ત છે, જેમની ચેતના નિરંતર પરમ-ચેતનાને મળવા તલસી રહી છે, જેમના ઉપયોગમાં નિરંતર (ઊંઘમાં પણ) પ્રભુ રમી રહ્યા છે, જેઓ સર્વત્ર પ્રભુને જોઈ રહ્યા છે. | આનંદઘનજી, યશોવિજયજી, દેવચન્દ્રજી કે ચિદાનંદજી વગેરે પ્રભુભક્ત મહાત્માઓને તો આપણે જોયા નથી, પણ આ પ્રભુ-ભક્ત મહાત્મા તો આજે આપણી વચ્ચે છે, એ આપણું ઓછું પુણ્ય નથી. | પ્રભુ-ભક્ત કેવો હોય ? તેના લક્ષણો ગીતામાં સુંદર રીતે બતાવ્યા છે. સર્વ જીવોનો અષી, મિત્ર અને સૌ પર કરૂણાશીલ, નિર્મમ, નિરહંકાર, સુખ-દુ:ખમાં સમાન વૃત્તિવાળો, લોકો જેનાથી કંટાળે નહિ તથા જે લોકોથી કંટાળે નહિ તેવો, હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત, નિરપેક્ષ, પવિત્ર, દક્ષ, ઉદાસીન (ગમા-અણગમાથી પર રહેનાર), વ્યથા-રહિત, સર્વ આરંભનો પરિત્યાગ કરનાર, રાજી કે નારાજ નહિ થનાર, શોક કે ઈચ્છા નહિ કરનાર, શુભ-અશુભ કર્મોનો ત્યાગી, મિત્ર કે શત્રુ, માન કે અપમાન, ઠંડી કે ગરમી તથા સુખ-દુ:ખમાં સમાન વૃત્તિ રાખનાર, સંગ-રહિત, નિંદા કે સ્તુતિમાં સમાન વૃત્તિ ધારણ કરનાર, મૌન, ગમે તે પદાર્થથી સન્તુષ્ટ, ઘરરહિત, સ્થિર બુદ્ધિવાળો અને ભક્તિમાન્ માણસ મને (શ્રી કૃષ્ણને) ખૂબ જ ગમે છે. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च । નિર્મમો નિરહંક્ષા:, સમ-સુર-:: ક્ષમી || ૨૪ // यस्मान्नोद्विजते लोको, लोकान्नोद्विजते च यः । । हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः ॥ १५ ॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः । सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥ १६ ॥ यो न हृष्यति न द्वेष्टि, न शोचति न काङ्क्षति । शुभाऽशुभपरित्यागी, भक्तिमान् यः स मे प्रियः ॥ १७ ॥ समः शत्रौ च मित्रे च, तथा मानाऽपमानयोः । શીતોષ્ણ-સુરવું-ફુટવેષ સમ: સાવિગત: // ૧૮ || तुल्यनिन्दास्तुतिौनी सन्तुष्टो येन केनचित् । अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ॥ १९ ॥ ये तु धामृतमिदं यथोक्तं पर्युपासते । श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥ २० ॥ - નીતા, સંધ્યાય - ૬૨ ભક્તના પ્રાયઃ આ બધા જ લક્ષણો પૂજયશ્રીમાં આપણને ઘટતા દેખાશે. છે. આવા પ્રભુ-ભક્તના શ્રીમુખે નીકળેલા ઉંગારો કેટલા મહત્ત્વપૂર્ણ હશે ! તે અગાઉ પ્રકાશિત થયેલ ત્રણ પુસ્તકોના અભિપ્રાયોથી ખ્યાલ આવે છે. આ પુસ્તક અંગે આમુખ લખી આપનાર પ્રવચન-પ્રભાવક, યોગમાર્ગના રસિક પૂજય આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મહારાજ, પ્રવચનપ્રભાવક બંધુબેલડી પૂજય આચાર્યશ્રી જિનચન્દ્રસાગરસૂરિજી મહારાજ, પૂજ્ય આચાર્યશ્રી હેમચન્દ્રસાગરસૂરિજી મહારાજ દ્વારા અમે અનુગૃહીત થયા છીએ. કે આ ત્રણેય પ્રકાશનો અંગે સ્વારસ્યપૂર્વક મૂલ્યવાન માર્ગદર્શન આપનાર વિદ્વદ્વર્ય પૂજય પંન્યાસ પ્રવરશ્રી કલ્પતરુવિજયજી ગણિવરના અમે ઋણી છીએ. આ અવતરણ-સંપાદનના કાર્યમાં ક્યાંય પૂજ્યશ્રીના આશય-વિરુદ્ધ આલેખન થયું હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડું યાચીએ છીએ. અન્ય ત્રણ પુસ્તકોની જેમ આ પુસ્તકને પણ જિજ્ઞાસુ વાચકો ઉમળકાભેર વધાવી લેશે તેવી શ્રદ્ધા રાખીએ છીએ. - પંન્યાસ મુક્તિચન્દ્રવિજય ગણિ - ગણિ મુનિચન્દ્રવિજય Page #29 -------------------------------------------------------------------------- ________________ * नमो अरिहंताणं नमो सिध्दाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोएसब्बसाहणं एसो पंचनमुक्कारो, सवपावप्पणासणो। मंगलाणंच सब्वेसिं परमहवइ मंगल। * * शिवमस्त सर्वजगतः।। * * અનેક જીજ્ઞાસુ આત્મસાધકોના સફળ માર્ગ-દર્શક, સચ્ચિદાનંદરૂપી, નમસ્કાર મહામંત્રના પરમ આરાધક, આ સદીના પ્રથમ હરોળના યોગી, પૂ. પં.શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરને સવિનય સમર્પણ Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિધ્ધાચલ મહાતી વિવારીય સાક્ષુદાયિક પ્રવથ016ી ઝલક (પાલિતાણા) Page #31 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસ-ગણિ-પદ-પ્રદાન તથા ૧૪ દીક્ષા-પ્રસંગ માગસર સુદ-પુતા.૧-૧૨-૨૦૦૦, શુક્રવાર પાલીતાણા, Page #32 -------------------------------------------------------------------------- ________________ मनफरा - (कच्छ - वागड़) जिनालय भूकंप के बाद पूर्णरुप से ध्वस्त उसी जिनालय की तस्वीर। ऐसे सैंकड़ो गांव, मंदिर आदि कच्छ - गुजरात में ध्वस्त हो गये है । भूकंप : दि. 26-1-2001, माघ सुद-२, शुक्रवार, सुबह 8 8-45 Page #33 -------------------------------------------------------------------------- ________________ ale) યોગનું શુદ્ધ બીજ પ્રભુતા અપાર પ્રેમથી જ મળે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * ભા. વદ-૪ સાત ચોવીસી ધર્મશાળા ૧૭-૯-૨૦૦૦, રવિવાર ( ૮ ) સિવરપુંડરીયાળ । ભગવાનના અચિન્ત્ય સામર્થ્યથી જ આપણને આવી સામગ્રી મળી, પ્રભુ શાસન મળ્યું, ધર્મશ્રવણ મળ્યું, થોડી પણ શ્રદ્ધા મળી. ‘ચત્તાર પરમંગળ' • ઉત્તરાધ્યયન. કોઈ પૂર્વજન્મના પુણ્યોદયે જ આ ચાર ચીજો (માનવભવ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા, ધર્માચરણ) સુધી આપણે પહોંચી શક્યા છીએ, પહોંચ્યા ન હોઈએ તો પહોંચી શકીએ તેમ છીએ. હવે મુક્તિ કેટલી દૂર ? લગભગ કિનારે પહોંચ્યા. ૧૫ દુર્લભ ચીજોમાં માત્ર ત્રણ જ ખુટે. ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન અને મોક્ષ. ** ૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ ચિંતામણિ માટે કોઈ જીંદગીભર ભટકતો હોય ને માણસ ભરવાડના હાથમાં ચિંતામણિ જુએ તો તેને કેવું લાગે ? ચિંતામણિ જેવો ધર્મ આપણા હાથમાં છે. આપણે ભરવાડ નથી ને ? ભરવાડને કહેવામાં આવે : “આ ચમકતા પત્થરને તું શું કરીશ ?” એ કહેશે : “છોકરાને રમવા આપીશ.” ધર્મ-ચિંતામણિનો આવો ક્ષુલ્લક ઉપયોગ આપણે નથી કરતા ને ? આવી સામગ્રી મળી, એના પુણ્યના શા વખાણ કરવા? હેમચન્દ્રસૂરિજી જેવા શ્રાવકપણાની પ્રશંસા કરે છે. તમે અને ઈન્દ્ર બન્ને એક-બીજાનો સોદો કરવા તૈયાર થઈ જાવ તો ઈન્દ્ર તૈયાર થઈ જાય. સમૃદ્ધિ-હીન પણ શ્રાવક-જીવન ઈન્દ્રને ગમે છે. જ્યારે તમને ધર્મ-હીન પણ ઈન્દ્રાસન ગમે છે ! ધર્મ સામગ્રીની દુર્લભતા જણાતાં ભાવોલ્લાસ સતત વધતો રહેશે. ભગવાનની પૂજાનું તાત્કાલિક ફળ આ જ છે : ચિત્તની પ્રસન્નતા. अभ्यर्चनादर्हतां मनःप्रसादस्ततः समाधिश्च । ततोऽपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ॥ - ઉમાસ્વાતિ. શુદ્ધ આજ્ઞાનું પાલન તે ભગવાનની પ્રતિપત્તિ પૂજા છે. મળેલા આ ધર્મ-ચિંતામણિને વાતોમાં, નામની કામનામાં ખોઈ ન નાખીએ, તે અંગે સાવધાન રહેવાનું છે. ચાર કે દસ સંજ્ઞામાં કોઈ સંજ્ઞા પકડી ન લે તે જોવાનું છે. પ્રભુ જ એનાથી આપણને બચાવી શકે. યોગનું શુદ્ધ બીજ પ્રભુના અપાર પ્રેમથી જ મળે છે. બીજ પ્રાપ્તિ પણ પ્રભુના અપાર પ્રેમથી જ થાય. બીજનો વિકાસ પણ પ્રભુના અપાર પ્રેમથી જ થાય. વાવણી પછી ખેડૂત ખેતરની દેખરેખ કરવાનું છોડી દે તો શું થાય ? અત્યારે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે : ક્યારે વરસાદ આવે ! ધર્મ-બીજમાં પણ ગુરુ ભગવંતની વાણી-વૃષ્ટિ જરૂરી છે. ૨: * * * * * * * * * * Page #35 -------------------------------------------------------------------------- ________________ નંદ મણિયાર મહાન શ્રાવક હતો, પણ ભગવાનની વાણીવૃષ્ટિ ન મળી, ગુરુનો સમાગમ ન મળ્યો તો વાવ વગેરે બનાવીને વાહ-વાહમાં પડી ગયો. મરીને દેડકો થયો. એ તો ઠીક થયું કે દેડકાના ભાવમાં ભગવાન મળી ગયા ને તેનો ઉદ્ધાર થઈ ગયો. નહિ તો શું થાત ? ભગવાનને દૂર કરવાથી નંદ મણિયાર દેડકો થયો. ભગવાનને નમસ્કારના ભાવ માત્રથી દેડકો દરાંક દેવ બન્યો. ધર્મ-બીજની વાવણી પછી સંભાળ રાખવામાં ન આવે તો આગળનો વિકાસ દુર્લભ બની જાય. હું મારી જ વાત કરું. માણસોની એટલી ભીડ કે હું મારા માટે ૫-૧૦ મિનિટ નથી કાઢી શકતો. ઘણીવાર થાય : હું શું આપીશ ? મારી પાસે શું છે ? છતાં વિચાર આવે : મને ભલે કાંઈ નથી આવડતું. મારા ભગવાનને તો આવડે છે. એ સાથે છે. પછી શી ચિંતા ? “પણ મુજ નવિ ભય હાથો-હાથે, તારે તે છે સાથે રે.' - પૂ. ઉપા. યશોવિજયજી. સાચું કહું છું : હમણાં જ ભગવતીનો પાઠ મહાત્માઓને આપીને આવ્યો છું. શું કહીશ ? તે જરાય વિચારીને નથી આવ્યો. ભગવાન ભરોસે ગાડી ચલાવું છું. આપણને શરણાગતિ પણ ક્યાં આવડે છે ? એ પણ ભગવાન જ શીખવાડે છે. છે ભગવાન સિંહ જેવા છે. સિંહ જેવું શૌર્ય શ્રેણિક, સુલસા, રેવતી વગેરેમાં આવી શકે, પણ સામાન્ય લોકોનું શું ? આઠમું વિશેષણ છે : ભગવાન પુંડરીક કમળ જેવા છે, દર્શન માત્રથી ભગવાન સૌને આનંદ આપનારા છે. ભગવાન સિવાય આ આનંદ બીજે ક્યાંથી મળવાનો ? નટ-નટીના દર્શનથી મળવાનો ? ઘણા મેળવવાનો પ્રયત્ન કરે છે, પણ મળે ક્યાંથી ? કમળ બને છે કાદવ-કીચડ અને પાણીથી પણ રહે છે કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ ન્યારો ! ભગવાન પણ કમળ જેવા છે. લક્ષ્મીએ પોતાના નિવાસરૂપે કમળને સ્વીકાર્યું છે, માટે જ તે “કમળા” કહેવાઈ છે. લક્ષ્મીએ કમળ પાસે જવું પડે છે. અહીં કમળ પ્રભુની સેવા કરવા આવે છે. પ્રભુના પગલા પડે ત્યાં કમળ હાજર થઈ જાય છે ! કમળ આનંદનું કારણ બને, તેમ ભગવાન મોક્ષ-પરમ આનંદનું કારણ બને છે. 'जयइ जगज्जीवजोणि, वियाणओ जगगुरु जगाणंदो ।' – મલયગિરિ આવશ્યક ટીકા. આ શ્લોકમાં ભગવાનને “viડો' કહ્યા છે. ભગવાન જગતને આનંદ આપનારા તો છે જ, એમનો કહેલો ધર્મ પણ આનંદ આપનારો છે. ભગવાને કેવી ગોઠવણ કરી આપી છે ? વિચારતાં જ આનંદ-આનંદ છવાઈ જાય ! અનાર્ય કુળમાં જન્મ્યા હોત તો ? અજૈન કુળમાં કે માંસાહારીને ત્યાં જન્મ્યા હોત તો ? જૈનને ત્યાં જન્મ લેવા છતાં આવા સંસ્કારી મા-બાપ ન મળ્યા હોત તો ? ભગવાને આપણા માટે કેટલી સુંદર વ્યવસ્થા કરી આપી છે ? આ વિચારતાં જ આનંદ ન છવાઈ જાય ? આવી સામગ્રી મળી, સંસ્કારો ટકી રહ્યા તેનું કારણ પુણ્ય છે. પુણ્યનું કારણ ભગવાન છે. માટે જ ભગવાને જ આ બધું ગોઠવી આપ્યું, એમ કહી શકાય. ભગવાનનો ધર્મ કેવો આનંદકારી છે ? એમના ધર્મનું પાલન ભલે તમે કરો, પણ આનંદ કોને થાય ? ધર્મી જે જીવોની રક્ષા કરે તેમને આનંદ ન થાય ? ભગવાનનો જન્માદિ થાય અને સમગ્ર જીવને આનંદ થાય છે, તે આ જ વાતનું પ્રતીક છે. બીજાને સુખ-આનંદ અને પ્રસન્નતા આપીએ, એ જ ધર્મ પાસેથી શીખવાનું છે. એક “અભય” શબ્દમાં આનંદ, સુખ, પ્રસન્નતા વગેરે બધું જ છે. ભગવાન જ નહિ, ભગવાનનો ભક્ત પણ અભયદાતા હોય, ભગવાનનો સાધુ એટલે આનંદની પ્રભાવના કરનારો ! જ્યાં જાય ત્યાં આનંદની ૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ વાવણી કરતો જ જાય. જ્યાં જાય ત્યાં પ્રસન્નતા વેરતો જાય. તમે બીજાને આનંદ તો જ આપી શકો, જો જીવો પર અપાર કરુણા હોય. કરુણા-હીન હૃદયવાળાને કદી દીક્ષા ન આપી શકાય. કદાચ આપી દીધી હોય તો ૨વાનો કરવો પડે. એક માખી મારવાની આદતવાળાને પૂ. બાપજી મ.ની આજ્ઞાથી ઉત્પ્રવ્રુજિત કરવો પડેલો. સાધુના દ્રવ્ય-ચારિત્રનું પાલન પણ લોકોને કેટલો આનંદ આપે ? દક્ષિણમાં ગયા. અજૈન પ્રજા પણ એટલી પ્રસન્નતાથી ઝૂકે કે આપણે સ્તબ્ધ બની જઈએ ! ભગવાને કેવો ધર્મ બતાવ્યો ? આ જીવનમાં આપણે બીજાને આનંદની જગ્યાએ ઉદ્વેગ આપીએ તો ? આપણા નિમિત્તે કોઈ ધર્મની નિંદા કરે તો ? પૂ.પં.ભદ્રંકર વિ.મ. કહેતા : ‘ચારે બાજુ લીલોતરીવાળી જગ્યા હોય, રોડ પર જ લીલોતરી વગરની જગ્યા મળતી હોય તો લીલોતરી ૫૨ બેસો, પણ રોડ પર નહિ.' આપણા નિમિત્તે કોઈને ઉદ્વેગ થાય, એવું વર્તન થઈ જ કેમ શકે ? શાસનની પ્રભાવના માટે કદાચ પુણ્ય જોઈએ, પણ અપભ્રાજના રોકવા માટે એવા પુણ્યની જરૂર નથી. એ તો બધાથી થઈ શકે. એ બધાનું કર્તવ્ય છે. સાધના અને પ્રાર્થના હું કોઈપણ વસ્તુને ચાહું તેના કરતાં આત્માને ચૈતન્યમાત્રને વધુ ચાહું, એવું મારું મન બનો, એ શ્રેષ્ઠ સાધના અને પ્રાથના છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * Page #38 -------------------------------------------------------------------------- ________________ ભા. વદ-૫ ૧૮-૯-૨૦૦૦, સોમવાર અન્યાયાર્જિત ધનથી મત ભગવાનમાં લાગતું નથી. - આ તીર્થના આલંબનથી અનેક આત્માઓ મોક્ષે ગયા છે, ભાવિમાં પણ જશે. “તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર.” - આનંદઘનજી. તીર્થની સેવા કરે તેને આનંદઘન-પદ (મોક્ષ) મળે જ. તીર્થની સેવા તો જ થઈ શકે, જો તેનું જ્ઞાન હોય. | તીર્થની સેવા અને તીર્થકરની સેવા, બન્નેમાં મહત્ત્વ કોનું વધુ ? તીર્થંકરની સેવા મુક્તિ આપે તેમ તીર્થની સેવા પણ મુક્તિ આપે ને ? અરિહંતાદિ ચારનું આપણે શરણ લઈએ છીએ, પણ એમનામાં શરણું આપવાની શક્તિ જ ન હોત તો ? એમનામાં લોકોત્તમત્વ કે મંગલત્વ ન હોત તો આપણને લાભ ૬ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * % 2 ક Page #39 -------------------------------------------------------------------------- ________________ મળત ? ચારેય શરણમાં મુખ્ય અરિહંતનું શરણ છે. પછી સિદ્ધ સાધુ અને ધર્મ છે. અહીં જોયું ને ? તીર્થમાટે બે છે : સાધુ અને ધર્મ. માટે જ તીર્થકરથી તીર્થ બળવાન છે. હેમચન્દ્રસૂરિજી કહે છે : તારું, તારા ફળભૂત સિદ્ધોનું, તારા શાસનમાં ૨ક્ત મુનિઓનું, અને તારા શાસન (ધર્મ)નું શરણું સ્વીકારું છું. त्वां त्वत्फलभूतान्. - વીતરાગ સ્તોત્ર. અરિહંતના સેવક પણ બનવું હોય તો તેમની અચિન્ય શક્તિ જાણવી જ પડે. એ અચિજ્ય શક્તિ જ તીર્થમાં કામ કરી રહી છે. ભગવાન આદિનાથથી મોક્ષમાં ગયા તેનાથી અસંખ્ય ગણા તેમના તીર્થના આલંબનથી ગયા. ભલે ગુરુ ઉપકાર કરતા જણાતા હોય પરંતુ ગુરુ પણ આખરે ભગવાનના જ ને ? આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરિજીને મેં આ જ રીતે સમજાવેલું : શિબિરાર્થીઓમાં બીજા કોઈનો નહિ ને તમારો જ હાથ ગુરુ પૂ. ભૂવનભાનુસૂરિજીએ પકડ્યો તેનું શું કારણ ? આ જ ભગવાનની કૃપા કહેવાય ! એ ભલે ગુરુના માધ્યમથી આવતી હોય, પણ છે ભગવાનની ! | તીર્થકરોએ પોતાની શક્તિ વાસક્ષેપ દ્વારા ગણધરોમાં સ્થાપિત કરી. ગણધરોની એ શક્તિ પાટ પરંપરા આચાર્યોમાં સ્થાપિત થતી આવી. એ જ શક્તિ આજે પણ કામ કરી રહી છે. ઘણા શ્રાવકો કહે છે : આપનો ઉપકાર છે. અમે તો આપને જ જોયા છે. હું કહું છું : નહિ ભાઈ ! આ ભગવાનનો ઉપકાર છે. આ પણ બોલવા ખાતર નહિ, હૃદયથી કહેવું જોઈએ. જો જરા જેટલો “હું આવી જાય તો મોહની ચાલમાં ફસાઈ જઈએ. • જિન અને જિનાગમ એક રૂપે જ છે. * * * * * * * ૦. Page #40 -------------------------------------------------------------------------- ________________ “જિનવર જિનાગમ એકરૂપે” આ વાત પ. વીરવિજયજી ક્યાંથી લાવ્યા ? પુખરવરદી. જુઓ. તેમાં સૌ પ્રથમ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. શિષ્ય શંકા ઊઠાવે છે : અહીં તો આગમની સ્તુતિ ચાલે છે. તો ભગવાનની સ્તુતિ શા માટે ? શંકાનું સમાધાન આપતાં કહ્યું : ભગવાન અને શ્રુત બન્ને એક છે, એમ બતાવવા માટે. • તમારું જ્ઞાન તદુભય સુધી ન પહોંચે તો તેની પહેલાના સાતેય વ્યર્થ છે. તદુભયનો અર્થ સૂત્ર અને અર્થ એ તો થાય જ છે, પણ એનો મહત્ત્વપૂર્ણ બીજો અર્થ પણ છે : જીવનમાં ઊતારવું તે. જેવું જાણ્યું તેવું જીવવું તે તદુભય છે. શ્રુતજ્ઞાન ભણતા હોઈએ ત્યારે ભગવાન જ સામે દેખાવા જોઈએ, એટલા માટે હું આ વાત કરું છું. આપણે તો ભગવાન અને ભગવાનનું નામ, ભગવાન અને ભગવાનના આગમ - અલગ કરી મૂક્યા છે. ભગવાન આ રીતે જ તમારી પાસે આવશે, દેહધારી બનીને નહિ આવે, જેમ જૈનેતરોમાં આવે “નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન.' એમ માનવિજયજીએ એમને એમ નથી કહ્યું. નામ બોલતી વખતે તમારી ચેતના ભગવન્મય બની એટલે ભગવાન આવી જ ગયા સમજો. પૂ.આ. હેમચન્દ્રસાગરસૂરિજી : બેધ્યાનપણે પણ ભગવાનનું નામ લેવાય ને ? પૂજ્યશ્રી ઃ તે વખતે ભગવાન નથી આવતા એમ સમજી લો. ભગવાન સિવાય કશું યાદ ન હોય, માત્ર ભગવાનનું જ સ્મરણ હોય તો ભગવાન આવે જ. આ તો તમે મનમાં ૧૭ ચીજો રાખીને ભગવાનને યાદ કરો છો. ભગવાન ક્યાંથી આવે ? | મુનિ ભાગ્યશવિજયજી : ભગવાનની ફી ઘણી ઊંચી છે. પૂજ્યશ્રી ઃ હા, છે જ. નહિ તો ઘણાય ભગવાન મેળવી ૮ * * * * * * * * * * * * ; Page #41 -------------------------------------------------------------------------- ________________ લે. ઉવસગહરંની અમુક ગાથાઓ એટલે જ ભંડારી દેવી પડી ને ? ભગવાનની સ્તુતિ કરતા લોકો પોતાના સંસારી કાર્યો પણ કરાવવા મંડ્યા. શંખેશ્વરમાં આજે આ જ ચાલે છે ને ? - આગમના એકેક અક્ષરમાં ભગવાન દેખાતા હોય તો અભ્યાસ છોડી દઈએ ? આગમમાં રસ ન પડે ? ફોન નં. તમે ઘૂમાવો તો કદાચ તે વ્યક્તિ સાથે સંપર્ક ન થાય તેવું બને પણ ખરું, પણ આગમના અક્ષરો દ્વારા ભગવાન ન મળે તેવું ન જ બને. શરત માત્ર એટલી તમારું મન ભગવન્મય જોઈએ. મારું મન પણ ક્યારેક જ ભગવન્મય બની શકે છે. વિક્ષિપ્ત અવસ્થામાં જ મન પ્રાયઃ વધુ રહેતું હોય છે. આપણને તો આપણા નામની, આપણા અહંની પડી છે. ભગવાન સાથે શું લેવા-દેવા છે આપણને ? પછી ભગવાન શી રીતે હૃદયમાં આવે ? - સૂત્ર-અર્થ તો હજુ કરીએ છીએ, પણ તદુભયમાં કેમ ખામી છે ? આત્માના અનંત ગુણોમાં મુખ્ય આઠ ગુણો છે. તે ગુણો રોકવા જ જ્ઞાનાવરણીયાદિ આઠ કમ ચોટેલા છે. આમાં પણ મુખ્ય મોહનીય છે. તેણે બે ખાતા સંભાળ્યા છે : દર્શન અને ચારિત્ર રોકવાના. મોહનું જોર હોય ત્યાં સુધી ‘તદુભય ન આવે. તદુભય માટે ખાસ ચારિત્રા મોહનીયનો ક્ષયોપશમ જોઈએ. એ પૂર્વે દર્શન મોહનીયનો ક્ષયોપશમ જોઈએ. - હું બોલું તેનું કોઈ મહત્ત્વ નથી. સામે શાસ્ત્ર-પંક્તિ હોય તો જ મહત્ત્વનું છે. * ૪ તીર્થકર નામકર્મ કોને બંધાય ? માત્ર બાહ્ય તપક્રિયાથી નહિ, ૪૦૦ ઉપવાસથી નહિ, પણ જેણે ભગવાન સાથે સમાપત્તિ સાધી તેને જ બંધાય. બાકી બાહ્ય તપશ્ચર્યા તો અભવ્ય પણ કરી શકે. ધ્યાનની સાધના દ્વારા પ્રજ્ઞા પરિકર્મિત ન બને ત્યાં સુધી આગમનું ઐદંપર્ય ન મળે. જૈનેતરોમાં કહ્યું છે : आगमेनानुमानेन, योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ॥ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ આગમ, અનુમાન અને યોગાભ્યાસનો રસ આ ત્રણથી પ્રજ્ઞાને પરિકર્મિત કરતો સાધક ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે. ભગવતીમાં ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે તે એમને એમ નથી કરતા. ભગવતીમાં લખ્યું છે : ‘જ્ઞાળોળણ' અર્થ પોરસીમાં ધ્યાન કોઠામાં પ્રવેશ કરીને પછી પૂછતા હતા. જેમ-જેમ તેનું ધ્યાન ધરાય તેમ તેમ નવા-નવા અર્થો સ્ફૂરતા જ જાય. શ્રુત-કેવળીઓમાં પણ અર્થ-ચિંતનમાં પરસ્પર તરતમતા હોય, પરસ્પર છટ્ઠાણવિડયા હોય. જેટલું ચિંતન ઊંડું, અર્થ તેટલા વધુ સ્ફુરે ! ઘડીયાળમાં બધા જ સ્પેરપાર્ટો કામના છે, તેમ સાધુ-જીવનના સર્વ અંગો કામના છે. અઢારેય હજાર શીલાંગ કામના છે. એક પણ અંગ બગડે તો આરાધનાનું ઘડીયાળ અટકી જાય. — પુણિયા શ્રાવકનું સામાયિક કેમ વખાણ્યું ? એનું મન એટલું સ્થિર અને પવિત્ર રહેતું કે કોઈપણ અશુદ્ધિ તરત જ પકડાઈ જતી. આથી જ અજાણતાં પાડોશીનું છાણું આવી જતાં એનું મન સામાયિકમાં લાગ્યું ન્હોતું ! તમારી પાસે કેટલું અન્યાયનું ધન હશે ? પછી તમે કહો છો : માળામાં મન નથી લાગતું. ક્યાંથી લાગે ? આપણે કેટલા અતિચારોથી ભરેલા છીએ ? પછી મન ક્યાંથી લાગે ? પુણિયા શ્રાવકને આટલી કાળજી રાખવી પડે તો આપણે કાંઈ જ કાળજી નહિ રાખવાની ? આત્માને આશ્વાસન આપી શકાય તેવી સાધના ન કરું તો મારું સાધુપણું શા કામનું ? એવો વિચાર નથી આવતો ? નાનકડો બાળક રમતાં ૧૦ લાખની થપ્પી સળગાવી દેતો હોય, તે જોઈને તેના પિતાને કેટલું દુઃખ થાય ? એવું જ દુઃખ અમને થઈ રહ્યું છે : સંયમમાં થતી અશુદ્ધિઓ જોઈને, થતા પ્રમાદને જોઈને. આગમ, અનુમાન અને યોગાભ્યાસથી પ્રજ્ઞાને પરિકર્મિત ક૨વાનું અજૈનો કહે છે. આપણા રિભદ્રસૂરિજી કહે છે : * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૧૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રુત, ચિંતા અને ભાવનાથી આત્માને પરિકર્મિત બનાવવાનો છે. ભાવનાજ્ઞાનવાળો ચારિત્રવાનું જ હોય, તે તત્ત્વ સંવેદન પામેલો જ હોય. શ્રુતજ્ઞાન : સામાન્ય શબ્દ જ્ઞાન. ચિંતાજ્ઞાન : ટીકા-નિર્યુક્તિ-ચૂર્ણિ આદિ દ્વારા વિશિષ્ટ અર્થનું જ્ઞાન. જેમણે અર્થ (ટીકા)નો નિષેધ કર્યો તેમણે ભગવાનને જ ખોયા. કારણકે ભગવાન સ્વયં અર્થથી જ દેશના આપે છે. ભાવનાજ્ઞાન : હૃદયમાં તેને ભાવિત બનાવવું તે. » જીવ નવિ પુષ્યલી. સુમતિનાથ ભગવાનના દેવચકૃત સ્તવનની આ ગાથા છે. મારે તો આ સ્તવનો નાનપણમાં જ કંઠસ્થ થઈ ગયેલા. ભગવતીના પાઠો તો ક્યાં યાદ રહે ? પણ આ કડી તો મનમાં ૨મ્યા જ કરે. જો શરીરનું પુદ્ગલપણું ધ્યાનમાં ન રહે, જરા પ્રમાદ થઈ જાય તો મોહ હુમલો કરતાં ડરે નહિ. નાનપણમાં કંઠસ્થ કરેલી આ કૃતિઓ આજે મારા માટે મૂલ્યવાન બની ગઈ છે. જેમ કોઈ ગૃહસ્થને સસ્તા ભાવે – ખરીદેલું સોનું આજે મૂલ્યવાન બની જાય ! પૂ. હરિભદ્રસૂરિજીએ અહીં દરેક પદમાં અન્ય મતોનું નિરસન કર્યું છે, તેનું કારણ એ છે : જૈનેતરો તરફથી જૈનો પર આક્ષેપો થયેલા હતા. એ આક્ષેપોનું નિરસન જરૂરી હતું. વળી, હરિભદ્રસૂરિ ગૃહસ્થપણાથી જ ચૌદેય વિદ્યાના પારગામી વિદ્વાન હતા. એટલે એમની સામે તે યુગના બધા જ મતો રમી રહ્યા હોય. આથી એકેક પદમાં અન્ય-અન્ય મતનું સહજ રીતે જ નિરસન થતું રહે છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * ૧૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ ભા. વદ-૬ ૧૯-૯-૨000, મંગળવાર એક તીર્થકરની જીવતા સર્વ તીર્થકરોને પહોંચે છે. તીર્થકરમાં અચિત્ય શક્તિ હોય છે. કલ્પનામાં પણ ના આવે તેવા ઉપકારો તે શક્તિથી થતા રહે છે. દીર્ઘદૃષ્ટિથી વિચારીએ તો મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા તીર્થંકર પણ ઉપકાર કરે જ છે. ઘરનો માણસ વિદેશ જાય તોય ઘરનો જ કહેવાય. તીર્થકર કોઈપણ સ્થળે હોય, આપણા જ છે ! મહાવિદેહ ક્ષેત્ર ભગવાન મહાવિદેહના લોકોના જ નથી, આપણા પણ છે. જો એમ ન હોત તો રોજ તેમના ચૈત્યવંદનનું વિધાન ન હોત ! ભગવાને આપણને અહીં રાખ્યા છે તે આપણને પરિપક્વ બનાવવા ! જુદા ક્ષેત્રમાં રહીએ છીએ, તેથી આપણે કાંઈ જુદા નથી ! મા પોતાના પુત્રને કમાણી માટે પરદેશમાં મોકલે તેથી હૃદયની ૧૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * ક Page #45 -------------------------------------------------------------------------- ________________ જુદાઈ થોડી થઈ જાય છે ? ભૂતનો વર્તમાનમાં આરોપ કરીને જેમ ભગવાનના કલ્યાણકોની આરાધના કરાય તેમ ભાવિનો પણ વર્તમાનમાં આરોપ કરી શકાય. આ જ દૃષ્ટિએ ભરતે અષ્ટાપદ પર ૨૪ તીર્થકરોની મૂર્તિ ભરાવેલી. આ જ દૃષ્ટિકોણથી હું કહું છું : એક તીર્થકરની સ્તવના સર્વ તીર્થકરોને પહોંચે છે. એક તીર્થંકરનો પ્રભાવ તમે ઝીલો છો ત્યારે સર્વ તીર્થકરોનો પ્રભાવ ઝીલો છો. એક તીર્થકરને પ્રેમ કરો છો ત્યારે તમે સર્વ તીર્થકરો પ્રત્યે પ્રેમ કરો છો. એક તીર્થકરને તમે પ્રેમ કરો છો ત્યારે તમે સર્વ તીર્થકરોના નામસ્થાપના, આગમ આદિ સર્વ પર પ્રેમ કરો છો. નામ પ્રભુ સાથે અભેદ સાધે, પછી મૂર્તિ સાથે અભેદ સાથે તેને જ ભાવ ભગવાન મળી શકે. એટલે જ આપણને અહીં (ભરતક્ષેત્રમાં) રાખવામાં આવ્યા છે. જેથી નામસ્થાપનાની ભક્તિ કરી ભાવ-ભગવાન માટેની ભૂમિકાનું નિર્માણ કરી શકીએ. આપણે નામ-નામીને તદ્દન ભિન્ન માનીએ છીએ, તેથી જ હૃદયથી ભક્તિ કરી શકતા નથી. હમણા જ ભગવતીમાં અમે વાંચી આવ્યા : ગુણ-ગુણીનો કથંચિત્ અભેદ હોય છે. જો એમ ન હોય તો ગુણ અને ગુણી બન્ને અલગ-અલગ થઈ જાય. ગુણ-ગુણીની જેમ નામ-નામીનો પણ અભેદ છે. નામ, મૂર્તિ અને આગમમાં તો ભક્ત, ભગવાનને જુએ જ, આગળ વધીને ચતુર્વિધ સંઘના પ્રત્યેક સભ્યમાં પણ ભગવાન જુએ છે. તીર્થ તીર્થકર દ્વારા સ્થાપિત છે. ગુરુ શિષ્ય પર ઉપકાર કરે છે તે પણ વસ્તુતઃ ભગવાનનો જ ઉપકાર છે. ગુરુ તો મારા વાહક છે, માધ્યમ છે. શાસ્ત્રોમાં ત્યાં સુધી કહ્યું છે : આપણે ભગવાનને કરીએ છીએ તે નમસ્કાર પણ આપણો નહિ, ભગવાનનો ગણાય, નૈગમનથી. નમસ્કાર મેં કર્યો તે ભગવાનનો શી રીતે ? દલાલે શેઠવતી કમાણી કરી, પણ તે ગણાય શેઠની જ ને ? * * * * * = = = * * * * * ૧૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ સૈનિકોએ લડાઈ કરી જીત મેળવી, પણ જીત ગણાય રાજાની જ ને ? રસોઈઓ જમાડે છે, પણ જમણ શેઠનું જ ગણાયને ? દાસે ગધેડો ખરીદ્યો પણ ગણાય શેઠનો જ ને ? આપણે ચતુર્વિધ સંઘના સૌ સભ્યો ભગવાનના જ ને ? કાનજીના મતની જેમ આપણે માત્ર ઉપાદાનને સહત્ત્વ નથી આપતા, ભગવાનને આગળ રાખીએ છીએ. પૂ. દેવચન્દ્રજીની જેમ આપણે નિમિત્ત કારણને આગળ રાખીએ છીએ. આપણે જ ભગવાનના હોઈએ તો આપણો નમસ્કાર આપણો શી રીતે હોઈ શકે ? આખા જ આપણે ગાડામાં બેઠા છીએ તો આપણું પોટલું આપણા પર ભારરૂપ શી રીતે બની શકે ? નમસ્કાર પણ ભગવાન લઈ લે તો આપણી પાસે રહ્યું શું? એમ વિચારી ચિંતાતુર નહિ થતા. આપણા શેઠ (ભગવાન) એટલા ઉદાર છે કે એ આપણા નમસ્કાર વગેરે રાખી મૂકતા નથી, પણ ઊલ્ટા અનેકગણા વધારીને આપે છે. આપણે હજુ ભગવાનને સંપૂર્ણ સમર્પિત બન્યા નથી. સમર્પિત બન્યા હોઈએ તો જુદાઈ શાની ? હું પોતે સાથે છું. મારામાં એટલો સમર્પણ ભાવ પ્રગટ્યો નથી. પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : આ બધું બહુ કઠણ છે. પૂજ્યશ્રી : કઠણ છે તો પણ કરવાનું છે. તમારા જેવા વક્તાઓ અહીં સાંભળવા આવે છે, તે જ યોગ્યતાને સૂચવે છે. તમારા જેવા એક અનેકોને પહોંચાડશે. પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી ઃ અમે તો આપને લુંટવા આવ્યા છીએ. પૂજ્યશ્રી ઃ હવે તમે પણ બીજાને આપજો . મારી જેમ કંજુસ નહિ બનતા. પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : કંજુસ શબ્દનો પ્રયોગ શુભ ઘડીએ થયો લાગે છે. ૪ * * * * * * * * * * * * ક Page #47 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી ઃ તે દિવસે આગમ-પરિચય-વાચનામાં મેં ભગવતી માટે (કલાક, દોઢ કલાક માટે) ના કહેલી એટલે તમને કંજુસાઈ લાગી હશે, પણ સ્વાથ્યના કારણે બહુ ખેંચી શકું તેમ ન લાગતાં મેં ના કહેલી, બાકી ક્યાં વાંધો હતો ? પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી ? નહિ, એવું મારા મનમાં જ ન્હોતું. એ વાત તો પૂ. કલ્પતરુવિજયજી પાસે થઈ ગઈ હતી. પરમ દિવસે તો આપ પોણો કલાક બહુ જ સ્વસ્થતાથી બોલેલા. - પૂજ્યશ્રી : ૧૫-૨૦ મિનિટનું કહીને ૩૦-૪૦ મિનિટ થઈ જાય તો વાંધો નહિ, પણ કલાકનું વચન આપ્યા પછી ૨૦ મિનિટમાં પૂરું ન કરી શકાય. સમજાયું ? જ સકલ જીવરાશિમાં ભગવાન છે. સકલ જીવરાશિમાં આપણે ખરા કે નહિ ? જો આપણે ભગવન્મય હોઈએ તો એથી ઓછું શા માટે માનવું ? ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા તરીકે આપણે સિદ્ધોની સાથે છીએ. (ભગવતીમાં હમણા ૮ આત્માઓની વાત ચાલે છે. ઉપયોગાત્મા આદિ ત્રણ એમાંના જ છે.) સિદ્ધ સમાન હોવા છતાં આપણે પામર બનેલા છીએ. આ જ મોટી કરુણતા છે. • આપણે પાસ નાખીએ છીએ દેહ આદિ પર, પણ બંધાઈએ છીએ આપણે પોતે જ. આપણો આ પાસ નવો છે. માછીમાર જાળ નાખે, પણ પકડાય માછલીઓ, પણ અહીં તો આપણી જાળમાં આપણે જ પકડાઈ રહ્યા છીએ. સિદ્ધત્વ યાદ રહે તો આવી જાળમાં કદી સપડાઈએ નહિ. आत्मबोधो नवः पाशो, देहगेहधनादिषु । यः क्षिप्तोऽप्यात्मना तेषु, स्वस्य बन्धाय जायते ॥ - જ્ઞાનસાર. . चतुरशितिजीवयोनिप्राणनाथाय । - શક્રસ્તવ. ભગવાન ચોરાશી લાખ જીવયોનિના પ્રાણનાથ છે. ભગવાને તો આપણી સાથે અભેદભાવ કર્યો, પણ * * * * * * * * * ૧૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ આપણે જ ભગવાન સાથે ભેદ રાખ્યો છે. ભગવાન તો આપણી સાથે સંપર્ક રાખવા તૈયાર જ છે, આપણે જ તૈયાર નથી. ભગવાન સાથે સંપર્ક સાધવા જ “પ્રીતલડી બંધાણી રે' વગેરે સ્તવનો ગાઉં છું. (૨)પુરિવારથહસ્થી ! આ પદથી ગુણ ક્રમ-અભિધાન-વાદી બૃહસ્પતિના શિષ્યોના મતનું નિરસન થયું છે. આત્માના અનંત ગુણોમાં કોઈ ક્રમ નથી. જૈન દર્શન એકાંતમાં માનતો નથી. માટે ગુણોનું વર્ણન ક્રમથી પણ કરાય, ઉત્ક્રમથી પણ કરાય. પેલાની દલીલ એ છે કે અમુક ગુણો છદ્મસ્થ અવસ્થાના છે. કોઈ ગુણો કેવળજ્ઞાન પછીના છે. ગુણ-વર્ણન ક્રમશઃ હોવું જોઈએ. પણ આપણે ત્યાં પશ્ચાનુ પૂર્વીથી, પૂવનુપૂર્વીથી અનાનુપૂર્વીથી બધી રીતે વર્ણન થઈ શકે. દા.ત. મુખ્યતાની અપેક્ષાએ સમ્યગ્દર્શનના લક્ષણોમાં શમ પ્રથમ છે. ઉત્પત્તિની અપેક્ષાએ આસ્તિકતા પ્રથમ છે. ત્યાં પશ્ચાનુપૂર્વી પણ સ્વીકારાઈ છે. તેમ અહીં પણ સમજવું. જે ગંધહસ્તીથી બીજા હાથીઓ ભાગે, ઘાસલેટથી કીડીઓ ભાગે, તેમ ભગવાનથી બધા ઉપદ્રવો ભાગી જાય છે. માટે જ ભગવાન પુરુષોમાં “ગંધહસ્તી' છે. પુણ્યપુરુષ હોય ત્યાં ઉપદ્રવો ઓછા હોય, એમના સાન્નિધ્યમાં આનંદ-મંગલ વર્તતો હોય છે. - પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : જેમકે હમણા ઉપદ્રવો નથી. પૂજ્યશ્રી ઃ એમ ન કહેવાય. તમે બધા સાથે જ છોને ? કહેનારા તો એમ પણ કહે છે કે એ હોય છે ત્યાં વૃષ્ટિ નથી આવતી. બન્ને બાજુ બોલનારા લોકો હોય છે. આપણે બન્નેમાં સમભાવ રાખવો. • અલોકમાં જવું છે કોઈને ? મોટી જગ્યા મળશે ! ૧૬ * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * = Page #49 -------------------------------------------------------------------------- ________________ આકાશાસ્તિકાયે તો કહી દીધું છે : અહીં તમે એકલા નહિ રહી શકો. બીજાને જગ્યા તમારે આપવી જ પડશે. “મારી ઓરડીમાં હું બીજાને નહિ આવવા દઉં.” આવી વૃત્તિ મારી પાસે નહિ ચાલે. આકાશની ઉદારતા તો જુઓ. ધર્મ-અધર્મ-પુગલ, જીવ વગેરેને કેવો સમાવીને અલિપ્ત ભાવે બેઠો છે ! એની પાસેથી ઉદારતા ગુણ લેવા જેવો નહિ ? નાની-નાની તુચ્છ વાતોને આગળ કરીને લડી પડનારા આપણે આમાંથી કોઈ બોધપાઠ લઈશું ? સર્વવયાય | - શકસ્તવ. સર્વ દેવોમાં ભગવાન વ્યાપ્ત છે. (ભલે કોઈ રામકૃષ્ણ જેવા કાલી માતાને માનતા હોય, પણ નમસ્કાર ભગવાનને જ પહોંચે. નામ બદલાય તો શું થઈ ગયું ? ભગવાનનું નામ પણ ભૂલાઈ જાય તો અહં કે ઓ પણ ચાલે.) સર્વ જ્ઞાનમયાય – જગતનું સર્વ જ્ઞાન ભગવાનનું જ છે. આપણે જ્ઞાન ભણતા હોઈએ ત્યારે ભગવાનમય જ હોઈએ છીએ. તેનોવાય - ભગવાન તેજોમય છે, ઉદ્યોતમય છે. નો રસ ૩mોમરે ! સાધકને ઘણી વખતે તેજ દેખાય છે. આ જયોતિધ્યન છે. પરમજ્યોતિરૂપ ભગવાનમાંથી જ આવતા એ સ્ફલિંગો છે. ધ્યાનયાય - ધ્યાનમાં પ્રતિમા આવ્યા. આલંબન પ્રતિમાનું લેવાનું હોય. ધ્યાન વિના તે ન થઈ શકે. ધ્યાન જે કોઈ પણ કરે તે ભગવન્મય જ છે. આવા ભગવાનની સાથે એકાકાર બનીશું ત્યારે ભગવાન જરૂર મળશે જ. * * * * * * * * * * * * * ૧૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભા. વદ-૭ ૨૦-૯-૨000, બુધવાર રથને સારથિ ચલાવે તેમ ભક્તને ભગવાન ચલાવે છે. જ ભગવાનના તીર્થમાં દ્રવ્યથી પણ પુણ્ય વિના નંબર લાગતો નથી. ભગવાન આપણા છે, એવો ભાવ તીર્થના આલંબનથી ઉત્પન્ન થઈ શકે છે. શરીરઈન્દ્રિયાદિ મા છે - એમ માનીને જીવન પુરૂં કરનારા જીવને ‘ભગવાન મારા છે.' એવું કદી લાગ્યું નથી. અનેક ભવોનો આ અભ્યાસ ટળવો સહેલો નથી. વિકથાઓ ઘણી સાંભળવા મળે છે, ભગવાનની વાતો જગતમાં ક્યાંય સાંભળવા મળતી નથી. ભગવાન મારા છે, સારા છે - એવી દુર્લભ વાતો આ લલિતવિસ્તરામાંથી તમને જાણવા મળશે. નમુત્થણે તો નાનપણથી જાણીએ છીએ, પણ તેમાં આવી દુર્લભ વાતો છે, તે તો આ ૮ * * * * * * * * * * * ? કલાપૂર્ણસૂરિ-૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરાથી જ જણાય છે. ભાવ તીર્થકર ભલે નથી, પણ ભાવ તીર્થકરને પેદા કરનાર પરિબળો અત્યારે હાજર છે. વ્યક્તિ ભલે હાજર ન હોય, પણ તેનું નામ ચારે બાજુ ગાજતું હોય, તેની તસ્વીરો (સ્થાપના) બધે દેખાતી હોય, તેને જેનારા લોકો વિદ્યમાન હોય તે પણ તેની મહાનતા જણાવવા પર્યાપ્ત છે. શરીર મારું છે, ઘર મારું છે, એવું ઘણીવાર થયું પણ ભગવાન મારા છે, એવું કદી લાગ્યું ? ભગવાન મારા છે - એવો ભાવ જાગવાથી ભગવાન કદી દૂર નહિ લાગે. “નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન.' - ઉપા. માનવિજયજી. હું કદાચ ભૂલી પણ જાઉં. પણ ભગવદ્ ! આપે તો મને યાદ કરાવવું 'તું.' – એમ ભક્ત જ ભગવાનને કહી શકે. ભગવાન પોતાના નામ-મૂર્તિ-આગમ-સંઘ આદિ સાથે જોડાયેલા છે. આમાંથી કોઈપણ માધ્યમથી તમે ભગવાનને પકડી શકો છો. જ આપણે ભાવ ભગવાનની વાતો કરીએ છીએ. પણ ભાવ ભગવાનને કોણ જોઈ શકે છે ? સાક્ષાત્ ભગવાન પણ સામે બેઠા હોય તો પણ તેમનું આત્મદ્રવ્ય થોડું દેખાવાનું ? શરીર જ દેખાવાનું. ભાવ જિન વિદ્યમાન હોય ત્યારે પણ તેમને કાંઈ ઘરમાં કે હૃદયમાં ભવ્યો લઈ જતા નથી, તે વખતે પણ નામ અને સ્થાપના જ આધારભૂત હોય છે. માટે જ પૂ. દેવચન્દ્રજી કહે છે : ઉપકારી દુગ ભાષ્ય ભાખ્યા, ભાવ વંદકનો ગ્રહીએ રે.' નામ અને સ્થાપના જિન જ લોકો માટે ઉપકારી છે. ભાવ પણ આખરે શબ્દથી જ પકડાશેને ? ભાવને જણાવનાર અને ગ્રહણ કરનાર શબ્દ (નામ) જ છે, ચિત્ર (સ્થાપના) જ છે. આથી જ તે બન્નેને ઉપકારી કહ્યા છે. તો અહીં ભાવ કોનો લેવો ? વંદકનો ભાવ લેવાનો. તમે ભગવાનમાં જોડાયા એટલે તમારા ભાવમાં ભગવાન આવ્યા. * * * * * * * * * * * ૧૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ જેઓ ભાવમાં ભગવાન લાવ્યા તેઓ તરી ગયા. ગૌતમ વગેરે. જેઓ ભાવમાં ભગવાન ન લાવ્યા તેઓ ડૂબી ગયા - ગોશાળા - જમાલિ વગેરે. ભાવમાં ભગવાન લાવવા માટે નામ-મૂર્તિ-આગમમાં ભગવાન છે, તેવી બુદ્ધિ પેદા કરવી પડશે. ભગવાનને “સર્વવેવમયાય' કહીને બુદ્ધ, વિષ્ણુ, બ્રહ્મા, મહેશ વગેરે તમામના નામો (વિશેષણો સહિત) શર્કસ્તવમાં છે. એ બધા નામોનો અર્થ ભગવાનમાં પણ ઘટી શકે. જુઓ ભક્તામર : વૃદ્ધત્ત્વમેવ... ભગવન્! તમે જ બુદ્ધ છો. તમે જ શંકર છો. તમે જ વિધાતા છો. તમે જ પુરુષોત્તમ છો. એમ ઘટાવ્યું છે. પછી લખ્યું : સુષ્ય નમન્નિમુવાર્તિહરાય નાથ ! આખા જગતની પીડાને દૂર કરનાર ભગવાન છે. ભગવાનનું નામ લેવાથી આજે પણ ઉપદ્રવો શમે છે. જો એમ ન હોય તે. શાન્તિ, બૃહ-શાન્તિ, સંતિકર વગેરે સ્તોત્રો ખોટા માનવા પડે. આજે લાભશંકર ડૉકટરે કહ્યું : “નાનપણથી મને કોઈ મહાત્માએ નવકાર શીખાવ્યો એના પ્રભાવથી હું વીંછુનું ઝેર ઊતારી શકું છું.' સાંભળીને આશ્ચર્ય થયું. આપણને જે નવકાર સામાન્ય લાગે છે, તેમને તે મંત્ર લાગે છે. | મુલ્લાજીએ કૂવામાંથી પાણી કાઢી આપતાં શેઠે તાજુબ થઈને પૂછ્યું : કયો મંત્ર છે, તમારી પાસે ? પેલા મુલ્લાએ “નવકાર મંત્ર સંભળાવ્યો. સાંભળીને શેઠજી હસી પડ્યા : આ તો મનેય આવડે છે ! પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : આ ક્યાંની ઘટના છે ? પૂજ્યશ્રી ઃ બનેલી ઘટના છે એટલું ચોક્કસ. વિશ્વાસ ન આવતો હોય તો તમારા ગુરુ મહારાજની જ ઘટના કહું. હરિજનના કોઈ મુખ્ય વ્યક્તિઓએ ડાયરો જમાવ્યો. ત્યારે એક વ્યક્તિ જાય છે, પણ તેના માટે કામ સિદ્ધ નહિ ૨૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ થાય એમ કોઈએ કહ્યું. સાચે જ, જે વ્યક્તિ માટે એ ગયેલો તે વ્યક્તિ મરી ગયેલી. આ વિદ્યા શીખવા એક શ્રાવક લલચાયો. ૨૧ દિવસ જાપ કર્યો. છેલ્લે દિવસે સ્મશાનમાં જવાનું થયું. પેલી મલિન દેવી નવકારના આભામંડલના કારણે અંદર પ્રવેશ કરી શકતી નથી. તું નવકાર ભૂલે, નવકાર બંધ કરે તો જ હું આવું દેવીના આ વચનને ઠુકરાવી શ્રાવક નવકાર પર દઢ શ્રદ્ધાવાળો બન્યો. બહારથી જાણવા મળે પછી જ આપણી પાસે રહેલી ચીજનો મહિમા સમજાય છે. નમો અરિહંતાણં અને ભગવાન એક છે. તેમ તમે માનો છો ? સ્તોત્રથી સાક્ષાત ભગવાનની જ આરાધના થઈ શકે, એવા વિશ્વાસથી જ આચાર્ય માનતુંગસૂરિજીએ ૪૪ બેડીઓ તોડેલી હતી. શ્રી સુપાસ જિન વંદીએ.' એ સ્તવનમાં શ્રી આનંદઘનજીએ નામનો જ મહિમા બતાવ્યો છે. શિવશંકર જગદીશ્વરૂ વગેરે એકેક વિશેષણ તો વાંચો. આપત્તિ આવે ત્યારે ભગવાનના નામ વિના શાન્તિ ક્યાં છે ? માટે જ ભગવાનને “જગત-જન્ત-વિશ્રામ કહ્યા છે. આખાય વિશ્વને શાનથી ભરી દેનારા ભગવાન વિશ્વભર' છે. વિવિધ નામોથી ભગવાનની કેવી વિધ-વિધ શક્તિઓ અને કેવા ગુણો પ્રગટ થયા છે ? રથને સારથિ ચલાવે તેમ ભક્તને ભગવાન ચલાવે છે. માટે જ કહ્યું : “મુક્તિ પરમપદ-સાથ.” “એમ અનેક અભિધા ધરે, અનુભવ-ગમ્ય વિચાર; જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર...” આમ ભગવાનના અનેક નામ છે. એ અનુભવથી જ જણાય. જે જાણે તેને ભગવાન આનંદઘન સ્વરૂપ બનાવી દે. • પુરુષગંધહસ્તી સુધી અસાધારણ હેતુ સ્તોતવ્ય, કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * = = = = = = = = ૨૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ સંપદા પૂરી થઈ. (૨૦) નો પુત્તમાdi | અહીં પાંચેય સૂત્રમાં લોકનો અર્થ બદલાતો જાય છે. પંચાસ્તિકાયમય લોક કહેવાય, છતાં અહીં લોકથી ભવ્ય લોકો જ લેવાના છે. એક શબ્દના ઘણા અર્થ થાય. હરિ લંછન સપ્ત હસ્ત તનુ' અહીં હરિ એટલે સિંહ. ક્યાંક હરિનો અર્થ ઈન્દ્ર થાય. એમ હરિના ૧૩ અર્થ થાય છે. સર્વ જીવોમાં ઉત્તમ એમ કહ્યા હોય તો અભવ્યોથી ભવ્ય પણ ઉત્તમ ગણાય, માટે જ ભવ્યલોકમાં પણ ઉત્તમ ભગવાન છે, એમ આ સૂત્રથી જણાવ્યું. સકલ મંગલનું મૂળ ભગવાન છે. માટે જ તેઓ લોકોત્તમ છે. તેમનું તથાભવ્યત્વ જ તેવા પ્રકારનું છે. विणयमूलो धम्मो સંસારના તાપ, ઉત્તાપ અને સંતાપ એ ત્રિવિધ દુઃખથી મુક્ત કરાવનાર એક માત્ર આત્મજ્ઞાન છે. આત્મા તે જ્ઞાન-રહિત છે નહિ, પણ જીવને હું આવો સુખ સંપન્ન, દુ:ખ રહિત, કોઈ અચિંત્ય પદાર્થ છું, તેવું ભાન નથી. ગુરુગમવડે જિજ્ઞાસુ એ નિધાનને જાણે છે, અને શુદ્ધભાવવડે તેનો અનુભવ કરે છે. ગુરુગમપ્રાપ્તિનો ઉપાય વિનય છે. ૨૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ ભગવાતમાં વીતરાગતા છે, તેમ વાત્સલ્ય પણ છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * ભા. વદ-૮ ગિરિવિહાર ધર્મશાળા ૨૧-૯-૨૦૦૦, ગુરુવાર સાધના-શિબિર પ્રારંભ. આશીર્વાદ નિશ્રા : પૂજ્ય આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરિજી. સંચાલન ઃ પૂજ્ય યશોવિજયસૂરિજી. : પૂજ્ય કલાપૂર્ણસૂરિજી વિશ્વના પ્રત્યેક જીવના મંગલ માટે ભગવાને વૈ. સુદ-૧૧ના તીર્થની સ્થાપના કરી, જેને ૨૫૫૬ વર્ષ થયા. આ શાસનને આત્મસાત્ કરી તેનું અમૃત પીનારા આચાર્ય ભગવંતોએ આ શાસન અહીં સુધી પહોંચાડ્યું છે . કેટલો ઉપકાર ભગવાનનો ? ૨૧ હજાર વર્ષ સુધી તીર્થ કોના ભરોસે ? ભગવાન મોક્ષે ગયા, ૨૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ પણ પરોપકારથી અટક્યા નથી. જીવોથી વિરક્ત નથી બન્યા. ભગવાનમાં વીતરાગતા છે, તેમ વાત્સલ્ય પણ છે. પરસ્પર વિરુદ્ધ ધમાં પણ ભગવાનમાં છે. વસ્તુ નો સ્વભાવ અનંતધર્માત્મક જ છે. તે જ પ્રમાણભૂત મનાય. “વસ્તુ અનંત સ્વભાવ છે, અનંત કથક તસુ નામ.” - પૂ. દેવચન્દ્રજી. ભગવાન સિવાય આવું તત્ત્વ કોણ જણાવે ? ભગવાને અર્થથી, ગણધરોએ સૂત્રથી બનાવેલી દ્વાદશાંગી મળી તે આપણો મહાપુણ્યોદય છે. આજે દેખાતા દેશ્યથી કોને આનંદ ન થાય ? ધ્યાનને પ્રેકટીકલ બનાવવાની જરૂર છે. આજે ધ્યાનના નામે એવા પ્રયોગો ચાલે જેને ધ્યાન કહેવાય કે કેમ? તે સવાલ છે. માટે જ હું “ધ્યાન-શિબિર' શબ્દનો વિરોધી છું. આપણે ત્યાં, ધ્યાન ન ધરીએ તો અતિચાર લાગે - તેવું વિધાન છે ! પણ હરામ છે : આપણે કદી ધ્યાન ધર્યું હોય ! ધ્યાનથી ભડકીએ છીએ, પણ સાધુ-જીવન જ ધ્યાનમય છે, એ આપણે જાણતા જ નથી. “ત્રિય સર્વાપિ વિન્મથી' અપ્રમત્ત સાધુની દરેક ક્રિયા ચિન્મય-જ્ઞાનમય છે. માટે જ એ ક્રિયા ધ્યાન-વિદ્યાતક નહિ, પણ ધ્યાન-પોષક છે. જ ધર્મ-ધ્યાન ન હોય તો આર્નાદિ ધ્યાન રહેવાનું જ. આજે સ્થિતિ એવી થઈ છે : લોકો આક્ષેપો કરે છે : જૈનોમાં ધ્યાન નથી. એનો જવાબ આપવા માટે જ આનું આયોજન થયું છે. સુવિહિત મુનિની ચર્ચા ન કરીએ તો દોષ લાગે. મનને કેન્દ્રિત કરવાના પ્રયત્નો તો આપણી આવશ્યક ચીજ છે. છ આવશ્યકોમાં શું છે? જીવનભર સમતામાં રહેવું તે સામાયિક. આ સામાયિકની પ્રતિજ્ઞા ચતુર્વિધ સંઘ સમક્ષ આપણે લીધેલી છે. વિષય-કષાયથી તપ્ત છું. હવે મારે સમતાના સરોવરમાં ઝીલવું છે. આવી ભાવના જાગે તે જ સાચું સામાયિક કરી શકે. સમતા માનીએ તેટલી સરળ નથી. એને મેળવવા બાકીના પાંચ આવશ્યકો છે. ૨૪ * * * * * * * * * * = કહે, Page #57 -------------------------------------------------------------------------- ________________ આ મારા-તમારા આવશ્યકો નથી, ગણધરોના છે. चिन्ताभावनापूर्वकः स्थिराध्यवसायः ध्यानम् । ધ્યાનવિચાર. - ધ્યાનના ભેદો માત્ર અમુક જ નથી, જેટલી જેટલી મનની અવસ્થાઓ છે તેટલા ધ્યાનના પ્રકારો છે. ધ્યાન વિના કેવળજ્ઞાન ન મળે. ધ્યાનને સિદ્ધ કરવો છે, એવો સંકલ્પ કરીને જ અહીં આવજો. ભૂમિકામાં જ ટાઈમ ન જાય માટે હું ટૂંકમાં કહેવા માંગું છું. પૂજ્ય યશોવિજયસૂરિજી ઃ પ્રકાશો, કાંઈ વાંધો નથી. પૂજ્યશ્રી : પહોંચવું છે પ્રભુ પાસે. પ્રભુ પાસે પહોંચવા સમતા જોઈએ. સમતા મેળવવી હોય તો ચઉવિસત્થો, ૨૪ તીર્થંકરોને પકડો. સામાયિક પછી ચઉવિસત્થો આવશ્યક છે. આ ક્રમ ભગવાનની હાજરીમાં ગણધરોએ ગોઠવેલો છે, તેનો ખ્યાલ છે ને ? ૨૪ તીર્થંકરોને જે નમે, તેમનું જે કીર્તન કરે તેની જ સાધના સફળ બને, એની પાછળનું આ રહસ્ય છે. માત્ર આપણા પુરુષાર્થથી આ સમતા ન જ મળે. એ જ સમજવાનું છે. સામાયિક-સમતા સાધ્ય છે. જીવનભર મહેનત કરીશું ત્યારે આ મળશે. શ્રુત, સમ્યક્ અને ચારિત્ર સામાયિકના આ ત્રણ પ્રકારો છે. આ કોણ આપે ? ધર્મ. દેવ દર્શન, ગુરુ જ્ઞાન અને ધર્મ ચારિત્ર આપે. સામાયિક ચારિત્રરૂપ છે. ચવિસત્થોમાટે લોગસ્સ છે. એ પર એક પુસ્તક બહાર પડ્યું છે. વાંચશો તો સમજાશે. ચવિસત્થોને લાવવા વાંદણા વગેરે આવશ્યક જોઈએ. કોઈ ન હોવા છતાં વાપરતાં પહેલા વાપરું’ બોલવાની આદત છે. પૂ. કનક-દેવેન્દ્રસૂરિજીનું જોઈને અમે કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * ** ૨૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ શીખ્યા છીએ. આવું ત્યારે જ બોલી શકાય, જ્યારે દેવ-ગુરુ સામે રહેલા હોય તેમ દેખાય. છે. આપણે ત્યાં ડગલે ને પગલે બોલાતો દેવ-ગુરુ પસાય' કે દરેક પચ્ચકખાણ પારવું વગેરે દરેક પ્રસંગે ગણાતો નવકાર તે ભગવાનની જ મુખ્યતાને જણાવે છે. આપણું કામ ગુપ્તિ (ખાસ કરીને મનોગુપ્તિ) દ્વારા સાધના કરવાની છે. મનોગુપ્તિનો અભ્યાસ કરવા એકઠા થયા છીએ. તે પહેલા પાંચ સમિતિ આત્મસાતુ બની ગઈ છે, એમ સમજીને ચાલીએ છીએ. ૪ આચારાંગ વગેરે દરેક આગમ ભગવાન સ્વરૂપ છે. એકેક અક્ષર કે પંક્તિ ભગવાન સ્વરૂપ છે. મને કોઈ પૂછે : શાનું ધ્યાન ધરો છો ? હું કહું : ભગવાનનું ધ્યાન ધરું છું. જ્યાં ભગવાન ન હોય તેવા કોઈ ધ્યાન-વ્યાનની મારે જરૂર નથી. આપણું કોઈપણ કાર્ય ભગવાનની કૃપાથી જ સિદ્ધ થશે, એટલું સદા માટે તમે નોંધી રાખશો. • મનોગુપ્તિના ત્રણ સ્ટેપ છે. પ્રવચનની માતા શા માટે કહેવાઈ ? અધ્યાત્મ જગતમાં માતા જેવું કામ કરી શકે છે. અષ્ટપ્રવચન માતાના ખોળે રહેલા મુનિની બરાબરી ઈન્દ્ર પણ કરી શકે નહિ. નાનું બાળક મા વિના ન જીવે તેમ મુનિ અષ્ટપ્રવચન વિના જીવી શકે નહિ. સાત માતા (મનોમિ સિવાયની)નો અભ્યાસ હશે તે મનોગુપ્તિનો અભ્યાસ સરળતાથી થઈ શકશે. મનની ૪ અવસ્થા : વિક્ષિપ્ત, યાતાયાત, સુશિષ્ટ અને સુલીન. બહારના બધા જ પરિબળો મન માટે શરાબ છે, જેથી મન ઉત્તેજિત થતું રહે છે. જૈન લોકો T.V. વગેરે રાખે, તેની હું કલ્પના પણ કરી ૨૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * * * * * Page #59 -------------------------------------------------------------------------- ________________ શકતો નથી. સાંભળું છું ત્યારે સ્તબ્ધ થઈ જાઉં છું. ધ્યાનાર્થીઓને સૂચના કે ફરી ઘેર જઈ Tv. ન જુએ. અરે, ઘરમાં T.V. રાખવું જોઈએ જ નહિ. અહીં નિર્મળ થાવ ને TV. જોઈ મલિન બનો, એવું નહિ કરતા. ગધેડો સ્નાન કરી ફરી ઊકરડામાં આળોટે, તેવું નહિ કરતા. T.V. વગેરે બધું કાઢી નાખજો. કપડાનો કાપ ઘણો કાઢ્યો. હવે મનનો કાપ કાઢવાનો છે. વસ્ત્ર તો બીજા પણ ધોઈ આપે, પણ મનને તો આપણે જ ધોવું પડશે. એટલે પહેલું કામ : ૧. કલ્પનાના જાળા વિખેરી નાખવા : વિમુવqનાગાનમ્ | ૨. સમતામાં પ્રતિષ્ઠિત કરવું : સમત્વે સુપ્રતિષ્ઠિતમ્ | ૩. આત્મામાં ડૂબી જવું : માત્મારામ મનઃ આ ત્રણ સોપાનમાં મનોગુપ્તિ વહેંચાયેલી છે. આ પ્રયાસ સ્તુત્ય છે. યશોવિજયસૂરિજી આચાર્ય ભગવંત છે. ગુરુ આશીષ પામીને જે કાંઈ શીખ્યા છે. તેઓ જે શીખવે તે સ્વીકારજો. શાન્તિ મેળવવી હોય તો મનને એકાગ્ર બનાવજો. એ વિના શાન્તિ નહિ મળે. ભગવાનને ભૂલતા નહિ, એ ખાસ સૂચના છે. પૂજ્ય યશોવિજયસૂરિજી : મહામહિમ પ્રભુ શ્રી આદિનાથને પ્રણામ. પરમ શ્રદ્ધેય પરમ ગીતાર્થ પૂજ્ય આચાર્ય ભગવંતના આશીર્વાદપૂર્વક આપણી સાધના શરૂ થાય છે. પંચાચારમયી આપણી સાધના છે. અઠવાડિયામાં પંચાચારમાં ઊંડાણમાં જવા માટે પ્રાયોગિક ધોરણે પ્રયત્ન કરવાનો છે. જ્ઞાનાચારનું પાલન આગમ-વાચના દ્વારા પ્રભુના પાવન શબ્દો દ્વારા સાંભળીને કર્યું. દર્શનાચાર ચહેરા પર દેખાય છે. સૌને ભગવાન પર * * * * * * * * * * * * રદ ૨૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ અતૂટ શ્રદ્ધા છે. આપણી બુદ્ધિ વર્તુળ છે, માત્ર સર્વજ્ઞ જ માર્ગ આપી શકે. એમના ચરણોમાં ઝુકીએ, મસ્તકને અનુપ્રાણિત કરીએ. તમારી બુદ્ધિ, તુટી જાય પછી જ શ્રદ્ધા શરૂ થાય. પદ્મવિજય - નવપદપૂજા. જિનગુણ અનંત છે, વાચ ક્રમ મિત દીહ; બુદ્ધિરહિત શક્તિવિકલ, કિમ કહું એકણ જીહ.” ઈશારાથી અશબ્દ-વાચના પણ તેઓએ આપી છે. પ્રભુમાં જેમણે ડૂબવું છે, તેમણે સ્વબુદ્ધિ, સ્વકર્તવ્યોનો છેદ ઊડવો જોઈએ. એ જ પ્રભુ - માર્ગ પર ચાલી શકે. ચારિત્રાચાર, તપ-આચાર, વીચાર આપણામાં છે જ. ગુપ્તિમાં કાયમુર્તિથી શરૂ કરીશું. પિંડસ્થ-પદસ્થ ધ્યાન. કાઉસ્સગ્નમાં ઇરિયાવહી સૂત્રો સ્પષ્ટ કરીને જઈશું. સ્થાન-વર્ણાદિ, છ આવશ્યક પ્રેકટીકલ કરીશું. સાધનાને સૈદ્ધાન્તિક રૂપ આપીને પ્રેકટીકલ બનાવીશું. પ્રભુનો અનુગ્રહ, સદ્દગુરુની આશીષ, સાધકનો થનગનાટ - આ ત્રિકોણથી સફળતા મળે જ. - ભગવાનનો અનુગ્રહ સતત ચાલુ જ છે. ચવા શિવ સૌ, શવા ગતિ સર્વ: ' - ઉપા. યશોવિજયજી . તીર્થકરો તો પ્રસન્ન છે જ, પણ એમાં રહેલો “મે' શબ્દ મહત્ત્વપૂર્ણ છે. આપણે તીર્થંકરનો પ્રસાદ ઝીલી શકતા નથી. એનું કારણ મનોગુપ્તિનો અભાવ છે. વિચારની ચાદર પર અનુગ્રહ ઝીલી ન શકાય. પતંજલિ : નિર્વિવાર – વૈશારે અધ્યાત્મ - સંપ્રસાઃ | - પ્રથમ સાધના નિર્વિચારની રહેશે. - મન વિના દ્રવ્યયિ: તુચ્છાઃ | ભાવક્રિયા બનાવવી હોય તો પ્રણિધાન પંચક સમજવું પડશે. ૨૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ બપોરે સમજીશું. - અત્યારે કાયમુર્તિથી શરૂ કરી વચન-મનગુમિમાં જઈશું. આપણે બડભાગી છીએ, પૂજ્યશ્રીએ અહીં ઠેઠ સુધી નિશ્રા આપી. પૂજયશ્રીની ઓરાનો લાભ મળશે. આવા સદ્ગુરુ વિના સીધી રીતે સાધનાને ઊંચકવી મુશ્કેલ છે. પૂજ્યશ્રી પધાર્યા તે કૃપા. રોકાયા તે મહાકૃપા. ગુપ્તિ એટલે વચ્ચે આત્મોપયોગનું સ્થિર થવું. કાયાના કંપનની વચ્ચે આત્મોપયોગમાં રહો તે ઈયસમિતિ. વચનના કંપનની વચ્ચે આત્મોપયોગમાં રહો તે ભાષાસમિતિ. ગોચરી વખતે આત્મોપયોગમાં રહો તે એષણાસમિતિ. લેતી-મૂકતી વખતે આત્મોપયોગમાં રહો તે આદાનનિક્ષેપણાસમિતિ. નાની નાની ચીજો પરઠવતી વખતે આત્મોપયોગમાં રહો તે પારિષ્ઠાપનિકાસમિતિ. સમિતિ-ગુપ્તિ એટલે આત્મોપયોગમાં ઠરવાનું સ્થાન. - વિમુત્પનાનાનિંગ કાય-વચનગુપ્તિ સરળ છે. કારણ કે કંપન વિના પ્રયત્ન કરો તો બેસી શકાય. આવશ્યક નિર્યુક્તિમાં “મિ, નિન્નો, કુત્તો વા !' ત્રણેય રીતે કાઉસ્સગ્ન થઈ શકે, એમ લખ્યું છે. . વિજ્ઞાન જૈન સિદ્ધાન્ત પાછળ દોડી રહ્યું છે. વિજ્ઞાન નાનો ભાઈ છે, જૈન સિદ્ધાન્ત મોટો ભાઈ છે. કાયગુપ્તિ તેમજ વાગુપ્તિ પણ સરળ છે. આજે મૌન હતા ને ? સાધનાથી વણા કલાક પહેલા મૌન રાખજો. - એક સાધકે કહ્યું હા કલાક પહેલા મૌન રાખજો. વાતો કરીને આવશો તો તમારું મન ૧૫-૨૦ મિનિટ સુધી કોમેન્ટ કર્યા જ કરશે. પ્રતિક્રમણ પણ આ જ રીતે કરો. ૧-૨ માળા ગણીને પ્રતિક્રમણ કરો. મનોગુપ્તિ કઠણ છે. ત્ર મ ઝ = = = = = = = = = ૨૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ વિચારોના જાળાને બાજુએ મૂકવા. મનને બે જ દિશાનો ખ્યાલ છે : વિચાર અથવા નિદ્રા. ત્રીજી અવસ્થા હવે અનુભવવી છે. જ્ઞાનસારે કહ્યું છે : તમારી કહેવાતી જાગૃતિ અને નિદ્રામાં કોઈ ફરક નથી. ' બન્નેમાં વિચાર છે જ. વિચારનું પગેરું શોધો. પગી શું કરે ? મેં એવા પગી જોયા છે જેઓ ઝાડ પરથી તાકત ભૂમિમાં જતા ચોરના પગલા ઓળખી લે. શુભનો વાંધો નથી. અશુભ વિચાર ન જોઈએ. - મંદિરમાં અમૃતરૂપ પ્રભુ પાસે પણ એક વ્યક્તિથી વિચાર બદલી જતો હોય છે. આતમ જ્ઞાને મન-વચન-કાય રતિ છોડ; તો પ્રગટે શુભવાસના, ધરે ગુણ અનુભવ કી જોડ.” - સમાધિશતક વચનાનંદ સેવો. વચન-રતિ છોડો. કાયાનંદ સેવો. કાય-રતિ છોડો. કોઈ કહે : સરસ ગાયું ! ને આપણે પ્રભુ-ભક્તિમાંથી અહમાં આવી જઈશું. “મેં સાધના ક્યાં કરી ? સાધના પ્રભુએ કરાવી” એમ ન કહી શકો ? “પ્રભુ ! તારો આભાર. તારા શબ્દો બોલવાની તક આપી.' એમ વ્યાખ્યાન પછી હું કહું. તારી સાધનાની પ્રશંસા લઈને પ્રભુ ! તું મને નિર્ભર બનાવી દે.' એમ પ્રભુને પ્રાર્થો. ઝેન આશ્રમમાં લખેલું હોય છે : No mind please. No sound please. મનના આધાર પર પ્રભુ-શબ્દો ન લઈ શકાય. માત્ર હૃદયથી જ પ્રભુ-શબ્દો લઈ શકાય. - જ્ઞાતતત્ત્વતા : બુદ્ધિથી. ૩૦ % = * * * * * * * * કહે, Page #63 -------------------------------------------------------------------------- ________________ આપ્તતત્ત્વતા : હૃદયથી મળે. - વચન-કાયાના આનંદમાં આપણે ઝુમવું છે. વચન-કાયાની રતિથી દૂર રહેવું છે, જેથી તુચ્છ બાબતો ગૌણ બની જાય. - નિદ્રામાં અજ્ઞાન, જાગૃતિમાં વિચાર - આના સિવાય મનને કાંઈ આવડતું નથી. सुत्ता अमुणी, मुणिणो सया जागरंति । નિદ્રા, વિચાર ન હોય ત્યારે જ પરમ જાગૃતિ આવી શકે. | ગુજિએફે સાધકને ઘડીયાળ આપીને કહ્યું : “સેકન્ડ કાંટાને સતત બે મિનિટ સુધી અપલક જો. બે મિનિટ પછી - સેકંડ કાંટાના જોનારને તું જો.” દશ્યોમાં અટવાઈ ગયેલા આપણે દષ્ટાને ભૂલી ગયા છીએ. - આપણે જ્ઞાનને લઈને શેયમાં ડૂબીને રાગી-દ્વેષી બનીએ છીએ. જ્ઞાની દયથી-શૈયથી અળગો રહે છે. આ જ તફાવત ગમા-અણગમા વધારતું રહે તે સાચું જ્ઞાન નથી. માત્ર જોવાતું હોય તે મુક્તિ છે. દશ્યોમાં અટવાઈ જવું તે સંસાર છે. • જિન-ગુણદર્શનથી આત્મ-ગુણદર્શન, સમવસરણ ધ્યાન વખતે જોઈશું. - મનના સ્તર પરથી મનને આજ્ઞા કરો તો મન ક્યાંથી માને ? ગુલામ ગુલામનું ન માને, શેઠનું માને. મનથી ઉપર ઊઠીને આત્માના સ્તરથી આજ્ઞા કરો તો મન કેમ ન માને ? ફ્રોઈડ મહા મનોવૈજ્ઞાનિક. ક્રોઈડ પત્ની સાથે એક વખત બાગના બાંકડામાં બેઠેલો. પત્ની : બાબો ખોવાઈ ગયો. ક્યાં ગયો ? મન પણ બાબો છે. મમ્મીને બાળકનો ખ્યાલ હોય. * * * * * * * * ૩૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ તમને ખ્યાલ છે ? ફ્રૉઈડ : તે બાબાને ક્યાંક ન જવાનું કહેલું ? પત્ની : ફુવારા પાસે જવાની ના પાડેલી. ફ્રોઈડ : હા, તો ત્યાં જ બાળક મળશે. ખરેખર, બાળક ત્યાં જ મળી ગયું. મન આપણું આવું છે : ના પાડો ત્યાં જાય. દેહમાં માત્ર રહેવાનું છે, રમવાનું નથી. તો જ દેહાધ્યાસથી દૂર થવાશે. સાધના શરૂ થશે. પ્રાયોગિક ધ્યાન શરૂ. સૌ પ્રથમ પ્રભુ - અનુગ્રહ માટે : ગણિ મહોદયસાગરજી : चउव्विसंपि जिणवरा तित्थयरा मे पसीयंतु । કરોડરજ્જુ ટટ્ટાર. આંખો બંધ. ખુલ્લી આંખે પરનો પ્રવેશ થાય છે. શ્વાસની શુભ્ર દિવાલ પર કોઈપણ વિચારનો પડછાયો પડશે. શ્વાસ જડ-ચેતન વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખા છે. લોગસ્સમાં આ શ્વાસ-સાધના કામ લાગશે. શ્વાસ લો. રાખો. મૂકો. છે “બુદ્ધની ધારામાં વહી જઈશ તો તું જ ખોવાઈ જઈશ. પછી પ્રશ્નો ક્યાં રહેવાના ? પ્રશ્ન પૂછવા હોય તો હમણાં જ પૂછ. પછી નહિ.” બુદ્ધ પાસે જનારને એક જણે કહેલું. જ આપણે બીજાને પ્રભાવિત કરવા માટે મોટાભાગે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. મેં કેટલું સરસ વિચાર્યું ? મેં કેટલું સરસ કહ્યું ? તમે એમ જ વિચારી રહ્યા હો છો. કોઈપણ વિચાર મૌલિક હોતો નથી. બીજાના વિચાર પર માત્ર તમે સહી કરી દો છો. દેહ-મન-વચન-પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે.' - ઉપા. યશોવિજયજી. અમૃતવેલ. - વિચાર પૌગલિક છે. તમે પૌલિક નથી. વિચાર પરાયી ઘટના છે. અનુભૂતિ જ સ્વની છે. - કયા બારણામાંથી કયો વિચાર આવ્યો તે મોટે ભાગે ૩૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસરિ-૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ આપણે જાણી શકતા નથી. મંદિરમાં વિચારને મૂકીને જાવ છો ? વિચારના પોટલાને બહારના ઓટલા પર મૂકીને મંદિરમાં જાવ. ધ્યાનની પ્રારંભિક ભૂમિકામાં મન વિચારથી ભરેલું છે, તેની ભાળ મળે છે. આપણી માન્યતાઓ બદલવા જેવું ઘણું બન્યું આપણે માનતા હતા કે પરદેશ ગયેલા આપણા સંતાનો યુવાનો માંસાહાર કરતા હશે. મદિરાપાન કરતા થઈ ગયા છે વગેરે. એમાં કંઈક તથ્થાંશ હોવા છતાં આજે આવા તત્વજ્ઞાનના અભ્યાસ વડે રૂડા જીએ જે પચાવ્યું છે, અને તત્ત્વજ્ઞાન મેળવ્યું છે. તે ભલે અલ્પ સંખ્યામાં હોય પણ અહીંના ઘણા શ્રાવકો જે જાણતા નથી તેવું જ્ઞાન ત્યાં વિકાસ પામ્યું છે. કેટલાયે જીવોએ ધર્મ પચાવ્યો છે. આજે હજારો બાળકો પાઠશાળામાં જ્ઞાન મેળવી રહ્યા છે. ભક્તિ રસ પણ ખૂબ વિકાસ પામ્યો છે. લોકોના જીવનમાં એક મહાન વળાંક આવતો જાય છે. દાન-પરોપકાર જેવી વૃત્તિઓ ભારતના જેવી જ આકાર લઈ રહી છે. અર્થાત કહેવું જોઈએ કે ત્યાંના જીવ પણ ધર્મ પામવાને પાત્ર છે. તે સર્વેને પૂજ્યશ્રી જેવાના આશીર્વાદ છે. પછી પાત્રતા કેળવાય ને ! ૧૯૯૯માં પૂજ્યશ્રીને હૈદ્રાબાદમાં વંદનાર્થે જવાનું થયું. ત્યાં સાધનાની વાત થઈ, પછી મેં પૂછયું કે “સાહેબજી ! હવે પરદેશ જવું નથી. સ્વ-આરાધના કરવી છે.” પૂજ્યશ્રી : “પરદેશ સાધુ જઈ ન શકે, તમે ત્યાંના ધર્મ જિજ્ઞાસુઓને પોષણ આપો. આ સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિ છે. તત્ત્વજ્ઞાન લઈ જાવ, ત્યાં પૂરા પ્રેમથી આપો. ખૂટે તો પાછું લઈ જજે.” નિદૉષ હાસ્યભર્યા આ વચનો એ આશીર્વાદ હતા. જાણે પૂજ્યશ્રીના શુભાશીષ મળ્યા હોય તેમ ત્યાંના જિજ્ઞાસુઓ વત, નિયમોનું પાલન, સામાયિક, ઘરમાં જ નાના મંદિરે રાખી દર્શન નવકાર મંત્રના જપ કરતા થયા છે. વ્યસન અને અભક્ષ્યાહાર તો તેમને અડકી શકે તેમ નથી. પરંતુ તેના મિત્રોને પણ તેઓ તેમાંથી પાછા વાળવા જેવી શક્તિ ધરાવતા થયા છે. પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજીનો ગ્રંથ “આત્મઉત્થાનનો પાયો' લગભગ પાંચસો જેવા કુટુંબમાં પ્રસાર પામ્યો છે. તેના સ્વાધ્યાયની સેકડો કેસેટો ઘરે-ઘરે ગુંજતી થઈ ગઈ છે. આમ હજારો માઈલ દૂર શ્રી મહાવીર ભગવાનના સાચાં વાસ્સોને પૂજ્યશ્રીની વાત્સલ્યનિધિ અને તત્વલમ્બિનું પ્રદાન એ મહાસભાગ્ય છે. જેઓ તેનાથી વંચિત છે તેમની અનુકંપા કરીએ. ગુરુકૃપા તેમના પર વરસે. - સુનંદાબેન વોરા કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૩૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ ભા. વદ-૯ ૨૨-૯-૨૦૦૦, શુક્રવાર པ་ལ༤༤ ભગવાનને હાથ તરીકે સ્વીકારો એટલે બેડો પાર ! - આગમનું જ્ઞાન વધે તેમ ગુણોનો વિકાસ થાય. અજ્ઞાતા જ્ઞાત सति वस्तुनि अनन्तगुणा श्रद्धा મવતિ ! એટલે જ “અભિનવ પદ ૨૦ સ્થાનકમાં જ્ઞાનપદથી અલગ મૂક્યું છે. જ્ઞાનસારમાં જ્ઞાન માટે (જ્ઞાન, શાસ્ત્ર, અનુભવ) ટાણ અષ્ટકો છે. જ્ઞાનથી શ્રદ્ધા અપૂર્વ બનતી જાય તેમ કર્મક્ષય પણ અપૂર્વ બનતો જાય. બહુ કોડ્યો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ; જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કર્મ ખપાવે તેહ.” પણ એ ભાવનાજ્ઞાન હોવું જોઈએ. ભાવનાજ્ઞાન માત્ર શિબિરોમાં જવાથી ન આવે, વર્ષોની સાધનાના પરિપાકથી આવે. ૩૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ અત્યારે આપણે તીર્થકર ભગવાન કેવા છે, તેનો પરિચય ગણધરોની સ્તુતિના માધ્યમથી કરી રહ્યા છીએ. એના પરની હરિભદ્રસૂરિજીની લલિત - વિસ્તરા ટીકા અભુત છે. આ ટીકા મળતાં હું તો એમ માનું છું કે સાક્ષાત્ હરિભદ્રસૂરિજી મળી ગયા. કદાચ સાક્ષાત્ હરિભદ્રસૂરિજી મળી ગયા હોત તો પણ તેઓ આટલું ન સમજાવત. એટલે કે સમજાવવાનો એમની પાસે ટાઈમ ન હોત, પણ એમની આ ટીકા ગમે તેટલી વાર તમે વાંચી શકો, એના પર ચિંતન કરી શકો. ગ્રન્થ એટલે ગ્રન્થકારનું હૃદય જ સમજી લો. આ જ વાત ભગવાનમાં પણ લાગુ પડે. ભગવાનના આગમ મળતાં સાક્ષાત્ ભગવાન મળી ગયા, એમ લાગવું જોઈએ. પ્રેમીનો પત્ર મળતાં હૃદય પ્રમુદિત બની ઊઠે, તેમ ભગવાનની વાણી મળતાં ભક્તનું હૃદય પ્રમુદિત બની ઊઠે છે. ભગવાન તીર્થંકર છે, તેમ તીર્થસ્વરૂપ પણ છે. માર્ગદાતા છે, તેમ સ્વયં પણ માર્ગ છે. त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः - ભક્તામર. તાહરું જ્ઞાન તે સમક્તિ રૂપ, તેહિ જ જ્ઞાનને ચારિત્ર તેહ છેજી.’ - પૂ. ઉપા. યશોવિજયજી. તીર્થ સાથે અભેદ કરવો એટલે આગમ અને ચતુર્વિધ સંઘ સાથે અભેદ કરવો. (૨૦) નો પુત્તમાdi | સિદ્ધ આદિ ચાર પણ લોકોત્તમ કહેવાય અને ભગવાન પણ લોકોત્તમ છે તો ફરક શો ? એ અપેક્ષાએ તો ભગવાન ઉત્તમોત્તમ છે. (જુઓ તત્ત્વાર્થકારિકા. ત્યાં ઉત્તમોત્તમમાં માત્ર તીર્થકરો જ લીધા છે.) ઠાણંગમાં ૪ ભાંગા છે : જેમનામાં માત્ર પરોપકાર હોય તે ભાંગામાં તીર્થંકર ઘટે છે. “વોત્તમો નિષ્પતિસ્વિમેવ' ભગવાન અપ્રતિમ લોકોત્તમ છે. ઝ ઝ = = = = = = = = = = = ૩૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ ‘સિદ્ધસિદ્ધર્મમયજ્વમેવ ' આ પંક્તિમાં સિદ્ધ, મુનિ અને ધર્મ આવી જ ગયા છે. (સિદ્ધ + ઋષિ + સદ્ધર્મ) એ તીર્થંકરનો તમે સંગ કરો. એમના જેવા બનશો. ‘ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતોજી.” લોઢા જેવી ચીજ પણ સુવર્ણરસના સ્પર્શથી સોનું બની જાય. જિન ગુણ ભક્તિ રત ચિત્ત વેધક રસ ગુણ-પ્રેમ; સેવક જિનપદ પામશે, રસધિત અય જેમ.” - પૂ. દેવચન્દ્રજી. પ્રભુ-ગુણોનો પ્રેમ એ જ વેધક-રસ છે. એનો સ્પર્શ થતાં આ કાળમાં પણ પામર પરમ બની શકે છે. પત્થર કે લોઢા જેવો આત્મા પ્રભુ-ભક્તિમાં મશગુલ બને છે, ત્યારે તે સ્વયં પ્રભુ બની જાય છે. ધ્યેયમય ધ્યાતા બની જાય ત્યારે સમાધિ આવે. ધ્યાનમાં ત્રણેયની ભિન્નતા હોય છે, પણ સમાધિમાં તો ત્રણેય (ધ્યાતા, ધ્યેય, ધ્યાન) એક બની જાય છે. આ ભક્તિનો રંગ લગાડવા જેવો છે. આપણી યોગ્યતા પ્રમાણે ભલે એનું ફળ મળે, પણ મળે ખરું ! (૨૨)નો નાહા ! વિશ્વમાં ભગવાન સર્વશ્રેષ્ઠ નાથ છે. ભગવાન જેવા નાથ મળ્યા છતાં આપણે અનાથપણું કેમ અનુભવીએ છીએ ? ભગવાન તો નાથ બનવા તૈયાર છે, પણ આપણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારતા નથી. નાથની જવાબદારી છે : જે વસ્તુ તમારામાં ખુટે તે પૂરતી કરે. કોઈ પણ કાળ કોઈ પણ ક્ષેત્રમાં ભગવાનની યોગક્ષેમની જવાબદારી છે. ભગવાન કદી ના ન જ કહે. ફોનથી ઈષ્ટ વ્યક્તિનો સંપર્ક થાય કે ન પણ થાય, પણ ભગવાનને યાદ કરો તો તેઓ આવે જ, કદી ના ન પાડે. તમારું એ યોગક્ષેમ કરે જ. અનુત્તર વિમાનના દેવો પ્રશ્ન કરે તે જ ક્ષણે ભગવાન તેમને જવાબ આપે છે. ૩૬ * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : કેમ તેઓ નીચે ન આવે ? પૂજ્યશ્રી ઃ તેમનો તેવો કલ્પ છે. આવા ઉપકારી, કરુણાના સાગર ભગવાન આપણને નાથ તરીકે મળી ગયા, એ આપણું કેટલું મોટું સૌભાગ્ય ગણાય ? છતાં ભગવાનને મળવાનો સમય આપણને ઓછો મળે છે ! હવે હરિભદ્રસૂરિજીના શબ્દોમાં નાથનો અર્થ જોઈએ. ભગવાન ભવ્ય જીવોના નાથ છે. સંસારી જીવોને સતાવનાર-સંતાપ ઊભો કરનાર રાગ-દ્વેષાદિ શત્રુઓ છે. રાગદ્વેષાદિ આપણી અંદર જ રહે છે. એટલે ઘણીવાર ખબર પણ ન પડે કે આચાર્ય ભગવંત કહે છે કે રાગાદિ કહે છે ? માટે જ માથે ભગવાન કે ગુરુ રાખવા જરૂરી છે. ઘણીવાર મોહ જ એમ સમજાવે : હું જ નાથ છું. પીડાના મુખ્ય કારણો ત્રણ છે: રાગ, દ્વેષ અને મોહ. તેનાથી ભગવાન ભવ્યાત્માને બચાવે છે. જેમનું બીજાધાનાદિ થઈ ગયું હોય તેવા જ ભવ્ય જીવો અહીં લેવાના. આદિથી ધર્મશ્રવણ આદિ લેવાના. આવા ભગવાનને નાથ તરીકે સ્વીકારો એટલે બેડો પાર. હેમચન્દ્રસૂરિજી કહે છે : હું દાસ છું. નોકર છું. કિંકર છું. સેવક છું. આપ માત્ર “હા” કહો એટલે પત્યું ! હવે જો ભગવાન નાથ છે તો કોણ હેરાન કરી શકે ? સરકાર તમને સુરક્ષા આપે તો તમને ખતરો કોનો ? ખતરાને દૂર કરવાની જવાબદારી સરકારની છે. ભગવાન તો સરકારની પણ સરકાર છે. સરકારની સુરક્ષામાં તો હજુયે કચાશ હોય, અહીં જરાય કચાશ ન હોય. બીજાધાન ન થયું હોય તેવાના જીવોના નાથ ભગવાન બની શકતા નથી. દુનિયામાં ઘણાય નાથ બનવા જાય છે, પણ ભગવાન સિવાય નાથ કોણ બની શકે ? અનાથી મુનિને શ્રેણિકે કહેલું : હું તમારો નાથ બનું કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ ત્યારે અનાથી મુનિએ કહ્યું : તમે સ્વયં અનાથ છો, તો બીજાના નાથ શી રીતે બની શકશો ? મેં તો ભગવાનને નાથ કર્યા છે. શ્રેણિક ત્યારે સમકિત પામ્યો. ભગવાન વગરનું જગત અનાથ છે. ગુરુનું જ્યારે આપણે નથી માનતા ત્યારે ભગવાનને નાથ તરીકે નથી સ્વીકારતા. કારણ કે ગુરુ સ્વયં તરફથી નહિ, ભગવાન તરફથી બોલે છે. તાપી નદી પરના પુલથી તમે ચાલતા હો ને રસ્તામાં જ પુલને તમે છોડી દો, કૂદકો લગાવો તો પુલ શું કરી શકે ? ભગવાનને તમે છોડી દો, ભગવાન શું કરી શકે ? “નામાદિક જિનરાજના રે, ભવસાગર મહાસેતુ.” નામ-સ્થાપના આદિ ચાર ભવ-સાગરમાં સેતુ (પુલ) છે. ભગવાન ભલે નથી, પણ એમનો પુલ વિદ્યમાન છે. ભગવાનને નાથ તરીકે સ્વીકાર્યા પછી ભક્ત ભગવાનને ઉદ્દેશીને અનેક વિનવણીઓ - કાલાવાલા કરી શકે છે. ભક્તનો એ અધિકાર છે. ભગવદ્ ! તમે તો રાગ-દ્વેષાદિ છોડીને મોક્ષે પહોંચી ગયા, પણ મારું શું ? રાગ-દ્વેષાદિ તમારાથી છૂટીને મને વળગ્યા છે. ભગવન્! મને બચાવો.' ક્યારેક ભક્ત ભગવાનને આવો ઉપાલંભ આપે છે. તેમાં પણ ભગવાનનો નાથ તરીકેનો સ્વીકાર જ છે. હવે નક્કી કરો : ભગવાન રૂપ આ પુલને છોડવો નથી જ. અહીં સુધી પહોંચ્યા છીએ તે આ પુલને આધારે જ. હવે પુલની ઉપેક્ષા નથી કરતાને ? કાઉસ્સગ્ન નવકારવાળી વગેરે ક્યારે કરો ? ભક્તો વગેરે બધાની મુલાકાત પતાવીને પછી કરો ? ઊંઘ આવતી હોય ત્યારે ? મારા જેવા પહેલા ટકોર કરતા હતા, પણ કહી કહીને થાક્યો. આવા ભગવાન મળ્યા પછી પ્રમાદ ? આ શરીરનો શો ભરોસો ? હું પોતે ૩-૪ વાર મરતો બચ્યો છું. ' ૩૮ * * * * * * * * * * * ? Page #71 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૧૬માં સૌ પ્રથમ જીવલેણ માંદગી આવી. ડૉકટરે કહ્યું : T.B. છે. સોમચંદ વૈદ કહે : T.B. - B.B. કાંઈ નથી. મારી દવા લો. કહેવું પડે. ભગવાને જ વૈદને તેવી બુદ્ધિ આપીને આઠ દિવસમાં છાસ દ્વારા ઊભો કરી દીધો. બીજી માંદગી મદ્રાસમાં આવી. મેં રાત્રે કલ્પતરુવિજયને કહી દીધું : “હું જાઉં છું. બચવાની શક્યતા નથી.' મુહપત્તીના બોલ પણ હું ભૂલી ગયેલો. વેદના ભયંકર ! પટ્ટ વખતે શાન્તિ પણ બોલી શકે નહિ. પણ ભગવાન બેઠા છે ને ? એમણે બચાવી લીધો. આવા ઉપદ્રવોમાંથી બચાવનાર ભગવાન જ ને ? તે વખતે મને થયેલું : પ્રભાવનાના નામે આ ક્ષેત્રમાં હું ક્યાં આવ્યો ? તે વખતે કલ્પના પણ ન્હોતી કે હું સાજો થઈ જઈશ અને ગુજરાત – કચ્છમાં આવીને હું પાછો વાચના આપીશ. પણ ભગવાને મને બેઠો કર્યો. આજે તમે વાચનાઓ પણ સાંભળી રહ્યા છો. આવા ભગવાનને હું શી રીતે ભૂલી શકે ? હું તો મારા અનુભવથી કહું છું : બાહા-આંતર આપત્તિઓમાં ભગવાન રક્ષણ કરે જ છે. જીવનમાં ખુટતી આધ્યાત્મિક શક્તિઓને પૂરતી કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે યા તો વ્યક્તિ મળે યા પંક્તિ મળી જાય. નવકાર ગણીને હું પુસ્તક ખોલું. જે નીકળે તેમાં ભગવાનનો આદેશ સમજી હું અમલ કરું અને સફળતા મળે. અત્યારે ભગવાન સિવાય મને કોનો આધાર છે ? અનુભવથી કહું છું ઃ ભગવાન સતત યોગ-ક્ષેમ કરતા જ રહે છે. ઠેઠ મોક્ષ સુધી સતત યોગક્ષેમ કરતા જ રહે છે. બીજાધાનવાળા ભવ્યોના જ ભગવાન નાથ બને તો ભગવાનનો મહિમા ઓછો ન કહેવાય ? નહિ, ભગવાનનો મહિમા ઓછો ન કહેવાય. આ જ વાસ્તવિકતા છે. આ નિશ્ચયિક સ્તુતિ છે. - ભગવાન કહે છે : તીર્થ સ્થાપના કરીને મેં કાંઈ ઝ ઝ * * * * * * = = • = ૩૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ મોટું કામ નથી કર્યું. તમારા સૌ જીવોનો અનંત ઉપકાર છે. હું ઋણમુક્તિ કરી રહ્યો છું. પણ ભગવાનનો નય આપણાથી ન લઈ શકાય. શિક્ષક ભલે કહે : “તારામાં બુદ્ધિ હતી માટે તું ભણ્યો છે. ભણાવનાર હું કોણ ?' પણ વિનીત વિદ્યાર્થી આવું ન માની શકે. અપ્રાપ્ત ગુણોને મેળવી આપવા તે યોગ. પ્રાપ્તની રક્ષા કરવી તે ક્ષેમ. બન્ને કરે તે નાથ. - નાથ શબ્દનો ઉપયોગ ક્યાં ક્યાં થયો છે ? ગયફ નાઝીવ માં, 1 ચિંતામણિ માં, જયવીયરાયમાં ઠેર ઠેર નાથ શબ્દનો પ્રયોગ થયો છે. પણ આપણી નજર નથી ગઈ. શક્રસ્તવમાં લખ્યું : ભગવાન પરનો પ્રેમ તે સર્વ સંપત્તિઓનું મૂળ છે. ભગવાન સિવાયના વ્યક્તિ અને વસ્તુ પરથી પ્રેમ ઘટે તો જ ભગવાન પરનો પ્રેમ સાચો ગણાય. વ્યવહારથી બધા સાથે સંપર્ક હોય, પણ ભક્તને ભગવાનથી અધિક પ્રેમ બીજે ક્યાંય ન જ હોય. ભગવાન પ્રત્યે પૂર્ણરાગ પ્રગટાવો. પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ બહુ અદ્દભુત ! હૃદયને આદ્ર બનાવી દે તેવું સાંભળવા મળ્યું. પૂજ્યશ્રી : હવે તે બીજાને આપજો . પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : આપે જ યોગ કરી આપ્યો છે. ક્ષેમ પણ આપે જ કરવાનું છે. પૂજ્યશ્રી : યોગક્ષેમ કરનારા ભગવાન છે. હું કોણ ? પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : અમારા માટે તો આપ જ છો. ૪. * * * * * * * * * * * * * કહે, Page #73 -------------------------------------------------------------------------- ________________ કરતા હતા. આજે પણ છે ર ભા. વદ-૧૦ ૨૩-૯-૨000, શનિવાર નિંદા કરવી એટલે બીજાનું જીવતે જીવ મૃત્યુ કરવું. “નનો તિસ્થ' કહીને તીર્થકર સ્વયં તીર્થની મહત્તા બતાવે છે. તીર્થ મોટું કે તીર્થંકર મોટા ? એનો જવાબ આ નમસ્કારમાં આવી જાય છે. તીર્થકર સિવાય બીજું જવાબ આપી પણ કોણ શકે ? “હું તીર્થકર બન્યો છું આ તીર્થના જ પ્રભાવથી” – એમ એમનો નમસ્કાર કહે છે. ચક્રી ધર્મ તીરથ તણો, તીરથ ફલ તતસાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર રે.” - આનંદઘનજી. - લોકમાં સા૨ભૂત તત્ત્વ આત્મા છે. આત્માનો સાર ચારિત્ર છે. ચારિત્રા વિના મુક્તિ નથી. આત્માનો અનુભવ તે ચારિત્ર છે. - વ્યવહા૨-નિશ્ચય બશે * * * * * * * * * * * * ૪૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ પંખીની પાંખની જેમ જોડાયેલા છે. બન્ને જોડાયેલા હોય તો જ મુક્તિ-માર્ગે ઉડ્ડયન થઈ શકે. નિશ્ચયને હૃદયમાં રાખી વ્યવહારનું પાલન કરવાનું છે : નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરીજી, જે પાળે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવ-સમુદ્રનો પાર.’ - પૂ. ઉપા. યશોવિજયજી. નિશ્ચય પામવા માટે જ વ્યવહાર છે. નિશ્ચય (ધ્યેય) નક્કી કરીને કોઈપણ પ્રવૃત્તિ આપણે કરીએ છીએને ? એકલા વ્યવહાર કે એકલા નિશ્ચયથી મુક્તિમાર્ગે ન ચાલી શકાય. આ વાત એક્સિડેન્ટ પછી મને સારી રીતે સમજાઈ. જમણો પગ તૈયાર હતો, પણ ડાબો પગ તૈયાર ન થાય ત્યાં સુધી ચાલવું શી રીતે ? બન્ને પગ બરાબર હોય તો જ ચલાય, નિશ્ચય-વ્યવહાર બન્ને હોય તો જ મુક્તિમાર્ગે ચલાય, એમ મને બરાબર સમજાવવા જ જાણે આ ઘટના આવી પડી ! આનંદઘનજીના જમાનામાં એમને ઓળખનારા ખૂબ જ ઓછા હતા. સામાન્ય લોકો સમજતા હતા : આનંદઘનજી એટલે એક ૨મતારામ સાધુડો ! એ તો જાણકારોએ જ એમને ઓળખેલા ! કોઈપણ યુગમાં તત્ત્વદૃષ્ટાની આ જ હાલત હોવાની! જેમના પર આનંદઘનજી, દેવચન્દ્રજી, યશોવિજયજીના સાહિત્યની અસર છે, તેઓ તો તેમને ભાવથી ગુરુ માનવાના જ. બન્ને પગ ચાલે ત્યારે કોઈ અભિમાન ન કરે. હું મોટો કે તું નાનો એવો કોઈ ભાવ ત્યાં નથી. એક પગ આગળ રહે ને બીજો પગ સ્વયં પાછળ રહી તેને આગળ કરે. આવા મોટા આચાર્ય ભગવંત (હેમચન્દ્રસાગરસૂરિજી) બેઠા છે, તો મારે બધું કહેવું પડે ને ? પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ શા માટે મશ્કરી કરો છો ? કાલથી ન આવું ? પૂજ્યશ્રી : જરૂર પધારો. તમે મુંબઈ વગેરેને ગજવો છો. અવાજ મોટો છે. મારો અવાજ તો ક્યાં પહોંચે ? * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૪૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ મુનિ ભાગ્યેશવિજયજી : ગળું બેસી જાય ત્યારે અમારે ત્યાં માણસો ભેગા થાય. આપના દર્શનાર્થે લાખો માણસો ભેગા થાય. પૂજ્યશ્રી ઃ માણસો ભેગા થાય તેમાં તેઓ ભગવાનને જોવા આવે છે, મને નહિ. આ તો ભગવાનનો પ્રભાવ છે. એ લોકો વધુને વધુ ધર્મ પામે, એવો મને લોભ હોય ખરો. આથી હું વધુને વધુ નિયમો માટે આગ્રહ રાખું. આપણે વાણિયા ખરાને ? પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : એમાં પણ મારવાડી ? પૂજ્યશ્રી ઃ એ અર્થમાં જરૂર કહી શકો. મારવાડી ઉદાર પણ હોય છે, તે યાદ રાખજો. મદ્રાસમાં ૨૦ ક્રોડની આવક કરી આપનાર મારવાડી હતા. મારવાડમાં નાની મારવાડના વધારે ઉદાર. અમે મોટી મારવાડના. ત્યાં એટલી ઉદારતા નહિ. - સમ્યક્ત્વ મોહનીયના પુગલના પ્રભાવે પ્રભુદર્શનના નિમિત્તે અંદર આનંદ થતો હોય છે. આઠેય કર્મોનો ઉદય દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રયીને થાય છે. દા.ત. બ્રાહ્મી ઔષધિથી જ્ઞાનની વૃદ્ધિ થાય. ભેંસનું દહીં વગેરેથી બુદ્ધિ બુઠ્ઠી બને. એ પુદ્ગલો પણ જ્ઞાનાવરણીય કર્મ તોડવામાં સહાયક બને છે, તેમ સમ્યક્ત્વ મોહનીયના પુગલો પ્રભુ-દર્શનમાં થતા આનંદમાં સહાયક બને. પ્રતિમાના શાન્ત પરમાણુના આલંબને આપણી ભીતર શાન્ત આંદોલનો જન્મે છે. • ચાલવા છતાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચતા નથી તેનું કારણ નિશ્ચય-વ્યવહારનું સમ્યગૂ આલંબન નથી લેતા, તે છે. અત્યારે આપણે નિશ્ચય સાવ જ ભૂલી ગયા છીએ. “હું શુદ્ધાત્મા છું.” એવી વિચારધારામાં આપણને મિથ્યાત્વ દેખાય છે, પણ શરીરમાં જ આત્મબુદ્ધિ છે, તેમાં મિથ્યાત્વ દેખાતું નથી. જ્ઞાનસાર એમને એમ નથી બનાવવામાં આવ્યો. ‘ જે સાઓ અપ્પા ' આ શ્લોક એમને એમ નથી બનાવ્યો. * * * * * * * * * ૪૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ સંથારા પોરસીમાં રોજ નિશ્ચય યાદ કરાવવામાં આવે છે, પણ યાદ કરે છે કોણ ? ૪. ઊંઘમાં, એકલા-એકલા સંથારા પોરસી ભણાવનારા સાંભળી લે કે સ્વાતંત્ર્ય એ જ મોહનું – પાતંત્ર્ય છે. ગુરુનું પારતંત્ર્ય એ જ સાચું સ્વાતંત્ર્ય છે. કોઈની ભૂલ કદી જાહેરમાં ન કહેવાય, એકાન્તમાં જ કહેવાય. કોઈની ટીકા કરતા પહેલા વિચારજો. જાહેરમાં બોલશો તો પેલાના હૃદયમાં તમારા પ્રત્યે આદર જ નહિ રહે. આદર જ નહિ રહે તો તમારું માનશે શી રીતે ? ભૂલ કાઢવાના નામે નિંદામાં સરકી જવું ઘણું સહેલું છે. નિંદા કયા દરવાજેથી આવી જાય, તેની ખબર પણ નહિ પડે. મરી જજો, પણ કોઈની નિંદા નહિ કરતા, નિંદા કરવી એટલે બીજાનું જીવતે જીવ મૃત્યુ કરવું. આટલા વર્ષો પૂ.પં.ભદ્રંકર વિ.મ. પાસે રહ્યા છીએ, પણ એમના મુખે કદી કોઈની નિંદા સાંભળી નથી. જ્ઞાનીની પરખ ક્રિયાથી થાય છે. જ્ઞાન વધુ તેમ ક્રિયા વધુ ! હેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ.' - પૂ. ઉપા. યશોવિજયજી. જ્ઞાન અમૃત છે. ક્રિયા ફળ છે. એ બન્નેથી જ સાચી તૃપ્તિ મળે. જ્ઞાની અલિપ્ત હોય, પણ જ્ઞાની કોણ ? ત્રિગુપ્તિએ ગુપ્ત જ્ઞાની છે. એક પણ ગુપ્તિથી ગુપ્ત નથી તે સાચો જ્ઞાની નથી. ત્યાં સુધી આવો અધિકાર નથી. જો કે અભ્યાસ કરવાનો બધાનો અધિકાર છે. જેમકે પરમ દિવસે યશોવિજયસૂરિજીએ ગુપ્તિની વાત કરેલી. પાંચ સમિતિના પાલનમાં તત્પર બન્યા પછી ગુપ્તિમાં જઈ શકાય. ધારીએ તો સમિતિનું પાલન સરળ છે. ચાલતાં નીચે જોઈને ચાલો, તો ઈર્યાસમિતિ આવી જશે. ૪૪ * * * * * * * * * * * * * ક Page #77 -------------------------------------------------------------------------- ________________ બોલતાં ઉપયોગપૂર્વક હિત-મિત-પધ્ધ-પ્રિય જરૂરી બોલો તો ભાષાસમિતિ આવી જશે. ગોચરી કરતા હોઈએ ત્યારે બોલવાની જરૂર ક્યારે પડે ? જરૂર પડે ત્યારે જ બોલો છો ને ? બિનજરૂરી નથી બોલતાને ? ભાષાસમિતિમાંથી જ વચન-ગુમિમાં જવાશે. પૂ. ભાગ્યેશવિજયજી : ગુપ્તિ ઉત્સર્ગ છે. સમિતિ અપવાદ છે. પહેલા ઉત્સર્ગ ન હોય ? પૂજ્યશ્રી : અપવાદ-ઉત્સર્ગની પછી વાત કરજો. અત્યારે મને વર્ણન કરવા દો. વિષયાન્તર થઈ જશે. ૪૨ દોષ ટાળીને ગોચરી લઈએ તો એષણા સમિતિ આવશે. એવું ન બની શકતું હોય તો મનમાં દુ:ખ તો લાગવું જ જોઈએ. આવો સાધક બીજીવાર સ્વાદિષ્ટ વસ્તુ ન મંગાવે. લેતાં-મૂકતાં જયણા આવી જાય તો એષણા સમિતિ આવશે. લેતાં-મૂકતાં ઉપયોગ ન રાખ્યો તો સ્વ-પરને નુકશાન થશે. બીજો જીવ મરી જશે. વિંછી વગેરે ડંખ મારે તો જાતને પણ નુકશાન. | ગઈકાલની જ વાત કરું. દાબડીઓ હાથમાં લેતાં અંદર કચરો દેખાયો. જાળવીને હાથમાં લીધો, પણ પછી એ ઊડ્યો. એ મચ્છર હતો ! પ્રશંસાની વાત નથી કરતો. હમણા સ્વપ્ર આવેલું : સ્વમમાં મેં જોયું કે ચારે બાજુ નિગોદ હતી. પગ ક્યાં મૂકવો ? તે સવાલ હતો. મેં જાળવીને થોડી જે નિગોદ-રહિત જગ્યા હતી ત્યાં પગ મૂક્યો. વિ.સં. ૨૦૧૧માં રાધનપુર ચાતુર્માસમાં કારસૂરિજીએ પ્રશ્ન પેપરમાં બુદ્ધિપૂર્વકનો પ્રશ્ન પૂછાવેલો : ઊંઘમાં મુનિને ગુણઠાણું હોય કે જાય ? મતલબ કે ઊંઘમાં પણ જાગૃતિ જોઈએ. તો જ ગુણઠાણું ટકી શકે. છે એટલું નક્કી કરો : ચાલતાં અને વાપરતાં બોલવું નહિ. તો વચનગુપ્તિનો અભ્યાસ થશે. અત્યારે મૌન રહેશો તો એકઠી થયેલી શક્તિ વ્યાખ્યાન વખતે કામ લાગશે. ગૃહસ્થો > * * * * * * * * * * ૪૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ કમાણી ગમે તેમ વેડફી નાખતા નથી, આપણાથી બોલ-બોલ કરીને ઊર્જાનો દુર્વ્યય શી રીતે કરી શકાય ? અંધારામાં પુસ્તક વાંચતાં જોઈ પૂ. આચાર્યદેવ કનકસૂરિજીએ મને ટોકેલો : “આંખ ખોવી છે ? તે દહાડે નજર ઘટી જશે.' મને ત્યારે પૂ. આચાર્યશ્રીએ બાધા આપેલી. એના જ યોગે આજે આંખો સારી છે. ઘણા પૂછે છે: આપને વાંચતા ચશ્માની જરૂર નથી પડતી ? તમારા દર્શન માટે જરૂર પડે છે, વાંચવા માટે નહિ. નવસારીમાં રત્નસુંદરસૂરિજીએ પૂછેલું : હમણાં સુધી ચશમા ન્હોતા પહેર્યા. હવે કેમ પહેર્યા ? મેં કહેલું : શ્રી સંઘના દર્શન માટે. ચલો, સૌ વાપરતાં-ચાલતાં વ્યર્થ નહિ બોલવાની પ્રતિજ્ઞા (પ્રતિજ્ઞા અપાઈ.) (૨૨)નો નાદાdi | બીજાધાનાદિ યુક્ત ભવ્ય જીવોના ભગવાન નાથ છે. હરિભદ્રસૂરિજી બહુ જ ઓછું લખે, ઓછું બોલે, પણ એવું લખે કે એમાંથી અનેક ગંભીર અર્થો નીકળે. કોઈકની ધર્મક્રિયા-તપશ્ચર્યા આદિ જોઈ અહોભાવ આવ્યો તે જ ધર્મ-બીજ ! આ ધર્મ-બીજે જ આપણને અહીં સુધી પહોંચાડી દીધા. હવે ગુરુ એવા મળ્યા છે, જે તમને ભગવાન સુધી પહોંચાડી દે; જો તમે ગુરુનું માનો. જહાજ કે વિમાનમાં બેસો તો તે ઈષ્ટ સ્થળે પહોંચાડે. ન બેસો તો જહાજ કે વિમાન શું કરે ? ભગવાન વીતરાગ છે. મધ્યસ્થ છે. છતાં નાથ તેમના જ બની શકે છે, જે બીજાધાનાદિથી યુક્ત છે. ડૉકટર કે વકીલ તેનો જ કેસ હાથમાં લે છે, જે પોતાનું સમર્પણ કરે છે. “ક્રોધનો નાશ કરવો છે, નથી ગમતો ક્રોધ. ક્ષમા લાવવી છે, પણ આવતી નથી. પ્રભુ ! આપની કૃપા વિના ક્રોધ નહિ જાય. ક્ષમા નહિ આવે. ભગવાનના પ્રભાવથી જ આ બની શકે.' ૪૬ * * * * * * * * * * * Page #79 -------------------------------------------------------------------------- ________________ આમ જે ભગવાનના શરણે જાય તે જ સનાથ બને. એમના માટે ભગવાન નાથ છે. તીર્થકર ભગવંતનો મહિમા તીર્થકર ભગવંત મુખ્યપણે કર્મક્ષયનું નિમિત્તે છે. બોધિ બીજની પ્રાપ્તિનું કારણ છે. ભવાંતર પણ બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે. તેઓ સર્વવિરતિ ધર્મના ઉપદેશક હોવાથી પૂજનીય છે. અનન્ય ગુણોના સમૂહને ધારણ કરનારા છે. ભવ્યાત્માના પરમ હિતોપદેશક છે. રાગ, તેજ, અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વ જેવા અંધકારમાંથી ઉગારનાર છે. તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી અને સૈલોક્ય- પ્રકાશક છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * * = ૪૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ ભા. વદ-૧૧ ૨૪-૯-૨૦૦૦, રવિવાર બધા જ આગમો નવકારને કેન્દ્રમાં રાખીને ચારેબાજુ પરિકમ્મા કરી રહ્યા છે. (૨૨)નો નાદાઈ | જે ક્ષણે સન્મુખ થઈએ તે જ ક્ષણે પ્રભુની કરુણાનો સાક્ષાત્કાર થાય. માછલી પાણીમાં જ છે. માત્ર મોં ખુલે તેટલી જ વાર છે. પ્રભુની કરુણા વરસી જ રહી છે, આપણી આસપાસ કરુણા જ કરુણા છે, પણ આપણે તેનો સ્પર્શ પામી શકતા નથી ! ‘પાની મેં પીન પ્યાલી, મોઢે રે આવે હાંસી ' જેવી આપણી હાલત છે. સૂર્યની જેમ કેવલાલ કથી ભગવાન આખા વિશ્વને ભરી દે છે. એ અપેક્ષાએ ભગવાન વિશ્વવ્યાપક છે. અન્ય દર્શનીઓએ ભગવાનને ‘વિભુ' કહ્યા છે, તે આ રીતે ઘટે. આપણે પણ એમને આ અપેક્ષાએ જ “સર્વ' કહ્યા છે. * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * ૪૮ * * * * * Page #81 -------------------------------------------------------------------------- ________________ (સર્વજ્ઞ: સર્વનઃ શાન્ત , તોડ્યું સાક્ષાત્ વ્યવસ્થિતઃ) ભગવાન ક્યાં છે ? એમ ન પૂછો, ક્યાં નથી ? એમ પૂછો. ભગવાનની કરુણા ચારે તરફ હોવા છતાં માછલીની જેમ આપણે તરસ્યા રહીએ એ કેવી કરુણતા ? તત્ત્વદૃષ્ટાઓ તો કહે છે : ભગવાન નિષ્કામ કરુણાસાગર છે. વીતરાગ હોવા છતાં જીવો પ્રત્યે વાત્સલ્યની ધારા વહાવી રહ્યા છે. દુનિયાના સન્માનથી તમે તમારું મૂલ્યાંકન નહિ કરતા. જાતનું મૂલ્યાંકન ખૂબ જ કઠોર બનીને તમારી તટસ્થ આંખોથી કરજો. બીજાના અભિપ્રાયથી ચાલવા ગયા તો છેતરાઈ જશો. , આગમ, મુનિ, મંદિર, ધર્માનુષ્ઠાનો વગેરેમાં કાંઈ પણ જોઈને ધર્મ કે ધર્મનાયક ભગવાન પ્રત્યે અહોભાવ જાગે તો ધર્મનું બીજ પડી ગયું, એમ માનજો. આપણને પૂર્વભવમાં આ રીતે બીજાધાન થયું હશે, માટે જ ધર્મ મળ્યો છે. બીજાધાન થયેલું હોય તો જ ભગવાન પ્રત્યે સમર્પણભાવ જાગે, ભગવાનને નાથ તરીકે સ્વીકારવાનું મન થાય. ભગવાન તેમના જ નાથ બને, સર્વના નહિ, કેસ સોંપ્યા વિના ડૉકટર કે વકીલ પણ કેસ હાથમાં ન લે તો ભગવાન શી રીતે લે ? કામ કર્યા વગર તો શેઠ પણ પગાર ન આપે તો ભગવાન કેમ આપે ? પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : આ તો સોદાબાજી ન થઈ ? પૂજ્યશ્રી : પાણી એટલી તો શરત રાખે : તમે એને પીઓ. પીધા વિના પાણી શી રીતે તરસ છિપાવે ? તમારા આ શિષ્યનું યોગ-ક્ષેમ કરો છો ? - પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ૯ સેવા કરે તો યોગ-ક્ષેમ કરું. કારણ કે હું ભગવાન નથી. પૂજ્યશ્રી ઃ અહીં પણ પ્રભુને સમર્પિત બને તો ભગવાન યોગ-ક્ષેમ કરે. ભગવાન મોક્ષના પુષ્ટ નિમિત્ત છે, પણ તમે મોક્ષની * * * * * * * * * * * * ૪૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ સાધના કરવા તૈયાર જ ન થાવ તો ભગવાન શું કરે ? બોલો, મોક્ષની સાધના કરવા તમે તૈયાર થયા છો ? તમારા (હેમચન્દ્રસાગરસૂરિજી) અને મારા વચ્ચે કોઈ ગુરુ-શિષ્યનો સંબંધ ખરો ? છતાં તમે પૂછવા આવો તો હું ના કહું ? ઘરનો એક અક્ષર અહીં નથી કહેતો. પૂર્વાચાર્યોએ કહેલું – અનુભવેલું કહું છું. એવી પંક્તિઓ મારી સામે છે. કોઈ ભૂલ હોય તો કહેજો હું સુધારીશ. તમે ગીતાર્થ છો. હરિભદ્રસૂરિજી સ્વયં પણ પોતાના તરફથી નથી કહેતા. જુઓ, તેઓ સ્વયં કહે છે : “વાક્ષેપરમિતિ વિદwવાદા' ભગવાન યોગ-ક્ષેમ કરનારા છે, એમ પ્રાજ્ઞપુરુષો કહે છે. યોગ-ક્ષેમ ન કરતા હોય ને માત્ર મહત્ત્વ વધારવા આ વિશેષણ નથી વપરાયું. વસ્તુતઃ ભગવાન યોગક્ષેમ કરી જ રહ્યા છે, માટે જ ભગવાન “નાથ” કહેવાયા છે. કેટલાય પ્રસંગોએ ભગવાન નાથ છે, યોગક્ષેમ કરે છે, એવું નથી લાગતું ? ભગવાનની આજ્ઞા સ્ટેજ છોડી અને આપત્તિમાં મૂકાઈ ગયા, તેવું નથી બનતું ? ગઈ કાલે જ એક સાધ્વીજી બે ઘડા પાણી લાવતા હતા. (જો કે તેઓ એક જ ઘડો લાવે છે. બીજો ઘડો તો બીજાનો હતો. પાંચ ડગલા આગળ મૂકવા ગયેલા.) ઘડા ફુટ્યા. સાધ્વીજી સખ્ખત દાઝી ગયા ! જોવું હોય તે એમની દશા જોઈ આવે. માટે જ હું બે ઘડા લાવવાની ના પાડું છું. પૂ. કનકસૂરિજીના જમાનામાં તો પ્લાસ્ટિક હતું જ નહિ. પૂ. કનકસૂરિજીના કાળધર્મ પછી (વિ.સં. ૨૦૨૦) પૂ. રામસૂરિજી (ડલાવાળા) કચ્છમાં આવેલા. ત્યારે અમારી પાસે એક પ્લાસ્ટિકની કાચલી જોઈ પૂછેલું : તમારા સમુદાયમાં પણ પ્લાસ્ટિક આવી ગયું ? ત્યારે અમે કહેલું : “ભૂલથી એક કાચલી આવી ગઈ છે !' આજે તો પ્લાસ્ટિકનો અમર્યાદ ઉપયોગ થવા લાગ્યો છે. પૂ. કનકસૂરિજી મ. તો પ્લાસ્ટિકનો માલ લઈને કોઈ શ્રાવક ૫૦ * * * * * * * * * * * * ૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ આવતા તો થેલીમાં પેક કરી લાવનાર શ્રાવકને તરત જ રવાનો કરી દેતા : ૨ખે કોઈ બાલમુનિ પ્લાસ્ટિકની ચીજોથી લલચાઈ જાય ! આ (હેમચન્દ્રસાગરસૂરિજી) મહાત્માના ગૃપમાં હજુ પણ કોઈ પ્લાસ્ટિક વાપરતું નથી. અપુનબંધક, માર્ગાનુસારીના પણ યોગ-ક્ષેમ કરનારા ભગવાન છે. ભલે તેઓ આજે અન્ય ધર્મમાં છે. વીતરાગ ભગવાનને ઓળખતા પણ નથી, પણ ભગવાનને તેઓ ભજે છે. તેમનું યોગક્ષેમ ભગવાન કરતા જ રહે છે. ધર્મ-બીજ અંદર છે તેની ખાતરી શી ? જિનવાણીના પાણીથી અંકૂરા આદિ ફુટતા જાય તો સમજવું : અંદર બીજની વાવણી થઈ ચૂકી છે. “યોગાવંચક પ્રાણીઆ, ફળ લેતાં રીઝે; પુષ્કરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે.' કેટલાય અજૈન ટ્રકોવાળા ડ્રાઈવરો અમને જોઈને રાજી થાય. ટ્રક ઊભી રાખી અને કહે : રૂલ વૈદ ના ! હમ रुपये नही लेंगे । आप को इष्टस्थान पर पहुंचा देंगे । એમને જ્યારે કહીએ : દમ વાદન નદી તૈક્ત . ત્યારે તેઓ અહોભાવથી ઝૂકી પડે. આ અહોભાવ તે જ બીજાધાન. જૈનોને જ બીજાધાન થાય, એવું નથી, અજૈનોને પણ થાય. આજે તો અજૈનોને જ થાય તેવું લાગે છે. જૈનોને તો દુગંછા ન થાય તોય મોટી વાત ગણાશે. યોગ એટલે મન-વચન આદિ નહિ, પણ “મHIRભાજ - નક્ષ: ચો:' જે ન મળ્યું હોય તેની પ્રાપ્તિ થવી તે યોગ. માની લો કે કોઈ ગુણ (ક્ષમા આદિ) તમારામાં ખુટે છે, ભગવાન પાસે તમે માંગો છો. ભગવાન તે મેળવી આપે છે, તે યોગ કહેવાય. મેળવી આપ્યા પછી તેની સુરક્ષા કરી આપે તે “ક્ષેમ કહેવાય. તમે નક્કી કર્યું : હું ક્રોધ નહિ કરું. ક્ષમા રાખીશ. પણ પછી એવા પ્રસંગો આવે છે કે ક્રોધ થવો સહજ બની જાય. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૫૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ છતાં હૃદયમાં પ્રભુનું સ્મરણ રહે તો તમે ક્રોધના હુમલાથી બચી શકો. તો આ યોગ-ક્ષેમ કહેવાય. પરલોકની અપેક્ષાએ ભગવાન આત્માને નરકાદિ દુર્ગતિથી પણ બચાવીને ક્ષેમ કરતા રહે છે. આવા યોગ-ક્ષેમ કરનારા નાથ મળવા છતાં તેમને હૃદયથી ન સ્વીકારીએ તો આપણા દુર્ભાગ્યની પરાકાષ્ઠા કહેવાશે. - યોગોહનમાં આપણે બોલીએ છીએ : ઉદેશ : કુત્તે પ્રત્યે તમvi નો ઋરિષ્ણાદિ સૂત્ર-અર્થ અને તદુભયથી યોગ કરો. સમુદેશ : “fથરપરિરિ જ્ઞાદિ સ્વ-નામની જેમ તે સૂત્ર-અર્થને સ્થિર-પરિચિત કરો. પોતાનું નામ ક્યારેય ભૂલાય ? અર્ધી રાતે પણ ન ભૂલીએને ? પ્રીતિયોગ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ભગવાન ક્યારેય ન ભૂલાય. પોતાનું નામ ભગવાનમાં જ વિલીન કરવાનું મન થઈ આવે. અનુજ્ઞા : સમું થાઈબ્રાદિ, અન્ને િપન્નાદિ, गुरुगुणेहि वुड्ढिज्जाहि તેનું હવે સમ્યગ્ર ધારણ કરજો. બીજાને આપજો. મહાન ગુણોથી વૃદ્ધિ પામજો. જેમ તમે પામ્યા છો, તેમ અન્યમાં પણ વિનિયોગ કરજો. તો જ આની પરંપરા ચાલશે. આજે આ વાત એટલા માટે યાદ આવી કે આચારાંગના જોગવાળાની છેલ્લી નંદી આવી રહી છે. તેઓ બધા હિતશિક્ષા માંગી રહ્યા છે. તે બધાને એટલું જ કહેવાનું કે જે સૂત્રોનું યોગોદ્વહન કર્યું છે તે સૂત્રોને સૂત્ર-અર્થ-તદુભયથી આત્મસાત્ કરજો. જીવન તે મુજબ બનાવજો. આપણું પ્રાણ-ત્રાણ-શરણ ભગવાન જ છે. ભગવાન ભલે દૂર હોય, પણ આગમથી નજીક છે. આગમના એકેક અક્ષરમાં ભગવાન છે. એના પારાયણથી પાપકર્મોનો ક્ષય અને મંગલની વૃદ્ધિ થશે. આખરે આપણે આ ન કરવાનું છે ને ? પર જ * * * * * * * * * * Page #85 -------------------------------------------------------------------------- ________________ સર્વ આગમોનો સાર નવકારમાં છે. આ નવકારને કદી નહિ ભૂલતા. નવકાર કહે છે તમે જો મારું સ્મરણ કરો છો તો સર્વ પાપોનો નાશ કરવાની જવાબદારી મારી છે. બધા જ આગમો નવકારને કેન્દ્રમાં રાખી ચારે તરફ પરિકમ્મા કરી રહ્યા છે. ચૌદપૂર્વી પણ અંત સમયે નવકાર યાદ કરે છે. આવો મહામૂલો નવકાર મળ્યો છે તેને ભાગ્યની પરાકાષ્ઠા સમજજો. સંપાદન - સંશોધનમાં આટલા વ્યસ્ત હોવા છતાં પૂ. જંબૂ વિ.મ. ૨૦ પાકી માળા ગણ્યા પછી જ પાણી વાપરે છે. આ પ્રતિજ્ઞા આપનાર પૂ.પં. ભદ્રંકર વિ.મ. હતા. પૂ.પં. ભદ્રંકરવિજયજી મહારાજે પૂ. જંબૂ વિ.મ. જ્યારે એકલા હતા (પિતા મ. સ્વર્ગવાસી બની ગયેલા.) ત્યારે પોતાની પાસે દીક્ષા લેવા આવનાર એક ભાઈને પૂ. જંબૂ વિ.મ. પાસે મોકલેલા. પૂ. અભયસાગરજી મ. પણ નવકારના અઠંગ ઉપાસક હતા. અનેકોને નવકારના ઉપાસક બનાવ્યા છે. નવકારના પ્રભાવથી તમને નવા-નવા અર્થો સ્લરશે – એ જાત અનુભવથી સમજી શકશો. ભગવાનને જઈને કહેજો : ભગવદ્ ! હું આપનો છું. આપ મારા છો. મારા નાથ છો. મારું યોગક્ષેમ કરવાની જવાબદારી આપની છે. મારામાં ખામી હોય તે જણાવશો. તમે આજ્ઞા પાળો તો ભગવાન યોગક્ષેમ કરે જ. માન સરોવરનો હંસ ગંદા પાણીમાં મુખ ન નાખે, તે મોતીનો ચારો ચરે, તેમ સાધક-જ્ઞાની સંસારના વ્યાવહારિક પ્રયોજનો કરવા પડે તો કરે, પણ તેને પ્રાધાન્ય ન આપે, પરંતુ જ્ઞાનીને માર્ગે ચાલે, જિનાજ્ઞાને અનુસરે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૫૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ ભા. વદ-૧ ૨-૧૩ ૨૫-૯-૨૦૦૦, સોમવાર આપણે ત માનીએ તેથી કાંઈ તરકાદિનું અસ્તિત્વ મટી જતું નથી. વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા નરકના જીવંત પ્રદર્શન પ્રસંગે. પૂજ્ય ધુરંધરવિજયજી : મૃત્યુ પછી શું થાય છે ? તે આપણે જાણતા નથી. તે શાસ્ત્રથી જ જણાય. મૃતાત્મા તો કહેવા આવી શકતા નથી. કાળા પાણીની સજાવાળો પણ કહેવા નથી આવી શકતો. ઈનામ મળે તે તો હજુ પણ કહેવા આવી શકે. :ખનું કારણ દુઃખ આપવું તે છે. આ જગતમાં પણ મનુષ્યહત્યાદિનો બદલો મળે જ છે. પણ તોય પર્યાપ્ત નથી. લાખ માણસોને મારનારને કે એકને મારનારને પણ મૃત્યુદંડથી વધુ અહીં આપી શકાતું નથી. તે માટેની વ્યવસ્થા છે નરક. અણુબોંબ નાખનારો પાગલ થઈ ગયેલો. તેને ત્રાસ-ત્રાસ થઈ ગયેલો. ૫૪ ઝ Page #87 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગ-નરક વૈક્રિય ભૂમિઓ છે. આપણે જ આચરેલું આપણને મળે છે. મરવાથી દુઃખથી છૂટી શકાતું નથી. પ્રાયશ્ચિત્તથી જ દુ:ખથી છુટી શકાય. એક મોટરનું પાપ પણ અનાલોચિત હોય તો નરકે લઈ જઈ શકે. વૈક્રિય શરીરની પીડા તીવ્ર હોય છે. કારણકે બેહોશી થતી નથી. શરીર તુટતું નથી. અહીં જે સુખ આપે છે, તેને ભવાંતરમાં સ્વર્ગમાં અનેકગણા સુખો મળે છે. આપણે સુખ-દુ:ખ બન્નેથી પર થઈ મોક્ષમાં સ્થિત થવાનું છે. સંસારનું સુખ હિંસા પર ઉભેલું છે. પાપમાં જેટલી મજા વધુ તેટલી સજા વધુ ! પાપમાં જેટલો પશ્ચાત્તાપ વધુ તેટલી મજા ! - સ્વર્ગ છે તો નરક છે જ, પ્રકાશ છે તો અંધકાર પણ છે જ, તમે માનો છો કે નરક નથી, પણ માની લો કે નરક નીકળી તો શું કરશો ? તમારી માન્યતાથી કાંઈ “અસ્તિત્વ નાસ્તિત્વમાં બદલાઈ નહિ શકે, “તું” “નહતું” નહિ થાય. - પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી એક કલાકથી વડોદરાના વિદ્યાર્થીઓએ જે દૃશ્ય દેખાડ્યું, એ જોયા પછી જેના કારણે નરકમાં જવાય તે કારણો તો ટળવા જ જોઈએ. નરકના ચાર દ્વારોમાં પ્રથમ જ દ્વાર રાત્રિભોજન છે. એનો ત્યાગ કરજો. કંદમૂળ ભક્ષણ, પરસ્ત્રીગમન, બોળ અથાણું વગેરેનો પણ ત્યાગ કરજો. પંચેન્દ્રિયની હત્યા તો ન થવી જોઈએ. પણ હત્યાનો વિચાર પણ ન આવવો જોઈએ. એવા યુગમાં આપણે જમ્યા છીએ જ્યાં દવાના નામે પણ ઝેર (જીવોને મારવાનું) વપરાય છે. કીડી વગેરેને મારવા માટે, જંતુઓને મારવા વપરાતા ઝેર કંઈક અંશે માણસને પણ નુકશાન કરે જ. ધર્મી આત્મા આવી દવા (ઝેર) ન જ વાપરે. ૨૦ વર્ષ પહેલા અહીં પાલીતાણામાં સૂયગડંગ સૂત્ર વાંચેલું. તેમાં નરકનું વર્ણન હતું. એ વાંચતાં હૃદય કંપી ઊઠે ! # # # # * * * * * * * ઝ ૫૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ ચારમાંથી નરક પણ એક ગતિ છે. ચાર ગતિના ચક્કરમાંથી બચવા જ ધર્મની આરાધના કરવાની છે. મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય હત્યા, માંસાહાર - આ નરકના કારણો જાણી તેનો ત્યાગ કરજો. મોટા કારખાના વગેરે નહિ ખોલો તો ઉદ્યોગપતિ કદાચ ન બની શકો, પણ ધર્મી તો બની જ શકશો. - પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ કોઈ આત્મા વૈરાગ્ય ન પામે ત્યારે તેનો મિત્રદેવ અહીં આવી નરકના દુઃખો બતાડે. અત્યારે દૃશ્ય કલ્પિત લાગતું હોય, પણ શાસ્ત્રીય પદાર્થનું દર્પણ છે. ઉમાસ્વાતિજીએ કહ્યું : મહાઆરંભ, મહાપરિગ્રહ નરકનું કારણ છે. ઘરમાં એવી સામગ્રી ખડકી છે કે જેમાં પડદાની પાછળ મહારંભ - પરિગ્રહ હોય. T.V, ફ્રીજ, મોટર વગેરે ક્યારે ચાલે? તેની પાછળ મોટા કતલખાનાઓ ચાલે છે તે જાણો છો ? જેની ના પાડી છે તે કર્માદાનોની પાછળ આજે જૈનો દોડી રહ્યા છે. પૂ. આચાર્યશ્રી તેનાથી અટકાવે છે. માખી-મચ્છર-માંકડની દવા વાપરતા હો તો તમે જૈન રહી જ શકતા નથી. બધા જ બાધા લઈ લો. બિચારી બુદ્ધિ ! હું ચૈતન્ય સ્વરૂપ છું તેનું અનુભવ-પ્રમાણ બુદ્ધિ પૉદ્દગલિક હોવાથી કેવી રીતે કરી શકે ? હું ચૈતન્ય સ્વરૂપ છું. મને જન્મ, મરણ, રોગ, શોક નથી તેવું બુદ્ધિમાં ઉતરતું નથી અને આત્મજ્ઞાનમાં વિશ્વાસ નથી. તેથી મનુષ્યના દુ:ખો પણ ટળતા નથી. ૫૬ = = = * * * * * * * * Page #89 -------------------------------------------------------------------------- ________________ રોજ ના જજ જ ન જલજી ભા. વદ-૧ ૨-૧૩ ૨૫-૯-૨૦00, સોમવાર ભગવાત ભૂલી જઈએ તે જ ક્ષણે મોહતો હુમલો થાય. પ્રભુ તો સર્વ પર ઉપકાર કરવા તૈયાર જ છે, પણ સર્વ જીવો એમની યોગક્ષેમ કરવાની શક્તિ સ્વીકારી શકતા નથી. વરસાદ સર્વત્ર પડે છે, પણ તરસ તેની જ છીપે, જે પાણી પીએ. ભગવાન તેમના જ નાથ બને, જે તેમને નાથ તરીકે સ્વીકારે. આમાં ભગવાનની સંકુચિતતા નથી. સૂર્ય ઘૂવડને માર્ગ ન બતાવી શકે તેમાં સૂર્યની સંકુચિતતા નથી. येनैवाराधितो भावात्, तस्यासौ कुरुते शिवम् । सर्व जन्तु-समस्याऽस्य, न परात्मविभागिता ॥ - યોગસાર. સર્વ જન્ત પર ભગવાન સમાન છે. જે ભાવથી આરાધના કરે તેનું કલ્યાણ કરે જ. અહીં કોઈ * * * * * * * * * * * * પ૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ મારા-તારાના વિભાગ નથી. સંપૂર્ણ સમર્પણની વાત છે. એકવાર સમર્પિત બન્યા એટલે બધી જ જવાબદારી ભગવાનની થઈ જાય છે. સમર્પિત શિષ્ય સર્પને પકડવાની આજ્ઞા પણ સ્વીકારવા તૈયાર થઈ જાય ! એમની આજ્ઞા જ મારે પાળવાની છે. એનું રહસ્ય ગુરુ જ જાણે ! માયરિયા પટવાર્થ નાપતિ | સર્પ પકડવા જતાં લાગેલા ઝાટકાથી તેમની ખૂંધ દૂર પણ થઈ જાય ! ૦ પિંડવાડામાં (વિ.સં. ૨૦૩૪) પૂ. ધર્મજિતુ વિ.મ. પાસે નિશીથનો એક એવો પાઠ આવ્યો કે તેમણે વાંચવાની તથા બીજાને પણ વંચાવવાની ના પાડેલી. ભણનાર પર પણ વિશ્વાસ કે તેઓ એકલા હશે તો પણ નહિ વાંચે. આવા ગંભીરને જ છેદસૂત્રો વંચાવાય. અગંભીર શિષ્યોને છેદસૂત્ર ન અપાય તેનો અર્થ એ નથી કે ગુરુને તેના પ્રત્યે પૂર્વગ્રહ છે. માજી નાના બાળકને ભારે ખોરાક ન આપે તેમાં તે બાળકનું હિત જ છે. બીજાધાન થાય તેનું યોગ-ક્ષેમ ઠેઠ મોક્ષ સુધી સતત ચાલુ રહે. ભગવાન મોક્ષ તેને જ આપી શકે, જેમને ત્યાં જવું છે. ડૉકટર દરેક દર્દીને નહિ, ઈચ્છે તેને જ દવા આપે. - ભગવાન યોગ-ક્ષેમ સતત કરે છે. એવો મેં જાતઅનુભવ અનેકવાર કર્યો છે. અનેક-અનેક પ્રસંગોમાં કર્યો છે. દા.ત. તમે કોઈ પ્રશ્ન કર્યો ને મેં તરત જ જવાબ આપ્યો. ત્યાં હું ભગવાનની કૃપા જોઉં છું. ક્યારેક એકાદ કલાક પછી ભગવાન આવીને જવાબ કહી જાય છે. ભગવાનનું જ છે. ભગવાન જો અપાવવા ઈચ્છતા હશે તો અપાવશે. જવાબદારી એમની છે. ક્યારેક તબીયત અસ્વસ્થ હોય છતાં ભગવાનને યાદ કરીને વાચના માટે ઝુકાવી દઊં. યોગ-ક્ષેમ કરનારા ભગવાન બેઠા છે. પછી ચિંતા શી ? આવા ભગવાનને એક ક્ષણ પણ શી રીતે ભૂલાય ? સમય-સમય સો વાર સંભારું.” એમને એમ નથી કહેવાયું. ભગવાન ભૂલી જઈએ તે જ ક્ષણે મોહનો હુમલો થાય, ૫૮ % + ઝ = = = = = = = * * ૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને સતત યાદ કરવાની તૈયારી હોય તો ભગવાન તરફથી યોગ-ક્ષેમ થાય જ. ભાગ્યેશ વિજયજી : “તની ભૂમિ પ્રમ્ તુમદી મળ્યો' અહીં ભગવાન તરફથી યોગક્ષેમ નહિ ? - પૂજ્યશ્રી : ભારત સરકાર સૈનિકોને હથિયાર ક્યારે આપે? સ્કૂલમાં ભણતા હોય ત્યારે નહિ, પણ લડાઈના મેદાનમાં ઊતરે ત્યારે. તેમ ભગવાન યોગ-ક્ષેમ ક્યારે કરે ? નિગોદથી અહીં સુધી ભગવાનનો ઉપકાર તો છે જ, પણ વિશિષ્ટ પ્રકારનું યોગક્ષેમ તો બીજાધાન પછી જ થાય, સ્કૂલમાં વિદ્યાર્થી ભણે ત્યારે પણ સરકાર તરફથી સહાયતા મળે જ, પણ હથિયાર તો લડાઈના મેદાનમાં જ મળે. • બીજાધાન - બીજનો ઉદ્દભેદ, તેનું પોષણ તે યોગ. તે અંકૂરની આસપાસ વાડ દ્વારા ઉપદ્રવોથી સુરક્ષા કરવી તે ક્ષેમ. યોગ-ક્ષેમ કરે તે નાથ. - હરિભદ્રસૂરિજી સ્વયે આગમ પુરુષ છે. માટે તેમની પ્રત્યેક કૃતિ આગમતુલ્ય જ ગણાય. એવો ઉલ્લેખ પદ્મવિજયજીએ ૧૨૫ ગાથાના સ્તવનના ટબામાં કર્યો છે. સૌ પ્રથમ આગમોના ટીકાકાર હરિભદ્રસૂરિજી છે. આપણે સ્થાનકવાસીની જેમ માત્ર મૂળ આગમને નથી માનતા. ટીકા વગેરે સહિત પંચાંગી આગમને માનીએ છીએ. જો તેમની આગમ પરની ટીકાઓ આગમ ગણાય તો અન્ય ગ્રન્થો પણ આગમતુલ્ય જ ગણાય. ચૂર્ણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમય પુરુષના અંગ કહ્યા છે, જે છેદે તે દુર્ભવ્ય રે.” - આનંદઘનજી. આગમના રહસ્યો સમજવા હોય તો હરિભદ્રસૂરિજીના યોગ ગ્રન્થો વાંચવા જરૂરી છે. એમ ઉપા. યશોવિજયજીએ કહ્યું છે. સૂત્ર નથી માનતા તો તમે ગણધરોને નથી માનતા. ટીકા વગેરે નથી માનતા તો અરિહંતોને નથી માનતા. કારણ કે અર્થ કહેનાર અરિહંત છે. સૂત્ર ગૂંથનાર ગણધરો છે. * ઝ = = = = = ૫૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ એક જ તીર્થકરથી બધા ભવ્યોનો યોગ-ક્ષેમ શક્ય નથી. અપાઈ યુગલ પરાવર્તમાં મોક્ષ થવાનો છે, તેનો જ યોગક્ષેમ થાય. તાત્કાલિક ઓપરેશન કરાવવું હોય તે જ દર્દીનું ડૉકટર ઓપરેશન કરે છે. આપણો સ્વભાવ છે : બધું જ મારી પાસે રાખવું. કાંઈ પણ સમર્પિત ન કરવું. મારું તે મારું, તારું પણ મારું. આવા સ્વભાવવાળાનો ભગવાન યોગક્ષેમ શી રીતે કરી શકે ? આપણે આપણી પાસે શું રાખ્યું ? ને ભગવાનને – ગુરુને શું આપ્યું છે ? કદી આત્મ-નિરીક્ષણ કરજો. ખ્યાલ આવી જશે. ગોશાળા – જમાલિને સાક્ષાત ભગવાન મળવા છતાં કેમ કામ ન થયું ? મોક્ષ મોડેથી થવાનો હતો એટલે સમર્પણ ભાવ ન જાગ્યો. આનાથી આડકતરી રીતે ભગવાન એમ પણ જણાવે છે : બધાને એકીસાથે તારી દેવાના અભરખા છોડી દેજો. બીજાધાન વગરના જીવોને ભગવાન પણ નથી તારી શકતા તો તમે કોણ? 'कार्यं च किं ते परदोष दृष्टया, कार्यं च किं ते परचिन्तया च । वृथा कथं खिद्यसि बालबुद्धे । कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ॥ - હૃદયપ્રદીપ. આ ૩૬ શ્લોકનો ગ્રંથ કંઠસ્થ ન કર્યો હોય તો કરી લેજો. આ જ ગ્રંથમાં લખ્યું છે : सम्यग् विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग् गुरुर्यस्य च तत्त्ववेत्ता । सदाऽनुभूत्या दृढनिश्चयो य - स्तस्यैव सिद्धि न हि चाऽपरस्य ॥ માથે સગુરુ, હૃદયમાં વૈરાગ્ય, આત્મામાં અનુભૂતિ હોય તો જ મોક્ષ મળે. કદીક વિચારજો : ભગવાનનો યોગક્ષેમ મારામાં શરૂ ૬૦. * * * * * * * * * * * Page #93 -------------------------------------------------------------------------- ________________ થયો છે કે નહિ ? આ એક ભવ ચૂક્યા તો અનંતા ભવો ચૂક્યા, એમ માનજો. નહિ તો આ ગધેડો નહિ સમજે. એમને એમ સૂતો રહેશે. ગમે તેટલું કહીએ છતાં કોઈ અસર નહિ. આવા ગુરુ, આવી સામગ્રી મળી છતાં એ જાગતો નથી. ઊંઘવું તેને ખૂબ જ ગમે છે. ભગવાન ગૌતમસ્વામી જવાને પ્રમાદ નહિ કરવાનું કહેતા હતા. જો કે ગૌતમસ્વામી તો અપ્રમાદી હતા, અત્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવનાર હતા, ૫૦ હજાર કેવળજ્ઞાની શિષ્યોના ગુરુ હતા. ગૌતમસ્વામીના માધ્યમથી ભગવાન સૌને અપ્રમાદનો સંદેશ આપતા હતા. એક પરદેશી વિદ્વાને લખ્યું છે : mતમ પ્રમાવી थे । इसलिए ही महावीर उसे बारबार टोकते थे : समयं गोयम मा पमायए । પરદેશી વિદ્વાનો આગમો પર લખે તો આવું લખે. આવા પરદેશી વિદ્વાનો મોટા ભાગે ધર્મ માટે યોગ્ય નથી હોતા. પરદેશમાં ધર્મ-પ્રચાર કરવાનો ચાળો ઊપડ્યો છે. માત્ર અહંનો પ્રચાર હોય છે. ત્યાં સ્વ-સાધના બિલકુલ ભૂલાઈ જાય છે. મહેશ યોગીએ વિશ્વમાં ઘણા ધ્યાન કેન્દ્રો ખોલ્યા છે. એના ધ્યાનને શશિકાન્તભાઈ પોતાની ભાષામાં ઘેનની ગોળી કહે છે ! » ‘મmત્યજ્ઞ: વિનાજ્ઞાને, વિવામિવ વ: | ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥ - જ્ઞાનસાર. અહીં શાસ્ત્રકારને દ્વેષ નથી કે આપણને ભૂંડની ઉપમા આપે. પણ કરુણા છે : વિષ્ઠા જેવી અવિદ્યા છોડી જીવ જ્ઞાની બને. પુગલ મળતાં જ પરમની વાત તરત જ ભૂલાઈ જાય છે. હજા૨ વાર આત્માની વાત સાંભળી હોવા છતાં તે વાત યાદ રહેતી નથી. યાદ રહે : વિના બોલાવ્યે પુગલો આવતા નથી. તમે કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૬૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ બોલાવો. (રાગ-દ્વેષ કરો) એટલે પુગલો આવ્યા વિના રહેતા નથી. વિશ્વનો રાજા તો આત્મા છે. આત્મા પુગલની એંઠમાં પડે તે જ્ઞાનીને કેમ ગમે ? કોઈપણ પદાર્થ એટલે પુગલની ઐઠ જ. જેટલું ધાન્ય છે તે શું છે ? ગાંધીધામવાળાએ તો મને કહેલું : અમારું કારખાનું એટલે વિષ્ઠાનું કારખાનું ! વિષ્ઠા વધુ તેમ ખાતર જોરદાર ! એ ખાતરથી જ ધાન્ય તૈયાર નથી થતું ? જો કે પુદ્ગલ પરિણમનશીલ છે. એના ગુણધર્મો બદલાઈ જાય છે. પણ છે તો બધું એનું એ જ ને ? અનંતા જીવોએ ભોગવેલું જ છે ને ? આ બધું જ્ઞાન આત્માને પામવા માટે છે, માહિતીનો ભાર વધારવા માટે નથી. ગધેડા જોયા છે ને ? આપણે સિદ્ધાચલની યાત્રાએ જતા ત્યારે સામે ગધેડા આવતા'તાને ? એ ગધેડા ભાર ઘણો ઉપાડે, પણ મળે શું ? કદાચ ચંદનનો ભાર ગધેડા ઉપાડે પણ સુગંધ મેળવે ? આપણે જ્ઞાનનો ભાર ઉપાડનાર ગધેડા બનવું છે ? બીજા આત્મા પણ મોક્ષમાં જાય, તેવી ભાવના કેળવવા પ્રયત્નશીલ બનનારા આપણે પોતાના જ આત્માની ચિંતા નહિ કરીએ ? . સંપૂર્ણ શરણાગતિ લેવા આપણો આત્મા તૈયાર થતો નથી. એ તૈયાર ન થાય ત્યાં સુધી ભગવાન તરફથી યોગ-ક્ષેમ નહિ થાય. મન-વચન-કાયા ત્રણેય ભગવાનને સોંપી દો તો ભગવાન તમારા આત્માને પરમાત્મા બનાવવા અત્યારે જ તૈયાર છે. પણ આપણી તૈયારી ક્યાં છે ? પ્રીતિ - ભક્તિ આદિ અનુષ્ઠાનોમાં ક્રમશઃ વધુ ને વધુ અર્પણ જ કરતા જવાનું છે. તમે યોગ-ક્ષેમના પાત્ર બન્યા એટલે તમારો મોક્ષ નક્કી ! મૃત્યુ પહેલા આટલું તો કરી જ લેજો. આટલી મારી વાત માનજો. - મિથ્યાત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડિ ૨ * * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * Page #95 -------------------------------------------------------------------------- ________________ સાગરોપમની છે. આવી ઉત્કૃષ્ટ સ્થિતિ જે હવે એકેય વાર બાંધવાનો નથી તે અપુનર્ધધક કહેવાય. - મિથ્યાત્વની ઉત્કટતા હોય ત્યાં અનંતાનુબંધીની પણ ઉત્કટતા હોય. અન્તર્મુહૂર્તમાં ૭૦ કોડ કોડિ સાગરોપમ (એટલે કે ૩ી કાલચક્ર) કર્મની સ્થિતિ બાંધી શકાય. સમ્યકત્વ અટકાવનાર આ દર્શન મોહનીય જ છે. એને સૌ પ્રથમ પરાસ્ત કરવો પડશે. એના માટે ડગલે ને પગલે નમો અરિહંતાણં' જપતા જાવ. મોહની સામે આ મોરચો માંડવો જ રહ્યો. લોગસ્સ શું છે ? ભગવાનને નમસ્કાર છે. નમસ્કાર તે મોહ સામે પ્રત્યાક્રમણ છે. દુર્યોધન - રાવણ વગેરે યુદ્ધો કરીને જેટલા કર્મો બાંધે તેનાથી પણ વધુ કર્મ દેવ-ગુરુની આશાનતાથી બંધાય છે. પેલો નરકમાં જાય પણ દેવ-ગુરુની આશાતનાવાળો નિગોદમાં જાય. ભક્તિ ઓછી થાય તો ભલે થાય, પણ દેવ-ગુરુની આશાતના તો કદી જ નહિ કરતા. આત્મ-સાધક અલ્પ હોય લોકોત્તરમાર્ગની સાધના કરનાર પણ મોક્ષની જ અભિલાષાવાળા અલ્પસંખ્યામાં હોય છે. તો પછી લૌકિકમાર્ગ કે જ્યાં ભૌતિક સુખની અભિલાષાની મુખ્યતા છે, ત્યાં મોક્ષાર્થી અલ્પ જ હોયને ? જેમ મોટા બજારોમાં રત્નના વ્યાપારી અલ્પ સંખ્યામાં હોય તેમ આત્મસાધકની સંખ્યા પણ અલ્પ હોય છે. Jો . કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * 2 * * * * * * * * * * * * ૬૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ט દાતાદિ ચાર ધર્મ *s pisis [ause e ભા. વદ-૩૦ ૨૭-૯-૨૦૦૦, બુધવાર પરિગ્રહ સંજ્ઞા સૌથી વધુ પીડનાર છે. પરિગ્રહ છુટ્યો છે પણ પરિગ્રહ સંજ્ઞા છુટી છે એવું લાગે છે ? તેને તોડવા દાનધર્મ છે. પછી પીડનારી છે મૈથુન સંજ્ઞા, તેને તોડવા શીલધર્મ. ત્યાર પછી આહાર સંજ્ઞા પીડે આ ન સંજ્ઞા છે . આ જ જોઈએ, જોઈએ.’ એવી વૃત્તિ આહાર જ છે. આહાર છોડવો સહેલો છે, પણ આહાર સંજ્ઞા છોડવી મુશ્કેલ છે. એને તોડવા તપ ધર્મ છે. ચોથી પીડનારી ભય સંજ્ઞા છે. ભયના કારણે આપણું મન સતત ચંચળ રહેતું હોય છે. ચંચળતા ભયની જ નિશાની છે. તેને તોડવા ભાવ ધર્મ છે. - આહારને નહિ, આહાર સંજ્ઞાને તોડવા તપ છે. આજે આ * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા (હેમચન્દ્રસાગરસૂરિજી) ને ૭૬મી ઓળીનું પારણું થયું. એમને તપ કરવાની શી જરૂર ? પ્રસિદ્ધિ છે. પરિવાર છે. ભક્તો છે. બધું જ છે. છતાં તપ પ્રત્યે કેટલો પ્રેમ ? કેમ કે જાણે છે તપ વિના કર્મ-ક્ષય નથી. કર્મ-ક્ષય વિના મોક્ષ મળશે ? લાડવા ખાતાં ખાતાં મોક્ષ મળી જશે ? મને નથી લાગતું : મોક્ષની ઈચ્છા જાગેલી હોય! મોક્ષે જવું હોય તો કમ્મર કસવી પડે. “હું પાતયામિ શ્વાર્થ સાથયામિ ' કેસરીયા કરીને નીકળવું પડે. તો તપ થાય, કર્મ-ક્ષય થાય. અપુનબંધકમાં આપણો નંબર છે કે નહિ તે જાણવું છે? બીજાધાન થયું છે કે નહિ, તે જાણવું છે ? બીજાધાન વિના ભગવાન તરફથી યોગક્ષેમ થવાનો નથી. તેથી સ્વાભાવિક છે કે આપણામાં બીજાધાન થયું છે કે નહિ ? તે જાણવાની ઈચ્છા જાગે. અપુનબંધકતા પછી ક્ષયોપશમ ભાવના ગુણો વધતા રહે છે. - પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી = ક્ષયોપશમ ભાવનું અપ-ડાઉન ન થયા કરે ? - પૂજ્યશ્રી ? નહિ, ક્ષયોપશમભાવની નિત્યવૃદ્ધિ થવી જોઈએ. આગળ-પાછળ જતો રહે તો મુસાફર મંઝિલે શી રીતે પહોંચે ? મુંબઈથી અહીં તમે શી રીતે આવ્યા ? થોડાક આગળ - થોડાક પાછળ ચાલતા રહો તો પહોંચો ? આપણે મુક્તિનગરે પહોંચવું છે. પાછળ હટીશું તો શી રીતે પહોંચાશે ? અપુનબંધક એટલે એવો આત્મા કે તે હવે ભવચક્રમાં કદી પણ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦ કોડાકોડિ સાગરોપમ) બાંધવાનો નથી. એણે થોડી પરમની ઝલક મેળવી છે એ હવે વિષ્ઠામાં કેમ આળોટે ? મીઠાઈ ખાધી તે હવે બાક્સ-બુક્સ કેમ સેવે ? કદાચ સેવવું પડે તો પણ મન ક્યાં હોય ? જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેને મન નવિ ગમેજી; કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૬૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ ચાખ્યો રે જેણે અમી લવલેશ, બાક્સ-બુક્સ તસ ન રુચે કિમેજી. - ઉપા. યશોવિજયજી. આ યશોવિજયજીના ઉદ્ગારો છે, જેઓ લઘુ હિરભદ્ર કહેવાયા છે. - અપુનર્બંધકમાં વિષયાભિલાષાની વિમુખતા હોય. બહુ એને સંસાર ગમે નહિ. ભલે એ ચક્રવર્તી હોય કે શહેનશાહ પણ મન સંસારમાં ન લાગે. વિષયાભિલાષાની નિવૃત્તિ કરાવનારી આ ક્ષયોપશમની વૃદ્ધિ છે. અપુનર્બંધક વિના આ ન બની શકે. અપુનબંધક અવસ્થામાં આપણે પ્રવેશ કર્યો એટલે ભગવાન તરફથી યોગ-ક્ષેમ થવાનું શરૂ થઈ જ ગયું, જાણી લો. અન્યદર્શનીઓ જે કહે છે : અમે પરમની ઝલક, પરમનો આનંદ અનુભવીએ છીએ, તેઓ સાચા નથી, એવું નથી. અપુનર્બંધક દશામાં પણ એવો આનંદ મળી શકે, એમ હરિભદ્રસૂરિજી કહે છે. ( १२ ) लोगहिआणं લોક એટલે પંચાસ્તિકાય. પંચાસ્તિકાયમાં અલોક પણ આવી ગયો. કારણ કે આકાશાસ્તિકાય અલોકમાં પણ છે. અલોક આટલો મોટો છે. એને લોકમાં શી રીતે સમાવી શકાય ? આ અર્થમાં સમાવી શકાય. કેવળજ્ઞાનમાં પણ સમાવી શકાય. ભગવાન પંચાસ્તિકાયમય લોક માટે હિતકારી છે. યથાવસ્થિત દર્શનપૂર્વક, સમ્યક્ પ્રરૂપણા કરીને ભગવાન હિત કરે છે. એવું હિત કરે કે જેથી ભાવિમાં કોઈ બાધા ન પહોંચે. ભગવાન સર્વ પદાર્થોને યથાર્થ જુએ છે. તેને (દર્શનને) અનુરૂપ ભગવાન વ્યવહાર કરે છે. ભગવાન એવી જ પ્રરૂપણા કરે જેથી ભાવિમાં બાધા ન પહોંચે. સત્ય હોય તે બધું ભગવાન બોલતા નથી. ભગવાન બોલે તે સત્ય હોય, પણ સત્ય હોય તે બોલે જ, એવું નથી. * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ GE * Page #99 -------------------------------------------------------------------------- ________________ ડોસીને ડોસી, આંધળાને આંધળો, કાણાને કાણો, ચોરને ચોર, સાચું હોવા છતાં ન કહેવાય. न सत्यमपि भाषेत परपीडाकरं वचः । કૌશિક નામના બાવાજીને પ્રતિજ્ઞા હતી : સાચું જ બોલવું. જંગલમાં તે જઈ રહ્યો હતો. ત્યારે તેણે દોડતા ચોરોને ઝાડીમાં છુપાઈ જતા જોયા. પાછળ આવતા માણસોએ પૂછતાં તેણે કહી દીધું : ચોર પેલી ઝાડીમાં છુપાયા છે. પેલાઓએ ચોરો મારી નાખતાં કૌશિકને પાપ લાગ્યું. કૌશિકે સત્ય જોયું ખરું, પણ ભાવિ અપાયને દૂર ન કર્યો. ભગવાન કદી આવું ન કરે. આ ધર્મ સર્વ પ્રાણીઓને સુખકારી, કલ્યાણકારી અને મંગલકારી છે. કોઈ જીવને ત્રાસ થાય એવી વાણી સાધક શી રીતે કાઢી શકે ? ભગવાન સ્વયં આચરીને આપણને સૌને આવું સમજાવી રહ્યા છે. જિનાગમ અને બીજા શાસ્ત્રોમાં આ મોટો ફરક છે. યથાર્થ દર્શન અને ભાવિમાં હિતકર પ્રરૂપણા માત્ર જિનાગમમાં જ જોવા મળશે. પ્રશ્ન : હિત અને યોગ-ક્ષેમમાં શું ફરક ? ઉત્તર : હિત અને યોગ-ક્ષેમમાં ફરક છે. યોગ-ક્ષેમ બીજાધાનવાળાનું જ થાય. હિત સર્વનું થાય. ભગવાન સર્વને હિતકર છે. તત્ત્વદષ્ટિ - વ્યવહારદષ્ટિ તત્વદષ્ટિ જ્ઞાનસ્વરૂપ છે, જેમાં વસ્તુનું સ્વરૂપ પ્રકાશે છે. વ્યવહારદષ્ટિ ક્રિયા સ્વરૂપ છે. તે ક્રિયાઓ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું આચરણ. માટે તત્ત્વનું લક્ષ્ય કરવું અને શક્યનો પ્રારંભ કરવો. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * ૦૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ * ** Uત * f A આસો સુદ-૧ ૨૮-૯-૨૦00, ગુરુવાર પ્રભુ - તીર્થના આપણે સૌ વાહક છીએ. ભગવાનની દેશનાના પ્રભાવે તીર્થમાં એવી શક્તિ આવી જેથી તીર્થ ૨૧ હજાર વર્ષ ચાલશે. આપણે સૌ વાહક છીએ. મોટી માંડલીમાં દૂર રહેલા મહાત્માને વસ્તુ પહોંચાડવામાં જેમ આપણે વાહક બનીએ છીએ, તેમ અહીં પણ વાહક છીએ. ૨૧ હજારના સાત ભાગ કરીએ તો પહેલો ભાગ પૂરો થવા આવ્યો, હજુ ૬ ભાગ બાકી છે. ભગવાન મોક્ષમાં ગયા એટલે તીર્થમાં પ્રભાવ ઓછો થઈ ગયો, એવું નથી. હું તો કહીશ : ઉલ્ટો તીર્થનો પ્રભાવ વધી ગયો. ભગવાન પહેલા કર્મસહિત હતા. હવે કર્મ-મુકત બન્યા. કર્મ સહિતનો પ્રભાવ વધારે કે કર્મરહિતનો પ્રભાવ વધારે ? અત્યારે પણ ભગવાનની ૬૮ * * * * * * * * * * * ? Page #101 -------------------------------------------------------------------------- ________________ કરુણા કામ કરે છે એ સમજાય છે ? જ નગરમાં ધર્મી કેટલા ? અધર્મી કેટલા ? એ જાણવા શ્રેણિકે નગર બહાર બનાવેલા બે તંબુમાં બધા ધર્મના જ તંબુમાં ભરાયા. અધર્મના તંબુમાં માત્ર એક જ શ્રાવક હતો. જે કહેતો હતો : મેં ધર્મમાં અતિચાર લગાડ્યો છે. હું ધાર્મિક નથી. અભયે કહ્યું : આ જ સાચો ધર્મી છે. - જેવી કરુણા ભાવના તીર્થંકરો ભાવી શકે તેવી બીજા કોઈ ન ભાવી શકે. તીર્થકરમાં એ વિશેષતા છે : તેઓ સર્વ જીવોમાં આત્મભાવ જુએ. એવા કરુણાશીલ ભગવાનની કરુણા રહી કે ગઈ ? હેમચન્દ્રસૂરિજી કહે છે : ભગવાનમાં એટલી કરુણા છે કે સ્વયંભૂરમણ સમુદ્ર પણ નાનો પડે. એ કરુણાની વૃષ્ટિ આજે પણ થઈ રહી છે. - મારું યોગ-ક્ષેમ ભગવાન કરી રહ્યા છે. આવો વિચાર આપણને કેવો ગગદ્ બનાવે ? એક મોટા C.M. કે P.M. ની દોસ્તી પણ માણસને ખુમારીથી ભરી દે, તો ભગવાનનો સંપર્ક તમારામાં કેટલી મસ્તી ભરી દે ? ભગવાનની કરુણા તમને દુઃખમાં દિલાસો આપે. પ્રશ્ન થશે : કરુણાશીલ ભગવાને શ્રેણિક જેલમાં હતા ત્યારે કેમ કાંઈ ન કર્યું ? ભગવાને ત્યારે પણ શ્રેણિકની રક્ષા કરી જ છે; દુઃખમાં શ્રેણિકને ધીરજ અને આશ્વાસન આપનાર ભગવાન જ હતા. ભગવાન દુ:ખ દૂર નથી કરતા, દુઃખમાં સમાધિની શક્તિ આપે છે, રોગમાં યોગની શક્તિ આપે છે, વ્યાધિમાં સમાધિ આપે આ જ ભગવાનની કૃપા છે. બીજાધાનવાળા જીવોનું ભગવાન આ રીતે (સવિચારો આપીને) યોગક્ષેમ કરે જ છે. માત્ર એ જોવાની આંખ આપણી પાસે જોઈએ. મહાનિશીથમાં ખુલાસો કર્યો છે : ઉધઈથી ખવાઈ ગયેલી એક જ મહાનિશીથની પ્રત મળી છે તે પ્રમાણે અમે * * * * * * * * * * * * ૬૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ લખ્યું છે તેથી કોઈએ વ્યગ્રાહિત નહિ થવું. ધ્યાન-વિચારની પણ એ જ રીતે એક જ પ્રત પાટણના ભંડારમાંથી અમૃતલાલ કાળીદાસ દોસીને મળેલી. - બીજાધાન કરવું હોય તો પાપ-પ્રતિઘાત કરવો જરૂરી છે. પાપ પ્રતિઘાત કર્યા વિના બીજાધાન શી રીતે થઈ શકે ? બીજાધાન વિના ગમે તેટલા આગળ પહોંચી જઈએ. (જૈનાચાર્ય બનીને ઠેઠ નવરૈવેયક સુધી) તો પણ વ્યર્થ છે. પૂ. દેવચન્દ્રજી કહે છે તેમ, આદર્યો આચરણ લોક ઉપચારથી. શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ-અવલંબ વિણ, તેહવો કાર્ય તેણ કો ન સીધો.' બીજાધાનનો ઉપાય પાપ-પ્રતિઘાત છે. પુદ્ગલનો ભોગવટો ચાલુ છે. છતાં આપણે ઈચ્છીએ છીએ : આપણે એમાંથી છૂટી જઈએ. હોટલમાં જઈને તમે જેટલો ઉપભોગ કરો તેટલું બીલ ચડવાનું. આપણને પુગલોનું બીલ નહિ ચડે ? આપણે પુદ્ગલોથી છુટવું છે કે એના જ ચક્રમાં ફસાવું છે ? આવી સામગ્રી વારંવાર મળશે ? ભગવાન ગૌતમસ્વામી જેવાને વારંવાર કહેતા : “સમર્થ રોય ! મા પમાયણ !' તો આપણા જેવાની શી હાલત ? શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપ કર્મના વિગમથી. પાપકર્મનો વિગમ (વિનાશ) તથાભવ્યતાના પરિપાકથી થાય. * સાતત્ય, આદર અને વિધિપૂર્વક જ ધર્મ શુદ્ધ થઈ શકે. તીર્થકરના આદર વિના તીર્થકરના ધર્મ પર આદર શી રીતે જાગશે ? બધાનું મૂળ ભગવાન પરનું બહુમાન છે. जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ॥ - અજિતશાંતિ. ૦૦ * * * * * * * * * * * * * કહે Page #103 -------------------------------------------------------------------------- ________________ જો તમે પરમ-પદ ઈચ્છો છો કે જગતમાં કીર્તિ ઈચ્છો છો તો તમે જિનવચનમાં આદર કરો. જિન-વચન આગળ કરો છો ત્યારે ભગવાનને આગળ કરો છો. ભગવાનને આગળ કર્યા એટલે બધે જ સફળતા જ સફળતા ! જિન-વચન ગુરુને આધીન છે. ગુરુ વિનયને આધીન છે. નમો અરિહંતાણમાં પ્રથમ નમો વિનયનો સૂચક છે. તથાભવ્યતાનો પરિપાક કરવામાટે બીજા ૪ કારણો નહિ, પણ આપણો ભગવાનને પામવાનો પુરુષાર્થ જ મુખ્ય છે. ભગવાન જ બધું છે. કાળ વગેરે બધા ભગવાનના જ દાસ છે, એમ માનીને પુરુષાર્થ કરવાનો છે. વેપારીઓને ત્યાં બે વિભાગ હોય છે : ખાતું અને રોકડ. ખાતું નવકાર છે. રોકડ બાકીની દ્વાદશાંગી. ખાતામાં માત્ર ટાંચણ જ હોય. હવે હું પૂછું છું : રોકડ ખોવાઈ જાય તો નુકશાન કે ખાતું ખોવાઈ જાય તો વધુ નુકશાન ? એ જ રીતે નવકાર ખોવાઈ જાય તો બધું ખોવાઈ જાય. એક નવકારના આધારે પૂ.પં. ભદ્રંકરવિજયજી મહારાજે અનેક અગમ્ય પદાર્થો શોધી કાઢ્યા અને કહ્યું : નવકારથી નિર્મળ બનેલી પ્રજ્ઞા તમને બધું જ શોધી આપશે. ગણધરોને તો માત્ર ત્રણ જ પદો ભગવાને આપેલા. એ માતૃકા છે. એ ખાતું છે. તેના પરથી બનાવેલી દ્વાદશાંગી તે રોકડ છે. * ચાર માતા : (૧) વર્ણમાતા : જ્ઞાનમાતા : અ થી સુધીના અક્ષરો. - જુના જમાનામાં માતાની જેમ અક્ષરોને પૂજતા. ગણધરોએ સ્વયં તેને નમન કર્યું છે : “નમો નંબઇ ત્રિવિણ ' અક્ષર દ્રવ્યશ્રુત હોવા છતાં ભાવશ્રુતનું કારણ છે. કહે, - - - * * * * * * * * * * ૦૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ (૨) નમસ્કૃતિ માતા (નવકાર) : પુણ્યની માતા. વિશિષ્ટ પુણ્ય પેદા કરવાથી જીવનો વિકાસ થતો જ રહે. (૩) પ્રવચન માતા : ધર્મમાતા. પુણ્ય પછી ધર્મનું સર્જન થવું જોઈએ. આ બધી ધાવમાતાઓ છે. એ પોતાનું કાર્ય કરીને આગળની માતાના ખોળામાં આપણને મોકલી દે. પહેલા વર્ણમાતા આવે. વર્ણમાતા તમને નવકાર માતાના ખોળામાં, નવકાર માતા તમને પ્રવચન માતાના ખોળામાં મૂકે. આજે તો આશ્ચર્ય થાય છે ! તમારા બાળકો વર્ણમાતાથી જ વંચિત રહી જાય છે. એને A. B. C. D. આવડે છે, પણ અ થી ૭ સુધીના અક્ષરો જ ન આવડે. અમારી પાસે આવા કેટલાક બાળકો આવે છે. એ જોઈને આશ્ચર્ય થાય : આપણા જ દેશનો બાળક આપણી જ ભાષા ન જાણે ! બાળપણથી જ તમે માતૃભાષાથી અલગ થઈ જાવ તો તમારામાં આર્ય-સંસ્કૃતિની ધારા શી રીતે ઊતરે ? જે ભાષા બાળપણથી શીખો એ જ ભાષાની સંસ્કૃતિ ઊતરશે. બાળકો તો ઠીક, આજે તો સાધુ-સાધ્વીજીઓ પણ સંસ્કૃતથી દૂર થઈ ગયા છે. વ્યાખ્યાન સારા આપી દીધા ! લોકોને પ્રભાવિત કરી દીધા, એટલે કામ પતી ગયું ! લોકરંજનમાં પડી જઈશું તો આગમોને ભણશે કોણ ? જૈન સાધુને તો એટલી સામગ્રી મળી છે કે બીજે કશે જવાની જરૂર જ ન પડે. (૪) ધ્યાનમાતા : ત્રિપદી. ત્રણેય માતાઓ આપણને છેલ્લે ધ્યાનમાતાના ખોળે મૂકી દે. પણ પ્રારંભ ક્રમશઃ જ થશે. સીધું ધ્યાન નહિ આવે. છે ભગવાન બધાનું હિત કરે, પણ બધાના નાથ કેમ ન બને ? ભગવાન તો નાથ બનવા તૈયાર છે, પણ આપણે એમને નાથ તરીકે સ્વીકારવા તૈયાર નથી. બીજાધાનયુક્ત જીવ જ નાથ તરીકે સ્વીકારવા તૈયાર થાય છે. ભારત સરકાર લડાઈ મેદાને ઊતરેલા વફાદાર સૈનિકોને ૦૨ * * * * * * * * * * * * Page #105 -------------------------------------------------------------------------- ________________ જ શસ્ત્રો આપીને મદદ કરે. બેવફા – શત્રુ પક્ષમાં ભળી ગયેલા સૈનિકોને શસ્ત્રો આપે તો શું હાલત થાય ? ભારત સરકારથી જ ભારતનો નાશ થાય. એ જ રીતે ભગવાન બીજાધાનયુક્ત ભવ્યાત્માના જ નાથ બને, અન્યના નહિ. બીજાધાનથી માંડીને ઠેઠ મોક્ષ સુધી ભગવાન યોગક્ષેમ કરતા રહે. પછી તો તમે સ્વયં નાથ બની અન્યનું યોગક્ષેમ કરતા રહેશો. જ વ્યવહાર રાશિ કે અવ્યવહારરાશિ - બધા જીવોનું હિતે ભગવાન કરે છે. આપણે ભલે વિચારતા ન હોઈએ, પણ આપણું હિત કોઈ કરે છે, એવો ખ્યાલ આવે છે ? રેલમાં તમે બેઠા છો ત્યારે ડ્રાઈવર તમારું હિત કરે છે ને ? ભલે તેવો કોઈ વિચાર તમારામાં ન હોય. • ભાષાવર્ગણાથી મનોવર્ગણાનું ઉપકારક્ષેત્ર મોટું છે. આપણે જેમ વિહાર કરીએ છીએ તેમ આપણે છોડેલા ભાષા અને મનના યુગલો પણ વિહાર કરે છે. પંદરેય યોગોના પુદ્ગલો થોડું કે ઘણું દેશાન્તરે જાય છે. કોઈક થોડેક અટકે છે કોઈક દૂર સુધી જાય છે. - ભગવાન પવિત્ર વાણીનો ઉચ્ચાર કરે ત્યારે તેના તરંગો સર્વત્ર નહિ ફેલાતા હોય ? સીમંધરસ્વામીના વાણીના પુગલો અહીં નહિ પહોચતા હોય ? આ પણ આપણે એમના દ્વારા થતું હિત જ છે ને ? ચાર ભાવનાઓ મૈત્રી એટલે નિર્વેર બુદ્ધિ, સમભાવ. પ્રમોદ એટલે ગુણવાનોના ગુણ પ્રત્યે પ્રશંસાભાવ, કરુણા એટલે દુઃખીજનો પ્રત્યે નિદોષ અનુકંપા, માધ્યÅ એટલે અપરાધી પ્રત્યે પણ સહિષ્ણુતા. * * * * * – * * * * * * ૦૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ આ. સુદ-૨ ૨૯-૯-૨૦૦૦, શુક્રવાર સાચું હોય તે બોલી નાખવું, એમ નહિ, પણ જે બોલો તે સાચું હોવું જોઈએ. ભગવાન યોગ-ક્ષમ અમુકનું જ કરે, પણ હિત બધાનું જ કરે. જીવનું તો હિત કરે, અજીવનું પણ કરે. યથાવસ્થિત વસ્તુનું પ્રતિપાદન કરવાથી અજીવનું પણ હિત કરે. ભગવાન યથાવસ્થિત દર્શનપૂર્વક સમ્યફ પ્રરૂપણા કરે છે. ભાવિને બાધા ન પહોંચે તે રીતે સમ્યફ પ્રરૂપણા કરે છે. જે જેને યથાર્થરૂપે જુએ છે, તદનુરૂપ ભાવિ અપાય દૂર કરવાપૂર્વક વર્તે છે, તે તેને વસ્તુતઃ હિતકર છે. વનસ્પતિ આદિ સ્થાવરમાં ચેતના બતાવી ભગવાન લોકોને તેની હિંસાથી બચાવે છે. એકેન્દ્રિય જીવોને પીડાથી બચાવે છે. લૌકિક પવમાં જીવોનો ૦૪ * * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * : Page #107 -------------------------------------------------------------------------- ________________ કચ્ચરઘાણ હોય, લોકોત્તર પર્વોમાં જીવોને અભયદાન હોય ! છકાયનું હિત જિનવિહિત અનુષ્ઠાનમાં હોય જ. બીજા વ્રતનું નામ મૃષાવાદ - વિરમણ છે, સત્યભાષણ નથી. સાચું હોય તે બોલી જ નાખવું, એમ નહિ, પણ જે બોલો તે સાચું હોય, એ વ્રતનું રહસ્ય છે. સાચું બોલનારો કૌશિક તાપસ નરકે ગયો છે. ખોટું બોલીને જીવોને બચાવનાર શ્રાવક સ્વર્ગે ગયો છે. આ જ સંદર્ભમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી, કુમારપાળ ક્યાં છુપાયો છે ? એ જાણતા હોવા છતાં “હું નથી જાણતો.” એમ કહીને જૂઠું બોલેલા. જેનાથી જીવ બચે તે સત્ય ! જેનાથી જીવનું હિત થાય તે સત્ય ! એનાથી વિપરીત તે અસત્ય ! આચાર્યશ્રી દ્રવ્યથી મૃષાવાદ બોલ્યા, પણ ભાવથી સત્ય જ બોલ્યા. મુખ્ય વ્રત અહિંસા જ છે. બીજા વ્રતો પહેલા વ્રતની રક્ષા માટે જ છે. એ તૂટી જાય તો બીજા વ્રતો તૂટી જ જાય. “વાડ ધાન્ય માટે છે, વાડ માટે નહિ. અહિંસા માટે સત્ય છે, સત્ય માટે અહિંસા નથી.' અજીવના સંદર્ભમાં હિત કે અહિત કાંઈ નથી, પણ એ નિમિત્તે મિથ્યા ભાષણથી જીવને અહિત થાય છે. માથું ભટકાશે તો થાંભલાને કાંઈ નહિ થાય, તમારું માથું ફુટશે. અજીવની સમ્યક પ્રરૂપણાથી આખરે જીવનું જ હિત થશે. સિદ્ધ ભગવંતોની પ્રરૂપણા અન્યથા કરો તો તેમનું કાંઈ અહિત ન થાય, પણ પ્રરૂપણા કરનારનું અહિત જરૂર થાય. વનસ્પતિમાં જીવ તો હમણા જગદીશચન્દ્ર બોઝે કહ્યું ત્યારે વિજ્ઞાને માન્યું, પણ વિજ્ઞાન હજુ ક્યાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિમાં જીવ માને છે ? એ માટેના જગદીશચન્દ્ર બોઝો થવાના હજુ બાકી છે. તે કહેશે ત્યારે વિજ્ઞાન માનશે. પણ આપણે એટલી વાટ જોવાની જરૂર નથી. આપણે તો સર્વજ્ઞ ભગવાન વૈજ્ઞાનિક છે જ. એમણે કહેલું આપણે સત્ય માનીને ચાલીએ, એ આપણા માટે હિતકર છે. - અમારા કાળમાં ગૃહસ્થો પણ બહિર્ભુમિએ બહાર જતા. માંદા પડે તે જ વાડામાં જાય. આજે તો સાધુ મહારાજ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૦૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ પણ વાડો હોય તોય બહાર ભાગ્યે જ જાય ! વીર્યાચાર જ અભરાઈએ મૂકાઈ ગયો. એક વખતે અમારું ચાતુર્માસ (વિ.સં. ૨૦૨૫) અમદાવાદ વિદ્યાશાળામાં હતું. હું સાંજે બહિર્ભુમિએ ગયો. વરસાદ પડ્યો. સામે પૂ.આ.શ્રી મંગલપ્રભસૂરિજી (ત્યારે પં.મ.) સામે મળ્યા. કપડા ભીંજાયેલા હતા. મેં પૂછ્યું : આપના જેવા આવા વરસાદમાં બહાર બહિભૂમિએ જાય તે કરતાં વાડામાં જાય તો શો વાંધો ? તેમણે કહેલું : “જુઓ, વરસાદમાં ભીંજાતા જવું સારું, પણ વાડામાં જવું સારું નહિ ! વરસાદમાં સ્થાવરની વિરાધના છે, જ્યારે વાડામાં ત્રસની વિરાધના છે. વળી, ખોટી પરંપરા પડે તે જુદી.” ઘણા ગૃહસ્થો પૈસા ચૂકવી શકે તેમ ન હોય ત્યારે દેવાળું ફૂંકે છે.તેમ કેટલાક પ્રાયશ્ચિત્ત પૂરું ન કરવાથી આલોચના લેવાનું જ બંધ કરે છે. | મહાનિશીથમાં લખ્યું છે : એક અનાલોચિત પાપ ભયંકર દુર્ગતિમાં લઈ જાય છે. જે પાપની આલોચના લેવાનું મન ન થાય, તે પાપ-કર્મ નિકાચિત સમજવું. આપણે તો સ્થૂલ પાપોની જ આલોચના લઈએ છીએ, સૂક્ષ્મ વિચારો તો જણાવતા જ નથી. અનાલોચિત પાપવાળા આપણું શું થશે ? ઉત્તમ આત્મા કદાચ પાપ કરે, પણ પછી એમને ખૂબ જ પશ્ચાત્તાપ થાય. જેને પાપ કર્યા પછી પશ્ચાત્તાપનો ભાવ જાગતો ન હોય, તેણે સમજી લેવું : હજુ મારો સંસાર ઘણો લાંબો છે. ઉપા. માનવિજયજી મ.ની જેમ કહી શકે : “ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી. કામ, ક્રોધ, મદ, માન, વિષય રસ, છાંડત ગેલ ન મેરી...' તેનો જ આત્મા નિકટ મોક્ષગામી સમજવો. આ નાનકડા સ્તવનમાં આપણી સાધનામાં રુકાવટ કરતા લગભગ તમામ દોષો આવી ગયા છે. જૂના સંગીતકારો (દીનાનાથ વગેરે જેવા) આવા ગીતોને ૦૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * : Page #109 -------------------------------------------------------------------------- ________________ ખૂબ જ પસંદ કરતા. આ દોષો ભક્તિના અંતરાયો છે. એને દૂર કર્યા વિના ભક્તિ આત્મા સાથે નહિ જામે. માનવિજયજી કહે છે : આપણે પરનિંદા અને સ્વપ્રશંસા કરીએ છીએ. હવે એને બદલાવી નાખો. પરની પ્રશંસા અને સ્વ-નિંદા કરો. માત્ર થોડી જ દિશા બદલો તો વિરાધનાનો માર્ગ આરાધનાનો માર્ગ બની જશે. જે માર્ગે આગળ જતાં દુર્ગતિનગરી આવવાની હતી, તે જ માર્ગથી પાછા ફરતાં સગતિ નગરી આવશે. આત્મારામજી મ. જેવા ઉત્કૃષ્ટ પ્રભાવક પુરુષ પણ ભગવાન પાસે આવીને રહ્યા છે, પોતાની મોટાઈ નથી રાખી. જેટલા દોષો દુનિયા આપણા જાણશે તેટલું સારું ! જેટલી આપણી નિંદા થશે તેટલું સારું ! તેટલી વધુ કર્મોની નિર્જરા થશે ! વગર પૈસે આ ધોબી તમારા કપડા ધોઈ આપે તે ઓછી વાત છે ? પૂ. કલાપ્રભસૂરિજી : પેલો બિચારો કર્મ બાંધે તેનું શું ? પૂજ્યશ્રી ઃ મહારાજા જતા'તા ને આંબાને મારવા ફેંકેલો પત્થર રાજાને વાગ્યો. મહારાજાએ તે છોકરાને ૧૦૦૦/સુવર્ણમુદ્રા ઈનામ આપ્યું. મંત્રીએ કહ્યું : આવતી કાલે આપને હજાર પત્થરા ખાવા પડશે. કારણ કે બધાને ઈનામ મળશે, એવી આશા હશે ! તમારો પ્રશ્ન પણ આવો જ છે. મહારાજાએ કહેલું : હું એવો મૂર્ખ નથી. કે એમ પત્થર મારનારને ઈનામ આપું. જેમનો ઈરાદો એવો હોય તેમને તો સજા જ કરું, પણ આ છોકરાનો ઈરાદો કાંઈ મને મારવાનો ન્હોતો, ફળ મેળવવાનો હતો. એક વૃક્ષ પણ પત્થર મારનારને ફળ આપે તો હું માણસોમાં પણ હું રાજા એને સજા આપું ? હું વૃક્ષથી પણ ગયો ? રાજાનો આ એંગલ હતો. * * * * * * * * * * * * ૦૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ દરેકનો એંગલ સમજવો જોઈએ. આપણે સમાધિ રાખવા માટે આ એંગલ છે : નિંદક ઉપકારી છે. એના પોતાના માટેનો એંગલ અલગ છે. એણે તો એમ જ વિચારવું જોઈએ : (જો એ વિચારી શકે તેમ હોય તો.) ‘નિન્દો ન જોઽપ નો' ‘વિશ્વમાં કોઈની પણ નિંદાથી મારું શું થશે ?' બન્નેના પોત-પોતાના એંગલ-દૃષ્ટિકોણ હોય છે. એ રીતે અપનાવે તો બન્ને ખરા ! બીજાના દૃષ્ટિકોણ પોતે અપનાવી લે તો બન્ને ખોટા ! ભીંત સાથે તમે અથડાયા તો ભીંતને કશું નથી થવાનું, પણ તમારું માથું ફુટવાનું ! તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે જીવાસ્તિકાય વિષે તમે વિપરીત પ્રરૂપણા કરો તેમનું કશું બગડવાનું નથી, પણ તમારું જરૂર બગડશે. તે રીતે તમે સમ્યક્ પ્રરૂપણા કરો તો તેમને ભલે કાંઈ ન થાય, પણ તમારું તો હિત જરૂર થાય જ. મગજને વિકસિત કરવા જ્ઞાનમાં આયાસ કરીએ છીએ. તેમ કાયાને વિકસિત કરવા વીર્યાચારમાં આયાસ કરવો જોઈએ. એક પર મંડી ન પડો, ત્રણેય નોકરોને (મન, વચન, કાયાને) સરખું કામ આપો. be ‘કહ્યું કલાપૂર્ણસૂરિએ' પુસ્તક મળ્યું. પૂજ્યશ્રીના પ્રવચનોમાં અમૃત-અમૃત ને અમૃત જ હોય એમાં બીજું કાંઈ કહેવા જેવું જ નથી. પંન્યાસ મુક્તિદર્શનવિજય ગોરેગાંવ, મુંબઈ ** - * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #111 -------------------------------------------------------------------------- ________________ . આ. સુદ-૩ ૩૦-૯-૨૦૦૦, શનિવાર પરસ્પર ઉપકાર કરવો તે ધર્મ છે, ઉપકાર ન કરવો તે અધર્મ છે. (૨૩)નો પવા | અંધારામાં અથડાતા આપણને પ્રભુ-વચનો પ્રકાશ બને છે. જિન-વચન પ્રકાશરૂપ ત્યારે જ લાગે, જયારે આપણે સ્વયં અંધારામાં અથડાઈ રહ્યા છીએ, એવું લાગે. તીર્થ રહે ત્યાં સુધી પ્રભુવચનો પ્રકાશ ફેંક્યા જ કરશે. ભોજનશાળાનો સ્થાપક ભલે મૃત્યુ પામી જાય, પણ જ્યાં સુધી એ ભોજનશાળા ચાલે ત્યાં સુધી એ સ્થાપકની જ ગણાય. આ તીર્થ પણ આત્માની ભોજનશાળા જ છે. આજે ભગવતીમાં એવો પાઠ મળ્યો, જેની હું વર્ષોથી શોધ કરતો હતો. પૂ.પં. ભદ્રંકર વિ. મહારાજે ખાસ કહેલું : પંચાસ્તિકાય પરસ્પર સહાયક બને છે તેવો કોઈ * * * * * * * * * * * * * ૦૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ પાઠ મળે તો શોધજો. આજે તેવો જ પાઠ મળ્યો છે. પરસ્પર ઉપકાર કરવો, એ તો ધર્મ છે. ઉપકાર ન કરવો તે ગુનો છે. એ ગુનાની જ સજારૂપે જ આપણને દુઃખમય સંસાર મળ્યો છે. પ્રકાશનો થોડો જ સહારો મળતાં અંધારામાં ખીણમાં પડતા બચી જઈએ છીએ. પ્રકાશનો આ થોડો ઉપકાર છે ? બે ધાતુવાદીઓ ભયંકર અંધકારપૂર્ણ ગુફામાં મશાલ લઈને ગયા હોય ને વચ્ચે મશાલ બુઝાઈ ગઈ હોય તો શું થાય ? આજુબાજુ ક્યાંય પ્રકાશ નથી. ચાલવું કેમ ? જવું કેમ ? તે જ સમસ્યા થઈ પડે. અંદર કેટલાય ઝેરી પ્રાણી ફરતા હોય તેનો ડર હોય ! આવી જ હાલત આપણી હતી. શ્રુતજ્ઞાનનો દીવો ન મળ્યો હોત તો આપણી હાલત આવી જ હોત ! શ્રુતજ્ઞાનની કિંમત કેટલી? તે તમે જ વિચારો. પણ નિશાચરને અંધારામાં જ ફરવું ગમે. પ્રકાશ આવતાં જ તે આકુળ-વ્યાકુળ થઈ ઊઠે ! આપણે અજ્ઞાનના અંધકારથી ટેવાઈ ગયા નથીને ? મારી જ વાત કરું : ક્ષણવાર પ્રભુના વાક્યો ભૂલાઈ જાય તો હું આકુળ-વ્યાકુળ થઈ જાઉં. આનંદઘનજીની ભાષામાં કહું તો : મનડું કિમહી ન બાજે હો કુંથુજિન !” હે કુંથુનાથજી ! મારું મન ઠેકાણે નથી રહેતું. અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ-તિમિર હર્યું જુગતે.” એવું કહેનારા રામવિજયજીએ અનુભવથી જ કહ્યું છે. નિષ્કામ ભક્તિના પ્રભાવે જ નિજ ઘટમાં અજવાળું રેલાય છે. - ભગવાન શ્રુતજ્ઞાનથી પ્રકાશ કરે છે, એમ ન કહેતાં અહીં તો કહે છે : ભગવાન પોતે જ જગતના દીપક છે. लोगपईवाणं । ભગવાન કદી આપણને ભૂલતા નથી, આપણે ભગવાનને ભૂલી ગયા છીએ. તેને યાદ કરવું છે. ભગવાન ૮૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #113 -------------------------------------------------------------------------- ________________ આપણને ભૂલી ગયા છે, તે ભ્રમ છે. એ ભ્રમને તોડવો રહ્યો. - ઉમાસ્વાતિ મ. આધાર પાઠ વિના કદી લખે જ નહિ. એમણે જ “પરસ્પરોપગ્રહો નીવાનામ્ ' લખ્યું, તેનો આધાર હોવો જ જોઈએ. એના મૂળ તમે ભગવતીના ૪૬૧મા આજના સૂત્રમાં તમે જોઈ શકો છો. જીવ જીવાસ્તિકાયને શું મદદ કરે ? આકાશ સૌને જગા આપે. જીવ જીવાસ્તિકાયને અનંતા મતિ-શ્રુતજ્ઞાનના પર્યાયો આપે. (બીજું શતક - અસ્તિકાય ઉશના બધા પાઠો અહીં જોડી દેવા.) . જીવનું લક્ષણ જ ઉપયોગમય છે. ‘૩૫યો નક્ષપામ્ !' એનો આધાર અહીં છે. જેનો ઉપયોગ હોય, તેનો પરસ્પર ઉપગ્રહ હોય જ. આમાં સર્વ જીવો આવી ગયા. બધું જ જ્ઞાન તીર્થકરથી અનંતર કે પરંપર મળે છે. | તીર્થકર ભગવાન પોતાનું જ્ઞાન અન્યને આપીને કહે છે : તમને જે જ્ઞાનાદિ મળેલું છે, તે બીજાને આપજો. જીવને જ જ્ઞાન આપી શકાય, અજીવ તો લઈ જ ન શકે. તમે ન આવો તો હું થાંભલાને વાચના આપી શકું ? હવે પ્રસ્તુતમાં આવીએ. પ્રશ્ન : અજીવનું અહિત થતું જ નથી. તો ભગવાન અજીવના હિતકારી શી રીતે થઈ શકે ? અજીવને તો કોઈ પાપ લાગવાનું નથી. ઉત્તર : આપણે તો અજીવ - વિષયક જૂઠું બોલીએ તો માયા અને મિથ્યાત્વ લાગે ને ? દ્રવ્યોમાં પ્રાણાતિપાતમાં છનું નવનિવાસુ પણ મૃષાવાદમાં “સત્રāસુ' ક્ષેત્રમાં “નો વી મનો, વા !' એમ પખિસૂત્રામાં લખ્યું. બધા દ્રવ્યોનું યથાસ્થિત અસ્તિત્વ સ્વીકારવું જ પડે. કર્તાની અપેક્ષાએ અજીવમાં અયથાર્થતા આવતાં તેને નુકશાન થયું. “ ભીંતને પત્થરો મારો તો તેને કાંઈ ન થાય, પણ તમારું કદાચ માથું ફુટે. બીજાને પાડવા ખાડો ખોદો તો એ તો પડે કે ન પડે પણ તમારા માટે તો કૂવો તૈયાર થઈ જ જાય. ધવલ મારવા ગયો, શ્રીપાલ ભલે ન મર્યો, પણ ધવલ શેઠ પોતે તો મરી જ ગયો. * * * * * * * * * * * * * ૮૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ યથાર્થ પ્રતિપાદન ન કરવાથી જીવને આ મોટું નુકશાન થાય છે. બધા મગ પાકી રહ્યા છે, તેમાં કોયડુ મગ ભલે ન પાક્યા, પણ તે પાકની ક્રિયા તો ચાલુ જ રહીને ? તેમ અહીં અજીવ અંગે પણ સમજવું. અઢાર હજાર શીલાંગમાં અજીવ સંયમ પણ બતાવ્યું છે. અજીવ પ્રત્યે પણ જયણા રાખવાની છે. ઓઘો અજીવ છે, છતાં જીવ-રક્ષામાં મદદ કરે છે. ભગવાન લોકના પ્રદીપ છે. દીવો બાહ્ય પ્રકાશ આપે. ભગવાન આંતર પ્રકાશ આપે છે. નાનકડા છોકરાને આપણે શીખવીએ છીએ ને એનું જ્ઞાન ધીરે-ધીરે વિકસિત થતું જાય છે. તેમ આપણે પણ નાના હતા ત્યારે કોઈએ (ગુરુ આદિએ) આપણને શીખવેલું તે યાદ છે ને? કે ભૂલી ગયા ? બીજાએ આપણને શીખવેલું છે. તો આપણે બીજાને નહિ શીખવવું ? બીજાને સહાયતા કરવી એ જ અહીં શીખવાનું છે. જ્ઞાનનો પ્રકાશ આવે ત્યારે આ બધું સમજાય છે. દીવો ખાનગીમાં નાની જગ્યાએ ન રાખતાં એવી જગ્યાએ મૂકવામાં આવે કે જેથી સર્વત્ર એનો પ્રકાશ ફેલાય. દીવો દીવા ખાતર નથી, પદાર્થોને અજવાળવા માટે છે. ભગવાન જગતના દીપક છે. અમે નાના હતા, ત્યારે ફલોદીમાં ઈલેકટ્રિક ન્હોતી. દરેક શેરીમાં ફાનસની વ્યવસ્થા હતી. માણસો આવીને રોજ સાંજે ફાનસ સળગાવી જાય. દીવો કિરણોથી પ્રકાશ ફેલાવે, તેમ ભગવાન દેશનારૂપી કિરણોથી પ્રકાશ ફેલાવે છે. અહીં લો કથી સમ્યગ્દષ્ટિ સંસી જીવો લેવાના છે. દેશનાના કિરણો તેને જ અજવાળે છે જે સમ્યગ્દષ્ટિ સંજ્ઞી જીવો હોય છે. ગાઢ મિથ્યાત્વવાળાનું હૃદય ભગવાન ન અજવાળી શકે. ઘુવડને સૂર્ય કાંઈ ન બતાવી શકે. આપણે જો ઘોર મિથ્યાત્વી બનીને પ્રભુ પાસે ગયા હોઈએ તો ભગવાનના ૮૨ * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * = Page #115 -------------------------------------------------------------------------- ________________ વચનો આપણને કાંઈ જ ન કરી શકે. આપણા હૃદયનું અંધારું અભેદ્ય જ રહે. આપણે દરેક ભવમાં આવું જ કર્યું છે. આ ભવમાં પણ હજુ કદાચ ચાલુ જ છે. હું પણ સાથે છું. પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : આપ આવું કહો તે શોભે નહિ. અમે નિરાશ થઈ જઈએ. પૂજ્યશ્રી : આ એક પદ્ધતિ છે. મને અભિમાન ન આવે, તે મારે નહિ જોવાનું ? જામનગરમાં વ્યાખ્યાન શરૂ કર્યા પછી શંખેશ્વરમાં પૂ.પં. ભદ્રંકર વિ.મ. વગેરે સાથે રહેવાનું - પ્રવચન આપવાનું થયું. વ્યાખ્યાન પછી પૂ.પં. ભદ્રંકર વિ.મ.ને પૂછ્યું : પ્રવચનમાં કાંઈ સુધારવા જેવું ? પૂ.પં. ભદ્રંકર વિ.મહારાજે કહ્યું : વ્યાખ્યાનમાં “તમે” “તમે'ની જગ્યાએ “આપણે” શબ્દનો પ્રયોગ કરવો. તથા પોતાના તરફથી, પોતાની બુદ્ધિથી કશું બોલવું નહિ. તથા બેડા-લુણાવા વગેરે સ્થળોએ તેઓ પ્રવચનમાં કાંઈ ખામી હોય તો કહેતા. વ્યવહારની ખામી હોય તો નિશ્ચયની, નિશ્ચયની ખામી હોય તો વ્યવહારની વાત કરતા. મેં જે પણ પુસ્તકાદિ લખેલા છે, તે બધામાં તમે શાસ્ત્રપાઠો જોઈ શકશો. હવે તો એવો આત્મ-વિશ્વાસ થઈ ગયો છે કે જે પણ હું બોલું તે શાસ્ત્ર-સાપેક્ષ જ હોય, કદાચ અત્યારે શાસ્ત્ર-પાઠ ન મળે તો પછી પણ મળી જ આવે. મેં ઘણીવાર પૂ. પંન્યાસજી મ. તરફથી ઠપકો પણ સાંભળ્યો છે. તેમણે એકવાર કહેલું : તમને ધ્યાન-વિચાર પર લખવાનું સૂઝે છે, પણ “પરસ્પરોપગ્રહો ગીવાનામ્ ' પર કેમ લખવાનું મન થતું નથી ? લાગે છે : પ્રથમ વિશ્વયુદ્ધ પછી તમારો જન્મ થયો છે. આજના કાળના જીવો આવા જ છે : પરોપકારની વાત તેમને ગમતી નથી. જેવું બોલું છું તેવું મારું જીવન ચોવીસેય કલાક નથી હોતું. એવું જીવન જીવાઈ જાય તો કામ થઈ જાય. હું તો માનું છું કે : તમારા સૌના પુણ્યનો આ પ્રભાવ છે કે હું બોલી શકું છું. બાકી મને બોલતાં જ ક્યાં આવડે છે ? * * * * * * * * * * * ૮૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ - ના તે આ. સુદ-૪ ૧-૧૦-૨૦૦૦, રવિવાર ભગવાન સૂર્ય જ નહિ, આંખ પણ છે. ભગવાનનો શ્રુતખજાનો અઢળક અને અદ્ભુત છે, આત્મવિકાસનું કારણ છે. જગતને સાચું જ્ઞાન આપનાર ભગવાન જ છે. આ જ સૌથી મોટો ઉપકાર છે. બહેરા-મુંગો માણસ પ્રાયઃ કદી ઉપકારક બની ન શકે કે પ્રસિદ્ધ ન બની શકે. કારણ કે જ્ઞાનના આદાન-પ્રદાનના દ્વાર બંધ છે. જ્ઞાનનું આદાન દ્વારા કાન છે અને પ્રદાન દ્વાર જીભ છે. જે આદાન કરી શકે તે જ પ્રદાન કરી શકે. જે સાંભળી શકે તે જ સંભળાવી શકે. માટે જ પાંચ ઈન્દ્રિયોમાં કાન મહત્ત્વપૂર્ણ ગણાયું છે. તમે જો સાંભળ્યું ન હોય તો કદી બોલી શકો નહિ. નાનું બાળક પહેલાં સાંભળે છે પછી જ બોલે છે. આજના ડૉકટર કહે છે : જન્મથી ૮૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ મૂંગું બાળક પ્રાયઃ બહેરું જ હોવાનું ! જેણે કદી સાંભળ્યું નથી તે શી રીતે બોલી શકશે ? આ કાનથી પરનિંદા કે સ્વપ્રશંસા સાંભળવી તે કાનનો અપરાધ છે. આ અપરાધ જે નથી સેવતો તે મહાયોગી છે. નિંદા-સ્તુતિ-શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણે; સો જોગીસર જગમેં પૂરા, નિત ચઢતે ગુણઠાણે.” - ચિદાનંદજી. જે ઈન્દ્રિયોનો દુરુપયોગ કરીએ તે ઈન્દ્રિય ભવાન્તરમાં આપણને ન મળે. જેમ બીજા માટે ધર્મ દુર્લભ બનાવીએ તો આપણા માટે જ ધર્મ દુર્લભ બની જાય. આ ઈન્દ્રિયોનો સદુપયોગ કરો. કાનથી પરપ્રશંસા, જીભથી ગુણની પ્રશંસા, આંખથી દિન-દર્શન કરતા રહો, જેથી ભવાંતરમાં તે તે ઈન્દ્રિયો તો મળશે જ. સાથે અનાસક્તિ પણ મળશે. આ વાચના તમારા જ માટે નથી આપતો. હું મારા માટે પણ આપું છું. સ્વ-કલ્યાણનું લક્ષ પહેલા જોઈએ. ભગવાન પણ પરાણે કોઈને મોક્ષ આપી શકતા નથી, તો આપણે કઈ વાડીના મૂળા ? શાસ્ત્ર એટલે ભગવાનની દેશનાની ટેપ ! ગાયક ભલે મૃત્યુ પામી ગયો હોય, પણ તમે તેનું ગીત ટેપ દ્વારા સાંભળી શકો છો. - મહેસાણામાં ભણેલા પ્રજ્ઞાચક્ષુ આણંદજી પંડિતજી બહુ બુદ્ધિમાન હતા. એકવાર કંઠસ્થ કરેલું કદી ભૂલે નહિ. ૨૦-૨૫ વર્ષ પછી પ્રતિક્રમણમાં અજિતશાન્તિ બોલેલા ત્યારે પૂ. કનકસૂરિજી મ. વગેરે સ્તબ્ધ બની ગયેલા. બુદ્ધિ કોઈના બાપની નથી. વિ.સં. ૨૦૨૦ ભુજપુર ચાતુર્માસમાં નાના બે મુનિ (પૂ. કલાપ્રભ - કલ્પતરુ વિ.મ.) ને ભણાવતા કહેતા : કશું આવડતું નથી. સાવ ઠોઠ ! ઢબુના ઢ ! આવા પંડિતજી કચ્છની શોભારૂપ હતા. આંધળા પાસે દીપક વ્યર્થ છે. તેમ મિથ્યાત્વી માટે ભગવાન વ્યર્થ છે. દોષ દીપકનો નથી, આંખ નથી તેનો છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૮૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ દોષ ભગવાનનો નથી, સમ્યક્ત્વ નથી તેનો છે. મારી વાત તમે બહેરા હો ને ન સંભળાય તો મારો દોષ ? ઘૂવડને સૂર્ય ન દેખાય તેમાં સૂર્યનો દોષ ? સમવસરણમાં બધાને બોધ થતો નથી. હમણા પણ નથી થતો. એમાં ભગવાનનો દોષ નથી. ભગવાન દ્વારા પણ સર્વને બોધ ન થતો હોય તો આપણી વાત જ શી ? કોઈ બોધ ન પામે ત્યારે આ એંગલ સામે રાખવું ઃ ભગવાન જેવાની વાણી પણ કેટલાકને પીગળાવી ન શકે તો આપણે કોણ ? આપણે તો એવા શાહુકાર કે અહીંનું કાંઈ મુકામમાં લઈ ન જઈએ. બધું ખંખેરીને જ જઈએ. ખાવા-પીવાનું કશું અટકતું નથી. પછી આ બધી લમણાઝીંક શાની ? “ક્તિનાપિ મર્તવ્યમ, મપત્તેિના િકર્તવ્ય ઈશષvi ઋર્તિવ્ય ?' આમ જાણીને જ્ઞાનથી દૂર નથી ભાગવાનું, પણ તે માટે વધુ પ્રયત્ન કરવાનો છે. ઉપદેશમાળાના મંગલાચરણમાં ઋષભદેવને સૂર્ય અને મહાવીરસ્વામીને ચક્ષુ કહ્યા છે. સૂર્ય આકાશમાં છે, પણ આંખ આપણી પાસે છે, સાથે જ રહે છે. એવું કદી બને કે આંખ ક્યાંક રહી જાય ને તમે બીજે પહોંચી જાવ ? ચમા રહી જાય તેવું હજુ બને. પણ આંખ ? આંખ તો ચોવીશેય કલાક તમારી સેવામાં હાજર છે. એકલા સૂર્યથી ન ચાલે, આંખ પણ જોઈએ. એકલી આંખથી ન ચાલે, સૂર્ય પણ જોઈએ. ભગવાન આપણા માટે સૂર્ય જ નથી બનતા, આંખ પણ બને છે. ભગવાન જગતના ચક્ષુ હોય તો આપણા માટે તે ચક્ષુ નહિ ? આપણે જગતમાં આવી ગયા કે નહિ ? ચક્ષુની જેમ ભગવાન સદા સાથીદાર બનીને રહે છે, જો આપણે રાખીએ તો. સૂયગડંગ સૂત્રની વીર સ્તુતિમાં, સ્મૃતિ દગો ન દેતી હોય તો ભગવાનનું આ “જગચ્ચક્ષુ” વિશેષણ આપવામાં આવેલું છે. ૮૬ * * * * * * * * * * * * # ક Page #119 -------------------------------------------------------------------------- ________________ હું તો આ વિશેષણ વાંચીને નાચ્યો છું. * ભગવાનની ભક્તિથી જ વિરતિ મળે. તમને ચારિત્ર મળ્યું છે તેનું કારણ પ્રભુ-પૂજા છે. બાળપણમાં દીક્ષા મળી હોય તો પૂર્વ-જન્મમાં પ્રભુ-પૂજા-ભક્તિ ઘણી થઈ હશે, એમ નક્કી માનજો. દીક્ષા-કેવળને અભિલાષે નિત-નિત જિન-ગુણ ગાવે.' દેવો પણ દીક્ષા-કેવળને પામવાની ઈચ્છાથી પ્રભુ-ભક્તિ કરતા રહે છે. એમ સ્નાત્રપૂજામાં પં. વીરવિજયજી ફરમાવે છે. ભગવાનનો આ વિશિષ્ટ પ્રભાવ જોઈને તે ઝીલવાનું આપણને મન થાય છે. ૪ સભ્યદૃષ્ટિને જેવો ભાવ થાય તેવો મિથ્યાષ્ટિને ન થાય. તેનું કારણ મિથ્યાત્વના મુદ્દગલો છે. તે ઘટાડવા પુરુષાર્થ કરવાનો છે. તેવું મંત્તે સેવં કં' ભગવતીના દરેક શતકના અંતે આવતો આ પાઠ ભીતર સમ્યગ્રદર્શનની સૂચના કરે છે. ભગવાન વ્યવહારથી બધાના પ્રદીપ બને છે, પણ નિશ્ચયથી તો સમ્યગૃષ્ટિ સંજ્ઞી જીવોના જ પ્રદીપ બને છે. ભગવાનનો પ્રભાવ આથી ઘટતો નથી. જીવોની યોગ્યતા જ ઓછી છે. દુનિયામાં કેટલાય આંધળા છે, કેટલાય ઘૂવડો છે, પણ તેથી કાંઈ સૂર્યનો પ્રભાવ ઘટતો નથી. ભગવાન આટલા શક્તિશાળી હોવા છતાં ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાયને જીવ ન બનાવી શકે. તેથી કાંઈ પ્રભુ શક્તિહીન ન ગણાય. ધર્માસ્તિકાય આદિમાં તેની યોગ્યતા જ નથી. તેમાં ભગવાન શું કરે ? કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૮૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ છે તે આ. સુદ-૫ ૩-૧૦-૨૦00, સોમવાર ધ્યાત વિતા કર્મ - ક્ષય નહિ થાય. ધ્યાન વિચાર સુન્ન – 7 – ગો - હિં, नादो तारा लओ लवो मत्ता । पय-सिद्धी परमजुया झाणाई हुंति चउवीसं ॥ ધ્યાન-વિચાર કોના આધારે લખાયો છે તે તો આગમધરો જાણે, પણ છે અદ્દભુત ! પખિસૂત્રમાં બોલાતા “રૂપવિત્તિ' જેવા કોઈ ગ્રન્થમાંથી ઉદ્ભત થયેલો હોય, એવું લાગે છે. ખાસ કરીને પૂ.પં. ભદ્રંકરવિજયજી મ.ની પ્રેરણાથી જ આ ગ્રન્થનો અભ્યાસ શરૂ કરેલો. તે પત્ર પુસ્તકમાં પ્રકાશિત પણ થયેલો છે. આગમિક ગ્રન્થ આપણી પાસે પડેલો (પાટણ, હેમચન્દ્રસૂરિ જ્ઞાનભંડાર) હોવા છતાં આપણી ૮૮ ઝ = = = = = = = = = * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ = = Page #121 -------------------------------------------------------------------------- ________________ નજર નથી ગઈ તે આશ્ચર્ય છે. સૌ પ્રથમ મુનિ જેબૂવિજયજી દ્વારા અનૂદિત થઈને તથા ધર્મધુરંધરવિજયજી દ્વારા સંપાદિત થઈ મૂળ પાઠ સાથે સાહિત્યવિકાસ મંડળ દ્વારા પ્રકાશિત થયેલો. મને આ અંગે તીવ્ર રુચિ હતી. એ પછી એમની (પૂ.પં.મ.) નિશ્રામાં જ રહીને જે લેખન-ટાંચણ થયું છે, તે આ ગ્રન્થરૂપે બહાર પડેલો છે. પણ એક વાત કહી દઊં : માત્ર વાંચન-શ્રવણથી નહિ ચાલે, તે જીવનમાં ઊતારીશું ત્યારે તેની ઝલક જોવા મળશે. મૂળપાઠ સાવ નાનો છે. અહીં બેઠેલા તમામ મુનિઓ વધુમાં વધુ અઠવાડીયામાં કંઠસ્થ કરી દે એટલો નાનો છે. એટલે કંઠસ્થ કરવો કોઈ મોટી વાત નથી, પણ જીવનમાં ઊતારવો મોટી વાત છે. ' લખતાં-લખતાં ભગવાન જાણે કપા કરતા હોય તેમ મને ઘણીવાર લાગ્યું છે. લખતી વખતે એક અદ્ભુત ગ્રન્થ “અરિહાણ સ્તોત્રમ્ (વજસ્વામી શિષ્ય ભદ્રગુપ્તસૂરિ રચિત) હાથમાં આવ્યો. પ્રારંભમાં ભલે આપણે જીવનમાં ઉતારી ન શકીએ, પણ આપણા પૂર્વાચાર્યોએ ધ્યાનના કેટલા ઊંડા ઉતરેલા હશે ? એ તરફ આપણો બહુમાનભાવ જાગે તોય કામ થઈ જાય. કુલ ચાર લાખથી પણ અધિક ધ્યાનના ભેદ થશે. આ બધા જ ધ્યાનના ભેદોમાંથી અરિહંતો પસાર થયેલા હોય છે. આજે સાધુ-સાધ્વીજીના જીવનમાં ધ્યાનની ખૂબ જ જરૂર છે. ઉપમિતિમાં કહ્યું : દ્વાદશાંગીનો સાર શું ? “સત્ર ધ્યાનો : ' એટલે કે દ્વાદશાંગીનો સાર સુનિર્મળ ધ્યાન છે. એમ સિદ્ધર્ષિએ લખ્યું છે. પપ૭મી ગાથા ઉપમિતિ સારોદ્ધાર - પ્રસ્તાવ-૮. મૂળ - ઉત્તર ગુણ વગેરે બધું જ બાહ્ય ક્રિયાઓ છે, ધ્યાનયોગને નિર્મળ બનાવવા સહાયક છે. મુખ્ય કાર્ય ધ્યાન છે. કર્મક્ષય આપણો ધ્યેય છે. એ ધ્યેય ધ્યાનથી જ સિદ્ધ થાય. * * * * * * * * * * * * ૮૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનની સિદ્ધિ મેળવવી હોય તો સૌ પ્રથમ ચિત્તની પ્રસન્નતા જોઈએ. કર્મનો સંપૂર્ણ ક્ષય અને આત્મશુદ્ધિની સંપૂર્ણ અભિવ્યક્તિ બન્ને સાથે જ થાય છે. આના માટે ધ્યાન જોઈએ. ધ્યાન માટે પ્રસાદ જોઈએ. પ્રસન્નતા માટે મૈત્રી આદિ ભાવો જોઈએ. પાતંજલ યોગદર્શનમાં પણ પ્રથમ યમ-નિયમ લીધેલા છે. ત્યા૨વછી ધ્યાન આવે છે. આપણે શુક્લ ધ્યાનમાં જ સમાધિ સમાવિષ્ટ કરી છે. ધ્યાનથી સમાધિ અલગ નથી આપી. આ ગ્રન્થમાં સંપૂર્ણ વિશ્વના ધ્યાનના પ્રકારો આવી જાય છે. પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : પ્રસાદ એટલે ? પૂજ્યશ્રી : પ્રસાદ એટલે ચિત્તની પ્રસન્નતા. ચિત્તની ત્રણ અવસ્થા છે ઃ નિર્મળતા, પછી સ્થિરતા, ત્યાર પછી તન્મયતા. જૈનશાસનમાં પ્રથમ નિર્માતા છે. એટલે જ અહિંસા આદિને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એનાથી નિર્મળતા મળે છે. નિર્મળતા એટલે જ પ્રસન્નતા. પ્રીતિ-ભક્તિ-વચન-અસંગમાંથી કયા પ્રકારનું તમારું અનુષ્ઠાન છે, તે પણ જોવું જરૂરી છે. • ધ્યાનના મુખ્ય ૨૪ પ્રકાર આ ગાથામાં બતાવ્યા છે. ધ્યાનથી ધર્મધ્યાન લેવાનું છે. ધર્મધ્યાનમાં આજ્ઞાવિયા ધ્યાન સૌ પ્રથમ આવે છે. પ્રભુ - આજ્ઞાના ચિંતનથી ધર્મધ્યાનનો પ્રારંભ થાય છે. ધ્યાન વિશિષ્ટ કોટિનું બને ત્યારે પરમધ્યાન બને, જે શુક્લધ્યાનના અંશરૂપ બને છે. • દ્રવ્યથી આર્ત-રૌદ્ર, ભાવથી ધર્મ-શુક્લ ધ્યાન છે. દ્રવ્યનો અર્થ અહીં કારણ નથી કરવાનો, બાહ્ય કરવાનો છે. એટલે જ પ્રથમ આર્ત-રૌદ્ર ધ્યાનનું વર્ણન કરશે. અનાદિકાળથી એમાં જ મન અટવાયેલું છે, તેમાંથી પ્રથમ મુક્ત કરવાનું છે. ૯૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #123 -------------------------------------------------------------------------- ________________ આર્ત – ધ્યાન માત્ર પોતાની પીડાના વિચારમાંથી થાય છે. એની જગ્યાએ બીજાનું ધ્યાન, વિચાર કરો તો એ ધ્યાન ધર્મધ્યાન બની જાય. ૦ તત્ર ધ્યાનું ચિત્ત - માવનાપૂર્વવ8: સ્થિરોડથ્યવસાય: ભગવાનના શરણાર્થી આપણે છીએ, ભગવાનને આપણે નાથ તરીકે સ્વીકાર્યા તો યોગક્ષેમની ભગવાનની જવાબદારી છે. આપણે ધ્યાનના અધિકારી ન હોઈએ તો ધંધામાં ડૂબેલા ગૃહસ્થો અધિકારી બનશે ? મનને એટલું વ્યગ્ર બનાવીએ છીએ કે ધ્યાનની વાત દૂર, ચિંતન પણ કરી શકતા નથી. એટલી બધી જવાબદારીઓ લઈને ફરીએ છીએ. અહીં વ્યક્ત રૂપે મંગળ આદિ ન હોવા છતાં અવ્યક્તરૂપે મંગળ છે જ. ધ્યાનના અધિકારીનો પણ નિર્દેશ કર્યો જ છે. ચતુર્વિધ સંઘનો યોગ્ય સભ્ય ધ્યાનનો અધિકારી ત્રણ ચીજ વિના લાડુ ન બને, તેમ રત્નત્રયી વિના ધ્યાન ન મળે. ચિંતામાં જ્ઞાન – દર્શન અને ભાવનામાં ચારિત્ર આવી ગયા છે. આર્ત - રૌદ્ર ધ્યાન પણ આ જ રીતે બને છે. માત્ર ત્યાં મિથ્યાદર્શનાદિ ત્રણ પડેલા છે. અનાદિના અભ્યાસથી તે સહજ રીતે થઈ જાય છે. પહેલા ૨૪ ધ્યાન ભેદો વાંચી પછી તે પર વિવેચન વિચારીએ. દ્રવ્યથી આ-રૌદ્ર ધ્યાન છે. ભાવથી આજ્ઞા વિચયાદિ ધર્મધ્યાન કહેવાય. એનો જ અહીં અધિકાર છે. પ્રારંભમાં આવું (આજ્ઞા-વિચયાદિ સ્વરૂપ) ધર્મધ્યાન પણ આવી જાય તોય કામ થઈ જાય. ધર્મ-શુક્લ ધ્યાન ન થ્થાઈએ તો અતિચાર લાગે છે. જે રોજ આપણે બોલીએ છીએ. આપણે એથી ઊદું જ કરીએ છીએ. નિષિદ્ધ કરીએ છીએ, વિહિત : છોડીએ છીએ. પછી જીત શી રીતે મળે ? * * * * * * * * * * * * ૯૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ એની કળા જાણવાથી ૨૪ કલાક ચિત્ત ધર્મ-ધ્યાનમાં રહે. ભાવનાઓથી ભાવિત બનાવવાથી આવું બની શકે. ધર્મધ્યાનમાંથી ચિત્ત નીચે આવતાં (કારણકે અન્તર્મુહૂર્તથી વધુ ચિત્ત એક ધ્યાનમાં રહી ન શકે.) ફરી ચિન્તા - ભાવનાનો ફોર્સ આપવાનો છે. આ પ્રમાણે પુનઃ પુનઃ દીર્ઘકાળ સુધી કરવાનું છે. એકવાર પણ એનો આસ્વાદ મળશે તો કદી ભૂલી નહિ શકો. રસગુલ્લા ખાધા પછી તેનો આસ્વાદ ભૂલાઈ જાય ? પાંચેય ઈન્દ્રિયોના આસ્વાદમાં આપણે ઠગાઈ જઈને, આત્માના સ્વાદથી દૂર રહી જઈએ છીએ. આત્માને તો પરમાત્મા દ્વારા જ આનંદ આવી શકે, એ જ એના સજાતીય છે. ૨૪ કલાક પ્રભુ-મુદ્રા પ્રસન્ન છે. એમનું નામ લેતાં, ભક્તિ કરતાં મન આનંદથી ઊભરાઈ જાય. એમનું નામ-મૂર્તિ વગેરેના આલંબનથી પણ ધ્યાનની ભૂમિકા તૈયાર થઈ જાય. ધ્યાન પૂર્વે ચિત્તને જો નિર્મળ ન બનાવીએ તો ધ્યાનનો અધિકાર મળી શકતો નથી. મન તો આમેય માંકડું છે. એમાંય મોહનો દારૂ પીધો હોય તો પછી પૂછવું જ શું ? દોડતા મનને સ્વાધ્યાયમાં ભાવના (ભાવનાનો અર્થ અભ્યાસ થાય. અભ્યાસ એટલે પુનઃ પુનઃ પ્રવૃત્તિ. દા.ત. જ્ઞાનાભ્યાસ, દર્શનાભ્યાસ વગેરે.) માં જોડવાનું છે. સંસારના દુઃખોનું ચિંતન પણ મનને સ્થિર કરે છે. અનંત ભવ ભ્રમણ પરનું ચિંતન પણ એક અનુપ્રેક્ષા છે. * ક્ષમા આદિ ચાર ગુણો (જેને ૪ કષાયો રોકી રાખે છે.) ઉત્તમોત્તમ ક્યારે હોય ? ઉત્તમ ક્ષત્તિ આદિ પેદા થાય ત્યારે જ શુક્લધ્યાનના મંડાણ થાય. યોગશાસ્ત્રના ૪થા પ્રકાશમાં માગનુસારી, સમ્યક્ત્વ, દેશવિરતિ વગેરે બતાવીને ઈન્દ્રિય-કષાય મન વગેરેના જય પર ખાસ ભાર મૂક્યો છે. વીર્ય શક્તિ પ્રબળ તેટલું ધ્યાન પ્રબળ ! વીર્યશક્તિને પ્રબળ બનાવવા જ જ્ઞાનાચારાદિ છે. ધ્યાન માટે જ્ઞાન અને ક્રિયા બન્ને શક્તિ વિકસિત કરવી ૯૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. એકાંગી વિકાસ ધ્યાન માટેની પૃષ્ઠ ભૂમિકા ન બની શકે. હેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ.” - ઉપા. યશોવિજયજી. સાચો ધ્યાની ક્રિયાને છોડે તો નહિ જ, પણ તેને વિશિષ્ટ પ્રકારની બનાવી દે. સાચા ધ્યાનીની બધી જ ક્રિયાઓ ચિન્મયી હોય છે. એટલે કે ધ્યાનના પ્રકાશથી આલોકિત હોય છે. એ ક્રિયાઓ ધ્યાનથી વિપરીત નહિ, પણ ધ્યાનને વધુ પુષ્ટ બનાવનારી બને છે. છેલ્લે એક વાત કહી દઉં : ખોવાયેલા આત્માને શોધવો હોય તો જેમણે એ આત્માને મેળવી લીધો છે એવા ભગવાનના ખોળામાં બેસી જાવ. ભગવાનને સૌ પ્રથમ પકડો. માટે જ ધ્યાનમાં સર્વ પ્રથમ આજ્ઞાવિચય ધ્યાન છે. પ્રભુની આજ્ઞા આવી ત્યાં ભગવાન આવી જ ગયા. ભગવાનનું ધ્યાન તે નિશ્ચયથી આપણું જ ધ્યાન છે. જેહ ધ્યાન અરિહંત કું, સોહી આતમ ધ્યાન; ભેદ કછુ ઈણમેં નહીં, એહિ જ પરમ નિધાન.” ધ્યાનની બહુ આંટીઘૂંટીમાં જવા ન ઈચ્છતા હો તો એક માત્ર પ્રભુને પકડી લેજો. બધું જ પકડાઈ જશે. વાંચ્યું ન હોત તો કદાચ આ પુસ્તકમાં શું ખજાનો ભર્યા છે ? તેનાથી હું અજાણ રહેત. - સા. દિવ્યદર્શનાશ્રી ક. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * * ૯૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ આ. સુદ-૬ ૩-૧૦-૨000, મંગળવાર ધ્યાન કરવાથી નથી થતું. એ પ્રભુ કૃપાથી આવે છે. જ ધ્યાનયોગને બાદ કરીએ તો સંયમ-જીવનમાં શું રહ્યું ? આ ધ્યાન-વિચાર ગ્રન્થ માટે ક્ષયોપશમ, પ્રજ્ઞા, યોગ્યતા વગેરે જોઈએ. એ ન હોય તો પકડાયા નહિ. ધ્યાન અનુભૂતિજન્ય છે. ધ્યાન કરવાથી નથી થતું, એ પ્રભુકૃપાથી આવે છે, એમ મેં મારા જીવનમાં અનુભવ્યું છે. સંયમ, ગુરુ-ભક્તિ વગેરે ધ્યાનની પૂર્વ ભૂમિકાના મહત્ત્વના પરિબળો છે. * ચિંતા, ભાવના, જ્ઞાન, સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ આ પાંચ શબ્દો અહીં મુખ્ય છે. અહીં કરણ અને ભવન શબ્દ આવશે. અપૂર્વકરણ આદિમાં કરણનો અર્થ થાય : અપૂર્વ વીયલ્લાસ ! નિર્વિકલ્પ સમાધિ. ૧૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ આમાં વૃત્તિઓનો સંક્ષેપ થાય. (૧) ધ્યાન : જૈનદર્શનનું ધ્યાન એટલે આત્માનુભૂતિ ! તે વખતે પુષ્કળ કમની નિર્જરા થાય. ચિત્તમાં પુષ્કળ પ્રસન્નતા પેદા થાય. જેમણે સમય મળે તે બધા વિવેચન વાંચી લે, મૂળ પાઠ પાકો કરે તો અહીંની વાતો સમજાશે. • ધ્યાનના આમ તો મુખ્ય ચાર જ ભેદ છે : ધર્મ, શુક્લ, આર્ત અને રૌદ્ર. આર્ત-રૌદ્રથી છૂટી ધર્મ-શુક્લમાં પ્રવેશ કરવો એ જ મુખ્ય વાત છે. આર્ત-રૌદ્ર ધ્યાન ચિત્તને અસ્વસ્થ બનાવનાર છે. ખાસ તો એમાંથી છૂટવાનું છે. આ ૨૪ પ્રકારો તો ધ્યાનના માર્ગના ભેદો છે. એટલે કે માર્ગ અલગ છે, પણ પહોંચવાનું તો એક જ સ્થળે છે. આ ચોવીસેય પ્રકારો દ્વારા આખરે ધર્મ-શુક્લ ધ્યાનમાં જ પ્રતિષ્ઠિત થવાનું છે. - સમતાથી ચિત્ત નિર્મળ થાય ત્યારે જ અંદર રહેલો પ્રભુ દેખાય. આ સમતા અનંતાનુબંધી આદિ કષાયોના વિગમથી આવે. જેમ જેમ કષાયોનો હ્રાસ થતો જાય તેમ તેમ અંદરની સમતા પ્રગટ થતી જાય. ગુણસ્થાનકમાં જેમ આગળ વધતા જઈએ તેમ તેમ પરમાત્મા વધુ ને વધુ શુદ્ધપણે પ્રગટ થતો જાય. બીજી વાચનાઓની જેમ આ માત્ર સાંભળવા માટે નથી, પણ આને જીવનમાં ઉતારશો તો જ કંઈક લાગુ પડશે. ૦ વાચના, પૃચ્છના આદિ ૪માંથી પસાર થયા પછી જ ધર્મકથા આવી શકે. પણ આપણે એને પ્રથમ નંબર આપી દીધો છે. લોકો દ્વારા શાબ્બાશી મળે ને ? - - દ્વાદશાંગીનો સાર ધ્યાન છે. આપણા સંયમજીવનનો વરરાજા ધ્યાન છે, પણ આપણે એને જ ભૂલી ગયા. વર વિનાની જાન બની ગઈ ! 5 ધર્મધ્યાન ૪ પ્રકારે : આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન. ચલચિત્તના ત્રણ પ્રકાર : ચિંતા, ભાવના અને અનુપ્રેક્ષા. * * * * * * * * * * * ૯૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ • આપણી પાસે સ્વાધ્યાયની વિપુલ સામગ્રી છે. એ જ મોટું પુણ્ય છે. દ્વાદશાંગી આપણી પાસે છે ને ? કદાચ દ્વાદશાંગી પૂરી ન હોય તો જે છે તે દ્વાદશાંગી જ છે. અરે... ચાર અધ્યયન છેલ્લે બચશે તે પણ દ્વાદશાંગી જ કહેવાશે. કાંઈ યાદ ન રહે તો નવકારમાં પણ દ્વાદશાંગી આવી ગઈ. આથી જ ૨૪ ધ્યાનના ભેદોમાં છેલ્લા ચારેક ભેદો નવકારને લગતા છે, જે મહત્ત્વપૂર્ણ છે. હું પછીથી બતાવીશ. આ ધ્યાનમાં આગમ, મૂર્તિ, સંયમ કે જાપ, કાંઈપણ છોડવાનું નથી. આજ્ઞા - વિચય ધ્યાનમાં આ બધું આવી જ ગયું છે. દેહમાં ફરતા મનને દેવમાં જોડી દેવું, એ જ ધ્યાનનું કામ છે. (૨) પરમ ધ્યાન : ધર્મધ્યાનના ૧૧ તારો બતાવી ધ્યાન શતકમાં વિસ્તારથી બધું બતાવ્યું છે. ધ્યાનથી મૂળ મનને પકડવાનું છે, પણ તે પહેલા વચન અને કાયાને પકડવી પડશે. કાયા અને વચનની સ્થિરતા માટે જ પાંચ સમિતિ છે. એથી જ સમિતિના સભ્યમ્ અભ્યાસ વિના ગુપ્તિ પાળી શકાય નહિ, મનનો નિગ્રહ કરી શકાય નહિ. ક્રમશઃ જ આ ધ્યાન સૂક્ષ્મ બને છે. વિકલ્પાત્મક ધ્યાન સુગમ છે. એ કળા સિદ્ધ થઈ ગયા પછી જ નિર્વિકલ્પાત્મક ધ્યાનમાં જઈ શકાય. સીધા જ નિર્વિકલ્પ કરવા ગયા તો ગરબડ થશે. વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ અને સલીન ચાર અવસ્થામાંથી પસાર થયેલું મન જ નિર્વિકલ્પ ધ્યાન માટે યોગ્ય બને છે. આ ધ્યાનને જીવનભર ટકાવીને પરલોકમાં પણ સાથે લઈ જવાનું છે. આજની અન્ય દર્શનીઓની ધ્યાન-શિબિરો તંબુ જેવી છે. તંબુ જલ્દી ઊભું થઈ જાય, પણ પવનથી ઊડી પણ જલ્દી જાય. પણ આપણે ત્યાં પૂર્વભૂમિકાપૂર્વકનું ધ્યાન પાકું મકાન * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૯૬ * * * * * * * * * * * * Page #129 -------------------------------------------------------------------------- ________________ છે, પાયો ખોદીને ઊભું કરવામાં આવ્યું છે. બનાવતાં જો કે વાર લાગે, પણ વાવાઝોડાથી એ ધરાશાયી નહિ બની જાય. શુક્લધ્યાનના ૪ લક્ષણ : શુક્લધ્યાન પ્રાપ્ત થઈ ગયેલું હોય તેને અવ્યથા, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ પ્રાપ્ત થયેલા હોય છે. અવ્યથા : દેવાદિ ઉપસર્ગોમાં વ્યથા ન હોય. અસંમોહ : સૈદ્ધાન્તિક પદાર્થોમાં અમૂઢતા. વિવેક : દેહથી આત્માની ભિન્નતાનું ભાન. વ્યુત્સર્ગ : નિઃસંદેહપૂર્વક દેહ અને ઉપધિનો ત્યાગ. શુક્લધ્યાનનો પ્રથમ ભેદ ‘પૃથક્ત્વ - વિતર્ક - સવિચાર’ છે, અહીં પણ હજુ વિચાર છે. યોગવિશિકામાં ઉપા. મ. લખે છે : આ કાળમાં પણ શુક્લધ્યાનના પ્રથમ ભેદની ઝલક મળી શકે છે. તે વખતે લોકોત્તર અમૃતનો આસ્વાદ મળે છે. આત્માના આનંદનો આસ્વાદ તે જ લોકોત્તર અમૃત છે. અહીં વિષયથી વિમુખતા હોય છે. ઉપા. મહારાજે આ પ્રવચન સારના આધારે લખ્યું છે. પોતાની બુદ્ધિથી નથી લખ્યું. 'जो जाणदि अरिहंतं दव्वत्त गुणत्त पज्जवत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु तस्स जादि लयं ॥ १/८० ॥ પ્રવચનસાર. - - અહીં જેટલા પરમ ધ્યાન આવશે, તે બધા ધ્યાનમાં સ્વ આત્મદ્રવ્યમાં બધું ઘટાવવાનું છે. ‘ભેદ-છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે.’ આપણે જુદાઈ રાખીએ, ભક્ત કદી ભગવાન સાથે જુદાઈ ન રાખે. આપણે બધું આપણી પાસે રાખીએ, ભગવાનને કાંઈ સોંપીએ નહિ. સાચો ભક્ત બધું જ ભગવાનને સોંપી દે. ‘દ્રવ્યાદિક ચિંતાએ સાર, શુક્લધ્યાનનો લહીએ પાર; તે માટે એહિ જ આદરો, સદ્ગુરુ બિન મત ભૂલા ફિરો.’ હેમચન્દ્રસૂરિજી જેવા પણ કહે છે ઃ શુક્લધ્યાનની અમને કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * e Page #130 -------------------------------------------------------------------------- ________________ પૂરી પ્રક્રિયા મળી નથી, છતાં જેટલું મળ્યું છે તેટલું બતાવીએ છીએ. શુક્લધ્યાનનો ધ્યાતા એકદમ સત્ત્વશાળી હોય, એનું મન નિસ્તરંગ બનેલું હોય. (3) શૂન્ય ધ્યાન : મનને વિકલ્પવિહીન બનાવવું તે. શરીરને ખોરાક ન આપો તો ઉપવાસ થાય. મનને વિચારો ન આપીને મનનો ઉપવાસ ન કરાવી શકાય ? મનને વિચારોથી રહિત બનાવવું છે, ઉપયોગરહિત નહિ. પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : વિચાર અને ઉપયોગમાં શું ફરક ? - પૂજ્યશ્રી : બહુ મોટો ફરક છે. વિચાર એટલે વિકલ્પ અને ઉપયોગ એટલે જાગૃતિ. આપણો ઉપયોગ અન્ય વિચારોથી રહિત બને તો જ ભગવાન એ ઉપયોગમાં પધારે. ભગવાનને આપણે ૭ રાજલોક દૂર કે મહાવિદેહમાં માનીએ છીએ, માટે તકલીફ ઊભી છે. પણ ભગવાન ભક્તિને આધીન છે. ભક્તિનું વિમાન તમારી પાસે છે, તો દૂર રહેલા ભગવાનને પણ તમે અહીં બોલાવી શકો. ભક્તિ માટે પરની પ્રીતિને પ્રભુની પ્રીતિમાં લઈ જવી પડશે. શરીરના નામ-રૂપની પ્રીતિ ન છૂટે તો ભગવાનની પ્રીતિ કેમ જામે? આવા પ્રેમી ભગવાનના નામને જ સર્વસ્વ ગણે, પોતાનું નામ પ્રભુ-નામમાં ડૂબાડી દે. પોતાનું રૂપ પ્રભુરૂપમાં ડૂબાડી દે. ઉપયોગ ભગવાનને ક્યારે સોંપાય ? નિર્વિકલ્પ બને ત્યારે. આપણા ઉપયોગમાં વિકલ્પો ભરેલા છે, એટલે જ પ્રભુને સોંપી શકાતું નથી. વિકલ્પો જશે, પછી જ તે પ્રભુને સોંપી શકાશે. શબ્દ અધ્યાતમ અર્થ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાણ-ગ્રહણ મતિ ધરજો રે.” - પૂ. આનંદઘનજી. ૯૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * Page #131 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અધ્યાતમ એટલે આગમ. આગમનો અભ્યાસ કરીને મનને નિર્વિકલ્પ બનાવવું છે ને તે પ્રભુને સોંપવાનું છે. બાકી ૧૪ પૂર્વે પણ વિકલ્પો કરીને થાકી જાય, વિકલ્પોનો ક્યાંય અંત નથી. આખરે નિર્વિકલ્પમાં ઠરવું જ પડશે. પણ તમે નિર્વિકલ્પ શબ્દથી ગમે તે માર્ગે ફંટાઈ ન જાવ માટે જ વારંવાર ચેતવણી આપું છું. સવિકલ્પ ધ્યાનને મહત્ત્વ આપું વિકલ્પ અને ઉપયોગમાં શું ફરક ? તે અંગે વિશેષ અવસરે. તો ક્રમ થઈ જાય સોનામાંથી બનેલા અલંકાર સોનું મનાય છે, તેમ શક્તિરૂપે અપ્રગટ એવું પરમાત્મ-સ્વરૂપ પરમાત્મા જ છે. અર્થાત્ પરમાત્મામાં જે છે તે જ આત્મામાં છે. તેની શક્તિ અનંત છે. ચૈતન્યનું લક્ષણ જ જ્ઞાન સ્વરૂપ છે. આપણે આપણને શાન સ્વરૂપ માનતા નથી. દેહાદિ સ્વરૂપ માનીને અનાદિકાળથી ભૂલ ખાતા આવ્યા છીએ. પણ આ જન્મમાં એ માન્યતાને મૂકી સાચો પુરૂષાર્થમાં લાગી જઈએ તો કામ થઈ જાય. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * : * * * * * * * * * * * ૯૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ આ. સુદ-૭ ૪-૧૦-૨૦00, બુધવાર મત સૂક્ષ્મ જ્ઞાનથી પકડાય. જ દ્વાદશાંગીધારક શ્રીશ્રમણ -સંઘનું મિલન પૂર્વના મહાપુણ્યોદયની નિશાની છે. પંચસૂત્રમાં એ માટે પ્રાર્થના કરેલી છે : રોડ જે gfÉ સંગો પ્રભુ-શાસનને પામેલાનો આ કાળમાં યોગ થવો એ ભાગ્યની પરાકાષ્ઠા માનજો. પ્રભુ-મૂર્તિ મૌન ભગવાન છે. આગમ બોલતા ભગવાન છે. ભગવાન એ રીતે આપણી પાસે આવીને જાણે કહી રહ્યા છે કે તમે મારા જેવા બની શકો તેમ છો. તમે મારા જેવા કાં ન બનો ? ભગવાનનું વિશેષણ છે ? स्वतुल्यपदवीप्रदः । છે. આ ધ્યાનવિચાર ગ્રન્થ સૌ પ્રથમ પૂ.પં. ભદ્રંકર વિ.મ. દ્વારા મને મળ્યો ત્યારે મને એમ લાગ્યું : ૧૦૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #133 -------------------------------------------------------------------------- ________________ સાક્ષાત્ ભગવાન મળ્યા. ગૌતમસ્વામીને સાક્ષાત્ ભગવાન મળ્યા મને ગ્રન્થરૂપે મળ્યા. ભગવાનને આધીન બનીએ એટલી જ જરૂર છે. પછી તમારા માટે આવશ્યક સૂત્રો પણ ધ્યાનમાટે ઉપકારી બનશે. આ ધ્યાનવિચારના વૃત્તિકાર કોઈ જિનભદ્રગણિથી પણ પ્રાચીન હોવા જોઈએ, એમ એની શૈલી જોતાં તજ્ઞોને જણાય છે. ગહન ગ્રન્થ સમજવા આજે પણ મારી અનુભૂતિ ટૂંકી પડે છે. તેથી જ મેં નિખાલસભાવે લખ્યું છે કે કોઈને કાંઈ ત્રુટિ જણાય તો જણાવે. પછી કોઈએ જણાવ્યું નથી. એનો અર્થ એ થયો : કોઈએ ઊંડાણથી અધ્યયન કદાચ નહિ કર્યું હોય. જે યોગપ્રદીપમાં નિરાકાર શુક્લધ્યાનનું વર્ણન થયેલું છે, જેના દ્વારા સિદ્ધો સાથે મુલાકાત થઈ શકે છે. ભલે શ્રેણિગત પ્રથમ પાયો (શુક્લધ્યાનનો) ન મળી શકે, પણ એનો કાંઈક અંશ આજે પણ સાતમા ગુણઠાણે મળી શકે, એમ ઉપા. યશો વિ.એ યોગવિંશિકામાં કહ્યું છે. આ ઝલક મેળવવાનું મન નથી થતું ? યોગપ્રદીપના ટાંચણો વાંચી લેશો. યોગપ્રદીપના કર્તાનું નામ નથી. યોગસારના કર્તાનું નામ પણ ક્યાં મળે છે ? - સિદ્ધાચલને આપણે દ્રવ્યથી ભેટીએ છીએ. સિદ્ધાચલમાં માત્ર પર્વતનું નહિ, સિદ્ધોનું ધ્યાન કરવાનું છે. તે દ્વારા આત્માનું ધ્યાન કરવાનું છે. ગિરિરાજની મહત્તા એના પર સિદ્ધ થયેલા અનંતા મુનિઓના શુભભાવ પડેલા છે તેના કારણે છે. તેના પવિત્ર પરમાણુઓ અહીં સંગૃહીત થયેલા છે. એનો સંસ્પર્શ કરવાનો છે. ૦ ગ્રન્થિનો ભેદ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ પદાર્થો સમજાય નહિ. તમને અહીંના પદાર્થો ન સમજાતા હોય તો સમજવું : હજુ ગ્રન્થિનો ભેદ થયો નથી. ઉપયોગ રહે, વિચારો ન રહે, તેવી સ્થિતિ આપણને સમજાતી નથી. કારણ કે તેવી અનુભૂતિ નથી. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ - વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરા - આ ચાર વાણીના પ્રકારો જાણતા હશો. ભગવાનની વાણી ઉત્ક્રમથી આવે, પરામાંથી નીકળીને પશ્યન્તી થઈને વૈખરી (મધ્યમાની ભગવાનને જરૂર નથી.) રૂપે બહાર આવે. - સૂક્ષ્મ મનને પકડવા સૂક્ષ્મ બોધ જોઈએ. મન પકડાય તો સૂક્ષ્મ જ્ઞાનથી પકડાય. મનને વશ કરવા સીધું જ યોગનું પાંચમું અંગ (પ્રત્યાહાર) ઉપા. મહારાજે પકડ્યું : “પ્રત્યાદિત્યેન્દ્રિયભૂ' અહીં પ્રત્યાહાર છે. કારણ કે યોગીઓને યમાદિ ચાર અંગ સિદ્ધ જ હોય છે. પ્રાણાયામ પોતાની મેળે થઈ જ જાય છે; જો તમે વ્યવસ્થિત કાયોત્સર્ગ કરતા રહો. આર્ત-રૌદ્રને હટાવવા સૌ પ્રથમ શુભ-વિચારો દાખલ કરો. શુભવિચારો મજબૂત થઈ જાય, પછી તે દૂર કરતાં વાર લાગતી નથી. * મધ્યમામાં વિકલ્પો હોય, પશ્યન્તીમાં માત્ર સંવિત્ રહે. સંવિત એટલે ઉપયોગ. ઉપયોગ બે પ્રકારે ઃ સાકાર - નિરાકાર. છે. મારી પાસે આનંદઘનજી આદિની ચોવીશીઓ છે, આગમના પાઠોનો ઢગલો નથી. આ મારી મર્યાદા છે. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક સાકારો રે; દર્શન-જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ-ગ્રહણ વ્યાપારો રે. - પૂ. આનંદઘનજી. ૧૨મું સ્તવન. - મતિજ્ઞાનમાં મનનો પ્રયોગ છે, તેમ ચક્ષુ - દર્શન સિવાય અચક્ષુ – દર્શનમાં પણ મનનો પ્રયોગ છે. તે વખતે (નિર્વિકલ્પ દશામાં) અચક્ષુદર્શન હોય છે. આત્મા ઉપયોગ લક્ષણ કદી ન છોડે. અગ્નિ બાળવાનું ન છોડે, તેમ આત્મા ઉપયોગ કદી ન છોડે. વિકલ્પો તો કર્મચેતનાના છે, ઉપયોગ જ્ઞાન-ચેતનાનો છે. સુખ-દુઃખ રૂપ કર્મ-ફળ જાણો, નિશ્ચ એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. - પૂ. આનંદઘનજી. ૧૨મું સ્તવન. ૧૦૨ = = = = = = = = * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * Page #135 -------------------------------------------------------------------------- ________________ • ગુણો તે જ કહેવાય જે સાથે રહે. સાથે રહે તેને આપણે ભૂલી જઈએ છીએ. ને સાથે નથી રહેવાના તે સાથે (દુર્વિચારો) મૈત્રી કરીએ છીએ. . पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता । કૃપણ માણસો જેનાથી (ભૌતિક પદાર્થોથી) પૂરાય તેની ઉપેક્ષા તે જ પૂર્ણતા છે. અહીં આવીને જો જ્ઞાન, શિષ્ય, ભક્તો વગેરેથી મોટાઈ માનીએ તો આપણામાં અને ગૃહસ્થોમાં કોઈ ફરક નથી. અપેક્ષાવાળો કદી આવું ધ્યાન કરી શકે નહિ. એવી ભક્તિ દ્રવ્યથી શૂન્ય બની શકે, ભાવથી શૂન્ય ન બની શકે. મંત્રવિદો પણ માને છે કે પરામાંથી પશ્યન્તીમાં આવે ત્યારે જ સફળતા સમજવી. એના પહેલા આનંદની અનુભૂતિ નહિ થાય. વે મરું ? મારે ? સાધુને અરતિ શું ? અનાનંદ શું ? - આચારાંગ. એરંડીયું મલ કાઢીને સ્વયં નીકળી જાય તેમ શુભ વિકલ્પ નિર્વિકલ્પમાં લઈ જઈ સ્વયં નીકળી જાય છે. પગથીઆ જેવા શુભ વિકલ્પો છે. જે ઉપર જવા સહાયક બને છે. અન્તર્મુહૂર્ત ત્યાં રહીને ફરી વિકલ્પના પગથીઆના સહારે નીચે યોગીને આવવું પડે છે. વિકલ્પનો સંપૂર્ણ ત્યાગ કરી શકે નહિ. ઉપયોગ આત્માનો સ્વભાવ છે. વિચાર મનનો સ્વભાવ દ્રવ્ય-મન ગયું ભાવ-મન ઉપયોગ વખતે રહે. દ્રવ્ય મનથી વિકલ્પો થાય છે. ૨ દ્રવ્ય શૂન્ય ૧૨ પ્રકારે : ક્ષિપ્ત, દીપ્ત, મત્ત, રાગ, સ્નેહ, અતિભય, અવ્યક્ત, નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા, સ્યાનદ્ધિ. દ્રવ્ય-શૂન્ય ધ્યાન તો તદ્દન સરળ છે. દારૂ પીને પણ તમે દ્રવ્યથી શૂન્ય બની શકો છો. દારૂ પીવામાં કયો આનંદ છે ? નિદ્રામાં આનંદ કેમ આવે છે ? કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ કારણકે ત્યારે વિચારો નથી હોતા. વિચારો ન હોય ત્યારે મનને આરામ મળે છે. આ આરામ તે જ આનંદ. માટે જ માણસ વારંવાર દારૂ પીવા લલચાય છે કે ઊંઘવા લલચાય છે. આત્મ-જાગૃતિ આવી જાય તો દ્રવ્યશૂન્યમાંથી ભાવશૂન્યમાં જઈ શકાય પણ ભાવ શૂન્યમાં જવું ઘણું કપરું છે. કારણ કે મન બે જ દિશા જાણે છે : યા તો વિચાર કરવા અથવા જડતામાં - ઊંઘમાં સરકી જવું. એટલે જ તમે જોતા હશો : વિકલ્પો જતા રહે એટલે તરત જ ઊંઘ આવે. ક્યારેક હું પણ ઠગાઈ જાઉં ! ક્ષિપ્ત પ્રથમ અને થીણદ્ધિ છેલ્લી લીધી. તેમાં ક્રમશઃ વધુ ને વધુ જડતા વધુ ને વધુ સુષુપ્તિ રહે છે. વિચારોનો માર ખાઈ અધમૂઓ થયેલો આત્મા શૂન્યમાં સરકી પડે તે દ્રવ્યશૂન્ય. - મનને ખેંચવું નહિ, બાળકની જેમ સમજાવવું. ખેંચવાથી તૂટી જાય. મનને ચિત્માત્રમાં વિશ્રાન્તિ આપવાની છે. વિચાર હોય ત્યાં સુધી વિશ્રાન્તિ નથી. સાચો વિશ્રામ આત્મામાં છે. આપણે કાયા અને વચનને વિશ્રાન્તિ આપીએ છીએ, મનને નથી આપતા. ધ્યાનમાં મનને વિશ્રાન્તિ આપવાની હોય છે. આત્મા તરીકેનો નિર્ણય માત્ર સંવેદન રહે ત્યારે થાય. यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । शुद्धानुभवसंवेद्यं એવું આ પ્રભુનું સ્વરૂપ છે. મનની ચારેય પ્રકાર (વિક્ષિપ્ત આદિ)માંથી પસાર થયા પછી જ નિર્વિકલ્પ દશા આવે છે. વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ અને સુલીન મનની આ ચાર અવસ્થાઓ છે. વિક્ષિત : એટલે ચલચિત્ત. ચંચલતા હોય ત્યાં સુધી ચિંતન કરવાનું, માળા ગણવી. પછી મન શાન્ત થાય ત્યારે જ ધ્યાન થઈ શકે. મનને શાન્ત બનાવવાના ઉપાયો ભક્તિ, મૈત્રી આદિ ૧૦૪ * * * * * * * * * * * * Page #137 -------------------------------------------------------------------------- ________________ ભાવનાઓ છે. યાતાયાત : એટલે સ્થિર અને અસ્થિર. યાતાયાતથી થાકી જાય પછી કહ્યાગરું બનીને મન તમારી વાત માને તે સુશ્લિષ્ટ અવસ્થા. - સુલીન મન બની જાય ત્યારે પરમ આનંદ થાય. ત્યારપછી શૂન્ય બની શકે. જૈન દૃષ્ટિએ ધ્યાન પ્રાપ્ત કરવા અખૂટ ધૈર્ય જોઈએ. વિહિત ક્રિયા છોડવી તો નહિ જ, પ્રત્યુત વધુ પુષ્ટ બનાવવી. ધ્યાનથી એ શીખવાનું છે. પૂ.પં. ભદ્રંકર વિ.મ. ખાસ કરીને કાઉસ્સગની પ્રક્રિયા બતાવતા, ધુરંધર વિ.ને નવસ્મરણ ગણવાનું કહેતા. કક્ષા પ્રમાણે તેઓ માર્ગ બતાવતા. કદી તેમણે ધ્યાનની વાત નથી કરી. મારી પાસે પણ ધ્યાનની વાત નથી કરી. મેં પૂછ્યું પણ નથી. તમે ભૂમિકા તૈયાર કરો તો ધ્યાનની માંગણી પૂરી કરવા, ખુટતી વસ્તુ આપવા ભગવાન બંધાયેલા છે. ભગવાન યોગક્ષેમકર નાથ કહેવાયા છે. તેનો આ જ અર્થ થાય. મુનિ ધુરંધરવિજયજી મ. : ખુટતી વસ્તુ કઈ ? ભગવાનને લાગે છે કે આપણને લાગે છે ? પૂજ્યશ્રી : આપણે તો અજ્ઞાની છીએ, આપણને હિતકારી શું છે તે પણ આપણે જાણતા નથી. માટે જ પંચસૂત્રમાં કહ્યું : હું હિત-અહિતનો જાણકાર બનું. ભગવાન ખૂબ કસોટી કરે. એ કસોટીમાંથી પસાર થઈ જઈએ પછી જ ભગવાન રીઝે. દક્ષિણમાં બીમારી આવી ત્યારે ગુજરાત આવીને હું વાચના આપીશ એવું ક્યાં સંભવિત હતું ? ભગવાનને બધું કરાવવું હતું ને ? બધું કરાવનારા ભગવાન બેઠા છે. ૪ શન્ય એટલે આપણે સમજીએ તેવું શૂન્ય નહિ, પણ ઉપયોગ તો ખરો જ, સંપૂર્ણ જાગૃતિ તો ખરી જ. એમ તો ઊંઘમાં કે દારૂ-પાનમાં પણ શૂન્યતા આવે છે, પણ તે દ્રવ્ય શૂન્યતા છે. ત્રો k * * * * * * * * * ૧૦૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ આ શૂન્યતાની અનુભૂતિ શબ્દાતીત અને મનોતીત છે. એનું વર્ણન કરી શકાય નહિ. એનો આનંદ લુંટવો હોય તો પ્રથમ સવિચાર ધ્યાન કરવું. પછી જ નિર્વિચારમાં જવા વિચારવું. મનને અત્યંત સંક્ષિપ્ત બનાવતા પૂર્વે ત્રિભુવનવ્યાપી બનાવવું પડે. કેવળી સમુદ્ધાતના ૪ થા સમયનું સ્વરૂપ મનને ત્રિભુવનવ્યાપી બનાવવા ઉપયોગી થઈ પડે તેમ છે. આ અનુભૂત પ્રક્રિયા છે. સૌ પ્રથમ આ અનુભવ થયો ત્યારે મેં એને શબ્દસ્થ પણ કરેલો. એ લેખ મેં પૂ. પંન્યાસજી મ. પર મોકલેલો. પછીથી તે ૫. ચન્દ્રશેખર વિ.ના પુસ્તકમાં પ્રકાશિત પણ થયેલો છે. તે વાંચજો. પ્રશ્ન : પ્રાર્થના અને અપેક્ષામાં શો ફરક ? પૂજ્યશ્રી ઃ અશુભ ભાવ પેદા કરે તે અપેક્ષા. શુભ ભાવ વધારે તે પ્રાર્થના. અપાર્થિવ આસ્વાદ ભવ્યાત્મનું ! ભોજનના જરૃરસ પદ્ગલિક પદાથ જીલ્લાના સ્પર્શવડે સુખાભાસ ઉત્પન્ન કરે છે. કંઠ નીચે ઉતરી ગયા પછી તેનો સ્વાદ ચાલ્યો જાય છે, જ્યારે આત્મામાં રહેલો સ્વયં શાંતરસ સર્વદા સુખ આપનારો છે. તેમાં પગલિક પદાર્થોની જરૂર રહેતી નથી. તે આત્મામાં છૂપાયેલો છે. આત્મા વડે જ પ્રગટ થાય છે. ૧૦૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ છે. આ આ. સુદ-૮ ૫-૧૦-૨૦20, ગુરુવાર માને નહિ, મોહને મારો. મનને ચંચળ બતાવતાર મોહ છે. ૦ પગથીઆ ઉપકારી જરૂર છે, પણ તે કાંઈ સાથે લઈને ઉપર ન જવાય. મન, વચન, કાયા સાધન છે, આત્મા પામવા તેમને કાંઈ સાથે ન લઈ જઈ શકાય. વિચારોને પણ આત્મઘરમાં આવવાની મનાઈ છે. છે. આ બધા દ્વારા મોહને મારવો છે. મોહને ન મારો ત્યાં સુધી મન થોડીવાર સ્થિર થઈને ફરી ચંચળ બનશે, મોહગ્રસ્ત બનશે. ખરેખર મનને નથી મારવાનું, મોહને મારવાનો છે. | મોહના કારણે જ મન ચંચળ બને છે. આથી જ મોહને મારતાં મન સ્થિર બની જાય છે. કૂતરાની જેમ લાકડીને નથી મારવાનું, સિંહની જેમ લાકડીથી મારનારને મારવાનો છે. મનને નથી મારવાનું, પણ મનને ચંચળ બનાવનાર મોહને કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ મારવાનો છે. મોહના કારણે જ સંસાર વધ્યો છે. મોહના કારણે વિકલ્પો થાય છે. મોહ મરતાં જ વિકલ્પો રવાના થવા લાગે છે. વિકલ્પો જતા રહે, પછી પણ ઉપયોગ તો રહેશે જ. વિકલ્પો અને ઉપયોગ એક નથી, એટલું યાદ રાખશો. અધ્યવસાય અને ઉપયોગ એક જ છે, એ પણ યાદ રાખશો. (૪) પરમ શૂન્ય ધ્યાન : ચિત્તને ત્રિભુવનવ્યાપી બનાવીને ત્યાર પછી એક સૂક્ષ્મ પરમાણુ પર સંકુચિત બનાવીને ત્યાંથી પણ હટાવીને આત્મામાં સ્થિર કરવાનું છે. વાસ્તવિક આ ધ્યાન ૧૨મા ગુણઠાણે આવે છે; જ્યાં મોહનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. પણ એ સામર્થ્ય એક જ ક્ષણમાં પેદા નથી થયું. એનાથી પહેલા કેટલાય પુરુષાર્થ, કેટલાય જન્મોથી થયેલો છે. છે બિલાડીને કૂદકો મારવો હોય તો પહેલા સંકોચ કરવો પડે. તેમ મનને સૂક્ષ્મ બનાવવું હોય તો પહેલા વિસ્તૃત બનાવવું પડે. દ્રવ્ય ભાવથી સંકોચ કરવો તે નમસ્કાર છે. વચનકાયાનો સંકોચ સહેલો છે, મનનો સંકોચ કરવો અઘરો છે. પૂ.પં. ભદ્રંકર વિ. મહારાજે પોતાની નિર્મળ પ્રજ્ઞાથી અને સાધનાથી આ બધા પદાર્થો ખૂબ જ સુંદર રીતે ખોલ્યા છે. પૂજ્ય પં.મ.ના ભાવ-સંકોચના ૨-૩ દાખલો આપું. દ્રવ્યથી વૃદ્ધિ, ગુણથી એકતા, પર્યાયથી તુલ્યતા. વિ.સં. ૨૦૨૬ નવસારીમાં આ વાત ન સમજાતાં પૂજ્યશ્રીને પત્ર દ્વારા પૂછાવ્યું. દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ પાકું કર્યા પછી આ સમજાશે. गुणपर्यायवद् द्रव्यम् । सहभाविनो गुणाः । ૧૦૮ * * * * * * # # # # # * * કહે, કલાપૂર્ણસૂરિ # # ૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ માવિન: પયાઃ । તત્ત્વાર્થ. દ્રવ્યથી વૃદ્ધિ : પાંચ પરમેષ્ઠી દ્રવ્યથી વિશુદ્ધ અને નિર્મળ છે. ત્રણેય કાળના અરિહંત અનંત છે. અરિહંતના ધ્યાનથી દ્રવ્યની વૃદ્ધિ થઈને ? આપણું આત્મદ્રવ્ય અનંત આત્મદ્રવ્ય સાથે જોડાઈ જતાં વૃદ્ધિ થઈને ? એક દીવા સાથે બીજા અનેક દીવાઓ મળતાં પ્રકાશની વૃદ્ધિ થાય ને ? (૨) ગુણથી એકતા. ભગવાનના ગુણો કેટલા ? સર્વ દ્રવ્યપ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વર્ગથી અનંતગણું પ્રભુ કેવળજ્ઞાન કહાયજી. - - - · પૂ. દેવચન્દ્રજી. આપણા જ્ઞેયના પર્યાય તે પ્રભુના જ્ઞાનના પર્યાય છે. જગતના સર્વ પદાર્થો નાસ્તિરૂપે આપણામાં છે. ભગવાનના કેવળજ્ઞાનની અવગાહના કેટલી ? આવશ્યક નિર્યુક્તિ-ટીકામાં કેવલજ્ઞાનની અવગાહના લોકવ્યાપી બતાવી છે. આવા ચિંતનમાં પૂર્વોના પૂર્વી નીકળી જાય. અત્યારે પણ કેવળી સમુદ્દાત કરે છે. અત્યારે પણ આપણો આત્મા કેવળીથી ભરાય જ છે. દર છ મહિને કેવળી સર્વ જીવોને મળવા આવે જ. છતાં આપણે જાગતા નથી જ. જાણે કે દર છ મહિને વિશ્વનું શુદ્ધીકરણ કરવા તેઓશ્રી પધારે છે. संख्ययाऽनेकरूपोऽपि गुणतस्त्वेक एव सः । યોગસાર. ભગવાન સંખ્યાથી અનેક છે, પણ ગુણથી એક છે. આપણા ગુણો પ્રભુમાં ભળ્યા તે એકતા થઈ ગઈ. પર્યાયથી તુલ્યતા : ભગવાનનો અને આપણો પર્યાય આમ ભિન્ન છે. પ્રશસ્ત ભાવ ભક્તિ : ભગવાન અષ્ટપ્રાતિહાર્ય યુક્ત છે, એવો ભાવ. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * - ** ૧૦૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ભાવ ભક્તિ : ભગવાન ક્ષાયિકભાવ યુક્ત છે, એવો ભાવ.. પ્રભુ ભલે અનંત છે. પ્રભુતા એક છે. એમાં લીન બનતાં તુલ્યતા પ્રગટે છે. શુદ્ધ સ્વભાવમાં લીન બનેલી આપણી ચેતના પરમ રસાસ્વાદ મેળવે છે. ભગવાન ભલે પૂર્ણ બન્યા, પણ પોતાની પૂર્ણતા આપણા આલંબન માટે રાખી ગયા છે. ગુણથી પ્રભુ ત્રિભુવનવ્યાપી છે. ગુણરૂપે ભગવાન સર્વત્ર સર્વદા હાજર છે. વનસાનેન વિશ્વવ્યાપત્થાત્ | પર્યાય એટલે અહીં કાર્યતા. વૃદ્ધિ : દૂધમાં પાણી = પાણીની દૂધ રૂપે વૃદ્ધિ થાય, તેમ જીવની પ્રભુરૂપે વૃદ્ધિ થાય. એકતા : દૂધમાં સાકર = દૂધ અને સાકરની મીઠાશ અલગ ન રહે, તેમ જીવ અને પ્રભુ અલગ ન રહે. તુલ્યતા : સ્વાદ એક સમાન. આવી વિચારણાથી ચિત્ત ત્રિભુવન વ્યાપી બને છે. ત્યાર પછી પ્રભુમાં પોતાને જોવા અને પોતાનામાં પ્રભુ જોવા. જ મન હોય ને વિચારો ન હોય તો જીવાય નહિ ? નોકર વિના શેઠ ન જીવી શકે ? ભગવાન કેવળજ્ઞાનથી જુએ છે, આપણે શ્રુતજ્ઞાનથી જોવાનું છે. • પ્રભુ શુદ્ધરૂપે સર્વને જુએ છે. આપણે અન્યને દોષ નજરે જોઈએ છીએ. - મારો આત્મા પણ અનંત પંચ પરમેષ્ઠી જેવો છે. એવા ભાવથી સંકોચ થાય છે. અનંત પરમેષ્ઠીઓનો સંકોચ એક સ્વ આત્મામાં થયો. છે ઈન્દ્રિય અને મનને સીમા છે. આત્મા અસીમ છે. - દિવ્યચક્ષુથી આત્માના દર્શન થાય છે. તેમ થતાં સમાધિ પ્રગટે છે. ૧૧૦ * * * * * * * * * * * * * ? Page #143 -------------------------------------------------------------------------- ________________ - અત્તરાત્મામાં સ્થિરતા માટે બહિરાત્મામાંથી બહાર નીકળવું પડે. ત્યાર પછી પરમાત્મદશા પ્રગટે. (૫) ક્લાધ્યાન ? અન્યોને એ માટે હઠયોગ કરવો પડે. જૈન મુનિને સહજ રીતે કુંડલિનીનું ઉત્થાન થઈ જાય. આપણે હઠયોગ નથી કરવાનો, સહજયોગમાં જવાનું છે. પ્રાણાયામ કરવાની ના પાડી છે. સ્વાધ્યાય વગેરેમાં મન, પ્રાણ આદિની શુદ્ધિ થતી જ રહે છે. અત્યંત ધ્યાનની સિદ્ધિ થતાં સ્વયમેવ કુંડલિની ખુલે છે. કુંડલિની એટલે જ્ઞાન-શક્તિ. અહીં આચાર્ય પુષ્પભૂતિનું ઉદાહરણ આપ્યું છે. જ્ઞાન-શક્તિનો આનંદ લુંટવા આચાર્ય પુષ્પભૂતિ, એક ઉત્તરસાધક (શિથિલ છતાં આ અંગે જાણકાર) મુનિને બોલાવી સમાધિમાં બેસી ગયા. જોનારને મડદું જ લાગે. બીજાને અંદર નહિ જવા દેતાં અગીતાર્થોએ રાજાને ફરીયાદ કરી : અમારા આચાર્યને આ આગંતુકે મારી નાખ્યા લાગે છે. રાજા સ્વયં આવ્યો. આથી અંગૂઠો દબાવતાં આચાર્યશ્રી સમાધિમાંથી બહાર આવ્યા. આવી પણ કળાઓ આપણામાં હતી. એક મુનિ રાણકપુરમાં કુંડલિની સાધના કરવા જતાં ગાંડા થઈ ગયા. માટે ગમે તેવા બાવાજીને પકડીને આમાં પડતા નહિ. આ બધી માથાકુટમાં પડવા કરતાં ભગવાનને પકડી લેજો. ભગવાનના મોહનો ક્ષય થઈ ગયો છે. એમનો આશ્રય લેનારના મોહનો પણ ક્ષય થાય જ. અક્ષય પદ દીયે પ્રેમ છે, પ્રભુનું તે અનુભવરૂપ રે; અક્ષર સ્વર ગોચર નહિ, એ તો અકલ અમાપ અરૂપ રે.. અક્ષર થોડા ગુણ ઘણા, સજ્જનના તે ન લખાય રે; વાચક “જસ” કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે... - પૂ. ઉપા. યશોવિજયજી કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૧૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ કટS આ. સુદ-૮ ૨-૧૦-૨000, ગુરુવાર ༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤ પ્રભુ પર પ્રેમ નહિ હોય તો તેમનામાં તન્મયતા નહિ આવે. બપોરે ૪-00 વાગે. પૂ. દેવચન્દ્રજીની ચોવીશી. ૪ હરિભદ્રસૂરિજીએ પ્રીતિભક્તિ આદિ ચાર અનુષ્ઠાનો બતાવ્યા છે, તેને અનુસરીને દેવચન્દ્રજી આદિ મહાત્માઓએ ચોવીશીનું પ્રથમ સ્તવન પ્રીતિ વિષયક જ બનાવ્યું છે. આપણા સૌ વતી પૂ. દેવચન્દ્રજીનો સવાલ છે : દૂર રહેલા ભગવાન સાથે પ્રીતિ કરવી કેમ ? વાત-ચીત વિના તો પ્રેમ થાય શી રીતે ? વાત-ચીત ન થાય, કાગળ ન લખાય, કોઈ સંદેશવાહક ન મોકલી શકાય તેમની સાથે પ્રીતિ શી રીતે થાય ? રાગી સાથે રાગીની પ્રીતિ લૌકિક છે, પણ અરાગી સાથે પ્રીતિ ૧૧૨ * * * * * * * * * * * * Page #145 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર છે. એ જ અહીં કરવાની છે. શ્રેણિકના લોહીના એકેક બુંદમાં ભગવાન હતા. વીર... વીર... વીરનું રટણ હતું. આ લોકોત્તર પ્રીતિ છે. મૈત્રી આદિ ચારથી દ્વેષનો જય થાય, પણ રાગનો જય કરવો હોય તો રાગ જ જોઈએ. કાંટાથી કાંટો નીકળે તેમ વીતરાગના રાગથી જ રાગ કાઢી શકાય. રાગ બે પ્રકારે : પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત રાગ મુકિતનો માર્ગ છે. સરાગ સંયમથી દેવગતિનું આયુષ્ય બંધાય છે. કામ-સ્નેહ-દષ્ટિ રાગ આ ત્રાણ ત્યાજય છે, પણ ભક્તિરાગ આદરણીય છે. પ્રભુના રાગ વિના પ્રભુ સાથે સંબંધ થતો નથી. મૈત્રીનો બીજો પર્યાય છે : સ્નેહ પરિણામ. હું તો ત્યાં સુધી કહીશ : વીતરાગને પણ પ્રીતિ હોય. પાવણી સૂત્રામાં ભગવાન ગૌતમસ્વામીના પ્રશ્ન જવાબમાં ભગવાને કહ્યું : “દંતા જોય' “દંત' સંમતિ સૂચક - અવ્યય છે. સંમતિ-સૂચક પ્રીતિ ભગવાનને પણ હોય. સામાચારી પ્રકરણ (ઉપા. યશોવિ. નું) માં તમે આ જોઈ શકો છો. આ પાઠ અમે ઉતારેલો છે. પણ નોટ અત્યારે હાજર નથી. પ્રીતિ અનાદિથી આપણે કરીએ જ છીએ, પણ તે વિષભરી છે. વિશ્વભરી પ્રીતિ તોડવા પર-પદાર્થોની પ્રીતિ તોડવી પડશે. જે તોડે તે જ ભગવાન સાથે પ્રીતિ જોડી શકે. મુનિ ભાગ્યેશ વિ. ઃ પહેલા જોડવી કે તોડવી ? પૂજ્યશ્રી : દીક્ષા વખતે શું કર્યું ? બન્ને સાથે જ થયા ને? સંસાર છૂટ્યો ને સંયમ મળ્યું. બન્ને સાથે થયા. તેમ ભગવાન સાથે પ્રીતિ જોડાતાં જ સંસાર તરફ નિર્વેદ જાગે છે. બન્ને અન્યોન્ય અનુસૂત છે. સાચી ભગવાનની ભક્તિ તે જ છે, જયાં સાંસારિક પદાર્થોની આશંસા નથી. આશંસા હોય ત્યાં સાચી ભક્તિ ન * ગ મ મ મ મ મ મ * ૧૧૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ જ હોય. | મુનિ ભાગ્યેશ વિ. : આપની ચારે બાજુ ભગવાન પૂજ્યશ્રી ઃ એક અહીં (છાતી પર હાથ રાખીને) ભગવાન નથી. અહીં નથી તો ક્યાંય નથી. | મુનિ ભાગ્યેશવિજયજી ઃ આપને તો છે જ, અમારામાં નથી. પોતાને માધ્યમ બનાવીને આપણને સૌને પૂજ્યશ્રી કહી રહ્યા છે. પ્રેમ વિના કદી તન્મયતા ન જ આવે. એકતા રાગની ઉત્કટતા જ છે. પ્રીતિ-ભક્તિ આદિ ચારેય અનુષ્ઠાનોમાં ક્રમશઃ વધતી જતી પ્રીતિ જ છે. પહેલા પ્રભુ નામમાં પ્રીતિ હતી, પછી મૂર્તિમાં, આગમમાં (વચન) પ્રીતિ થતી ગઈ. સિદ્ધોમાં પણ પ્રીતિ હોય, પ્રીતિની પરાકાષ્ઠા હોય. 'सकलसत्त्वहिताशयं चारित्रं सामायिकादिक्रियाऽभिव्यज्यम्। સામાયિક આદિ ક્રિયાઓથી અભિવ્યક્ત થતું ચારિત્ર સકલ જીવો પર હિતના આશયવાળું હોય છે. તીર્થકરમાં આની પરાકાષ્ઠા હોય છે. સકલ જીવોના હિતાશયની પરાકાષ્ઠાના પ્રભાવથી જ સકલ જીવોનું યોગ-ક્ષેમ કરવાની તાકાત ભગવાનમાં પ્રગટ - તમારા ચેલા વધે તો તમને આનંદ થાય ને ? તમે માનો કે અમારો પરિવાર વધ્યો. સમગ્ર જીવો ભગવાનનો જ પરિવાર છે. એને જોઈને ભગવાનને આનંદ ન થાય ? જ ભગવાનની પ્રભુતાનું આલંબન લેવાથી “અવિચલ સુખવાસ' મળે. એ “અવિચલ વાસ' આપણા આત્મામાં જ આજ્ઞા પાળે તે ભક્ત. આજ્ઞા ઉચ્છેદે તે અભક્ત. ભગવાનને પોતાની આજ્ઞા પળાવવાનો કે પૂજા કરાવવાનો શોખ નથી. પણ એમની આજ્ઞા સર્વના હિત માટે છે. આત્મ સ્વરૂપમાં સ્થિર બનવું તે સંવર. આત્મ સ્વરૂપથી શ્રુત બનવું તે આશ્રવ. ૧૧૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ બીજું સ્તવન : જ્ઞાનાદિક ગુણ સંપદા રે. જ પ્રભુ સાથે પ્રેમ જાગ્યો હોય તો તેમનું ઐશ્વર્ય જોઈને ભક્તને આનંદ થાય જ. જેમ કોઈનો સારો બંગલો જોઈને બીજાને તે મેળવવાનું મન થાય. ભગવાનના ઐશ્વર્યની રુચિ પેદા થઈ એટલે મોક્ષ માર્ગ શરૂ થયો. રુચિ હોય તદનુસાર જ આપણું વીર્ય ચાલે. “રુચિ - અનુયાયી વીર્ય.' રુચિ પેદા થઈ છે માટે જ કહું છું : હે પ્રભુ ! દીન દયાળ ! આપ મને તારજો. • પ્રભુ મોક્ષના પુષ્ટ નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ આત્મા છે. એ ખરું, પણ ઉપાદાન કારણમાં રહેલી કારણતા ભગવાનના નિમિત્ત વિના પ્રગટ ન જ થાય. કુંભાર જમીનમાંથી ખોદીને માટી ન કાઢે ત્યાં સુધી માટીમાં ઉપાદાન કારણતા પ્રગટતી નથી. એક પણ જીવ અરિહંતનું નિમિત્ત પામ્યા વિના મોક્ષે ગયો નથી. એક પણ ઘડો કુંભારની મદદ વિના બન્યો હોય તો કહેજો. મરુદેવી માતાને પણ પ્રભુનું આલંબન મળ્યું જ હતું. કહે કલાપૂર્ણસૂરિ' નામનું પુસ્તક મળ્યું. માત્ર ૬ એક જ પાનું વાંચ્યું, ને વાંચ્યા પછી એમ જ લાગ્યું કે સાક્ષાત પરમાત્માનું મિલન આ જ પુસ્તકમાં છે. - આચાર્ય વિજયરનાક્રસૂરિ સમેતશિખરજી તીર્થ હું કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ઝ ઝ = = ૧૧૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ (D) * ૢ સts in i6e]s]]le pico ૧૧૬ આ. સુદ-૯ ૬-૧૦-૨૦૦૦, શુક્રવાર સવારે ૭.૧૫ થી ૮.૦૦. ધ્યાન વિચાર. એવો કોઈ કાળ નથી જ્યારે તીર્થંકર ન હોય. તીર્થંકર હોય ત્યાં ચતુર્વિધ સંઘ રૂપ તીર્થ હોય જ. તીર્થ હોય ત્યાં તીર્થંકરની શક્તિ સક્રિય હોય જ. મોક્ષની ઈચ્છા પેદા કરાવનાર ભગવાન છે. જન્મથી જ સ્વને બકરી સમજનાર સિંહને સિંહત્વ યાદ કરાવનાર સિંહ છે. મોહરાજારૂપી ભરવાડ સતત ચોકી કરે છે ઃ રખે આ જીવ ક્યાંક પોતાનું સિંહપણું (પ્રભુતા) ઓળખી લે ? અજૈન કુંડલી ભેદ કહે છે, તેને આપણે ગ્રન્થિભેદ કહીએ છીએ. ।। આંટાવાળી કુંડલી એટલે ા કર્મો સમજવા. કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની ભક્તિ અને જીવોની મૈત્રી બન્ને એકી સાથે જ પ્રગટે છે. ૪૨ વર્ષ પહેલા (વિ.સં. ૨૦૧૪) સૌ પ્રથમ પૂ.પં. ભદ્રંકર વિ.મ.ની પ્રથમ મુલાકાત થઈ. તેમણે મને યોગબિંદુ વગેરે ગ્રન્થો વાંચવાની સલાહ આપેલી. જ્ઞાની જ્ઞાનીને માત્ર મૌનથી ઓળખી લે. પછી સાથે રહેવાનું થયું. ૨૦૩૧માં પૂ.પં.શ્રી રાતા મહાવીર તીર્થમાં મળ્યા. સૌ પ્રથમ ૧૫ દિવસ સુધી મને તેમણે સાંભળ્યો. મને ખાલી કર્યો. પછી સાધનાનું અમૃત પીરસ્યું. ધ્યાન-વિચા૨ ૫૨ લખવાની પ્રેરણા તેમણે જ કરેલી. તેમની નિશ્રામાં જ લખવાનું શરૂ કર્યું. તે વખતે ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્' પર કેમ નથી લખતા? એવો ઠપકો પણ સાંભળવા મળેલો. દ્રવ્યથી નાડી ચાંપવાથી પણ સમાધિ લાગી જાય, (રામકૃષ્ણે અમુક નસ દબાવીને વિવેકાનંદને સમાધિ આપેલી.) પણ એ દ્રવ્ય સમાધિ જાણવી, ભાવ સમાધિ અલગ ચીજ છે. મનથી પ્રાણ પણ વશમાં થાય. ઉન્મનીભાવ પામેલું મન હોય ત્યારે પ્રાણ સ્વયં શાન્ત બની જાય છે, એમ ૧૨મા પ્રકાશમાં (યોગશાસ્ત્ર) લખ્યું છે. મંત્રથી મન વશમાં આવે છે. મંત્ર એ જ છે જે મનન કરવાથી તમારું રક્ષણ કરે. મન શુદ્ધ થતાં આત્મા શુદ્ધ થાય છે. ત્રણેય શુદ્ધ થતાં મંત્રદાતા ગુરુ અને ધ્યેય ભગવાન સાથે જોડાણ થાય છે. મંત્રાત્મક અક્ષરોનું ધ્યાન કરવાથી મનનું રક્ષણ થાય છે. ચિત્તને ત્રિભુવનવ્યાપી બનાવી પછી અત્યંત સૂક્ષ્મ (વાલાગ્ર ભાગથી પણ સૂક્ષ્મ) બનાવી ત્યાંથી ખસેડી લઈ આત્મામાં સ્થિર કરવું તે પરમ શૂન્ય ધ્યાન છે. મારું બહાર પડેલું સાહિત્ય મારું નથી, પૂ.પં. ભદ્રંકર વિ.મ.નું છે. મારું તો પ્રકાશન કરવાનું મન જ નહિ, પણ એમણે જ પ્રકાશિત કરાવી દીધું, એમ કહું તો ચાલે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * ** ૧૧૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ એક વખત હરાભાઈએ પૂછેલું : “અનાહત દેવ” શું છે? મેં તેના પર ચિંતન કરીને અનાહત પર લખ્યું. એ લેખ કાપરડા તીર્થના વિશેષાંકમાં છપાયો. અનાહતદેવનું પૂજન લબ્ધિપૂજન પહેલાં છે. જે મંત્ર શક્તિ ધ્વન્યાત્મક બની તે પૂજનીય બની. અનાહત નાદ અનુભવ્યો હોય તેવા જ મુનિઓને લબ્ધિ પ્રગટે છે. અનાહત પુલ છે, જે અક્ષરમાંથી અનેક્ષરમાં લઈ જાય છે. - કુંડલિની સાધવાની નથી, માત્ર જ્ઞાતાદૃષ્ટાભાવ તરીકે જોવાની છે. પ્રાણ દ્વારા જ્ઞાન શક્તિ આવે, ઉપયોગ ઉંચે જાય, ત્યારે ઊર્ધ્વગામી બને, પછી તે ચેતના નીચે આવે. આમ આરોહણ અવરોહણ થયા કરે. ચાલતી વખતે ક્યારેક માઈલસ્ટોન આવવા છતાં ધ્યાન ન જાય તો કાંઈ મંઝિલ ન આવે એવું નહિ. એ જ રીતે આપણી સાધનામાં નાદ, બિંદુ, કલા વગેરે ન દેખાય તો ચિંતા નહિ કરતા, પ્રભુ પાસે એમને એમ પણ પહોંચી શકાય. જે ઉપાય બહુવિધની રચના, જોગ માયા તે જાણો રે; શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીયે પ્રભુ સારાણો રે.” - પૂ. ઉપા. યશોવિજયજી. (૬) પરમજ્જા . યોગશાસ્ત્રના પ્રથમ ત્રણ પ્રકાશમાં આચારો, ચોથામાં કષાય-ઈન્દ્રિય મનોજયના ઉપાયો પાંચમા પ્રકાશમાં પ્રાણાયામ પછી પ્રાણાયામની નિરર્થકતા બતાવી અન્ય ધ્યાનના ઉપાયો બતાવ્યા છે. અભ્યાસ અત્યંત સિદ્ધ થઈ ગયા પછી પોતાની મેળે જ સમાધિ જાગૃત થાય છે. ૧૪ પૂર્વધરોને જે મહાપ્રાણાયામ - ધ્યાનમાં હોય છે તે પરમકલા છે. જે ભદ્રબાહુસ્વામીએ સિદ્ધ કરેલું. આ કાળમાં કુંડલિનીના અનુભવો ચિદાનંદજીના પદોમાં જોવા મળે છે. તેમનું એક પદ જોઈએ : સોહં સોહં સોહં સોહં સોહં સોહં રટના લગીરી. ઈંગલા પિંગલા સુષમના સાધકે, અરુણપતિથી પ્રેમ પગીરી... ૧૧૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ અરુણપતિ = સૂર્ય. સૂર્ય એટલે શુદ્ધ આત્મા. વકનાલ ષચક્ર ભેદ કે, દશમ - દ્વાર શુભ જ્યોતિ જગીરી. ખુલત કપાટ ઘાટ નિજ પાયો, જનમ જરા ભય ભીતિ ભગીરી. વગર અનુભવે આવું લખવાની ઈચ્છા જ ન થાય. અનુભવ વગરની વાણી જોતાં જ ખબર પડી જાય. તમે સહજ રીતે બોલો છો કે તૈયાર કરીને બોલો છો, તે તરત જ ખબર પડી જાય. ઘણા એવા વક્તા જોયા છે : ૧૫ મિનિટ થાય એટલે અટકી પડે. અંદરની ટેપ પૂરી થઈ ગઈ ને ? પૂ. પંન્યાસજી મ. પૂછતા : વ્યાખ્યાન પછી તમને એમ થાય કે આમ નહિ, આમ બોલ્યા હોત તો સારું ? “નહિ જી. કાંઈ એવું ન થાય.” કોઈ પૂર્વ તૈયારી કરો છો ?' ભગવાનને સમર્પિત બનીને બોલું છું.' પૂ. ધુરંધરવિજયજી મ. : અહીં ભગવાન જ આવતા નથી કે રંગ પૂજ્યશ્રી ઃ માઈક એમને એમ પડ્યું છે. બોલનાર કોઈ નથી ન્યૂઝ પૂ. ધુરંધરવિજયજી મ. = લાઈટ જતી રહી છે. જુઓ, આનંદઘનજી કહે છે : “તુજ-મુજ અંતર-અંતર ભાંજશે, વાજશે મંગલ સૂર; જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસ-પૂર.” પૂ. ધુરંધરવિજયજી મ. = અહીં જીવ-સરોવર કેમ લખ્યું? પૂજ્યશ્રી : બધું બતાવું. પણ પહેલા ભગવાન સાથે જોડાવા તૈયાર હો તો. પૂજ્ય ધુરંધરવિજયજી મ. : ભગવાન જોડશે ને ? પૂજ્યશ્રી : તમારે જોડાવું પડશેને ? પૂ. પંન્યાસજી મહારાજે ઓછા પ્રયત્ન કર્યા છે ? - “વાજશે મંગલ તૂર.' આ અનાહત નાદ છે. ત્ર * * * * * * * * * = = ૧૧૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ સંગીતના સાધનો વિનાનું ‘અંદરનું સંગીત.' પરમ કલા એટલે અંદર અનેક વાદ્યો વાગતા હોય ને એમાં બધાને ઓળખી શકાય તે. આ અનાહત, કળા, બિંદુ વગેરે પણ માઈલ સ્ટોન છે. મંઝિલ મળી જતાં તો માત્ર બે જ રહે છે ? આત્મા અને પરમાત્મા. ખરેખર તો એ પણ નથી રહેતા, આત્મા અને પરમાત્મા એક જ થઈ જાય છે. જીવ સરોવર એટલે સમતામય આત્મા ! જ પૂજ્ય પંન્યાસજી મ.નો ઉપયોગ એટલો તીક્ષ્ણ હતો કે ૧૦ મિનિટમાં એક હજાર લોગસ્સ ગણી શકતા. એક શ્વાસમાં ૧૦૮ નવકાર ગણાઈ જતા. અક્ષરો કોઈ રહી ન જાય, ઉપયોગ અત્યંત તીક્ષ્ણપણે ચાલે. હવે બાકી રહેલું ચિદાનંદજીનું પદ જોઈએ : કાચ શકલ તજ ચિંતામણિ લઈ, કુમતિ કુટિલકું સહજ ઠગીરી; વ્યાપક સકલ સ્વરૂપ લખ્યો ઈમ, જિમ ન ભમે મગ લહત ખગીરી. ચિદાનંદ આનંદ મૂરતિ નિરખ, પ્રેમભર બુદ્ધિ થગીરી. (૭) જ્યોતિ ધ્યાન સૂર્ય-ચન્દ્ર વગેરે દ્રવ્ય જ્યોતિ છે. ધ્યાનાભ્યાસથી લીન બનેલા મનવાળાને ત્રિકાળ વિષયક જ્ઞાન તે ભાવ-જ્યોતિ છે. દ્રવ્ય જયોતિનું ધ્યાન ભાવ જ્યોતિના ધ્યાનમાં આલંબનભૂત બને છે. પોતાની પાસે મૂડી ન હોય તો બીજાની પાસેથી લોન લઈને માણસ વેપાર કરે તેમ જ્યાં સુધી શુદ્ધ આત્મા પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રભુ-શક્તિ મેળવીને સાધના કરવાની છે. ___ आगमेनाऽनुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥ ૧૨૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #153 -------------------------------------------------------------------------- ________________ આગમ, અનુમાન અને યોગના અભ્યાસના રસથી - આમ ત્રણ રીતે પ્રજ્ઞાને પરિકર્મિત બનાવવાની છે. માતૃદેવો ભવ ભૌતિક સુખ પાછળ દોડતા જનસમૂહમાં સ્વાર્થવૃત્તિ વૃદ્ધિ પામે છે. આથી વાત્સલ્યવડે ઉછેરેલા સંતાનો પણ વૃદ્ધ માતા-પિતા પ્રત્યે ફરજ ચૂકે છે. કેમ જાણે તેમને વૃદ્ધાવસ્થા આવવાની ન હોય ! છતાં પણ જૈનશાસનના સંસ્કાર પામેલા કોઈ ભાગ્યશાળી સંતાનો હોય છે કે જેઓ જગતના જીવોને મહાવીર ભગવાનની માતા-પિતાની ભક્તિના અંશો હજી જીવંત છે તેવો આદર્શ આપે છે. અમેરિકામાં ૨૫ જેવા વર્ષથી વસતા એ ભાઈના અન્ય સહોદર સર્વે અમેરિકામાં આવીને વસ્યા. ત્યાં વળી પિતાનું મૃત્યુ થયું. શહેરના બંગલામાં વસતા માતા એકાકી થઈ ગયા. આ ભાઈએ બાળપણમાં પાઠશાળાનું શિક્ષણ લીધું હતું. માતાએ પણ તેને પૂજા-સામાયિક જેવા સંસ્કાર આપ્યા હતા. ભલે તે વખતે એ સમજ વગર કરેલું. પણ જેમ નાનું બાળક કંઈ દૂધના રંગરૂપના જ્ઞાન વડે દૂધપાન કરતું નથી. છતાં દૂધ વડે બાળકનું શરીર પુષ્ટ થતું જાય છે. તેમ બાળપણના સંસ્કારો પણ સમય આવે જીવને ભાન કરાવે છે. આ ભાઈએ નિર્ણય કર્યો કે બાળપણમાં માતાએ અમને સાચવ્યા હતા. હવે તેમને સાચવવાનો મારો ધર્મ છે. વળી ભારતમાં રહીને આત્મસાધના થશે. માનવસેવાના કાર્યો પણ થશે. આ ભાઈ કંઈ બહુ મોટા શ્રીમંત નથી. પાંચ દસકાની વય છે. નોકરી છોડી ધનનો મોહ છોડ્યો. પત્ની અમેરિકામાં રહ્યાં. બે પુત્રો પરિવાર પણ અમેરિકામાં છતાં તેમણે આનંદપૂર્વક માતૃસેવા અને ધમરાધનાને અગ્રિમતા આપી. પોતે પુણ્યશાળી પણ ખરા કે પત્નીએ અને પરિવારે સહર્ષ સંમતિ આપી. થોડા સમય માટે વળી જવાનું રાખશે. પણ મુખ્યત્વે તો ભારતમાં સેવાના કાર્યમાં જોડાયેલા રહેશે. ભલે આ પાંચમો આરો રહ્યો, પણ જિનશાસન ધબકતું છે. ત્યાં આવા આદશોનું દર્શન થવાનું છે, જેની પાસે ગુણ-સંપન્ન દષ્ટિ છે, તેને આવા જીવંત દૃષ્ટાંતો પ્રેરણાદાયી છે. - સુનંદાબેન વોરા * * * * * * * * * * * * * ૧૨૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ D વિશુદ્ધિતો પ્રકર્ષ થતો જાય તેમ તેમ પ્રભુ વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય. ૧૨૨ આ. સુદ-૯ ૬-૧૦-૨૦૦૦, શુક્રવાર બપોરે ૪.૦૦ વાગે. પૂ. દેવચન્દ્રજીની ચોવીશી. સ્તવન 3. = ભગવાન મોક્ષના કર્તા નથી તો ભગવાન પાસે મોક્ષની યાચના શા માટે ? ભગવાન ભલે મોક્ષના કર્તા ન હોય, પણ મોક્ષના પુષ્ટ નિમિત્ત જરૂર છે. પૂ. દેવચન્દ્રજી પુષ્ટ કારણને જ કર્તા તરીકે માનીને સ્તવે છે. એમ તેમણે જ કહ્યું છે. આપણે માત્ર આ ઉપચારથી માનીએ છીએ, એ જ તકલીફ છે. ઉપચાર નહિ, આ જ વાસ્તવિકતા છે. ભૂખ લાગી. આપણે ભોજન (નિમિત્ત કારણ) કર્યું. આપણે ભોજનને ભૂલી જઈ જાતને પ્રધાનતા આપી દઈએ છીએ, પણ વિચારો ઃ * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #155 -------------------------------------------------------------------------- ________________ ભોજન ન હોત તો આપણે શું કરત ? સંસારના સૃષ્ટિ-કર્તા ભલે આપણે ન માનીએ, પણ મોક્ષકર્તા તો આપણા છે જ. અમે પણ પહેલા આ ઔપચારિક રૂપે જ માનતા. પણ પૂ.પં.મ.ના સંસર્ગથી જ આ ઔપચારિકતાની માન્યતા પૂર્ણપણે ખતમ થઈ. - આપણો વિશુદ્ધિનો પ્રકર્ષ વધતો જાય તેમ તેમ પ્રભુ વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય. સમતા વધતી જાય તેમ આનંદ વધતો જાય. યોગસારમાં ભગવાનને “વતુચાવીપ્ર૬ઃ' કહ્યા ભગવાન મોક્ષના દાતા ઔપચારિક હોત તો આવું વિશેષણ ન હોત. એથીયે આગળ વધીને નમુત્થણની વંતુચપપ્રઃ સંપદામાં ભગવાનને “જિણાણે જાવયાણું” ઈત્યાદિ વિશેષણોથી નવાજેલા છે, તે પણ આ જ વાત સૂચવે છે : ભગવાન માત્ર જીતનારા નથી, જીતાડનારા પણ છે. તરેલા જ નથી, તારનારા પણ છે. બુદ્ધ જ નથી, બોધક પણ છે. મુક્ત જ નથી, મોચક પણ છે. સાંસારિક સુખોમાં સુખનો આરોપ કરીને આપણે ભ્રમણામાં પડેલા છીએ. પ્રભુ-પ્રાપ્તિથી જ આ આપણી ભ્રમણા તુટે છે. કહે, કલાપૂર્ણસૂરિ' પુસ્તક વાંચવાથી પૂ. ગુરુદેવશ્રીનો આંતર-પરિચય થયો. એમની ભક્તિ, એમનું જ્ઞાન, એમની ધર્મ ભાવિત અતિ આ બધું જાણવા મળ્યું. - સા. ચરણનુણાશ્રી કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૨૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ આ. સુદ-કિ.-૯ ૭-૧૦-૨000, શનિવાર આપણી તાતી દીવીને કેવળજ્ઞાનની ? મહાજ્યોતિ સાથે જોડી દઈએ તો કામ થઈ જાય. ? સવારે ધ્યાન વિચાર : રત્નત્રયી પરમ જ્યોતિ છે. પૂર્ણ રત્નત્રયીવાળા પૂર્ણ જ્યોતિર્ધર છે. આથી જ ગણધરોએ તેમને “૩mોમ' “ઉદ્યોતને કરનારા' કહ્યાા છે. પરમ જયોતિવાળા ભગવાને ગણધરોને જ્યોતિ આપી. આપણી યોગ્યતા અને ક્ષયોપશમ પ્રમાણે આપણને પણ જ્યોતિની પ્રાપ્તિ થાય છે. આ ગંભીર કૃતિ છે. એના માટે યોગ્ય બનીશું તો જ સમજાશે. સાધના વિના આ નહિ સમજાય. ધર્મધ્યાનથી ધ્યાનનો પ્રારંભ થાય. તેમાં પણ આજ્ઞાવિચય પ્રથમ પ્રકાર છે. એનો અર્થ એ થાય કે, ભગવાનની આજ્ઞાથી જ ધ્યાનનો ૧૨૪ * * * * * * * * * Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભ થાય. ૨૪ ધ્યાનના અધિકારી મુખ્યતાએ દેશ - સર્વ વિરતિધરો છે. એ સિવાયના સમ્યગ્દષ્ટિ વગેરેમાં બીજરૂપે યોગ હોઈ શકે. આપણો નંબર આમાં લાગે, એવું પ્રાર્થીએ. ભગવાનની સાધના - સગુણો યાદ આવે. તો વિચાર આવે : આપણા જીવનમાં આવું ક્યારે આવે ? » ‘પેચ રdi ' જાણીને પ્રયત્ન કરવો તે કિરણ. કરણમાં પુરુષાર્થ મુખ્ય છે. આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તીર્થકરો છે. ભવનમાં સહજતા મુખ્ય છે. આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મરુદેવી છે. સહજતામાં પણ પ્રભુ અને પ્રભુનું આલંબન તો ખરું જ. પણ વીર્ષોલ્લાસ સ્વયં પ્રગટે. તે વખતે વિકલ્પજન્ય ધ્યાન ન હોય. માત્ર આનંદની અનુભૂતિ હોય. ઉત્કટ વીલ્લાસથી આનંદની માત્રા વધેલી હોય. ધર્મ-શુક્લનો પ્રથમ ભેદ ધ્યાન-પરમ ધ્યાનમાં આવી ગયો છે. આગળના ભેદો બીજા ધ્યાનના પ્રકારોમાં આવે છે. શુક્લધ્યાનના પહેલા અને બીજા ભેદની વચ્ચે થતા અનુભવો અહીં ધ્યાનના ભેદોમાં બતાવ્યા છે. આ ૨૪ ધ્યાનો ક્રમશઃ નથી આમાંથી કોઈપણ ધ્યાનના ભેદે પરમાત્મા સુધી પહોંચી શકાય છે. જ્યોતિધ્યાનના પ્રયત્નથી પરમ જયોતિ મળે છે. પરમ જયોતિ ધ્યાન સમજવા માટે પરમ જયોતિ પંચવિંશતિકા ગ્રન્થ સમજવા જેવો છે. જીવન્મુક્ત મહાત્માને આ હોય છે. તેઓ જીવતા પણ આનો અનુભવ કરે છે. દેહ છતાં દેહાતીત, મન છતાં મનોતીત અવસ્થા એમની હોય છે. ત્રણેય યોગ હોવા છતાં જીવન્મુક્ત ત્રણેયથી પર હોય. આવો યોગી જ “ નોરતુ વા ' એમ કહી શકે છે. એ મોક્ષનો આનંદ અહીં જ મેળવી શકે છે. ત્ર મ ઝ * * * * * * * * ૧૨૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ ‘મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.’ આ પ૨મ જ્યોતિ દશાના ઉદ્ગારો છે. સમાધિ અવસ્થામાં તેમને ‘હું પ્રભુની ગોદમાં બેઠો છું.’ એવો અનુભવ થાય છે. - આ કાળમાં આવો અનુભવ શા માટે મેળવી ન લેવો ? સમ્યગ્દર્શન પામ્યા વિના મરવું નથી, એટલું નક્કી કરી લો. એ પામવા માટે રુચિ ઉત્પન્ન થાય તો પણ મોટી વાત છે. આવું જાણીને વિરાધના ન કરીએ, એ પણ મોટી સિદ્ધિ હશે. જ્યોતિ શું જ્યોત મિલત જબ ધ્યાવે, હોવત તબ નહિ ન્યારા;' આવું ધ્યાન ધરનારો ભગવાનને જુદો ન ગણી શકે. ‘બાંધી મૂઠી ખુલે ભવ માયા, મિટે મહાભ્રમભારા.' બહિરાત્મદશા દૂર થઈ અંતરાત્મદશા પ્રગટ થઈ. પરમાત્મદશા પ્રગટે એટલે બિંદુ સિંધુમાં ભળી જાય. પછી સિંધુમાં બિંદુ ક્યાં દેખાવાનો ? પછી ‘હું’ મટી જાય છે. એ શોધવાથી મળતો નથી. ઘી ઢળી ગયું, પણ ખીચડીમાં ! પ્રસન્નચન્દ્ર રાજર્ષિ સૂર્ય સામે અપલક નજરે જોતા હતા. આ તારક ધ્યાન છે. ઊગતા સૂર્યનું ધ્યાન આજે પણ ધરી શકાય. ભગવાનને ગણધરોએ પણ દ્રવ્યજ્યોતિની ઉપમા આપી છે : चंदेसु निम्मलयरा । આ શું છે ? દ્રવ્ય પ્રકાશની ઉપમા વિના આપણને ક્યાં સમજાય ? અહીં બધા જ દ્રવ્ય ભાવને સમજવા સહાયક બનનાર છે. ભાવ ઉદ્યોત એટલે જ્ઞાન-ઉદ્યોત, ભગવાનનો ઉદ્યોત સૂર્ય જેવો તો આપણો દીવા જેવો, પણ છે તો પ્રકાશ જ ને ? લાખ પાવરનો પ્રકાશ તેમનો છે તો આપણો પાંચનો પાવર છે. ૧૨૬ * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ આપણી નાની દીવીને કેવળજ્ઞાનની મહાજ્યોતિ સાથે જોડી દઈએ તો કામ થઈ જાય. ક્ષયોપશમભાવના ગુણો ક્ષાયિક ગુણોમાં જોડી દઈએ તો કામ થઈ જાય. સિદ્ધો આપણી ઉપર સદા કાળ માટે છે. વિહરમાન ભગવાન સદા કાળ માટે છે. માત્ર આપણે અનુસંધાન કરવાની જરૂર છે. એક આકાશ પ્રદેશમાં અનંત આત્મપ્રદેશો હોય છે, એમ ભગવતીમાં હમણા આવ્યું. આમાં પણ ધ્યાનના રહસ્યો છે. સિદ્ધશિલામાં સિદ્ધો છે તેમ સમગ્ર બ્રહ્માંડમાં પણ અનંતા જીવો છે. નિશ્ચયથી એ જીવો પણ સિદ્ધસમાન જ છે. આતમ સર્વ સમાન, નિધાન મહાસુખ કંદ; સિદ્ધતણા સાધર્મિક, સત્તાએ ગુણ વૃંદ. પૂ. દેવચન્દ્રજી. અત્યારે જ્ઞાન છે, પણ સંવેદન નથી. અત્યારે જ્ઞાન લઈએ છીએ તે આપવા માટે, પોતાના માટે નહિ. આવો ઉદ્દેશ હોવાથી જ આ લાગુ પડતું નથી. આથી જ આ સિદ્ધાંતોને સાંભળવાના અધિકારી સમ્યગ્દષ્ટિ છે. આપણી મુશ્કેલી એ છે કે સીધા જ સાતમે (?) ગુણઠાણે આવી ગયા છીએ. અભિમાનનો પારો એકદમ ઊંચે ચડી ગયો. આથી જ સાધના મુશ્કેલ બની છે. સમતા વિના કોઈ ધ્યાન લાગુ નહિ પડે. સામાયિક માટે ચઉવિસત્થો આદિ જોઈએ. આવી વાતો એટલે કરવી પડે છે કે તમે આ બધું ભૂલી ન જાવ. જ્ઞાનજ્યોતિ વધે તેમ ગંભીરતા વધે. નહિ તો સમજવું : અજ્ઞાન જ વધ્યું છે. જેનાથી માન વધે તે જ્ઞાન કેમ કહેવાય ? આત્મ-સ્વભાવની રમણતા ન હોય કે રાગ-દ્વેષની મંદતા ન હોય તે જ્ઞાન કે દર્શન માનવા યશોવિજયજી તૈયાર નથી. માત્ર ત્યાં માહિતી હોય, જ્ઞાનની ભ્રમણા હોય, સાચું જ્ઞાન ન હોય. આત્માની અનુભૂતિ થયા પછી કર્મનો ડર નથી રહેતો. ઓળખાયા પછી બકરાનો કે ભરવાડનો ભય નથી સિંહત્વ રહેતો. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * ૧૨૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ ગઈ દીનતા અબ સબહી હમારી.’ ઉપા. યશોવિજયજી. સાધ્યાલંબી બન્યા વિના આત્મા સાધનામાં સક્રિય બની શકતો નથી. સમ્યગ્દર્શન મળી ગયા પછી ચેતના આત્મતત્ત્વ તરફ વળે છે. પૂ. દેવચન્દ્રજી. ઈન્દ્રપણું-ચક્રવર્તીપણું ૨ોગ સિવાય શું છે ? આત્મ-ધન દેખાતાં એ રોગ જ લાગે. આત્મધન એવું છે, જેને કોઈ લુટી શકે નહિ, જે કદી ખુટી શકે નહિ. એ મળ્યા પછી દીનતા કેવી ? ઈન્દ્ર-ચન્દ્રાદિપદ રોગ જાણ્યો, શુદ્ધ નિજ શુદ્ધતા ધન પિછાણ્યો; આત્મધન અન્ય આપે ન ચોરે, કોણ જગ દીન વળી કોણ જોરે ? પૂ. દેવચન્દ્રજી મ.ની આત્માનુભૂતિ પછી આવેલી આ મસ્તી છે. ખુમારી છે. એ શબ્દો વાંચતાં આજે પણ હૃદયમાં મસ્તી પ્રગટી શકે છે. - આપણી મંદ જ્યોતિ તેજસ્વી જ્યોતિ (પ્રભુની) માં ભળે એટલે આપણી જ્યોતિ અખૂટ બની જાય. લોગસ્સ સૂત્ર જ્યોતિનું જ સૂત્ર છે. આવા પરમ જ્યોતિર્ધર પ્રભુ પાસે ગણધરોએ ત્રણ ચીજોની (આરોગ્ય, બોધિ, સમાધિ) માંગણી કરી છે. પરમ આરોગ્ય મોક્ષ છે. એના મુખ્ય બે કારણ બોધિ અને સમાધિ છે. આ ત્રણેય મળશે તો ભગવાનના પ્રભાવથી જ મળશે. ૧૨૮ ભગવાન પર અને ભગવાનની આજ્ઞા પર બહુમાન વધશે તેટલા પ્રમાણમાં વિશુદ્ધ પ્રકારના બોધિ-સમાધિ મળશે. ભાવ-વિભોર થઈ પ્રભુ-ગુણ ગાવાથી કર્મની નિર્જરા થતાં અપૂર્વ આનંદ વધે છે. * આવા ધ્યાન માટે ખાસ પૂર્વભૂમિકા તૈયાર કરવી પડશે. લબ્ધિધર બધા મુનિઓ ૫૨મજ્યોતિ ધ્યાનના અભ્યાસી * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #161 -------------------------------------------------------------------------- ________________ હોય છે. લબ્ધિ એક શક્તિ છે. એને પ્રગટાવનાર આવા ધ્યાન છે. આ જયોતિ આપણામાં પણ પ્રગટે માટે ગણધરોએ લોગસ્સમાં છેલ્લે કહ્યું છે : “ચંનિષ્ણન' (સમ્યગુ - દર્શન) “મક્સ મયિં પાયા' (સમ્યમ્ - જ્ઞાન) “સારવાર મીરા' (સમ્યફ - ચારિત્ર). આવા સિદ્ધોનું ધ્યાન કરીએ તો કંઈક તેમની ઝલક આપણામાં પણ આવશે. (૯) બિંદુ ધ્યાન : યોગશાસ્ત્રના ૮મા પ્રકાશ तदेव च क्रमात् सूक्ष्मं ध्यायेत् वालाग्रसन्निभम् । क्षणमव्यक्तमीक्षेत, जगज्ज्योतिर्मयं ततः ॥ प्रच्याव्य मानसं लक्ष्यादलक्ष्ये दधतः स्थिरम् । ज्योतिरक्षयमत्यक्षमन्तरुन्मीलति क्रमात् ॥ - યોગશાસ્ત્ર, ૮મો પ્રકાશ. જ્યોતિનું ધ્યાન ધરવાથી સંપૂર્ણ જગત જ્યોતિર્મય લાગે છે. તે વખતે અક્ષય જયોતિ પ્રગટે છે. આગળ અરિહાણ સ્તોત્રમાં ષોડશાક્ષરી મંત્રનું ધ્યાન બિંદુપૂર્વકનું આવશે. એકેક અક્ષર ત્યાં ઝળહળતા જોવાના છે. દ્રવ્યથી બિંદુ : પાણીનું ટીપું. ભાવથી કર્મનું બિંદુ ઝરે તે. મંત્રોમાં બિંદુનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. “નમો અરિહંતાણં” અહીં બિંદુ છે ને ? ‘વારું સંયુ' કેટલાક “ઓકાર બોલે છે, તે ખોટું છે. ‘વિહિત્નોમવંતિ સુદામાપુવંથા' આ ધ્યાનથી કર્મો ઢીલા બનીને ઝરી જાય. મારવાડમાં ચોખ્ખું ઘી શિયાળામાં એટલું થીજી જાય કે હાથથી પણ ન ઊખડે. અગ્નિનો તાપ લાગતાં તે ઢીલું બને, કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૧૨૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ પછી પ્રવાહી થાય. ધ્યાનની અગ્નિથી પણ કર્મો ઢીલા થઈ ઝરવા લાગે છે. કર્મો જેમ જેમ ઘટતા જાય તેમ તેમ પ્રસન્નતા વધતી જાય. આ જ તેમની નિશાની છે. બીજા કોઈને બતાવવા નહિ, ગુપ્ત રાખીને સમજવાનું છે. મંત્ર વગેરે જાહેર કરવાથી, તેનાથી થતી લબ્ધિ વગેરે બતાવવાથી તેનો વિકાસ અટકી જાય છે. દા.ત. સ્થૂલભદ્ર. જૈનેતરોમાં બિંદુ નવકની વાત આવે છે, તે અંગે અવસરે વિચારણા કરીશું. અજેનોમાં પણ જે શુભ છે તે અહીંથી જ ઊડેલા છાંટા છે, એમ માનજો. હ મ સમ્યક્ત્વના લક્ષણો : ઉદયમાં આવેલા કે આવવાના ક્રોધાદિ કષાયોને શમાવવાની ભાવના રાખી, સમતા રાખવી. સંવેગ : ઈચ્છા છે પણ માત્ર મોક્ષ પ્રાપ્તિની. નિર્વેદ : સંસારી જીવને પ્રવૃત્તિ છે, પરંતુ સંસારના પદાર્થોમાં આસક્તિ નથી. અનુકંપા : જગતના સર્વ જીવોને પોતાના સમાન માની સૌ પ્રત્યે વાત્સલ્યભાવ, કરૂણા ભાવ. આસ્થા : શ્રદ્ધા, જિનેશ્વર અને તેમણે બોધેલા ધર્મમાં અપૂર્વ શ્રદ્ધા. ૧૩૦ * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ આ. સુદ-દ્ધિ.-૯ ૭-૧૦-૨000, શનિવાર સંયમથી જ આ માનવ - જીવનની સફળતા છે. વ્યાખ્યાન સમયે પૃથ્વીરાજ, મણિબેન, કંચનબેન, કલ્પનાબેન, શાન્તાબેન, ચારૂલતાબેનના દીક્ષા મુહૂર્તોના પ્રસંગે પૂજ્યશ્રી દ્વારા મુમુક્ષુઓને હિત-શિક્ષા. ચારિત્રધર્મ દુર્લભ છે. દેશવિરતિ પણ દુર્લભ હોય ત્યાં સર્વ વિરતિની શી વાત ? ગુરુવાણીના શ્રવણ પછી વિષયોથી વૈરાગ્ય જાગે, હૃદય બોલે : સંસાર છોડવા જેવો છે. સંયમ જ સ્વીકારવા જેવું છે. આમ થયા પછી મુમુક્ષુ ગુરુ પાસે જ્ઞાનાદિની તાલીમ લે અને વૈરાગ્ય પુષ્ટ બનાવે. કારણ કે એ સમજે છે : પશુની જેમ વિષયોમાં જ ૨ક્ત બનીને પૂરું કરવા માટે આ જીવન નથી. સંયમથી જ આ માનવજીવનની સફળતા છે. ભલે એ કઠણ * * * * * * * * * * ૧૩૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ હોય, પણ આત્મા માટે હિતકારી છે. દીક્ષા લીધા પછી પણ યોગ્યતાને વિકસાવવાની છે. પ્રભુ-ભક્તિ, ગુરુ-આજ્ઞાપાલન, મૈત્રી આદિ ભાવોના સેવનથી યોગ્યતા વિકસે છે. તમે સૌ સ્વાધ્યાય, સંયમ, સેવા, ગુરુ-ભક્તિ કરજો . ગુરુભાઈઓ સાથે સ્નેહથી વર્તજો. આમ કરશો તો પરલોકમાં તો સ્વર્ગ–અપવર્ગના સુખ મળશે ત્યારે મળશે, તમારું આ જ જીવન સ્વર્ગીય સુખથી પણ વધુ સુખથી છલકાઈ ઊઠશે. (દીક્ષા મુહૂર્ત : માગસર સુદ : ૫, શુક્રવાર, તા. ૧-૧૨-૨૦૦૦) ધનમાં જ સંતોષ ન માનો પૂજ્યશ્રીએ પૂછ્યું : (અમેરિકન જિજ્ઞાસુ મિત્રોને) રોજ સવાર પડે ક્યાં દોડો છો, કેમ દોડ છો ? ધન કમાવાને ? પછી સુખ મળે છે ? ઠીક છે. ધન જીવન નિભાવવાનું સાધન છે. પણ એમાં સુખ છે તેમ માનીને સંતોષ ન પામશો ? આ તીર્થમાં કેમ આવ્યા છો ? શું કમાણી થશે ? કમાણીમાં ફરક સમજાય છે ? પ્રભુભક્તિ વડે સાચી કમાણી થશે. - સુનંદાબેન વોરા ૧૩૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #165 -------------------------------------------------------------------------- ________________ આ. સુદ કિ.-૯ ૭-૧૦-૨૦૦૦, શનિવાર ભગવાનનું બહુમાન કરે તે ભગવાનને મેળવે જ. બપોરે પૂ. દેવચન્દ્રજી ચોવીશી : સ્તવન બીજું. “પરમાત્મા અને હું એક છીએ, તો એમનું સુખ પણ મારામાં પડેલું જ છે.” એમ સાધકને વિશ્વાસ જન્મે છે. વિશ્વાસ જન્મતાં જ તે તરફની રુચિ જાગે છે. એક શાશ્વત નિયમ છે : જે તરફ આપણી રુચિ થઈ, તે તરફ આપણી ઊર્જા ગતિમાન થઈ. ઊર્જા હંમેશા રુચિને અનુસરે છે. - પરકતૃત્વનું અભિમાન આપણામાં એટલું પડેલું છે કે આપણો આત્મા એનાથી અળગો છે, એ કદી સમજાતું જ નથી. ભીતર પરમાત્મા પ્રગટ થતાં એ અભિમાન ઓસરી જાય છે. અંદરની રુચિ જાગતાં જ આપણા ગ્રાહકતા, * * * * * * * * * * * * * ૧૩૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ સ્વામિતા, વ્યાપકતા, ભોસ્તૃતા, શ્રદ્ધા, ભાસન, રમણતા, દાનાદિ ગુણ આત્મસત્તાના રસિક બને છે. બહાર ફેંકાતી ઊર્જા કેન્દ્ર તરફ પાછી વળે છે. બહાર જતી ઊર્જા વ્યર્થ જાય છે. સ્વકેન્દ્રગામી ઊર્જા શક્તિશાળી બનાવે છે. છે. આથી જ ભગવાન નિયમક છે, મહામાયણ છે, વૈદ્ય છે, ગોપ છે, આધાર છે, સુખ સાગરને ઉલ્લસિત કરનાર ચન્દ્ર છે, ભાવધર્મના દાતા છે. સ્તવન - ત્રીજું : ભગવાનનું સ્વરૂપ કળી ન શકાય તેવું છે માટે ભગવાન અકલ છે. કલારહિત પણ અકલ કહેવાય. સંસારની બધી જ કળાઓ ભગવાનમાં અસ્ત થઈ ગઈ છે. જ ભગવાન જગતના જીવોના સુખમાટે અવિસંવાદી (અવશ્ય સત્ય બનનાર) નિમિત્ત છે. ભગવાન પર બહુમાન જાગે તો એમના ગુણો, એમની ઋદ્ધિ મળે જ. બહુમાન જ ગુણો માટેનું દ્વાર છે. ભગવાનનું બહુમાન કરે તે ભગવાનને મેળવે જ. જ આપણો આત્મા ઉપાદાન કારણ જરૂર છે. પણ પુષ્ટાલંબન તો ભગવાન જ છે. પણ એ ઉપાદાન કારણમાં કારણતા પ્રગટાવનાર ભગવાનની જ સેવા છે. જે કારણ સ્વયં જ કાર્ય બની જાય તે ઉપાદાન કારણ કહેવાય. દા.ત. માટી સ્વયં જ ઘડો બની જાય છે. માટે માટી ઘડા માટે ઉપાદાન કારણ છે. જીવ પોતે જ શિવ બની જાય છે, માટે જીવ ઉપાદાન કારણ છે. ભગવાનમાં પણ પુષ્ટ કારણતા ત્યારે જ પ્રગટે જ્યારે જીવમાં ઉપાદાન કારણતા પ્રગટે. બન્ને સાપેક્ષ છે. અભવ્ય જીવ ઉપાદાન કારણ જરૂર છે, પણ તેમાં ઉપાદાન કારણતા કદી પ્રગટે નહિ. માટે જ ભગવાનમાં તેના માટે કદી પણ પુષ્ટ નિમિત્તતા પ્રગટે નહિ. ૧૩૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ આ. સુદ-૧૦ ૮-૧૦-૨૦૦૦, રવિવાર ધ્યાત વિતા કર્મ - નિર્જરા થતી નથી. ધ્યાન વિચાર : • ધ્યાનના વિભાગો અલગ-અલગ ભલે હોય, પણ બધાની મંઝિલ એક છે. બધાની નિયતિ અલગ-અલગ હોય છે, એટલે ધ્યાનની પણ અલગ-અલગ પદ્ધતિઓ અલગ-અલગ વ્યક્તિઓને લાગુ પડે છે. - કમ્મપયડ, પંચસંગ્રહ વગેરેનો અભ્યાસ પણ અહીં જરૂરી છે. બૃહસંગ્રહણી, ક્ષેત્રસમાસ વગેરે પણ જરૂરી છે. મારી પહેલા એવી સમજ હતી કે ધ્યાનમાર્ગમાં આ બધાની શી જરૂર ? પણ ધ્યાન વિચાર વાંચતાં સમજાયું : આ બધા ગ્રન્થો ધ્યાન માટે તો અત્યંત જરૂરી છે. કારણ કે આ ધ્યાનમાં બધી દૃષ્ટિઓ હોવી જરૂરી છે. ખરેખર તો ધ્યાનમાં પ્રવેશ કર્યા પછી જ હ * * * * * * * * * * = ૧૩૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રન્થાદિના રહસ્યો સમજાય છે. કર્મગ્રન્થ તો ભણ્યા પણ તેનો સંબંધ ધ્યાન સાથે શું ? તે સમજવું હોય તો ધ્યાન-વિચાર જરૂરી છે. બધા કર્મ-ભેદોનું જ્ઞાન આપણી વીર્ય-શક્તિ વિકસાવે છે. ને વિકસેલી વીર્યશક્તિથી ધ્યાન શક્તિ પેદા થાય છે. નાદ, કલા, બિંદુ આદિ દ્વારા આત્મ-શક્તિઓ વિકસિત કરવી છે. એના દ્વારા પહોંચવું છે, આખરે ભગવાન સુધી, પરમ વિશુદ્ધ થયેલા આત્મા સુધી. માટે જ કહું છું : આ ધ્યાન - વિચારનો સંબંધ બધા જ આગમો સાથે છે. ગણધરો કે ગણધરના શિષ્યો સતત સૂત્રોનો સ્વાધ્યાય શા માટે કરે ? કારણ કે એથી ધ્યાનના ઊંડા રહસ્યો પ્રગટ થતા રહે છે. ધ્યાનના કોષ્ટકમાં પૂરાયા પછી જ અંદરના રહસ્યો સમજાય છે. ધ્યાન - વિચાર ગ્રન્થ તો મેં લખ્યો, પણ તેનો પ્રયોગ કોણ કેટલો કરે છે ? તે હવે જોવાનું છે. (૧૦) પરમ બિન્દુ ધ્યાન : વર્ષો પહેલાનું મારું ચિંતન હતું : ગુણસ્થાનોમાં જેટલા કરણો (અપૂર્વકરણ આદિ) છે,તે બધા સમાધિવાચક છે. હવે સ્પષ્ટ સમજાય છે : ખરેખર એમ જ છે. યથાપ્રવૃત્તિકરણ ભવચક્રમાં આપણે અનંતીવાર કર્યું છે. અભલો પણ કરે. બધી જ કર્મપ્રકૃતિઓ અંતઃકોડાકોડિની સ્થિતિમાં આવી જાય ત્યારે યથાપ્રવૃત્તિકરણ થાય. અનંતા યથાપ્રવૃત્તિકરણો વ્યર્થ ગયા એમ નહિ માનતા, એ પણ પૂરક છે. કોઈ પણ ધ્યાનનો પ્રકાર આવ્યા વિના કર્મ-નિર્જરા થતી નથી. અશુભ કર્મના બંધમાં પણ ધ્યાન છે જ. પણ તે આર્તરૌદ્ર ધ્યાન છે. મોક્ષમાં પ્રથમ સંઘયણ જરૂરી છે, તેમ સાતમી નરકમાં પણ તે જરૂરી છે. મોક્ષમાં ધ્યાન જરૂરી છે, તેમ સાતમી નરકમાં પણ ધ્યાન જરૂરી છે. ફરક માત્ર શુક્લધ્યાન અને રૌદ્રધ્યાનનો છે. બન્ને શુભ-અશુભ ધ્યાનની પરાકાષ્ઠા છે. એક મોક્ષે લઈ જાય, બીજે ઠેઠ સાતમી નરકે લઈ જાય. ૧૩૬ * * * * * * * * * * * * * કહે. Page #169 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રન્થો કર્મપ્રકૃતિ દ્વારા કર્મક્ષય બતાવે. આધ્યાત્મિક ગ્રન્થો ગુણશ્રેણિ (ગુણ પ્રાપ્તિ) બતાવે. વાત બન્ને એક જ છે. કર્મક્ષય વિના ગુણપ્રાપ્તિ ક્યાંથી ? બિંદુ ધ્યાનમાં થોડા-થોડા કર્મ ટીપે-ટીપે ઝરે. પરમ-બિંદુ ધ્યાનમાં મોટા પાયે કર્મો ઝરે. સમ્યકત્વથી માંડીને બારમા ગુણઠાણા સુધી જે ગુણશ્રેણિ પ્રાપ્ત થાય છે તે પરમબિન્દુ ધ્યાન છે. ત્યાર પછી તો કેવળજ્ઞાન થઈ જાય છે. આ પ્લાન છદ્મસ્થ માટેનું છે. ગુણશ્રેણિ એટલે ? ઘણા લાંબાકાળમાં જે કર્મદલિકોનું વેદન કરવાનું હોય તેને અલ્પકાળમાં વેદી નાખવું તે ગુણશ્રેણિ છે. એટલે કે ઉપરની સ્થિતિના કર્મ-દલિકોને નીચેના સ્થાનમાં નાખવા તે ગુણશ્રેણિ. જ દેવ-ગુરુ-ધર્મ પરની શ્રદ્ધા તે તો વ્યવહાર સમકિત છે. નિશ્ચયથી તો ધ્યાન-દશામાં તે પ્રગટે છે. વ્યવહારથી સમકિત ગુરુ મહારાજ દ્વારા લોનરૂપે આપવામાં આવ્યું છે. તે એવા ભરોસાથી કે ભવિષ્યમાં તે પોતાનું સમકિત મેળવી લેશે. પણ આપણે તો ‘લોનને પણ ચાવી જનારા પાક્યા ! ભગવાનની વાસ્તવિક સેવા ગુણોથી થાય. પ્રાથમિક ગુણો છે : અભય, અદ્વેષ અને અખેદ. એ આવ્યા પછી જ વાસ્તવિક પ્રભુ સેવા થઈ શકે. પ્રભુને, ગુરુને દૂર રાખીને ગુણો નહિ મેળવી શકાય. માત્ર જ્ઞાનથી અભિમાન-આવેશ વધશે. વધતા અભિમાન અને આવેશ દોષોની વૃદ્ધિને સૂચવે છે. • પ્રભુ મળતાં જ સ્થિરતા મળે છે. પ્રભુ જતાં જ અસ્થિરતા આવે છે. પ્રભુ ! આપનો માત્ર મારા ચિત્તમાં પ્રવેશ જ નહિ, પ્રતિષ્ઠા પણ થવી જોઈએ. પૂ. ધુરંધરવિજયજી મ. = ભગવાન રહે તો વાંધો શો હતો? પૂજ્યશ્રી ઃ ભગવાનને વાંધો ન્હોતો. આપણને વાંધો હતો. આપણે આડા-અવળા કામો કરવા હતા માટે ભગવાનને જવા દીધા. 4 x 4 * * * * * * * * * * ૧૩૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને રાખશો તો મોક્ષ મળશે. ભગવાનને છોડશો તો નિગોદ મળશે. કારણ કે વચ્ચે ક્યાંય વધુ સમય રહી શકાય તેમ નથી. અધ્યાત્મસારમાં પ્રથમ ગુણશ્રેણિમાં સાત પ્રકારની અવાન્તર ગુણશ્રેણિઓ (આધ્યાત્મિક ક્રિયારૂપે) નો નીચે પ્રમાણે ઉલ્લેખ ક્રમશઃ કરેલો છે. (૧) ધર્મ-સંબંધી જિજ્ઞાસા : ધર્મ શું છે ? એવી બુદ્ધિ. જાણવાની માત્ર ઈચ્છા (આ ઈચ્છા સ્વ-કલ્યાણ માટે હોવી જોઈએ, બીજાને બતાડવા નહિ, એટલો ખુલાસો કરી દઉં.) (૨) તેનું સ્વરૂપ પૂછવાનું મન થાય. (૩) પૂછવા માટે સદ્ગુરુ પાસે જવાની ઈચ્છા થાય. (૪) ઔચિત્ય વિનય અને વિધિપૂર્વક ધર્મસ્વરૂપ પૂછવું. (૫) ધર્મનો મહિમા જાણ્યા પછી સમકિત મેળવવાની ઈચ્છા. (૬) સમકિતના પ્રગટીકરણની અપૂર્વ ક્ષણ. (૭) સમકિત પામ્યા પછી તેનો ઉત્તરોત્તર વિકાસ. દ્વિતીય ગુણશ્રેણિમાં અવાજોર ત્રણ ગુણશ્રેણિઓ હોય છે. (૧) દેશવિરતિ - ધર્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા. (૨) દેશવિરતિ – ધર્મની પ્રાપ્તિ. (૩) દેશવિરતિ – પ્રાપ્તિ પછીની અવસ્થા. એ જ રીતે તૃતીય ગુણશ્રેણિમાં પણ અવાન્તર ત્રણ ગુણશ્રેણિઓ હોય છે. (૧) સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા, (૨) તેની પ્રાપ્તિ અને (૩) તદ્ અવસ્થા. ચતુર્થ ગુણશ્રેણિમાં અવાજોર અવસ્થાઓ. (૧) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભની વિસંયોજના (ક્ષય) કરવાની ઈચ્છા. (૨) તેનો ક્ષય અને (૩) ક્ષય પછીની અવસ્થા. પાંચમી ગુણશ્રેણિમાં અવાન્તર – અવાન્તર અવસ્થાઓ. ૧૩૮ * * * * * * * * * * * * Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧) દર્શન મોહ-દર્શનત્રિકને ખપાવવાની ઈચ્છા. (૨) તેનું ક્ષપણ અને (૩) ક્ષય પછીની અવસ્થા. છઠ્ઠી ગુણશ્રેણિમાં શેષ મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓના ઉપશમનો પ્રારંભ થાય છે. તેને “મોહ-ઉપશામક અવસ્થા કહે સાતમી ગુણશ્રેણિમાં ઉપર મુજબની મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓ ઉપશાંત થાય છે, તેને “ઉપશાન્ત-મોહ' અવસ્થા કહે છે. આઠમી ગુણશ્રેણિમાં શેષ મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ થાય છે, તેને “મોહ-ક્ષપક અવસ્થા કહે છે. નવમી ગુણશ્રેણિમાં એ જ શેષ મોહનીય કર્મની પ્રકૃતિઓનો અર્થાત્ મોહનો સર્વથા ક્ષય થાય છે, તેને “ક્ષીણમોહ અવસ્થા કહે છે. (૧૧) નાદ (૧૨) પરમ નાદ ધ્યાન : ખાલી પેટે કાનમાં આંગળી નાખતાં જે અંદર અવાજ સંભળાય તે દ્રવ્ય નાદ છે. આંગળી વિના સ્વયં વિવિધ વાજીંત્રોનો સ્પષ્ટ અલગ અવાજ સંભળાય તે પરમ નાદ છે. સંકલ્પ-વિકલ્પ હોય ત્યાં સુધી નાદ ન સંભળાય, મન અત્યંત શાન્ત અવસ્થામાં હોય ત્યારે જ અનાહત નાદ સંભળાય. પણ આ સાધ્ય નથી, મંઝિલ નથી, માત્ર માઈલસ્ટોન છે, એ ભૂલવું નહિ. અહીં અટકવાનું નથી. પરમાત્મદેવને મળ્યા વિના ક્યાંય અટકવાનું નથી. આપણી આત્મ-વિશુદ્ધિ થઈ તેના આ ચિહ્નો જરૂર છે, તમારું મન ભગવાનમાં લીન બની જાય એટલે આ નાદોના અવાજો બંધ થઈ જાય છે. મંદિરમાં ઘંટનાદ અનાહતનું જ પ્રતીક છે. પ્રારંભમાં ઘંટનાદ કરવાનો, પણ પછી ઘંટનાદ છોડી પ્રભુમાં ડૂબી જવાનું. - નાદનો સંબંધ પ્રાણ સાથે છે. ભગવાન બોલે છે ત્યારે પરા વાણીથી ક્રમશઃ વૈખરીમાં * * * = = = * * * * * * * ૧૩૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ આવે છે. સાધકની સાધના વૈખરીથી પરા સુધીની છે. આ જાણ્યા પછી કોઈપણ અનુષ્ઠાન કે તમારી આરાધના છોડતા નહિ. તેને આ પ્રક્રિયાઓ દ્વારા વિશિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરજો. બુદ્ધિધન પછી અધ્યાત્મજનનો પ્રવાહ વર્ષ પહેલા ભારતના બુદ્ધિપ્રધાન યુવાનો પરદેશ જતા. અથર બુદ્ધિધન બધું ત્યાં ઠલવાતું. તેઓ જેમ જેમ ત્યાં સ્થિર થયા, પ્રૌઢ થયા તેમ તેમ ભારતમાં ગ્રહણ થયેલા સંસ્કારો જાગૃત થયા. એટલે ત્યાં ૨૦/૨પ કુટુંબો જે શહેર કે ગામમાં હોય ત્યાં નાનું દહેરાસર, સ્વાધ્યાયની પ્રવૃત્તિ અને પાઠશાળાઓ દ્વારા અધ્યાત્મનને પણ સ્થાન આપતા ગયા. મોટા શહેરોમાં તો શિખરબંધી દહેરાસરોની સ્થાપના થતી જાય છે. - સુનંદાબેન વોરા છે. ૧૪૦. ગ ગ * * * * * * * * કહે. Page #173 -------------------------------------------------------------------------- ________________ આ. સુદ-૧૦ ૮-૧૦-૨000, રવિવાર હશે તો મુક્તિ ક્યાં જશે ? ભક્તિ બપોરે. - વર્ધમાન સંસ્કૃતિ કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજિત પ્રભુજન્મ-મહોત્સવની ઉજવણી. - પૂજય આચાર્યદેવ ક્લાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ કર્મથી મુક્તિ મળે તો ગુણસંપત્તિ મળે. દુનિયા બાહ્ય સંપત્તિ મેળવવા કરે છે, પણ સાધક ગુણસંપત્તિ મેળવવા પ્રયત્ન કરે છે. એનો ઉપાય ગણધરોને પણ ભક્તિમાં દેખાયો છે. તેઓ પણ કહે છે : તિસ્થયરા મે પસીયતુ. આવી ભક્તિ હૃદયમાં વસી જાય તો કામ થઈ જાય. મુક્તિથી ભક્તિ વધુ ગમી - એમ કહેનારા ખરેખર તો ભક્તિથી જ મુક્તિ મળે, એમ કહે છે. તૃપ્તિ મહત્ત્વની કે ભોજન ? ભોજન મળશે તો તૃમિ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૧૪૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ ક્યાં જવાની? મુક્તિનો મુખ્ય ઉપાય ભક્તિ છે. ભક્તિ હશે તો મુક્તિ ક્યાં જશે ? ભક્તિથી મુક્તિનું સુખ અહીં જ અનુભવાય છે. જેમણે આ અનુભવ્યું છે તેમણે પોતાની કૃતિમાં આ રજૂ કર્યું છે. પ્રભુનો આ જન્મ મહોત્સવ ભક્તિ રૂપ જ છે. જ્યારે પણ ભગવાનનો જન્મ થાય ત્યારે જગતમાં પ્રકાશ-પ્રકાશ રેલાઈ જાય. આવા ભગવાન પર ભક્તિ ઉમટવી જોઈએ. એમની આજ્ઞાના પાલનથી ઉત્કૃષ્ટ ભક્તિ થાય છે. પ્રીતિ અને ભક્તિના અનુષ્ઠાનથી વચન-અનુષ્ઠાનમાં આવવાનું છે. પૂજ્ય ધુરંધરવિજયજી મ. : પૂ. કલાપૂર્ણસૂરિજીએ ભક્તિ અંગે ઉપા. યશોવિજયજી મ.ને યાદ કર્યા, જેઓ મહાન ભક્ત બની ગયા. પહેલા મહાન તાર્કિક હતા. તેમના જ ઉદ્ગારો પૂજ્યશ્રીએ ફરમાવ્યા. સરતન નથમ ' પ્રભુ-ભક્તિ સમસ્ત શ્રુત સાગરની અવગાહનાનો સાર છે. પરમ-આનંદની સંપદાનો મૂળ સ્રોત છે. સર્વ પ્રવૃત્તિનો હેતુ આનંદ જ છે. આનંદ - સાગર પ્રભુની ભક્તિ વિના આનંદ ન જ મળી શકે. જે જ્યાં હોય ત્યાંથી જ મેળવવું પડે. સંસારથી મુક્તિ એ જ આનંદ. સંસારમાં કોઈ આનંદ મળી શકવાનો નથી. સાંસારિક પદાર્થોથી આનંદ ન મળે. ‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું.' - આનંદઘનજી. અંતે વીખરાય તે પદાર્થો શોક જ આપે. પણ એ જ પદાર્થો ભગવાનને સમર્પો તો આનંદ આપે. પ્રભુ-ચરણે અર્પેલા પદાર્થોને આનંદ આપવાની ફરજ પડે. ભગવાને જે આગમો આપ્યા, તેમાં અમે ડૂબીએ, એ અમારી ભક્તિ. તમે તમારું દ્રવ્ય ભગવાનને સોંપો તે તમારી ભક્તિ. એના દ્વારા જ આનંદ મળી શકે છે. જે મળ્યું છે તે ભગવાનને સોંપો. ફળ-નૈવેદ્ય વગેરે બધું જ. જે ચીજો મેળવવા આપણે પરતંત્ર છીએ તે ચીજો ૧૪૨ * * * * * * * * * * * * * Page #175 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને સોંપીએ તો એ ચીજો માટે ટળવળવું પડે નહિ. પ્રભુ જગતના વૃક્ષનું મૂળ છે. એ મૂળને જો સિંચો તો ફલ મેળવ્યા વિના ન રહો. પ્રભુને જે કાંઈ સમર્પો છો, તે ફળ્યા વિના ન જ રહે. ભાવપૂર્વક ભક્તિ કરો તો તે સમગ્ર પ્રકૃતિ (પવન, વાયુ, જળ આદિ) ને બદલી નાખે. પ્રભુમાં ડૂબો. પ્રભુમય બનો. પ્રભુ બનો. પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : શું બોલું ? બોલો. કણે ઘણી મહેનત કરી, કોઈ પણ રીતે દુર્યોધન સમજી જાય ને યુદ્ધ અટકે, પણ એ ન થઈ શક્યું. “સોયની અણી જેટલી પણ જમીન હું નહિ આપું.' દુર્યોધનના અંતિમ જવાબથી યુદ્ધ થયું જ. એ યુદ્ધમાં અંધ ધૃતરાષ્ટ્ર દૂર છે. સંજયને પૂછે છે: “યુધિષ્ઠિર શું કરે છે ?' શાન્ત છે.” “ભીમ શું કરે છે ?' ગદા ખંખેરે છે.” સહદેવ - નકુલ શું કરે છે ?' નકુલ – સહદેવ શૂન્ય મનસ્ક છે.” “અર્જુન શું કરે છે ?' ઠંડા પાણીએ નાહી નાખો. કારણ કે અર્જુન બદલાઈ ગયો છે. શ્રીકૃષ્ણ અને અર્જુનની જુદાઈની દિવાલ તૂટી ગઈ છે. કૃષ્ણની જગ્યાએ જ અર્જુન આવી ગયો છે.' ભગવાન સાથે જે ભક્ત અભેદ સાથે તેને કોઈ હરાવી ન શકે. અહીં કોઈ નાટક નથી. ધ્યાનની પ્રક્રિયા છે. જન્મકલ્યાણક વખતે કેવી રીતે ધ્યાન કરવું ? તેના આ દૃશ્ય છે. વસ્તુતઃ હૃદયમાં પ્રભુનો જન્મ કરવાનો છે. એમ થાય તો દુનિયાની કોઈ શક્તિ પરાસ્ત કરી શકાતી નથી. પ્રભુ સાથે સૌ અભેદ સાધો એ જ અપેક્ષા. પૂજ્ય કલાપ્રભસૂરિજી ઃ પ્રભુ-ભક્તિના મહોત્સવમાં અહીં બેઠેલાઓને સાંભળવાનો નહિ, જોવાનો રસ છે. આવી કાળઝાળ ગરમીમાં * * * * * * * * * * * ૧૪૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ પણ મંડપ નીચે હજારોની પબ્લીક ૩-૩ કલાકથી ભક્તિ માણી રહી છે. આ ભગવાનનો પુણ્ય - પ્રકર્ષ છે. આ બધાની પાછળ ભગવાનની શક્તિ છે. કારણ કે ભગવાન અચિંત્ય શક્તિશાળી છે. આજે આ સ્નાત્ર-મહોત્સવમાં માતા-પિતા બનનાર વિજયવાડાવાળા ધર્મીચંદજી ૫૨મ આનંદમાં છે. તેઓ વિચારે છે : ‘અનાયાસે જ આ લ્હાવો મળ્યો છે. તો હું આજીવન ચતુર્થવ્રત સ્વીકારી લઊં’ હમણા જ તેઓ પૂજ્યશ્રી પાસે આવશે ને ૪થું વ્રત સ્વીકારશે. (કાર્યક્રમ પછી જામનગરથી આવેલા ડૉકટરની ટીમનું ડૉકટરોએ કહ્યું : અમે દર ચાતુર્માસમાં સ્વેચ્છાએ આ રીતે પાલિતાણા સેવા માટે આવવા માંગીએ છીએ.) સન્માન. ૧૪૪ ક્યાંથી મળે ? સ્વાતિનક્ષત્રમાં છીપમાં પડેલું વર્ષાનું પાણી મોતી બને, તેમ માનવના જીવનમાં પ્રભુના વચન પડે અને તે પરિણામ પામે તો અમૃત બને. અર્થાત્ આત્મા પરમાત્મ-સ્વરૂપે પ્રગટ થાય. પરંતુ સંસારી જીવ અનેક પૌદ્ગલિક પદાર્થોમાં આસક્ત છે, તેને આ વચન ક્યાંથી શીતળતા આપે ? અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ ક્યાંથી થાય ? જીવ મનને આધીન હોય ત્યાં શીતળતા ક્યાંથી મળે ? * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ આસો સુદ-૧૧ ૯-૧૦-૨૦૦૦, સોમવાર પ્રભુના ધ્યાનમાં રાત્રયી સમાયેલી છે. ધ્યાન વિચાર ? - રત્નત્રયીના માર્ગે ચાલવા અહિંસા, સંયમ, તપ, દાન આદિનું પાલન જરૂરી છે. પ્રભુના ધ્યાનમાં રત્નત્રયી સમાયેલી છે. “તાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેહિ જ જ્ઞાન ને ચારિત્રો તેહ છેજી.” - પૂ. ઉપા. યશોવિજયજી. ધ્યાતા ધ્યેય સ્વરૂપ બની જાય ત્યારે જ્ઞાનાદિની એકતા થઈ જાય છે. ત્યાં સુધી પહોંચતા પહેલા વિવિધ ધ્યાન દ્વારા જે અનુભવો થાય છે, તે અહીં વ્યક્ત કરવામાં આવ્યા છે. • સુવિકલ્પ કે કુવિકલ્પ બન્ને શાન્ત થઈ જાય પછી નાદનો પ્રારંભ થાય છે. આલંબન ધ્યાન * * * * * * * = * * * * ૧૪૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ છુટી જાય, અનાલંબન બાકી હોય તે બન્ને વચ્ચેનો સેતુ નાદ જ્યાં સુધી અક્ષર કે પદમાં જ મન હોય ત્યાં સુધી સવિકલ્પ ધ્યાન હોય છે. ત્યાર પછી અક્ષર-પદ છુટી જઈ માત્ર ધ્વનિ રહેતાં નાદ પ્રગટે છે. આ નાદ માત્ર સાધક જ સાંભળી શકે, પાસે રહેલો બીજો પણ ન સાંભળી શકે. સાધક કાંઈ સંગીત સાંભળવા નીકળ્યો નથી, એ તો પ્રભુને મળવા નીકળ્યો છે. વચ્ચે થતું નાદ-શ્રવણ તો માત્ર માઈલસ્ટોન છે. સાધકે ત્યાં રોકાવાનું નથી. (૧૩) તારા, (૧૪) પરમતારા : મનની જેમ કાયા અને વચનની સ્થિરતા પણ જરૂરી છે. માત્ર માનસિક ધ્યાન નથી, વાચિક, કાયિક ધ્યાન પણ છે. તાવ સ્વયં ટાઈoi નો જ્ઞાન' આ પાઠ આ જ વાત સૂચવે છે. દ્રવ્યથી તારા, વર-વધૂની આંખોનું મિલન (તારા મેલક) તે. ભાવથી કાયોત્સર્ગમાં નિશ્ચલ દષ્ટિ. પૂર્વના ધ્યાનોમાંથી પસાર થઈને આવેલાની દૃષ્ટિ નિશ્ચલ બનેલી હોય છે. કોઈપણ ભગવાન છદ્મસ્થ અવસ્થામાં કાયોત્સર્ગમાં જ રહે છે. ધ્યાન એટલે જ્ઞાનની સૂક્ષ્મતા - તીક્ષ્ણતા છે. એટલે કે ચારિત્ર અને ધ્યાન એક જ છે. જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ.” પૂ. ધુરંધરવિજયજી મ. : કાયોત્સર્ગમાં નિશ્ચલ દષ્ટિ ક્યાં ? બહાર કે અંદર ? પૂજ્યશ્રી : ચૈત્યવંદન વખતે પ્રતિમામાં, ગુરુ સામે હોય ત્યારે ત્યાં અનિમેષ દૃષ્ટિ રાખવી. કાયોત્સર્ગ જિનમુદ્રાએ વ્યવસ્થિત થાય ત્યારે દૃષ્ટિ નિશ્ચલ થતાં મનની નિશ્ચલતા આવે છે. દ્રષ્ટિ અને મન, બન્નેની * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૧૪૬ * * * * * * * * * * * * Page #179 -------------------------------------------------------------------------- ________________ ચંચળતા અને નિશ્ચલતા પરસ્પર સાપેક્ષ છે. એટલે કે દૃષ્ટિ નિશ્ચલ બને ત્યારે મન નિશ્ચલ બને. મન નિશ્ચલ બને ત્યારે દષ્ટિ નિશ્ચલ બને. કાયોત્સર્ગનું મહત્ત્વ ઘણું જ છે. માત્ર ૧૦૦ ડગલા તમે બહાર ગયા અને તમારે કાયોત્સર્ગ ફરજિયાત કરવાનો. શું કારણ હશે ત્યાં ? સકલ જીવરાશિ સાથે આપણે જોડાયેલ છીએ. એમાં કોઈનીયે ઉપેક્ષા ન ચાલે. માટે જ વારંવાર ઈરિયાવહિયં દ્વારા, સર્વ જીવો સાથે પ્રેમ-સંબંધ જોડવાનો છે; જે પહેલા તૂટી ગયો હતો. સમગ્ર જીવરાશિ સાથે ક્ષમાપના થાય તો જ મન સાચા અર્થમાં શાન્ત બને. કોઈનું પણ અપમાન કરીને તમે નિશ્ચલ ધ્યાન કરી શકો નહિ. સમગ્ર જીવો ભગવાનનો પરિવાર છે. એક પણ જીવનું અપમાન કરશો તો પરમ પિતા ભગવાન ખુશ નહિ થાય. જીવાસ્તિકાય રૂપે આપણે સૌ એક છીએ, એક માન્યા પછી જીવોને પરિતાપ ઉપજાવીએ તો મોટો દોષ છે. માટે જ ઈરિયાવહિયં દ્વારા એ સૌ સાથે ક્ષમાપના કરવાની છે. - કાયોત્સર્ગનો ઉદ્દેશ શો ? પાપ કર્મોનો ક્ષય. “પાવાનું મ્યા નિપાયUઠાઈ ' વિષય - કષાયની મલિનતા દૂર કર્યા વિના ઉઠ્ઠલતા નહિ પ્રગટે. ને ત્યાં સુધી પ્રભુ નહિ મળે. પૂ. ધુરંધરવિજયજી મ. : મલિન આત્માને નવડાવવાનું કામ ભગવાનનું નહિ ? પૂજ્યશ્રી : હવે તમે મોટા થયા. નાના નથી. હા, પ્રભુ તમને ગુણરૂપી પાણીની વ્યવસ્થા કરી આપશે. “તુમ ગુણ ગણ ગંગા જલે, હું ઝીલીને નિર્મળ થાઊં રે.” - ઉપા. યશોવિજયજી. ૪ ગણધરોએ તો માત્ર ભગવાનના કહેલાની નોંધ કરી છે. નોંધ કરનાર કદી પોતાનો દાવો ન કરે. તે તો માત્ર એમ જ કહે. “ત્તિ બેમિ મેં જે સાંભળ્યું છે, તે કહું છું. = * * * * * * * * * * * ૧૪૦ Page #180 -------------------------------------------------------------------------- ________________ » ગણધરો પણ છદ્મસ્થ હોય ત્યાં સુધી પ્રતિક્રમણ કરે. તાવ વાયં ટાઇr થી સ્થાન, મોri થી વર્ણ, ફાઇi થી અર્થ-આલંબન-અનાલંબન. કાયાથી સ્થાનયોગ. વચનથી વયોગ. મૌનથી વયોગ. અહી વૈખરી વાણી બંધ છે. અત્તવણી બંધ નથી. અન્તર્જલ્પ ચાલુ જ છે. ધ્યાનથી અર્થાદિ ત્રણેય યોગો લેવાના છે. સુદર્શન શેઠ શૂળીએ ચઢવાના છે. એવા સમાચાર મળતાં મનોરમાએ કાયોત્સર્ગ કરેલો. - યક્ષા સાધ્વીજીને મહાવિદેહમાં નિર્વિને પહોંચાડવા ચતુર્વિધ સંઘ કાયોત્સર્ગ કરેલો. આજે પણ નાના બાળકને પણ આપણે કાયોત્સર્ગ શીખવીએ છીએ. પૂ.પં. ભદ્રંકર વિ.મ. કાયોત્સર્ગ પર બહુ જોર આપતા. કાયોત્સર્ગના રહસ્યો સમજીને તેનો પ્રચાર કરવા જેવો છે. પરસ્પરનો આથી સંકલેશ દૂર થશે, મૈત્રીભર્યું વાતાવરણ જામશે. અધ્યાત્મયોગમાં પ્રતિક્રમણ, મૈત્રી આદિ ભાવો છે. કાયોત્સર્ગમાં ધ્યાન અને અનાલંબન યોગ છે. એક કાયોત્સર્ગમાં ધ્યાનના બધા જ ભેદોનો સમાવેશ થઈ શકે. એક માત્ર ભગવાનમાં તમારું મન લાગવું જોઈએ. (૧૫) લય, (૧૬) પરમ લય : દ્રવ્યથી વજલેપ. પૂર્વકાળમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વજલેપ તૈયાર થતો. આજના સિમેન્ટથી પણ ચડી જાય તેવો વજલેપ બનતો. એનાથી તૈયાર થતા મંદિરો વર્ષો સુધી ટકી શકતા. ભાવથી અરિહંતાદિ ચારમાં ચિત્તને ચોંટાડવું. ભગવાન સાથે આપણા ચિત્તનો વજલેપ થઈ જવો જોઈએ. ગુણમાં લય પામેલા ભગવાન છે. તેમાં આપણા મનનો લય થઈ જાય તો કામ થઈ જાય. ૧૪૮ * * * * * * * * * * * * કહે. Page #181 -------------------------------------------------------------------------- ________________ * અરિહંત સાથે સિદ્ધ તો ઠીક પણ સાધુ ક્યાં બેસી ગયા ? સાધુ અરિહંતના ઉપાસક છે. સાધુ-સાધ્વીજી અરિહંતથી જુદા હોઈ જ ન શકે. હોય તો દ્રવ્ય સાધુત્વ સમજવું, માત્ર આજીવિકારૂપ સાધુત્વ સમજવું. આપણે ચારનું શરણ ક્યાં લીધું છે ? માત્ર અહંનું જ શરણું લીધું છે. ‘વમેવ ા૨UT મમ ' એમ આપણી જીભ બોલે છે. ‘મવ રdi મમ ' એમ આપણું હૃદય બોલે છે. “મોટાના ઉત્સગે બેઠાને શી ચિન્તા ?' - પૂ. દેવચન્દ્રજી. જિન તેરે ચરણ કી શરણ ગ્રહું, હૃદય-કમલમેં ધ્યાન ધરત હું, શિર તુજ આણ વહુ.” હૃદયમાં ભગવાન અને માથે ભગવાનની આજ્ઞા હોય તો બીજી કઈ વસ્તુની જરૂર છે ? હું આ બોલું છું તે હું કરું છું. કરીને, જીવીને બોલું છું. તો જ તમને અસર થશે ને ? - કાયાને તપથી તપાવીએ નહિ, માત્ર મન જ જોડવા પ્રયત્ન કરીએ તો ભગવાન એવા ભોળા નથી કે આવી જાય. » પોતાના આત્મામાં જ લીન બનેલા આત્માને જોવો તે પરમલય છે. * અરિહંતનું એક શરણું પકડી લઈએ તો પણ બીજા ત્રણેય આવી જાય. “સિક્કર્ષિસદ્ધર્મમયપેવ' ભગવાન સિદ્ધ, ઋષિ અને ધર્મમય છે. પોલીસનું અપમાન તે સરકારનું જ અપમાન છે. સાધુનું અપમાન તે ભગવાનનું જ અપમાન છે. કારણ કે અપેક્ષાએ બન્ને અભિન્ન છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * ૧૪૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ હિ . જે- આ. સુદ-૧ ૨ ૧૦-૧૦-૨૦૦૦, મંગળવાર દૂધમાં રહેલું પાણી પોતાને દૂધ રૂપે જુએ છે તેમ પ્રભુમાં લીન બનેલો આત્મા સ્વને પરમાત્મરૂપે જુએ. તે ધ્યાન વિચાર : ૦ પરમલય. પરમલયમાં આત્મા અને પરમાત્મા દૂધ અને પાણીની જેમ એક થઈ જાય છે. દૂધમાં રહેલું પાણી પોતાને દૂધરૂપે જુએ તેમ પ્રભુમાં લીન બનેલો આત્મા સ્વને પરમાત્મરૂપે જુએ. જયાં સુધી આવો અનુભવ ન થાય ત્યાં સુધી એ માટે અભ્યાસ ચાલુ રાખો. એ માટે ચા૨નું શરણ સ્વીકારો, એનો પણ સંક્ષેપ કરવો હોય એક અરિહંતને પકડી લો. જો કે, અરિહંત પણ એક નથી, અનંતા અરિહંતો છે. સિદ્ધો અને સાધુઓ પણ અનંતા છે, પણ તેઓનો ધર્મ એક છે. ૧૫૦ * * * * * * * * * * * * * ક Page #183 -------------------------------------------------------------------------- ________________ - આનંદઘનજી જેવાની સ્તુતિ ઉપા. યશોવિજયજી જેવાએ કરેલી છે. એમની ચોવીશીમાં પૂરો સાધનાક્રમ (મોક્ષ સુધીનો માર્ગ) પ્રભુદાસ પારેખે ઘટાવ્યો છે. ‘વિમલ જિન ! દીઠા લોયણ આજ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમયે આ ભાવો પ્રગટ્યા છે. દુઃખો દૌર્ભાગ્ય ગયા. સુખ-સંપત્તિ મળી, માથે ધીંગો ધણી છે. હવે બીજે ક્યાં ફરવું ? જે લક્ષ્મીને હું શોધતો હતો તે તો હે પ્રભુ ! તારા ચરણમાં બેઠી દેખાઈ. મારું મન પણ તારા ચરણમાં ગુણમકરંદનું પાન કરવા લલચાય છે. આપણા ભાવને ભગવાનને સોંપી દેવો છે. ભગવાનને સંપૂર્ણ સમર્પણ કરવું, તે પ્રીતિયોગ. પત્ની જેમ પતિને સંપૂર્ણ સમર્પિત થઈ જતી હોય છે. પોતાના બાળક પાછળ નામ પણ પતિનું જ લગાવે છે. ભક્ત પણ પોતાનું નામ ભગવાનના નામમાં ડૂબાડી દે છે. પ્રભુના ગુણોમાં આપણી ચેતનાનો નિવેશ કરવો, એના આનંદનો અનુભવ કરવો, તે પરમલય છે. બે દિવસની છુટ્ટી છે. ધ્યાન વિચારમાં વિવેચન વાંચી જજો. વાંચી જશો તો પદાર્થો ખુલશે. અહીં બેઠેલા પંડિતોને પણ આ બધા પદાર્થો ખ્યાલમાં આવી જાય તો તેઓ આનો ખૂબ જ પ્રચાર કરી શકશે. એક પૂ.પં. ભદ્રંકર વિ. મહારાજે નવકારનો કેટલો પ્રચાર કર્યો ? કેટલાને નવકારના પ્રેમી બનાવ્યા ? • ચાર શરણમાં નવેય પદો સમાવિષ્ટ છે. (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) સાધુ, (૪) ધર્મ. સાધુમાં આચાર્ય, ઉપાધ્યાય. સાધુ, ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. * હિમાલયના મોટા-મોટા યોગીઓ નવકારને સંભળાવે ત્યારે સાનંદ આશ્ચર્ય થાય. અરિહંત કોઈ એકના નથી, સમગ્ર વિશ્વના છે. (૧૭) લવ, (૧૮) પરમ લવ ? 2 * * * * * * * ૧૫૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યથી લવ : દાતરડા વગેરેથી ઘાસ વગેરે લણવું તે દ્રવ્ય શુભ ધ્યાનરૂપ અનુષ્ઠાનોથી કર્મોને કાપવા તે ભાવ ક્ષપકશ્રેણિમાં પરમ લવ હોય છે. જ્ઞાનાદિ ત્રણેય મળે તો જ વાસ્તવિક ધ્યાન લાગે. તે પહેલા ભાવના, ચિંતન વગેરે હોય, પણ ધ્યાન ન હોય. પવન વગરના સ્થિર દીવા જેવો સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે. લવ. લવ. ઉપશમ ૧૫૨ - (૧૯) માત્રા : ઉપકરણ આદિની મર્યાદા તે દ્રવ્ય માત્રા. સમવસરણસ્થ તીર્થંકરની જેમ સ્વ આત્માને જોવો તે ભાવ માત્રા છે. જીવોનું અજ્ઞાન શું છે ? પૂજ્યશ્રી : સર્વજ્ઞનું વચન ન જાણે તે અજ્ઞાન અથવા તે સિવાયનું સઘળું વ્યવહાર- જ્ઞાન તે અજ્ઞાન. તેનાથી વ્યવહાર નભે પણ મોહ નષ્ટ ન થાય. ઉપયોગમાં મોહનું ભળવું તે અજ્ઞાન. જ્ઞાનથી મોહ નષ્ટ થાય. સુનંદાબેન વોરા * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #185 -------------------------------------------------------------------------- ________________ આ. સુદ-૧૩ ૧૧-૧૦-૨૦૦૦, બુધવાર ભગવાન સર્વત્ર સર્વદા અને સર્વમાં છે. મુનિશ્રી અમિતયશવિજયજીના માસક્ષમણનું પારણું તથા પૂ. જગવલ્લભસૂરિજીના નિશ્રાવર્તી ધર્મચક્રના તપસ્વીઓને છેલ્લા અઠ્ઠમનું પચ્ચખાણ. પૂજ્ય આચાર્યદેવ કલાપૂર્ણસૂરિજી : વિપ્ન ટળે તપ-ગુણ થકી, તપથી જાય વિકાર; પ્રશસ્યો તપ-ગુણ થકી, વીરે ધન્નો અણગાર. - સિદ્ધાચલની ગોદમાં. વિપુલ સંખ્યામાં આરાધકો આરાધના કરી રહ્યા છે. - સિદ્ધાચલને ભેટવું એટલે સિદ્ધોને ભેટવું એવી ભાવના ન પ્રગટે ત્યાં સુધી વારંવાર સિદ્ધાચલને ભેટતા રહો. - અહીં માસક્ષમણ, ૫૧ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૫૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસ વગેરે સારી સંખ્યામાં થયા. અમારા મુનિશ્રી અમિતયશવિજયજીએ આસો મહિનાની આવી ગરમીમાં માસક્ષમણ પૂર્ણ કર્યું. પહેલા જોગ હોવાના કારણે કરી નહિ શકેલા. દેવ અને ગુરુની કૃપાના બળે જ આવી શક્તિ પ્રગટે છે. દઢ સંકલ્પથી આ માસક્ષમણ થયું એ ખરું, પણ દઢ સંકલ્પની પાછળ પણ ભગવાનની શક્તિ કામ કરી રહી છે, એમ માનજો. આવા ભગવાનનો સંયોગ વારંવાર થજો, એમ ભવ્યાત્મા નિરંતર પ્રાર્થના કરતો રહે છે. હું જો ભગવાન અને ભગવાનની આજ્ઞાને ન સ્વીકારું તો મારું જીવન એળે જાય, એમ લાગવું જોઈએ. ભગવાન પર બહુમાન વધો, એ ભગવાન પ્રત્યેની પ્રાર્થના કોઈક જન્મમાં સફળ થાઓ, એવું નિરંતર ભાવતા રહેવું જોઈએ. ભગવાન અનેક સ્વરૂપે, અનેક નામે છે. નામાદિ ચારરૂપે ભગવાન સર્વત્ર, સર્વદા અને સર્વમાં છે. આવા ભગવાન મળ્યા પછી યત્કિંચિત્ આરાધના થાય તે જીવનનો સાર છે. આ સાથે ધર્મચક્રના તપસ્વીઓ (૮૨ દિવસના આ તપમાં ૪૩ ઉપવાસ આવે)નો છેલ્લો અટ્ટમ છે. આવા તપસ્વીઓથી શાસન જયવંતુ વર્તે છે. તપ, જપ, ધ્યાન દ્વારા ભગવાનની શક્તિ આપણામાં કામ કરે છે. દ્રવ્યનું સંક્રમણ ન થાય, પણ ભાવનું થાય. એક તપસ્વીને જોઈને બીજાને તપ કરવાનો ભાવ થાયને ? આ ભાવનું સંક્રમણ થયું. આવા તપસ્વીઓને શત-શત ધન્યવાદ આપીએ, અનુમોદના કરીએ. ભગવાન મહાવીરે સ્વયં ૧૪ હજારમાં ધન્ના અણગારની પ્રશંસા કરેલી. શ્રી જગવલ્લભસૂરિજી સ્વયં પણ તપસ્વી છે. ધર્મચક્ર-તપના આરાધક છે. સ્વયં જીવનમાં ઉતારીને અન્યો પાસેથી તપ કરાવી રહ્યા છે. ૧૫૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય યશોવિજયસૂરિજી : અનુમોદનાનો સ્વર્ણિમ અવસર આપવા બદલ મુનિશ્રી તથા ધર્મચક્ર તપસ્વીઓના આપણે ઋણી છીએ. અનુમોદના ૫૨ પ્રાર્થનાનો ઢોળ ચડાવી પ્રભુને ધરીએ. લાંબી તપસ્યાની તાકાત પ્રભુ ! તમે તેમને આપી તો અમને કેમ નહિ ? એમ પ્રભુ પાસેથી માંગો. માંગશો તો મળશે જ. પ્રાર્થનાની શક્તિ સર્વત્ર સ્વીકારાઈ છે. આ સદી પ્રાર્થનાની સદી છે. નિઃશંકપણે હું કહું છું કે આ સદી યોગ અને પ્રાર્થનાની છે. પ્રાર્થના વિષયક કેટલા સુંદર પુસ્તકો બહાર પડી રહ્યા છે? રેટ ફિલીપના પ્રાર્થના વિષેના એક પુસ્તકની ૫૦ લાખ નકલ વહેંચાઈ ગઈ છે. પ્રાર્થના વિષેના એ પુસ્તક વિષે લેખક લખે છે : ‘આ પુસ્તક મૈં નહિ, ૫૨મ ચેતનાએ મારી પાસેથી લખાવડાવ્યું છે. ઈસાઈલના પ્રવાસમાં રાત્રે પ્રકાશ પણ ન મળે, એવું સ્થાન હતું, પણ ભવ્યતા એટલી કે પ્રભુ-ચેતના અવતરે, પણ લખવું કેમ ? દૂર-દૂર પબ્લીક ટોયલેટની લાઈટમાં લખ્યું.' આવો વૈશ્વિક પ્રાર્થનાનો લય વિશ્વમાં ઘૂમરાઈ રહ્યો છે. પ્રાર્થનાના જ ઉદ્ગાતા પૂજ્યશ્રી આપણી સમક્ષ છે, એ આપણું સદ્ભાગ્ય છે. આ ચાતુર્માસ અમારી નવી પેઢી માટે તથા સૌ માટે અવિસ્મરણીય બની રહેશે. કારણકે અહીં એક જ મંચ પર સૌ બિરાજમાન થતા રહ્યા હતા. પૂજ્ય જગવલ્લભસૂરિજી : ‘કરણ, કરાવણ ને અનુમોદન, સરખા ફળ નીપજાયા.' પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજ્યશ્રીના શિષ્યે ભયંકર ગરમીમાં માસક્ષમણની તપશ્ચર્યા કરી. તે સાથે આજે ધર્મચક્રના તપસ્વીઓને છેલ્લો અક્રમ પણ છે. સાધના સૌ કોઈ કરી શકતા નથી. પૂજ્યશ્રી જેવી ભક્તિ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * ૧૫૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ તો જીવનમાં આવવી ઘણી મુશ્કેલ છે, પણ એમની અનુમોદના દ્વારા ભક્તિનો આદર મેળવીએ. અનુમોદનાથી જ એ ગુણ આવશે. प्रार्थनातः इष्टफलसिद्धिः - હરિભદ્રસૂરિ. જેની પ્રાર્થના કરીએ તે મળે જ. પૂજ્યશ્રી દેવા માટે જ બેઠા છે. મારા જેવા રાંકને લેતા આવડતું નથી. પૂજ્યશ્રી પાસે ભક્તિયોગનો અખૂટ મજાનો ખજાનો છે, પણ હું મેળવી શકતો નથી. આવી શકતો નથી. જ આવી ગરમીમાં મને તો છેલ્લા ચાર દિવસથી સાંજે પાણી-પાણી થાય છે. ક્યાંક દેડકો ન થાઉં – એવું લાગે છે. આવી ભયંકર ગરમીમાં અને પાણીની તરસ લાગે છે, એટલે પૂજયશ્રીની વાણી સાંભળવાની ઈચ્છા પૂર્ણ કરી શકતો નથી. મારું માથું શરમથી નમી જાય છે : આવા માસક્ષમણના તથા ધર્મચક્રના તપસ્વીઓને જોઈને ! સૌની હાર્દિક અનુમોદના કર્યા સિવાય શું કરી શકું ? પૂજ્ય આચાર્યશ્રી પાસે કરણ, કરાવણ અને અનુમોદનાનો ઢગલો છે. પૂ. યશોવિજયસૂરિજી પણ એટલા જ સાધના સંપન્ન છે. પૂ. અરવિંદસૂરિજીને પણ મોટી ઓળી ચાલે છે, જેનું પારણું આ.વ.૧ના છે. સૌ ત્યાં અવશ્ય પધારશે, એવી અપેક્ષા નડીયાદ, નિપાણી વગેરે સ્થળે નીકળેલા વરઘોડામાં ધર્મચક્રવર્તી ભગવાનનું સ્વાગત મુસ્લીમોએ પણ કરેલું છે. વરઘોડાનો આ મહિમા છે. આપણે વરઘોડો જોવાનો ન હોય, વરઘોડામાં આવવાનું હોય. સુરતમાં સિન્ધી સમાજે વરઘોડા વખતે માર્કેટ બંધ રાખેલું. આવા વિશિષ્ટ ભાવો સ્વ-હૃદયમાં પણ પ્રગટાવવાના છે. આ વરઘોડામાં સૌએ પૂજ્યશ્રીના સ્વજન-પરિજન બનીને જોડાવાનું છે. ૧૫૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની આગળ BAND અને પાછળ END' આવું ન થવું જોઈએ. પૂજ્યશ્રીની પાછળ શ્રાવકો પછી રથ, સાધ્વીજીઓ, શ્રાવિકાઓ એમ ક્રમશઃ જોડાઈએ તો શોભા વધશે. પૂજ્ય કલાપ્રભસૂરિજી : પૂજ્ય ગુરુજીએ આ પ્રસંગને અનુલક્ષીને તપયોગ વિષે માર્ગદર્શન આપ્યું છે. જૈનદર્શનનો તપયોગ કેટલો પ્રભાવશાળી છે, તે પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ. વિદ્યુત્ શક્તિથી પણ તેમાં વધુ શક્તિ છે. વિદ્યુત્ શક્તિ બહારના સર્વ પદાર્થોને બાળી નાખે, જૈનની તપ-શક્તિ આપણા આત્મ-પ્રદેશોમાં રહેલી કર્મની મલિનતાને બાળી નાખે છે. આવો જૈન શાસનનો તપયોગ લોકોને હેરત પમાડી દે તેવો છે. પૂ. જગવલ્લભસૂરિજીએ વરઘોડાનું વર્ણન કર્યું, એ વરઘોડો ધર્મ-બીજનું અદ્ભુત અનુષ્ઠાન છે. વરઘોડાથી જ હજારો-લાખોના હૈયામાં પ્રશંસાનો ભાવ ઊભો થતો હોય છે. ખાઉધરા જમાનામાં તપયોગ પ્રત્યે લોકોમાં આદરભાવ ઊભો કરાવવાનો છે. ક્રિકેટ વગેરેમાં કોઈ પણ જીતે, પણ તપમાં તો જૈનો જ જીતે. લોકોને આશ્ચર્ય થાય છે : જૈનો આ તપ કેમ કરી શકતા હશે ? ભગવાન મહાવીરે ૧૨ ૩૪૯ જ પારણા કરેલા છે, સામે છે. પછી તપ કેમ ન થાય ? વર્ષના સાધના કાળમાં માત્ર આવા મહાન આદર્શો આપણી આપણે ત્યાં એવું વલણ છે : પર્યુષણ પછી તપ વગેરે બંધ ! પણ સિદ્ધાચલની આ ભૂમિ પર પર્યુષણ પછી પણ તપ ચાલુ રહ્યા છે. અમને તો આશા હતી : મુનિ અમિતયશવિજયજી ૪૫ ઉપવાસ ક૨શે પણ બીજી વખત જરૂ૨ ૪૫ ઉપવાસ કરશે. આવી ગરમીમાં ઉગ્ર તપસ્યાની ખૂબ જ અનુમોદના ! કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * ** ૧૫૦ Page #190 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ધુરંધરવિજયજી : બધા આચાર્ય ભગવંતો એટલું બધું બોલી ગયા છે કે મારા માટે કાંઈ બચ્યું જ નથી. શું બોલવું ? ૩-૩ મહિનાથી ચાતુર્માસ પ્રવેશથી એક સરખી તપની આરાધના ચાલુ છે. માસક્ષમણોની લાઈન ચાલુ છે. ૩ દિવસ પછી ફરી માસક્ષમણનું પારણું થશે. આ વર્ષ તપનું છે. વરસાદ ઓછો થાય, તે વર્ષે તપ ઘણો દેખાય છે. મેં લગભગ એવું જોયું છે. તપની તાકાત છે : વરસાદથી પણ વધુ શીતલતા આપવાની. તપથી પુણ્યના વાદળ બંધાય ને ધર્મની વૃષ્ટિ થાય. તપે તપસ્વીઓ, પણ પુણ્ય વરસે સર્વત્ર. આ બધા તપ કરે, એનાથી વરસતું પાણી બધા પીએ. ધરતી તપે તેમ તિરાડ પડે. પાણી હોય તો તિરાડ ન હોય. તપાગચ્છમાં તિરાડો પડી છે. તે તિરાડો તપથી મટી જાય, એવી આપણી અપેક્ષા છે. પર્યુષણ પહેલા તો આપણે મળતા રહ્યા, પર્યુષણ પછી પણ મળવાનું થતું જ રહ્યું છે; કોઈને કોઈ નિમિત્તે. પાલિતાણામાં જ નહિ, આ ભેગા થવાનું કાર્ય સર્વત્ર સંઘમાં છવાઈ જશે, તેવી શ્રદ્ધા છે. - મુનિશ્રી અમિતયશવિજયજી : • પુણ્યોદયે મળેલા જીવનને સફળ બનાવવા ધર્મની જરૂર છે. જેના જીવનમાં અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ છે તેને દેવો પણ નમે છે. આવો ધર્મ હૈયામાં વસી જાય તો કલ્યાણ થઈ જાય. તપની અનુમોદના માટે આપણે સૌ એકઠા થયા છીએ. આ વર્ષે હું માસક્ષમણ કરીશ તેમ મનમાંય ન્હોતું, પણ શ્રી આદિનાથ દાદા, અધ્યાત્મયોગી પૂ. ગુરુજી તથા પૂ. કલાપ્રભસૂરિજી આદિની કૃપા જ કામ કરી ગઈ છે. પૂ. કલાપ્રભસૂરિજી રોજ કહેતા : “થઈ જશે. થઈ જશે. તું કરી નાખ.” એમના આટલા પ્રેરક વચનો મારો ઉત્સાહ વધારી દેતા હતા. ૧૫૮ * * * * * * * * * * * * * Page #191 -------------------------------------------------------------------------- ________________ પધારેલા સર્વ પૂજ્ય આચાર્ય ભગવંતોનો હું ઋણી છું. આવેલા તમે સૌ કંદમૂળ, રાત્રિભોજનને તિલાંજલિ આપજો. - કમ ખાના, ગમ ખાના, નમ જાના - આ ત્રણ સુવાક્યો યાદ રાખજો. સૌ મહાત્માઓ મારા પર કૃપા-વૃષ્ટિ વરસાવે, જેથી હું વધુને વધુ તપ કરી શકું. વર્ધમાન તપની ૧૦૦ ઓળી જી પૂરી કરું – એવી પૂજ્યશ્રી પાસે આશિષ માંગું છું. પરદેશમાં પૂજ્યશ્રીના વચનની લબ્ધિનો પ્રસાર એક યુવાને થોડા જ દિવસમાં આખું પુસ્તક (તત્ત્વજ્ઞાન - પ્રવેશિકા) કંઠસ્થ કરી લીધું અને એના ચિંતનમાં એવો ખોવાઈ ગયો કે અમેરિકા ધન કમાવા ગયેલો તે યુવાન ધર્મ કમાયો. એટલું જ નહિ પણ અમેરિકા છોડી દીધું અને ભારત આવી આજીવન બ્રહ્મચર્ય ગ્રહણ કરી તત્ત્વજ્ઞાન પચાવી દીધું. જેમ જેમ તત્ત્વજ્ઞાન પિરસાતું ગયું તેમ તેમ આ જીવને પણ જનમો જન્મ ચાલે તેવું તત્ત્વ- ચિંતનનું મહાન ભાથું મળ્યું, જેનું ઋણ શી રીતે અદા થઈ શકે ? - સુનંદાબેન વોરા કહે, કલાપૂર્ણસૂરિ-૪ * ઝ ઝ * * * * * * * * * * * ૧૫૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ 1 = 1 આા. સુદ-૧૩ ૧૧-૧૦-૨000, બુધવાર અયોગ્ય અવસ્થામાં વધુ જ્ઞાત લ્યાણકારી નથી. બપોરે ૪.૦૦. પૂ. દેવચન્દ્રજી - સ્તવનો. સ્તવન - પાંચમું. અત્યારે વિશિષ્ટ જ્ઞાન લુપ્ત શા માટે થઈ ગયા છે ? કારણકે તેવી ગંભીરતા આદિ યોગ્યતા લુપ્ત થઈ ગઈ છે. થોડુંક જ્ઞાન મળે છે ને આપણે ઊછાંછળા થઈ જઈએ છીએ. જો અયોગ્ય અવસ્થામાં વધુ જ્ઞાન મળે તો આપણી હાલત શી થાય ? બીજાના દોષો જોવામાં, બીજાની ટીકા-ટિપ્પણી કરવામાં જ આપણો સમય પૂરો થઈ જાય. - જેમ જેમ ભક્તિ વધતી જાય તેમ તેમ સાધનાની પંક્તિઓ ખુલતી જાય, સાધનાને અનુકૂળ નવા-નવા અર્થો નીકળતા જાય. આ હું તમને નથી સમજાવતો, મારા આત્માને જ સમજાવું છું. * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * * * * ૧૬૦ = = = * * * * Page #193 -------------------------------------------------------------------------- ________________ આમાં મને કંટાળો કે થાક નથી લાગતો. આ તો મારા જીવનનો પરમ આનંદ છે. ૦ આત્માના અસંખ્ય પ્રદેશ હોવા છતાં તેઓ એકી સાથે એક જ કામ કરી શકે. એક જ સમયે થોડાક પ્રદેશો અમુક કામ કરે, બીજા પ્રદેશો બીજું કામ કરે, એવું કદી બની શકે નહિ. એટલે જ આપણે જ્યારે મન ભગવાનમાં જોડીએ છીએ ત્યારે આપણી સમગ્ર ચેતના (અસંખ્ય પ્રદેશો સહિત) ભગવન્મયી બની જાય છે. નાનપણ માં મને પણ આ પંક્તિઓ (પૂ. દેવચન્દ્રજીની) સમજાતી ન્હોતી, જેટલી આજે સમજાય છે, પણ છતાં હું પ્રેમથી ગાતો. અનુભૂતિપૂર્ણ કૃતિઓની આ જ ખૂબી છે. તમે કાંઈ ન સમજો, છતાં બોલો તો તમારા હૃદયને ઝકઝોરે, તમારા અસ્તિત્વના ઊંડાણમાં ઊતરે. બચવું કેમ ? મરણથી બચવા જોષ જોવડાવે તો બચાય ? રોગ મુક્તિ માટે જોષ જોવડાવે તો બચાય ? ધન પ્રાપ્તિ માટે જોષ જોવડાવે તો ધન પ્રાપ્તિ થાય? સંતાન તૃપ્તિ માટે જોષ જોવડાવે તો સંતાન પ્રાપ્તિ થાય ? એ સર્વ પૂર્વ પ્રારબ્ધ પર આધારિત છે. છતાં શ માટે જીવ જોષ જોવડાવે છે ? એ સર્વ પ્રકારોમાં નિરાધારતા છે. એક ધર્મનો આધાર જ જીવને રક્ષિત કરે છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૬૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૐ p pilo adops lav Icles ele ૧૬૨ આ. સુદ-૧૪ ૧૨-૧૦-૨૦૦૦, ગુરુવાર બપોરે ૪.૦૦ પૂ. દેવચન્દ્રજી સ્તવનો. (સાંતલપુર નિવાસી વારૈયા વખતચંદ મેરાજ આયોજિત ઉપધાન તપ પ્રારંભ : ૩૮૦ આરાધકો.) ઔદારિક, ભાષા અને મનોવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ તે દ્રવ્યયોગ. (કાયા, વચન અને મન) છે, તેમાં આત્માનું વીર્ય જોડાય તે ભાવયોગ છે. આત્માની મુખ્ય બે શક્તિઓ છે ઃ જ્ઞપ્તિ - શક્તિ અને વીર્ય શક્તિ. સ્વાધ્યાય વગેરેથી જ્ઞપ્તિશક્તિ, ક્રિયા વગેરે દ્વારા વીર્યશક્તિ વધે છે. ઘણા એવા આળસુ હોય કે શરીરને જરાય તકલીફ ન આપે ને ધ્યાનની ઊંચી-ઊંચી વાતો કરે. સાચું ધ્યાન તે કહેવાય, જેમાં * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ ઉચિત ક્રિયા સીદાય નહિ. દરેક ઉચિત ક્રિયા પરિપૂર્ણપણે જ્યાં થતી હોય તે સાચો ધ્યાનયોગ છે. ધ્યાનયોગ કદી કર્તવ્યભ્રષ્ટ ન બનાવે. જો એમ થતું હોય તો સમજવું : આ ધ્યાન નહિ, ધ્યાનાભાસ છે. પૂ.પં. ભદ્રકરવિજયજી મ. પાસેથી આ જ ખાસ શીખવા મળેલું. મuહવત્તp સિયા' હું ઉચિત કાર્ય કરનારો બનું. - એમ પંચસૂત્રમાં પ્રાર્થના કરવામાં આવી છે. ધ્યાનમાં જવું સહેલું છે, પણ જીવોની સાથે મિત્રતા કેળવવી, તેમની સેવા કરવી, ઉચિત કર્તવ્ય કરવું, ખૂબ મુશ્કેલ છે. આ વાત પૂ.પં. ભદ્રકરવિજયજી મહારાજે ખૂબ જ ઘુંટીઘુંટીને સમજાવેલી. ગ્રહણ, પરિણમન, અવલંબન અને વિસર્જન – આ ચારના ક્રમપૂર્વક ભાષા-વર્ગણા પ્રયોજાય છે. ગ્રહણ : સૌ પ્રથમ ભાષા વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરવા. પરિણમન : તે પુગલોને તે રૂપે પરિણાવવા. પછી અવલંબનપૂર્વક છોડવા. (વિસર્જન) આ ક્રમથી જ આપણે બોલી શકીએ છીએ. પણ એ એટલું ઝડપથી થતું હોય છે કે આપણને ખ્યાલ આવતો નથી. આત્માના જ્ઞાન ગુણ વગેરે પર જે રીતે આવરણ છે, તે રીતે ગ્રાહકતા, ભોīતા, કર્તતા વગેરે શક્તિઓ પર કોઈ આવરણ નથી. એ શક્તિઓ કાર્ય કરી જ રહી છે. માત્ર એની દિશા ઉલ્ટી છે. ઉલ્ટી દિશામાં જનારી આપણી શક્તિઓ આપણો જ વિનાશ વેરી રહી છે. હવે, પ્રભુના આલંબનથી એ શક્તિઓને વિકાસ તરફ વાળવાની છે. કેન્દ્રગામી બનાવવાની છે, બહિર્ગામી શક્તિઓને અન્તર્ગામી બનાવવાની છે. “આટલા ભોગ ભોગવ્યા. આટલી સત્તા મેળવી. આટલું ધન એકઠું કર્યું' એમ માનીને કોઈ અભિમાન કરવાની જરૂર નથી. એમાં તે કઈ મોટી ધાડ મારી ? બધા આમ જ કરી રહ્યા છે. * હિતશિક્ષારૂપે આમ કહી શકાય : આપણે પરસ્પર સહાયતા કરીએ તો “જીવ' કહેવાઈએ, સહાયતા ન કરીએ તો હ * * * * * * * * * * * * ૧૬૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ અજીવ'ના ભાઈ કહેવાઈએ. પરસ્પરોપગ્રહો ગીવાનામ્ સૂત્રથી આ જ શીખવાનું છે. જીવાસ્તિકાયમાંથી એક પ્રદેશ પણ કાઢી નાખીએ તો એ ખંડિત થાય, જીવાસ્તિકાય જ ન કહેવાય. વિચારો ! એક પણ આત્મપ્રદેશનું મૂલ્ય કેટલું ? એક આત્મપ્રદેશમાં અનંત ગુણો છે. એની ઉપેક્ષા શી રીતે થઈ શકે ? માટે જ ભગવતીમાં ગૌતમસ્વામીને ભગવાન કહે છે : એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવાસ્તિકાય ન જ કહેવાય. ૪ આત્મ-રમણતાનો અર્થ આપણને નથી સમજાતો. કારણ કે ભાવથી ચારિત્ર હજુ મળ્યું નથી, આત્મ-રમણતાનો. આસ્વાદ હજુ લીધો નથી. આત્મ-રમણતા અનુભવ્યા વિના તેનો અર્થ નહિ સમજાય. મન હતાશ થાય ત્યારે વિચારવું : પુગલોનો ગમે તેટલો સંગ કર્યો છતાં જીવ પુગલ નથી જ, પુગલના આધારે ટકેલો નથી, વસ્તુતઃ તેનો રંગી (અનુરાગી) પણ નથી, પુદ્ગલનો માલીક પણ (પુગલથી શરીર, ધન, મકાન વગેરે બધું જ આવી ગયું) જીવનું ઐશ્વર્ય પુદ્ગલાધારિત નથી. આટલો જ વિચાર આપણને કેટલો ઉત્સાહથી ભરી દે ? શું હતું તે ચાલ્યું ગયું? શું મારું છે તે ચાલ્યું જશે ? શા માટે ચિંતાતુર થવું ? કોઈ પણ પ્રકારના સંયોગોમાં આવી વિચારણા આપણી હતાશાને ખંખેરી નાખવા પર્યાપ્ત છે. મૈત્રી આદિ ભાવના તે માતા સ્વરૂપ છે માને સંતાન પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય છે, તે મૈત્રીભાવના. માને સંતાનના વિવેક આદિ ગુણો પ્રત્યે પ્રમોદભાવ થાય છે. માને સંતાનના દુઃખ પ્રત્યે કરૂણા ઉપજે છે તે કરૂણાભાવના. સંતાન જો સ્વચ્છંદી બને તો મા જતું કરે છે તે માધ્ધ ભાવના. જગતના સવ જીવો પ્રત્યે આવો ભાવ કેળવવાનો છે. ૧૬૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસરિ-૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ આ. સુદ-૧૫ ૧૩-૧૦-૨૦૦૦, શુક્રવાર ભગવાનને આપણા માટે જેટલી ચિંતા છે, તેટલી ચિંતા આપણને આપણા માટે પણ નથી. ધ્યાન વિચાર પ્રભુ-શાસન અને એને ઓળખવાના પુષ્કળ સાધનો આપણી પાસે છે. ધ્યાન-યોગની યોગ્યતા વિકસાવવા માટે ચતુર્વિધ સંઘને અનુષ્ઠાન કરવાની પરંપરા પૂર્વજોએ ટકાવી રાખી તે આપણો પુણ્યોદય છે. એ ક્રિયાઓ જીવનમાં ઊતારીને જીવંત રાખીએ. ધ્યાનની જેમ આચાર-પાલનની પણ આવશ્યકતા છે. (૧૯) માત્રા ધ્યાન : પોતાના આત્માને તીર્થંકરની જેમ સમવસરણમાં બેસીને દેશના આપતો હોય તેમ આ ધ્યાનમાં જોવાનું છે. યોગશાસ્ત્ર રચાયો ત્યારે પૂ. હેમચન્દ્રસૂરિજીની સામે આ ગ્રન્થ હશે, એવું લાગે છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર પ્રકાશ-૮ શ્લોક/૧૫-૧૬-૧૭ જુઓ. તમને ખ્યાલ આવશે. અહંની પાંચમી પ્રક્રિયામાં આ વાત છે. આ પ્રત (ધ્યાન વિચારની) પણ પાટણમાંથી જ મળી છે. તો હેમચન્દ્રસૂરિજીએ તે ન જોઈ હોય, એમ કેમ બને ? મનને વિશ્વવ્યાપી બનાવીને અત્યંત સૂક્ષ્મ બનાવીને આત્મામાં લીન બનાવવાનું છે. પણ આ કહેતાં જેટલું સહેલું લાગે છે, તેટલું કરવામાં સહેલું નથી. છે જેનું ધ્યાન ધરીએ તે - મય બનીએ. એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણે જ છીએ જડનું (દેહનું) ધ્યાન કરવાથી આપણે દેહમય નથી બની ગયા ? હવે પ્રભુનું ધ્યાન ધરીશું તો પ્રભુમય ન બની શકીએ ? પુગલમાંથી પ્રેમને ખેંચીને પરમાત્મામાં પ્રેમ જોડવું એ જ પ્રથમ કર્તવ્ય છે. આપણા પ્રેમના બિંદુને પ્રભુના પ્રેમ-સિંધુમાં વિલીન કરી દેવાનું છે. (૨૦) પરમ માત્રા ધ્યાન : પરમ માત્રા ધ્યાનમાં ૨૪ વલયોથી આત્માને વેખિત કરવાનો છે. આ ૨૪ વલયોનો જ પરિવાર છે. પાંચ વલયો તો અક્ષર માટેના છે. માતા-પિતા ઉપકારી છે. માટે એમના પણ વલયો છે. માનો પ્રેમ વધુ હોય, માટે માતાનું વલય સર્વ પ્રથમ છે. માતામાં વાત્સલ્યની પરાકાષ્ઠા હોય છે. માતા પ્રત્યે સંતાનને કેટલો પૂજ્યભાવ હોય તે પણ શીખવાનું છે. (૧) શુભાક્ષર વલય : આજ્ઞા વિચયાદિ ધર્મધ્યાનના ભેદોના ૨૩ તથા “પૃથવિતર્કસવિચાર આ ૧૦ અક્ષરો, કુલ ૩૩ અક્ષરોનો ન્યાસ કરવો. પહેલેથી જ અનક્ષર નહિ, અક્ષરથી જ અનક્ષરમાં જવાય. પહેલેથી જ અનક્ષર તો એકેન્દ્રિયમાં પણ છે. મનની શક્તિ મળી છે. તે વેડફવા માટે નહિ, પણ એની શક્તિને આ રીતે શુભમાં લાવી શુદ્ધમાં સ્થાપિત કરવાની છે. (૨) અનક્ષર વલય : ૧૬૬ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ 'ऊससियं निससिअं, निच्छूढं खासिअं च छीअं च । निस्सिंघिअमणुसारं, अणक्खरं छेलिआईअं ॥' - આવશ્યક નિ.ગા. ૨૦ આ ૩૫ અક્ષરો સ્થાપવા. ઈશારો વગેરે કરવા તે પણ અનક્ષર હોવા છતાં શ્રત જ છે. અનાહતની ધ્વનિમાં પણ ક્યાં અક્ષરો હોય છે ? (૩) પરમાક્ષર વલય : , મ, મેં Éિ Ê તેં äિ द्ध आँ रैि य उ व ज्झाँ य साँ हूँ नमः ॥ આ ૨૧ અક્ષરો, નવકારનો અર્ક અહીં છે. આમાં કેટલાય મંત્રાક્ષરો છે. જુઓ યોગશાસ્ત્રનો ૮મો પ્રકાશ. તેમાં કેટલાય મંત્રાક્ષરો મળશે. (૪) અક્ષર વલય : “અ” થી લઈને “હ” સુધીના બાવન અક્ષરો. (૬ – – – પૃષ્ટતર લેવા) (૫) નિરક્ષર વલય = ધ્યાન-પરમ ધ્યાન સિવાયના બાવીસ ધ્યાન - ભેદોનું ચિંતન કરવું. કારણ કે ધ્યાન-પરમ ધ્યાન શુભાક્ષરમાં આવી ગયા. (૬) સક્લીક્રણ પાંચ ભૂતાત્મક. અરિહંત-જલ, સિદ્ધ-તેજ, આચાર્ય-પૃથ્વી, ઉપાધ્યાય - વાયુ, સાધુ-આકાશ તત્ત્વ છે. (ક્ષિ-પ-ઓ-સ્વા-હા) (૭) તીર્થક્ટ માતૃવલય : ૨૪ તીર્થંકર પોતાની માતાઓને પરસ્પર પ્રેમપૂર્વક જોવામાં મગ્ન હોય તેમ જોવા. આજે પણ આવા પટ્ટો રાણકપુર, મોટા પોસીના, શંખેશ્વર વગેરે સ્થળે જોવા મળશે. આ ધ્યાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. માતાનું વાત્સલ્ય, ભગવાનનો માતા પ્રત્યે ભક્તિભાવ - આ બન્ને આમાંથી સમજવા જેવા છે. વાત્સલ્ય અને પૂજ્યભાવ આપણા જીવનમાં પેદા થવા જોઈએ, જેથી જગતની સાથેનો યોગ્ય સંબંધ જળવાઈ રહે. માત્ર ધ્યાનમાં ગયા તો જીવન શુષ્ક થઈ જશે. ધ્યાનમાં જગતના જીવો સાથેનો સંબંધ તોડવાનો નથી. ભગવાનને જગતના જીવોને તારવાની જેટલી કહે, ઝ * * * * * * * * * * ૧૬૦ Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાવના હતી તેટલી ભાવના આપણને આત્મા માટે પણ નથી. આપણને આપણી ચિંતા છે, તેથી ભગવાનને વધારે છે, એવો વિચાર કદી આવે છે ? જુગારની લતે ચડી ગયેલા પુત્રને જોઈને પિતાને દુઃખ થાય તે કરતાં કઈ ગણું દુઃખ ભગવાનને છે, તેવો કદી વિચાર આવે છે ? (૮) તીર્થક પિતૃવલય : પિતા-પુત્ર (૨૪ તીર્થંકર) પરસ્પર પ્રેમપૂર્વક અવલોકન કરી રહ્યા છે, તેમ જોવું. (૯) તીર્થક્ર નામાક્ષર વલય : ત્રણેય ચોવીશીના નામોના અક્ષરોનું વલય. (૧૦) વિધાદેવી વલય : ૧૬ રોહિણી આદિ વિદ્યાદેવીઓ. (૧૧) ૨૮ નક્ષત્રો. (૧૨) ૮૮ ગ્રહો. (૧૩) ૫૬ દિક્યારી (૧૪) ૬૪ ઈન્દ્રો. (૧૫) ૨૪ યક્ષિણીઓ. (૧૬) ૨૪ યક્ષો. (૧૭) સ્થાપના - ચેત્યવલય : શાશ્વત - અશાશ્વત બધા જ ચેત્યો. નામની જેમ મૂર્તિનો પણ મહિમા છે જ. એમાં આબેહૂબ ભગવાનનું સ્વરૂપ દેખાય. પૂ. ધુરંધરવિજયજી મ. : પહેલા દેવ-દેવી વગેરેના વલયો... ત્યારપછી “ચૈત્યવલય.” આનું કારણ શું ? પૂજ્યશ્રી : આ દેવ-દેવી પણ સમ્યગ્દષ્ટિ છે, જીવંત છે. ભક્તોનો નંબર પહેલા હોય. ભક્તો નહિ હોય તો ચેત્યોમાં કોણ જશે ? ભક્તો વિના ચેત્ય જામે નહિ. ચૈત્યો વિના ભક્તો જામે નહિ. બન્ને પરસ્પર સાપેક્ષ છે. - નવસ્મરણમાં આ બધું છે જ. જગચિંતામણિમાં પણ ઘણું બધું સંક્ષેપમાં છે. દેવવંદનની ક્રિયામાં પણ કેટલું બધું છે? દૈનિક ક્રિયા પણ ધ્યાન માટે કેટલી ઉપયોગી છે ? એ ૧૬૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #201 -------------------------------------------------------------------------- ________________ અહીંથી જાણવા મળે છે. હું પોતે અહીં સુધી આના બળે જ પહોંચ્યો છું. બાકી કોઈ ધ્યાન-પ્રક્રિયા મારી પાસે નથી. માત્ર ભગવાનના ભરોસે છું. (૧૮) ઋષભ આદિ ૨૪ના ગણધર વગેરે સાધુઓની સંખ્યાનું વલય. (૧૯) ઋષભ આદિ ૨૪ના મુખ્ય સાધ્વીઓની સંખ્યાનું વલય. (૨૦) ઋષભ આદિ ૨૪ના મુખ્ય શ્રાવકોની સંખ્યાનું વલય. (૨૧) ઋષભ આદિ ૨૪ના મુખ્ય શ્રાવિકાઓની સંખ્યાનું વલય. (૨૨) ૯૬ ભવન યોગ. (૨૩) ૯૬ કરણ યોગ. (૨૪) ૯૬ કરણ. અહીં કરણ એટલે ચિન્માત્રરૂપ સમાધિ ! (૨૧) પદ ધ્યાન : દ્રવ્યથી લૌકિક રાજાદિનું પદ. (રાજા, મંત્રી, ખજાનચી, સેનાપતિ, પુરોહિત) લોકોત્તર પદ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાવચ્છેદક અને સ્થવિર આ પાંચ છે. __ एसो परमो मंत्तो, परम रहस्सं परंपरं तत्तं । नाणं परमं नेयं सुद्धं झाणं परं झेयं ॥ પરમેષ્ઠિ - નમસ્કારનો મહિમા અહીં વ્યક્ત થાય છે. આ નવકાર પરમ કવચ, ખાઈ, અન્ન, ભવન, રક્ષા, જ્યોતિ, શૂન્ય, બિંદુ, નાદ, તારા, લવ અને માત્રા છે. - આ અરિહાણ સ્તોત્રની વાનગી છે. (૨૨) પરમ - પદ ધ્યાન : પાંચેય પરમેષ્ઠી પદોની પોતાના આત્મામાં સ્થાપના. તેની સ્થાપનાથી સ્વને પરમેષ્ઠીરૂપે ચિંતવવું. (૨૩) સિદ્ધિ ધ્યાન ? દ્રવ્યથી લૌકિક અણિમા આદિ આઠ સિદ્ધિઓ. = = * * * * * * * * * * ૧૬૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર સિદ્ધિ : રાગદ્વેષમાં મધ્યસ્થરૂપ પરમ આનંદરૂપ ભાવથી સિદ્ધિ : મોક્ષ. અથવા સિદ્ધોના ૬૨ ગુણોનું ચિંતન કરવું તે ભાવથી સિદ્ધિ. સિદ્ધિ. (૨૪) પરમ સિદ્ધિ : પરમાત્મા (સિદ્ધ) ના ગુણોનો પોતાના આત્મામાં આરોપ કરવો તે. ૧૦૦ કાળનો બોમ્બ પડશે ત્યારે શું ? ભૂતકાળમાં બહારના હુમલાથી બચવા રાજાઓ કિલ્લાઓ ચણતા હતા. હવે બોમ્બ પડવા માંડ્યા એટલે લોકોએ ભોયરા (બંકર) બનાવ્યા. પણ આ કાળનો બોમ્બ પડે ત્યારે કોનું શરણ લેશો ? ભૌતિક વિજ્ઞાન પાસે એનો જવાબ નથી. બોમ્બ પડેલો હોય તે ધરતી ઘણા શ્રમથી કોઈ પલ્લવિત કરે. ઈજા પામેલા માનવોને સારવાર આપે, પણ મૃત્યુ પાસે તે શું કરી શકે ? ધર્મ જ માનવને સ્વાધીનતા અને સુખ આપશે. * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ કહ્યું, કલાપૂર્ણસૂરિએ માતુશ્રી ભમીબેન દેઢિઆ આ. સુદ-૧૫ ૧૩-૧૦-૨૦૦૨, શુક્રવાર ધવલના કાળા બેક ગ્રાઉન્ડમાં શ્રીપાળતી ધવલતા (શુભતા) ચમકે છે. વ્યાખ્યાન. - લંડન નિવાસી ગુલાબચંદભાઈ દ્વારા “હ્યું, ક્લાપૂર્ણસૂરિએ' પુસ્તકનું વિમોચન તથા મનફરા - નિવાસી માતુશ્રી ભમીબેન બી. દેઢિઆ દ્વારા લોકર્પણ-વિધિ. ૨ ચમત્કારથી નમસ્કાર તો બધે જ થાય, પણ શ્રીપાળના જીવનમાં ડગલે ને પગલે નમસ્કારથી ચમત્કારનું સર્જન થયું છે. અહીં ધવલના હૃદયની કાળાશની અને શ્રીપાળના હૃદયની ધવલતાની પરાકાષ્ઠા જોવા મળે છે. ખરેખર તો ધવલની અધમતાના કારણે શ્રીપાળની ઉત્તમતા વધુ શુભ્ર રૂપે ચમકે છે. અંધકારના કારણે પ્રકાશનો મહિમા છે. રાવણના કારણે રામનો મહિમા કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * ઝ ઝ = = = = = = = = = = ૧૦૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ છે. દુર્યોધનના કારણે યુધિષ્ઠિર મહાન છે. ધવલના કારણે શ્રીપાળ મહાન છે. ધવલશેઠ ન હોત તો શ્રીપાળની ઉત્તમતા શી રીતે જાણી શકાત ? ખલનાયક વિના નાયકની મહાનતા જાણી શકાતી નથી. માટે જ દરેક ચરિત્રોમાં (અને આજના ચલચિત્રોમાં પણ) નાયકની સાથે ખલનાયક (હીરોની સાથે વિલન)નું પાત્ર પણ હોય છે. ધક્કો મારીને શ્રીપાળને સમુદ્રમાં નાખવાની ધવલની અધમાઈ ! ઊંધે માથે બંધાયેલા ધવલ શેઠને છોડાવવાની શ્રીપાળની ઉત્તમતા ! શ્રીપાળને ચંડાળ તરીકે ખતવવાની ધવલની પેરવી ! ધવલ વિષે જરા પણ અશુભ નહિ વિચારવાની શ્રીપાળની સજ્જનતા ! શ્રીપાળને જાનથી મારવાની ધવલની મહેનત ! આ બધા પ્રસંગો બન્નેની સજ્જનતા અને દુર્જનતાની પરાકાષ્ઠા જણાવે છે. જેટલા અંશે તમારો શત્રુ દુષ્ટ હોય તેટલા જ અંશે તમે તેના સજ્જન મિત્ર બનજો. તમારી મિત્રતા તો જ અસરકારક બની શકશે. | દુર્જન પોતાની દુર્જનતા ન છોડે તો સજ્જન પોતાની સજ્જનતા શા માટે છોડે ? ચંદનને કાપો, બાળો કે ઘસો, પણ તે પોતાની સુવાસ છોડતું નથી, તેમ સજજન કોઈપણ સ્થિતિમાં પોતાની સજ્જનતા છોડતો નથી. શ્રીપાળ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પુસ્તક “કહ્યું કલાપૂર્ણસૂરિએ” મલ્યું. આનંદ થયો. પૂજ્યશ્રીના પીરસાયેલા સુંદર પદાર્થોને તમોએ સોહામણો ઓપ આપ્યો. સર્વ સુધી પહોંચતા આ અવતરણો ખરેખર જ મનનીય છે. - હબોલિવિજય હુબલી ૧૦૨ મ ઝ = = = = = = = = = = = Page #205 -------------------------------------------------------------------------- ________________ t કરવા પર આ. સુદ-૧૫ ૧૩-૧૦-૨૦00, શુક્રવાર પ્રભુ તરફ રુચિ વધે તેમ દોષો ઘટે. બપોરે ૪.૦૦ પૂ. દેવચન્દ્રજી સ્તવનો. પાંચમું સ્તવન. ભગવાનનું ઐશ્વર્ય જાણવાથી આપણને શો લાભ ? એ મેળવવાની આપણને ઝંખના જાગે છે. આત્મામાં એક વખતે ઝંખના જાગે પછી તે મેળવવા તે પ્રયત્ન કરવાનો જ. જયાં જયાં આપણી રુચિ છે. ત્યાં આપણી ઊર્જા છે. ઊર્જા હંમેશાં ઈચ્છાને જ અનુસરે. જેમ જેમ પ્રભુ તરફની રુચિ વધતી જાય તેમ તેમ દોષોની નિવૃત્તિ થતી જાય. - પાટણ કનાસાના પાડવામાં સ્ફટિકની લાલ પ્રતિમા જોઈ મેં પૂછ્યું : “શું આ વાસુપૂજ્ય સ્વામી છે ?' પૂજારીએ કહ્યું : નહિ જી. આ * નો ' X ગ = * * * * ૧૦૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ તો પાછળના પડદાના કારણે લાલ દેખાય છે. પડદો હટતાં જ શુદ્ધ સ્ફટિકમય પ્રતિમા ઝળકવા લાગ્યા. આપણો આત્મા પણ શુદ્ધ સ્ફટિક જેવો જ છે, પણ રાગ-દ્વેષથી તે રાગી-દ્વેષી જણાય છે. જિમ નિર્મળતા રે રતન સ્ફટિકતણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશીયો પ્રબળ કષાય અભાવ જિમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ; પુણ્ય-પાપથી રે તિમ જગ-જીવને, રાગ-દ્વેષ પરિણામ.” - પૂ. ઉપા. યશોવિજયજી. ૧૨૫ ગાથાનું સ્તવન. - જીવની શુદ્ધતાનું પુર નિમિત્ત એક માત્ર ભગવાન જ છે. “નિમિત્તાલંબી બન્યા વિના જીવ કદી ઉપાદાનાલંબી બની શકતો નથી.' એમ ટબ્બામાં પૂ. દેવચન્દ્રજીએ સ્વયં લખ્યું છે. “માટે હે ભવ્યો ! તમે અરિહંતની ભક્તિમાં ડૂબી જાવ.” એમ પૂ. દેવચન્દ્રજી જણાવે છે. આત્મ-અવલંબન કેવી રીતે કરવું ! પૂજ્યશ્રી : પ્રથમ પરમાત્માને સમર્પિત થઈ તેમનું અવલંબન લેવું. તેમના ગુણોમાં તાદાભ્ય થવાથી હું કંઈક છું” વગેરે અહંકારરૂપ વિકલ્પરહિત થવાય. તેવા શુદ્ધ પરિણામ તે આત્માનું અવલંબન છે. જ્ઞાન સ્વરૂપ એવા આત્માની આ દશા તે સમભાવ - સુનંદાબેન વોરા ૧૦૪ * * * * * * * * * * * * * કહે Page #207 -------------------------------------------------------------------------- ________________ આ. વદ-૧ ૧૪-૧૦-૨૦૦૦, શનિવાર બપોરે ૪.૦૦ પૂ. દેવચન્દ્રજી સ્તવન : જે સાધક પ્રભુના શબ્દનયથી દર્શન કરે છે (અર્થાત્ પ્રભુમાં રહેલી અનંત ગુણ સંપત્તિ મેળવવાની ઈચ્છાથી દર્શન કરે છે.) તેની સંગ્રહનયની દૃષ્ટિએ આત્મામાં પડેલી શુદ્ધ સત્તા એવંભૂત નયથી પૂર્ણ શુદ્ધતાને પામે છે. એટલે કે સંગ્રહનય એવંભૂત નયમાં પરિણમે પ્રભુ - સમર્પણ જ સૌથી કઠણ છે. છે. ૦ આરીસા વિના શરીરનું સ્વરૂપ ન જણાય. ભગવાન વિના આત્માનું સ્વરૂપ ન જણાય. મૂર્તિની જેમ આગમ પણ બોલતા ભગવાન છે માટે આગમને પણ આરીસાની ઉપમા આપી છે. અંદર સમ્યમ્ - દર્શન થયું કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ હોય તો જ તમે સાચા અર્થમાં મૂર્તિમાં ભગવાનના દર્શન કરી શકો, તો જ આગમ સાચી રીતે વાંચી શકો. સમ્યમ્ - દૃષ્ટિના દર્શનને જ શબ્દનય ખરા દર્શન તરીકે સ્વીકારે છે નૈગમ નય : ચંચળ મનના દર્શન, વ્યવહાર નયઃ વિધિપૂર્વકના દર્શન, ઋજુસૂટાનય: મન-વચન-કાયાની સ્થિરતાપૂર્વકના દર્શન, (અહીં સુધી હજુ સમ્યમ્ - દર્શન નથી.) શબ્દનઃ પ્રભુની આત્મસંપત્તિ પ્રગટ કરવાની ઈચ્છાપૂર્વકના દર્શન, સમભિરૂઢનયઃ કેવળજ્ઞાનીના દર્શન. એવંભૂત નયઃ સિદ્ધોના દર્શનને જ દર્શન માને છે. છે ભગવાનને તમે સમર્પિત બનો તો બાકીનું ભગવાન સંભાળી લે. સમર્પિત બનવું જ કઠણ છે. બધું પાસે રાખીને માત્ર “જિન તેરે ચરણ કી શરણ ગ્રહું' એમ બોલવાથી સમર્પણ ન આવે. સમર્પણ માટે બધાનું વિસર્જન કરવું પડે, અહંનું વિસર્જન જ સૌથી કઠણ છે. અહંના વિસર્જનપૂર્વક જે ભક્ત ભગવાનના શરણે જાય, તેનું ભગવાન બધું જ સંભાળી લે. સમર્પણભાવ તો આપણે જ પેદા કરવો પડે. એ કાંઈ ભગવાન કરી ન આપે. બીજ ખેડૂત વાવે, પાણી, ખેડ વગેરે પણ ખેડૂત કરે, જ્યારે અહીં આપણે કરવાનું છે. બધું ભગવાન પર છોડીને નિષ્ક્રિય નથી બનવાનું. નામાદિ ચાર ભવસાગરમાં સેતુ સમાન છે. એ સેતુને તમે પકડી રાખો, વચ્ચેથી છોડો નહિ તો ભવસાગરથી પાર કરવાની જવાબદારી ભગવાનની છે. • સમવસરણમાં બેઠેલા ભગવાન ભલે ભાવનિક્ષેપે ભગવાન કહેવાય, પણ દર્શનાર્થી માટે તો ત્યારે જ લાભદાયી બને, જયારે તે પ્રભુની આત્મ-સંપત્તિને (ભાવ આહત્યને) જુએ. માત્ર અષ્ટ પ્રાતિહાર્ય કે સમવસરણની સંપદા તો અંબડ પરિવ્રાજક જેવા પણ બનાવી શકે. ૧૦૬ * * * * * * * * * – * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * 8 Page #209 -------------------------------------------------------------------------- ________________ આ. વદ-ર ૧૫-૧૦-૨૦00, રવિવાર ધ્યાન વિચાર ધ્યાન-વિચાર પૂર્વાચાર્યોનું ટાંચણ માત્ર છે, પણ આપણા માટે અમૂલ્ય મૂડી છે. વિ.સં. ૨૦૩૦ થી હું આ ગ્રન્થનું પરિશીલન કરી રહ્યો છું. સાધના પણ કરી રહ્યો છું. એ પરથી કહું છું : આ અદ્દભુત ગ્રન્થ છે. વિચારતો અભાવ એટલે મહતું અતશત. • પૂ.પં. ભદ્રંકર વિ.મ.ની સંમતિપૂર્વક જ આ ગ્રન્થનું નિર્માણ તથા તેમાં સુધારા-વધારા થયા છે. એમની સંમતિ વિના એક ડગલુંય હું આગળ વધ્યો નથી. આપણું આખું જીવન પરલક્ષી થઈ ગયું હોવાથી આવો અદ્ભુત ગ્રન્થ સામે હોવા છતાં એની ઉપેક્ષા થઈ રહી છે, એવું મને સતત લાગે છે. રુચિ ઉઘાડવા માટે જ મારો આ પ્રયાસ છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * ઝ - મ ઝ * * * * * * * * * ૧૦૦ Page #210 -------------------------------------------------------------------------- ________________ કમ્મપયડ, પંચસંગ્રહ, આગમો વગેરેના રહસ્યોને ખોલનાર આ ગ્રન્થ છે. છતાં આપણી તે તરફ નજર નથી, તેની મને તો ખૂબ જ નવાઈ લાગે છે. શ્રાવકોને ધન્યવાદ કહેવાય કે એમણે કરોડો રૂપિયા ખર્ચીને આ મેળો ગોઠવી આપ્યો. નહિ તો આટલા સાધુસાધ્વીઓનું અહીં મિલન શી રીતે થાય ? - ધ્યાન – વિચાર - ઉત્તરાર્ધ. ચિન્તા : ભાવના અને અનુપ્રેક્ષા વિના ચંચળ ચિત્ત તે ચિન્તા. તે ૭ પ્રકારે છે. પ્રથમ કક્ષામાં ધ્યાન માટે ચિન્તન જ જોઈએ. ચિત્તનથી જ ધ્યાન માટેની પૂર્વ - ભૂમિકાનું નિર્માણ થાય છે. ૭ ચિન્તા : (૧) તત્ત્વચિન્તા (૨) મિથ્યાત્વ - સાસ્વાદન - મિશ્ર દૃષ્ટિ ગૃહસ્થરૂપ (૩) ક્રિયા-અક્રિયા-અજ્ઞાન વિનયવાદી આદિ ૩૬૩ પાખંડીઓની વિચારણા (૪) પાસત્યાદિ (૫) ચાર ગતિના સમ્યગ્દષ્ટિની વિચારણા (૬) મનુષ્ય દેશવિરતોની વિચારણા (૭) ૭મા ગુણસ્થાનકથી ૧૪મા ગુણસ્થાનક સુધી તથા સિદ્ધોની વિચારણા. ચિંતન જેટલું ઉચ્ચ કોટિનું, તેટલો વર્ષોલ્લાસ વધુ. - યોગમાં જવાની ઈચ્છાવાળાને નિષ્કામ કર્મ સાધન છે. પરંતુ યોગની સિદ્ધિ પામી ચૂકેલાને તો “શમ જ મોક્ષનું કારણ છે. - ભગવદ્ ગીતા ૬/૩. ૪ ભાવના એટલે પુનઃ પુનઃ અભ્યાસ. તે ચાર પ્રકારે. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વૈરાગ્યભાવના. ગણિ મુનિચન્દ્રવિજય : જ્ઞાનાચાર આદિ અને જ્ઞાનભાવના આદિ, બન્નેમાં શું ફરક ? પૂજ્યશ્રી ઃ આમ જોઈએ તો કાંઈ ફરક નહિ. બીજી રીતે જોઈએ તો કાંઈક ફરક પણ ખરો. બોલો, રોટલી અને પુરીમાં શું ફરક ? એવો જ ફરક અહીં સમજવો. (૧) જ્ઞાન ભાવના : સૂત્ર – અર્થ – તદુભય ત્રણ પ્રકારે. (૨) દર્શન ભાવના : આજ્ઞારુચિ, નવ તત્ત્વરુચિ, પરમ ૧૦૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ (૨૪) રુચિ. (૩) ચારિત્ર ભાવના : સર્વવિરત, દેશવિરત, અવિરત સમ્યગ્દષ્ટિ. અનંતાનુબંધી કષાયના ક્ષય કે ક્ષયોપશમ વિના ૪થું ગુણઠાણું ન મળે. માટે અવિરત સમ્યગ્દષ્ટિને પણ અહીં (ચારિત્ર ભાવનામાં) સમાવ્યા છે. અનંતાનુબંધી ચારિત્ર મોહનીય કર્મનો ભેદ છે. (૪) વૈરાગ્ય ભાવના : અનાદિ સંસારમાં ભ્રમણનું ચિંતન, વિષય - વૈમુખ્ય અને શરીરની અશુચિતાનું ચિંતન. જ ભવનયોગ અને કરણયોગનું સ્વરૂપ વીર્ય આઠ પ્રકારે છે : યોગ : રાજા અધિકારીને આજ્ઞા કરે તેમ આત્મા આત્મપ્રદેશોને કર્મક્ષય માટે કાર્યશીલ બનાવે. વીર્ય : દાસી દ્વારા કચરો ફેંકવામાં આવે, તેમ કમનો કચરો ફેંકવો. સ્થામ : દંતાળીથી કચરો ખેંચવામાં આવે તેમ ક્ષય કરવા કર્મોને ખેંચવા. ઉત્સાહ : ફુવારાથી પાણી ઊંચું ચડાવવામાં આવે તેમ કમને ઊંચે લઈ જવા. પરાક્રમ : છિદ્રવાળા કુંડલામાંથી તેલને નીચે લઈ જવાય તેમ કર્મને નીચે લઈ જવા. ચેષ્ટા : તપેલા લોખંડમાં પાણીની જેમ કમને સૂકવવા. શક્તિ : તલમાંથી તેલને છૂટું પાડવાની જેમ કર્મ-જીવનો સાક્ષાત્ વિયોગ કરાવવો તે. આત્મ તૃપ્તિનું લક્ષણ વીર્યની પુષ્ટિ છે. આત્મ-વીર્યની પુષ્ટિ ન હોય તો થોડી-થોડી વારે ચિત્ત ચંચળ થયા કરે, વિચલિત થઈ જાય. આ યોગ વગેરે આઠને ત્રણથી ગણતાં ૨૪ ભેદો. તે ૨૪ને પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા સમાધિથી ગણતાં ૯૬ થયા. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * * * * ૧૦૯ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કરણ યોગ : તીર્થકરોની જેમ પુરુષાર્થથી. + ૯૬ ભવન યોગ : મરુદેવીની જેમ સહજ. કુલ ૧૯૨ ભેદો. * હું કોઈ પ્રક્રિયા નથી શીખ્યો, છતાં પ્રભુની પ્રસાદી મળી. તે ભવનયોગમાં કદાચ જઈ શકે, એમ હવે સમજાય છે. ચિંતન મનનો ખોરાક છે. તેનો અભાવ તે મનનું અનશન. ચિન્તાના અભાવથી જાણે મન નષ્ટ થઈ ગયું હોય તેમ લાગે તે ઉન્મનીકરણ. એટલે કે મનનું મૃત્યુ. (ધ્યાન વિચાર – વાચના સમાપ્ત.) આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય ? - પૂજ્યશ્રી : જેમ ઝવેરાત ઝવેરીની દુકાનેથી મળે તેમ આત્મજ્ઞાન ગુરુગમવડે મળે. તે માટે ગુરુજનો પ્રત્યે અત્યંત બહુમાન જોઈએ. ગુરુજનોના બહુમાન વગરનું જ્ઞાન જીવનું પતન કરાવે, ગર્વ કરાવે. ગુરુજનો આ જન્મે કે અન્ય જન્મ તીર્થકરનો યોગ કરી આપે તેવી ચાવી આપે છે. જે મોક્ષનું કારણ બને છે. ૧૮૦ * * * * * * * * * * * ક Page #213 -------------------------------------------------------------------------- ________________ ਗ અભય આપનારા એક માત્ર ભગવાત છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * e paper આ. વદ-૩ ૧૬-૧૦-૨૦૦૦, સોમવાર લલિત વિસ્તરા વાચનાનો પુનઃ પ્રારંભ ( १४ ) लोगपज्जोअगराणं પ્રભુના ગ્રન્થો સાંભળતાં હૃદયમાં જ્ઞાન-પ્રકાશ રેલાય. જ્ઞાન વધતાં શ્રદ્ધા વધે. શ્રદ્ધા એટલે રુચિ. રુચિ પ્રબળ બને એટલે વીર્ય-શક્તિ પ્રબળ બને. આથી જત્થાબંધ કર્મોની નિર્જરા થાય. જે કર્મો વર્ષો સુધી ન જાય, તે કર્મો પ્રબળ વીર્યોલ્લાસથી ક્ષણવારમાં સાફ થઈ જાય છે. આત્મપ્રદેશો જેવી સીટ કર્મોને મળી છે. એ જલ્દી કેમ છોડે ? એ માટે પ્રબળ ધ્યાનાનલ જોઈએ, પ્રબળ વીર્યોલ્લાસ જોઈએ. તો જ કર્મો . આત્મપ્રદેશોની સીટ છોડે. વળી, તે વખતે તમે કાચબાની જેમ ગુપ્ત રહો, સંવર કરો તો જ નવા કર્મો આવતાં અટકે. ૧૮૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ - ભગવાન ભવ્ય જીવો માટે સૂર્યની જેમ પ્રકાશે, અન્યને દીપકની જેમ પ્રકાશે. આમાં પક્ષપાત નથી કરતા, પણ ગ્રહણ કરનારા પોતાની યોગ્યતા મુજબ જ ગ્રહણ કરી શકે તે બતાવવું છે. તળાવ પૂરું ભરેલું હોવા છતાં તમે તમારા મટકાથી વધારે ગ્રહણ કરી શકો નહિ. ‘૩Mન્ને વા વિઠ્ઠ વા યુવે વા' આ ત્રિપદીમાં સમસ્ત દ્વાદશાંગી છુપાયેલી છે. દ્રવ્ય અને પર્યાયમાં આખું જગત આવી ગયું. દ્રવ્યમાં ધ્રૌવ્ય અને પર્યાયમાં ઉત્પાદ-વ્યય આવી ગયા. આ ત્રિપદી ધ્યાનની માતા છે. ગણધર ભગવંતો એ પરથી દ્વાદશાંગી રચે છે. આપણને સમજાવવા ગુરુને કેટલી મહેનત પડે છે ? ગણધરો કેટલા ઉચ્ચકોટિના શિષ્યત્વને પામેલા હશે કે માત્ર ત્રણ પ્રદક્ષિણામાં જ કામ પતી ગયું. ગુરુને વધારે તકલીફ નથી આપી. ત્રણ પ્રદક્ષિણા મંગલરૂપ છે. માટે જ વિહાર કરતાં કે પ્રવેશ કરતાં ત્રણ પ્રદક્ષિણા આપવાનું વિધાન છે. ભગવાનની જેમ ગુરુને પણ (સ્થાપનાચાર્યને) પણ આપણે પ્રદક્ષિણા આપીએ છીએ. - ચૌદ પૂર્વધરો પણ બધા જ સરખા નથી હોતા. તેમનામાં પણ પરસ્પર દર્શન (બોધ) ભેદ (છ સ્થાનવાળો) હોય છે. દ્રષ્ટામાં ભેદ પડતાં દર્શનમાં ભેદ પડે. આ રીતે ગણધરોને ભગવાન સૂર્યની જેમ પ્રકાશ આપે. ભગવાનની આ પરાર્થ સંપદા છે. (૨૧) અમયથાઈi | • અભય આપનાર એક માત્ર ભગવાન જ છે. અહીં મળતા પાઠો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, આપણી સાધના માટે ખૂબ જ ઉપયોગી છે. ભગવાન બોધિ આપે તે પહેલા અભય, ચક્ષુ, માર્ગ અને શરણ આ ચાર આપે છે. બોધિ કાંઈ એટલું સસ્તું નથી. બોધિ મેળવતાં પહેલા આ ચાર મેળવવા પડે. દીક્ષા (આજે મળતી) હજુ સસ્તી છે, બોધિ સસ્તી નથી. ભગવાનના બહુમાનથી જ અભય આદિ મળતા હોવાથી ૧૮૨ * * * * * * * * * * * Page #215 -------------------------------------------------------------------------- ________________ એ આપનાર ભગવાન જ કહેવાય. કેટલાય લોકો એવા હોય છે: “ગુરુદેવ ! આપનું નામ લઉં છું ને મારું કામ થઈ જાય છે. આ બધું આપનું જ છે.' આવા લોકો બહુમાન દ્વારા મેળવી લેતા હોય છે. મેળવી લીધા પછી જેમના બહુમાનથી મળ્યું તેને જ તેઓ દાતા માને છે. આપણો મોક્ષ બીજો કોઈ નથી અટકાવતો, ભગવાન અને ગુરુ પ્રત્યેનો આપણો અબહુમાન - ભાવ જ અટકાવે છે. | વાંચીને આ ગ્રન્થ માત્ર પૂરો કરવાનો નથી, પણ જીવનમાં ઉતારવાનો છે. એ દષ્ટિએ જ વાંચજો અને સાંભળજો. ભવ-નિર્વેદ (વિષય-વૈરાગ્ય) ભગવાનના બહુમાનથી જ પ્રગટે. ભગવાન પર બહુમાન-ભાવ પ્રગટ્યો ત્યારે જ કહેવાય જયારે વિષયો વિષ જેવા લાગે, વિષયો નીરસ લાગે, સ્વાદહીન લાગે, ભગવાન જ એક માત્ર રસાધિરાજ લાગે. મોહનીય આદિના ક્ષયોપશમ વિના ભગવાન પર બહુમાન ભાવ પ્રગટે નહિ. શમ-સંવેગ વગેરે સમ્યમ્ - દર્શનના લક્ષણો છે, પણ સંઘ પર વાત્સલ્ય, ગુણી પર બહુમાન વગેરે કાર્યો છે. સમ્યગૂ - દૃષ્ટિ જ્યાં ગુણ જુએ ત્યાં જ ઝૂકે. તે બીજાના રાઈ જેટલા ગુણને પહાડ જેટલો માને. પોતાના રાઈ જેટલા દોષને પહાડ જેટલો માને. થોડલો પણ ગુણ પરતણો, દેખીને હર્ષ મન આણ રે; દોષ-લવ પણ નિજ-દેખતાં નિર્ગુણ નિજ-આતમાં જાણ રે.” - ઉપા. યશોવિજયજી, અમૃતવેલી સજઝાય. આપણે આનાથી ઊદું જ કરીએ છીએ. મોક્ષપ્રાપક ધર્મ શી રીતે સંભવિત બને ? કહે, કલાપૂર્ણસૂરિજ * * * * # # # # # # # ૧૮૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ T આ. વદ-૫ ૧૭-૧૦-૨૦00, મંગળવાર ભગવાન વિતા કદી ચિત્તતી ચંચળતા ન મટે. - રાગ-દ્વેષને જીતનાર જિન કહેવાય. જીતવા પ્રયત્ન કરનાર જૈન કહેવાય. સમતા વિના રાગ-દ્વેષ જીતી શકાતા નથી. આપણને સામાયિક (સર્વ વિરતિ) મળ્યું છે. તેનાથી રાગ-દ્વેષ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે ? યાદ રહે : દંડથી ઘડો બનાવી પણ શકાય ને ફોડી પણ શકાય. આ જીવનથી રાગ-દ્વેષ જીતી પણ શકાય, અને વધારી પણ શકાય. “હું મોક્ષમાર્ગ તરફ ચાલી રહ્યો છું' એવી પ્રતીતિ ન થાય તો આ જીવન શા કામનું ? મોક્ષમાર્ગની પ્રાપ્તિ ભગવાનના બહુમાન વિના થતી નથી. બોધિ પહેલાની અભય આદિ ચાર ચીજો ભગવાનના બહુમાન વિના મળતી નથી. આ પાંચેય (બોધિ સહિત) ભગવાન વિના બીજે ક્યાંયથી મળવાની નથી. * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * કહે. ૧૮૪ * * * * * Page #217 -------------------------------------------------------------------------- ________________ - કરણ એટલે નિર્વિકલ્પ સમાધિ. તે માટે ધ્યાન જોઈએ. તે માટે ચિત્તની નિર્મળતા જોઈએ, સ્થિરતા જોઈએ. આપણું મન સતત ચંચળ છે અને મલિન છે. સાત ભય આપણી પાછળ પડ્યા છે. આથી મન ચંચળ છે. ભય એટલે જ ચિત્તની ચંચળતા. ભગવાન વિના ચિત્તની ચંચળતા કદી ના મટે. ભગવાન નિર્ભય બનાવનારા છે. માટે જ તેઓ અભયદાતા કહેવાયા છે. . સંસારથી નિર્વેદ પણ ભગવાનના બહુમાનથી જ પેદા થાય છે. ભગવાન અને ભગવાનના ગુણો તરફનો પક્ષપાત એટલે જ સંસાર તરફની નફરત. જન્મ-મરણરૂપ સંસાર મુખ્ય નથી, વિષય-કષાય જ મુખ્ય સંસાર છે. તે તરફ નફરત જાગવી એ જ ભવ-નિર્વેદ છે. જ્ઞાનાદિ ગુણો તરફ પ્રેમ જાગવો તે જ ભગવાન પરનું બહુમાન છે. આ શરીર અપાયયુક્ત છે. સંપત્તિ વિપત્તિનું સ્થાન છે. સંયોગો નશ્વર છે. બધું જ વિનશ્વર છે. આવી વિચારણા દ્વારા આખરે વિષય-કષાય પર નફરત પેદા કરવાની છે. આ શરીર તો મકાન છે. મકાનની મરામત કરો ત્યાં સુધી હજુ વાંધો નહિ, પણ મકાનની મરામતમાં તેના માલિક (આત્મા) ને સાવ જ ભૂલી જાવ તે કેમ ચાલે ? છે આ લોક, પરલોક, ચોરી, અકસ્માત, આજીવિકા, મૃત્યુ, અપયશ આ મુખ્ય સાત ભય છે. આજે તો માણસ આવા અનેક ભયોથી ઘેરાયેલો છે. સરકાર, ગુંડા, ચોર, ગ્રાહક, ભાગીદાર વગેરેનો કેટલો ભય અકસ્માતનો ભય પણ આજે ઓછો નથી. વાહનોના અકસ્માતો કેટલા થાય છે ? આખું ભાવનગર હમણા ભૂકંપના ભયથી કેવું થરથરતું હતું ? આ સાત તો મુખ્ય ભય છે. બાકી એના ૭૦૦ પ્રકારો પણ થઈ શકે. ગણિ મુક્તિયદ્રવિજયજી : મુખ્ય ભય કયો ? પૂજ્યશ્રી ઃ તમને જે સતાવે તે તમારા માટે મોટો ભય. કહ. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * - 2 * * * * * * * * * * ૧૮૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ બધાની અલગ-અલગ પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રમાણે તેનો ભય તેને સતાવ્યા કરે. ભય ચંચળતા હો જે પરિણામની રે ચિત્તની ચંચળતા ચોવીસેય કલાક રહેતી હોય તો સમજવું: મન ચોવીસેય કલાક ભય-ગ્રસ્ત છે. સ્વસ્થતા મેળવવી હોય તો ભગવાન સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. મેળવવી છે ? હવેના પાંચ સૂત્રો ખૂબ જ ગંભીર છે. અહીં સ્પષ્ટ લખ્યું છે : અભય આદિ પાંચેય ભગવાન વિના ક્યાંયથી ન જ મળે. ભગવાન પર બહુમાન આવ્યું એટલે ભગવાન તમારા હૃદયમાં આવી જ ગયા. જ્યાં બહુમાન છે, ત્યાં ભગવાન છે. એટલે જ ભક્તને કદી ભગવાનનો વિરહ પડતો જ નથી. આ જ વાત ગુરુમાં પણ લાગુ પડે છે. સાચા શિષ્યને કદી ગુરુનો વિરહ નડતો જ નથી. કારણકે હૃદયમાં ગુરુ પર બહુમાન સતત રહેલું જ છે. અભય આવતાં આત્માનું સ્વાથ્ય આવે. સ્વાથ્ય એટલે મોક્ષધર્મની ભૂમિકાની કારણરૂપ ધૃતિ. ધૃતિ એટલે પ્રચલિત વૈર્ય અર્થ નહિ કરવાનો, પણ આત્માના સ્વરૂપનું અવધારણ તે ધૃતિ. આવી કૃતિ, આવું અભય પણ જીવનમાં ન આવ્યું હોય તો મોક્ષની આશા શી રીતે રાખી શકાય ? હજુ તળેટી પણ ન પહોંચ્યા હોઈએ તો દાદાના દર્શનની આશા શી રીતે રાખી શકાય ? અભય ન હોય તો વિહિત ધર્મની સિદ્ધિ શી રીતે થાય ? સમીપવર્તી ભયના ઉપદ્રવોથી ચિત્ત વારંવાર પરાજિત થતું હોય ત્યાં ધર્મ શી રીતે જન્મે ? સમ્યગદર્શનની પ્રાપ્તિ તમારા ચિત્તની સ્વસ્થતાની અપેક્ષા રાખે છે. ૧૮૬ * * * * * * * * * * * * * : Page #219 -------------------------------------------------------------------------- ________________ આ. વદ-૯ ૧૮-૧૦-૨૦૦૦, બુધવાર જે ગુણ ગાવ તે ગુણ તમારો. પ્રભની કોઈ કરુણા નજર પડી અને ગત જન્મમાં આપણે કોઈ પુણ્ય કાર્ય કર્યું જેના પ્રભાવે ધર્મ સામગ્રી યુક્ત આવો જન્મ મળ્યો, જ્યાં અરિહંત જેવા દેવ વિષે તથા તેમના ધર્મ વિષે સાંભળવા મળ્યું. માત્ર સાંભળવાથી ભગવાનના ગુણો આવતા નથી, તે જીવનમાં ઊતારવા પડે છે. દુકાનમાં માલ જો ઈને ખુશ થઈ જાવ, તેટલા માત્રથી માલ મળતો નથી, કિંમત ચૂકવવી પડે છે. જો કે દુકાનનો માલ જોઈને તમે ખુશ થાવ તો તમને કાંઈ ન મળે, પણ ભગવાનના ગુણો જોઈને રાજી થાય તો પણ કામ થઈ જાય. એ ગુણો તમને મળી જાય. ગુણોનો પ્રારંભ ક્યાંથી કરવો? ભવ-નિર્વેદથી. ભવ એટલે સંસાર. = = = = = = = = ૧૮૦. Page #220 -------------------------------------------------------------------------- ________________ સંસાર એટલે વિષય-કષાય. જ્યાં વિષય-કષાય ઉત્કટ હોય ત્યાં બધા દોષો ઉત્કટ હોવાના. ભગવાન પ્રત્યે બહુમાન ભાવ પ્રગટતાં આપણા ગુણો પ્રગટવા માંડે છે, ચિત્ત સ્વસ્થ થવા માંડે છે. માટે જ સ્વસ્થતા ભગવાન આપે છે, એમ અહીં કહ્યું છે. ચિત્ત જ્યારે જ્યારે ચપળ હોય ત્યારે ત્યારે વિચારજો : ચિત્ત ચંચળ શા માટે છે ? જે જે શબ્દાદિનું ગ્રહણ કરીએ તેના - તેના વિચારો આવવાના જ. આથી મન ચંચળ થાય છે. કાજળની કોટડીમાં રહેલા આપણે કાળાશ ન લાગે તેવી રીતે રહેવાનું છે. પાંચેય ઈન્દ્રિયો તરફ દોડતી વૃત્તિઓને રોકવાની છે. તે વૃત્તિઓને અંદર પડેલો અઢળક ખજાનો બતાવવાનો છે. ભગવાન પ્રત્યેનો પક્ષપાત તો જ થયો ગણાય જો વિષયોની વિમુખતા હોય. ભવાભિનંદી કદી ભગવાનનો ભક્ત બની શકતો નથી. વિષયો પ્રત્યેનો વૈરાગ્ય ભગવાન પ્રત્યેના બહુમાનને સૂચવે છે. વિષયો પ્રત્યેનો વૈરાગ્ય ન હોય તો બુહમાન પ્રગટ્યું નથી, એમ નક્કી માનજો . - ભગવાન તો સ્વ-પદવી આપવા તૈયાર છે, પણ આપણામાં યોગ્યતા જોઈએ ને ? ભગવાનમાં ગુણોનો પ્રકર્ષ પ્રગટેલો છે. ગુણો ભગવાન પાસેથી જ મળશે. આ બધા પદાર્થો પૂ. હરિભદ્રસૂરિજીએ અહીં અદ્ભુત રીતે ખોલ્યા છે. ક્રોડ-ક્રોડ વંદન કરીએ તેમના ચરણોમાં. રોગ-રહિત શરીર સ્વસ્થ કહેવાય, તેમ પોતાના સ્વભાવમાં રહેલો આત્મા સ્વસ્થ કહેવાય. તેનો ભાવ તે સ્વાથ્ય કહેવાય. “સમર્થના (ભગવાનના) ખોળે હું બેઠેલો છું. ભક્તને સદા આવો ભાવ રહે છે. આથી જ એ કદી અસ્વસ્થ નથી બનતો. ભયભીત નથી બનતો. ભગવાનમાં ગુણ પ્રકર્ષ સાથે પુણ્ય-પ્રકર્ષ પણ છે. અચિજ્ય શક્તિ પણ છે. આથી જ તેમનામાં પરોપકારનો પણ પ્રકર્ષ છે. ૧૮૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ ગુણ પ્રકર્ષ વિના અચિંત્ય શક્તિ નથી આવતી. અચિંત્ય શક્તિ વિના અભયપ્રદ શક્તિ નથી આવતી. અભયપ્રદ શક્તિ વિના પરાર્થકરણતા પ્રગટી શકતી નથી. દર્શન, જ્ઞાન અને ચારિત્રના ક્રમની જેમ આ ક્રમ પણ સમજવા જેવો છે. | પરાર્થકરણતા મેળવવી હોય તો અભયપ્રદ શક્તિ જોઈએ. એ માટે અચિંત્ય શક્તિ જોઈએ. અચિંત્ય શક્તિ મેળવવી હોય તો ગુણનો પ્રકર્ષ જોઈએ. આ ચાર ભગવાનમાં છે, માટે જ ભગવાન અભય આપી શકે છે. પૂ. હરિભદ્રસૂરિજી અહીં બિલકુલ સ્પષ્ટ છે : વખ્ય દ્ધ સિદ્ધિરિતિ આના પર પંજિકાકાર શ્રી મુનિચન્દ્રસૂરિજી લખે છે : “વિષ્ય: શ્વ, ન સ્વતઃ નાgિ મચેષ્યઃ' એટલે કે સ્વથી પણ નહિ કે પરથી પણ નહિ, ભગવાન પાસેથી જ અભયની પ્રાપ્તિ થાય છે. - ઝવેરીના ગમે તેટલા વખાણ કરો એ કાંઈ ઝવેરાત તમને ન આપે, પણ ભગવાન એટલા દયાળુ છે કે તમે માત્ર તેમના ગુણોનું ગાન કરો અને એ ગુણો ભગવાન તમને આપી દે. જે ગુણ ગાવ તે ગુણ તમારો થઈ જાય. પંચસૂત્રમાં આરાધનાનો ક્રમ આ પ્રમાણે છે : શરણાગતિ, દુષ્કૃતગહ અને સુકૃત અનુમોદના. પણ એક અહંકાર એકેય ગુણને આવવા દેતો નથી. અહંકારી ન શરણું સ્વીકારી શકે ન સ્વદુષ્કતોની ગહ કરી શકે, ન પર-ગુણોની અનુમોદના કરી શકે. | દુર્યોધનને કોઈ ગુણી ન દેખાયો, યુધિષ્ઠિરને કોઈ દોષી ન દેખાયો. લાગે છે : હજુ પણ આપણી આંખ દુર્યોધનની જ છે. કોઈ ગુણી દેખાતો જ નથી. પછી શાની અનુમોદના ? પોતાનો એકેય દોષ દેખાતો જ નથી. પછી શાની ગહ ? જાતમાં ગુણો હોય તો જ બીજાને ગુણો આપી શકાય. એક પણ દોષ હશે ત્યાં સુધી ચેન ન પડવું જોઈએ. ધીરે-ધીરે ગુણો મેળવતા રહો. એક સાથે ગુણો નહિ મળે. ગૃહસ્થ જેમ ધીરે-ધીરે ધન મેળવે, તેમ ગુણ મેળવતા રહો. ઝ ઝ = = = = * * * * * * ૧૮૯ Page #222 -------------------------------------------------------------------------- ________________ જે જે ગુણ જોઈતા હોય તે તે ગુણ જોઈને રાજી થતા જ જાવ. જે ગુણને જોઈને તમે રાજી થયા એ ગુણ તમારો થઈ ગયો. ક્યાંય પણ તમે ગુણ જુઓ, આખરે એના મૂળ ભગવાનમાં દેખાશે. સર્વ ગુણો પર એક માત્ર ભગવાનની માલિકી છે. એક કંપનીનો માલ તમે કોઈપણ દુકાનમાંથી લો, પણ આખરે એ માલ એ જ કંપનીનો ને ? દુકાનનો માલ તો ઓછો થાય, પણ અહીં ગુણો તો જેમ આપતા જાવ તેમ વધતા જાય. એટલે જ ઉપા. યશોવિજયજી જેવા ભગવાનને પ્રાર્થે છે : ભગવન્તમારી પાસે તો અનંત ગુણોનો ખજાનો છે. એકાદ ગુણ મને આપી દો તો વાંધો શું છે ? એમાં વિચારવાનું શું ? સાગરમાંથી એકાદ રત્ન લેતાં શું ખામી આવે ? સાગરમાં તો હજુએ ઓછા થાય, પણ અહીં તો ઓછા થવાનો કોઈ સવાલ જ નથી. આમ એટલા માટે કહું છું : તમે એક માત્ર ભગવાનને પકડો. ભગવાનને કહી દો : દેશો તો તુમહી ભલું, બીજા તો નવિ યાચું રે.” - ઉપા. યશોવિજયજી. ભગવન્! આપને છોડીને મારે બીજે ક્યાંયથી માંગવું જ નથી. આના સિવાય બીજું શું કરવા જેવું છે ? આપણે તો એવી પ્રવૃત્તિમાં જીંદગી પૂરી કરીએ છીએ : જેનાથી લોકોથી પ્રશંસા મળ્યા કરે. હવે હું તમને પૂછું : લોકોથી પ્રશંસા થાય તો સારું કે નિંદા થાય તો સારું ? તમારી પ્રશંસા થાય તો તમારું યશનામકર્મ ખપે. તમારી નિંદા થાય તો તમારું અપયશ નામકર્મ ખપે. હવે કહો : શુ સારું ? આપણી જિંદગીની સમગ્ર પ્રવૃત્તિઓનું કેન્દ્ર લોક-રંજન નથીને ? લોકરંજન નહિ, લોકનાથ (ભગવાન)નું રંજન કરો. ૧૯૦ * * * * * * * * * * * * * : Page #223 -------------------------------------------------------------------------- ________________ - આ. વદ-૭ ૧૯-૧૦-૨૦૦૦, ગુરુવાર શ્વાસ વિતા ન ચાલે તો સમતા વિના શી રીતે ચાલે ? ૦ આપણું સામાયિક આજીવન છે. એનો અર્થ એ થયો : જીવનભર સમતા રહેવી જોઈએ. સમતા આપણો શ્વાસ બનવા જોઈએ. શ્વાસ વિના ન ચાલે તો સમતા વિના શી રીતે ચાલે ? આ જ મુનિ-જીવનનો પ્રાણ છે. શ્રાવક તો સામાયિક પૂરું કરી લે, પછી કદાચ સમતામાં ન રહે તો હજુએ ચાલે, સાધુ સમતામાં ન રહે તે કેમ ચાલે ? “હું આત્મા છું' એટલું સતત યાદ રહે તો જ સમતા સતત રહી શકે. પણ આશ્ચર્ય છે : બીજું બધું યાદ રાખનારા આપણે આત્માને જ ભૂલી ગયા છીએ. જાનમાં વરરાજા જ ભૂલાઈ ગયો છે. જે વર્તન આપણે આપણી જાત સાથે કરીએ છીએ, તેવું જ વર્તન * * * * * * * * * * * * * ૧૯૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ જગતના સર્વ જીવો સાથે ક૨વાનું છે. ભગવાન સર્વ જીવોને સમાનરૂપે ગણે છે. ભગવાનને ત્યાં કોઈ મારા-તારાનો ભેદ નથી. सर्वजन्तुसमस्याऽस्य न परात्मविभागिता । યોગસાર. આપણે એમના માર્ગે ચાલનારા છીએ. આપણાથી મારાતારાનો ભેદ શી રીતે થઈ શકે ? ભગવાન તો સૂર્યની જેમ કોઈપણ ભેદ વિના સર્વત્ર કૃપા-પ્રકાશ રેલાવી રહ્યા છે. સૂર્ય તો હજુ અસ્ત થઈ શકે. રાહુથી ગ્રસ્ત કે વાદળથી ઢંકાઈ શકે છે. ભગવાન તો સદા ઉદય પામી રહ્યા છે, સદા પ્રકાશ રેલાવી રહ્યા છે. કરુણાના પ્રકાશને પકડવા માત્ર આપણે સન્મુખ થવાની જરૂર છે. આ આર્હતી કરુણા અમુક જ કાળે નહિ, સર્વ કાળે અને સર્વ ક્ષેત્રે વરસી રહી છે. એ જો ન વરસતી હોય તો વિશ્વમાં અંધાધૂંધી ફેલાઈ જાય. સમગ્ર વિશ્વનો મૂલાધાર ભગવાનની આ કરુણા જ છે. અરિહંત વ્યક્તિ રૂપે બદલાતા રહે છે, પણ આર્હત્ત્વ શાશ્વત છે. માટે જ આર્હતી કરુણા પણ શાશ્વત છે. માટે જ સિદ્ધર્ષિએ ઉપમિતિમાં સંસારને નગર બનાવી સુસ્થિત (ભગવાન)ને મહારાજા તરીકે બતાવ્યા છે. આ સંસાર નગરના મહારાજા ભગવાન છે, એ સમજાય છે ? એ સમજવા જ આપણે આ ગ્રન્થનો અભ્યાસ કરી રહ્યા છીએ. - ( ૬ ) ચવસ્તુત્યાળ । ચક્ષુથી અહીં દ્રવ્ય આંખ નહિ, પણ વિશિષ્ટ આત્મ ધર્મરૂપ તત્ત્વના અવબોધ (જ્ઞાન)નું કારણ શ્રદ્ધારૂપ આંખ લેવાની છે. શ્રદ્ધા વગરનો માણસ આધ્યાત્મિક જગતમાં આંધળો જ છે. આંધળાને ભૌતિક પદાર્થ ન દેખાય. શ્રદ્ધાહીનને ૫૨મ ચેતના ન દેખાય, તત્ત્વનું દર્શન ન થાય. શ્રદ્ધાની આવી આંખ અભય મળ્યા પછી જ મળે. અભય એટલે સ્વસ્થતા. ચિત્ત સ્વસ્થ અને પ્રશાન્ત બને પછી જ શ્રદ્ધાની આંખ મળે. જેના ચિત્તમાં અભયનું અવતરણ નથી થયું તે શ્રદ્ધાની આંખ માટે આશા ન રાખી શકે. અહીં પક્ષપાત * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૧૯૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ નથી, પણ યોગ્યતાની વાત છે. આંખ વગર જગતના દર્શન ન થાય. આંતર ચક્ષુ વગર આત્માના દર્શન ન થાય. પણ આપણે આત્માના દર્શન કરવા જ ક્યાં છે ? એ માટેની કોઈ લગન ખરી? કેટલા આડા-અવળા વિષયોમાં ફંટાઈ ગયા છીએ આપણે ? નવ પૂર્વ સુધી ભણેલા પણ આ ચક્ષુ ન મળી હોય તો આંધળા હોઈ શકે છે. પ્રકરણ ગ્રન્થો પણ કોણ યાદ કરે છે ? વ્યાખ્યાન એમને એમ ચાલે છે ને ? પ્રકરણ ગ્રન્થોની જરૂર છે વ્યાખ્યાનમાં ? તત્ત્વરૂચિ જન થોડલા રે.' પૂ. દેવચન્દ્રજીના ૩૦૦ વર્ષ પહેલાના ઉદ્દગારો આજે પણ સાચા જ લાગે છે. કદાચ દરેક કાળે મોટા ભાગનો માનવ-સમૂહ આવો જ હોતો હશે ! આવા પંચમ કાળમાં તો સવિશેષ આવો જ હોવાનો ! ને સત્તઓ અખો ' રોજ સંથારાપોરસીમાં બોલીએ છીએ, છતાં આત્મા યાદ નથી આવતો. આત્માને ભૂલી ન જઈએ માટે જ તો સંથારાપોરસીમાં આ વાત ગોઠવી દેવામાં આવી છે. હું વાતો તો આવી કરતો જ રહેવાનો. ભલે તમને ગમે કે ન ગમે, પણ વસ્તુસ્થિતિ તો કહેવાનો જ. કાળનો પરિપાક થશે ત્યારે આ બધું સમજાશે, એટલી શ્રદ્ધા છે. મને પોતાને પણ પૂ.પં. ભદ્રંકર વિ.મ.ની કેટલીક વાતો હોતી સમજાતી. આજે ૨૦-૨૫ વર્ષ પછી સમજાઈ રહી છે. તેમ તમને પણ ભવિષ્યમાં આ નહિ સમજાય, એવું હું નથી માનતો. હું આશાવાદી છું. નિરાશ કરવા આ બધી વાતો નથી કરતો. તમારી અંદર આ માટે ઈચ્છા જગાડવી છે. ઈચ્છા જાગ્યા પછી આગળનું કામ પોતાની મેળે થઈ જશે. * ઘેબર, જલેબી, રોટલી, લાડુ વગેરે બને એ જ ઘઉંના લોટ, સાકર અને ઘીમાંથી. માત્ર બનાવવાની પદ્ધતિમાં ફરક. વાત એની એ જ હોય, પણ શાસ્ત્રકારો અલગ-અલગ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * * ૧૯૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિકોણથી કહેતા હોય છે. અનેકવિધ વાતોમાં પણ મૂળભૂત વાત એક જ હશે. તમે બરાબર જોજો. આપણે બધા ભણવાની પાછળ પડી ગયા, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે મંડી પડ્યા. પણ માત્ર એટલાથી શું થશે ? મોહનીય કર્મ પર ફટકો નહિ પડે ત્યાં સુધી કાંઈ નહિ વળે. હું ભક્તિ પર એટલે જ જોર આપું છું. ભક્તિ જ એવું વજ છે, જેથી મોહનો પર્વત ચૂર-ચૂર થઈ જાય. ભક્તિથી તમે ‘સદાગમ'ના ઉપાસક બનો છો. સદાગમના ઉપાસકોને મોહ કાંઈ ન કરી શકે. મોહ તમને શીખવે છે : જીવો પર દ્વેષ કરો. ભગવાન તમને શીખવે છે : જીવો પર પ્રેમ કરો. આપણે કોની વાત માનીએ છીએ ? મારી પાસે તો આવી જ વાતો છે. તમને ગમે તે બોલવું, એવું હું શીખ્યો નથી. સંખ્યા ઘટી જાય તેની ચિંતા નથી. ભગવાને જે કહ્યું છે, શાસ્ત્રોમાં જે લખ્યું છે ને મને એ પ્રમાણે જે ગમ્યું છે, તે જ હું કહેવાનો, તમને ગમે તે નહિ. ગુલાબજાંબુ આદિના ઘણા સ્વાદ ચાખ્યા. હવે આત્માનો સ્વાદ ચાખો. એ માટે રુચિ ઉત્પન્ન કરો. આ રુચિ વિના આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે આંધળા છીએ, એટલું નક્કી માનજો. * આંખવાળો માણસ રસ્તામાં સીધો ચાલે કે આડોઅવળો ? સ્વાભાવિક છે : દેખતો માણસ રસ્તામાં ક્યાંય ન જ ભટકાય. શ્રદ્ધાની આંખવાળો માણસ આધ્યાત્મિક માર્ગમાં આડોઅવળો ન ચાલી શકે. ૧૯૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ STD) સીધું ચાલવું મતતું એ જ માર્ગ. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * આ. વદ-૮ ૨૦-૧૦-૨૦૦૦, શુક્રવાર કાવ્ય-કોશ વગેરેનો પૂ.પં. મુક્તિવિજયજી પાસે (લાકડીઆ) અભ્યાસ કરીને માંડવી (વિ.સં. ૨૦૧૩) ચાતુર્માસમાં પૂ. કનકસૂરિજી પાસે હું ગયો ને કહ્યું : ‘કોઈ સંસ્કૃત ગ્રન્થ વંચાવો.' પૂજ્યશ્રીએ કહ્યું : હવે જાતે લગાડવા પ્રયત્ન કરો. પારકા ભરોસે ક્યાં સુધી રહેવું છે ? ગુરુદેવના આશીર્વાદપૂર્વક મેં જાતે વાંચવાનું શરૂ કર્યું. પાંડવચરિત્રના એક કલાકમાં માંડ દશ શ્લોકો વંચાતા, પણ જે શ્લોક વાંચતો તે બરાબર વાંચતો. આથી ધીરે ધીરે વાંચન એવું ખુલી ગયું કે કોઈપણ ગ્રન્થ હાથમાં આવતાં એ બેસી જ જાય. એ ચાતુર્માસમાં ત્યારે હીર સૌભાગ્ય, કુમા૨પાળ ચરિત્ર, પાંડવ ચરિત્ર વગેરે – ** ૧૯૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ વાંચ્યા. એ જ ધંધો હતો ત્યારે. બીજો ધંધો શો હોય સાધુને ? આ બધામાં ભગવાનની જ કૃપા કામ કરે છે, એમ મને સતત લાગતું. આથી જ ભક્તિ પર હું વધુ ને વધુ ઝોક આપતો ગયો. આજે પણ આપું છું. પૂ.પં. મુક્તિવિજયજી મ. કહેતા : હું આ પ્રાકૃત વ્યાકરણ અને કોશને સાથે લઈ જવા માંગું છું. હું કહીશ : જિન-ભક્તિને હું ભવાંતરમાં પણ સાથે લઈ જવા માંગું છું. માટે જ હું ભકિત છોડતો નથી, ભવિષ્યમાં પણ નહિ છોડું. બીજું સાથે શું આવવાનું ? ભક્તો, ચેલાઓ, પુસ્તકો કે ઉપાશ્રય વગેરે સાથે નહિ આવે, આ ભક્તિના સંસ્કારો જ સાથે આવશે, ગૃહસ્થોને ધન, પરિવાર, મકાન આદિની અનિત્યતા સમજાવનારા આપણે એટલું પણ નહિ સમજી શકીએ? (૧૭) કવિયાdi | ભગવાન માર્ગને આપનારા છે. ચિત્તની અવક્ર ગતિ તે માર્ગ છે. માર્ગ મળ્યા પછી મન હંમેશા સીધું જ ચાલે. કર્મનો ક્ષયોપશમ વધતો જાય તેમ-તેમ આગળ-આગળના પદાર્થો મળતા જાય, અભય કરતાં ચક્ષુપ્રાપ્તિમાં, ચક્ષુ કરતાં માર્ગ, માર્ગ કરતાં શરણ આદિની ઉત્તરોત્તર વધુ ને વધુ ક્ષયોપશમ દ્વારા પ્રાપ્તિ થતી હોય છે. દેવ-ગુરુ પ૨ની અત્યારની આપણી શ્રદ્ધા ઉપરછલ્લી છે. માંગી લાવેલા ઘરેણા જેવી છે. એ જતાં વાર કેટલી ? કાંઈક બીજું સાંભળતાં તરત જ ચાલી પણ જાય, પણ જ્ઞાન જેમ જેમ ઊંડું થતું જાય તેમ તેમ શ્રદ્ધા પોતાની બને. સ્વયંભૂ શ્રદ્ધા જાય નહિ. * સાપ ગમે તેટલું વાંકું ચાલે, પણ દરમાં પેસે ત્યારે સીધો જ હોય તેમ વિશિષ્ટ ગુણસ્થાન પ્રાપ્તિના હેતુ સ્વરસવાહી ક્ષયોપશમ વિશેષમાં મન સીધું ચાલવા લાગે છે. મનનું સીધું ચાલવું એ જ માર્ગ છે. દૂર-દૂરની આશા આપણે રાખીએ છીએ, પણ નજીકમાં જે તાત્કાલિક થઈ શકે તેમ છે, તે માટે પ્રયત્ન કરતા નથી. મોક્ષમાં જવું છે, પણ સમ્યક્ત્વાદિમાં પ્રયત્ન કરવો ૧૯૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ નથી. સમેત-શિખર જવું છે, પણ ગુરુકુળ સુધી પણ જવાની તૈયારી નથી. આ એક આત્મવંચના છે. આનાથી બચજો. આવી શિખામણો ઘણીવાર આપી ચૂક્યો છું, “શેઠની શિખામણ ઝાંપા સુધી.” એવું થતું નથીને ? દેવ અને ગુરુ બહુ-બહુ તો પુષ્ટ નિમિત્ત બનશે, પણ ઉપાદાન આત્મા તો તમારે જ તૈયાર કરવો પડશે. તમારા વિના બીજો કોઈ જ નહિ કરી શકે. હું તમને કહ્યા સિવાય શું કરી શકું ? આમ તો મારે આ ગ્રન્થમાં જલ્દી આગળ જવું છે, પણ વચ્ચે-વચ્ચે તમારે યોગ્ય આવી હિતશિક્ષાઓ ન આપે તો ગુનેગાર ગણાઉં ! * માર્ગ એટલે ચિત્તની સીધી ગતિ. અહીં સ્વરસવાહી ક્ષયોપશમમાં હેતુ, સ્વરૂપ અને ફળથી શુદ્ધ પ્રશમ સુખનો આનંદ અનુભવવા મળે છે. એ આનંદને જણાવવા પૂ. હરિભદ્રસૂરિજીએ અહીં સુવા શબ્દ પ્રયોજ્યો છે, પંજિકાકાર પૂ. મુનિચન્દ્રસૂરિજીએ મુલ્લી નો અર્થ “સુવાસિ' કર્યો છે. સુખાસિકા એટલે પ્રશમ સુખની સુખડી ! આવી પ્રશમની સુખડી હું એકલો ખાઊં તે ન ચાલે, હું બધાને આ આપવા માંગું છું. અમારા ફલોદીમાં ભીખમચંદજી જલેબી લાવી ઘેર ખૂણામાં બેસી એકલા-એકલા ખાતા. કોઈને આપતા નહિ. કારણમાં કહેતા : હું હવે કેટલા દહાડા જીવવાનો? તમે તો ઘણુંય ખાવાના ! હું હવે કેટલા દહાડા ? હું આવો કંજુસ થવા માંગતો નથી. પ્રશમની સુખડી સૌને મળે એવી ભાવના રાખું છું. અંદરના પ્રશમ સુખનું અંતરંગ કારણ કર્મોનો ક્ષયોપશમ છે. બહારનું કારણ ગુરુ, પ્રતિમા આદિ છે. કર્મોનો ક્ષયોપશમ ન થયો હોય તો બહારના કારણે ગુરુ આદિ કાંઈ ન કરી શકે. આ પ્રશમનું સુખ દિન-પ્રતિદિન વધવું જોઈએ. જો એને વધારતા નહિ રહીએ તો એ ઘટતું રહેશે. વેપારી જે દિવસે ન કમાય તે દિવસે કંઈક ગુમાવશે જ. દિન-દિન વધતું જાય તે જ સાનુબંધ પ્રશમ કહેવાય. ત્ર * * * * * * * * * ૧૯૦ Page #230 -------------------------------------------------------------------------- ________________ - આ. વદ-૯ ૨૧-૧૦-૨000, શનિવાર હૃદયમાં બહુમાન છે, તેને પ્રભુનો વિરહ કેવો ? * અરિહંતના હું એટલે વખાણ નથી કરતો કે મારા દેવ છે. હું મારા ગુરુના એટલે વખાણ નથી કરતો કે એ મારા ગુરુ છે. મારા ગુરુ છે, માટે ગુરુની પ્રશંસા કરવામાં અહંનું જ પોષણ છે. કારણ કે એમાં ગુરુની મહત્તા નથી, અહંની મહત્તા છે. હું મહાન છું માટે મારા ગુરુ મહાન છે, એમ આનાથી સૂચિત થાય છે. ગૌતમસ્વામી પોતાના જીવન દ્વારા આપણને સૌને આવું કહી રહ્યા છે : હું તો અભિમાનથી ધૂંઆ-ફંઆ થતો એક પામર કીટ હતો. મને વિનયમૂર્તિ બનાવનાર, મને અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી રચવાનું બળ આપનાર ભગવાન છે. મારા ભગવાન છે, માટે વખાણ નથી કરતો, પણ વાસ્તવિકતા જ હું તમને જણાવું છું. ૧૯૮ * * * * * * * * * * * * ? Page #231 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીના હૃદયમાં ભગવાન પ્રત્યે અપાર બહુમાન હતું. જેમના હૃદયમાં ભગવાન પ્રત્યે બહુમાન છે, તેમને ભગવાનનો કદી વિરહ પડતો જ નથી. ‘દૂરસ્થgિ Hપથ્થો, વો ચહ્ય દુદ્દે સ્થિતઃ ' જે જેના હૃદયમાં હોય તે તેને દૂર હોવા છતાં નજીક જ છે. નજીક હોવા છતાં ભગવાન દૂર છે, જો બહુમાન ન હોય. આવા ગણધર ભગવંતોએ ભગવાનને નિકટતાથી જોયા છે, અનુભવ્યા છે. ને એમણે જે સૂત્રો બનાવ્યા છે, તે દ્વારા ભગવાનનો મહિમા આપણને જાણવા મળે છે. ભગવાન પ્રત્યે જ્યાં બહુમાન આપણા હૃદયમાં જાગ્યું તે જ વખતે તમારામાં ભગવાનની શક્તિ સક્રિય થઈ સમજી લો. (૧૭) મહત્યા ! ચિત્તમાં પ્રશમભાવ ઉત્પન્ન થયેલો હોય તો સમજવું : આપણે માર્ગ પર છીએ. આ ચારિત્ર દ્વારા પ્રશમ-ભાવ ન મળ્યો તો શું મળ્યું ? ભોજન ભૂખ ભાંગવા માટે છે. ભોજનથી ભૂખ જ ન ભાંગે તો ભોજનનો શો મતલબ ? રોટલી-શાક-દાળ-ભાતના નામ લેવા માત્રથી પેટ ભરાઈ જતું નથી. સંથારાપોરસી, વગેરે માત્ર બોલી જવા માટે નથી. મારા બોલવાથી નહિ, તેને ભાવિત કરવાથી હૃદયમાં પ્રશમભાવ ઉત્પન્ન થાય છે. સાનુબંધ ક્ષયોપશમથી મળેલો પ્રશમભાવ જ ટકી શકે, નહિ તો જતો પણ રહે. સાનુબંધમાં ચેતના નિરંતર ઉધ્વરોહણના માર્ગે હોય છે. નિરનુબંધમાં ચેતના અટકી જાય છે. અટકી જાય ત્યારે ઉધ્વરોહણ પામતી ચેતના નીચે જાય. આ નિયમ છે. પાક્કો વાણિયો લાખ રૂપિયા કમાય, પછી એને ઓછા ન કરે, એમાં વધારો જ કરતો રહે. વાણિયાની આ કળા આ અર્થમાં આપણે શીખવા જેવી છે. કમઠનો મરુભૂતિ પ્રત્યે ગુસ્સો સાનુબંધ હતો. આથી જ ૧૦ ભવ સુધી ચાલ્યો. દોષોનો અનુબંધ તો દરેક ભવનો છે. હવે આપણે ગુણોનો અનુબંધ પાડવાનો છે. * * * * * * * * * * * * * ૧૯૯ Page #232 -------------------------------------------------------------------------- ________________ જે દોષ માટે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત ન થાય તે દોષ સાનુબંધ બને. જે ગુણ માટે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત થાય તે ગુણ સાનુબંધ ન બને. ક્લિષ્ટ કર્મ ન બંધાય, તે સાનુબંધ ન થઈ જાય તેની આપણે સતત કાળજી રાખવાની છે. હરિભદ્રસૂરિજી અહીં લખે છે : અન્ય (અજૈન) યોગાચાર્યો પણ માર્ગની (પ્રશમભાવની) આ વાત અન્ય શબ્દોમાં સ્વીકારે છે. એમના શબ્દો આ રહ્યા ઃ ‘પ્રવૃત્તિ, પરાક્રમ, જય, આનંદ અને ઋતંભરા.’ આ કર્મયોગના (પ્રણિધાન યોગના નહિ) ભેદો છે. પંજિકાકાર મુનિચન્દ્રસૂરિજીએ હરિભદ્રસૂરિજીના ભાવોને બહુ જ સુંદર રીતે ખોલ્યા છે. જાતે અનુભવ કર્યા વિના આવા ભાવો ખોલી શકાય નહિ. ષોડશકમાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ આ પાંચ આશય બતાવેલા છે, તે આ સંદર્ભમાં યાદ ક૨વા જેવા છે. સમ્યગ્ દર્શન પહેલા ત્રણ કરણો છે ઃ યથાપ્રવૃત્તિ કરણ, અનિવૃત્તિકરણ અને અપૂર્વક૨ણ. અનિવૃત્તિકરણ વખતે જગતના તમામ જીવોને આનંદ એક સરખો હોય, એવું મને યાદ છે. કાંઈ ભૂલ થતી નથી ને ? પૂ. ભાગ્યેશવિજયજી : આપને તો ભગવાન ભૂલ કરાવે જ નહિ. પૂજ્યશ્રી : વૃદ્ધાવસ્થા છે. સ્મૃતિમાં ગરબડ થાય પણ ખરી. ભૂલ હોય તો જણાવજો. પ્રવૃત્તિમાં અપૂર્વકરણાદિ, પરાક્રમમાં પ્રવૃત્તિ પછીનું કાર્ય, વીર્યોલ્લાસ દ્વારા અપૂર્વકરણથી આગળની ભૂમિકા, જયમાં વિઘ્નજય, આનંદમાં સમ્યગ્ દર્શનની પ્રાપ્તિનો આનંદ, ઋતંભરામાં સમ્યગ્ દર્શન પૂર્વક ભગવાનની પૂજા વગેરેનો સમાવેશ કરી શકાય. લવર ૨૦૦ - કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ D ભગવાત તત્ત્વ - ચિંતન આપીને શરણ આપે છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ આ. વદ-૧૦ ૨૨-૧૦-૨૦૦૮, રવિવાર (૧૮) સરળવ્યાનું । ભયથી વ્યાકુળ બનેલાને ભગવાન આશ્વાસન આપે છે. જીવો ભયભીત છે તેનું કારણ અંદર પડેલા રાગ-દ્વેષના સંસ્કારો છે. ભગવાન જ આ રાગ-દ્વેષનું શમન કરી શકે. ભયથી આર્ત્ત (પીડિત) જીવોનું ત્રાણ કરવું તે શરણ છે. શરણ એટલે આશ્વાસન ! ‘ચિન્તા ન કર. તારો રોગ મટી જશે.' ડૉકટરના આટલા વાક્ય માત્રથી દર્દીને આશ્વાસન મળે તેમ ભગવાન આપણા ભાવ રોગ માટે આશ્વાસન આપે છે. આપણે બધા દર્દી જ છીએને ? આ સંસારમાં નરકાદિરૂપ દુઃખની પરંપરા છે, રાગ-દ્વેષાદિરૂપ સંકલેશ છે. ભગવાન આ બધામાંથી મુક્ત બનાવે છે. * ૨૦૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ ભગવાન કાંઈ હાથથી પકડીને તમને શરણ ન આપે, પણ તમારા હૃદયમાં તત્ત્વચિન્તન આપે. તત્ત્વ - ચિન્તન જેને મળી ગયું, તે કદી રાગ-દ્વેષથી દુઃખી નહિ બનવાનો. ફલોદીના ફુલચંદજી ઝાબક આવા તત્ત્વચિન્તક શ્રાવક હતા. ચૌદસ જેવા દિવસે રાત્રે પૌષધ કરે ત્યારે રાતના એકબે પણ વાગી જાય. આવા તત્ત્વચિન્તકને કદી રાગ-દ્વેષ ન થાય, વ્યાધિમાં અસમાધિ ન થાય. અંતિમ સમયે તેમને ભયંકર પીડા થયેલી, પણ ક્યાંય ઊંહકારો નહિ કે ચહેરા પર વેદનાની કોઈ અસર નહિ. પૂ.પં. ભદ્રંકરવિજયજી મ. ને અંતિમ સમયે ભયંકર પીડા હતી, પણ તત્ત્વચિંતક હતાને ? માટે જ વ્યાધિમાં સમાધિ રાખી શક્યા. માંદગીમાં તેમણે પિંડવાડાથી આધોઈ ચાતુર્માસમાં (વિ.સં. ૨૦૩૩) પત્ર લખેલો. તે પત્રમાં તેમણે લખેલું : પીડા પારાવાર છે, પણ મન “રૂપોનો નક્ષUT૧' ના ચિંતનમાં રહે છે. અનુપ્રેક્ષા (સ્વાધ્યાયનો ૪થો પ્રકાર) દ્વારા ચિંતન – શક્તિ પ્રગટે છે. દરેક પદાર્થોની અનુપ્રેક્ષા કરો તો જ એ ભાવિત બને. સ્વાધ્યાયના છેલ્લા બે પ્રકારો (અનુપ્રેક્ષા અને ધર્મકથા) ઉપયોગ વિના કદી થઈ શકે નહિ. વાચના આદિ ત્રણમાં ઉપયોગ ન હોય એ હજુ બની શકે, પણ ઉપયોગ વિના અનુપ્રેક્ષા કે ધર્મકથા ન જ થઈ શકે. ભગવાન આવા તત્ત્વચિંતનનું દાન કરીને રાગ-દ્વેષમય સંસારમાં તમને શરણ આપે છે. તત્ત્વદષ્ટા કદી રાગના પ્રસંગમાં રાગી કે દ્વેષના પ્રસંગમાં હેપી ન બને. ગમે તેવી ઘટનામાં તે આત્મસ્વભાવથી ચલિત ન જ થાય. આ તત્ત્વચિંતન માટે અહીં “વિવિદિષા' શબ્દ પ્રયોજાયો મને અનેકવાર અનુભવ છે : કોઈ શાસ્ત્ર-પંક્તિ ન બેસતી હોય તો હું સ્થાપનાચાર્યને ભાવપૂર્વક વંદન કરીને બેસું. ચિત્ત સ્વસ્થ બને. ને ઉપરથી કરુણા વરસતી હોય તેમ લાગે. અઘરી લાગતી પંક્તિ તરત જ બેસી જાય. ૨૦૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ બહુમાનપૂર્વક વાંચેલુ હોય તો જ પંક્તિનું રહસ્ય હાથમાં આવે. • વિવિદિષા એટલે તત્ત્વચિન્તન માટેની તીવ્ર ઈચ્છા ! જિજ્ઞાસા. આ હોય ત્યારે શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઊહ-અપોહ અને તત્ત્વનો અભિનિવિશ (આગ્રહ). બુદ્ધિના આ આઠ ગુણો પ્રગટે. ઊહ એટલે સમન્વય અથવા સામાન્ય જ્ઞાન. અપોહ એટલે વ્યતિરેક અથવા વિશેષ જ્ઞાન. ચિન્તન ઉપયોગી ક્યારે બને ? સત્શાસ્ત્રોમાં તત્ત્વનું નિરૂપણ હોય છે. ગુરુગમવડે તે રહસ્યો ખુલે છે. તેનું ચિંતન જીવને ઉપયોગી છે. ક્યારે ? જો તે સાધક એકાંતમાં છે તો આત્મભાવમાં સ્થિર થાય છે. અને વ્યવહારમાં છે તો મનના વિચારને, વાણીના વ્યાપારને શારીરિક ક્રિયાને તત્ત્વમય રાખે છે. અર્થાત અશુભ હો કે શુભ તેને નથી શોક કે નથી હ તે તો આત્મામાં સંતુષ્ટ છે. જો આ યોગોમાં તે જાગૃત નથી તો તેની તત્ત્વદષ્ટિ શુષ્ક છે, જે ભવસાગર તરવામાં પ્રયોજાભૂત બનતી નથી. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૦૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ R આ. વદ-૧૧ ૨૩-૧૦-૨૦૦૦, સોમવાર ચિત્તમાં પ્રસન્નતાનો સંબંધ રાગાદિની મંદતા સાથે છે. (૧૮) સરનાdi | છે. ભગવાન કેટલાકને સૂર્ય જેવા પ્રકાશે, કેટલાકને દીપક જેવા પ્રકાશે. જેવી જેની યોગ્યતા. વરસાદ સરખો જ પડે છે. તમારા મટકા પ્રમાણે જ તમે પાણી ભરી શકો. વરસાદ સરખો જ પડે છે. તમે ખેતરમાં જ વાવો તેને ઊગાડે : ઘઉં હોય કે બાજરી ! બાવળ હોય કે આંબા ! પાણીને કોઈ પક્ષપાત નથી. ભગવાનની વાણીને પણ કોઈ પક્ષપાત નથી. તમારી યોગ્યતા પ્રમાણે તે પરિણમે. ભગવાનની વાણીથી શ્રી સંઘમાં શક્તિનો સંચાર થાય છે. આજે પણ એ શક્તિ કાર્ય કરી રહી છે. ભગવાન ભલે મોક્ષમાં ગયા હોય, શક્તિરૂપે અહીં જ છે. ભગવાન જ અભય ૨૦૪ * * * * * * * * = * * કહે. Page #237 -------------------------------------------------------------------------- ________________ આદિ આપે. અહીં ભગવાનનું સ્વયં કર્તુત્વ ભલે ગૌણ હોય, પણ ભક્ત માટે ભગવાનનું કર્તુત્વ જ મુખ્ય છે. ભોજન તરફથી સ્વયં કર્તુત્વ ભલે ગૌણ હોય. કારણ કે ભોજન બનાવવાની, ચાવવાની, પચાવવાની બધી જ ક્રિયા આપણે જ કરી છે. ભોજન પોતાના તરફથી સંપૂર્ણ નિષ્ક્રિય છે. છતાં ભોજને જ તૃપ્તિ આપી એવું આપણે નથી માનતા? પાણીએ જ તરસ છીપાવી, એવું નથી માનતા ? ભોજન અને પાણી વગેરેમાં નિમિત્તની મહત્તા સ્વીકારીએ છીએ, માત્ર ભગવાનમાં આ વાત સ્વીકારતા નથી. ભગવાન ભલે સ્વયં તરફથી નિષ્ક્રિય છે, છતાં આપણા માટે એ જ મુખ્ય છે. ભોજન સિવાય તમે પત્થર વગેરેથી ભૂખ ન ભાંગી શકો. પાણી સિવાય તમે પેટ્રોલ વગેરેથી તરસ ન છિપાવી શકો. ભગવાન વિના તમે અન્યથી અભય આદિ ન પામી શકો. - શરણાગતિ અદ્ભુત પદાર્થ છે. ગુરુ પાસે કેવલજ્ઞાન ન હોય છતાં તેમના શરણે આવેલો કેવળજ્ઞાન પામી શકે. છબસ્થ ગૌતમસ્વામીના ૫૦ હજાર શિષ્યો કેવલજ્ઞાન પામી ગયેલા. ગુરુનું શરણ પણ આટલું સામર્થ્ય ધરાવતું હોય તો ભગવાનનું શરણું શું ન કરે ? તમે કહેશો : તો પછી ભગવાનના શરણે રહેલા ગૌતમસ્વામી સ્વયં કેવળજ્ઞાન કેમ ન પામ્યા ? ગૌતમસ્વામીને ભગવાનની ભક્તિ જ એટલી મીઠી લાગી કે એમને કેવળજ્ઞાનની ખાસ પડી ન્હોતી. “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.” એ પંક્તિનું તેઓશ્રી જીવંત દૃષ્ટાંત હતા. પોતાના જીવનથી કદાચ આપણા જેવાને તેઓ એમ સમજાવવા માંગે છે : તમે ગુરુભક્તિ પાછળ બધું જ ગૌણ કરજો. એક ગુરુ-ભક્તિ હશે તો બધું જ મળી જશે. ભગવાન ભયભીત પ્રાણીને અભય આદિ આપનારા છે. બહારના ભયોથી જ નહિ, અંદરના રાગ-દ્વેષ આદિથી જીવ ખૂબ પરેશાન છે. બહારના ભયો પરેશાન ન જ કરી શકે, જો અંદર રાગ-દ્વેષ ન હોય. રાગ-દ્વેષાદિ જ મુખ્ય વિદ્વલ * * * * * * * * * * # # ૨૦૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ કરનારા પરિબળો છે. જેના એ ખતમ થઈ ગયા કે મંદ થઈ ગયા તે તો ગમે તેવા પ્રસંગમાં અભય રહે, ગમે તેવી ઘટનામાં સ્વસ્થ રહે. મૃત્યુથી પણ તેને ભય ન હોય. આનંદઘનજીની જેમ તે બોલી શકે : “અબ હમ અમર ભયે ન મરેંગે.' જેટલા અંશે ભગવાનની શરણાગતિ આવતી જાય, તેટલા અંશે આપણે રાગાદિ પરિબળોથી મુક્ત થતા જઈએ. - શશિકાન્તભાઈ : શરણાગતિ તો સંપૂર્ણ હોય ને ? આંશિક શરણાગતિ શી રીતે હોઈ શકે ? પૂજ્યશ્રી : એવું નથી. જીવો પોતાની યોગ્યતા પ્રમાણે શરણાગતિ સ્વીકારતા હોય છે. સંપૂર્ણ શરણાગતિ ઘણી દૂરની ચીજ છે. જેમ જેમ ભક્ત ભગવાનનું શરણ સ્વીકારતો જાય તેમ તેમ તે ભગવાનની શક્તિનો અનુભવ કરતો જાય, પોતાની અંદર રાગાદિને મંદ થતા જોતો જાય, ચિત્તમાં પ્રસન્નતા વધી રહી છે, તેમ પણ તેને પ્રતીતિ થતી જાય. ચિત્તમાં પ્રસન્નતાનો સંબંધ રાગાદિની મંદતા સાથે છે. રાગાદિની મંદતાનો સંબંધ શરણાગતિ સાથે છે. ભગવાન તત્ત્વદર્શન આપીને શરણું આપે છે. ભગવાનનું તત્ત્વ પામેલો જીવ આથી જ ભયંકર વ્યાધિ વચ્ચે પણ સમાધિમાં મગ્ન હોય, ભગવાન તમારા હૃદયમાં તત્ત્વજ્ઞાનની સ્થાપના કરીને શરણ આપે છે, હાથ પકડીને નહિ. શુશ્રુષા આદિ બુદ્ધિના આઠ ગુણોથી જ ભગવાનનું તત્ત્વ પામી શકાય છે. ભગવાનનું તત્ત્વજ્ઞાન તમે બીજાને આપતા રહો. ભક્તનું આ જ કામ હોય છે : ભગવાન પાસેથી લેતો રહે છે ને જિજ્ઞાસુઓને આપતો રહે છે. બુદ્ધિના આઠ ગુણો એમને એમ નથી મળતા, મહાપુણ્યોદયે મળે છે. બુદ્ધિનો એકેક ગુણ મળતો જાય ને અનંત-અનંત પાપના પરમાણુઓનો વિગમ થતો જાય, એમ આગમપુરુષો કહે છે, એમ પૂ. હરિભદ્રસૂરિજી અહીં કહે છે. છે. સંસ્કૃત પર ગુજરાતી ટબ્બાઓવાળી કૃતિઓ ઘણી ૨૦૬ * * * * * * * * * * * * કા Page #239 -------------------------------------------------------------------------- ________________ હશે, પણ ગુજરાતી કૃતિ પર સંસ્કૃત ટીકા હોય તેવો એક જ ગ્રન્થ છે : દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.' “જૈનોમાં કોઈ વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થો નથી. જૈન સાધુઓ માત્ર રાસડાઓ ગાય છે.” જૈનેતરોએ કહેલા આક્ષેપોના જવાબમાં આ ગ્રન્થ પૂ. ઉપા. યશોવિજયજીએ બનાવ્યો હતો. - મોહનીય, જ્ઞાનાવરણીય આદિ ચારેય ઘાતી કર્મોનો વિગમ થાય ત્યારે જ બુદ્ધિના આઠ ગુણો મળે છે. ઘાતી કર્મોના વિગમ વિના પણ બુદ્ધિના આઠ ગુણો છે, એમ જણાય ખરું, પણ એ આભાસ સમજવો. બહારથી સમાન દેખાય, પણ ફળમાં ઘણો ફરક પડે. અહીં નિર્મળ બુદ્ધિની વાત છે. ઘાતી કર્મોની મંદતા વિના બુદ્ધિમાં નિર્મળતા પ્રગટતી નથી. મોહયુક્ત બુદ્ધિ મહત્ત્વાકાંક્ષાથી ભરેલી હશે : હું બરાબર ભણીશ તો લોકો મારી પૂજા કરશે, પૂજા કરશે, નહિ ભણું તો કોણ પૂછશે ? કર્મ-ક્ષય કે આત્મ-શુદ્ધિનો કોઈ આશય ત્યાં જોવા નહિ મળે. આ વાતને પૂ. હરિભદ્રસૂરિજી કહે છે કે અન્ય આધ્યાત્મિક આચાર્યોએ (યોગિમાર્ગ પ્રણેતા અવધૂત આચાય) સ્વીકારી છે. પુસ્તક “કહ્યું કલાપૂર્ણસૂરિએ કહ્યું. અનુભવની 9 અટારીએથી આલેખાયેલ પુસ્તકોનો અનુભવ શું જણાવીએ ? પુસ્તક જ આદરણીય બની જાય છે. - સાધી શશિપ્રભાશ્રી સુરત કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * F = * * * * * * * * * * ૨૦૦ Page #240 -------------------------------------------------------------------------- ________________ 9 કલાક આ. વદ-૧ ૨ ૨૪-૧૦-૨૦૦૦, મંગળવાર મલિત ચિત્ત ભગવાનના શરણથી જ નિર્મળ બને. - ભગવાનનું અનન્ય શરણ લઈને સાધના કરીએ તો મોક્ષને સિદ્ધ કરી આપનારી તાકાત અહીં જ મળે. મલિનતાના કારણે ચિત્ત ચંચળ રહે છે. મલિનતા મોહના કારણે આવે છે. મલિન ચિત્ત ભગવાનના શરણથી જ નિર્મળ બને. નિર્મળતા આવતાં જ ચિત્ત સ્થિર બનવા માંડે. સ્થિરતાનો સંબંધ નિર્મળતા સાથે છે. ચંચળતાનો સંબંધ મલિનતા સાથે છે. ચંચળતા પર-ઘરમાં લઈ જાય છે. નિર્મળતા સ્વ-ઘરમાં લઈ જાય છે. આશ્ચર્ય છે ! આપણે સ્વઘરમાં જ જવા ઈચ્છતા નથી, પ૨ઘરને જ સ્વ-ઘર માની લીધું છે. પિયા ! પર-ઘર મત જાઓ.” એમ ચેતનને જ ઉદ્દેશીને કહેવાયું છે. ૨૦૮ * * * * * * * * * * * * * ? Page #241 -------------------------------------------------------------------------- ________________ ચેતન અત્યારે પુદ્ગલના ઘ૨માં ભટકે છે. ભગવાનનું શરણ જ પર-ઘરથી બચાવી સ્વ-ઘરમાં સ્થિર બનાવે. વિનયને સમજવા માટે જેમ ચંદાવિય છે, તેમ એક શરણાગતિ પદાર્થને સમજવા ચઉસરણપયન્ના છે. અજૈન અધ્યાત્મચિંતક અવધૂત આચાર્યે કહ્યું છે : ભગવાનના અનુગ્રહ વિના તત્ત્વશુશ્રુષા વગેરે બુદ્ધિના ગુણો પ્રગટતા નથી. પાણી, દૂધ અને અમૃત જેવું જ્ઞાન તેનાથી પ્રગટતું નથી. ભગવાનની કૃપા વિના ધર્મ સાંભળવાની ઈચ્છા ઊંઘ લાવવા રાજા કથા સાંભળે તેના જેવી છે. વિષય-તૃષ્ણાને દૂર કરનારું જ્ઞાન કર્મના વિશિષ્ટ ક્ષયોપશમથી જ જન્મે. અભક્ષ્ય (ગોમાંસ) અસ્પૃશ્ય (ચાંડાલ સ્પર્શ) ની જેમ તેવું જ્ઞાન (વિષય - તૃષ્ણાને વધા૨નારું જ્ઞાન) અજ્ઞાન જ કહેવાય. ભગવાનની શરણાગતિથી જ સાચું જ્ઞાન મળે. સાચા જ્ઞાનની નિશાની આ છે : વિષયો વિષ જેવા લાગે. અવિરતિ ઊંડી ખાઈ લાગે. અહીં સિદ્ધાચલ પર રામપોળ પાસે ઊંડી ખાઈ છે ને ? જોતાં જ કેવી બીક લાગે ? શરણાગતિનો અર્થ આ ઃ ભગવાન મારા પર કરુણા વૃષ્ટિ કરી રહ્યા છે, એવી અનુભૂતિ થાય. શરણાગતના હૃદયમાં મૈત્રીની મધુરતા હોય, કરુણાની કોમળતા હોય, પ્રમોદનો પરમાનંદ હોય, માધ્યસ્થ્યની મહેક હોય. આથી પ્રતીતિ થાય : મારા પર ભગવાન કૃપા વરસાવી રહ્યા છે. ભગવાનને કંઈક અર્પણ કરીએ તો જ ભગવાન તરફથી કૃપા મળે. કન્યા સાસરે જઈને શરણાગતિ સ્વીકારે તો તેને પતિ તરફથી બધું જ મળે છે. પતિને તે એટલી સમર્પિત થઈ જાય છે કે પોતાના સંતાનો પાછળ પણ પતિનું જ નામ લગાડે છે. ભક્ત ભગવાનની પ્રીતિમાં પોતાનું નામ, ભક્તિમાં પોતાનું રૂપ, વચનમાં પોતાનું હૃદય અને અસંગમાં પોતાનું કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૨૦૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ આત્મ દ્રવ્ય ભગવાનમાં ડૂબાવી દે છે. ભગવાનને તમે સંપૂર્ણ સમર્પિત બનો તે જ ક્ષણે પ્રભુ તમને પોતાનું સંપૂર્ણ સ્વરૂપ સમર્પિત કરી દે છે. કોઠીમાં રહેલા બીમાં વૃક્ષ ન પ્રગટી શકે. અશરણાગત આત્મામાં પ્રભુ કદી પ્રગટી ન શકે. શરણાગતિ વિના મોહનું સામ્રાજ્ય કદી ખતમ નહિ થાય. મોહમાં પણ મિથ્યાત્વ મોહનીય ભયંકર છે. મિથ્યાત્વ મોહનીયથી જીવ છતી આંખે આંધળો બને છે. બધી વાસનાઓનું મૂળ કારણ મિથ્યાત્વની અંધતા છે. એ અંધતાને ટાળનાર સદ્ગુરુ છે, ભગવાન છે. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન.' - પૂ. આનંદઘનજી. આ બધું બને પછી જ બોધિ મળે. શરણાગતિ વિના કદી બોધિ (સમ્યગ્ દર્શન) મળતું નથી. માટે જ ‘સરળવ્યાન' પછી ‘વોહિયાળું' લખ્યું છે. ભગવાનનું નિર્વાણ કલ્યાણક (દીવાળી) અને બેસતું વર્ષ નજીક આવી રહ્યા છે. દીવાળી અને નવા વર્ષનું જ આ ભેટણું પ્રભુ તરફથી મળ્યું છે, એમ માનજો. (૧૯) વોહિલ્યાનું । બોધિ એટલે જિન-ધર્મની પ્રાપ્તિ. ત્રણ કરણ પામીને રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ ભેદીને મળતું સમ્યગ્દર્શન તે બોધિ છે, જે શમ-સંવેગાદિ લક્ષણોથી જણાય છે. અન્યદર્શનીઓ આને (સમ્યગ્દર્શનને) ‘વિજ્ઞપ્તિ’ કહે છે. સમ્યગ્દર્શન પૂર્વે થતા ત્રણેય ક૨ણો સમાધિ સૂચક છે. સમાધિમાં મનનું (વિચારોનું) મૃત્યુ થઈ જાય છે, પણ ઉપયોગ કાયમ રહે છે. શરીરથી ખોરાકનો ખ્યાલ આવી જાય. ‘પીનો દેવત્ત: વિવા ન મુ' ‘જાડો દેવદત્ત દિવસે ખાતો નથી.’ તે ભલે દિવસે નહિ ખાતો હોય, પણ રાત્રે તો ખાતો જ હશે ! નહિ તો આટલી હૃષ્ટ-પુષ્ટતા ક્યાંથી ? જાડો માણસ જો એમ કહેતો હોય કે મેં ૨૦૦ ઉપવાસ કર્યા છે તો નક્કી કંઈક * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૨૧૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ આવું સમજવું : નહિ તો ઉપવાસની અસર શરીર પર કેમ ન જણાય ? શમ-સંવેગ એ મુખ્યતાની દૃષ્ટિએ ક્રમ છે. ઉત્પત્તિની દૃષ્ટિએ ઉત્ક્રમ સમજવો. એટલે કે પહેલા આસ્તિકતા પ્રગટે. પછી અનુકંપાદિ પ્રગટી છેલ્લે શમ પ્રગટે. અભય આદિ પાંચેય ઉત્તરોત્તર ફળરૂપે મળે છે. એટલે કે અભય મળે તેને ચક્ષુ મળે. ચક્ષુ મળે તેને જ માર્ગ મળે. માર્ગ મળે તેને જ શરણ મળે. શરણ મળે તેને જ બોધિ મળે. અભય ન મળે તેને ચક્ષુ ન જ મળે. ચક્ષુ ન મળે તેને માર્ગ ન મળે. એમ ઉત્તરોત્તર સમજવું. અભય જ ચક્ષુનું, ચક્ષુ જ માર્ગનું, માર્ગ જ શરણનું, શરણ જ બોધિનું કારણ બને છે. આત્મ-શક્તિ એક સમર્થ મહાપુરૂષમાં જેટલી શક્તિ પ્રગટ થઈ છે, તેટલી શક્તિ સામાન્ય મનુષ્યમાં પણ હોય છે. પરંતુ એ સમર્થ પુરૂષોએ ભૌતિક જગતના પ્રલોભનોમાં વેડફાઈ જતી શક્તિઓને અટકાવી આત્મ-સ્ફુરણા વડે પરમતત્ત્વમાં જોડી અને તેને પ્રગટ કરી. જ્યારે સામાન્ય મનુષ્યની શક્તિઓ જમીનમાં બીજ રોપ્યા પછી જળ સિંચન કે ખાતર નહિ આપેલા અનંકુરિત બીજ જેવી થઈ જાય છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * ૨૧૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ ભગવાતતો સહારો લઈને લડતારો ૨૧૨ 1) tap tes ]ps આ. વદ-૧૩ ૨૫-૧૦-૨૦૦૦, બુધવાર હરિભદ્રસૂરિજીનો પ્રયત્ન ભગવાન પ્રત્યે બહુમાન પેદા કરાવવા માટેનો છે. ભગવાન પ્રત્યે બહુમાનભાવ જાગી ગયો તો આગળની ભૂમિકાઓ સ્વયં સુલભ બનતી જવાની. સૈનિક, સેનાપતિ અને રાજાના બળથી નિર્ભય બનીને લડે છે. ભક્ત ગુરુ અને ભગવાનના બળથી નિર્ભય બનીને લડે છે. ભક્તને ભય કેવો ? ભગવાનનો સહારો લઈને લડનારો આજ સુધી કદી હાર્યો નથી. કોઈપણ દુર્વિચાર આવે તે ગુરુને જણાવો, ભગવાનને જણાવો. ગુરુ પાસેથી ઉપાય મળતાં જ ભય ભાગી જશે. અત્યારે ભલે દ્રવ્યથી દીક્ષા મળી ગઈ હોય, પણ * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #245 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક પાત્રતા તો અભય, ચક્ષુ આદિના ક્રમથી જ મળશે. અભય, ચક્ષુ આદિમાં ક્રમશઃ ક્ષયોપશમ-ભાવની વૃદ્ધિ થતી રહે છે. ક્ષયોપશમ-ભાવમાં ન સમજો તો હું કહીશ : આત્માની શુદ્ધિ વધતી રહે છે. ક્ષયોપશમની વૃદ્ધિ નિરંતર થવી જોઈએ. વચ્ચે તમે અટકી જાવ તે ન ચાલે. પગથીઆમાં રોકાતા-રોકાતા ચાલો તો ઉપર ક્યારે પહોંચો ? આપણી આ તકલીફ છે : થોડુંક કરીને મૂકી દઈએ છીએ. ધર્મ-ક્રિયામાં સાતત્ય નથી રહેતું. સાતત્ય વિના સિદ્ધિ કેવી ? સાતત્ય સિદ્ધિદાયમ્ | ક્યારેક સાધક એકાંગી બનતાં પણ તકલીફ ઊભી થઈ શકે છે. ક્યારેક કોઈક જ્ઞાનમાં પડે છે તો ક્રિયા છોડી દે છે. ધ્યાનમાં ડૂબે છે તો ગુરુને છોડી દે છે. આમ એકાંગી બનવાથી પણ સફળતા ન જ મળે. આત્મશુદ્ધિ વધતી જાય તેની નિશાની આ છે : ચિત્તમાં પ્રસન્નતા વધતી જાય, જીવનમાં મધુરતા વધતી જાય. આ ધીઠડા આત્માને વારંવાર સમજાવશો તો જ ઠેકાણું પડશે. નહિ તો જલ્દી પીગળે એવો આ જીવડો નથી. ખોરાકને તમે બરાબર ચાવો તો શક્તિ મળે. મને પોતાને વાપરતાં એક કલાક થાય. તત્ત્વજ્ઞાનને પણ આ રીતે ચાવો. એટલે કે ચિન્તન કરો. તો જ અંદર ભાવિત બનશે, પછી આત્મા ક્ષણે-ક્ષણે યાદ આવશે. આંખની કિંમત વધારે કે જોનાર આત્માની ? પગની કિંમત વધારે કે ચાલનાર આત્માની ? કાનની કિંમત વધારે કે સાંભળનાર આત્માની ? જેના કારણે આ આખી જાન નીકળી છે, એ વરરાજાને (આત્માને) આપણે ભૂલી ગયા નથીને ? છે. અહીં પરદર્શનીય ગોપેન્દ્ર પરિવ્રાજકના શબ્દો ટાંક્યા છે. ગોપેન્દ્ર પરિવ્રાજકને “માવપે' કહીને હરિભદ્રસૂરિજીએ સન્માન્યા છે. કેટલી વ્યાપક દૃષ્ટિ ? કેટલી * * * * * * * * * * * * ૨૧૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ ગુણદષ્ટિ ? ગોપેન્ટે કહ્યું છે : જયાં સુધી પ્રકૃતિનો અધિકાર અટકે નહિ ત્યાં સુધી ધૃતિ, શ્રદ્ધા, પ્રશમભાવ, તત્ત્વ – જિજ્ઞાસા, વિજ્ઞપ્તિ (બોધિ) વગેરે ગુણો પ્રગટે નહિ. કદાચ પ્રગટેલા દેખાય તો એ માત્ર આભાસ સમજવો. અસલી નહિ, નકલી ગુણો સમજવા. અભયથી ધૃતિ, ચક્ષુથી શ્રદ્ધા, માર્ગથી પ્રશમભાવ, શરણથી તત્ત્વ - જિજ્ઞાસા અને વિજ્ઞપ્તિથી બોધિ લેવાના છે. માત્ર શબ્દમાં ફરક છે. અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને બોધિના દાનથી જ આને ઉપયોગસંપદા કહેવાઈ છે. કોઈપણ વસ્તુ બીજાને કામમાં આવતી હોય તો જ એનું મૂલ્ય છે. ઉપયોગમાં ન આવે તેનું કોઈ જ મૂલ્ય નથી. બીજાને ઉપયોગી બનશો તો જ તમારી પાસે જે ગુણ-શક્તિ વગેરે હશે તે વધશે. ગુરુ-શિષ્યને જ્ઞાન આપે છે તો ગુરુનું જ્ઞાન ઘટશે કે વધશે ? પદાર્થમાં રસ છે, પણ જ્યાં સુધી જીભ સાથે તેનો સંસ્પર્શ ન થાય ત્યાં સુધી રસ અનુભવાતો નથી. ભગવાન કરુણાસાગર છે, અનંત ગુણોના ભંડાર છે, પણ હૃદયથી જ્યાં સુધી ભગવત્તાનો સંસ્પર્શ થતો નથી ત્યાં સુધી એ ભગવત્તા અનુભવાતી નથી. ભગવાનના ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વીજી, ૧ લાખ પ૯ હજા૨ શ્રાવક, ૩ લાખ ૧૮ હજાર શ્રાવિકાઓએ ભગવાનની ભગવત્તાનો અનુભવ કર્યો હતો. ભગવત્તાની અનુભૂતિ વિના આપણે સાચા અર્થમાં સંઘના સભ્ય બની શકીએ નહિ. ૨૧૪ * * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ = Page #247 -------------------------------------------------------------------------- ________________ આ. વદ-૩) ૨૭-૧૦-૨૦૦૦, શુક્રવાર અહંકાર દૂર થયા વિના ગુણાનુરાગ પ્રગટતો નથી. (૨૦) થમ્પયાdi | - સાક્ષાત્ ભગવાન મળી પણ જાય તોય શું થયું ? ભગવાનને ઓળખવા આંખ જોઈએ. ૩૬૩ પાખંડીઓ પણ ભગવાનને સાંભળે, પણ સાંભળ્યા પછી કહે શું ? આ તો આડંબર છે, આડંબર ! આડંબરથી અંજાઈ નહિ જવાનું ! ગોશાળો આમ જ કહેતો હતો ને ? મહાવીરને હું પહેલેથી ઓળખું છું. હું જયારે સાથે હતો ત્યારે એ સાચા સાધક હતા. હવે તો વાતાવરણ તદ્દન બદલાઈ ગયું છે. ન સાધના રહી છે, ન તપશ્ચર્યા ! હવે તો દેવાંગનાઓ નાચે છે, ચામરો વીંઝાય છે ! સિંહાસન પર બેસે છે ! વીતરાગીને આવો ઠઠારો શાનો ? ભગવાન મળ્યા પછી પણ * # # # # # # # # # x = ૨૧૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ઓળખનારી આંખ પાસે નહિ હોય તો કશું વળવાનું નથી. માટે જ વીરવિજયજી કહે છે : યોગાવંચક પ્રાણીઆ, ફળ લેતાં રીઝે; પુષ્કરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે. ભગવાનની દેશના સાંભળતાં યોગાવંચક આત્માને જ આનંદ આવે. ભવાભિનંદી તો મગશેલીઓ પત્થર છે. પુષ્કરાવર્ત જેવી દેશના પણ તેને ભીંજવી ન શકે ! બહુમાન વિના તમે ભગવાનની પણ દેશના સાંભળો તો પણ વ્યર્થ છે. જે કૃતિનું પણ તમારે રહસ્ય સમજવું હોય તો તેના કર્તા પ્રત્યે બહુમાન હોવું જ જોઈએ. પૂ. દેવચન્દ્રજી વગેરે પર બહુમાન ન હોય તો તેમની કૃતિઓનું હાર્દ નહિ જ સમજાય. ગુણ-બહુમાન મુક્તિનું દ્વાર છે. ગુણાનુરાગ કુલકમાં ત્યાં સુધી લખ્યું છે : ગુણ-બહુમાનીને તીર્થંકર સુધીની પદવીઓ પણ દુર્લભ નથી. અહંકાર દૂર થયા વિના ગુણાનુરાગ પ્રગટતો નથી. ભગવાનની સૌથી મોટી કૃપા આપણા અહંકારને દૂર કરે, એ છે. ઈન્દ્રભૂતિનો અહંકાર હટ્યો પછી જ તેઓ ભગવાનની ભગવત્તા જોઈ શક્યા. અહંકાર હટ્યા પછી જ ધર્મ-શ્રવણની યોગ્યતા પ્રગટે છે. અહંકારનું આવરણ જેમ જેમ દૂર થતું જાય તેમ તેમ તમને સામી વ્યક્તિના ગુણો દેખાતા જાય. જેમ જેમ ગુણો દેખાય તેમ તેમ તેના પ્રત્યે બહુમાન પ્રગટતું જાય, તે તે ગુણો તમારી અંદર પ્રગટતા જાય. દોષ તરત જ આવી જાય છે, ગુણો જલ્દી આવતા નથી, એનું એક જ કારણ છે : હૃદયમાં દોષો તરફ પક્ષપાત છે, બહુમાન છે, ગુણો ત૨ફ નથી. વ્યાકરણ, કાવ્ય, કોશ વગેરે શા માટે ભણવાના છે? વ્યાકરણ વ્યાકરણ માટે નથી ભણવાનું, કાવ્ય કાવ્ય માટે નથી ભણવાનું, પણ આગમમાં પ્રવેશ કરવા માટે આ બધું * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૨૧૬ *** Page #249 -------------------------------------------------------------------------- ________________ ભણવાનું છે. આગમનું જ્ઞાન પણ આત્મજ્ઞાન પામવા ભણવાનું છે. પ્રકરણ ગ્રન્થો તો આગમરૂપી સમુદ્રમાં જવા માટેની નાવડીઓ છે. માત્ર પ્રકરણ ગ્રન્થો ભણીને અટકી જવાનું નથી, આગમ-સમુદ્રનું અવગાહન કરવાનું છે. સંપૂર્ણ આગમો ભણી ન શકીએ કદાચ, આગમાનુસારી જીવન જીવી ન શકીએ કદાચ, પણ તેની ઈચ્છા પેદા થઈ જાય તો પણ કામ થઈ જાય. ઈચ્છા-યોગ પણ જેવી-તેવી ચીજ નથી. ભગવાન દેશના દ્વારા ધર્મ (શ્રાવક-સાધુનો ચારિત્ર ધર્મ) આપે છે. શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ કોને કહેવાય ? હરિભદ્રસૂરિજી કહે છે : (श्रावकधर्मः) अणुव्रतायुपासकप्रतिमागतक्रियासाध्यः साधुधर्माभिलाषातिशयरूपः आत्मपरिणामः, साधुधर्मः पुनः सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङ्ग्यः । सकलसत्त्वहिताशयामृतलक्षणः स्वपरिणाम एव । બાર અણુવ્રત, અગીયાર પ્રતિમા આદિ ક્રિયાઓથી સાધ્ય, સાધુધર્મની અભિલાષારૂપ આત્મપરિણામ તે શ્રાવક ધર્મ. સામાયિકાદિગત શુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થતો સકલ જીવોનું હિત થાય તેવા વિચારોથી ભરેલો આત્મપરિણામ તે સાધુધર્મ છે. @GM ? કહ્યું કલાપૂર્ણસૂરિએ' પુસ્તક મળ્યું. હજી તો હાથમાં જ લીધું છે પરંતુ, 'First Impression is last Impression...' પ્રથમ દષ્ટિએ જ પ્રભાવિક છે. - ગણિ રાજ્યાશવિજય સોમવાર પેઠ, પુના છે . કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૨૧૦ Page #250 -------------------------------------------------------------------------- ________________ 1) - ભાવ હતું. ગૌતમસ્વામીનું અતંત લબ્ધિઓનું મૂળ ભગવાન પ્રત્યેનો સમર્પણ ૨૧૮ સંવત ૨૦૫૭ કા. સુદ-૧ ૨૮-૧૦-૨૦૦૦, શનિવાર નૂતન વર્ષ પ્રારંભ... આજથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. ચતુર્વિધ સંઘની આરાધના નિર્વિઘ્ન થાય માટે આપણે ત્યાં નવસ્મરણ સંભળાવવાની પરંપરા છે. પવિત્ર ગિરિરાજની છાયામાં નૂતન વર્ષે માંગલિક સાંભળવું પરમ સૌભાગ્ય માનજો . ધ્યાનથી સાંભળજો. આ શબ્દોમાં એવી તાકાત છે, જે જીવનને મંગલમય બનાવે. (નવ સ્મરણ પછી) પૂજ્ય આચાર્યદેવ શ્રી ક્લાપ્રભસૂરિજી : ભગવાન પ્રત્યેના ભક્તિ * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #251 -------------------------------------------------------------------------- ________________ ભાવથી શ્રી ગૌતમસ્વામી અનંત લબ્ધિધર બન્યા હતા. શ્રી ગૌતમસ્વામી સૌના હૃદયમાં વસેલા છે. એમનું નામ મંગલરૂપ ગણાય છે. એમનું નામ લેવા માત્રથી વિઘ્નો દૂર થાય, કાર્ય સફળ થાય છે. ગૌતમસ્વામી પાસે સૌથી મોટી લબ્ધિ સમર્પણની હતી. અનંત લબ્ધિનું મૂળ ભગવાન પ્રત્યેનો સમર્પણભાવ હતો. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરિજી : આજે નૂતન વર્ષે નવસ્મરણ, ગૌતમસ્વામીનો રાસ વગેરે સાંભળ્યું. સર્વ વિઘ્નોનો નાશ કરનાર નવસ્મરણ પાસે હોવા છતાં આપણે બીજે દોડીએ છીએ. કેટલાક સ્મરણો તો સંઘને નિર્વિઘ્ને આરાધના કરાવવા જ રચાયેલા છે. ઉવસગ્ગહરંમાં ભગવાન પાસે ગણધરોની માંગણી છે : હે ભગવન્ ! મને બોધિ આપો. સાચે જ ભગવાનના પ્રભાવ વિના ગણધરોને પણ બોધિ મળતી નથી. કોઠીમાં રહેલું બીજ પોતાની મેળે ન ઊગે, તેમ ભગવાન વિના આપણી ભગવત્તા કદી ન જ પ્રગટે. અનેક જન્મોમાં એકત્રિત કરેલા પુણ્યથી જ આવો ધર્મ આવા ભગવાન મળ્યા છે ! કેવી ભૂમિકા પર આપણે આવી ગયા ? અમને સંયમ મળ્યું. તમને એની અભિલાષા મળી. આ ઓછી વાત છે ? ભવિષ્યના સાધુ આદિ આ સંઘમાંથી જ ઉત્પન્ન થવાના ને? માટે જ સંઘ ગુણરત્નોની ખાણ છે, ભગવાનને પણ નમનીય છે. આજના દિવસને મંગલમય બનાવવો હોય તો તમે કોઈને કોઈ નિયમ અવશ્ય લેજો . તમે પ્રતિજ્ઞા લેશો એ જ ગુરુ-દક્ષિણા હશે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૨૧૯ Page #252 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૧૭ કા. સુદ-૧ ૨૮-૧૦-૨૦૦૭, શનિવાર ભગવાન પ્રત્યે બહુમાન વધતું જાય તેમ તેમ સંસાર ટૂંકો થતો જાય. અનેક જન્મોના એકત્રિત થયેલા પુણ્યોદયે આ શાસન મળ્યું છે. શાસન પ્રત્યે બહુમાન જાગે તે મોક્ષની નિશાની છે. સર્વ ગુણો માં મુખ્ય ગુણ ભગવાન અને ભગવાનના શાસન પ્રત્યે બહુમાન જાગવું તે છે. ભગવાન પર બહુમાન એટલે ભગવાનની અચિંત્ય શક્તિ અને ભગવાનના અનંત ગુણો પર બહુમાન છે ! શાસ્ત્રો દ્વારા ભગવાનની મહત્તા જણાતી જાય તેમ તેમ આપણો આત્મા વધુ ને વધુ નમ્ર બનતો જાય. આથી પુણ્ય પુષ્ટ થતું રહે, આત્મા શુદ્ધ થતો રહે. બાળપણમાં ભગવાન આપણને કેવા લાગતા હતા ? જીવ વિચાર, Page #253 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક સૂત્રોના અર્થો જાણ્યા પછી ભગવાનની ઓળખ વિશેષ થઈને ? અરિહંતના બાર, સિદ્ધના આઠ વગેરે ગુણો જાણવા મળતાં એમના પ્રત્યે વિશેષ બહુમાન થતું ગયું. આવા ભગવાનના આગમો કેવા હશે ? તેમ જાણવાની ઈચ્છા વધતી ગઈ. બહુમાન બે પ્રકારે : (૧) હેતુ બહુમાન : ભગવાનના અતિશયો વગેરે પર બહુમાન. (૨) સત્ય બહુમાન : ભગવાનની આત્મ – સંપત્તિ પર બહુમાન. ઈન્દ્રભૂતિમાં પ્રથમ તો હેતુ - બહુમાન જ થયેલું. પછી આત્મસંપત્તિ જાણતાં સત્ય બહુમાન પેદા થયેલું. હેતુ સત્ય બહુમાનથી રે, જિન સેવ્યા શિવરાજ' - પૂ. દેવચન્દ્રજી. જેટલું બહુમાન જાત અને જાતની શક્તિઓ પર છે. તેટલું બહુમાન ભગવાન પર ક્યાં છે ? અહંને એટલો મોટો બનાવી દીધો છે કે આપણને બધા જ વામણા લાગે છે. કોઈને નમવાનું મન થતું નથી. હું અને કોઈને નમું ? હદ થઈ ગઈ ! આવો વિચાર બાહુબલી જેવાને પણ આવી ગયેલો. ચરમ શરીરીને પણ આવો વિચાર નડતો હોય તો આપણે કઈ વાડીના મૂળા ? એમણે તો એ અહંને ફગાવી દીધો. આપણે એને (અહંને) પંપાળી રહ્યા છીએ. સંજવલન અહં ૧૫ દિવસથી વધુ ન ટકે. જીવનભર અહં રહેતો હોય તો એ અનંતાનુબંધી ન કહેવાય ? ભગવાન આગળ પણ અહં ન જાય તો બીજે ક્યાં જવાનો ? 5 આજે બેસતું વર્ષ છે. અહીં આવ્યા ત્યારથી (ચૈત્ર મહિનાથી) લગભગ વાચના ચાલુ રહી છે. તબીયત આદિના કારણે કદાચ કોઈ દિવસ બંધ રહી હોય તો જુદી વાત છે. હું તો રોજ ગણ્યા કરું : કેટલો સમય ગયો ? હવે કેટલા કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * * * * ૨૨૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ રહ્યા ? હું ૧૯૮૦માં જન્મ્યો કદાચ હું ૧૦૦ વર્ષ પણ ટકું તોય ૨૪ વર્ષથી વધુ ન રહું ને ? પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ ૨૪ તો પાકાને ? આપ તો વચનસિદ્ધને ? પૂજ્યશ્રી ઃ વચનસિદ્ધ કદાચ હોઉં તો પણ બીજા માટે, મારા માટે નહિ. આના પરથી પ્રેરણા લેવાની છે. મરણની વિચારણા પણ કેટલા બધા અનર્થોથી બચાવી દે ? મને યાદ નથી : મેં બચપણમાં કોઈ ઝગડો કર્યો હોય. ન ઝગડો કરતાં આવડે, ન કરાવતાં આવડે. પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ ઝગડો શમાવતાં આવડે. - પૂજ્યશ્રી : કેટલાક એવા પણ હોય કે ઝગડો ન પણ શમાવી શકે. તે વખતે હું મારી અશક્તિ અને મારી ખામી જોઉં! તે વખતે હું યાદ કરું : “અત્રે પીવા મવા' __ 'येन जनेन यथा भवितव्यम् तद् भवता दुर्वारं रे' જે માણસની જેવી ભવિતવ્યતા હોય તેને ભગવાન અટકાવી શક્યા નથી, સમજાવી શક્યા નથી ત્યાં આપણે કોણ ? ભગવાન પ્રત્યેના બહુમાનની માત્રાથી જ આપણો સંસાર દીર્ઘ છે કે ટૂંકો છે, તે જાણી શકાય. જે જ્ઞાન મેળવવા વર્ષો સુધી મહેનત કરીએ તે ભક્તિથી સહજમાં મળી જાય, એવો મારો અનુભવ છે. સૂત્ર સામે આવતાં જ એનું રહસ્ય સમજાઈ જાય, એમાં હું પ્રભુની કૃપા જોઉં છું. જ્યારે બહુ ટેન્શનમાં હોઉં (ઔદયિક ભાવ તો ખરો ને ?) ત્યારે આવા સૂત્રો, શ્લોકો વગેરે ખૂબ જ ઉપયોગી બને. આપણે સૂત્રો, શ્લોકો વગેરે ભણ્યા ખરા, પણ ઉપયોગ કેટલો કરીએ ? આપણી આ જ મૂડી છે. કોઈ વેપારી જો મૂડીનું ધ્યાન ન રાખે તો તેના ‘ટાપરા” (છાપરા) ઊડી જાય. મૃત્યુ વખતે આ જ કામમાં આવવાનું છે. કોઈ પોટલા, પુસ્તકો કે શિષ્યો વગેરે કામ નહિ આવે. ૨૨૨ * * * * * * * * * * * * * કહે. Page #255 -------------------------------------------------------------------------- ________________ નક્કી કરી લો : આ જન્મમાં સમ્યગ્દર્શન મેળવવું જ પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ એના માટે કોર્સ બતાવી દો. એકાદ વર્ષમાં મેળવી લઈએ. - પૂજ્યશ્રી : એ તો મારા હાથમાં ક્યાં છે ? એક યથાપ્રવૃત્તિકરણનો જ કોર્સ એટલો લાંબો છે કે કદાચ અનંતા જન્મો નીકળી જાય. ચરમ યથાપ્રવૃત્તિકરણ આવ્યા પછી જ સમ્યગ્દર્શનની પૂર્વભૂમિકાનું નિર્માણ થાય. જયાં સુધી હૃદયની ધરતી ખેડીને તૈયાર ન કરીએ ત્યાં સુધી બીજની વાવણી શી રીતે થઈ શકે ? આજે સવારે જ મેં વાત કરેલી : કોઠીમાં રહેલા બી ન ઊગે તેમ ભગવાન વિના આત્મા પરમાત્મા ન બને. અનાજની વૃદ્ધિ કરવી હોય તો વાવવું જ પડે એટલું તો ખેડૂત પણ જાણે છે. બીજે વૃક્ષ અનંતતા રે, પ્રસરે ભૂ-જલ યોગ; તિમ મુજ આતમ સંપદા રે. - પૂ. દેવચન્દ્રજી આપણી શક્તિ પર જ એટલા મુસ્તાક છીએ કે ક્યારેય ભગવાન કે ગુરુની સમક્ષ ઝુકતા જ નથી. નમે કોણ ? ભગવાનના ગુણો સર્વત્ર વ્યાપ્ત છે. એ ગુણોનું ધ્યાન કરતાં સમપત્તિ થાય. પોતાના જ્ઞાનાદિને ભગવાનના ગુણોમાં એકમેક બનાવી દેવા તે સમાપત્તિ કહેવાય. પાણી દૂધમાં મળી ગયું પછી પાણી ક્યાં રહ્યું ? એ દૂધ બની ગયું. તે રીતે આત્મા ક્યાં રહ્યો ? એ સ્વયં ભગવાન બની ગયો. તે વખતે ધ્યાતાને અપૂર્વ આનંદ આવે છે. આવો ભાવ આ જન્મમાં મળી શકે છે. પૂરી સંભાવના છે. છતાં એ માટે પ્રયત્ન જ કોણ કરે છે ? માળા-કાઉસ્સગ વગેરે ક્યારે કરવાના ? ઊંઘ આવે ત્યારે. ઘરડો માણસ કુટુંબમાં નકામો ગણાય, તેમ કાઉસ્સગ આદિની પ્રક્રિયાને આપણે સાવ નકામી ગણી. આ જન્મમાં જો આ નહિ કરીએ તો ક્યારે કરીશું ? ગિરિરાજની ગોદમાં નવા વર્ષે આવો સંકલ્પ નહિ કરીએ તો x + = * * * * * * k ૨૨૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ ક્યારે કરીશું ? નિંદા વખતે લાલપીળો થઈ જનારો, વાતે-વાતે ગુસ્સો કરનારો હું છું. હવે મારે બદલવું છે. ભગવાનની ભક્તિના પ્રભાવથી હું બદલાઈશ જ.' - આવો સંકલ્પ કરો. ભગવાનની ભક્તિના પ્રભાવથી જીવો પ્રત્યેનો અદ્વેષ પ્રગટે જ. 'सर्वे ते प्रियबान्धवाः न हि रिपुरिह कोऽपि' - શાન્તસુધારસ. બધા તારા પ્રિયબંધુ છે. અહીં કોણ શત્રુ છે ? આવું બધું ભગવાનની ભક્તિ, ભગવાનના શાસ્ત્રો શીખવે છે. મોહ સામે આ વિચારો શસ્ત્રોનું કામ કરશે. શત્રુઓ આક્રમણ કરતાં હોય ત્યારે શસ્ત્રો બહાર નહિ કાઢનાર હારી જાય. આપણે શસ્ત્રો બહાર નહિ કાઢીને ઘણીવાર હાર્યા છીએ. ચારિત્રા - ધર્મ કેટલો દુર્લભ છે ? સમિતિ-ગુપ્તિ, પાંચ-મહાવ્રત એ વ્યવહાર ચારિત્ર છે. આ વ્યવહાર ચારિત્ર જ ભાવ ચારિત્રનું કારણ બનશે. આ વ્યવહાર ચારિત્ર છે. અંદર ભાવ ચારિત્ર માટે પાળવાનું છે, એ ભૂલાવું ન જોઈએ. ધ્યેય ભૂલાઈ જાય તો વ્યવહાર ચારિત્ર કાંઈ નહિ કરી શકે. જાણ ચારિત્ર તે આતમા, શુદ્ધ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ-વને નવિ ભમતો રે.” - પૂ. ઉપા. યશોવિજયજી. આ ભાવ-ચારિત્ર છે. પૂ. હરિભદ્રસૂરિજી તો ચારિત્ર અંગે કહે છે : सकलसत्त्वहिताशयामृतलक्षणः स्वपरिणाम एव । સર્વ જીવોના હિતપૂર્ણ આશયરૂપ અમૃત લક્ષણ આત્માનો પરિણામ જ ચારિત્ર છે. આધાકર્મી આદિ દોષમાં જીવોને કેટલી કિલામણા થશે ? હું સમિતિ આદિ બરાબર નહિ પાળું તો જીવોની કેટલી વિરાધના થશે ? - આવો જ આશય સાધુના હૃદયમાં રમતો હોય. ૨૨૪ * * * * * * * * * * કા Page #257 -------------------------------------------------------------------------- ________________ અમારા પૂ. રત્નાકર વિ. ક્યારેક દોષિત ઊકાળો લેવો પડે તો રડતા. એ ઊકાળો લેવા અમારે એમને મનાવવા પડતા અત્યારે તો છ-છ મહિના જોગ કરનારા, જોગ પૂરા થતાં જ નવકારશીમાં બેસી જતા જોવા મળે છે. પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ? ત્યારે પદવીનું લક્ષ્ય હતું ને ? પૂજ્યશ્રી : બાહ્ય પદવી માટે પ્રયત્ન કરો તે કરતાં મોક્ષ-પદવી માટે પ્રયત્ન કરો તો કામ થઈ જાય. પાંચ પદવી છે, તેમાં સાધુ-પદવી મળી જાય તોય કામ થઈ જાય. ૧૭૦ જિન વખતે પૂરા વિશ્વમાં ૯૦ અબજ સાધુ હોય. અત્યારે પણ વિશ્વમાં બે ક્રોડ કેવળી અને બે અબજ મુનિઓ છે. કેવળી પછી તરત જ મુનિઓની સંખ્યાની વાત જગચિંતામણિમાં કરી છે. બોલો આ મુનિ-પદવી કેટલી ઊંચી ગણાય ? અહીં જેટલા નવા દીક્ષિતો છે, જેઓ શ્લોકો વગેરે કંઠસ્થ કરી શકે તેવા છે, તેઓ સંકલ્પ કરે : “આ વર્ષે આટલા શ્લોક કંઠસ્થ કરવા છે.” વિ.સં. ૨૦૩૯ના અમદાવાદ ચાતુર્માસ વખતે બેસતા વર્ષે આ વાત મેં કરેલી ત્યારે એક સાધ્વીજીએ ૧૧ હજા૨ નવા બ્લોક કંઠસ્થ કરવાની બાધા લીધેલી. ને તે પૂરી પણ કરી. કયા-કયા ગ્રન્થ કંઠસ્થ કર્યા તેનું પુરું લિસ્ટ અમારા પર મોકલેલું. દિવસમાં દસ મિનિટ પણ સ્વાધ્યાયમાં સંપૂર્ણ એકાકાર બની જવાય તો પણ કામ થઈ જાય. પણ એ માટે ૧૦ કલાકની મહેનત જોઈએ. અણુવિસ્ફોટ એમને એમ નથી થતો. ' હવે દર્શનની શુદ્ધિ માટે કહું. ભક્તો માટે ટાઈમ તમે ઘણો કાઢો છો, ભગવાન માટે કેટલો કાઢો છો ? હું માત્ર બોલતો નથી. એવું કરીને બોલું છું. તમે જાણો છો : ભક્તિ માટે હું કેટલો સમય કાઢું છું. ભક્તિમાં સમય જાય છે, એમ હું નથી માનતો. હું તો એમ માનું છું ઃ આ જ સમય સફળ બને છે. આ બધું બળ * * * * * * * * * * * ૨૨૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ ભગવાન જ પૂરું પાડે છે. નહિ તો મારામાં શી શક્તિ ? ચારિત્રામાં જયણા વગેરે માટે પ્રયત્નશીલ બનજો. રત્નત્રયી શુદ્ધ બનશે તો મન શુદ્ધ બનશે. રત્નત્રયીની આરાધનામાં ઊજમાળ બનો તેવી આજના નવા વર્ષે શુભેચ્છા છે. તમે અભિગ્રહ લેશો તો એ જ ઉત્કૃષ્ટ ગુરુ-દક્ષિણા થશે. અભિગ્રહ પૂરો થાય ત્યારે મને જરૂર જણાવજો. - સંગીતકાર : અશોક ગેમાવત आज नये वर्ष के दिन आशीर्वाद लेने आया हूं - खुद गाडी चला कर आया हूं । बहुत गीत बनाये है गुरुदेव के । आज जो मुझे पसंद है, वह बोलूंगा । जो जिनशासन के काज कर दिया, अर्पण जीवन सारा નાપૂટૂરિઝી હમારા... फलोदी नगर में जन्म लिया है, पाबुदान का प्यारा । खम्मादेवी का प्यार मिला, अक्षय है आंखों का तारा । गुरु तीस वर्षकी वयमें बन गये, शासन का सितारा कलापूर्णसूरिजी हमारा... નિશ્ચય અને વ્યવહાર ભગવાને નિશ્ચય અને વ્યવહાર બે ધમાં ઉપદેશ્યા છે. તત્ત્વષ્ટિ/સ્વરૂપદૃષ્ટિ તે નિશ્ચય ધર્મ છે અને તે દૃષ્ટિ પ્રમાણે ભૂમિકાને યોગ્ય પ્રવૃત્તિ, આચારાદિ વ્યવહાર ધર્મ છે. બંને ધર્મ રથના બે પૈડા જેવા છે. રથ ચાલે ત્યારે બે પૈડા સાથે ચાલે છે. ૨૨૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ રામાપીર કા. સુદ-૨ ૨૯-૧૦-૨000, રવિવાર પ્રભુ પ્રત્યે આપણા હદયમાં અતુરણ પ્રગટે એટલે પ્રભૂતો અgગ્રહ આપણને મળે જ મળે. ૦ (૨૦) થમ્પયાઈi | તીર્થ અને તીર્થકર બન્ને તરણતારણ જહાજ છે. એનો અર્થ એ થયો કે ચતુર્વિધ સંઘનો પ્રત્યેક સભ્ય પણ તરણ-તારણ જહાજ છે. સુબુદ્ધિ મંત્રીએ પોતાના રાજાને જૈનધર્મપ્રેમી બનાવેલો તેવો ઉલ્લેખ આવે છે. મયણાએ શ્રીપાળને ધર્મમાં જોડેલો. બુદ્ધ-બોધિત બધા સાધુઓ થી પ્રતિબોધેલા હોય છે. સાધ્વીજીથી પણ પ્રતિબોધિત બને. એટલે ચતુર્વિધ સંઘનો એકેક સભ્ય તરણતારણ જહાજનું કાર્ય કરી રહ્યો છે. યોગ્યતા આવ્યા પછી ધર્મ આવતાં વાર નથી લાગતી. ગુરુ ગમે ત્યાંથી આવી જ જાય. ન આવે તો દેવો પણ વેગ આપી દે. રણસંગ્રામમાં અજિતસેન રાજાને = = = = = = = = = = = = ૨૨૦ Page #260 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય થયો તો દેવોએ વેષ આપેલો. જો કે તો પણ પૂર્વજન્મમાં ગુરુ ભગવાન વગેરે કારણ ખરા જ. હૃદયમાં ભગવાન પ્રત્યે અનુરાગ જાગે એટલે તરત જ ભગવાન તરફથી વહેતો અનુગ્રહનો પ્રવાહ આપણામાં આવવા લાગે જ. કાશીમાં ભણીને આવેલા, મોટા વાદીઓને હરાવનારા મહાન તાર્કિક પૂ.ઉપા. યશોવિજયજી જેવા જ્યારે ભગવાનની ભક્તિને સારભૂત ગણાવતા હોય ત્યારે વિચારવા જેવું નહિ ? આગમોદ્ધારક પૂ. સાગરજીએ કહેલું છે : ઉપા. યશોવિજયજીના ગ્રન્થોમાંથી એક અક્ષરની પણ ભૂલ ન નીકળી શકે. એ તો હરિભદ્રસૂરિજીના અવતાર હતા. રાગ એમને એમ ન જાય. કાંટો કાંટાથી જાય, તેમ રાગ રાગથી જાય. સંસારના રાગને પ્રભુનરાગમાં વાળવો, એ જ ભક્તિનું બીજ છે. ભગવાન પર બહુમાન જાગે તો ભગવાનના વચન પર પણ બહુમાન જાગે જ. તળે ગીતા તબ્બા' આ ભગવાનનું વચન છે. એટલે જ ભક્તિ આખરે વિરતિ તરફ લઈ જાય. (૨૧) થ યાdi | ભગવાન જીવોની ભવ્યતા (યોગ્યતા) મુજબ દેશના આપે, યોગ્યતાથી વધુ નહિ. આનંદ આદિ શ્રાવકો માટે ભગવાને કદી સર્વવિરતિનો આગ્રહ ન્હોતો રાખ્યો. - ભગવાન દેશનામાં શું કહેતા હશે ? હરિભદ્રસૂરિજીએ આપેલો નમૂનો જુઓ : પ્રવીણવિરોષે ભવ: | આ આખો સંસાર સળગતું ઘર છે. હૈદ્રાબાદમાં હું નાનો હતો ત્યારે પાંચ માળના એક થિયેટરમાં નીચે આગ લાગેલી. પાંચમે માળે લોકો સિનેમા જોતા હતા. તે વખતે લોકો શું કરે ? સિનેમા જોવા બેસે કે બચવાની કોશીશ કરે ? સંસાર બળતું ઘર છે. એમ હજુ લાગ્યું નથી. લાગે તો એક ક્ષણ પણ શી રીતે રહી શકાય ? * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૨૨૮ * * * * * * * * * * Page #261 -------------------------------------------------------------------------- ________________ ચારે બાજુથી ભય લાગતો હોય ત્યારે જ સાચા અર્થમાં શરણું સ્વીકારવાનું મન થાય. મને પોતાને ગૃહસ્થપણામાં બે-ચાર વર્ષ સુધી આવો અનુભવ થયેલો. સંસારમાં રહું ખરો, પણ વેદના પારાવાર ! છકાયની હિંસા ક્યાં સુધી કરવાની ? મનમાં સતત વેદના રહેતી ! આવા ભાવ સાથે દીક્ષા લીધી હોય તો અહીં આવ્યા પછી છકાય પ્રત્યે કેટલો પ્રેમ ઊભરાય ? निवासः शारीरादिदुःखानाम् । ૦ આ સંસાર તો શારીરિક આદિ દુઃખોનો નિવાસ મદ્રાસમાં હતા ત્યારે એવા કેટલાય કેસો જોવા મળતા, જે જોતાં હૃદય કમકમી ઊઠે. આઠ વર્ષના બાળકને કિડની ફેલ ! એક વર્ષના બાળકના હૃદયનું વાલ્વ કામ ન કરે ! કોઈ બાળકને પોલિયો ! આપણે બધા રોગ લઈને જ જન્મતા હોઈએ છીએ. રોગ નથી આવતો એ મહાપુણ્યોદય માનજો. અયોગ્ય જીવ જરા સમજદાર થાય એટલે માબાપને છોડી દે. અયોગ્ય વિદ્વાન થાય એટલે ગુરુને છોડી દે. અયોગ્ય પૂજનીય થાય એટલે ભગવાનને છોડતાં પણ વાર કેટલી ? રોહગુપ્ત, જમાલિ વગેરેએ આવું જ કરેલું ને ? જે ભગવાને દીક્ષા આપી, ૧૧ અંગ ભણાવ્યા, એ ભગવાનનું એક વાક્ય માનતાં શું તકલીફ હતી ? પણ મિથ્યાત્વ - યુક્ત અભિમાન અંદર બેઠો હોય ને ? એ એમ થવા ન દે. મારા પરમ ઉપકારી પૂ. રામચન્દ્રસૂરિજીના પ્રવચનોથી જ મને સંસારથી વૈરાગ્ય થયેલો. તેઓ આવો વૈરાગ્ય પમાડવામાં એક્કા હતા. રાજનાંદગાંવમાં પૂ. રૂપવિજયજી પાસે એમના જૈન પ્રવચનો આવતા. ગુજરાતી ના કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૨૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ આવડતું છતાં તે વાંચવા પ્રયત્ન કરતો. એ વાંચીને મને સંસારથી વૈરાગ્ય થયેલો. હરિભદ્રસૂરિજી કહે છે : યુ ફુદ વિ૬૫: પ્રારઃ યતઃ અતિદુર્ભમેય માનુષાવસ્થા ! અહીં વિદ્વાનોએ જરાય પ્રમાદ કરવા જેવો નથી. કારણકે આ મનુષ્ય અવસ્થા અત્યંત દુર્લભ છે. ૦ યોગદષ્ટિ સમુચ્ચયમાં ખાસ લખ્યું : અર્થીને જ આ ગ્રન્થ આપવો. આ લલિતવિસ્તરા માટે પણ પહેલા યોગ્યતા બતાવેલી જ છે. વેપારી માલ કોને આપે ? જરૂર હોય તેને જ. પરાણે વળગાડવા જાય તો કિંમત ઘટાડવી પડે. ચાલાક વેપારી ગ્રાહકના હૃદયમાં ઈચ્છા ઉત્પન્ન કરે. પૂજ્ય કલાપ્રભસૂરિજી : આપે આ બધું કરેલું ? પૂજ્યશ્રી : કરેલું નહિ તો જાણેલું તો ખરું જ. ન જાણીએ તો આ વાણિયાઓને શી રીતે સમજાવી શકાય ? આખરે તો આપણે વાણિયાના ગુરુ ખરાને ? अतिदुर्लभा इयं मानुषावस्था । અહીંથી ગયા પછી ફરી આ અવતાર મળવો આપણા હાથમાં છે ? તમે ભગવાન પાસે બોધિ માંગો પણ કાંઈ જ આરાધના કરો નહિ તો પેલા માણસ જેવા મૂર્ખ છો. જે થાળીમાં પડેલું જમતો નથી અને પછીના ભોજન માટે માંગણી કરતો રહે છે. ગૌતમસ્વામી પ્રમાદી હતા માટે ભગવાન તેને વારંવાર કહેતા હતા, એવું તો નથી લાગતુંને ? ભગવાન ગૌતમસ્વામીના માધ્યમથી સમગ્ર વિશ્વને કહેતા હતા. આ વાચના મારા માટે જ કહેવાઈ રહી છે, એમ માનીને સાંભળશો તો જ કલ્યાણ થશે. મને તો એકેક ક્ષણની ચિન્તા છે. તમને ન હોય એ બને. તમે નાની ઉંમરના ખરાને ? હજુ ઘણું જીવવાનું છે. ખરુંને ? प्रधानं परलोकसाधनम् । ૨૩૦ * * * * * * * * * * * * * Page #263 -------------------------------------------------------------------------- ________________ આવી ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી આ લોકની જ વાહવાહમાં પડ્યા રહ્યા, પરલોકની જરાય ચિન્તા ન કરી તો પછી થશે શું ? આ જીવન પરલોકપ્રધાન બનાવવું જ રહ્યું. परिणामकटवो विषयाः ।। પાંચેય ઈન્દ્રિયોના વિષયો પરિણામે કટુ ફળવાળા છે. આ ઈન્દ્રિયોના વિષયોમાં જો લેપાઈ ગયા તો સાધના શી રીતે થશે? विप्रयोगान्तानि सत्सङ्गतानि । સંયોગ માત્રની નીચે વિયોગ છૂપાયેલો છે. સંયોગમાં આનંદ માણ્યો તો વિયોગમાં આક્રંદ કરવો જ પડશે. આપણને ઈષ્ટનો વિયોગ દુઃખકર લાગે છે, પણ સંયોગ જ ઈષ્ટ ના માન્યો હોત તો વિયોગ દુઃખરૂપ લાગત ? પતિમયાતુર-વિજ્ઞાતવાતમઃ | આ આયુષ્યનો પરપોટો ગમે ત્યારે ફૂટી જાય તેમ છે. રોજ કેટ-કેટલાના મરણો સાંભળીએ છીએ ? આપણા મૃત્યુના સમાચાર પણ કોઈક સાંભળશે, એ વિચાર આવે છે ? પરમતત્ત્વનું ચિન્તન પરમતત્ત્વનું કે પરમાત્માનું ચિત્ત શુદ્ધ ભાવનું કારણ બને છે. અગ્નિમાં નાંખેલું સુવર્ણ પ્રતિક્ષણ અધિક - અધિક શુદ્ધ થતું જાય છે, તેમ પરમાત્માની ભક્તિમાં તેના ગુણ-ચિંતનમાં સાધક અખંડ ધારા રાખે તો તેનો આત્મા પણ વધુ ને વધુ શુદ્ધ થતો જાય છે. પ્રભુભક્તિનું આ યોગબળ સર્વત્ર અને સર્વદા જયવંતું વર્તે છે. - પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી ga * * * * = = * * * * * * * ૨૩૧ Page #264 -------------------------------------------------------------------------- ________________ કા. સુદ-૩ ૩૦-૧૦-૨૦00, સોમવાર ༢༤༤འའའ. એકડા વગરના હજારો મીંડાઓ મૂલ્ય - હીન ! ! છે ભગવાન વિતા હજારો ધર્માનુષ્ઠાનો મૂલ્ય - હીન ! * ગૃહસ્થો માટે ત્રણ કે પાંચ, પણ સાધુઓ માટે સાત વાર ચૈત્યવંદનનું વિધાન છે. સમ્યગૂદર્શનની શુદ્ધિ માટે આ વિધાન છે. સમ્યગદર્શન ન આવ્યું હોય તો મળે. મળેલું હોય તો વિશુદ્ધ બને. મોક્ષ આપણું અંતિમ સાધ્ય છે, પણ એ તો આ દેહ છૂટ્યા પછી, પણ આ જ જન્મમાં સાધવાનું શું છે ? સામાયિક - સમતાભાવ. સમતાભાવ જો ન સધાય તો મોક્ષ નહિ સધાય. સમતા તો જ મળશે જો ભગવાનની ભક્તિ હશે. માટે જ સામાયિક પછી ચઉવિસત્થો આદિ છે. સમતા સ્વ-બળે નથી મળતી, એ માટે ભગવાનને પ્રાર્થના પડે છે. માટે જ ચઉવિસત્થો વગેરે આવશ્યકો ૨૩૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #265 -------------------------------------------------------------------------- ________________ રાજાને ત્યાં વેઠ કરનારો જેમ વેઠ ઊતારે, તેમ આપણે આવશ્યકો પતાવી દઈએ છીએ, પણ એમાં જ સાધનાનો અર્ક સમાયો છે, એ સમજતા નથી. છ આવશ્યકોમાં સામાયિક તૃતિ છે. બીજા પાંચ ભોજન છે. ભોજન વિના તૃપ્તિ શી રીતે મળશે ? શરીરને તૃપ્તિ ભોજનથી મળે છે. આત્માને તૃપ્તિ ચઉવિસત્થો આદિથી મળે છે. શરીરનું ભોજન કદી ભૂલાતું નથી. આત્માનું ભોજન કદી યાદ આવતું નથી. આ આપણી મોટી કરુણતા છે. જાનમાં ગયા હો ને વરરાજાને જ ભૂલી જાવ ? અહીં વરરાજા (આત્મા) જ ભૂલાઈ ગયો છે. પ્રભુની મુદ્રા જોઈને સ્વ-આત્મા યાદ આવે : ઓહ ! મારું સાધ્ય આ છે ! મારું ભવિષ્ય છે. મારા વિકાસની પરાકાષ્ઠા આ છે. મારે ભગવાન બનવું છે. એકવાર આવી અંદરથી ઊંડી રુચિ પ્રગટે પછી બીજું બધું પોતાની મેળે થઈ પડે. (૨૧) થ યાdi | અવિનીત પુત્રને પિતાની સંપત્તિ ન મળે. આપણે અવિનીત હોઈએ તો ભગવાનની સંપત્તિ શી રીતે મેળવી શકીએ ? વિનીત બનતાં જ ભગવાન તરફથી એક પછી એક ભેટ મળવા લાગે છે. અભય, ચક્ષુ, માર્ગ, શરણ, બોધિ વગેરે બધું જ. ખરેખર તો ભગવાન આપવા તૈયાર જ છે. ભગવાન માત્ર આપણી યોગ્યતાની રાહ જોઈ રહ્યા છે. યોગ્યતા હોય તો જ ભગવાનની દેશના આપણને ફળે. જે ઘરમાં (સંસારમાં) હું છું તે સળગી રહ્યું છે, આવું જાણ્યા પછી ઊંઘતા માણસ સિવાય કોઈ ત્યાં રહી શકે નહિ. આપણે ઊંઘતા છીએ કે જાગતા ? સંસારની આ આગને સિદ્ધાન્ત-વાસનાના બળવાળી ધર્મમેઘની વૃષ્ટિ જ બુઝાવી શકે. સિદ્ધાન્તનો રસ જાગે તો સંસારનો રસ ઘટે જ. અત્યારે સંસાર (વિષય-કષાય)ની આગ સંપૂર્ણ તો બુઝાવી શકાય તેમ નથી. કારણકે ક્ષાયિકભાવ મળે તેમ નથી. * * * * * * * * * * * * ૨૩૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ અત્યારે તો ક્ષયોપશમ-ભાવથી ચલાવવું પડે તેમ છે. કષાયોને ઘટાડતા રહો. ઉપમિતિમાં ક્રોધને અગ્નિ, માનને પર્વત, માયાને નાગણ (યાદ રહે : નાગ કરતાં પણ નાગણ ભૂંડી છે. આવો માણસ વાતે-વાતે માયા કરે. એ કદી ઢોંગ છોડે નહિ. અમને ભણાવનાર પ્રજ્ઞાચક્ષુ આણંદજી પંડિતજી કહેતા : ઢોંગ, ધતિંગ અને પાખંડ) અને લોભને સાગર કહ્યો છે. સિદ્ધાન્તની વાસનાથી જ આ કષાયોની વાસના હટાવી શકીએ. કેવા શબ્દો વાપર્યા છે, અહીં હરિભદ્રસૂરિજીએ ? સ્વપર દર્શનનો કેટલો ગહન અભ્યાસ હશે એમનો ? ખરેખર હરિભદ્રસૂરિજી આગમ-પુરુષ હતા. જીવંત આગમ હતા. અનુભવી પુરુષ હોવા છતાં ક્યાંય વ્યવહારનું ઉલ્લંઘન એમણે કર્યું નથી. પૂ. હરિભદ્રસૂરિજી કહે છે : સંસારની આગ બુઝાવો, પણ આપણે તો આગ વધુ ભડકે બળે તેમ કરીએ છીએ. “આગ લાગી રહી છે.' – એવી પ્રતીતિ ગુરુ વિના થતી નથી. પણ ગુરુનું માને કોણ ? જમાનો તો એવો આવ્યો છે કે ગુરુનું શિષ્ય નહિ પણ શિષ્યનું ગુરુએ માનવું પડે છે ! આવા વાતાવરણમાં કલ્યાણ શી રીતે થાય ? પૂ. હરિભદ્રસૂરિજીએ સંસારની આસક્તિ છોડવા, અનિત્યતાને ભાવિત કરવા અહીં “મુ04માતાનુ' દષ્ટાંત આપ્યું છે. એટલે કે માણસ પાસે માળા અને ઘડાનું ઠીકરું બન્ને હોય. સાંજ પડતાં માળા કરમાઈ જાય તો દુઃખ નહિ થાય. કારણ કે માણસ જાણે છે : ફૂલોનું કરમાઈ જવું એ સ્વભાવ છે. પણ ઘડાનું ઠીકરું તૂટી જશે તો દુ:ખ થશે. કારણ કે તેમાં નિત્યતાની બુદ્ધિ છે. માળાની જેમ દરેક પદાર્થોમાં અનિત્યતાની બુદ્ધિ થવી જોઈએ. આમ થાય તો અવાસ્તવિક અપેક્ષા તરત જ છૂટી જશે. જ ૫૦ મીંડા છે. કિંમત કેટલી ? કંઈ જ નહિ. પણ આગળ એક એકડો લગાવી દો તો ? બધા મીંડા મહત્ત્વપૂર્ણ બની જાય. ૨૩૪ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * * * * * Page #267 -------------------------------------------------------------------------- ________________ આપણા બધા જન્મો એકડા વગરના મીંડા જેવા વ્યર્થ ગયા છે. સમકિત વિના બધું શૂન્ય છે. એમ મને સતત લાગ્યું છે. આથી જ મેં ભગવાનને પકડ્યા છે, ભગવાનના સાધુ અને ભગવાનનો ધર્મ પકડ્યો છે. એના વિના સમ્યગ્ દર્શન નહિ જ મળે એવી મને સતત પ્રતીતિ થતી રહી છે ને શાસ્ત્રથી એવી પુષ્ટિ મળતી રહી છે. ભગવાનને આપણી કોઈ અપેક્ષા નથી, ભગવાન પોતાની પૂજા થાય એવું ઈચ્છતા નથી, પણ એમની પૂજા વિના, એમનું શરણ લીધા વિના આપણો ઉદ્ધાર નહિ જ થાય, એ નક્કી છે. પર-કૃત પૂજા રે, જે ઈચ્છે નહિ રે.” - પૂ. દેવચન્દ્રજી. ભગવાનની શરણાગતિ સ્વીકા૨વા અહીં પૂ. હરિભદ્રસૂરિજી કહે છે : વિતવ્યHજ્ઞા – પ્રથાનેન ! ભગવાનને સામે રાખી આજ્ઞાપ્રધાન બનો. પ્રણિધાનને સ્વીકારો. પ્રણિધાન વિના બધું એકડા વગરના મીંડા જેવું છે. સાધુની સેવાથી ધર્મ-શરીરની પુષ્ટિ કરો. સાધુ-સેવાથી જ ધર્મમાં વૃદ્ધિ થશે. પછી શિખામણ આપતાં હરિભદ્રસૂરિજી કહે છે : થાય તો શાસનની પ્રભાવના કરજો. એ ન થાય તો શાસનની અપભ્રાજના થાય એવું તો કદી જ નહિ કરતા : રક્ષાર્થ प्रवचनमालिन्यम्। શાસનની અપભ્રાજનાથી આજ્ઞાભંગ, મિથ્યાત્વ, અનવસ્થા અને વિરાધના આ ચારેય દોષ લાગે, એમ છેદસૂત્રો વાંચવાથી સમજાશે. આવું વિધિનો આગ્રહી જ કરી શકે. આથી સર્વત્ર વિધિપૂર્વક જ પ્રવૃત્તિ કરવી. થોડું પણ થાય, પણ વિધિપૂર્વક થયેલું હશે તો અનંતગણું ફળ મળશે. વિધિ, સૂત્ર વિના જાણી ન શકાય. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * ૨૩૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ aak) સૂત્રોના એકેક અક્ષરમાં છૂપાયેલા છે. ૨૩૬ bicò કા. સુદ-૪ ૩૧-૧૦-૨૦૦૦, મંગળવાર આ વિષમ કાળમાં આ ગ્રન્થ (લલિત વિસ્તરા) ન મળ્યો હોત તો વીતરાગ પ્રભુની કરુણા કદાચ જલ્દી સમજી શકાત નહિ. આજે પણ જુઓ. આપણા સંઘમાં ભગવાન વીતરાગ તરીકે જેટલા પ્રસિદ્ધ છે, તેટલા કરુણાશીલ તરીકે નથી. આપણે પુરુષાર્થ કરીએ તો ભગવાન મળે એ બરાબર, પણ આપણા પુરુષાર્થને પણ પ્રેરણા આપનાર ભગવાન જ છે, એ સમજવું પડશે. અનંતા જન્મોનું પુણ્ય એકઠું થાય ત્યારે ભગવાનની કરુણા સમજાય, એટલું નક્કી માનજો. પ્રતિમાના દર્શન વખતે સાક્ષાત્ ભગવાનના દર્શન કરી રહ્યો છું, એવી બુદ્ધિ અગણિત પુણ્યના ઉદય * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ વિના નથી થતી. આથી જ રોજ દર્શન કરનારા આપણે સમ્યગદર્શન પામ્યા છીએ કે નહિ ? તે મોટો સવાલ છે. - સમ્યગ્દર્શનની નિશાની શી ? સતત આપણે દેહભાવમાં રહીએ છીએ કે આત્મ-ભાવમાં ? આ પ્રશ્નના જવાબથી સમ્યગ્રદર્શનની પ્રાપ્તિનો ખ્યાલ આવશે. ભગવાનનું દર્શન થયા પછી કાંઈ જોવું ગમે નહિ. એ સમ્યગદર્શનની નિશાની છે. ક્ષીરસમુદ્રનું પાણી પીધા પછી ખારું પાણી કોણ પીએ ? ગુલાબજાંબુ ખાધા પછી તુચ્છ ભોજન કોણ ખાય ? પરબ્રહ્મમાં મગ્ન થયેલાને સાંસારિક વિષયોમાં રુચિ શી રીતે થાય ? ભગવાનના ઉપકારો સાંભળવામાં રસ પડતો હોય તો પણ પુણ્યોદય સમજવો. આપણને વૈરાગ્ય (ભલે એ જ્ઞાનગર્ભિત હોય કે દુ:ખગર્ભિત) થયો તેમાં પણ ભગવાનનો જ પ્રભાવ છે, એ ભૂલશો નહિ. બધી જગ્યાએ થતી લાઈટનું મૂળ પાવરહાઉસ છે, તેમ સર્વત્ર દેખાતા શુભનું મૂળ ભગવાન છે. વચ્ચે કનેક્ષન ન હોય તો લાઈટ ન મળે. ભગવાન સાથે કનેક્ષન ન હોય તો ભગવત્તાની અનુભૂતિ ન થાય. અવિચ્છિન્ન ગુરુ-પરંપરાએ આપણને ઠેઠ ભગવાન સુધી જોડ્યા છે. અવિચ્છિન્ન ગુરુપરંપરા જ ભગવાન સાથે આપણું જોડાણ કરે છે. જ્યાં ભગવાનને નમસ્કાર થયો તે જ ક્ષણે ભગવાન સાથે અનુસંધાન થાય છે. ખૂટતા તમામ ગુણો ભગવાન પાસેથી જ મળશે, એવો ભાવ થાય તો ભગવાન સાથે અનુસંધાન થયા વિના ન રહે. આ સૂત્રો (આગમો) ભગવાન સાથે જોડનારા તંતુઓ છે. સૂત્રો એટલે જ દોરી ! નાનપણમાં દોરીથી માચીસના બોક્ષ બાંધી અમે રમત રમતા, તે યાદ આવી જાય છે. સૂત્ર તો ભગવાનની વાણી છે. ભગવાનની શક્તિના વાહક છે આ સૂત્રો ! સૂત્ર જો બરાબર ધારણ કરીએ તો સર્વત્ર ભગવાન દેખાશે. સૂત્રના એકેક અક્ષરમાં ભગવાન = = * * * * * * * = = ૨૩૭. Page #270 -------------------------------------------------------------------------- ________________ છૂપાયેલા છે. શસ્તવમાં “સર્વજ્ઞાનિયાય સર્વધ્યાનમાય, સર્વમાનમથાય, સર્વરચના' એમ એમ ને એમ નથી કહ્યું. ભગવાન તો સર્વ જીવોના નાથ થવા તૈયાર છે, પણ આપણે તેમનું શરણું સ્વીકારીએ તો. આપણું યોગક્ષેમ થતું નથી. કારણકે ભગવાનની શરણાગતિ આપણે સ્વીકારી નથી. “વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર.' - પૂ. આનંદઘનજી. અત્યારે જે ભગવાનની ઓળખ આપનારા ગ્રન્થો છે, તે આપણા માટે અદ્દભુત છે. એ ગ્રન્થો વાંચીએ તો પણ હૃદય નાચી ઊઠે, કર્તા જે ભાવથી શબ્દો છોડે તે જ ભાવો આપણા હૃદયને સ્પર્શે, આ નિયમ છે. એટલે જ જેમણે હૃદયમાં ભગવત્તાને અનુભવી છે, તેમના શબ્દો આપણા હૃદયને સ્પર્શ જ. પૂ. હરિભદ્રસૂરિજીના શબ્દો એટલે જ આપણા હૃદયને ઝંકૃત કરે છે. કારણકે તે અનુભૂતિના ઊંડાણમાંથી નીકળ્યા છે. ૦ પ્રવૃત્તિ, પાલન અને વશીકરણ - કોઈપણ પ્રતિજ્ઞામાં આ ત્રણ ચીજ જોઈએ. આ વાત ધમ્મસારહી ના પાઠમાં આવશે. એટલે જ કોઈપણ પ્રતિજ્ઞા લેતા પહેલા આ ત્રણ અંગે અવશ્ય વિચારવું. બ્રહ્મચર્યવ્રત તો લઉં છું, પણ હું પાળી શકીશ? તેવું મારું સત્ત્વ છે ? – એમ વિચારવું. આ વિધિ છે. સૂત્રવિધિથી આત્મભાવ જાણવા મળે છે. નિમિત્ત વગેરેની પણ અહીં અપેક્ષા રાખવાનું પૂ. હરિભદ્રસૂરિજી કહે છે. મારા આત્મામાં રાગ-દ્વેષ, મોહ, આ ત્રણમાંથી કયો દોષ વધુ છે ? કોઈ વખતે ચિત્ત એકદમ સંક્ષુબ્ધ બની જાય તો પણ ગભરાવું નહિ. એનો પ્રતિકાર વિચારવો. દા.ત. ભય દૂર કરવો હોય તો શરણું સ્વીકારવું. ‘મય સર પવહા ' - અજિતશાન્તિ. અભય આપનારા ભગવાનનું શરણું સ્વીકારતાં જ ભય ૨૩૮ * * * * * * * * * * * * Page #271 -------------------------------------------------------------------------- ________________ ભાગી જાય છે. કેટલાક તો એવા ડરપોક હોય કે પોતાના પડછાયામાં પણ ભૂત જુએ ને ડરે ! ભયમાં શરણ, રોગમાં ક્રિયા (ઈલાજ) અને વિષમાં મંત્ર - એ ઉપાય છે. 'सरणं भए उवाओ, रोगे किरिया विसंमि मंतो' તેમ રાગ-દ્વેષ આદિમાં પણ પ્રતિપક્ષી ભાવના ભાવવી તે ઈલાજ છે. હાર્ટ વગેરેના દર્દીઓ ખીસામાં જ ગોળી રાખીને ફરે. જરૂર પડે ને તરત જ ગોળી લઈ લે. આપણે પણ આ ચતુ શરણ, નવકાર વગેરેની ગોળી સાથે જ રાખવાની છે. સર્વ પાપરૂપી વિષનો નાશ કરનાર નવકાર છે. વિષ દ્રવ્યપ્રાણ હરે. રાગાદિ ભાવપ્રાણ હરે. એને દૂર કરનાર નવકાર છે. * દરેક ક્ષણે મૃત્યુ ચાલુ જ છે. સમયે-સમયે મૃત્યુ થઈ રહ્યું છે, એ સમજાય છે ? આપણે સમજીએ છીએ કે મોટા થઈ રહ્યા છીએ. આપણે સમજીએ છીએ કે મૃત્યુ ઠેઠ છેલ્લે આવશે, પણ આજે જ ભગવતીમાં આવ્યું ઃ આવીચિ મૃત્યુ સતત ચાલુ જ છે. ક્ષણે-ક્ષણે આપણે મરી રહ્યા છીએ. જે ક્ષણ ગઈ, એ ક્ષણ માટે આપણે મરી ગયા. સતત મૃત્યુ દેખાય તો અનાસક્તિ પ્રગટ્યા વિના રહે ? ૦. રાગ-દ્વેષાદિના નાશ માટે ઉદ્યમ કરવાથી સોપક્રમ કર્મોનો નાશ થાય. કદાચ નિસ્પક્રમ (નિકાચિત) કર્મ હોય તો પણ તેના અનુબંધો તો તૂટે જ. કર્મોથી ગભરાવવાની જરૂર નથી. કર્મથી ધર્મ બળવાન છે. દા.ત. તમને કોઈ પર ગુસ્સો આવ્યો. તમે તમારી ભૂલ માટે માફી માંગી લીધી. તો તમને હવે બીજી વાર ગુસ્સો નહિ આવે. ગુસ્સો વગેરે દૂર કરવાના આ ઈલાજો છે. જે ક્રોધાદિ માટે તમે પશ્ચાત્તાપ કરતા રહો છો, તે કર્મો અને તેના અનુબંધો તૂટતા જ રહે છે. જે ક્રોધાદિ માટે તમને પશ્ચાત્તાપ ન થાય, જે ક્રોધાદિ તમને ખટકે જ નહિ, પ્રત્યુત વધુ સારા જ લાગ્યા કરે, તે પાપો કદી નહિ જાય. એ બધા કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૩૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ નિરુપક્રમ સમજવા. અહીં કહે છે : છતાં તમે ભગવાનની કૃપાથી નિરુપક્રમ કર્મોના પણ અનુબંધો તોડી શકો છો. કર્મો તો ભગવાન જેવાને પણ નચાવે. એક ભગવાન મહાવીર દેવના જીવનમાં કેટલા ઉત્થાન-પતન જોવા મળે છે? ભગવાન જેવાને પણ કર્મો ન છોડે તો આપણે કોણ ? પણ કર્મો અને તેના અનુબંધો આપણે તોડી શકીએ છીએ, એ મોટું આશ્વાસન છે. (૨૨) થમનાય છે. ભગવાન ધર્મના નાયક છે, સ્વામી છે. તેના ચાર લક્ષણો (૧) તત્વશરમાવાન્ (૨) તકુત્તાવાઃ (૩) તાત્કામિનાર્ (૪) વિધાતાનુપપઃ | ભગવાને ધર્મનું એવું વિધિપૂર્વક પાલન કર્યું કે ધર્મ રાજી-રાજી થઈ ગયો, એમને વશ થઈ ગયો. નોકર સારું કામ કરે તો શેઠ રાજી ન થાય ? વશીકરણના પણ ચાર કારણો છે : (१) विधिसमासादनम् (२) निरतिचार पालनम् (3) यथोचितदानम् (४) दाने च अपेक्षाऽभावः (૧) ભગવાને આ રીતે વિધિપૂર્વક ધર્મ કર્યો છે. કંપનીને તમે વફાદાર રહો તો કંપની તમને શાની છોડે? ધર્મને વફાદાર રહેલા ભગવાનને ધર્મ શી રીતે છોડે ? (૨) ઉત્તમ ધર્મ - પ્રાપ્તિના ચાર કારણો. (૧) ક્ષાયિક ધર્મ પ્રાપ્તિ, (૨) પરાર્થ સંપાદન, (૩) હીન જીવોના ઉદ્ધાર માટે પણ પ્રવૃત્તિ, (૪) તથાભવ્યત્વ. (૩) ધર્મફળયોગના ચાર કારણો : સકલ સૌંદર્ય, પ્રાતિહાર્ય યોગ, ઉદાર ઋદ્ધિનો અનુભવ, તદાધિપત્ય. (૪) થયાતનાવ જુથબનત્વ - अधिकानुपपत्ति - पापक्षयभाव - अहेतुकविघातासिद्धि. ૨૪૦ મ ઝ = * * * * * * * * * * કહે, Page #273 -------------------------------------------------------------------------- ________________ કા. સુદ-૫ ૧-૧૧-૨000, બુધવાર ઘડાતી યાત્રા : માટીથી કુંભ સુધીની. આપણી યાત્રા : લિગોથી નિર્વાણ સુધીની. (૨૨) થમ્પનાયUi . » ખૂબ પરિશ્રમ કરી આગમો જીવનમાં આત્મસાતુ બનાવી અનુભવ રસનો આસ્વાદ પામીને આપણા સુધી આગમો પહોંચાડ્યા, તેમનો આપણા પર અસીમ ઉપકાર છે. સ્વરૂપ અને ઉપકાર - બન્ને સંપદાઓનું વર્ણન નમુત્થણમાં ગણધરો દ્વારા થયેલું છે, તેને પૂ. હરિભદ્રસૂરિજીએ બરાબર ખોલ્યું છે. નિગોદથી બહાર કાઢી ઠેઠ મોક્ષ સુધી પહોંચાડનાર ભગવાન છે. ભગવાન મોક્ષના પુષ્ટ નિમિત્ત છ કારક પણ એમાં ઉપકારી છ કારક કાર્ય-કારણ સ્વરૂપ છે. આ જ કારક વિના દુન્યવી કે કહે, * * * * * * * * * * ૨૪૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક કોઈ કાર્ય થઈ શકતું નથી. માટી, પિંડ, સ્થાસક વગેરે આકારો ધારણ કરી ઘડો બને તે પહેલા અગ્નિમાં તપે છે. નિગોદથી નિર્વાણ સુધીની આપણી યાત્રામાં આપણે પણ અનેક અવસ્થાઓમાંથી પસાર થવું પડે ઘડાની યાત્રા : માટીથી કુંભ સુધીની. આપણી યાત્રા : નિગોદથી નિર્વાણ સુધીની. કુંભાર વિના ઘડો ન બને. ભગવાન વિના મોક્ષ ન મળે. ગઈકાલે આપણે ભગવાન ધર્મનાયક છે, તેના ચાર મૂળ હેતુ જોયા. તેના અવાંતર ૪-૪ હેતુ પણ જોયા. (કુલ ૧૬ હેતુ થયા.). ધર્મનું વશીકરણ, ઉત્તમ ધર્મની પ્રાપ્તિ, ધર્મનું ફળ, ધર્મના ઘાતનો અભાવ – આ ચાર મૂળ હેતુ છે. જ ધર્મનું વશીકરણ ભગવાને શી રીતે કર્યું ? વિધિપૂર્વક નિરતિચાર ધર્મનું પાલન કરવાથી. યથોચિત દાન આપવાથી અને દાનમાં કોઈ પણ જાતની અપેક્ષા (ઈચ્છા) નહિ રાખવાથી ધર્મ ભગવાનનો સેવક થઈ ગયો. હું તને જ્ઞાન આપું. તું મારી સેવા કર.” આ ધર્મ નથી, સોદો છે. ભગવાને સંપૂર્ણ નિરપેક્ષ બની ધર્મની સાધના કરેલી. ભગવાને ઉત્તમ ધર્મની પ્રાપ્તિ કરેલી છે. તેના ચાર કારણો : (૧) ક્ષાયિક ધર્મની પ્રાપ્તિ, (૨) પરાર્થ સંપાદન, (૩) હીન વ્યક્તિને પણ સમજાવવા પ્રયત્ન કરવો, (૪) ભગવાનનું વિશિષ્ટ કોટિનું તથાભવ્યત્વ. બીજા કરતાં તીર્થકરનો ક્ષાયિકભાવ ઉત્કૃષ્ટ કોટિનો હોય. અરે બીજાના ક્ષાયિક સમ્યગૂ દર્શન કરતાં પણ ભગવાનનું ક્ષાયોપથમિક સભ્યન્ દર્શન ચડિયાતું હોય. માટે જ તેને વરબોધિ” કહેવાય. ભગવાનનો પરોપકાર સ્વભાવ નિગોદથી જ બીજરૂપે પડેલો હોય. એ જ આગળ વધતાં-વધતાં વિકાસ પામે. ૨૪૨ * * * * * * * * * * * * Page #275 -------------------------------------------------------------------------- ________________ પરાર્થની આટલી ભાવના ન હોય તો ચંડકોસિયા જેવા માટે ૧૫-૧૫ દિવસ સુધી ભગવાન ઊભા રહે ? કમઠને ઊગારવા આટલો પ્રયત્ન કરે ? ભગવાન પરાર્થવ્યસની છે. પણ આપણે સ્વાર્થ-વ્યસની છીએ. ભગવાનથી બરાબર સામે છેડે છીએ. હીન વ્યક્તિ પર પણ ભગવાનની પરોપકારની પ્રવૃત્તિ ચાલુ હોય. ઘોડા જેવાને પ્રતિબોધ આપવા ભગવાન પૈઠણથી ભરૂચ એક રાતમાં ૬૦ યોજનાનો વિહાર કરીને ગયેલા. પરાર્થની સહજ ભાવના વિના આવું શક્ય ન બને. ભગવાન જો ન ગયા હોત તો અશ્વમેધ યજ્ઞમાં ઘોડો હોમાઈ જવાનો હતો. ભગવાનના પદાર્પણથી તેના દ્રવ્ય અને ભાવ બન્ને પ્રાણો બચી ગયા. ઘોડાના જીવે પૂર્વ જન્મમાં જિન-પ્રતિમા ભરાવી હતી. કરેલું એક પણ સુકૃત ક્યારેય નિષ્ફળ જતું નથી. આ સુકૃતના પ્રભાવથી જ ઘોડાને ભગવાન મળ્યા હતા. પૂર્વજન્મમાં ઘોડાનો જીવ શ્રાવક શેઠનો નોકર હતો. આથી જ તેને જિન-પ્રતિમા ભરાવવાનું મન થયું. સારા પાડોશીથી કેટલો લાભ ? સંગમને સારા પાડોશી મળેલા. એટલે જ તે શાલિભદ્ર બની શક્યો. મમ્મણને સારા પાડોશી ન મળ્યા એટલે જ તે મમ્મણ બન્યો. તમને સારા પાડોશી અહીં ભારતમાં જ મળી શકે, પણ તમે તો અમેરિકા વગેરે વિદેશોમાં ભાગો છો. તમારે વિદેશ જવાનું હોય કે વિદેશીઓ તમારી પાસે આવે ? ઘોડાને પણ પ્રતિબોધ આપવા માટેનો આટલો પ્રયત્ન એમ કહે છે : ભગવાન માત્ર રાજા-મહારાજાઓને પ્રતિબોધ આપવા પ્રયત્ન કરે એવું નથી. નાના જીવ માટે પણ એટલો જ પ્રયત્ન કરે. આથી જ લખ્યું : દીપિ પ્રવૃત્તિ: | ધર્મનું ફળ ભોગવવાના ચાર હેતુઓ છે : (૧) ભગવાનનું અદ્ભુત રૂપ. (૨) પ્રાતિહાર્યની શોભા. પ્રાતિહાર્ય તેમની પાસે જ હોય, બીજા પાસે નહિ. * * * * * * * * * * * * * ૨૪૩ Page #276 -------------------------------------------------------------------------- ________________ (૩) ભગવાન સમવસરણાદિની ભવ્ય સમૃદ્ધિનો અનુભવ કરે છે. (૪) દેવો પણ ભગવાનના પ્રભાવથી જ આવું કરી શકે, પોતાના માટે ન કરી શકે. તેથી આવા પુણ્યના માલિક ભગવાન જ છે. ભગવાનના નામથી, ભગવાનના વેષથી પણ જૈન સાધુને કેટલું માન-સન્માન મળે છે ? જૈન સાધુ તરીકે અમે અર્ધા ભારતમાં ઘૂમી આવ્યા. દરેક સ્થળે માન-સન્માન મળ્યા, તે ભગવાનનો જ પ્રભાવને ? ભગવાનનો વેષ પણ આટલો પ્રભાવશાળી હોય તો સાક્ષાત્ ભગવાન કેવા હોય ? - આજે જ્ઞાનપંચમી (લાભપંચમી) છે. વેપારીઓ બોણી ઈચ્છે, તેમ હું તમારી પાસેથી ગુરુ દક્ષિણારૂપે કાંઈક ઈચ્છું છું. જ્ઞાન આપણો પ્રધાન ગુણ છે. આજે સવારથી લઈને અત્યાર સુધી જ્ઞાનની જ આરાધના કરી. વિજયલક્ષ્મીસૂરિકૃત દેવવંદન કરીને હમણા જ આવ્યા. આખું નંદી સૂત્ર કર્તાએ દેવવંદનમાં ઊતારી દીધું, એમ અભ્યાસીને જણાયા વિના નહિ રહે. છેલ્લે કેવળજ્ઞાનમાં લખ્યું : ચાર જ્ઞાન મેળવ્યા પછી ભગવાન કેવળજ્ઞાન માટે કેટલો પ્રયત્ન કરે ? આપણે તો પ્રકરણ-ભાષ્ય કરીને સંતોષી બની ગયા. મહેનત જ કોણ કરે ? આપણે તો ચોપડી અભરાઈએ મૂકીને માળા લઈને બેસી ગયા. માળા લઈએ તો તો હજુએ સારું, વાતો કરવા જ મંડી પડ્યા ! મોહરાજાના કહ્યા પ્રમાણે જ કરીશું તો ક્યારે ઠેકાણું પડવાનું ? લક્ષ્મીસૂરિજી લખે છે : “અનામીના નામનો રે, કિશ્યો વિશેષ કહેવાય ? તે તો મધ્યમા - વૈખરી રે, વચન ઉલ્લેખ ઠરાય.' ભગવાન સ્વયં અનામી છે પણ આપણા માટે નામ ધારણ કર્યું છે. ભગવાન ઘનનામી છે. ૨૪૪ * * * * * * * * * * * * કહે. Page #277 -------------------------------------------------------------------------- ________________ અનામી-અરૂપી ભગવાનનો અનુભવ ન થાય ત્યાં સુધી આપણા માટે ભગવાનનું નામ અને ભગવાનનું રૂપ જ આધાર છે. નામ અને રૂપમાં મંત્ર અને મૂર્તિરૂપે સાક્ષાતુ ભગવાન રહેલા છે, એમ ભક્તને લાગ્યા કરે છે. ભગવાનના જુદા-જુદા નામો જુદી-જુદી શક્તિઓનો પરિચય આપે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, GOD, અલ્લાહ વગેરે કોઈ પણ નામથી ભગવાનને પોકારો. ભગવાન સાથે જોડાણ થશે. કોઈપણ નંબર લગાડો. ટેલિફોન લાગશે. કારણકે ભગવાનના ઘણા ટેલિફોન નંબર છે. ભગવાનના નામનો જાપ ભાષ્ય-ઉપાંશુ પદ્ધતિથી કરીને પછી માનસ જાપ કરવાનો છે. પછી ભગવાન સાથે અભેદ પ્રણિધાન થાય ત્યારે નામનો જાપ અટકી જાય છે. ત્યારે જ સાક્ષાત્ ભગવાન મળે છે. ધ્યાન ટાણે પ્રભુ તું હુએ રે, અલખ અગોચર રૂપ; પરાપશ્યન્તી પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ ભૂપ.' આપણે ધ્યાની બનીએ ત્યારે ભગવાન ધ્યેય બનીને આપણા ધ્યાનમાં આવે છે. અગોચર પ્રભુ યોગીને ગોચર બને છે. અલખ ભગવાનને યોગી લક્ષ્યરૂપે પામે છે. 'यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । શુદ્ધાનુભવ - સંવેદ્ય, તત્ રૂપં પરમાત્મનઃ ' “જ્યાં બધી વાણી અટકી જાય. જ્યાં મનની ગતિ થંભી જાય. શુદ્ધ અનુભવથી સંવેદ્ય પ્રભુનું રૂપ છે.' - એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. વાણીને રોકવા સ્વાધ્યાય છે. મનને રોકવા ધ્યાન છે, સમાધિ છે. મનની સરહદ પૂરી થાય, પછી જ સમાધિનો સીમાડો શરૂ થાય છે. આવા ભગવાનને મેળવવા આજના પવિત્ર દિવસે સંકલ્પ કરજો. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * ૨૪૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ - કાવવા કા. સુદ-૬ ૨-૧૧-૨૦00, ગુરુવાર ------- પ્રભુનું આહત્ય સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં સર્વદા ઉપકાર કરી રહ્યું છે. - પરોપકારની પરાકાષ્ઠા હોવાના કારણે જ ભગવાનને તેવી શક્તિ મળે છે. “યાશી ભાવના ચચ સિદ્ધિર્મવતિ તાશી' એ બધાને યાદ છે જ. શક્તિ જ નથી મળતી, કાર્ય પણ તેવા જ થાય છે. ખરાબ ભાવનાવાળાને પ્રકૃતિ મદદ નથી કરતી, પણ શુભ ભાવનાવાળાને પ્રકૃતિ મદદ કરે છે. ખરાબ ભાવનાવાળાને પ્રકૃતિ મદદ કરે તો જગત નર્કાગાર બની જાય. આવા વિશિષ્ટ કોટિના પુણ્યનો સંચય ભગવાને શી રીતે કર્યો ? એ વા પ્રશ્નનો જવાબ એ મની પરોપકારની પરાકાષ્ઠામાં રહેલો છે. વ્યકિતગત ભગવાનનો અનુગ્રહ ભલે તેમના તીર્થ સુધી ચાલે પણ આહત્ય તો સર્વક્ષેત્રમાં ૨૪૬ * * * * * * * * * * * * Page #279 -------------------------------------------------------------------------- ________________ સર્વકાળમાં સર્વદા ઉપકાર કરી જ રહ્યું છે. ‘નામાડવૃતિદ્રવ્યમાā: ...” લોકની જેમ ભગવાનનું નામ પણ શાશ્વત છે. “અરિહંત' તીર્થકર' એવા સામાન્ય નામો શાશ્વત જ છે. દામોદર ભગવાનના વખતમાં ઠેઠ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનેલી. મૂર્તિની સાથે નામ હોય જ. ભુવનભાનું કેવળી કે લક્ષ્મણા સાધ્વીજીનો ભલે ૭૯ જેટલી ચોવીશીઓ પછી ઉદ્ધાર થતો હોય, પણ તે વખતે પોતાના ઉપકારી ભગવાનના નામને તેઓ થોડા ભૂલે ? નામાદિ ચારેય નિક્ષેપથી ભગવાન સતત સર્વત્ર ઉપકાર કરી રહ્યા છે, એમ તેમચન્દ્રસૂરિજીએ સાચું જ લખ્યું છે. આ ગ્રન્થ આમ મેં ઘણીવાર જોયો, પણ આટલી ઝીણવટપૂર્વક ગિરિરાજની છત્રછાયામાં પહેલીવાર વાંચ્યો. એટલે જ હું તમને નહિ, મારી જાતને સંભળાવું છું. ટાઈમ ખાસ નથી મળતો તો પણ જે થોડો ટાઈમ મળે તે વખતે વાંચતાં અદ્દભુત આનંદ આવે છે. એકેક પંક્તિને ૫-૧૦ વાર વાંચો તો તમને અપૂર્વ આનંદ આવશે, ભગવાનનો અનુગ્રહ સમજાશે. જૈન દર્શન સમજવું હોય તો બે નય (નિશ્ચય અને વ્યવહાર) સમજવા ખાસ જરૂરી છે. કોઈપણ વાત ક્યા નથી કહેવાઈ છે, તે ગુરુ વિના ન સમજાય. ગોચરી વગેરેના દોષો વગેરે ઉત્સર્ગ-માર્ગ છે. પણ તેના અપવાદો પણ હોય છે. ઉત્સર્ગ જાત માટે સમજવાનો છે. પણ બીજાની માંદગી વગેરેમાં પણ ઉત્સર્ગને આગળ કરો, ને તેની નિંદા કરવા લાગી જાવ તો ખોટું છે. વાંચીને વૈદ ન બનાય. વાંચીને ગીતાર્થ પણ ન બનાય. એ માટે ગુરુગમ જોઈએ. ભગવાનના ઉપકારો વ્યવહારનયથી અહીં વર્ણવાયેલા છે. ભગવાનના ઉપકારો નજર સમક્ષ નથી રાખતા માટે જ * * * * * * * * * * * * ૨૪૦ Page #280 -------------------------------------------------------------------------- ________________ આપણે ભયભીત છીએ. અન્ય દર્શનીઓમાં એવી પ્રસિદ્ધિ થઈ ગઈ છે : “જૈનો ઈશ્વરને માનતા જ નથી.' આવી પ્રસિદ્ધિમાં આપણે પણ કારણ છીએ. પૂ. પંન્યાસજી મ.ને વ્યથા હતી : શ્રી સંઘમાં મૈત્રી આદિ ચાર ભાવો તથા પ્રભુનો અનુગ્રહ આ વસ્તુ ખૂટે છે. એટલે જ જોઈએ તેવો અભ્યદય થતો નથી. ભક્તિના માર્ગ વિના ભગવાનને મેળવી શકાય તેમ નથી, ભગવાન વિના કદીયે ઠેકાણું પડે તેમ નથી, તે નક્કી માનજો. (૨૩) થર્મસારી ! ભગવાન ધર્મના સારથિ છે. ભગવાન ધર્મનું (સ્વ-પરની અપેક્ષાએ) પ્રવર્તન પાલન અને દમન કરે છે માટે તેઓ સારથિ છે. સારથિ ઘોડાને ચલાવે, પાળે, એનું દમન પણ કરે, તેમ ભગવાન ધર્મને ચલાવે, પાળે અને કાબુમાં રાખે. અહીં ધર્મથી ચારિત્રધર્મ લેવાનો છે. ચારિત્રધર્મ દર્શન અને જ્ઞાન હોય ત્યાં જ હોય. એ વિના ચારિત્ર જ ન કહેવાય. અગાઊના યુદ્ધોમાં હાથી-ઘોડા વપરાતા. એમાંય જાતિવાન હાથી-ઘોડા તો એવા હોય કે ગમે તેવા કષ્ટમાં માલિકને મરવા ન દે. ચેતક ઘોડાએ છલાંગ મારીને પણ મહારાણા પ્રતાપને બચાવી લીધેલો. પ્રતાપને બચાવવા પોતાના પ્રાણ ધરી દીધેલા. આ જાતિમત્તા કહેવાય. ભગવાન ધર્મને આ રીતે ચલાવે, પાળે અને વશીભૂત કરે. ભગવાન સ્વને જ નહિ, અન્ય ચારિત્રધર્મી આત્માઓને પણ સંયમ ધર્મમાં પ્રવૃત્તિ કરાવે. ભગવાનનું આ સારથિપણું અત્યારે પણ ચાલુ છે. ભગવાન ભલે મોક્ષમાં ગયા હોય, છતાં તીર્થ રહે ત્યાં સુધી ભગવાનની એ શક્તિ કાર્ય કરે જ છે. હું ભગવાનને બોલાવું ત્યારે આવી જાય છે. ઈચ્છું ત્યારે ભગવાનની શક્તિનો ૨૪૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * Page #281 -------------------------------------------------------------------------- ________________ અનુભવ કરું છું. તમે ન કરી શકો ? એક કરે તે બધા જ કરી શકે. તમે દુઃખ દૂર કરવા માંગતા હો, સુખ મેળવવા અને નિર્ભય બનવા ઈચ્છતા હો તો આટલું કરશો ? જુઓ, હું મારા તરફથી નથી કહેતો, અજિતશાન્તિકાર શ્રી નંદિષેણ મુનિ કહે છે : 'पुरिसा जइ दुक्खवारणं, जइ अ विमग्गह सुक्खकारणं । अजिअं संतिं च भावओ, अभयकरे सरणं पवज्जहा ॥' હે પુરુષો ! જો તમે દુ:ખનું નિવારણ અને સુખનું કારણ ઈચ્છતા હો તો અભયને આપનાર અજિતનાથ અને શાન્તિનાથ ભગવાનનું શરણું સ્વીકારો. અજિત-શાન્તિનાથ ભગવાન ભલે ન હોય, પણ તેમના વચનો (આગમો)તો છે ને ? એટલે જ છેલ્લે કહ્યું : 'जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ॥' જો તમે પરમપદ ઈચ્છતા હો, કદાચ પરમ-પદનું લક્ષ્ય ન હોય તો કીર્તિની તો ઈચ્છા છે ને ? તે ઈચ્છા પણ પૂરી કરવી હોય તો જિનવચનમાં તમે આદર કરો. આ જિનાગમ જ ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર છે. ભગવાનના આગમ પર આદર હોય તો ચારિત્ર ધર્મ આદિમાં ક્યાંય અતિચાર લાગવા દઈએ ? તમારો કાંપ તમે કાઢો, બીજા નહિ. પણ ભગવાન તો એટલા દયાળુ છે કે તમારા સંપૂર્ણ આત્માને સાફ કરવા તૈયાર છે. કપડાએ સાફ થવું હોય તો સાફ ન થાય ત્યાં સુધી સાબુ - પાણીને એ છોડી ન શકે. આત્માએ સાફ થવું હોય તો ભગવાનના ચારિત્ર ધર્મને છોડી ન શકે. ચારિત્રધર્મમાં ભગવાને પ્રકર્ષ સાધેલો છે. યથાખ્યાત ચારિત્ર એ ચારિત્રધર્મની પરાકાષ્ઠા છે. ચારિત્રધર્મની પરાકાષ્ઠા પણ ભગવાને પ્રવર્તકજ્ઞાન દ્વારા મેળવી છે. ભગવાનનું જ્ઞાન પ્રવર્તક હોય, પ્રદર્શક નહિ. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * ત્ર * * * * * * * * ૨૪૯ Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રવર્તક જ્ઞાન પણ ભગવાનને અપુનબંધક અવસ્થાથી મળતું રહે છે. અપુનબંધક અવસ્થા તથાભવ્યતાના પરિપાકથી મળે છે. આપણી પાસે હવે એક વસ્તુ રહી છે : તથાભવ્યતાને પકાવવી. પંચસૂત્રકાર કહે છે : તથાભવ્યતાના પરિપાક માટે શરણાગતિ, દુષ્કૃત-ગહ અને સુકૃત-અનુમોદના - આ ત્રણને સ્વીકારો. કહ્યું કલાપૂર્ણસૂરિએ' પુસ્તક મળ્યું. ઉપરનું ટાઈટલ જોઈને જ ગમી જાય. અંદરનું દરરોજના વ્યાખ્યાન તિથિ, તારીખ અને વાર સાથેનું પ્રવચન, જીવન આવરી લે તેવું સાહિત્ય છે. - પંન્યાસ રવિરત્નવિજય ગોપીપુરા, સુરત “સાભાર સ્વીકાર - "કહે કલાપૂર્ણસૂરિ...” શાસન પ્રભાવક આચાર્યદેવેશની જિનભક્તિલગન-શાસનદાઝ-પરોપકાર વૃત્તિ-પદાર્થોને સરળ કરવાની કળાને ભાવાંજલિ...! અવતરણકાર બંને ગણિવર્યોની ગુરૂભક્તિશ્રુતભક્તિની ભૂરિ ભૂરિ અનુમોદના. - પુણ્યસુંદરવિજય ગોડીજી મંદિર, પૂના ૨૫૦ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * Page #283 -------------------------------------------------------------------------- ________________ જી હા , ૯૯ ) કા. સુદ-૭ ૩-૧૧-૨૦૦૦, શુક્રવાર ચારિત્ર ભક્તિનો જ પ્રકાર છે. (૨૩) થર્મસીદ્દી .. - ભગવાને ચતુર્વિધ સંઘ દ્વારા સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સૌ જીવો શાસનરસિક બને, તેવી વ્યવસ્થા કરી છે. ભગવાનને એવી શક્તિ મળી છે, એમના નામમાં એવી શક્તિ છે એનું કારણ પૂર્વજન્મનું બાંધેલું તીર્થકર-નામકર્મ છે. મોટા અબજો પતિ શેઠના નામની પણ ગૂડવીલ હોય જ છે ને ? અત્યારે આપણી પાસે ભલે ભગવાન નથી, પણ ભગવાનનું નામ તો છે ને ? ભગવાન જેવા ભગવાનનું નામ આપણને છૂટથી મળ્યું તે ઓછું પુણ્ય છે ? કોઈ અબજોપતિ શેઠ પણ પોતાનું નામ છુટથી વાપરવાની રજા ન આપે, પણ ભગવાન તરફથી છૂટ છે : સૌ * * * * * * * * * * * * ૨૫૧ Page #284 -------------------------------------------------------------------------- ________________ મારું નામ વાપરી શકે, મારું નામ લૂંટી શકે, ભગવાન સ્વયં લૂંટાઈ જવા તૈયાર છે. “રામ-નામ કી લૂટ હૈ, લૂટ સકે તો લૂટ.” અજિત-શાન્તિમાં ભગવાનના નામનો કેટલો મહિમા વર્ણવાયો છે ? માનતુંગસૂરિજી મહારાજે ભગવાનના નામના આધારે જ બેડીઓ તોડવાનું બીડું ઝડપી લીધેલું ને ? તેમની સામે સાક્ષાત ભગવાન ક્યાં હતા ? માની લો કે સાક્ષાત્ ભગવાન આવી જાય તો આપણે ઓળખી શકીએ ? ભગવાનને ઓળખવા આંખ જોઈએ. સમ્યગ્દર્શનની આંખ વિના ભગવાન ઓળખી શકાતા નથી. જ ભગવાન ધર્મ (ચારિત્રધર્મ) ના નાયક છે. દ્રવ્યથી પણ ચારિત્ર ભગવાન વિના બીજે ક્યાંયથી મળી શકે ખરું ? ત્યાગ-વૈરાગ્યનો ઉપદેશ ન સાંભળત તો સંસાર છોડવાનું મન થાત? ત્યાગ-વૈરાગ્યનો ઉપદેશ આપનારા ગુરુના પૂર્વજોમાં છેલ્લે ભગવાન જ આવશે ને ? એટલે મૂળ તો ભગવાન જ થયા ને? ૧૧ અભિમાની બ્રાહ્મણોને નમ્ર બનાવી સમ્મદર્શનની ભેટ ભગવાન સિવાય કોણે આપી ? દ્વાદશાંગી - રચના માટેની શક્તિ કોણે આપી ? ૦ બે પ્રકારના શ્રત કેવળી : (૧) ભેદનયે ૧૪ પૂર્વધર. (૨) અભેદનયથી આગમથી જેણે આત્મા જાણ્યો તે. વ્યવહારમાં નિષ્ણાત થયેલો જ આવા અભેદનયથી શ્રુતકેવળી બનવાનો અધિકારી છે. ભૂમિકા તૈયાર કરનાર અને સ્થિરતા આપનાર વ્યવહાર છે. તન્મયતા આપનાર નિશ્ચય છે. વ્યવહારની ધરતી પર સ્થિત બન્યા વિના નિશ્ચયના આકાશમાં ઊડવાનો પ્રયત્ન કરવા જશો તો હાથ-પગ ભાંગ્યા વિના નહિ રહે. પોતાની મેળે ગોળીઓ લઈને તમે નીરોગી ન બની શકો. ૨૫૨ = * * * * * * * * * * * ૬ Page #285 -------------------------------------------------------------------------- ________________ પોતાની મેળે નિશ્ચયને પકડીને તમે આત્મજ્ઞાની ન બની શકો. * શબ્દો ભલે જુદા-જુદા હોય, પણ અર્થથી બધા જ ભગવાનનું કથયિતવ્ય સમાન હોય. અભિવ્યક્તિ અલગ અનુભૂતિ એક જ. શબ્દ અલગ અર્થ એક જ. » ભગવાનનું વરબોધિ સમ્યગદર્શન બીજા કરતાં શ્રેષ્ઠ હોય છે. શમ-સંવેગાદિ પાંચેય લક્ષણો બીજા કરતાં ઉત્કૃષ્ટ હોય છે. “સમ્યગ્દષ્ટિ જીવ સૌથી વધુ દુઃખી હોય છે.' - એમ ગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાને ભગવતીમાં કહ્યું છે, તે પોતાના દુઃખથી નહિ, પણ બીજાના દુઃખે દુઃખી સમજવા. બિચારા આ જીવો અનંત ઐશ્વર્યના સ્વામી હોવા છતાં કેટલા કંગાળ અને કેટલા દુઃખી છે ? – એ ક્યારે સુખી થાય. બીજું તો ઠીક... હું એ જીવોને દુ:ખ આપવામાં નિમિત્ત બનતાં પણ અટકી શકતો નથી. ક્યારે આ પાપથી હું વિરામ (વિરતિ) પામીશ? આ વિચાર જ સમ્યગ્દષ્ટિને દુઃખી બનાવે છે. ટુ વિતેષ રહ્યાત્યાં ' એવું જે અપુનબંધકનું લક્ષણ છે, તેથી આ દુઃખ વિશેષ સમજવું. દુઃખીના દુઃખ દૂર કરવાની વૃત્તિ તે અનુકંપા છે. તે બે પ્રકારે છે : દ્રવ્ય અને ભાવ અનુકંપા. દ્રવ્યથી પણ બીજાને દુઃખી કરવાની એટલે મનાઈ છે કે દ્રવ્યથી દુ:ખ પ્રાપ્ત થતાં તે જીવ ભાવથી પણ દુ:ખી બને છે. કોઈપણ પદાર્થ નામ-સ્થાપના આદિ વિના નહિ પકડાય. એના વિના વ્યવહાર ચાલશે જ નહિ. તમારે રોટલી જોઈતી હોય તો રોટલી શબ્દનો ઉચ્ચાર કરવો પડશે. પછી તમને ‘ભાવ રોટલી’ મળશે. ભાવ ભગવાનને પકડવા હોય તો નામથી પ્રારંભ કરવો પડશે. નામસ્થાપનાને પકડ્યા વિના ભાવ ભગવાન નહિ પકડાય. નામ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * » » * * * * * * * * * * ૨૫૩ Page #286 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના પર પણ જેને પ્રેમ નથી તેને ભાવ ભગવાન પર શી રીતે પ્રેમ થશે? અત્યારે ભાવ ભગવાન નથી મળ્યા તે આપણી કસોટી છે : મારો ભગત મારા નામ અને સ્થાપનાને કેટલો પ્રેમ કરે છે ? તે તો જોવા દો. જેટલા પ્રમાણમાં નામ-સ્થાપના ૫૨ પ્રેમ હશે, તેટલા પ્રમાણમાં ભાવ ભગવાન મળશે. લોકમાં સારભૂત શું છે ? એવા પ્રશ્નના જવાબમાં ભગવાને ચારિત્રને લોકમાં સારભૂત કહ્યું છે. ભક્તિ મુક્તિ અપાવે, એ ખરું, પણ સીધે સીધું નહિ, ચારિત્ર દ્વારા અપાવે. ભક્તિથી ચારિત્ર અને ચારિત્રથી મુક્તિ મળે. ખરેખર તો ચારિત્ર એ ભક્તિનો જ પ્રકાર છે. જેના પર ભક્તિ હોય તેની આજ્ઞા પ્રમાણે જીવવાનું મન થાય જ. તે પ્રમાણે જીવવું તે જ ચારિત્ર. ભગવાન જેવા ભગવાન પણ સિદ્ધોનું આલંબન લે. દીક્ષા લેતી વખતે ‘નમો સિદ્ધાણં' પદ ઉચ્ચરે તે આ વાતનું પ્રતીક છે. યાદ રહે : ભગવાનમાં ભક્તિયોગ ગયો નથી, પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભક્તિ પદાર્થને જૈન શૈલીએ સમજવો હોય તો પૂ. દેવચન્દ્રજીનું સાહિત્ય અદ્ભુત છે. પૂ. દેવચન્દ્રજી ભક્તિમાર્ગના પ્રવાસી હતા. બહુ ઉચ્ચ કોટિના આધ્યાત્મિક પુરુષ હતા. ભિન્ન ગચ્છના હોવા છતાં તેમણે પૂ. ઉપા. યશોવિજયજી મ. ને ‘ભગવાન' તરીકે સંબોધ્યા છે. ને તેમની પાસેથી આપણા તપાગચ્છીય પદ્મવિજયજી વગેરેએ અભ્યાસ પણ કરેલો જ છે. એથી જ એમના (પદ્મવિ.) સ્તવનોમાં પણ તમને ભક્તિની અનુભૂતિની ઝલક જોવા મળશે. દિગંબર કરતાં શ્વેતાંબર શૈલી આ દૃષ્ટિએ જુદી પડે છે. દિગંબર માત્ર આત્મસ્વરૂપ પર ભાર મૂકે છે, જ્યારે શ્વેતાંબર શૈલી ભગવાનને પ્રાધાન્ય આપે છે. ભગવાન વિના તમે આત્મસ્વરૂપ શી રીતે પ્રગટ કરી શકો ? સિંહને જોયા વિના પોતાને બકરા માનતા સિંહનું સિંહત્વ શી રીતે જાગૃત બની શકે? * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૨૫૪ Page #287 -------------------------------------------------------------------------- ________________ કા. સુદ-૮ ૪-૧૧-૨૦૦૦, શનિવાર ધર્મ મેળવવો હોય તો ધર્મના માલિકના શરણે જવું પડે. સમ્યગૂ શ્રુત-ચારિત્ર ધર્મ ભગવાનથી વિમુખ રહેનારને મળતો નથી. કારણકે ધર્મના પૂર્ણ માલિક ભગવાન છે. ધર્મ મેળવવો હોય તો ધર્મના માલિકના શરણે જવું પડે. એ રહસ્ય અહીં લલિતવિસ્તરામાંથી જ નહિ, ગુજરાતી સ્તવનોમાંથી પણ સમજવા મળે છે. આ સ્તવનો નથી, સંકેત છે. એ શબ્દોમાંથી કૃતિકારનું હૃદય અને તેમના અનુભવો જાણવા મળે ભગવાનની દેશના ગૌણ-મુખ્યતાએ ચાલ્યા કરે. જે વખતે જે મુખ્ય હોય તેને આગળ કરીને ભગવાન દેશના આપે. આ ગ્રન્થ (લલિતવિસ્તરા) વ્યવહાર પ્રધાન છે. “ભગવાન જ બધું આપે છે.' એ વ્યવહારનય છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * = = = = = * * * * * ૨૫૫ Page #288 -------------------------------------------------------------------------- ________________ અહીં નિશ્ચયની વાત લાવવા જાવ તો નહિ જામે. જે વખતે જે પ્રધાન હોય તેને તે રીતે સમજવું પડે.’ ‘નયેષુ સ્વાર્થસત્યેપુ મોયેવુ પર-ચાતને' દરેક નય પોતાના દૃષ્ટિકોણથી સાચા છે, બીજાને ખોટા પાડવામાં ખોટા છે. ‘ભગવાન શું આપે ? ઉપાદાન તૈયાર જોઈએ. ઉપાદાન તૈયાર ન હોય તો ભગવાન શી રીતે આપે ? ભગવાન તો અનંતાકાળથી આપવા તૈયાર જ હતા, પણ ઉપાદાન તૈયાર ન્હોતું, માટે જ ઠેકાણું ન પડ્યું. માટે પહેલા ઉપાદાન તૈયાર કરો. ભગવાનને સાઈડ પર રાખો.’ આ વાત નિશ્ચય-નયની છે, જે અહીં ન કરાય. આમ વિચારવામાં આવે તો ભક્તિમાર્ગમાં કદી ગતિ થઈ શકે નહિ. ભગવાન જ બધું આપનારા છે, એવી દૃઢ પ્રતીતિ જ ભક્તને ભક્તિમાં ગતિ કરાવે છે. સિંહની ગર્જનાથી બીજા પશુઓ ભાગે તેમ ભગવાનનું નામ લેતાં જ બધા પાપો ભાગે. ‘તું મુજ હૃદય-ગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહ રે; કુમત માતંગના જૂથથી, તો કિસી મુજ પ્રભુ બીહ રે.' હે પ્રભુ ! મારા હૃદયની ગુફામાં પાપના પશુઓ ભરેલા છે. હે દયાળુ ! આપ સિંહ બનીને આવો, જેથી બધા ભાગી જાય. મરુદેવી માતાને ભલે અન્તર્મુહૂર્તમાં સમ્યક્ત્વથી માંડીને કેવળજ્ઞાન અને મોક્ષ સુધીનું બધું મળી ગયું, પણ એ પહેલા પણ અપુનર્બંધક અવસ્થા હતી જ, એમ માનવું જ પડશે. ભૂમિકા વિના ભવનનું નિર્માણ ન થઈ શકે. કોઈપણ રૂપે તમે ભગવાનના સંપર્કમાં આવો, ભગવાન કલ્યાણ કરશે જ. મરુદેવાએ ભગવાન સાથે પુત્રનો સંબંધ બાંધ્યો હતો. ભગવાન સાથે કોઈ સંબંધ બાંધે ને કલ્યાણ ન થાય ? અરે જે પુષ્પ પણ ભગવાનની મૂર્તિને ચડે તે ભવ્યતાની છાપ પામે છે. અભવ્ય જીવોવાળા ફૂલોને ભગવાન પર ચડવાનું ભાગ્ય નથી મળતું. અનુમોદના જેવું તત્ત્વ પણ ભગવાનની કૃપા વિના નથી મળતું. ૨૫૬ * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ 'होउ मे एसा अणुमोअणा अरिहंताइसामत्थओ । अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो ।' - પંચસૂત્ર. અરિહંત આદિના પ્રભાવથી મારી આ અનુમોદના સફળ બનો. કારણ કે ભગવાન અચિન્ય શક્તિયુક્ત છે.” 5 વ્યવહારનય કહે છે : ગુરુ અને ભગવાન જ સંપૂર્ણ તારણહાર છે. એ વિના ભક્તિ નહિ જાગે. સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુમાં પણ જે શક્તિ પ્રગટી છે અરિહંત ભગવાનના જ પ્રભાવે પ્રગટી છે. * સાધનામાં સિદ્ધિ જોઈતી હોય તો નિરંતર કર્યા કરો. થોડીવાર કરો ને ફરી મૂકી દો તે ન ચાલે. સાધનામાં સાતત્ય જોઈએ. સાધનાની લાઈન જોડાયેલી જોઈએ. રેલવે-પાટા જોડાયેલા ન હોય તો ગાડી જઈ શકે નહિ. આપણી સાધના પણ ખંડિત બનેલી હોય તો મુક્તિ સુધી નહિ જઈ શકે. - સાધનામાં સાતત્ય નહિ હોય તો મોહરાજા એટલો ભોળો નથી કે આત્મ - સામ્રાજ્યનું સિંહાસન છોડી દે. સીટ છોડવી સહેલી થોડી છે ? એક કદાચ જતો રહે તો તેના સ્થાને બીજાને મૂકતો જાય, પોતાની પરંપરા ચાલુ રાખે. સીટ ખાલી ન જ કરે. આવા મોહ સામે મેદાને પડવું કાંઈ સહેલું નથી. સાધનામાં જો અતિચારો લાગ્યા કરે તો અનુબંધનો તંતુ અખંડ ન રહે. માટે જ અહીં પંજિકાકારે લખ્યું : अतिचारोपहतस्य अनुबन्धाभावात् ।। આ ચારિત્ર આ જીવનમાં તો મળ્યું, પણ હવે આગામી ભવોમાં તો જ મળશે, જો અનુબંધનો તંતુ જળવાઈ રહેશે. ગુરુની હિતશિક્ષાથી જે જરાય વિચલિત ન બને, સંપૂર્ણ સમર્પિત રહે, તે જ ખરો શિષ્ય કહેવાય. હેમચન્દ્રસૂરિજી જેવાએ તો ત્યાં સુધી કહ્યું : અમે કેવા જડ – બુદ્ધિવાળા પાક્યા કે અમને સમજાવવા ગુરુને વારંવાર વાચના આપીને શ્રમ કરવો પડે છે ! • આ વખતે જે કેટલાક પદાર્થો ખુલ્યા તેવા કદી x x x x = = = = = ૨પ૦ Page #290 -------------------------------------------------------------------------- ________________ ખુલ્યા નથી. તેમાં આ ક્ષેત્રનો પણ પ્રભાવ છે. ભાવથી ધર્મની પ્રાપ્તિ થાય ત્યારે તેનું સમ્યક પાલન, પ્રવર્તન અને દમન થાય જ. એ ન થતું હોય તો સમજવું : હજુ ભાવધર્મની પ્રાપ્તિ થઈ નથી. પ્રથમ ધર્મની પ્રાપ્તિ અજ્ઞાત અવસ્થામાં થતી હોય છે. એટલે કે જીવને પોતાને પણ ખબર નથી પડતી કે મને કેવો ખજાનો મળ્યો ? જાણે કે રત્નોથી ભરેલી પણ ઢાંકેલી પેટી મળી ! ખબર નથી : અંદર રત્નો કેટલા છે ? આ વાતનો બૌદ્ધો પણ સ્વીકાર કરે છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ'દળદાર વાચના-ગ્રંથ પ્રાપ્ત થયો. ગુરૂભક્તિ અને શ્રુતભક્તિનો સુભગ સમન્વય તમારા આત્માને શીવ્રતાએ મુક્તિ-સુખના અધિકારી બનાવશે એ વાત નિઃશંક લાગે છે. ચતુર્વિધ-સંઘ માટે અતિ ઉપયોગી આ વાચના શ્રેણિનું શ્રેણિબદ્ધ પ્રકાશન થતું રહે અને તે દ્વારા સર્વ જીવો ધ્યાનની-ગુણઠાણાની શ્રેણિ ચઢીને પરમ-લોકની પ્રાપ્તિ કરી એ જ અભિલાષા. - મુનિ દર્શનિવલ્લભવિજય પાલિતાણા ૨૫૮ * * * * * * * * * * કહે. Page #291 -------------------------------------------------------------------------- ________________ કા. સુદ-૯ ૫-૧૧-૨૦૦૦, રવિવાર તમે ધર્મ - માર્ગે આગળ વધો એટલે ભગવાન આપોઆપ સારથિ બનીને આવી જશે. આત્મા સ્વભાવમાં રહે તો સુખી રહે. સ્વાભાવિક છે : માણસ પોતાના ઘેર સુખી રહે. તે શત્રુના ઘરે રહે તો શું થાય ? જૈનશાસન પામીને આપણે આ જ જાણવાનું છે : મારું પોતાનું ઘર કયું ? અને શત્રુનું ઘર કયું ? “પિયા પર-ઘર મત જાવો.” - ચિદાનંદજી કૃત પદ. ઓ પ્રિયતમ ! પ૨-ઘરમાં મત જાવ. આપણા ઘેર શાની કમી છે કે તમે બીજે ઘેર જાવ છો ? બધી વાતે સુખ હોવા છતાં પર-ઘર જઈ શા માટે દુઃખી બનો છો ?' એમ ચેતના ચેતનને કહે છે. ઘરમાં જે મળે તે હોટલમાં ક્યાંથી મળે ? ચેતનને ચેતના સિવાય કોણ સમજાવી શકે ? ભગવાન અને ગુરુ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૫૯ Page #292 -------------------------------------------------------------------------- ________________ તો સમજાવી - સમજાવીને થાક્યા. એટલે ચેતના જ ચેતનને સમજાવે છે. પત્ની બધી રીતે બરાબર હોવા છતાં પતિ પરઘર ભટકે તેમાં પત્નીની જ બદનામી થાય ને ? આ જૈનશાસનને પામીને પર-ઘર છોડી સ્વ-ઘરમાં આવવાનું છે. એ માટે કર્મના ચક્રવ્યુહનું ભેદન કરવાનું છે. મહાભારતના ચક્રવ્યુહ કરતાં પણ કર્મનું ચક્રવ્યુહ તોડવું કઠણ છે. રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ જ અભેદ્ય ચક્રવ્યુહ છે. હજારો અભિમન્યુઓ પાછા પડે તેવું આ ચક્રવૂહ છે. કેટલીયેવાર આપણે આ ગ્રન્થિ (ચક્રવ્યુહ) પાસે આવ્યા, પણ એમને એમ પાછા ફર્યા. સમ્યગદર્શન પામવું સહેલું નથી. ચક્રવ્યુહનું ભેદન થયા વિના સમ્ય દર્શન મળતું નથી. સમ્યદર્શનની પ્રાપ્તિ માટે જ, પ્રાપ્ત થયેલા સમ્યગુ દર્શનની નિર્મળતા માટે જ સમ્મતિતર્ક આદિ ગ્રન્થો ભણવા માટે દોષિત વસ્તુઓ વાપરવાની છૂટ છે. કારણ કે એકના હૃદયમાં જો સમ્યગ્રદર્શનનો દીવો પ્રગટશે તો તે હજારો દીવાઓ પ્રકાશિત કરી શકશે. એક આદિનાથ ભગવાને કેટલાનો કેવળજ્ઞાનરૂપી દીવો જગાવ્યો ? માટે જ ભગવાન જગતના અપ્રતિમ દીપક કહેવાયા છે. વીપરત્વમસિ નાથ !' - ભક્તામર. મુવUાપર્વ વીર' ભગવાન જગતના દીપક છે.” - જીવવિચાર. જ માર્ગની જાણકારી સભ્ય જ્ઞાનથી. માર્ગે જવાની ઈચ્છા સમ્યમ્ દર્શનથી મળે પણ માર્ગમાં પ્રવર્તન તો સમ્યમ્ ચારિત્ર જ કરાવે. ચારિત્રમાં પગલા ન માંડીએ તો સમજવું : હજુ મુક્તિમાર્ગ તરફ પ્રયાણ જ શરૂ થયું નથી. તમે જ્યારે ધર્મ-માર્ગે પગલા માંડો છો ત્યારે ભગવાન સારથિ બનીને આપોઆપ ૨૦૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #293 -------------------------------------------------------------------------- ________________ તમારી પાસે આવી જાય છે. (૨૪) થHવરી મંતરવટ્ટvi | ભગવાન ધર્મ ચક્રવર્તી છે. ચક્રવર્તીની આજ્ઞા તો છ ખંડમાં જ વર્તે, પણ ધર્મ ચક્રવર્તી ભગવાનની આજ્ઞા ત્રણેય ભુવનમાં પ્રવર્તે છે. ‘દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી; તાસ વિના જડ-ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી.' – પૂ. દેવચન્દ્રજી. પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી ? આ આજ્ઞા ક્યાં છે ? આ તો સ્વરૂપ છે. - પૂજ્યશ્રી : મને ખબર છે, તમે પ્રશ્ન કરશો. પણ અમારા ભગવાન કવચ કરીને બેઠા છે. ભગવાનની આજ્ઞા ૪ પ્રકારે છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ. આ અંગે વિશેષ આવતી કાલે સમજાવીશ. - નિક્ષેપ વસ્તુનું સ્વરૂપ અથવા વસ્તુનો પર્યાય છે. પર્યાય કદી વસ્તુથી જુદો ન હોય. પર્યાય વિના દ્રવ્ય ન હોઈ શકે. નામ-સ્થાપના દ્રવ્ય અને ભાવ - ભગવાનના આ ચાર નિક્ષેપા છે. એટલે કે પર્યાય છે. ભગવાન સ્વયં પોતાના પર્યાયથી જોડાયેલા છે. અત્યારે ભગવાનના નામ, સ્થાપના અને દ્રવ્ય તો છે, પણ ભાવ તીર્થંકર અહીં સદેહે નથી. પણ મહાવિદેહમાં તો છે ને ? દેહથી ભલે અહીં નથી, પણ જ્ઞાનથી અહીં નથી ? કેવળજ્ઞાનથી ભગવાન ત્રિભુવનવ્યાપી છે, એવું સમજાય તો કોઈ ખરાબ કામ થઈ શકે ? શ્રદ્ધા ચક્ષુ તો આપણી પાસે છે જ. એનાથી ભગવાન ન જોઈ શકાય ? પણ જોવાની તકલીફ જ કોણ લે ? જોઈએ ને વળી ભગવાન આડા આવે તો ? યોગીઓ જે ભગવાનના દર્શન કરે છે તે આગમથી ભાવ તીર્થકર છે. આપણે આ બધું વાંચીએ છીએ, પણ વાંચીને મૂકી દઈએ છીએ. હૃદયમાં ભાવિત નથી કરતા. સાચું કહું છું : ભગવાનને મળવાની આપણને તમન્ના જ ઝ * * * * * * * * * * = ૨ ૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ નથી. મળવાની પ્રીતિ જ નથી. વારંવાર ભગવાનને પ્રેમ કરવાનું કહું છું. એનું કારણ આ જ છે : ભગવાનને ચાહ્યા સિવાય માર્ગ ખુલતો નથી. ભગવાન સાથે પ્રેમ થતાં જ જગતના સર્વ જીવો સાથે પ્રેમ થશે. કારણ કે જગતના જીવો ભગવાનનો જ પરિવાર છે. ભગવાનની ભગવત્તા જાણવાથી આપણને લાભ શો ? શેઠની સમૃદ્ધિના વર્ણનથી કાંઈ વર્ણન કરનારને સમૃદ્ધિ ન મળે, પરંતુ ભગવાન કાંઈ એવા કંજુસ નથી. ભગવાન તો બીજાને આપવા તૈયાર જ છે. આ લલિતવિસ્તરામાં ભગવાનની સ્તુતિની સાથે-સાથે અજૈન મતોનું નિરાકરણ પણ હરિભદ્રસૂરિજી દ્વારા થયું છે. જૈનો પર થતા આક્ષેપો સાંભળીને શ્રદ્ધાળુ બેસી ન રહે, પ્રતિવાદ કરે. આજે કોઈ કહે : “જૈન દર્શનમાં ધ્યાન-યોગ નથી.” તો આપણે સાંભળીને બેસી રહીએ ને એથીએ આગળ વધીને આપણાંના કેટલાક ટોળે વળીને એમની શિબિરોમાં પણ જાય. પણ હરિભદ્રસૂરિજી આવા શિથિલ શ્રદ્ધાવાળા નહોતા. એમણે એકેક આક્ષેપકારીની બરાબર ખબર લઈ નાખી છે. જૈનદર્શન પ્રત્યેની એમની શ્રદ્ધા ખૂબ જ અગાધ હતી. ચક્રવર્તીનું ચક્ર આ લોકમાં જ ઉપકારી છે. ધર્મ ચક્રવર્તીનું ધર્મચક્ર આલોક-પરલોકમાં પણ ઉપકારી છે. ચક્રવર્તીનું ચક્ર શત્રુને કાપે. ધર્મ ચક્રવર્તીનું ચક્ર ચાર ગતિને કાપે છે. અથવા ચાર પ્રકારના દાનાદિ ધર્મથી સંસારને કાપે છે, અતિ ભયંકર મિથ્યાત્વ આદિ ભાવ શત્રુઓને કાપે છે. દાન વગેરેના અભ્યાસથી આસક્તિ આદિનો નાશ થાય છે. દાનથી ધનની, શીલથી સ્ત્રીની, તપથી શરીરની અને ભાવથી વિચારોની આસક્તિ તુટે છે, તે સ્વાનુભવસિદ્ધ છે. ૨ ૨ * * * * * * * * * * – * ગો ક Page #295 -------------------------------------------------------------------------- ________________ (c) भगवान प्रेमरूप है । उहे बापू सूरि-४ F 51. सुह-१० ६-११-२०००, सोमवार પંચખંડ પીઠના અધિપતિ પ્રખર હિન્દુત્વવાદી સંત ‘આચાર્ય' શ્રી ધર્મેન્દ્રજી ( श्रमशोनी साथै वार्तालाप ३पे. ) मुझे बड़ी प्रसन्नता का अनुभव हो रहा है इस पावन तीर्थ में श्रमणों के समुदाय के बीच स्वयं को उपस्थित पा कर 1 गच्छाधिपति आचार्यश्री संपूर्ण समाज के सूर्य है । उनके सामने मैं भिक्षुक के रूपमें उपस्थित हूं । दादा के दरबार में भिक्षुक बन कर बैठना ही उचित है । चन्द्र जैसे पू. कलापूर्णसूरिजी एवं सूर्य जैसे पू. सूर्योदयसागरसूरिजी दोनों एक साथ बिराजमान है । उनकी कृपा ही हमारा बल है । याचना ले कर उपस्थित हुआ २५३ Page #296 -------------------------------------------------------------------------- ________________ हूं । संस्कृति पर आज कुठाराघात हो रहा है । जैसा संकट आज है, पूर्व काल में कभी नहीं था । आखिर यह कलियुग है न ? कलियुग कहो, या पंचम काल कहो, नाम से कोई फरक नहीं पड़ता । हमारे यहां ईश्वर, देश के अनेक नाम है । यहां शब्दों की दरिद्रता नहीं है । इतिहास, गुण, देश के आधार पर नाम हुए है । एक हजार वर्ष से निरंतर आक्रमण हो रहा था । फिर भी हमने धर्म आस्था को अक्षुण्ण रखी थी । चाहे कितने भी मंदिर टूटे, लेकिन आस्था टूट जाय तो फिर जोड़ना मुश्किल है। आज हमारी आस्था क्षत-विक्षत हो रही है । - इस्लाम भोले थे, केवल आक्रमण की ही भाषा थी उनकी । इसाई बडा चालाक है, नियोजित रूप में वह प्रविष्ट हुआ । इसने मंदिर को नहीं तोड़े, आस्था तोड़ी, इतिहास तोड़े । इस आक्रमण को नहीं समझेंगे तो श्रावक, श्रावक नहीं रहेगा । यह संकट सभी धर्म पर है, हमारे अस्तित्व पर संकट है । शत सहस्र हाथ है । आज वह इसके प्रभाव से न धर्म, न शत्रु के पास सेटेलाइट है, मर्डोक के रूप मे आया है, संस्कृति, कुछ भी न रहेगा । भारत को तोड़ने की पराकाष्ठा आ पहूंची है । हम भारतीय अभी एक अरब है । बौद्धों को गिने तो दो अरब है । पूरे विश्व में हर छट्टा व्यक्ति भारत का होगा । लेकिन शत्रु हम सब को तोड़ना चाहता है । अमेरिका में पांच वर्ष पर गया था, 'रिटायर्ड कम्युनिटी' शब्द देखकर स्तब्ध हो गया : 'रिटायर्ड कम्युनिटी' मतलब बूढे लोगों का समाज । जो बूढे हो चुके हैं, उनके लिए सब कुछ है, लेकिन स्नेह नहीं है, वे परिवार से विस्थापित हो चुके है । मैंने उन बूढों को देखा । मुझे तो वे हरते फिरते प्रेत ही लगे । नया पति पाने के लिए पुराने पति के बच्चों को मारनेवाली पत्त्रियां वहां है । वहां भोगवादी संस्कृति है, यहां त्यागवादी संस्कृति है । * * हैं, इसापूर्णसूरि-४ ૨૬૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ त्यागी वृंद मेरे सामने है । इन्द्रियों का सुख ही सर्वस्व वे मानते है । भोगपरायणता के रंग में वे हमको भी रंगना चाहते हैं । मैं सिर्फ निवेदन करने आया हूं । आज भोगवादी राक्षसी निर्वस्त्र हो कर नाच रही है । निर्लज्जता की यह आंधी है । अगर ऐसा ही रहा तो आनेवाली पेढी हमारी बिरासत से अनजान रहेगी, वंचित रहेगी । ई.स. १९८४ से हमने राममंदिर - निर्माण का आंदोलन शुरु किया, १९९२ में वह पराकाष्ठा पर पहुंचा । उसमें सारी जातियां एक हो गई । कृष्ण को ही माननेवाली यादव जातियां भी एक हो गई । जाट, यादव, केवट, गूजर, सब एक हो गये । धर्म जोड़ता है, स्वार्थ तोड़ता है । इस चीज को वेटिकन चर्च समझती है इसलिए ही हमें भड़काती है । सर्व प्रथम शीख, बौद्ध, आर्य समाजी आदि को वे हिन्दु नहीं है - ऐसा समझाते है । 'गर्व से कहो : हम हिन्दु है ।' ऐसा नारा देनेवाले विवेकानंद के अनुयायीओं ने भी सरकारी लघुमती लाभ प्राप्त करने के लिए याचिका दायर की है। कहां फरियाद करें ? पूरा आकाश ही टूटा है। भगवान रामचन्द्र की परंपरा में नाथों की परंपरा थी । उसमें बालानंदी साधु टिके । उस समय विष्णु मंदिर में कोई दीपक तक जलानेवाला नहीं था । वे इतने कट्टर रामपंथी थे कि विष्णु मंदिर में दिया भी नहीं जलाते थे । ऐसी फूट पंचम काल में पड़ती है। हमारी (हिन्दुओंकी) यह निर्बलता उस निर्बलता को लेकर वेटिकन हमको ज्यादा निर्बल बनाने में और हमको पूर्णरूप से तोड़ने में लगी है । संस्कारों को नष्ट करने का षड्यंत्र चलता है । आज कन्नड़, तमिल आदि कहने लगे है : हम हिन्दु नहीं है । धार्मिक रीति-रिवाज भिन्न होने पर भी हमने कभी इस प्रकार के अलगाव को पुष्ट नहीं किया । __हम धर्मनिष्ठ है, सांप्रदायिक नहीं । * * * * * * * * * * * * * २७५ Page #298 -------------------------------------------------------------------------- ________________ सर्वोदय के नेता राधाकृष्ण बजाज ने कहा : 'हम जीये । सब जीओ' वह हिन्दु है । जो कहता है : 'में ही जीऊं दूसरा कोई नहीं ।' वह अहिन्दु है । पूरा अहिन्दु समाज हिंसा में विश्वास करता है। हमारी सह अस्तित्व की संस्कृति है। ___हमारे यहां लघुमती का जो बुखार है, उसे मैं कहने के लिए आया हूं । संसार में इस्लाम और ख्रिस्ती को चेलेन्ज देनेवाला सिर्फ हिन्दु समाज है । सबसे प्रथम झहर दिया, मेकोले ने । जिसने कहा : हम आर्य बाहर से आये है । वह यह कहना चाहता था : . 'तुम और हम चौर है । तुम सिनियर चोर हो और हम जुनियर है।' हमारी तो प्रथम से ही आरण्यक संस्कृति थी । लेकिन वनवासीओं को समझाया : तुम आदिवासी हो, मूलवासी हो । लेकिन वेद आदि शास्त्रोंमें ऐसा एक भी प्रमाण नहीं है, जहां कुछ ऐसा उल्लेख हो । उल्लेख का एक अंश भी नहीं मिलता, फिर भी हमने यह सब मान लिया । लघुमती के बुखार का क्या आधार है ? मेकोले ने जो घुसाया वह नेहरु के दिमाग में घुसा दिया गया । स्वयं इतिहासकार न होने पर भी उसने यह (विश्व इतिहास की झलक) लिख दिया । उस प्रकार मुट्ठीभर अंग्रेजों ने पूरे हिन्द में यह विचार फैला दिया । अजैन हिन्दु समुदाय ८४ करोड़ है । जैन १ करोड़ है। कौन भरत ? ऋषभदेव का पुत्र कौन भरत ? हम नहीं मानते । ऐसा कोइ प्रश्न हिन्दुओं द्वारा नहीं किया गया । बहुमती होने पर भी नहीं किया गया । भरत तीन है : ऋषभ, दशरथ और दुष्यन्त के पुत्र । लेकिन सभी मानते है : ऋषभदेव के पुत्र भरत से ही भारत बना है। इसमें किसी हिन्दु ने विरोध नहीं किया । अगर यह देश है तो ऋषभदेव के संतानों का है। यह भरत का है, यह. भारत है । _ 'भारत' का अर्थ अर्जुन है। गीता आदि में इसका प्रयोग भी है : यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति 'भारत' । इस अर्थ २७ * * * * * * * * * * * * * sd, SIपूरि * -४ Page #299 -------------------------------------------------------------------------- ________________ में हम सभी 'भारत' है । इसमें विश्वास करनेवाले ८५ करोड़ है। पांच करोड़ भारत से बहार है। अगर हम अलग होंगे तो केवल वेटिकन का ही भला होगा । दो अरब मिलकर भी इसा-मुसा का सामना करना मुश्किल है तो इन हिंसकों के (ईशु व हज़रत महम्मद दोनों मांसाहारी थे) समुदाय के सामने एक करोड़ हो कर आप कैसे एक रह सकेंगे? __ ऐसा विभाजन अगर चालु रहा तो फिर जैनों में भी श्वेताम्बर, दिगम्बर, तेरापंथी, स्थानकवासी..... दिगम्बर में भी सामैया (जिसमें रजनीश पैदा हुआ) के अंदर भी फूट पड़ती रहेगी । फिर लघुमती इतनी बढती जायेगी के हमारा टिकना मुश्किल रहेगा । इस कलियुग में एकता ही ताकत है ।। धर्म निरपेक्ष सरकार के पापपूर्ण पैसों को प्राप्त करने के लिए आप लघुमती में जायेंगे ? मैं तो ऐसी कल्पना नहीं कर सकता । जैन धनाढ्य समाज है। केवल जैन अगर निर्णय करें तो भारत को कर्जे से मुक्त करा सकते है । कश्मीर, असम टूट रहे है । झारखंड इसाईओं का, छत्तीसगढ आदिवासीओं का बना है। यह सब क्या है ? आप लघुमती अगर बनेंगे तो गोभक्षक, मंदिरभंजक मुस्लीमों के साथ बैठना पड़ेगा । पूज्य हेमचन्द्रसागरसूरिजी : इसी विचार को लेकर हम सभी आचार्यों ने चार वर्ष पूर्व निर्णय किया कि हिन्दुओं के साथ ही रहना है । उस वक्त श्रावकों का विरोध भी था । लेकिन चार वर्ष के बाद हम स्वयं अपने आप को असहाय महसुस कर रहे है । राणकपुर, पालिताणा में मूर्तियां टूटी । बद्रिनाथ में हमारे विद्वान मुनिश्री जम्बूविजयजी चितित है। अब क्या करना ? __ आचार्य धर्मेन्द्रजी : हमने पहले ही कहा : हम हिन्दुओंमें ह * * * * * * * * * * * * * २७७ Page #300 -------------------------------------------------------------------------- ________________ यह फूट ही है। १८ आचार्य यहां एक साथ देखकर आश्चर्य चकित हुआ विराटनगर (जयपुर के पास) में (जहाँ औरंगझेब ने मंदिर तोड़ा था) दिगंबर श्वेतांबर जैनो में बड़ी फूट मैं देख रहा था । मैं तीन निर्जल उपवास करके उसके विरोध में बैठ गया । जहाँ देवराणी-जेठानी है, वहाँ भरत-राम जैसे संबंध नहीं देखने मिलेगा। वस्त्र में जू पड़ी है तो वस्त्र को हम फेंक नहीं सकते । अगर हिन्दुओं मे फूट है तो हम उनका त्याग नहीं कर सकते । यह हमारा आपसी पारिवारिक सवाल है । सब से प्रथम यह शब्द ही गलत है : 'हम हिन्दुओं के साथ रहना चाहते है । अलग हो वही साथ रह सकता है । लेकिन यहां अलग कौन है ? यह पूरा महाद्वीप भगवान ऋषभदेव का ही परिवार है। हम हिन्दुओं में भी कितने नये-नये पंथ निकल रहे आनंद मार्ग, बालयोगी, जय गुरुदेव, ब्रह्माकुमारी आदि इसके नमूने हैं । युनो में जाने का मैंने विरोध किया था । वहां पूरा रिंग - मास्टर वे ही है । लेकिन बाद में जानेवाले भी पछताये । हिन्दु नहीं, इन्डियन डेलीगेशन था । साथ में मुस्लीम आदि सब गये थे । . एक बार भी सती ने अगर लुच्चे के साथ समझौता कर दिया तो वह सती नहीं रहेगी । हम को आकर्षण से मुक्त होना होगा । . सुशील मुनि को जैन धर्म के प्रचारक तो मानो । उनका विदेश में जाने से अहिंसा आदि का तो प्रचार होगा । युनो में जानेवाला तो उनका नालायक शिष्य था । • आप अगर विदेश में नहीं जाना चाहते है तो हम जा कर आदिनाथ भगवान की प्रतिष्ठा करा दें। सिर्फ पालिताणा में आदिनाथ को सीमित रखना है क्या ? २९८ * * * * * * * * * * * * * Page #301 -------------------------------------------------------------------------- ________________ हम अलग हो कर कोई बात समझा नहीं सकते । पू. हेमचन्द्रसागरसूरिजी : पत्रक में आबादी कैसे लिखें? आ. धर्मेन्द्रजी : मुख्य रूप से हिन्दु ही लिखें, ब्रेकेट में जैन इत्यादि लिखें। पत्रक में अगर खाने नहीं हो तो सरकार से लड़ो । पू. हेमचन्द्रसागरसूरिजी : धार्मिक लक्ष्य को लेकर हम अलग है, सामाजिक, सांस्कृतिक, भौगोलिक आदि रूप से हम आपके साथ ही है । आचार्य धर्मेन्द्रजी : आज जैन युवक, ख्रिस्ती युवतिओं के साथ शादी कर के आशीर्वाद के लिए हमारे पास आते है । हम आशीर्वाद देते है । दूसरा हम क्या कर सकते है ? क्या बहिष्कार करें ? बहिष्कार नहीं, परिष्कार करना है । मैं तो आपका मजदूर हूं । आप जो भी चाहे मेरा उपयोग कर लें । पू. धुरंधरविजयजी : हम हिन्दु तो है ही लेकिन जैनेतर हिन्दु हम को 'हिन्दु' के रूप में स्वीकार करते है क्या ? आ. धर्मेन्द्रजी : पूरा समाज उन्मादग्रस्त है । ज्योति बसु, मुलायम सिंह आदि हिन्दु नहीं है क्यां ? फिर भी ये लोग गोमांस खा रहे है । एकात्मा से ही यह भेदभाव दूर हो सकता है । हम तो चाहते है : विश्व हिन्दु संमेलन में जैन साधु भी उपस्थित हों । हमने बौद्धों में 'बुद्धं सरणं पवज्जामि ।' का नारा लगाया था । आप जहां बुलायेंगे वहां पर शंकराचार्यों के साथ हम भी आ जायेंगे । I पू. हेमचन्द्रसागरसूरिजी : तीन दिन का संमेलन बनाने की जरुर है । जहाँ पर आप, ऋतंभरा, मुरारी बापु आदि सब पधारें । आ. धर्मेन्द्रजी : १७५ में से कम से कम १०० हिन्दु संत पधारेंगे, आप जहां बुलायेंगे । मार्गदर्शक मंडल में सभी हिन्दु इक्कट्ठे हो सकते है । एक भी ऐसा तीर्थ नहीं है, जहां हिन्दु जैन तीर्थ का हे, उसापूर्ण सूरि-४ * * * २७७ Page #302 -------------------------------------------------------------------------- ________________ मिश्रण न हो । कुंभ मेले जैसे प्रसंग में ऐसी बात की जा सकती है। वहां जैन संत न पहुंचे तो प्रतिनिधि भेजे । अयोध्या में दिगंबराचार्य देशभूषण आदिनाथ भगवान की बड़ी प्रतिमा की प्रतिष्ठा करा रहे थे । उस प्रतिमा को ले जाने के लिए गलीओं में सब हिंदुओंने साथ दिया था । केसरीयाजी बड़ा तीर्थ है । ब्राह्मणों ने सिद्ध किया : यह हम सब को जोड़ता है। जहां विसंगतियां हो वहां तोप के मुंह पर बैठने के लिए मैं तैयार हूं। प्राणलालजी : अभी शंकराचार्यजी ने बद्रिनाथ में हमारे जैन मंदिर में प्रतिष्ठा को रोकने के लिए कितने रोड़े डाले ? धर्मेन्द्रजी : शंकराचार्यजी कौन है ? आज कई नकली शंकराचार्य हो गये है। गली-गली में दो - दो शंकराचार्य घूम रहे है । कोई भी शंकराचार्य के ठेकेदार बन सकता है । इसका अर्थ यह नहीं कि हम परिवार से अलग हो जायें। यह हमारी पारिवारिक समस्या है । वह आपस में बैठकर सुलझानी होगी। हमारे हिन्दुओं में सभी एक मत नहीं है । आप के जैनोंमें भी परस्पर संमति कहां है ? एक करोड़ जैन अगर अलग हो गये तो बौद्धिक धारा अलग हो गई । जैनों के पास बुद्धि की शक्ति है । शीखों के पास बल है । शीख अलग होने से बल अलग हो गया । फिर हिन्दु के रूप में कौन रहेगा ? सिर्फ मछुआरे ही बचेंगे । . यद्यपि गांधी का मैं भयंकर विरोधी हूं । जिन्होंने किसानों को मुर्गी - पालन के लिए, मद्रासवासीओं को मछलियां खाने की सलाह दी थी, रुग्ण बछड़ों को बन्दूक से मरवाया था । फिर भी विदेशीओं के समक्ष मेरा सवाल है : तुमने गांधी, इन्दिरा, J.P., बाबा आम्टे आदि को क्यों नोबल नहीं दिया ? मधर टेरेसा को क्यों दिया ? आखिर वह तुम्हारी थी इसलिए ? किसी विदेशी को तुम पोप बना सकते हो क्या ? केरल के लोग अगर काले है तो कश्मीर के गोरे लोगों को तो पोप २७० * * * * * * * * * * * * * sहे, असापूसूरि-४ Page #303 -------------------------------------------------------------------------- ________________ बनाओ । ये वेटीकन के लोग है । अगर आप अलग हुए तो सर्व प्रथम आप को ही वे तोड़ना शुरु करेंगे । . जाट गुज्जर भी अपने को हिन्दु नहीं कहते, जाट इत्यादि कहते है । यह हमारा दुर्भाग्य है । मैं जैन-जैनेतरों की एकता के लिए प्राण देने के लिए तैयार हूं । और तो क्या कर सकता हूं ? (નીચે મંડપ સભામાં) (આચાર્ય ધર્મેન્દ્રજીનો પરિચય) ચન્દ્રશ્નન્તભાઈ : ધર્મેન્દ્રભાઈએ ૧૧ ૧ જગ્યાએ બલિદાન બંધ કરાવ્યું છે. ૬૦ વર્ષ સુધી એમના પિતાએ (રામચન્દ્ર વીર) અન્ન-મીઠું નથી વાપર્યું. ૮ લાખ લોકોને હિંસાથી છોડાવ્યા છે. હિન્દુત્વની સામે પડકારો આવે તે સામે સદા સજાગ છે. ઉત્તમભાઈ : આચાર્ય ધર્મેન્દ્રજી જયપુર પંચખંડના અધિપતિ છે. સમર્થ સ્વામી રામદાસ (શિવાજીના ગુરુ)ના તેઓ વંશજ છે. સ્વામી રામદાસ તેમની ૮-૧૦મી પેઢીએ આવે છે. એમનો વારસો ગૌરવવંતો છે. નાની ઉંમરથી ગોહત્યા બંધ ન થાય ત્યાં સુધી અન્ન-મીઠું ત્યાખ્યું તે ત્યાગ આજે પણ ચાલુ છે. ૧૧૦૦ મંદિરોમાં ઉપવાસો કરીને બલિદાનો બંધ કરાવ્યા છે. તેમના પિતાજીએ દિલ્હીમાં ૧૬૬ દિવસના ઉપવાસ કરેલા. શારીરિક સ્થિતિ લથડી જતાં ભરસભામાં ૮ વર્ષની ઉંમરે તેમણે પ્રથમ પ્રવચન કર્યું. ત્યારે સભા મુગ્ધ બની ગયેલી. એમની કેસેટો વિશ્વભરમાં જાય છે. કવિ, સાહિત્યકાર તથા વક્તા છે. ભાગ્યે જ જોવા મળે તેવા બેજોડ વક્તા છે. અમદાવાદમાં પૂ. રત્નસુંદરસૂરિજી, પૂ. હિતરુચિવિજયજીને લઘુમતી અંગે મળેલા છે. આચાર્ય ધર્મેન્દ્રજી : ઓ... भगवान के अनेक नाम-रूप है । नमोऽस्तु अनंतमूर्तये કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૦૦૧ Page #304 -------------------------------------------------------------------------- ________________ सहस्ररूपाय । भगवान को अनेक नामों से स्मरण करने की हमारी परंपरा है । उन्हीं में एक नाम है : अरिहंत । जैन परंपरा के अनुसार णमोक्कार मंत्र अरिहंत के नमन से शुरु होता है। - हिन्दु वह है जो सब को नमन करता है । जो अहिन्दु है वह नमन नहीं करता । उदंड अहिन्दु है । सभी नामों में प्रभु देखना हिन्दु - परंपरा है ।। अरिहंतों के बाद फिर दूसरों को (सिद्ध, आचार्य, उपाध्याय, साधु) भी नमस्कार किया गया । हिन्दुचेतना नमन करने में रुकती नहीं, पुस्तकों के कीटों को नहीं, लेकिन आचारवंत आचार्यों को यहां प्रणाम है । आचार्यों तक पहुंचानेवाले उपाध्याय है । जिन्होंने मुझे ज्ञानमंदिर में पहुंचाया, उन उपाध्यायों को नमन । संसार के सभी साधुओं को भी नमन । हिन्दु प्रज्ञा की यही व्याख्या है । સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે; वाय-आय-मन निर्भर राणे, धन-धन ४ननी तेनी ३.' - नरसैंयो रात को १२ बजे मैं यहां आया । मुझे जल्दी नींद नहीं आती । अच्छा तो नहीं हूं। अच्छे की संगति में तो रह सकता हूं। मैंने वहां पड़ी हुई दो-तीन पुस्तकें पढी । शुद्ध श्रावक के द्वारा प्रकाशित स्तवन थे । उसमें प्रारंभ था : 'नैनं छिन्दन्ति' गीता का यह श्लोक था । उस में कबीर, मीरां की भी कृतियां थी। લાંબું તિલક તાણે તે વૈષ્ણવ છે, એમ નથી કહ્યું, પણ પરની પીડા જાણે તે વૈષ્ણવ છે. અઢાર પુરાણોનો સાર પરની પીડા પરિહરવી તે છે. 'अष्टादश पुराणेषु, व्यासस्य वचनद्वयम् । परोपकारः पुण्याय, पापाय परपीडनम् ॥' (हालांकि पुराण व्यास ने बनाये है, ऐसा मैं नहीं मानता) यही हिन्दु-प्रज्ञा का नवनीत है । नरसिंह ने विष्णु के नाम पर पूरा जैन दर्शन ही डाल दिया २७२ * * * * * * * * * * * * * sd, scापूभूरि-४ * * * : Page #305 -------------------------------------------------------------------------- ________________ है । नरसिंह के सामने शेक्सपियर फिक्का है ।। धर्म परिषद में किसी जैन ने कहा था : अभी धर्म में परिवर्तन की जरुरत है। उस वक्त मैं १८ वर्ष का था, मैंने प्रतिरोध करते हुए कहा : धर्म में परिवर्तन संभवित नहीं है। धर्म अपरिवर्तनीय है वैसे अखंड है। यहां मिली-जुली संस्कृति नहीं है, एक है ।। संस्कृति की कभी कोकटेल नहीं हो सकती । फिटकरी और दूध का मिश्रण नहीं हो सकता । संस्कृति का काम है : एक करना । भेद करता है वह धर्म नहीं, संप्रदाय है । धर्म राजनैतिक संविधानिक नहीं है कि उसे हम चाहे जैसे बदल दें । तुलसीदास कहते है : सभी नमनीयों को मैं नमन करता हूं। यही हिन्दु संस्कृति है । यही जैन-वैष्णव प्रज्ञा है । नेहरु ने डिस्कवरी की है । वाकई में भारत माता की डिस्कवरी हो ही नहीं सकती । जिसने भारत माता में माता नहीं, जमीन का टुकड़ा देखा, वे क्या डिस्कवरी करेंगे ? . प्रभु के अनंत नाम-कीर्तन करने से प्रज्ञा निर्मल होती है । अरिहंत हरे... अरिहंत हरे... अरिहंत हरे... अरिहंत हरे... हरण करता है वह हरि है, हर है । मैं हरि और हर - दोनों का आदर करता हूं । हरद्वार और हरिद्वार - दोनों नामों में मेरी सम्मति है। केदारनाथ जाना है तो हरिद्वार है । बद्रिनाथ जाना हे तो हरद्वार है । अतुल अनादि अनंत हरे, व्यापक दिशि-दिशि भय अंत हरे, जगदीश जिनेन्द्र जयवंत हरे, भव-भयहारी भगवंत हरे. मैं समझाने के लिए नहीं, याद दिलाने के लिए आया हूं। अपने परिवार में आया हूं । अपने तीर्थ में आया हूं । * * * * * * * * * * * * * २७३ Page #306 -------------------------------------------------------------------------- ________________ त है । आमंत्रण हो तो पराये समुदाय में भी मैं जाता, लेकिन यह तो हमारा ही परिवार है । यहां दिव्य दृश्य देखने मिला यह मेरा परम सौभाग्य है । __सनातन धर्म यहां मूर्तिमंत प्रगट हुआ है । सनातन मतलब जो प्राचीन से भी प्राचीन है जो शुरु नहीं होता, जो कभी खतम नहीं होता । जो पैदा होता है, वह जरुर नष्ट होता है । इसलिए ही भगवान के नाम हमने अनामी अनंत इत्यादि रखे है । भगवान कभी समाप्त नहीं होते । जो १४०० साल पूर्व पैदा हुए, उनकी उम्र है । संप्रदाय पैदा होते है, धर्म नहीं । ई.स. २००० (मिलेनियम) से हमारा क्या लेना देना ? श्रावकों को क्या २००० से मतलब ? भगवान प्रेम रूप है । प्रेम के अलावा भगवान का दूसरा कोई स्वरूप नहीं है । 'खुदा से डरो' इस्लाम कहता है । हम कहते है : भगवान से प्यार करो । कभी हम नहीं कहते : अरिहंतों से डरो । जिसकी उपस्थिति भय का नाश करती है, वह तीर्थंकर है । वे तो अभयदाता है । यहां डरोगे तो निर्भय कहां बनोगे ? भय और भक्ति एक साथ नहीं रह सकते । जो स्वयं ही खुदा हुआ है, उससे क्या डरना ? ख्रिस्ती - इस्लाम खुदा से डरने का कहते है, लेकिन हिन्दु संस्कृति ऐसा नहीं कहती । अहँतों के करुणा की लीला समझ में नहीं आती इसलिए वह अगम्य है। संसार के सभी प्राणी के प्रति सामान्यरूप से बहता है, वह प्रेम है । इसु को २००० वर्ष भी हुए नहीं है, एक महीना और २४ दिन बाकी है । मिलेनियम किस बात का ? जो १४००, २००० वर्ष से हुए है, वे कभी न कभी खतम होंगे। जो आदिनाथ की परंपरा है, वह न पैदा हुई है, न नष्ट होगी । जो आत्मा के अमृतत्व में विश्वास करता है, वह हिन्दु है। जो एक बार गल जाता है, फिर खड़ा नहीं होता है, वह अहिन्दु है। २७४ * * * * * * * * * * * * * : Page #307 -------------------------------------------------------------------------- ________________ 'अधो गच्छन्ति तामसाः ।' - श्री कृष्ण मोक्ष मार्ग उपर जाता है, नीचे नहीं । यह निर्विकल्प सत्य है कि हम अविच्छिन्न धारा के संतान है। पहले यह निश्चित करो : हम इन्डीअन है कि भारतीय ? अगर भारतीय है तो भारत शब्द कहां से आया ? भारती मतलब निर्मल प्रज्ञा । विज्ञान अन्य से मिल सकता है, निर्मल प्रज्ञा नहीं मिल सकती, यह है भारती जिस की उतारे हम आरति । भारती, लक्ष्मी, भैरव, क्षेत्रपाल, कुंकुम, अक्षत, माला, चैत्य, देवालय, गुरु, भगवान, गंधर्व, स्वर्ग, विद्याधर, कैवल्य, निर्वाण, धर्म, अर्थ, काम, मोक्ष सभी यहां जैनों में और वहां (हिन्दु संस्कृति) है । ___यह पूरी कल्पना केवल आदिनाथ के संतानो में हो सकती है, वहां नहीं । फुटे हुए ढोल में ऐसी ध्वनि पैदा नहीं हो सकती । जमीन, राज्य, सीटें, धन, बांटा जा सकता है, चेतना व धर्म बांटा नहीं जा सकता, यह अखंड है। ओंकारं. श्लोक का कोपी राईट हो सकता है क्या ? तिलक, माला, पीतांबर, चोटी (दोनों की कट गई) सब दोनों में समान है । सतीत्व, संयम, ब्रह्मचर्य, इस्लाम में नहीं हो सकता, यहीं हो सकता है । कुंभणदास और तुलसीदास ने अकबर के यहां आने के लिए मना कर दिया था । यही आर्य संस्कृति की बुनियाद है। धोती, कपड़ा, साड़ी, सौभाग्य, सिन्दूर, मंगलसूत्र, भाषा, संस्कृत, प्राकृत, ओंकार - इसमें कहां फरक है ? ___ हरा झंडा है, वह इस्लाम है । लाल झंडा है, वह हिन्दु है । क्रोस ख्रिस्ती का, चांद - तारा इस्लाम का, हथोड़ा कम्युनिस्ट का प्रतीक है । • यह वैदिक संस्कृति हिंसक नहीं है । आकाश में * * * * * * * * * * * * * २७५ Page #308 -------------------------------------------------------------------------- ________________ जाय वह खग । मिट्टि में जाय वह मृग । बहती रहे वह गंगा । हिंसा से दूर रहे वह हिन्दु है ।। हमारी सिन्धु नदी कौन ले गया ? सिन्धु नदी भारत की थी । यहां से कहां जाओगे ? फिज़ी को समृद्ध बनाने के लिए जिन भारतीयों ने मेहनत की, उनके नेता महेन्द्र चौधरी को ६६ दिन तक वहां के लोगों ने बंदी बना दिया । क्या करोगे तुम ? नेहरु ने जो किया, विभाजन का कार्य, वह क्या आप श्रावक हो कर करेंगे ? लघुमती के अंदर भी फिर कितने टूकड़े हो जायेंगे ? समुद्र - यात्रा यहां-वहां (जैन-अजैन में) निषिद्ध है। एक शंकराचार्य ने की तो उन्हें पद से हटना पड़ा । हमें यहां रहना है, यहीं रहकर हिंसक संस्कृति से लड़ना है। अगर हम विदेश चले भी गये, डोलर्स कमा भी लिये, लेकिन हमारी संस्कृति का क्या ? मां-बाप वहां कमाने जाते है, और संतान पीने के लिए चले जाते है । यह हिंसक संस्कृति की देन है । हिंसक संस्कृति के सामने हम एक हो कर ही चुनौती दे सकते है। हमारे भाग्य का निर्णय क्या न्यायालय करेगी ? जिन्हें संस्कृति का ज्ञान नहीं है, वे क्या निर्णय करेंगे ? यह निर्णय तो धर्माचार्यों को करना चाहिए । मुस्लीम, ख्रिस्ती, अदालत नहीं चाहते । वे कहेंगे : कुरान ही न्यायालय है । हिन्दु एक पत्नी से सन्तुष्ट है । वे चार पत्नियां रखकर २५ पैदा कर सकते है । बद्रिनाथ में अगर आज जैनों का मंदिर नहीं हो रहा है तो क्या लघुमती में जाने से मंदिर हो जायेगा ? क्या हम लघुमती होने से टिके रहेंगे ? इस सनातन में कोई आगे-पीछे नहीं है। एक अरब अट्ठानवे करोड़ वर्षों से भी पुराना है हमारा इतिहास । हमें टूटना नहीं चाहिए । अगर हम राजस्थान की ढाणीओं की तरह टूटना चालु रखेंगे तो हमारा टूटना कोई रोक २७१ * * * * * * * * * * * * * Page #309 -------------------------------------------------------------------------- ________________ नहीं सकता । ___मेरी कामना है : सभी हिन्दु (श्वेताम्बर, दिगम्बर, हिन्दु आदि) ओं का एक तीर्थ हो । . राम का प्रादुर्भाव केवल वैदिक हिंसा रोकने के लिए ही हुआ था । वैदिक हिंसा का प्रारंभ केवल रावण से ही हुआ था । अगर इसे कोई अन्यथा सिद्ध कर दे तो मैं जाहिर मंच पर आना बंद कर दूंगा । सांप को मारना रामचन्द्रजी इस अर्थ में उचित समझते थे के दूसरे जीव चैन से जी सके । हिन्दु-एकता के लिए मेरे शरीर की कभी भी जरुर पड़े तो आधी रात को आने के लिए तैयार हूं । हम तीर्थंकरों की संतान है । ___ इतनी देर तक आपने मुझे (सुनकर) बर्दास्त किया, इसलिए मैं आपका आभारी हूं। પૂજ્ય ધુરંધરવિજયજી : પાલિતાણામાં આવ્યા ત્યારથી સૌહાર્દનું વાતાવરણ રહ્યું છે. ચાતુર્માસ સમાપ્તિ સમયે આચાર્યશ્રી ધર્મેન્દ્રજી એકતાનું મિશન લઈને આવ્યા છે. થોડું સમજી લઈએ. હિન્દુ પ્રજાના વિભાજન માટે ષડયંત્ર ચાલી રહ્યું છે. જેનો પણ લઘુમતીમાં આવી જાય તે માટે લાલચો અપાઈ રહી છે. ઘણા વિચારકો વિરોધમાં છે. મૂળમાં થોડીક લાલચ આપી ઘણું નુકશાન થાય તેમાં આપણે ભાગીદાર નથી થવાનું, તે સમજી લઈએ. આપણે આર્ય છીએ. આર્ય કદી જુદા ન પડી શકે. આર્યપુત્ર આર્ય જંબૂ વગેરે શબ્દોના પ્રયોગો શાસ્ત્રોમાં જોવા મળે છે. આર્ય એટલે કે હિન્દુ ! પ્રાયઃ આ અંગે બધા આચાય એ કમતિ છે; મહાસંસ્કૃતિથી અલગ નહિ થવામાં. બધા આચાર્ય ભગવંત હમણા અમદાવાદમાં મળશે. ત્યાં ચર્ચા થશે. વિ.સં. ૨૦૧૭માં ઉદયપુરમાં મારું ચાતુર્માસ હતું. વિશ્વ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૦૦ Page #310 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ પરિષદમાં મને આમંત્રણ મળ્યું. હું ગયો. સૌ પ્રથમ પ્રવચન આપ્યું, “વસુદેવ હિન્ડી' માં આ શબ્દ છે. આ લોકથી પરલોકમાં ગમન કરે તે હિન્દ. ૧૨૦૦ વર્ષ પૂર્વે જેમણે (જેની ગાદી ઉદયપુરમાં છે.) ગજેનકપુરમાં અહીં આવીને રાજય સ્થાપ્યું, તે સીસોદીયા વંશના કુલગુરુ તપાગચ્છીય આચાર્ય ભગવંત જ રહ્યા છે. જૈન અને અજૈન, બન્નેના મુખ્ય અગ્રણી મેવાડના મહારાણા હતા. તેઓ પહેલા પગલા શ્રીપૂજ્યને ત્યાં કરતા. રાણા પ્રતાપના હીરવિજયસૂરિજી પરના ઠપકાના કાગળ પણ મળે છે : અમને છોડીને તમે અકબરને ત્યાં કેમ જાવ છો ? મેવાડના રાજ્યમાં જ્યારે પણ ખબર પડે ત્યારે પહેલું કેસરીયાજીનું મંદિર બનતું. આવી પરંપરા હતી. રાજસ્થાનના ગામડામાં આજે પણ જૈન-અજૈન મંદિરોની એક જ દિવાલ છે. સિરોહીના મહારાજા વગેરેના કુલગુરુ જૈનાચાર્ય હતા. જૈન પોષાળમાં જ મહારાજાના પુત્રોનું ભણતર થતું હતું. બંગાળમાં ૧૦ હજાર પાઠશાળાઓ હતી. લોર્ડ મેકોલે પછી બધું તૂટ્યું. વિદ્યા-વાણિજ્ય મહાજનના હાથમાં જ હતું. મહાદેવ-હનુમાનના મંદિર પણ મહાજન નિભાવતા. આ અવિભક્ત પરંપરાને તોડવાના ષડયંત્રો રચાયા છે. - સનાતન ધર્મનો નાશ કોઈ કરી શકશે નહિ, પૂજ્ય આચાર્ય ભગવંત જેવા થોડા પણ ઉપાસકો હશે. પોપને પોતાના પશ્ચિમમાં જ અનુયાયીઓ મળતા નથી. તેની જડ તૂટી રહી છે. અનુયાયીઓ ખોજવા એમને ઠેઠ અહીં આવવું પડે છે. ઈસા-મુસા ખતમ થઈ જશે, પણ પડતા વડ નીચે આપણે ન આવી જઈએ, તેની તકેદારી રાખવી પડશે. ૧-૨ વર્ષમાં શ્રમણ સંઘ એવો એક બને કે જેના પ્રભાવે અખંડ હિન્દુસ્તાન પર સંસ્કૃતિની લહેર છવાઈ જાય. ૨૦૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #311 -------------------------------------------------------------------------- ________________ કા. સુદ-૧૦ ૬-૧૧-૨૦00, સોમવાર જીવત - પરિવર્તન ન થતું હોય તો ઉધમતી ખામી સમજવી, ધર્મતી નહિ. Tཁཁཁཁཁཁཁཁཁཁཁམས་ཆཅཆ་ » ધર્મ જ્યારથી મળ્યો છે ત્યારથી જીવનમાં પરિવર્તન આવ્યું, એ આપણો જાત-અનુભવ છે. ભલે એ બાહ્ય પરિવર્તન હશે, પણ તોય એનું મહત્ત્વ ઓછું નથી. આંતર પરિવર્તન પણ ધીરે-ધીરે આવશે, જો એનું લક્ષ્ય હશે. અન્ય દર્શનીઓના જીવનમાં પણ ધર્મના પ્રવેશથી કેવું પરિવર્તન દેખાય છે? જૈનેતર મીરાં, નરસિંહ, રામકૃષ્ણ પ૨મહંસ વગેરે પ્રભુભક્તોના જીવનમાં જે મસ્તી હતી તેનો ઈન્કાર શી રીતે થઈ શકે ? આટલી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ જો અંતરંગ પરિવર્તન ન આવે તો આપણા ઉદ્યમની ખામી સમજવી, ધર્મની નહિ. મા બાળક માટે શીરો બનાવીને કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૦૯ Page #312 -------------------------------------------------------------------------- ________________ આપે, તેમ પૂર્વાચાર્યોએ આપણા માટે આ શાસ્ત્રો બનાવીને આપ્યા છે, સંસ્કૃતમાં પણ સમજ ન પડે તો ગુજરાતી કૃતિઓ રચી છે. ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી પણ સંસ્કૃતનો અભ્યાસ કરવાનું મન એટલે થયું કે અનુવાદ ગમે તેટલો સારો હોય તો પણ મૂળ કૃતિની તોલે ન જ આવે. અનુવાદ એટલે વાસી માલ! વાસી માલ નથી જ જોઈતો – એવા સંકલ્પ જ મને સંસ્કૃત અભ્યાસ કરવા પ્રેર્યો. જ આ જન્મમાં જેટલી ચીજ મળશે, કાંઈક અધૂરું રહેશે તો પણ ચિંતા નહિ કરતા, આગામી ભવમાં આ અધૂરી સાધના પૂર્ણ થશે. પણ સાધના જ શરૂ નહિ થઈ હોય તો શી રીતે પૂર્ણ થશે ? ભગવાન જેવું ઉપાદાન પામીને પણ આપણો આત્મા કલ્યાણ ન સાધે તો ક્યારે સાધશે ? બીજા કોઈને નહિ તો આપણી જાતને તો ઠપકો આપી શકીએ ને ? અમારા દીક્ષાદાતા પૂ. રત્નાકર વિ.મ. પોતાની જાતને શિક્ષા આપતા. કાઉસ્સગ્ન વગેરેમાં પ્રમાદ આવે તો પોતે જ પોતાને થપ્પડ મારી દેતા. ચક્રવર્તીના ચક્રથી મોટા-મોટા શત્રુ રાજાઓ પણ ગભરાઈ જાય. ભગવાનના પણ ધર્મચક્રથી ચારેય ગતિ, ચારેય કષાયો, ચારેય સંજ્ઞાઓ ચકનાચૂર થઈ જાય, ચારેય ધર્મો આવી મળે. આથી જ ભગવાન ચાતુરંત ચક્રવર્તી છે. પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ કાળ ૨૦૦ થી ૯૦૦ સાગરોપમ છે. જો આટલા કાળમાં કામ ન કર્યું તો વિકસેન્દ્રિય - એકેન્દ્રિયમાં જવું પડશે. માટે જ પ્રમાદ કરવાની શાસ્ત્રકારો ના પાડે છે. પણ આ સાંભળે કોણ ? જીવનમાં ઉતારે કોણ ? જ સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધિગતિ સુધી ભગવાન આ રીતે જ (સંસારનો અંત કરનાર ધર્મ ચક્રવર્તી તરીકે) વર્તે છે. જ્યાં ભગવાન જાય ત્યાં મોહના સામ્રાજ્યને તોડી-ફોડી નાખે છે. આપણને અહીં સુધી ભગવાને જ પહોંચાડ્યા જ ને? પણ આપણે ક્યારેક ભગવાનને છોડીને મોહની છાવણીમાં ૨૮૦ * * * * * * * * * * * * કહે, Page #313 -------------------------------------------------------------------------- ________________ ઘુસી જઈએ છીએ. અથવા અહીં રહીને મોહના એજન્ટનું કામ કરીએ છીએ, જેમ ભારતમાં રહેતા ત્રાસવાદીઓ પાકિસ્તાનના એજન્ટ બનીને કામ કરે. રહેવું ભગવાનના શાસનમાં અને કામ કરવું મોહનું આ કેવું ? રહેવું ભારતમાં અને કામ કરવું પાકિસ્તાનનું. આ કેવું? - થમા થી માંડીને થપ્પવરાવરંત સુધી વિશેષ ઉપયોગ સંપદા થઈ. (૨૫) મMડિયેવરના - સંસUાથરીui કેટલાક (બૌદ્ધો) પોતાના ભગવાનને “પ્રતિતતવજ્ઞાનદર્શનધર' માને છે. તેઓ કહે છે : અમારા ભગવાન સર્વજ્ઞ હોય કે ન હોય, અમારા ઈષ્ટ પદાર્થને જુએ એટલે બસ. અહીં આ મતનું ખંડન થયું છે. વીતરાગ પ્રભુ અપ્રતિહત ઉત્તમ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા છે. સર્વજ્ઞતાની ઠેકડી ઉડાડતા એ બૌદ્ધોએ કહ્યું છે : सर्वं पश्यतु वा मा वा, तत्त्वमिष्टं तु पश्यतु । प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे ॥ અમારા ભગવાન બધું જુઓ કે ન જુઓ પણ ઈષ્ટ તત્ત્વ જુઓ. દૂરદર્શીને જ જો પ્રમાણ ગણવામાં આવે તો અમે ગીધની ઉપાસના કરીએ. ગીધ કેટલું દૂર-દૂર સુધી જોઈ શકે છે ? પાંચેય આચારોનું જેમ જેમ પાલન થતું જાય તેમ જ્ઞાનાદિનો ક્ષયોપશમ વધતો જાય. જ્ઞાન અને જ્ઞાનીની આશાતના ટાળવી, જ્ઞાન જ્ઞાનીનું બહુમાન કરવું, વગેરે દ્વારા જ્ઞાન વધતું રહે છે. દીક્ષા લીધી ત્યારે કેટલું આવડતું હતું ? અત્યારે વધુ આવડે છે, તેમાં જ્ઞાનાચારના પાલનનો પ્રભાવ છે, એમ સમજાય છે ? કેવળજ્ઞાન-દર્શન એ તો આપણો સ્વભાવ છે. એ સ્વભાવ આપણે ન મેળવીએ તો કોણ મેળવશે ? ભગવાન આખા જગતને પૂર્ણરૂપે જુએ છે, પણ આપણે કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૮૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ આપણી જાતને પૂર્ણરૂપે નથી જોતા. અંદર મિથ્યાત્વ બેઠું છે ને? ઉપાશ્રય, શિષ્યો, ભક્તો, બોક્ષ વગેરે મારા એવું લાગે છે, પણ જ્ઞાનાદિ મારા છે, એવું લાગે છે ? ભક્ત આદિથી લાગતી પૂર્ણતા ઊછીના ઘરેણા જેવી છે. જ્ઞાનાદિની પૂર્ણતા આપણી પોતાની છે, એ ભૂલશો નહિ. જેમની પૂર્ણતા પ્રગટેલી છે, તેનું બહુમાન કરતા રહો તો પણ કામ થઈ જાય. પણ અંદરથી માનો છો ? પૂર્ણતા જોવા અંદરની આંખ જોઈએ. મોટા-મોટા પંડિત પાસે પણ આવી આંખ નથી હોતી. પં. સુખલાલ જેવા મોટા ગજાના પંડિતને પણ ભગવાનની સર્વજ્ઞતામાં વિશ્વાસ ન્હોતો. ભગવાન અને ગુરુની કૃપા વિના સર્વજ્ઞતાનો પદાર્થ ન સમજાય. હવે ગઈકાલની વાત કરું. પૂ. દેવચન્દ્રજીએ કહ્યું છે : જડ અને ચેતન બધા જ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યા છે. આગળ વધીને હું ત્યાં સુધી કહીશ : આપણા કરતાં પણ જડ પદાર્થો ભગવાનની આજ્ઞા વધુ પાળે છે. દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી; તાસ વિના જડ-ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી.' - પૂ. દેવચન્દ્રજી. સામ, દાન, દંડ અને ભેદ આ ચારથી રાજનીતિ ચાલે, તેમ ભગવાનની આજ્ઞા પણ દ્રવ્યાદિ ચાર પ્રકારે છે. દરેક દ્રવ્યની મર્યાદા : સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ અને સ્વ-ગુણમાં રહેવાનું. આનું કોઈ ઉલ્લંઘન કરી શકે ખરું ? - જીવાસ્તિકાય રૂપે આપણે સૌ એક છીએ. ‘ì આયા' વગેરે સૂત્રો આ જ રીતે ઘટે. ચેતનાની અપેક્ષાએ જીવનો એક ભેદ, આ એકતાને જણાવે છે. જીવાસ્તિકાય દ્રવ્યથી અનંત, ક્ષેત્રથી લોકવ્યાપી, કાળથી શાશ્વત, ભાવથી અવર્ણ, અગંધ અને અરૂપી છે. અરૂપી હોવા છતાં અસ્તિત્વ ધારણ કરે છે. માટે જ તે જીવાસ્તિકાય કહેવાય છે. ૨૮૨ * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #315 -------------------------------------------------------------------------- ________________ જીવાસ્તિકાયમાં એક જીવનો એક પ્રદેશ પણ ઓછો હોય તો તે જીવાસ્તિકાય ન જ કહેવાય. એમાં આપણે પણ આવી જ ગયાને ? આ લક્ષણોથી કોઈ જડ બહાર જાય ? પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : આપણે પણ ક્યાં ઉલ્લંઘન કરીએ છીએ ? પૂજ્યશ્રી ઃ ભગવાને જીવો સાથે મૈત્રી કરવાનું કહ્યું, આપણે નથી કરતા, આ ઉલ્લંઘન ન કહેવાય ? પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : આપે એંગલ બદલ્યો. - પૂજ્યશ્રી ઃ બદલવો જ પડેને ? એ રીતે લઈએ તો જ સાધનામાં ગતિ આવે. ભગવાનના મનોવર્ગણાના પુદ્ગલો ઠેઠ અનુત્તર વિમાન સુધી પહોંચી શકતા હોય તો આપણા સુધી ન પહોંચે, એવું કોણે કહ્યું ? બીજા માટે શુભ ભાવ ભાવો. અવશ્ય અસર થશે જ. માત્ર બોલીને જ બીજો સુધરે છે, એવું નથી, મનથી પણ સુધરી શકે છે, એ સમજવું રહ્યું. | સરોવર પાસે જતાં શીતલતાનો અનુભવ થાય, તેમ સંતો પાસે શીતલતાનો અનુભવ થાય છે, તેનું કારણ એમના હૃદયનો શુભ ભાવ જ છે. આ પુસ્તક વાંચતાં ચિત્ત પ્રસન્ન બન્યું છે. મને જે નાની-નાની બાબતમાં ઓછું આવી જતું હતું. અભિમાન આદિના કારણે બેલેટ-ગો’ કરી શકતી ન હતી. એવા મારા અંતરંગ દોષો ઓછા થતા દેખાય છે. - સા. હંસગુણાશ્રી * * * * * * * * * * * * * ૨૮૩ Page #316 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.શ્રી ભદ્રગુણસૂરીશ્વરજી મ.સા. કા. સુદ-૧૧ ૭-૧૧-૨૦૦૦, મંગળવાર ઉચ્ચ કોટિતા સાહિત્યકારોનું કદી મૃત્યુ નથી થતું. સ્થળ : વાવ પથક ધર્મશાળા. પૂ. ભદ્રગુપ્તસૂરિ પ્રથમ સ્વર્ગતિથિ. પૂ.આ.શ્રી વિજય જગવલ્લભસૂરિજી ઃ મહેસાણાના મૂલચંદભાઈને કિશોર અવસ્થામાં કોડ હતા : અભિનેતા બનવાના. પૂ. પ્રેમસૂરિજી મ.ની એમના પર નજર પડી અને બની ગયા, જૈન મુનિ. અભિનેતા પણ વેષ-પરિવર્તન કરતો હોય છે. મૂલચંદભાઈએ પણ સાધુ બનીને વેષ-પરિવર્તન કર્યું જ ને ? મૂલચંદભાઈ પૂ. ભાનુવિજયજીના શિષ્ય મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. “મહાપંથનો યાત્રિક' નામના પુસ્તકથી શરૂ થયેલી એમની સર્જનયાત્રા મૃત્યુ સુધી ચાલી રહી. છેલ્લી ૨૮૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસરિ-૪ Page #317 -------------------------------------------------------------------------- ________________ ભયંકર માંદગી વચ્ચે પણ સમાધિપૂર્ણ ચિત્તે તેઓ સાહિત્યસર્જન કરતા જ રહ્યા. આ એમના જીવનની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હતી. - પૂ.આ.શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી : અમારા એ સ્વ. પૂ. આચાર્યશ્રીની સાથે ગાઢ સંબંધો હતા. હું વ્યાખ્યાનમાં નવો-નવો હતો ત્યારે મને તેઓ અનેક રીતે પ્રોત્સાહિત કરતા. વ્યાખ્યાન માટે નવા મુદ્દાઓ આપતા. વ્યાખ્યાન કઈ રીતે આપવું ? તે અંગે સમજાવતા. સ્વયં વ્યાખ્યાન અધૂરું છોડીને મારી પાસેથી બોલાવતા, મારા વ્યાખ્યાનની પ્રશંસા કરી મને પ્રોત્સાહિત પણ કરતા. આજે મારું જે વ્યક્તિત્વ છે, એના ઘડતરમાં અનેક પરિબળો રહેલા છે, તેમાં પૂજ્યશ્રી પણ એક મહત્ત્વનું પરિબળ હતા. - પં. છબીલદાસજી આવા પ્રસંગે એક સંસ્કૃત શ્લોક કહેતા તે યાદ આવી જાય છે : હંસ જયારે સરોવરને છોડીને ચાલ્યા જાય છે ત્યારે હંસને તો કોઈ ખોટ નથી પડતી. કારણ કે જ્યાં રાજહંસ જશે, ત્યાં સરોવરનું નિર્માણ થઈ જ રહેશે. પણ સરોવર જરૂર શૂનું બનશે. જિનશાસનનું આ સરોવર પણ પૂજયશ્રી વિના અત્યારે શૂનું થયું છે. પૂ. ગણિશ્રી મનિચન્દ્રવિજયજી : હિન્દી કવિ શ્રી મૈથિલીશરણ ગુણે કહ્યું છે : મંથર હૈ વહાં, ગઠ્ઠાં માહિત્ય નહીં હૈ मुर्दा है वह देश, जहां साहित्य नहीं है। આપણા લક્ષ્મીપુત્ર સમાજમાં સાહિત્યકાર તરીકે ઉપસી આવેલા પૂજ્ય આચાર્યશ્રી વિશિષ્ટ વ્યક્તિત્વના સ્વામી હતા. જો કે, પૂજ્યશ્રી સાથે મારો ખાસ પરિચય નથી. ફક્ત બે જ વખત એમને જોયા છે. એક વાર ગૃહસ્થાપણામાં... વિ.સં. ૨૦૨૭માં મુંબઈ - સાયનના ઉપાશ્રયમાં, જયારે હું ૧૧-૧૨ વર્ષની વયનો હતો. મોટા ભાઈ સાથે સાયન કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૮૫ Page #318 -------------------------------------------------------------------------- ________________ દેરાસરમાં દર્શનાર્થે ગયેલો. બાજુના ઉપાશ્રયમાં પૂ. મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજીનું પ્રવચન ચાલતું હતું. મોટા ભાઈ સાથે હું પણ સાંભળવા બેઠો. એમના પ્રવચનનું એક વાક્ય આજે પણ યાદ છે : ‘મોહરાજા કપાળે કંકુનું તિલક લગાવી ઉપર કોલસાની ભૂક્કી લગાવે છે.' કયા સંદર્ભમાં એ વાક્ય હતું તે યાદ નથી, પણ વાક્ય આજે પણ યાદ છે. ત્યારે શી ખબર કે આ જ મહાત્માની ગુણાનુવાદ-સભામાં એમનું આ વાક્ય મારે બોલવું પડશે ? દીક્ષા પર્યાયના ૨૯ વર્ષમાં એક જ વખત પૂજ્યશ્રીના દર્શન થયા. વિ.સં. ૨૦૫૫ના વૈશાખ મહિનામાં (એમના સ્વર્ગવાસથી ૫-૬ મહિના પહેલા જ) પૂજ્યશ્રીના દર્શન શ્યામલ ફ્લેટમાં કર્યા. ભયંકર વ્યાધિમાં પણ અદ્ભુત સમાધિ ચહેરા પર દેખાતી હતી. પૂજયશ્રી અત્યારે ભલે દેહથી હયાત નથી, પણ સાહિત્યદેહથી અમર છે. ઉચ્ચકોટિના સાહિત્યકારોનું કદી મૃત્યુ થતું નથી. તેઓ અક્ષરદેહે સદા જીવંત રહે છે. જ્યાં સુધી જ્ઞાનસાર, પ્રશમરતિ, શાન્ત સુધારસ જેવા ગ્રન્થો પરના એમના વિવેચન-ગ્રન્થો વંચાયા કરશે ત્યાં સુધી પૂજ્યશ્રી જીવંત રહેશે. લલિત વિસ્તરા, યોગદૃષ્ટિ સમુચ્ચય વગેરે અનેક ગ્રન્થો દ્વારા પૂ. હરિભદ્રસૂરિજી આજે પણ જીવે છે. જ્ઞાનસાર, અધ્યાત્મસાર આદિ ગ્રન્થો દ્વારા પૂ. ઉપા. યશોવિજયજી આજે પણ આપણી વચ્ચે છે. આવી વ્યક્તિઓની કીર્તિ કોણ મિટાવી શકે ? નામ રહંતાં ઠાકરા, નાણા નવિ રહંત; કીર્તિ કેરા કોટડા, પાડ્યા નવિ પડંત.’ પૂ. મુનિશ્રી ઉદયપ્રભવિજયજી : વક્તૃત્વ, લેખન અને અનુશાસન આ ત્રિવેણીનો વિરલ સંગમ પૂજ્યશ્રીમાં થયેલો હતો. જો કે, વક્તૃત્વ કઠણ છે જ, પણ લેખન તેથી પણ કઠણ * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૨૦૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ છે. કારણકે બોલતી વખતે આડું-અવળું બોલાઈ જાય તો હજુ ચાલે, પણ લખવામાં ગરબડ થઈ જાય તે બિલકુલ ન ચાલે. પૂજ્યશ્રી પાસે વસ્તૃત્વ અને લેખન બન્ને ક્ષેત્રે માસ્ટરી હતી. અનુશાસન ગુણ પણ પૂજ્યશ્રીમાં જોરદાર હતો. મદ્રાસચાતુર્માસમાં શિબિરોમાં છોકરાઓનું અનુશાસન દ્વારા કઈ રીતે નિયંત્રણ કરતા તે મેં ગૃહસ્થપણામાં નજરે જોયું છે. એક આંખમાં ભીમ-ગુણ તો બીજી આંખમાં કાન્ત-ગુણ પણ હતો. હું પર-સમુદાયમાં દીક્ષા લેવાનો છું, એવું જાણવા છતાં પૂ. ભૂવનભાનુસૂરિજી, પૂ. જયઘોષસૂરિજી, પૂ. જયસુંદરવિજયજી આદિએ મને હુબલી-ચાતુર્માસમાં પ્રેમથી અધ્યયન કરાવ્યું છે. આવા ઉદાર દૃષ્ટિકોણ ધરાવતા સમુદાયમાં પૂજ્યશ્રી સંકુચિત દૃષ્ટિકોણવાળા શી રીતે હોઈ શકે ? એમના ઉદા૨ દૃષ્ટિકોણનો અનેક વખત અનેકોને અનુભવ થયો છે. પૂ.પં.શ્રી વજસેનવિજયજી : વિ.સં. ૨૦૦૬માં હું જ્યારે આઠ વર્ષનો હતો ત્યારે અહીં પાલિતાણા ગામમાં બીજા મુમુક્ષુઓ સાથે ભણવા આવેલો. ત્યારે પૂજ્યશ્રી પણ ગૃહસ્થપણામાં હતા. દીક્ષા પછી જો કે, ખાસ મળવાનું થયું નથી, પણ સાહિત્ય દ્વારા તેમનો પરિચય થતો જ રહેતો. એમણે લખ્યું તે પ્રમાણે જીવ્યું પણ છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી સમાધિ જાળવી રાખી છે. આપણો ધર્મ મોટા ભાગે સુપ્રભાવિત હોય છે. સુખશાન્તિ હોય ત્યાં સુધી ધર્મ રહે છે. દુઃખ આવતાં જ ધર્મનું બાષ્પીભવન થઈ જાય છે. નિમિત્ત ન મળે ત્યાં સુધી શાન્ત રહીએ છીએ. નિમિત્ત મળતાં જ શાન્તિનું બાષ્પીભવન થઈ જાય છે, અંદરનો ક્રોધ જવાળામુખી બનીને ફાટી નીકળે છે. પૂજ્યશ્રીમાં આવું ન હતું, છેલ્લી માંદગીમાં પણ પૂજ્યશ્રીએ અદ્ભુત સમાધિ રાખી છે ને પોતાનું સર્જન-કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે. જાણ્યું તે પ્રમાણે જીવ્યું તે આનું નામ ! કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * * * ૨૮૦ Page #320 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિશ્રી ધુરંધરવિજયજી : ઝગડીઆજીમાં આઠ વર્ષની ઉંમરે મારી દીક્ષા થઈ. પછી મારે પૂ. ગુરુદેવ (પૂ.પં. ભદ્રંકર વિ.મ.) સાથે મોટા ગુરુદેવ પૂજ્ય આચાર્યશ્રી (વિજય પ્રેમસૂરિજી) ના સાન્નિધ્યમાં જવાનું થયું. તે વખતે બાલમુનિ તરીકે હું એકલો જ હતો. એ અરસામાં મારે બે જણની સાથે આત્મીયતાભર્યા સંબંધો બંધાયા હતા : મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી તથા મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી સાથે. અમે ત્રણેય ખાસ નિકટના સાથીઓ બન્યા. | મુનિ ચન્દ્રશેખરવિજયજીએ લેખક તરીકે ઉપનામ વજપાણિ' રાખેલું. આજે પણ તેઓ ખુમારીનું વજ લઈને ઘૂમે છે. ભદ્રગુપ્તવિજયજીએ “પ્રિયદર્શન' ઉપનામ રાખેલું. છેલ્લે સુધી સૌને તેમનું દર્શન પ્રિય જ લાગતું. હું તો સાવ નાનો. મને પૂજ્યશ્રી દરરોજ નવી-નવી સુંદર મજાની વાર્તા કહેતા. ક્યારેક બહિર્ભુમિએ જતી વખતે પણ વાર્તા કહેતા. નાના બાળકને આથી વધુ શું જોઈએ ? - ત્યાર પછી પણ અમારા સંબંધો ઘણા ઉષ્માભર્યા રહ્યા. સં. ૨૦૫૪માં અમદાવાદ-ચાતુર્માસમાં હું તેમને અવાર-નવાર મળવા જતો. મને જોઈને પૂજ્યશ્રી ખૂબ જ રાજી થતા. દરેક મુલાકાતમાં છેલ્લું વાક્ય આ હોય : તું હવે ફરી ક્યારે આવે છે ? (તેઓ મને હંમેશા તું કહીને જ બોલાવતા. ગાઢ આત્મીયતા હોય ત્યાં જ આવું સંબોધન હોઈ શકે.) અમદાવાદથી વિહાર વખતે પણ મને જલ્દી આવવા કહેલું. ૨૦પપના ચાતુર્માસ પછી મારી સ્વયંની ભાવના પણ ડીસાથી વિહાર કરી અમદાવાદમાં પૂજ્યશ્રીને મળવાની હતી. ૪૫ આગમનું અધ્યયન પૂજ્યશ્રી પાસે કરવાની તીવ્ર ભાવના હતી. એમનું અધ્યયન તલસ્પર્શી હતું. આથી તીવ્ર આકાંક્ષા હતી. પણ કુદરતને એ કદાચ મંજૂર નહિ હોય. ચાતુર્માસ પછી હું વિહાર કરું એ પહેલા આજના દિવસે પૂજ્યશ્રીનો દેહ-વિલય થઈ ગયો. પૂ. ભદ્રગુપ્તસૂરિજીના લગભગ તમામ પુસ્તકો પૂ. ૨૮૮ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #321 -------------------------------------------------------------------------- ________________ રામચન્દ્રસૂરિજી મ. વાંચતા વાંચીને ડોલી ઊઠતા : વાહ ! કેવું અદ્ભુત લખ્યું છે ? પૂ. ભદ્રગુપ્તસૂરિજી માટે આથી અધિક બીજું કયું પ્રમાણપત્ર હોઈ શકે ? પૂ.આ.શ્રી યશોવિજયસૂરિજી : એક વખત પૂજયશ્રીની વાચના સાંભળવા મળી. મારી આદત પ્રમાણે હું એમના મુખમાંથી નીકળતા શબ્દોની પાછળ અશબ્દ અવસ્થાને જોઈ રહ્યો. શબ્દો તો એક બહાનું છે, એક માધ્યમ છે; તમને મળવાનું. શબ્દોના ઉપયોગ વિના મહાપુરુષો તમને શી રીતે મળી શકે ? પૂજ્યશ્રીના ઘડવૈયા પૂ. પ્રેમસૂરિજી. પૂ. પ્રેમસૂરિજી એક અચ્છા શિલ્પી હતા. એમણે અનેક શિલ્પોનું (મુનિઓનું) સર્જન કર્યું. ગાંધીજી માટે હું ઘણીવાર કહું છું : ગાંધીજી સ્વયં એટલા વિદ્વાન ન હતા, પણ એમના અનુયાયીઓ એમનાથી પણ વધુ વિદ્વાન હતા. છતાં એ બધા વિદ્વાનોને તેમણે એક સાંકળે બાંધી લીધા. પૂ. પ્રેમસૂરિજીને ગાંધીજી સાથે આ અપેક્ષાએ સરખાવી શકાય. એમણે જ્યાં જ્યાં શક્તિઓ જોઈ તે સૌને ખેંચી લીધા. ભિન્ન-ભિન્ન શક્તિઓ ધરાવતા કેટલા મહાત્માઓને તેમણે તૈયાર કર્યા ? સાચે જ તેઓ ઉત્કૃષ્ટ શિલ્પી હતા. એમના અનેક શિલ્પોમાંનું એક નમૂનેદાર શિલ્પ તે પૂ. ભદ્રગુપ્તસૂરિજી. પૂ. પ્રેમસૂરિજી એક વાતમાં ખાસ આગ્રહી રહ્યા : જીવન નિર્મળ જ હોવું જોઈએ. જીવનની ચાદરમાં કોઈ ડાઘ લાગી જાય, તે તેઓ ચલાવી લેતા નહિ. આથી જ એમના સમુદાયમાં વિશુદ્ધ સંયમી મહાત્માઓની શ્રેણિ તૈયાર થઈ શકી. પૂ. ભદ્રગુપ્તસૂરિજીને આજે તમે ભાવાંજલિ આપવા એકઠા થયા છો. તો આ નિમિત્તે શું કરશો ? એમના પુસ્તકો અવશ્ય વાંચજો. કદાચ બધા ન વાંચી શકો એમણે છેલ્લી માંદગીમાં લખેલા સુલસા, લય-વિલય, શોધ-પ્રતિશોધ વગેરે કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૮૯ Page #322 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકો તો ખાસ વાંચજો. એ એમનું ઉત્કૃષ્ટ સર્જન છે. દલપત સી. શાહ (અધ્યાપક) પૂજ્યશ્રીની સાથે મારે ઘણી વખત રહેવાનું થયું છે. ખાસ કરીને શિબિર-સંચાલક તરીકે રહ્યો છું. બાળકો પર કઈ રીતે અનુશાસન કરવું ? તે હું એમની પાસેથી શીખ્યો છું. એમની પાસે ટીચિંગ-પાવર હતો. વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવા ? તે કળા હું તેમની પાસેથી શીખ્યો છું. તેઓ કેટલા નિઃસ્પૃહ હતા ? એ પણ જાણવા જેવું છે. મૃત્યુથી પૂર્વે તેમણે કહ્યું હતું : આજે એવો રિવાજ થઈ ગયો છે, જેની વધુ ઊંચી બોલી બોલાય તે મહાન. મારી પાછળ આવી કોઈ બોલી બોલશો નહિ. મારા શબનું કોઈ વિશિષ્ટ જગ્યાએ નહિ, પણ સામાન્ય જગ્યાએ જ દહન કરશો. મારી પાછળ કોઈ સ્મારક, કોઈ મૂર્તિ કે મંદિર વગેરે બનાવશો નહિ. આવી નિઃસ્પૃહતા બહુ ઓછી જોવા મળે ! ૨૯૦ ‘કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક મળી ગયું છે. પૂજ્યપાદશ્રીએ વાંકી તીમાં આપેલી વાચનાને વાંચતા ખરેખર ! પૂજ્યશ્રીના રગેરગમાં પ્રભુભક્તિ વણાયેલી જણાઈ આવે છે. તેમ જ સંયમ-જીવનમાં પણ જીવન જીવવાની કળા અને નવી નવી પ્રેરણાઓ મળે છે. ખૂબ જ રસપ્રદ આ પુસ્તક છે. સાધ્વી પુણ્યરેખાશ્રી સુરત - * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #323 -------------------------------------------------------------------------- ________________ કા. સુદ-૧૧ ૭-૧૧- ૨000, મંગળવાર પુસ્તક, ઘટતા, સ્વપ્ન - વગેરે અનેકરૂપે ભગવાન ! તમને માર્ગદર્શન આપવા આવી પહોંચે છે. - ༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤ “મોક્ષના કર્તા ભગવાન છે.” – એમ માનશો તો જ સાધનાનું પ્રથમ ચરણ શરૂ થશે. ‘ભગવાન વિશ્વના કર્તા છે.” એ વાત આપણે નથી સ્વીકારતા, કારણ કે એ ઘટતી નથી, પણ સાધનાના ક્ષેત્રે તો ભગવાનનું કર્તુત્વ સ્વીકારવું જ પડશે. એ માટે જ આ લલિતવિસ્તરા ગ્રન્થ છે. આ સ્વીકાર્યા વિના આપણી તથાભવ્યતા પાકે તેમ નથી. જો કે, એમ પણ કહી શકાય : તથાભવ્યતાનો પરિપાક થયો હોય અથવા થવાનો હોય તેને જ ભગવાનનું શરણું સ્વીકારવાનું મન થાય. તમે જ્યારે ભગવાનને પૂર્ણરૂપે સમર્પિત થાવ ત્યારે ભગવાન તમારી સંપૂર્ણ જવાબદારી સંભાળી લે. * * * * * * * * * * * ૨૯૧ Page #324 -------------------------------------------------------------------------- ________________ તમને પ્રતિદિન ખૂટતું માર્ગદર્શન આપ્યા જ કરે. ક્યારેક ગુરુ દ્વારા આપે, ક્યારેક પુસ્તક દ્વારા, ક્યારેક કોઈ ઘટના દ્વારા કે ક્યારેક સ્વપ્ર દ્વારા પણ ભગવાન માર્ગ-દર્શન આપે. ભગવાન અનેકરૂપે આવે છે. (૨૫) અખંડિયેવરના વંસપથરાઈ . ભગવાન પાસે અપ્રતિહત દર્શન જ્ઞાન ન હોય તો આટલા વિશાળ ક્લક પર ઉપકાર ન થઈ શકે. સર્વજ્ઞતા વિના સામેના આશય ભૂમિકાઓ વગેરે જણાય નહિ. એ વિના પૂર્ણરૂપે ઉપકાર થઈ શકે નહિ. કેટલાક એવા પણ જિજ્ઞાસુઓ હોય છે, જેઓ આવે જિજ્ઞાસુનો દેખાવ કરીને, પણ ખરેખર તો એ જણાવવા જ આવે : અમે પણ સાધક છીએ. અમે સાધના કરીએ છીએ. અમે પણ જાણીએ છીએ. પૂ.પં. ભદ્રંકર વિ.મ. પાસે આવા પણ ઘણા સાધકો આવતા. પણ પૂ.પં. ભદ્રંકર વિ.મ. પોતાના સ્વભાવ પ્રમાણે એમનું બધું સાંભળી લેતા. પહેલા સામેવાળાને સંપૂર્ણ ખાલી કરીને પછી જ પોતે યોગ્ય લાગે તે બોલતા. રાતા મહાવીર તીર્થમાં ઉપધાન માળ વખતે (વિ.સં. ૨૦૩૨) એક મિનિસ્ટર સભામાં જરા આડું-અવળું બોલેલા. મને તે જ વખતે પ્રતિવાદ કરવાનું મન થયું, પણ વડીલોની હાજરીમાં તો કાંઈ બોલાય નહિ. પછી મેં પૂ.પં. ભદ્રંકર વિ.મ.ને પૂછ્યું : આપણા તરફથી કેમ કાંઈ જવાબ નહિ ? “એના વિચારો હતા તે તેણે જણાવ્યા. એ સ્વીકારવા આપણે કાંઈ બંધાયેલા નથી. એમની વાત સમજે, એવા સભામાં કેટલા હતા ? હવે જો વિરોધ કરીએ તો એમની જ વાત વધુ મજબૂત બને. પહેલા કદાચ બે જણા જાણતા હોય. વિરોધ કરીએ તો બધા જ જાણતા થઈ જાય. આપણે જ વિરોધ દ્વારા એની વાતને મજબૂત શા માટે બનાવવી ?' પૂ.પં. ભદ્રંકર વિ.મહારાજે મને આ જવાબ ત્યારે આપેલો. આજે પણ આ જવાબ મને બરાબર યાદ છે. એમની આ નીતિ હું પણ અપનાવું છું. ૨૯૨ = = = = = = = = = * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ = = = = Page #325 -------------------------------------------------------------------------- ________________ અપ્રતિહત વર જ્ઞાન અને દર્શનના ધારક ભગવાન છે. બધી જ લબ્ધિઓ સાકાર (જ્ઞાન) ઉપયોગમાં જ થાય છે. તે જણાવવા અહીં પ્રથમ જ્ઞાન મૂક્યું છે. (૨૬) વિકૃછકમvi | આ વિશેષણથી આજીવક (ગોશાળાનો મત) મતનું નિરસન થયું છે. “ધર્મ-તીર્થનો નાશ થતો હોય ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે.” એમ તેઓ માને છે. જેમ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે : યા યા દિ થશે નનિર્મવતિ મારત ....... તા તાત્માનં સૃગાવેદ. આજીવકોનો પણ આવો જ મત હતો. પણ અહીં કહે છે : ભગવાન તો સંપૂર્ણરૂપે છદ્મસ્થ અવસ્થાથી પર થઈ ગયા છે. અવિદ્યા તેમની નષ્ટ થઈ ગઈ “મોક્ષથી જો કોઈ પાછું ન જ આવે તો સંસાર ખાલી ન થઈ જાય ?' એવો પ્રશ્ન નહિ કરતા. જેટલા ત્રણેય કાળના સમયો છે, તેથી પણ વધુ સંસારમાં જીવો છે, જે કદી પણ ખાલી થવાના નથી. જો એમ માનીશું તો જીવોની ક્રમશઃ મુક્તિ થતાં સંસાર આખો ખાલી થઈ જાય. પણ એમ કદી બન્યું નથી ને બનશે પણ નહિ. • આજ્ઞા બે પ્રકારે : નિશ્ચય અને વ્યવહાર. જડ પદાર્થો માટે એક નિશ્ચય આજ્ઞા જ છે. જયારે આપણે સાધના કરવી હોય તો વ્યવહાર આજ્ઞા માનવી પડે. તો જ આપણે ઉપાદેયનો આદર અને હેયનો અસ્વીકાર કરી શકીએ. - પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : એક બાજુ ભગવાનની આજ્ઞા છે : પુદ્ગલો પોતાનું કાર્ય કરે છે. બીજી બાજુ ભગવાનની આજ્ઞા છે : પુગલો શત્રુ છે. તેને છોડો. શું સમજવું ? - પૂજ્યશ્રી : કર્મસત્તાથી દબાયેલા છીએ આપણે. ભગવાન આપણને આપણું સિહત્વ (આત્મ7) જાણવા કહે છે. પુદ્ગલ છૂટે નહિ ત્યાં સુધી આત્મત્વ જણાય નહિ. * * * * * * * * * * * * ૨૯૩ Page #326 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની આટલી જ આજ્ઞા છે : જે જે પ્રવૃત્તિથી કર્મબંધન થાય તે તે કાર્ય કદી કરતા નહિ. જે પ્રવૃત્તિથી કર્મ તૂટતા રહે છે તે કાર્ય કરતાં કદી અટકતા નહિ. પરભાવમાં ગયા એટલે કર્મ બંધન થયું જ સમજો. સ્વભાવમાં ગયા એટલે કર્મ બંધન અટક્યું જ સમજો. એ માટે જ્ઞાનસિદ્ધ બનવું પડશે. પુદ્ગલો વચ્ચે રહેવા છતાં જ્ઞાનસિદ્ધ કર્મોથી લપાતો નથી. સ્વાર્થરૂપી કાજળના ઘર જેવા સંસારમાં રહેલા સર્વ જીવો લેપાય છે, પણ જ્ઞાનસિદ્ધ લેપાતો નથી. 'लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते । - જ્ઞાનસાર. પણ આ બધું શીખતાં પહેલા વ્યવહારમાં નિષ્ણાત થવું પડશે. જો સીધા આ દૃષ્ટિકોણ અપનાવવા ગયા તો કાનજીના મતના અનુયાયીઓ જેવી હાલત થાય, જેમણે પૂજા-પ્રતિક્રમણ આદિ બધું છોડી દીધું છે. સાધનાના માર્ગમાં ક્રમશઃ આગળ વધો તો જ મંઝિલે પહોંચાય. પાયા વિનાની ઈમારત ચણવા જાવ તો ક... ક... ડ... ભૂસ થઈને જ રહેશે. પુસ્તક વાંચતાં આંખો ને હૈયું રડી ઊઠે છે, દિલ દ્રવી ઊઠે છે. એક રોમમાં આનંદની લહેર દોડી ઊઠે છે. આ પુસ્તકના લાભો પૂર્ણ રીતે કહેવાની શક્તિ નથી, પરંતુ અમારા જીવનમાં એક ગુણ પણ આવશે તો પણ બેડો પાર થઈ જશે. - સ. દેવાનંદાશ્રી ૨૧૪ * * * * * * * * * * * * * Page #327 -------------------------------------------------------------------------- ________________ ૐ pap tap ip is to policed se જીતાડી આપશે, તારી આપશે, જગાડી આપશે તે છોડાવી આપશે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ K કા. સુદ-૧૨ ૮-૧૧-૨૦૦૦, બુધવાર ભગવાનની પરમકરુણાથી જ આટલી ધર્મ સામગ્રી મળી છે . ભગવાનની વાણી સાંભળતાં જો આનંદ આવે, ભગવાન પ્રત્યે બહુમાન પેદા થાય તો આગળ-આગળની ભૂમિકાઓ સ્વાભાવિક રીતે મળતી જાય. વ્યવહારથી જોઈએ તો આપણે અર્ધે રસ્તે આવી ગયા છીએ. ભગવાનને જે ક્ષણે તમે અલગ રાખો છો તે જ ક્ષણે તમારું મુક્તિમાર્ગ તરફનું પ્રયાણ અટકી જાય. ભગવાન શું ન આપે ? સાધના, સદ્ગતિ, બોધિ બધું જ આપે. અભય, ચક્ષુ, બોધિ વગેરે બધું જ આપનાર ભગવાન છે. એકેક વિશેષણ દ્વારા અન્ય અન્ય દાર્શનિકોના મતોનું અહીં (નમુન્થુણંમાં) ખંડન થયું છે. પૂ. ૨૯૫ Page #328 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રસૂરિજીએ આ બધું દાર્શનિક ભાષામાં લખ્યું છે. આપણી પાસે દિવસો ઓછા છે. કહેવાનું ઘણું છે. એટલે દાર્શનિક ભાષા ગૌણ કરીને આગળ વધીએ છીએ. સ્વરૂપ અને પરોપકાર આ બન્ને ભગવાનની સંપદા છે. સ્વરૂપ ઉત્કૃષ્ટ ન હોય તો ઉત્કૃષ્ટ પરોપકાર શી રીતે થઈ શકે? જેણે નાનું જ કુટુંબ ચલાવવું હોય તો નાની દુકાન, પરચૂરણનો ધંધો ચાલે, પણ વિશાળ કુટુંબવાળાને તો મોટા ધંધા કરવા પડે. ભગવાન સમસ્ત જગતના ઉદ્ધારનું મિશન લઈને બેઠા છે. એમની પાસે કેટલા ઉચ્ચ પ્રકારની સ્વરૂપ-પરોપકાર આદિ સંપદાઓ હોવી જોઈએ ? મોક્ષમાં ગયા પછી આ શક્તિઓ બંધ થઈ જાય છે, એમ નહિ માનતા, આજે પણ એ શક્તિઓ કામ કરે જ છે. સૈનિકો લડતા હોય ત્યારે સરકારની જવાબદારી હોય છે : ખુટતી વસ્તુ પૂરી કરવાની. આપણે મોહ સામે લડતા હોઈએ ને નિર્બળ બનીએ ત્યારે બળ પૂરવાની ભગવાનની જવાબદારી છે. જરૂર છે, માત્ર ભગવાન સાથે અનુસંધાનની. સૈનિક પાસે એટલી જ અપેક્ષા છે ? એ દેશને વફાદાર રહે. ભક્ત પાસેથી એટલી એટલી જ અપેક્ષા છે : એ ભગવાનને સમર્પિત રહે. (૨૭) નિHUાં ગાવાઈi | કંટકેશ્વરીએ જેમ કુમારપાળ પર ગુસ્સો કર્યો : મારી બલિપ્રથા કેમ અટકાવી ? મોહરાજા પણ આપણા પર ગુસ્સો કરે છે : મારી છાવણી છોડીને ભગવાનની છાવણીમાં કેમ તું ગયો ? કુમારપાળ કંટકેશ્વરી સામે મક્કમ રહ્યો, તેમ આપણે પણ મક્કમ રહેવાનું છે. ભગવાનના શરણે જવાનું છે. ભગવાનની તો સ્પષ્ટ વાત છે : મેં મોહ આદિ પર જય મેળવ્યો છે, મારું જે શરણ લે તેના પણ મોહનો હું નાશ કરું. તો જ હું અરિહંત. હું માત્ર જીતનારો નથી, જીતાડનારો પણ છું. - રાગ-દ્વેષ-મોહ આદિના હુમલાઓ તો થતા જ રહેવાના. મોટા સાધકના જીવનમાં પણ આવા હુમલાઓ આવે. જો ન ૨૯૬ * * * * * * * * * * Page #329 -------------------------------------------------------------------------- ________________ આવતા હોય તો ઉપાધ્યાયજી મ. જેવા આમ ગાય નહિ. તપ-જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે.' સાધનાના માર્ગે સાધકને આવા અનુભવ થાય જ છે. એ અનુભવનું અહીં વર્ણન છે. એ માટે જ યોગશાસ્ત્રના ૪થા પ્રકાશમાં વિષય-કષાય અને ઈન્દ્રિયોના જય પછી મનોજય કરવાનું કહ્યું છે. આપણી પરંપરા પણ આ જ છે. માટે જ વૈરાગ્યશતક, ઈન્દ્રિય - પરાજયશતક વગેરે ભણાવવામાં આવે છે. વૈરાગ્યશતક, ઈન્દ્રિય પરાજયશતક વગેરે મૂકીને માત્ર વ્યાકરણ આદિમાં પડ્યા તો ખતરો ઉત્પન્ન થઈ શકે છે. - જ્ઞાનસાર, યોગસાર, અધ્યાત્મસાર, આગમસાર (પૂ. દેવચન્દ્રજીનું) વગેરે ગ્રન્થો સારભૂત છે. બીજું કાંઈ ન કરી શકો તો આ ગ્રન્થો જરૂર ભણજો. આ ગ્રન્થોથી ટૂંકમાં આપણને સારભૂત પદાર્થો મળી રહે છે. આગમસાર પૂ. દેવચન્દ્રજીની કૃતિ છે. મેં ગૃહસ્થપણામાં જ કર્યો છે. નયચક્રસાર પણ એમનો ગ્રન્થ છે, પણ કઠિન છે, એટલે નથી કહેતો. અત્યારે આપણો ધ્યેય જ બદલાઈ ગયો છે. આપણી રુચિ જ બદલાઈ ગઈ છે. અધ્યાત્મ તરફ રુચિ હોય તો આ બધા ગ્રન્થો ભણવાનું મન થાય ને ? રુચિ હોય ત્યાં શક્તિ વપરાય જ છે. આપણી શક્તિઓ હંમેશા આપણી ઈચ્છાને જ અનુસરે છે. આત્મા તરફ વળવાની તીવ્ર ઈચ્છા તે જ સમ્યગૂ દર્શન છે. - અરૂપી પવન કાર્યથી જણાય છે. અરૂપી આત્મા ગુણથી જણાય છે. જ્ઞાનાદિ ગુણો આત્મા સિવાય બીજે ક્યાંય જોયા ? આપણા જ્ઞાનાદિ ગુણો પ્રભુ સાથે તન્મય બનાવવા છે. શિક્ષકનું જ્ઞાન વિદ્યાર્થીમાં આવી શકતું હોય તો ભગવાનના ગુણો આપણામાં સંક્રાન્ત કેમ ન થાય ? જ દીવો સ્વયં તો પ્રગટે છે, પણ બીજાને પ્રગટાવવાની એ શક્તિ ધરાવે છે. દીવો બીજાને પ્રગટાવે તો એ જરાય કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૨૯૦ Page #330 -------------------------------------------------------------------------- ________________ ઘટતો નથી. ભગવાન પણ દીપક છે. સ્વયં રાગ-દ્વેષાદિના જીતનારા છે, અન્યને પણ જીતાડનારા છે. (૨૮) તિUUUi તારયાઈi . ભગવાન સ્વયં સંસાર તરેલા છે. એમના આશ્રિતને પણ તારનારા છે. જહાજ માત્ર સ્વયં તરતું નથી, બીજાને તારે પણ ભગવાને આ સંસાર સમુદ્રમાં નાની નૌકાઓ (દશવિરતિની) પણ મૂકી છે, પણ શરત એટલી : નૌકાઓ " દ્વારા આખરે મોટી સ્ટીમર પકડી લેવી. ચાલનારો પડી જાય તો કોઈ તેને ઊઠાડનારો મળશે જ. પડી જવાના ભયથી કોઈ ચાલવાનું બંધ કરતું નથી. સાધનામાં પડી જઈશું તો શું થશે ? એમ વિચારીને સાધના શરૂ કરવાનું બંધ કરી દઈએ તે કેમ ચાલે ? ચંડકોસિયા જેવાને પણ ભગવાન તારવા આવતા હોય તો આપણને તારવા ન આવે ? ભગવાન આપણને સદા તારવા ઈચ્છે જ છે, પણ મુશ્કેલી આ જ છે : આપણે જ કરવા ઈચ્છતા નથી. આપણે જ નિઃશંક બનીને ભગવાનને પકડતા નથી. ઉર્દુ, આપણે આપણા તારનારને આપણી તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અગ્નિમાં કે કૂવામાં પડી ગયેલો માણસ પોતાને ખેંચનારને મદદ તો ન કરે, પણ પ્રત્યુત પોતાના બચાવનારને ખેંચવા પ્રયત્ન કરતો હોય તો શું સમજવું? (પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી પધાર્યા.) મુનિ ભાગ્યેશવિજયજી : ઊઠાડવા આવ્યા. પૂજ્યશ્રી : ઊઠાડવા નહિ, સાર સાંભળવા આવ્યા. પૂ.પં. ભદ્રંકર વિ.મ. પાસેથી આવું ઘણું શીખવા મળ્યું. કોઈ પણ ઘટનામાંથી તેઓશ્રી સારું જ ગ્રહણ કરતા. આડા-અવળા લીટા કરતા બાળકને ઠપકો આપવા કરતાં એકડો લખીને બતાવો, એટલે પત્યું. એ શીખી જશે. એ જેટલું ૨૯૮ ઝ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #331 -------------------------------------------------------------------------- ________________ કરે તેટલી અનુમોદના કરો. કોઈએ પૂરી આલોચના ન લીધી હોય તો વિચારવું : આટલી તો લીધી ! જેટલી લીધી તેટલી તો શુદ્ધિ થશે ! પણ તેના પર ગુસ્સે નહિ થવું. તેને અન્ય દૃષ્ટાંતો દ્વારા પૂર્ણ આલોચના લેવા પ્રેરિત કરવો. | (૨૯) વૃદ્ધાઓ યોદયા ! આખું જગત અજ્ઞાન-નિદ્રામાં પોઢેલું હોય ત્યારે ભગવાન એને ઢંઢોળે છે, જગાડે છે. સ્વયં જાગી ગયેલો માણસ સ્વાભાવિક રીતે જ બીજાને જગાડવા પ્રયત્ન કરે. ભગવાન સ્વયં જાગી ગયેલા છે. ને બીજાને પણ જગાડનારા છે. ભગવાન તો આપણા માતા-પિતા, બંધુ, નેતા વગેરે બધું જ છે. એ ન જગાડે તો બીજા કોણ જગાડે ? પણ આપણે ભગવાનને પારકા માનીએ છીએ. એટલે જ ફુરસદના સમયે જ ભગવાનને સમરીએ છીએને ? ભગવાન સર્વસ્વ છે, એવું કદી લાગ્યું ? સર્વસ્વ લાગે તો ભગવાન વિના એક ક્ષણ પણ રહી શકાય ? (૩૦) મુત્તા મોકIIT | ભગવાન કર્મોના બંધનથી મુક્ત બનેલા છે. બીજાને પણ મુક્ત બનાવનારા છે. કર્મનું સતત બંધન કરનારા આપણને છુટકારો ગમે છે કે નહિ ? એ પણ સવાલ છે. છુટકારો ગમતો હોય તો કર્મનું બંધન શી રીતે ગમે ? જે જે પ્રવૃત્તિથી કર્મ બંધન થતું હોય તે તે પ્રવૃત્તિ શા માટે ન અટકે ? સાર માત્ર આટલો જ છે : જે પ્રવૃત્તિથી કર્મ બંધન થાય, તે ન કરવી. માષતુષ મુનિને માત્ર આટલું જ શીખવવામાં આવેલું : રોષ-તોષ ન કરવો. કોઈ પ્રશંસા કરે તો રાજી ન થવું. નિંદા કરે તો નારાજ ન થવું. આટલા જ્ઞાનને ભાવિત બનાવ્યું તો કેવળજ્ઞાન મેળવી લીધું. થોડું જ્ઞાન હોય તે ચાલે, પણ તે ભાવિત બનેલું હોવું જોઈએ. હું એટલે જ ઘણા જ્ઞાન પર ભાર નથી મૂકતો, એને કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૯૯ Page #332 -------------------------------------------------------------------------- ________________ ભાવિત બનાવવા પર ભાર મૂકું છું. એક ભગવાનને પકડી લો. એ ભગવાન તમને જીતાડી આપશે, તારી આપશે, જગાડી આપશે અને છોડાવી આપશે. જે કોઈપણ ભગવાનને શરણે જાય, તેમના માટે આમ કરવા ભગવાન બંધાયેલા છે. કારણકે ભગવાન “સ્વતુલ્યપદવીપ્રદ છે. આપના તરફથી મોકલાવેલ પુસ્તક કહે છે કલાપૂર્ણસૂરિ મળી ગયેલ છે. આપે એ પુસ્તક મોકલાવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઘણા વખતથી પુસ્તક મેળવવા પ્રયત્ન કરતા હતા, પણ પ્રાપ્ત નહોતું થતું, જે આપની કૃપાથી અમોને મલી ગયું છે. - મહાસતી રાજકોટ કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તકના કરીબ ૧૭૫ પેજ વાંચ્યા છે, પણ... એમાંથી ખૂબ જાણવાનું મળે છે, જાણેલા ઉપરની શ્રદ્ધા વધે છે, ભક્તિનો ઉમંગ જાગે છે. થોડું-થોડું વાંચી, એના ઉપર વિચાર કરી, બરાબર સમજી, જીવનમાં ઉતારવાની કોશીશ કરું છું. આપશ્રીનો ખૂબ ખૂબ ઉપકાર. - રાયચંદ બેંગ્લોર ૩૦૦ કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #333 -------------------------------------------------------------------------- ________________ કરી (1) કા. સુદ-૧૩ ૯-૧૧-૨000, ગુરુવાર ભગવાત સારા છે, એમ તો કદાચ લાગ્યું, પણ ભગવાન મારા છે, એવું લાગ્યું ? ચતુર્વિધ સંઘના પ્રત્યેક સભ્યની જવાબદારી છે : આવા કાળમાં પણ પૂર્વજોએ જે પ્રયત્નો કરીને શાસનની અવિચ્છિન્ન પરંપરા આપી, તે પરંપરા આગળ ચલાવવી. છે. ઘણીવાર એમ થાય : સાક્ષાત્ ભગવાન મળ્યા નથી એ સારું જ નથી થયું ? મૂર્ખ અને નિભંગીને ચિંતામણિ મળી જાય તો એ કાગડો ઊડાડવા તેને ફેંકી દેવાનો. ભાગ્ય વિના ઉત્તમ વસ્તુ સમજાતી નથી, ફળતી નથી. સાક્ષાત ભગવાન કદાચ મળી પણ ગયા હોત તો આપણે ઠેકડી જ ઊડાવત ! કેટલાય ભવમાં ભગવાન મળ્યા જ હશે, પણ આપણે ઠેકડી જ ઊડાવી હશે. એટલે અત્યારે જે મળ્યું છે, તે * * * * * * * * * * * * ૩૦૧ કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #334 -------------------------------------------------------------------------- ________________ પર બહુમાન ધરાવીએ તો પણ કામ થઈ જાય. કેટલી દુર્લભ સામગ્રી મળી છે આપણને ? માનવ-અવતાર, ધર્મ-શ્રવણ, ધર્મ-શ્રદ્ધા અને ધર્મનું આચરણ - આ ચારને ભગવાન મહાવીર દેવે સ્વયં દુર્લભ બતાવ્યા છે. આપણને એ દુર્લભ લાગે છે ? ભગવાન સારા છે, એમ તો લાગ્યું, પણ ભગવાન મારા છે, એવું લાગ્યું ? ભગવાન જગતના તો છે, પણ મારે શું લેવા-દેવા ? ભગવાન મારા લાગવા જોઈએ. જગતના જીવો પોતાના લાગવા જોઈએ. ભગવાન મારા ન લાગે ત્યાં સુધી પ્રેમ ઉત્પન્ન ન થાય. શરીર, ઈન્દ્રિય, પરિવાર, ધન, મકાન વગેરે મારા લાગે છે, પણ ભગવાન મારા છે, એમ કદી લાગે છે ? શરીર આદિ તો અહીં જ રહેવાના. છેલ્લી ઘડીએ આ બધા જ કહી દેવાના : હવે અમે તમારી સાથે નથી આવવાના. તમે તમારા માર્ગે પધારો ! અલવિદા ! જેની સાથે પાંચપચીસ વર્ષો સુધી રહેવાનું હોય તેની સાથે દોસ્તી કરવી અને સદાકાળ રહેનાર સાથે ઉપેક્ષાપૂર્વક વર્તવું, એ કેવી વાત ? (૩૧) અવશ્vi Rવરિલvi | આ વિશેષણથી સાંખ્ય મતનું નિરસન થયું છે. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી છે. કર્મના વાદળનું આવરણ ખસતાં આત્મા ચન્દ્રની જેમ પ્રકાશી ઊઠે છે. એ સર્વનો જ્ઞાતા અને સર્વનો દ્રષ્ટા બને છે. ૦ જ્ઞાનાદિ ગુણો જીવથી ભિન્ન પણ છે, અભિન્ન પણ છે. લક્ષણ, સંખ્યા, પ્રયોજન અને નામથી ગુણો ભિન્ન છે. ગુણ-ગુણીના અભેદથી અભિન્ન પણ છે. આપણે બારી-બારણા વગેરે બંધ કરીને બેઠા છીએ. ક્યાંયથી આત્મારૂપી ચન્દ્રનો પ્રકાશ આવી ન જાય. જ્ઞાનીઓ કહે છે : બારણું ઊઘાડો. બારણું ઊઘાડવું એટલે જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે આદર કરવો. જ્ઞાની પ્રત્યેનો આદર વધે એટલે જ્ઞાન આવે જ. એટલે જ કહ્યું છે : ૩૦૨ * * * * * * * * * - * * * * કહે, કલાપૂર્ણસૂરિ * * * # ૨ Page #335 -------------------------------------------------------------------------- ________________ જિમ જિમ અરિહા સેવીયે રે, તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા.’ . પં. વીરવિજયજી. આ તો ભગવાન કે ગુરુના દર્શન વિના પચ્ચક્ખાણ પારી શકાય તેમ નથી, માટે ભગવાનના દર્શન કરીએ છીએ અને ગુરુના વંદન કરીએ છીએ, એ નિયમ ન હોત તો આપણે દર્શન કરત કે કેમ એ પણ સવાલ છે. ક્રોધની જેમ વિષયની લગની પણ આગ છે. ક્રોધ દેખાય છે, વિષયની આગ દેખાતી નથી એટલો ફરક. વિષયની આગ વીજળીના શોર્ટ જેવી છે. દેખાય નહિ પણ અંદરથી બાળી નાખે. ભગવાનના ગુણોના ધ્યાનથી જ વિષયની આગ શમે. ‘વિષય-લગન કી અગિન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુણ-૨સકી, કુણ કંચન કુણ દારા ?' પૂ. ઉપા. યશોવિજયજી. ભગવાન સ્વયં કહે છે : मत्तः अन्ये, मदर्थाश्च મુળાઃ । ગુણો મારાથી અન્ય છે અને મારાથી અનન્ય પણ છે. હું જ છું સાધ્ય જેનો એવા ગુણો છે. ગુણવૃત્તિથી અલગ ઐકાન્તિક કોઈ મારી પ્રવૃત્તિ નથી. ગુણ, લક્ષણ આદિથી ભિન્ન છે. દા.ત. ગુણનું લક્ષણ જુદું છે. મારું (આત્માનું) લક્ષણ જુદું છે. સંખ્યા : દ્રવ્ય એક છે. ગુણો અનેક છે. ફળભેદ : દ્રવ્યનું કાર્ય અલગ છે. ગુણોનું કાર્ય અલગ છે. નામ : દ્રવ્યનું નામ જુદું છે. ગુણોના નામ જુદા છે. આ બધી દૃષ્ટિએ ગુણો મારાથી જુદા છે. પણ બીજી દૃષ્ટિએ ગુણો અને હું એક પણ છીએ. કારણ કે ગુણોનો પણ આખરે સાધ્ય હું છું. ગુણો, ગુણી વિના ક્યાંય રહી શકતા નથી. કહે, કલાપૂર્ણસૂરિ-૪ ** 303 Page #336 -------------------------------------------------------------------------- ________________ (૩૨) સિવ-મયલ-મગ-મળત-મયમવ્યાવામપુર વિત્તિ - सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं । ભગવાન શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, વ્યાબાધા અને પુનરાગમન રહિત સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા છે. વ્યવહારથી ભગવાનનું સ્થાન સિદ્ધશિલા છે, પણ નિશ્ચયથી સ્વસ્વરૂપ જ છે. તે (સિદ્ધિગતિ) સર્વ ઉપદ્રવથી રહિત હોવાથી અચલ છે. શરીર-મન ન હોવાથી પીડા ન હોવાથી અરુજ છે. ક્ષય ન હોવાથી અક્ષય છે. અંત ન હોવાથી અનંત છે. છે. આબાધા રહિત હોવાથી અવ્યાબાધ છે. ત્યાં ગયા પછી પાછું આવવાનું નથી માટે અપુનરાવૃત્તિ - પૂજ્ય આ.શ્રી વિજય કલાપ્રભસૂરિજી : શ્રી હરિભદ્રસૂરિજી મ., મુનિચન્દ્રસૂરિજી - બશે મહાપુરુષોએ પ્રભુ-સ્તવનારૂપ લલિત વિસ્તરા, નામક ટીકા અને પંજિકા લખી છે. આપણે ચાર-ચાર મહિના સુધી આ ગ્રન્થ ૫૨ જે કાંઈ સાંભળ્યું છે. પૂ. ગુરુદેવે ખૂબ જ સુંદર શૈલીથી ભગવાન ગમી જાય તે રીતે આપણને સમજાવ્યું. આ રીતે આપણે કોઈ વખત ભગવાનને ઓળખવાનો પ્રયાસ કર્યો નથી. બ્રાહ્મણ કુળમાં જન્મ લેવા છતાં હરિભદ્ર કઈ રીતે ભગવાનને ઓળખી શક્યા ? એક પણ ક્ષણ ભગવત્ સ્મરણ વિનાની નહિ હોય. તો જ આવું તેઓ આવું લખી શક્યા હશે. પૂજ્યશ્રીનું જીવન પણ ભગવન્મય જ છે. આથી જ તેઓ આના પર બોલવાના અધિકારી છે. ભગવાન પર પ્રેમ હોવાથી જ નાદુરસ્ત તબિયત હોવા છતાં વાચના બને ત્યાં સુધી બંધ નથી રાખી. અમે ના પાડીએ તો પણ બંધ રાખી નથી. પૂજયશ્રી જેવા તો આપણે ન બની શકીએ, પણ એમના ચરણોમાં નતમસ્તકે પ્રાર્થના કરીએ : આપ ભગવાનને જે રીતે * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૩૦૪ * Page #337 -------------------------------------------------------------------------- ________________ ઓળખો છો, એ પદાર્થને ગ્રહણ કરવા માટેની અમને નિર્મળ પ્રજ્ઞા મળે, એ જ આપની પાસેથી તમન્ના છે. પૂજયશ્રીનો આભાર માનીએ તેટલો ઓછો છે. ૭૭ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રી કેટલા અપ્રમત્ત છે. થોડોક તાવ કે શર્દી આવી જતાં અમારા જેવા વ્યાખ્યાન બંધ કરી દે, પણ પૂજ્યશ્રી કદી બંધ નથી રાખતા. આમાં પૂજ્યશ્રી પોતાનો પરિશ્રમ નથી જોતા. આથી જ હવે યાત્રા શરૂ થવા છતાં વાચના સમય આવ્યું ચાલુ રહેશે. પૂજ્યશ્રી : ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ બોલાયું હોય કે તમને કટુ લાગે તેવું બોલાયું હોય તો હાર્દિક મિચ્છામિ દુક્કડું | સિદ્ધગિરિમાં છીએ ત્યાં સુધી લોકોનો ધસારો પણ રહેવાનો. વાસક્ષેપનો બધા આગ્રહ રાખતા હોય છે, પણ વાસક્ષેપની રજકણો ઉડતાં ઉધરસ કે એવું કાંઈ થઈ જશે તો આ બધી (વાચના આદિની) પ્રવૃત્તિ પણ બંધ થઈ જશે તે અંગે વિચારજો. eaQL आज सुबह-सुबह परम कृपालु परमात्मा की कृपा से परम पूज्य आचार्यदेवश्री का वासक्षेप मिला, तो हृदय पावनता की अनुभूति करने लगा । कुछ ही देर बाद 'कहे कलापूर्णसूरि' नामक ग्रंथ पाकर अत्यंत आनंद हुआ । पूज्यश्री की वाचनाओं का यह सुन्दर संकलन बहुत ही प्रेरणादायी रहेगा । - साध्वी अनन्तकीर्तिश्री उज्जैन કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * ૩૦૫ Page #338 -------------------------------------------------------------------------- ________________ 1 w ઈ.છે ! ' કા. વદ-૧ ૧ ૨-૧૧- ૨000, રવિવાર ખાધા વિના ભોજા ભૂખ ન ભાંગે સમર્પણ વિતા ભગવાન સ્વસ્વરૂપ ન આપે. य एव वीतरागः सः देवो निश्चीयतां ततः । भविनां भवदम्भोलिः સ્વતી -પદવી-પ્રવ: | * જિન-જાપક, તીર્ણતારક, બુદ્ધ-બોધક અને મુક્ત-મોચક ભગવાન છે, એમ લલિત વિસ્તરામાં આપણે જોયું. આથી ભગવાન “સ્વતુલ્યપદપ્રદ' છે, એમ નક્કી થયું. આ જાણતાં કેટલો આનંદ થાય ? | દીન-દુ:ખીની સેવા કરો તો શું મળે ? સ્વયં પોતાનું પેટ ભરી શકતો નથી તે તમારું પેટ શું ભરી શકે ? જે સ્વયં રાગ-દ્વેષથી ગ્રસ્ત છે તેઓ તમારું શું ભલું કરવાના ? જે ભગવાન પાસેથી આવી ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મળી શકતી હોય, છતાં એ મેળવવાની ઈચ્છા ન થવી * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૩૦૬ * * * * * Page #339 -------------------------------------------------------------------------- ________________ એ કેટલું કમભાગ્ય હશે ? આપણે તો આપણી વૃત્તિઓને જાણીએ છીએને ? સવારથી સાંજ સુધી આપણી વૃત્તિઓ કેવી ? તેનો ખ્યાલ આપણને ન આવે ? ભગવાન અને આપણી જાત – બે જ આપણું બધું જાણી શકે. છે ભગવાન મોક્ષ આપવા તૈયાર છે. તમારે માત્ર યાચના કરવાની જરૂર છે. ભોજન ભૂખ ભાંગવા તૈયાર છે. તમારે માત્ર ખાવાની ક્રિયા કરવાની જરૂર છે. આપણે સ્વયં તૈયાર ન થઈએ તો ભગવાન શું કરે ? ખામી આપણી કે ભગવાનની ? ગુરુના યોગથી જ પરમગુરુનો યોગ થશે. ગુરુ પર ભક્તિ બહુમાન વધે તેટલો તમને પરમ-ગુરુનો યોગ મળતો રહેશે. પંચસૂત્રકારે તો ત્યાં સુધી કહી દીધું : અર – વહુમાળો નોતરવો | ગુરુ બહુમાનથી મોક્ષ મળે છે, એમ નથી કહેતા, પણ ગુરુ ગુરુબહુમાન સ્વયં જ મોક્ષ છે, એમ કહે છે. - આજે વાચના રાખવી ન્હોતી, પણ વાસક્ષેપ વગેરેમાં, લોકોની ભીડમાં જ સમય પસાર થાય તે કરતાં વાચના શું ખોટી ? તમારે ન જોઈતું હોય, પણ મારે તમને આપવું છે ને ? આધોઈમાં પ્રથમ ઉપધાન વખતે લોકોને ગુલાબજાંબુ પસંદ ન પડ્યા. (ક્યારેય જોયા-ચાખ્યા ન્હોતા) પણ પરાણે ખવડાવ્યા ત્યારે ઠેકાણું પડ્યું. મારે પણ આમ કરવું પડે છે. રાગ-દ્વેષ આદિ તમને જૂના દોસ્તો લાગતા હોય, તાત્કાલિક છોડી શકો તેમ ન હો તો પણ આ છોડવા જેવા છે, એટલું તો જરૂર સ્વીકારજો. ભગવાન જેવી વીતરાગતા ભલે ન મળે પણ રાગ-દ્વેષની કિંઈક મંદતા તો આવવી જ જોઈએ. આ જ સાધનાનું ફળ છે. ગમા-અણગમાના પ્રસંગમાં મગજ સમતુલા ન ગુમાવે ત્યારે સમજવું : રાગ-દ્વેષમાં કંઈક મંદતા આવી છે. છજીવ નિકાય સાથે ક્ષમાપના કરનારા આપણે * * * * * = * * * * * ૩૦૦ Page #340 -------------------------------------------------------------------------- ________________ સાથે રહેનારાની સાથે ક્ષમાપના નથી કરતા. એટલા માટે જ ‘મારવ – ૩વાપ' સૂત્ર છે. નહિ તો વંહિતુ (પગામ સિર્જાય) અને અદ્ભુઢિઓમાં ક્ષમા આવી જ ગયેલી. હવે બાકી શું રહ્યું ? નહિ, હજુ શાસ્ત્રકારોને બાકી લાગ્યું : એટલે જ તેઓ કાનમાં પૂછે છે : તમે “ખામેમિ સવ્ય જીવે' વગેરે તો બોલ્યા, પણ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ, ગણ વગેરે સહવર્તીને સાથે ક્ષમાપના કરી ? [કા.વ. ૫ ના ઇન્દોર મુકામે કાળધર્મ પામેલા પૂજ્ય મુનિશ્રી કલહંસવિજયજી (પૂ.આ.ભ.ના સંસારી સાળા)ના દેવવંદન તથા ગુણાનુવાદ થયા.] બીલીમોરાવાળા જીતુભાઈ શ્રોફ મારફતે ઉપદેશ ધારા' પુસ્તક મળ્યું છે. શૈલી રોચક અસરકારક છે. કથા-વાર્તાલાપ, સૂત્રાત્મક નિરૂપણ, પ્રકરણને અંતે વિશેષ પ્રેરક પરિચ્છેદ વગેરે ખૂબ જ ઉપયોગી છે. પસંદ કરેલા વિષયો... માનવ જીવનમાં ઉદાત્ત ભાવના અને ગુણોના વિકાસમાં પૂરક બને તેમ છે. આપના સાહિત્ય-સંપાદનની વિગત જાણી છે. જૈન ગીતા કાવ્યોનું સંશોધન ચાલે છે. તેમાં જ્ઞાનસાર ગીતાનો આપશ્રીએ પદ્યાનુવાદ કર્યો છે તેની નોંધ કરી છે. - ડોકટર કવિન શાહ બીલીમોરા ૩૦૮ જ ઝ = = = = * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ 3 * * Page #341 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા D ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * કા. વદ૧૬-૧૧-૨૦૦૦, શુક્રવાર સવારે આરીસાભુવનમાં ૧૦૦ પ્રતિમાઓની અંજનશલાકા પ્રતિષ્ઠા. - સવારે ૯.૦૦ થી ૧.૦૦ અંકિબાઈ ધર્મશાળામાં પૂ. પ્રેમસૂરિજીની સંયમ-શતાબ્દી નિમિત્તે પૂજ્ય આચાર્યશ્રીની ગુણાનુવાદ સભા. શત સહસ લખ ને, કોટિ કોટિ વાર હું વંદન કરું, તારક પરમગુરુ વીરના વારસ, તને ધ્યાને ધરું, જે પાટ શ્રી છોત્તેરમી, સુવિશુદ્ધ ધર મંગલ-કરું, સૂરિ પ્રેમ-પાવન ચરણમાં, નત મસ્તકે વંદન કરું. પૂજ્ય ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી : સૂરિ પ્રેમ વંદનાવલી છત્રીશીના ૩૦૯ Page #342 -------------------------------------------------------------------------- ________________ રચયિતા છે : પૂ.આ.શ્રી વિજય જગવલ્લભસૂરિજી મહારાજ. શાસન પ્રભાવકતા સાથે કવિત્વ-શક્તિ પણ પૂજયશ્રીને વરી છે. જે વિરલ વ્યક્તિને જ મળે છે. પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરિજીને મેં જોયા નથી, પણ સાંભળ્યા જરૂર છે. અનંતર કે પરંપર એ પૂજ્યશ્રીનો પણ અમારા પર ઉપકાર છે. અમારા પૂ. ગુરુદેવ (પૂ.આ.શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મહારાજ)ને રાજનાંદગાંવ (M.P) માં પૂ. રૂપવિજયજી મ. પાસે આવતા જૈન પ્રવચનો વાંચીને વૈરાગ્ય થયેલો. જૈન પ્રવચનોના દેશક પૂ. રામચન્દ્રસૂરિજીને તૈયાર કરનાર પૂ. પ્રેમસૂરિજી જ હતા. એ રીતે પૂજ્યશ્રીનો અમારા પર પણ ઉપકાર છે. તમારી પાસે કદાચ તમારી સાત પેઢીની પણ યાદી નહિ હોય. અમારી પાસે ભગવાન મહાવીરસ્વામીથી માંડીને અત્યાર સુધીની પૂરી પરંપરા છે. પૂજ્યશ્રી સુધર્માસ્વામીની ૭૬મી પાટે આવેલા છે. પિંડવાડાની પાસે નાદિયાની પુયધરા પ૨ વિ.સં. ૧૯૪૦, ફા.સુ. ૧૫ના દિવસે પૂજયશ્રીનો જન્મ થયેલો. પૂર્ણિમાના દિવસે ઘણા મહાપુરુષોનો જન્મ થયેલો છે. કલિકાલ-સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીનો કા.સુ. ૧૫, શ્રીમદ્ રાજચન્દ્ર. તેમજ નાનકનો પણ કા.સુ. ૧૫, બુદ્ધનો વૈ.સુ. ૧૫ના દિવસે થયેલો. | અમાવસ્યાના દિવસે સૂર્ય અને ચન્દ્ર સાથે હોય છે. અમા” એટલે “સાથે”. “વસ્યા” એટલે “વાસ'. સૂર્ય-ચન્દ્રનો સાથે વાસ હોય તે “અમાવસ્યા' કહેવાય. પૂર્ણિમાના દિવસે એનાથી વિપરીત સ્થિતિ હોય છે. એટલે કે સૂર્ય અને ચન્દ્ર સામસામે હોય છે. પૂર્ણિમાના દિવસે જન્મેલા મોટાભાગે ભીમકાન્ત ગુણયુક્ત નેતૃત્વ ગુણવાળા હોય છે. પૂજ્યશ્રીમાં આ બન્ને ગુણ હતા. આથી જ તેઓશ્રી ૨૫૦ જેટલા શ્રમણવંદનું સફળ નેતૃત્વ કરી શક્યા છે. જયાં જયાં વિચર્યા છે ત્યાં ત્યાં પૂજયશ્રીએ ચારિત્રની ૩૧૦ # # # # # # # # # # # ; Page #343 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવના કરી છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે પ્રદેશોની અનેક હસ્તીઓને તેમણે પોતાના તરફ આકર્ષિત કરી. આ કાળમાં આ કાંઈ નાની સૂની સિદ્ધિ નથી. એમની ખેંચવાની શક્તિ, એમનું વાત્સલ્ય, એમની કરુણા જણાવતો એક પ્રસંગ કહું. વિ.સં. ૧૯૯૮ (કે ૧૯૯૬ ?) માં પૂજયશ્રીનું નિપાણીમાં ચાતુર્માસ હતું. વ્યાખ્યાન પછી પ્રભાવનામાં નાળિયેર અપાતા હતા. એક અજૈન છોકરો વારંવાર નાળિયેર લેવા આવતો હતો. ટ્રસ્ટીઓની ચકોર નજરથી આ છાનું ન રહ્યું. ટ્રસ્ટીઓએ એ છોકરાને પકડ્યો, ધમકાવ્યો અને ૧૫-૨૦ પ્રભાવનાના નાળિયેર કઢાવ્યા. પૂજયશ્રી આ દશ્ય જોઈ રહ્યા હતા. તેમણે પેલા જૈનેતર છોકરાને બોલાવ્યો. ધમકાવતા ટ્રસ્ટીઓને અટકાવ્યા. ૧૫-૨૦ નાળિયેર છોકરાને પાછા અપાવ્યા અને કહ્યું : રોજ તું મારી પાસે આવજે. શિવપ્પા નામનો આ લિંગાયતી બ્રાહ્મણ-શિશુ રોજ પૂજ્યશ્રી પાસે આવવા લાગ્યો અને થોડા સમયમાં પાંચ પ્રતિક્રમણ શીખી ગયો. પૂજ્યશ્રીના અપાર વાત્સલ્યથી મુગ્ધ થયેલો તે દીક્ષા લેવા પણ તૈયાર થઈ ગયો. આ બાળક તે પૂજ્ય આચાર્યશ્રી વિજય ગુણાનંદસૂરિજી મહારાજ, જેમની પાસે પૂ. ચન્દ્રશેખર વિ., પૂ. રત્નસુંદર વિ. જેવા અનેક પ્રભાવકો ભણી ચૂક્યા છે. આવા હતા રત્નપરીક્ષક પૂજય પ્રેમસૂરિજી, જેમણે પોતાની કુનેહ અને કરુણાથી ચારેબાજુથી અનેક પ્રતિભાઓને આકર્ષી હતી. હમણા પૂ. સાગરજી મ.ના ગુણાનુવાદના પ્રસંગે પૂ. ધુરંધરવિજયજી મહારાજે ૫. મફતલાલનો હવાલો આપીને કહેલું કે જૈન શાસનના અર્વાચીન ચાર સ્તંભો થઈ ગયાં : (૧) જિન-મંદિરોના ઉદ્ધારક પૂ. નેમિસૂરિજી. (૨) શ્રાવકોના ઉદ્ધારક પૂ. વલ્લભસૂરિજી. 4 x x = = = = = = = = = = ૩૧૧ Page #344 -------------------------------------------------------------------------- ________________ (૩) આગમોના ઉદ્ધારક પૂ. સાગરજી મ. (૪) સંયમીઓના ઉદ્ધારક પૂ. પ્રેમસૂરિજી, પૂ. રામચન્દ્રસૂરિજી. આ કાળમાં વિશિષ્ટ કોટિના, સંયમીઓ તૈયાર કરીને પૂજ્યશ્રીએ ઘણો જ ઉપકાર કર્યો છે. પૂજ્યશ્રીના ચરમોમાં અગણિત વંદન. પૂ. નવરત્નસાગરસૂરિજી : પ્રેમ “ નામ અઢી અક્ષરનું છે ! પ્રેમને જાણી લે તે પંડિત કહેવાય. “પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોય; ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય.” - કબીર. પૂ. પ્રેમસૂરિજી મ.માં સાચે જ પ્રેમના ઓઘ ઉમડતા હતા. નફફટ લોકોના હૃદયમાં પણ વૈરાગ્યનો દીપક પ્રગટાવવાનું ભગીરથ કામ એમણે કરેલું. હમણા જ ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી કહી ગયા તેમ ચાર શાસન સ્તંભ થઈ ગયા. પૂ. સાગરજી મહારાજે એકલપંડે આ ભગીરથ કાર્ય કર્યું. ખંડિત પ્રતોમાં પણ પ્રકાંડ પ્રજ્ઞાથી તૂટેલા આગમપાઠો જોડ્યા. તે અસલ પ્રતમાં પણ પછીથી તેવા જ મળ્યા. સંયમના ઉદ્ધારક પૂ. પ્રેમસૂરિજીએ ઘણી શાસન-સેવા કરી છે. જ્યાં ગયા ત્યાં ચારિત્રની જ પ્રભાવના કરી છે. ગમતાનો કરીએ ગુલાલ' પોતાને ગમતું ચારિત્ર અનેકોને આપ્યું. એમના ગુણો અમારામાં પણ આવે, તેવી મંગલ કામના. પૂજ્ય કલાપૂર્ણસૂરિજી ઃ ચાતુર્માસના પ્રારંભથી અત્યાર સુધી એક થઈને અમે રહ્યા છીએ. અને આગળ પણ રહીશું. આવી સારી પરંપરા ચાલે તો સારું છે ને ? આમાં શાસનની શોભા જ છે ને ? અમારા શ્રમણો એક જ પાટ પર છે.' એવું જાણીને શ્રાવકવર્ગને કેટલો આનંદ થાય ? ૩૧૨ * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * ક Page #345 -------------------------------------------------------------------------- ________________ on પૂ. પ્રેમસૂરિજીની સંયમ શતાબ્દી છે. દીક્ષા જ ખરેખરો જન્મ છે, આધ્યાત્મિક જન્મ છે. ઘરના મુખ્ય વ્યક્તિ ચાલ્યા જાય, પાછા ન ફરે તો મન કેવું વ્યાકુળ રહે ? આપણો આત્મા આજે પોતાના ઘરથી બહાર ચાલ્યો ગયો છે. અંદર હાલત કેવી થઈ હશે ? ચેતના-શક્તિ આજે બહાર ભટકી રહી છે. ચારિત્ર એનું નામ જે એ ચેતનાની શક્તિને અંદર લઈ જાય. ચારિત્ર માનવને જ મળે. પાંચેય પરમેષ્ઠીમાં એકેય પરમેષ્ઠી ચારિત્ર-રહિત નથી. માટે જ પાંચેય પરમેષ્ઠી માનવ વિના બની શકતા નથી. આવા ચારિત્રને સ્વ-જીવનમાં વણવું અઘરું છે તો અન્યોમાં વણવું તો અતિ અઘરું છે. આ અઘરું કામ પૂ. પ્રેમસૂરિજીએ સ્વ-જીવનમાં કરી બતાવ્યું છે. ભગવાન અને ભગવાનના શાસન પ્રત્યે એમને પ્રગાઢ પ્રેમ હતો. જે પૂ. રામચન્દ્રસૂરિજીના જૈન પ્રવચનો વાંચીને મને વૈરાગ્ય થયેલો. તે પૂ. રામચન્દ્રસૂરિજીને પણ આવા તૈયાર કરનાર પૂ. પ્રેમસૂરિજી હતા. પાટ પર બેસીને ભલે પૂ. પ્રેમસૂરિજી બોલતા નહિ, પણ નીચે તો ભલભલાને મુંડી નાખે. ભલે કોલેજ ભણીને આવ્યો કે ગમે ત્યાં ભણીને આવ્યો હોય. વિ.સં. ૨૦૧૪માં ચડવાલ સંઘ વખતે પૂ. પ્રેમસૂરિજીના દર્શન પહેલીવાર થયેલા. ત્યારે બધા પદસ્થો સાથે હતા. અમે પણ સંઘમાં સાથે જોડાઈ ગયા. પછી એ ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં સાથે રહ્યા. આ માટે પૂ. કનકસૂરિજીએ સપ્રેમ અનુમતિ આપી. પાંચ ઠાણા અમે અલગ સમુદાયના હોવા છતાં કોઈને ખબર ન પડે કે અલગ સમુદાય હશે. ત્યારે પૂ. પ્રેમસૂરિજીએ પ્રેમના પાઠ શીખવ્યા, પ્રેમની ગંગામાં સ્નાન કરાવ્યું, પૂ. પ્રેમસૂરિજી પછી પૂ.પં. ભદ્રકર * * * * * * * * * * * * ૩૧૩ Page #346 -------------------------------------------------------------------------- ________________ વિજયજી મ. ને પકડ્યા. ત્રણ ચાતુર્માસ તેમની સાથે રહ્યા. શિષ્યોને તૈયાર કરવાની એમની કળા શીખવા જેવી છે. શિષ્યોને તૈયાર કરવા તેઓ સ્વયં બાધા લેતા : તું ૪૫ આગમ ન વાંચે તો મારે દૂધનો ત્યાગ ! પેલો શિષ્ય એમના વાત્સલ્યથી ન ભીંજાય તો જ નવાઈ ! બોલવા કરતાં જીવન જ બોધપ્રદ બને છે ! એ એમના જીવનથી જાણવા મળે છે. બોલશો તો એકાદ કલાક જ, પણ તમારું જીવન નિર્મળ હશે તો ૨૪ કલાક અન્યોને પ્રેરણા મળતી જ રહેવાની. નિર્મળ જીવનથી તેઓ સતત પ્રેરણા આપતા જ રહેતા. આથી જ મુનિપણામાં રહેલો મુનિ વ્યાખ્યાનાદિ ન આપે તો પણ જગતનું યોગક્ષેમ કરતો રહે છે. આવા મુનિના પ્રભાવથી જ જંબૂદ્વીપથી ડબ્બલ મોટો હોવા છતાં લવણ સમુદ્ર તેને ડૂબાડતો નથી. આપણે સૌ એમના જેવા આરાધક બનીએ એ જ શુભેચ્છા. પૂ. યશોવિજયસૂરિજી : - સ્વનામ ધન્ય મહાયોગિવર્ય પૂ.આ.વિ. પ્રેમસૂરિજી મ. આપણા યુગના અનન્યતમ સાધક હતા. એમની સાધનાને શબ્દોમાં બાંધી ન શકું. મારા વંદન કરી એમને શિલ્પી તરીકે વર્ણવીશ. એક શિલ્પીને કોઈએ પૂછ્યું : અજોડ શિલ્પ શી રીતે બનાવ્યું ? શિલ્પીએ કહ્યું : “શિલ્પ તો અંદર હતું જ. માત્ર બિનજરૂરી ભાગ મેં કાઢી નાખ્યો. પૂ. પ્રેમસૂરિજી પાસે આવેલા કોઈપણ સાધકનું હીર પારખી તેના બિનજરૂરી ભાગ કાઢી નાખી સશક્ત શિલ્પ તૈયાર કરતા. શિલ્પી તરીકે તેઓશ્રી અજોડ હતા. એમણે જેવા શિષ્યો આપ્યા છે, તેવા કોઈએ નથી આપ્યા. બાલમુનિને ચોકલેટનું પ્રલોભન પણ આપતા. પૂ. ૩૧૪ * * * * * * * * * * * * * કહે, Page #347 -------------------------------------------------------------------------- ________________ જયઘોષસૂરિજીને બાલમુનિ તરીકે ખૂબ જ સારી રીતે સાચવેલા. ૯-૯ મુનિઓને શતાવધાની બનાવ્યા પછી તરત જ કહી દીધું : સાર્વજનિક રૂપે આ પ્રયોગ બંધ કરવા. મુનિઓને પ્રસિદ્ધિના નહિ, સિદ્ધિના શિખરે તેઓ ચડાવવા માંગતા હતા. તમને ખ્યાલ નહિ હોય : ગુરુની કઠોરતામાં કોમળતાના દર્શન શિષ્ય શી રીતે કરે ? દયાનંદના ગુરુ હતા : વીરજાનંદ. બહુ જ ક્રોધી. ગુરુના ક્રોધને પુણ્ય પ્રકોપ કહેવાય. દયાનંદનો આશ્રમ સાફ કરવાનો વારો હતો. વીરજાનંદે જોયું : એક રૂમમાં કચરો થોડોક પડેલો હતો. ગુરુએ દયાનંદને બરડામાં સાવરણીથી ઢીબી નાખ્યો. ૧૬ દિવસ સુધી ચકામા બતાવીને દયાનંદ કહેતો : જોયું ? આ ગુરુની પ્રસાદી છે. ચંડરુદ્રાચાર્ય જેવા ગુરુ ન મળ્યા, એનું કેટલું દર્દ આપણને છે ? ચંદના જેવા ગુરુ ન મળ્યા, એનું કેટલું દર્દ આપણને છે? પૂ. પ્રેમસૂરિજી અનન્ય શિલ્પી હતા - સાધના-જગતના. કર્મકાંડી, ધ્યાનીઓ, યોગીઓ, માંત્રિકો, પ્રવચનકારો વગેરે તેમણે આપ્યા છે. પિંડવાડા ધન્ય બની ગયું છે, એમના જન્મથી. સદ્ગુરુ તરીકે બહુ ઉચ્ચ વ્યક્તિ હતા. પૂ. પ્રેમસૂરિજી પાસે મેં જોયું છે : કોઈ સાધક એમની પાસે આવતાં તેઓ સમજી જતા : ૧૦-૧૫ જન્મથી આ સાધક કઈ ધારામાં વહેતો આવ્યો છે ? સ્વાધ્યાય, વેયાવચ્ચ, ભક્તિ. જે ધારા હોય તેમાં વહેવડાવી દે. એમનું ત્રીજું નેત્ર જાગૃત હતું. તેઓ એ દ્વારા સાધકને ઓળખી લેતા ને એની દિશામાં દોડાવતા. આ જન્મ સાધનામાં દોડવા માટે જ મળ્યું છે. આ રીતે સેંકડો સાધકોને તૈયાર કર્યા છે. પરંપરાએ તો કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * – ૩૧૫ Page #348 -------------------------------------------------------------------------- ________________ લાખો સાધકોને તૈયાર કર્યા છે. આજના યુગના મોટા ગજાના ભક્તિયોગાચાર્ય, જેમના માટે “ઋષિ” શબ્દ વાપરવાનું મન થાય, તેવા પૂજ્ય આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. આપણી વચ્ચે બિરાજમાન છે. પૂ. પ્રેમસૂરિજી, પૂ. ભદ્રંકર વિજયજી મ. ભલે ગયા, પણ પૂજય કલાપૂર્ણસૂરિજી જેવા વિદ્યમાન છે, તે આપણું સદ્ભાગ્ય છે. આવા ઋષિઓની ઓરા રેન્જ ઘણી લાંબી હોય છે. સદગુરુના પ્રસાદ વિના સાધના કોઈ રીતે ઊંચકી ન શકાય. અરણિક મુનિની સાધના પુન: વેગવંતી ગુરુની પ્રસાદીથી જ થઈ છે. નહિ તો કોમળ કાયામાં ધગધગતી શિલામાં સંથારો કરવાની શક્તિ ક્યાંથી આવે ? તીર્થંકરની કૃપા આપણા પર સતત વરસતી જ રહી છે. પણ કૃપા વરસે ત્યારે આપણી જાતને ખુલ્લી કરવાની જરૂર છે. ૯૯ % કૃપા, માત્ર ૧ % પ્રયત્ન જ આપણો. એ પ્રયત્ન પણ કૃપાને ઝીલવા માટેનો જ છે. પૂ. પ્રેમસૂરિજીને ૧૦૦ વર્ષ થયા. બહુ મોટો ગાળો નથી. હું તો કહીશ : ૨૫૦૦ વર્ષ પણ બહુ મોટો ગાળો નથી. આજે પણ એમના વાઈબ્રેશન ઝીલી શકાય. એમની સાધના-ધારાને ગ્રહણ કરવા આજના દિવસે કટિબદ્ધ બનીને પ્રાર્થીએ : એકાદ અંશ આપણને મળો. પૂ. સિંહસેનસૂરિજી : જયવંતા જિનશાસનને અહીં સુધી લાવનારા આવા મહાપુરુષો છે. ભગવાને તો શાસન સ્વનિવણ સુધી ચલાવ્યું. પણ પછી તેને જયવંતુ રાખનારા આવા મહાપુરુષો હતા. | તો પૂજયશ્રીને જોયા નથી. એક પ્રસંગ કહું, જેથી તેમની નિખાલસતા, વાત્સલ્ય, સંગઠન-પ્રેમ આદિ ખ્યાલમાં આવે. ઉસ્માનપુરા જિનાલયની પ્રતિષ્ઠા પૂ. ઉદયસૂરિજીની નિશ્રામાં હોવા છતાં પૂ. પ્રેમસૂરિજીને વિનંતિ કરાવીને બન્નેએ ૩૧૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #349 -------------------------------------------------------------------------- ________________ સાથે મળીને પ્રતિષ્ઠા કરાવેલી. આવા મહાપુરુષોની આજે જરૂર છે. પૂજ્યશ્રીની દીક્ષાનો આજે મંગળ દિવસ છે. આ ક્ષેત્રના પ્રભાવના કારણે એવું ચૈતન્ય પ્રગટે છે કે તે સાધક ઉત્તરોત્તર આગળ વધતો રહે છે. પૂ. મહોદયસાગરજી : અહીં બેઠેલા આપણામાંના ઘણાએ પૂજ્યશ્રીના દર્શન નહિ કર્યા હોય. મેં પણ નથી કર્યા. પણ અમારા પૂ. ગુરુદેવના મુખે આદરપૂર્વક નામ ઘણીવાર સાંભળ્યું છે : તપાગચ્છના મોટા સાધુ સમુદાયમાં પૂ. પ્રેમસૂરિજીનો મોટો ફાળો છે. માતાથી પણ અધિક વાત્સલ્યપૂર્વક તેમણે સાધુઓને તૈયાર કર્યા છે. દીક્ષા પછી પણ તેમણે અદ્ભુત ઘડતર કર્યું છે. અમારા ગુરુદેવ પૂ.આ.શ્રી ગુણસાગરસૂરિજીએ આચાર્ય પદવીના પ્રસંગે ઘોષણા કરી : “બધા આચાર્ય ભગવંતો એક થતા હોય તો હું મારા ગચ્છની સમાચારી માટે આગ્રહ નહિ રાખું. પૂ. પ્રેમસૂરિજીના કાને આ વાત પડી. તેમણે આ ભાવનાની અનુમોદના કરેલી. પૂ. પ્રેમસૂરિજીના અનેકાનેક પ્રસંગોમાંથી એક પ્રસંગ કહું : આચાર્ય પદવી માટે યોગ્ય હોવા છતાં તેમનામાં અદ્ભુત નિઃસ્પૃહતા હતી. એક વખત તેઓશ્રી વયોવૃદ્ધ મુનિશ્રી જિનવિજયજીની વેયાવચ્ચ કરવા પાટણમાં રહેલા. પહેલેથી જ વેયાવચ્ચનો રસ તેમનામાં જોરદાર હતો. પગ-ચંપન કે માત્ર પરઠવવાનું કાર્ય પણ આનંદપૂર્વક કરતા. પર-સમુદાયના મહાત્માઓની પણ સેવા કરતા. તે વખતે રાધનપુરમાં પૂ. દાનસૂરિજીની નિશ્રામાં ઉપધાન હતું. પૂ. દાનસૂરિજીને ચે. સુદ-૧૪નો આચાર્ય પદ માટે દિવસ સુંદર લાગ્યો. કમળશીભાઈ (રાધનપુરના પીઢ શ્રાવક)ને પૂ. દાનસૂરિજીએ આ વાત કરી. પણ પ્રેમવિજયજીને સમજાવવા કેમ ? તે સમસ્યા હતી. કમળશીભાઈએ બીડું ઝડપ્યું. પાટણ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૧૦ Page #350 -------------------------------------------------------------------------- ________________ गया : 'गुरु म. मापने या ७३ छे.' તબીયત બરાબર નહિ હોય એમ સમજીને તરત જ વિહાર કરી રાધનપુર પહોંચી ગયા. ગુરુને સ્વસ્થ જોઈ વિચારમાં પડી ગયા : શું કારણ હશે? પછી ગુરુએ આદેશ આપ્યો : તમારે આચાર્ય પદવી લેવાની છે. આ શબ્દો સાંભળતાં અમારા જેવાને આનંદ થાય, પણ પૂજ્યશ્રીનું મોં પડી ગયું. અશ્રુધારા વહેવા લાગી. જે એમ માને કે હું પદ માટે અયોગ્ય છું. એ જ એ પદ માટે યોગ્ય સમજજો. “તીર્થકર સમાન પદનું વહન કરવાની કોઈ યોગ્યતા મારામાં નથી.” પૂજ્યશ્રીએ કહ્યું. તે વખતે પૂ. દાનસૂરિજીએ “વીટો વાપરીને પદ આપ્યું ___ 'आज्ञा गुरूणामविचारणीया ।' આવી નિઃસ્પૃહતા આપણામાં પણ પ્રગટે એવી ભાવના साथे... - પૂ. દિવ્યરત્ન વિજયજી (વલ્લભસૂરિજીના) आज से १०० वर्ष पूर्व इस भूमि पर जो प्रसंग बना वह हम भले ही नहीं देख सके, लेकिन उनका महोत्सव मनाने का सौभाग्य मिला, वह भी कम नहीं है । ___ अगर कोई व्यक्ति बहरा - गूंगा होगा उसे मिश्री-गुड़ खीलाया जाय तो उसकी प्रशंसा वह कैसे करेगा ? वह मन ही मन गुनगुनायेगा, लेकिन बोल नहीं सकेगा । हमारी भी यही स्थिति है। उनके संयम के समय हम में से कोई उपस्थित नहीं होंगे । स्वार्थी संसारमें सच्चे साथी केवल गुरु है । गुरु के पास ४८ मिनिट का सामायिक भी अगर इतना आनंद देता है तो आजीवन सामायिक कितना आनंद देता होगा ? __ वृक्ष स्वयं कष्ट झेलकर फल दूसरों को देते है । नदी अपना पानी दूसरों को देती है। हमारे पू. प्रेमसूरिजी भी ऐसे ही थे । ३१८ * * * * * * * * * * * * * Page #351 -------------------------------------------------------------------------- ________________ पू. प्रेमसूरिजी श्रीफल की तरह उपर से कठोर थे, लेकिन भीतर से कोमल थे । आज के दिन संकल्प करना : जब तक चारित्र नहीं लूंगा, तब तक आयंबिल करूंगा या दूसरा कुछ भी त्याग करुंगा । ૦ પૂ.પં.શ્રી વજસેનવિજયજી : ૨૦૦૪થી હું પૂજ્યશ્રીને બરાબર ઓળખું. ત્યારે નિવૃત્તિ નિવાસમાં ચાતુર્માસ હતું. હું (સંસારીપણામાં) મુમુક્ષુ મંડળના સભ્યરૂપે પુરબાઈમાં (વિ.સં. ૨૦૦૬) હતો. પૂજ્યશ્રી ત્યારે આયંબિલ ખાતે હતા. પૂજ્યશ્રીમાં નામ પ્રમાણે ગુણ હતા. ઘણાનું નામ આનંદીલાલ હોય પણ આનંદનો છાંટોય ન હોય, પણ આ તો પ્રેમનો મહાસાગર હતા. ૧૫-૧૭ મુમુક્ષુઓમાં હું પણ હતો. બે જણ ૮-૮ વર્ષના હતા. ૧૭ વર્ષથી કોઈ મોટું હોતું. તેમાંથી ૯૦ % એ દીક્ષા લીધી. “પ્રથમ મુહૂર્ત દીક્ષા લે તેને સમેતશિખરની યાત્રાનો લાભ મળશે.” એવું સાંભળીને પૂજ્યશ્રીને મેં કહેલું : “દીક્ષા મારે લેવી છે પણ પહેલા મુહૂર્ત નહિ. મારે સમેતશિખરની યાત્રા કરવી છે.” પણ પૂજ્યશ્રી ટસના મસ ન થયા. “તારા સંયમના વિકાસ માટે તું પૂ. મહાભદ્ર વિ.ને છોડતો નહિ.' એમ મને કહેલું. સં. ૨૦૧૯માં રાધનપુરમાં માતા (શીતળા) નીકળેલા ત્યારે જાવાલથી રાધનપુરના સંઘ પર પૂજ્યશ્રીનો પત્ર આવેલો : આ બાલમુનિને બરાબર સંભાળજો. પૂજ્યશ્રી વચનસિદ્ધ હતા. “૧લી બુક મહિનામાં થઈ જશે. કહેતા તો થઈ જતી. આવા પ્રેમાળ મહાત્માનું સાન્નિધ્ય ૨૦ વર્ષ સુધી મળ્યું, જોવા મળ્યા, તે અમારું અહોભાગ્ય છે. પૂ. કીર્તિસેનસૂરિજી : અમે એમના હાથે દીક્ષિત થયા, ૧૨ વર્ષ સાથે રહ્યા. પિંડવાડામાં ૩ ચાતુર્માસ સાથે કર્યા. એમનું વર્ણન વચનાતીત છે. એમનું બ્રહ્મચર્ય નિર્મળ હતું. દૈનિક એકાસણામાં બે થી કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૧૯ Page #352 -------------------------------------------------------------------------- ________________ ત્રણ દ્રવ્યથી વધુ વાપર્યા નથી. સ્વાધ્યાયમાં લીનતા ખૂબ જ હતી. યોગ-ક્ષેમમાં અપ્રમત્તતા પ્રતિપળે જોવા મળતી. ઉત્કૃષ્ટ સંયમ વૃત્તિ તો નજર સામે જ દેખાય. કોઈ શિષ્ય આસન મૂકી જાય તો વધારે આસન કાઢી નાખે. ૧૫ દિવસથી પહેલા કાપ ન કાઢવા દે. નીચે જોઈને ચાલવાનું, એકાસણું કરવું, સ્પંડિલ બપોરે બહાર જ જવું, વાડામાં નહિ. વગેરે ગુણો ઊડીને આંખે વળગે તેવા હતા. જ્ઞાની કોને કહેવાય ? કેટલી ડીગ્રી પાસ કરે તો જ્ઞાની કહેવાય ? ૯ પૂર્વ સુધી ભણેલો પણ અજ્ઞાની હોઈ શકે. આત્મ-સ્વરૂપની તમન્ના ન હોય તે અજ્ઞાની જ હોવાનો. કોઈ જિજ્ઞાસુએ ગુરુને પૂછ્યું : ચાર ગતિમાં ભયંકર દુઃખો છે. સાધનામાં પણ દુઃખો છે. બીજો કોઈ રસ્તો છે ? ગુરુએ કહ્યું : ગુણાનુવાદ કરવા, ગુણીને વંદના કરવી તે ત્રીજો માર્ગ છે. આજે આપણે એટલા માટે જ ભેગા થયા છીએ. અનુમોદનાની તક ઊભી કરીને પૂ.આ.ભ. જગવલ્લભસૂરિજીએ મોટું કામ કર્યું છે. તીર્થયાત્રા દ્વારા સંયમયાત્રા પામી ભવ-યાત્રાનો અંત કરીએ, એ જ કામના. નવકારના અક્ષર જેટલા વર્ષ (૬૮) તેમણે સંયમ પાળેલું. પૂજ્ય ધુરંધરવિજયજી : પૂજ્યશ્રીને સૌ પ્રથમ મેં આ જ ભૂમિમાં સં. ૨૦૦૬માં જોયા. ચાતુર્માસ નિવૃત્તિનિવાસમાં હતું. પૂ.પં. ભદ્રંકર વિ.મ.નું કોટાવાળાની ધર્મશાળામાં હતું. પૂ. જિનપ્રભ વિ.ની તાજેતરમાં દીક્ષા થયેલી. પ્રથમ જ દર્શને અમે એકબીજાને ગમી ગયા. હું પૂજ્યશ્રીના ખોળામાં બેસી ગયો. તારે દીક્ષા લેવી છે ?' એ પ્રશ્નના જવાબમાં મેં કહ્યું : દીક્ષા લેવી છે. તેમણે કહ્યું : “તો તારી દીક્ષા નક્કી.” તે વખતે બાળદીક્ષા જોખમ હતું. નરરત્ન વિ.ની દીક્ષા પછી બાળદીક્ષા થઈ ન્હોતી. મુમુક્ષુમંડળમાં ૧૪ વર્ષની આસપાસના ૩૨૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ Page #353 -------------------------------------------------------------------------- ________________ કિશોરો હતા. તે વખતે પૂજ્યશ્રીની સાથે ભાનવિજયજી આ બધું સંભાળતા. પૂજ્યશ્રીનું આ જ મિશન હતું : સાધુઓ વધારવા. સહયોગીઓ તો પછીથી મળ્યા. ૧૨ વર્ષ પછી રામવિજયજી મળ્યા. તે પહેલા પણ સંઘર્ષ કરતા જ રહ્યા. ગુરુને ૧૦ શિષ્ય થાય પછી જ ૧૧મો મારો શિષ્ય એમ પ્રતિજ્ઞા હતી. દીક્ષા લેવામાં એમને સ્વયંને ઘણી તકલીફ પડી છે. વ્યારાથી ભાગીને ૩૬ માઈલ એક રાતમાં ચાલીને પછી ગાડીમાં બેસીને અહીં તળેટીમાં દીક્ષા લીધી છે. ધર્મશાળામાં લઈ શકાય તેમ ન્હોતું. મંજૂરી વિના કોણ દીક્ષા અપાવવાની હિંમત કરે ? અત્યારે તો તળેટીમાં કોઈ દીક્ષા નથી લેતું. પણ એમને આદિનાથ પ્રભુની કૃપા મળવાની હશે. કોઈએ એમને ખેંચ્યા નથી, સ્વયં ખેંચાઈને આવ્યા છે. જન્માંતરીય અધૂરી સાધના પૂરી કરવા જ આવ્યા હશે. ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં રહ્યા, તે જગ્યાએ (નાદિયામાં) એમનો જન્મ થયો છે. આબુ, નાંદિયા, દિયાણા, મુંડસ્થળ, વડગામ, વાસા, ઓસિયા, ભાંડવજી વગેરે સ્થળે ભગવાન મહાવીર વિચર્યા છે. આ બધે જ સ્થાને ભગવાન મહાવીર છે. ભગવાનના એ પવિત્ર પરમાણુઓને તેમણે ગ્રહણ કર્યા હશે ! 'श्रमणों को बढाना है। बिना श्रमण शासन नहीं चलेगा।' આ તેમનું મિશન હતું. કસ્તુરભાઈ આવે તો પણ આ જ પૂછે : આ (ઓશો) ક્યારે લેવો છે ? જેમની સાથે નજર મિલાવે તેને દીક્ષા પ્રાયઃ મળી જાય, એવી એમની લબ્ધિ હતી. વિ.સં. ૨૦૨૦માં પિંડવાડામાં તેમનું ચાતુર્માસ હતું. પ૫ સાધુઓ હતા. મેં ૨૦૨૦માં પિંડવાડામાં તેમની સાથે એક જ ચાતુર્માસ કર્યું છે. દીક્ષાનું મિશન ઉપાડ્યું પૂ. પ્રેમસૂરિજીએ. ચલાવ્યું તેમના વફાદાર શિષ્ય પૂ. રામચન્દ્રસૂરિજીએ. પૂ. રામચન્દ્રસૂરિજીની દીક્ષા પહેલા પૂ. પ્રેમસૂરિજીએ ૧૦ * * * * * = * * * * * * ૩૨૧ Page #354 -------------------------------------------------------------------------- ________________ મુનિઓને તૈયાર કરેલા. ૧૦ દીક્ષા થઈ ગઈ હતી. તે બધાને પૂ. દાનસૂરિજીના શિષ્યો બનાવેલા. પ્રારંભમાં જ આટલો પ્રભાવ હતો તો પછીથી કેટલો વધ્યો હશે ? સંસારથી ખેંચ્યા પછી તેઓ મુનિઓને આગળ પણ વધારતા. પૂ. રામવિજયજીને સરસ્વતીની આ ગુફામાં સાધના કરાવેલી. કોઈ બહેને તેમના વ્યાખ્યાનની પ્રશંસા કરી, તેથી સ્વયં વ્યાખ્યાન નહિ આપતા. પ્રવચનકાર રામવિજયજી, ભાનુવિજયજી, ચન્દ્રશેખર વિ. વગેરે બધાનો તેઓ ઉપયોગ કરી લેતા. ભલભલા શક્તિશાળી આચાર્ય પર પૂજ્યશ્રી ખફા થયા હોય તેમને વર્ષો સુધી એક પણ શિષ્ય ન થયો હોય, એમ અમે જોયું છે. અમારી હસ્તી એમને આભારી છે. મૂંગા રહીને એમણે અસાધારણ કાર્ય કર્યું છે. પૂજયશ્રીને શાસન માટે ખૂબ જ ચિંતા હતી. દવાની ભૂલના કારણે મને લકવો થતાં તેઓ ચિંતિત થઈ ગયા. પૂજ્યશ્રી શિવગંજ હતા. હું નાણામાં હતો. તેઓ બેડામાં આવ્યા. ત્યાં ૬૦૦ માણસોનું ઉપધાન હોવા છતાં ત્યાં ન રોકાતાં નાણામાં મારી પાસે આવ્યા. સાધુનો ભોગ આપી ગૃહસ્થોને કદી તેમણે પંપાળ્યા નથી. ચિંતા ન કર. તું ચાલતો થઈ જઈશ.' એમ ખોળામાં બેસાડીને તેમણે મને કહેલું. તે વખતે જિનસેન વિ. એ ખૂબ જ સેવા કરેલી. મને શિવગંજ લઈ ગયા. જીવ્યા ત્યાં સુધી મને જામનગર હોસ્પિટલમાં રખાવ્યો. ત્યાંના મુખ્ય વ્યક્તિ જીવાભાઈને “મારો છોકરો છે.' એમ કહીને સૂચના આપેલી. નહિ તો જીવાભાઈ કાંઈ પૈસા કાઢે ? | મારા પર તેમનો અસીમ ઉપકાર ! હું પાછો વિચિત્ર ! એમને અનેક વખત નારાજ કરું. કર્મ સાહિત્ય માટે ના પાડું. છતાં બધું ગળી ખાય. મારા જેવા અનેકોનું આવું અપમાન ગળી જતા. અમારી પાસેથી કામ લેવાની એમની જબ્બરી ટ્રીક હતી. ૩૨૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #355 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા વખતે હું ૩૦ ઈંચનો હતો. દીક્ષા પહેલા હું પૂજ્યશ્રીને મળવા મુંબઈ ગયો તો તેમણે મને સંથારા પોરસી ગોખવા બેસાડી દીધો. પોણો કલાકમાં ૧૭ ગાથા કરાવી દીધી ને સૂકો મેવો અપાવ્યો. કોઈ પણ પાસે આવેલી વ્યક્તિની ઝીણામાં ઝીણી બાબતનું તેઓ ધ્યાન રાખતા. તે વખતના સાધુ સમુદાયમાં મારો નંબર ૧૫૫મો હતો. એકને સાથે લઈને બધા શિષ્યોની રોજ રાત્રે ગણત્રી કરે. રાત્રે માંડ બે કલાક ઊંઘતા હશે. છેદસૂત્રોને પૂરા પચાવીને બેઠેલા એ મહાપુરુષ હતા. એમની પાસે જે સૂઝ, દૃષ્ટિ હતી તે બીજા કોઈ પાસે જોવા મળી નથી. પ્રાચીન પ્રતો ના સંશોધક પૂ. પુણ્યવિ. પૂ. વલ્લભસૂરિજીના હતા. મને શોખ જાગ્યો. પૂ. પુણ્યવિજયજી પાસે જઈ પ્રાચીન શાસ્ત્ર-સંપાદન શીખવાનો. હું ત્યાં નવ મહિના સુધી ગયો. પૂ. પુણ્યવિજયજીએ પુત્રની જેમ મને પ્રેમથી ભણાવ્યો. રતિલાલ નાથાભાઈનું ત્યારે ઊજમણું હતું. મેં ડરતાં ડરતાં પૂ. પુણ્યવિજયજી પાસે ભણવાની વાત કરી. સીધી કબૂલાત જ કરી દીધી. કોઈ કહી દે તે કરતાં પોતે જ કહી દેવું સારુંને ? પૂ. પ્રેમસૂરિજી રાજી થયા. બાપ-બેટા જેવો તારો સંબંધ છે ? બહુ સરસ. પછી પૂ. પુણ્યવિજયજી સાથે મળવાની ઈચ્છા પૂજ્યશ્રીને દર્શાવી. ભરબપોરે ૧ વાગે આવ્યા. ૩ કલાક બન્ને બેઠા. બન્ને પ્રસન્ન થયા. પૂજ્યશ્રીએ સંકલ્પ કર્યો : મોકો મળતાં ૨૫ સાધુઓ પુણ્યવિજયજી પાસે મૂકવા. શાસનને વિજયવંત બનાવવાનો એમનો મનોરથ હતો. કોઈ શક્તિશાળી સાધુ જુદો ન પડે, તેવી તેમની ઈચ્છા હતી. ૨૦૨૨ કે ૨૦૨૩માં પુણ્યવિજયજી મુંબઈ ગયા. ત્યાં એમનું આયુષ્ય પૂરું થયું. ૨૦૨૪માં સ્વયં ગયા. આમ તેમનું મિશન અધૂરું રહ્યું. સાહેબજીએ વિલ બનાવ્યું : “અચલગચ્છના ક્ષેત્રોમાં કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * ૩૨૩ Page #356 -------------------------------------------------------------------------- ________________ ભા.સુ.પના દિવસે બારસા સૂત્ર સંભળાવવું.' તે વખતે આવી વાત કરવી ખતરનાક હતી. બીજી નોંધ : “કોઈપણ સમુદાયના ગ્લાન સાધુની મારા સાધુએ વેયાવચ્ચ કરવા પહોંચી જવું.' એમણે બનાવેલી કલમોમાં દૂરદર્શિતા હતી. ભાનુવિજયજી પછી જયઘોષવિજયજી સંભાળે, એમ તેમણે વિલ બનાવેલું. ભાનુવિજયજી પહેલા જાય, જયઘોષવિજયજી પછી જાય, એ નક્કી હતું ? બનનારી સંભવિત ઘટના એમને દેખાતી હતી. આવી હતી તેમની દિવ્યદૃષ્ટિ ! સ્વર્ગવાસ પછી પણ ઘણી ઘટના જોવા મળી છે. આજે પણ અમે એમની નજરમાં છીએ. ૩૨ વર્ષ થયા છતાં અમારી સંભાળ રાખે છે, એમ અમને સતત લાગતું રહે છે. આગોતરી સૂચના સ્વપ્નમાં આવતી હોય છે. રામવિજયજીથી માંડીને બધાને એમણે તૈયાર કર્યા છે. પૂજયશ્રીની આજ્ઞાથી મેં જૂનાગઢ ચાતુર્માસ કર્યું. પછી કીર્તિચન્દ્ર વિ.ની ટપાલ આવી : પૂજ્યશ્રી ઈચ્છે છે : હવે તમે જલ્દી આવો. મેં વિહાર કર્યો. બોટાદ પહોંચતાં ચન્દ્રશેખર વિ. મળ્યા. અમે સાથે રોકાયા. બોટાદમાં વૈ.વદ ૧૧ના સ્વર્ગવાસના સમાચાર મળ્યા. ચન્દ્રશેખર વિ. તો તાર વાંચી ચીસ પાડી બેહોશ થઈ ગયા. ૨૪ કલાક સુધી ચન્દ્રશેખર વિ. રડ્યા હશે. પછી અમે સ્વર્ગભૂમિ ખંભાત પહોંચ્યા. મેં કીર્તિચન્દ્ર વિ. ને પૂછવું : પૂ. પ્રેમસૂરિજી મ. એ મારા માટે શું કહ્યું ? કર્મપ્રકૃતિમાં એને (ધુરંધર વિ.ને) રસ નથી તો ઈતિહાસમાં આગળ વધે.’ આજે મને ઈતિહાસમાં રસ છે. આવા નિરાગ્રહી હતા પૂજ્યશ્રી ! ગુરુ-લાઘવ પ્રમાણે પૂજ્યશ્રી વર્તતા હતા. જીવનમાં ઘણી બાંધછોડ કરી છે, તેમણે. એમની કૃપાથી જ સાધારણ અસાધારણ થયા. એમની કૃપા હટતાં જ અસાધારણ સાધારણ બન્યા. બધામાં પૂ. પ્રેમસૂરિજીની શક્તિ કાર્ય કરી રહી છે. ૩૨૪ * * * * # # # # * * * Page #357 -------------------------------------------------------------------------- ________________ તેમની કૃપાથી ગૃહસ્થો, ડૉકટરો, વકીલો વગેરે પણ આગળ વધ્યા છે. 100 વર્ષમાં તેમના થકી સંયમ-દાનનો જે પુરુષાર્થ થયો તે બેજોડ છે. તેમણે આજ સુધી કેટલા સાધુ આપ્યા ? ૮૪ વર્ષમાં કેટલા સાધુ આપ્યા ? જરા ગણત્રી કરી લેજો. પૂ. પ્રેમસૂરિજી ન મળ્યા હોત તો મારા જેવાને કદી દીક્ષા ન મળત. રમણલાલ, દલસુખ, જીવાભાઈ જવાઓ પણ ત્યારે મને દીક્ષા આપવા તૈયાર ન્હોતા. છેલ્લે તેમણે પોતાના નામના સ્મારક કે મંદિર બનાવવાની ના પાડેલી. સાધુઓ એ જ મારા સ્મારક છે, એમ તેઓ કહેતા. @g કહ્યું કલાપૂર્ણસૂરિએ’ ચોપડી મલી, ચોપડીને હાથમાં લેતાં જ તેની આકર્ષક સજાવટ અને વિશેષ તો સચોટ, સરળ, ગંભીર, અલૌકિક લેખન - શ્રેણિ જોઈને આખું ય પુસ્તક એક જ વારમાં વાંચી નાંખવાનું મન થઈ જાય છે. પૂ. આચાર્યદેવની વાચના-વ્યાખ્યાનો વગેરેનો અદ્દભુત સાર, આપશ્રીએ જે આપની આગવી કોઠાસૂઝથી લખ્યો છે તે ઘણો જ અદ્દભુત અપ્રતિમ છે. આપનું આ પુસ્તક મિલેનીયમ રેકોર્ડ નોંધાવે એ જ અમારી શુભેચ્છા. - જતિન, નિકુંજ વડોદરા કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * = = = = = = * * * * ૩૨૫ Page #358 -------------------------------------------------------------------------- ________________ નિ જ જ કા. વદ-૧૧ ૨૧-૧૧- ૨૦૦૦, મંગળવાર તર્કથી ભગવાનની કરુણા ન જાણી શકાય. જ અરિહંત ચેન્ના કોઈપણ ગ્રન્થનું રહસ્ય પામવું હોય તો તેનું વારંવાર અનુશીલન કરવું જોઈએ. એકવાર વાંચીને મૂકી દઈએ, એટલાથી ન ચાલે. એકવાર વાંચવાથી “આ ગ્રન્થ મેં વાંચ્યો એટલો મિથ્યા સંતોષ જરૂર લઈ શકીએ, પણ એ ગ્રન્થનું રહસ્ય ન પામી શકીએ. * અરિહંતોની અનંત શક્તિઓનો સમાવેશ ગણધરોએ નમુત્થણે સૂરાની માત્રા નવ સંપદાઓમાં કરી દીધો. ગાગરમાં આખો સાગર ઠાલવી દીધો. પ્રથમ સ્વરૂપ સંપદા છે. બાકીની આઠ ઉપકાર સંપદાઓ છે. છેલ્લી સંપદાનું નામ : “પ્રધાન ગુણઅપરિક્ષય પ્રધાન ફલાપ્તિ - અભય સંપ’ છે. ૩૨૬ * * * * * * * * * * * કહે. Page #359 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાં ગયા પછી પણ ભગવાન દ્વારા ઉપકાર ચાલુ રહે છે એ આનાથી ફલિત થાય છે. ઘણા એવું માનતા હોય છે : ભગવાન મોક્ષમાં ગયા એટલે બધું પૂરું થઈ ગયું. ઘણા તો આગળ વધીને “કરુણા'પણ નથી માનતા. આપણે બધા તર્કવાદી ખરાને ? તર્કથી ભગવાનની કરુણા ન જાણી શકાય, ભક્તિભાવ ન કેળવી શકાય. ભગવાન પ્રત્યે ભક્તિભાવ કેળવ્યા વિના ગમે તેટલી ક્રિયાઓ કરો, એ બધું માત્ર શુષ્ક કાય-લેશ બની રહેશે. ભક્તિભાવ ભળી જાય તો એકમાત્રા ચૈત્યવંદનની આપણી ક્રિયા બધા જ ધ્યાનો, યોગો અને સમાધિથી ચડી જાય. શરીર હોવા છતાં ભગવાનની કરુણાને કર્યો રોકી શક્યા નથી, તો શરીર-કર્મો વગેરેથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા પછી ભગવાનની કરુણાને કોઈ શી રીતે રોકી શકે ? આજે પણ ભગવાન મોક્ષમાં બેઠા-બેઠા કરુણા રેલાવી રહ્યા છે. માત્ર આપણે અનુસંધાન કરવાની જરૂર છે. ફોન આદિ યંત્ર દ્વારા અન્ય સાથે અનુસંધાન કરનારા આપણે ભગવાન સાથે મંત્ર આદિથી અનુસંધાન થઈ શકે છે, એવો વિશ્વાસ ધરાવતા નથી, એ આપણી મોટી કરુણતા છે. પ્રધાન ગુણ અપરિક્ષય’નો અર્થ એ જ થાય : જે જે પ્રધાન ગુણો ભગવાનમાં પ્રગટ્યા છે, તેનો કદી ક્ષય થતો નથી, એ ગુણો ક્ષાયિક-ભાવના બની ગયા. ક્ષાયિકભાવના ગુણો શાના જાય ? • પંચસૂત્રમાં “મરિહંતાક્સમિલ્યો ' એમ કહ્યું છે. માત્ર અરિહંત નહિ, ‘મા’ શબ્દ છે. ‘ગા' એટલે “આદિ'. આદિથી સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે લેવાના છે. બધાનું સામર્થ્ય મળી શકે તેમ છે. જો આપણે પાત્ર બનીએ. ૦ વીશ વિહ૨માન ભગવાન છે, તેમ છદ્મસ્થા ભગવાન અત્યારે ૧૬૪૦ છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * * * * ૩૨૦ Page #360 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનું આઈ સમગ્ર બ્રહ્માંડમાં ઘૂમી રહ્યું છે. જેનો જેનો સાધના-માર્ગમાં વિકાસ થયો છે, થાય છે કે થશે તેના મૂળમાં આ આઈજ્ય જ છે. તમે માત્ર અરિહંતમાં તમારું મન જોડો, પ્રણિધાન કરો, જગતમાં ઘૂમતું આઈજ્ય તમારી અંદર સક્રિય બનશે તેમ તમે જાતે અનુભવ કરી શકશો. આપણે દાદાની યાત્રા કરવા ઉપર જઈએ છીએ. ઉપર ૨૭૦૦૦ જિનબિંબો છે, પણ બધી જ મૂર્તિઓના કાંઈ દર્શનવંદન કરી શકતા નથી ! માત્ર આદિનાથ દાદા આદિ મુખ્યમુખ્યના કરી લઈએ છીએ. છતાં તેમના પ્રત્યે કાંઈ આપણી અવજ્ઞા નથી. આપણી પાસે સમય નથી. ભાવથી તો બધાના દર્શનાદિ કરીએ જ છીએ. આ ચૈત્યસ્તવથી બધી પ્રતિમાઓના વંદનાદિનો લાભ મળે છે. ૦ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન આ પાંચ યોગોમાં પતંજલિના યોગના આઠેય અંગો આવી ગયા. સ્થાનમાં - યમ, નિયમ, આસન. વર્ણમાં – પ્રાણાયામ (પદ્ધતિસર ઉચ્ચારણ કરતાં શ્વાસ લયબદ્ધ બને છે.). અર્થમાં - પ્રત્યાહાર, ધારણા. આલંબનમાં - ધ્યાન. અનાલંબનમાં - સમાધિ. સ્થાન આદિપૂર્વક ચૈત્યવંદન કરવામાં આવે તો સાચે જ તે સમાધિ સુધી લઈ જનારું મહાન અનુષ્ઠાન બની જાય. આપણે તો અત્યારે ચૈત્યવંદન, પૂજા વગેરે એવું બનાવી દીધું છે કે બીજા લોકોને “આ તો માત્ર ઘોંઘાટ છે. અહીં યોગ, ધ્યાન જેવું કશું જ નથી.' એમ કહેવાનું મન થઈ જાય. જેઓ સ્થાન આદિ સાચવ્યા વિના જ ચૈત્યવંદન આદિ કરતા રહે છે. તેઓ સ્વયં શાસન-બાહ્ય છે, એમ શ્રી હરિભદ્રસૂરિજી કહે છે. આવું આ વાચનામાં સાંભળવા મળશે. આ સાંભળશો તો જ ચૈત્યવંદનમાં ભાવ પૂરી શકશો. માટે જ કહું છું : યાત્રા ૩૨૮ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * Page #361 -------------------------------------------------------------------------- ________________ કદાચ ઓછી થાય તો ચલાવી લેશો, પણ વાચના સાંભળવાનું ચૂકશો નહિ. ધ્યાનને લાવનાર અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષાને લાવનાર ધારણા છે. ધારણાને લાવનાર ધૃતિ છે. ધૃતિને લાવનાર મેધા છે. મેધાને લાવનાર શ્રદ્ધા છે. આ પાંચેય વધતા જાય તો જ કાયોત્સર્ગ ધ્યાન સુધી પહોંચવાની પ્રક્રિયા બની શકે. - સારા મુહૂર્તનો પણ પ્રભાવ હોય છે. અહીં સારા મુહૂર્ત પ્રવેશ કર્યો તો તમે જુઓ છો : વાચનામાં ક્યારેય વિઘ્ન ન આવ્યું, પણ ચાતુર્માસ પરિવર્તન પછી વિપ્ન આવ્યું. ફરી આરીસા ભુવનમાં અંજન-શલાકા પતાવી અહીં શુભ મુહૂર્ત (પુષ્ય નક્ષત્રમાં) પ્રવેશ કર્યો તો વિપ્નો ગયા. • મેં કદી એ વિચાર્યું નથી : હું બોલીશ તે સાંભળનારને ગમશે કે નહિ ? હું તો તેને જેની જરૂર હોય તે જ આપું, ભલે તેને ગમે કે ન ગમે. ખરો વૈદ તે જ કહેવાય. જે દર્દીને હિતકારી હોય તેવી જ દવા આપે, ભલે તે કડવી કેમ ન હોય ? - “મરિહંત ગ્રેફાઈ ' અહીં હરિભદ્રસૂરિજી લખે છે : 'सहृदयनटवद् भावपूर्णचेष्टः ।' સહૃદયી અભિનેતાની જેમ ભાવપૂર્વક તમારી ચેષ્ટા હોવી જોઈએ. ઘણા નટો એવા સહૃદયી હોય છે કે પાત્રનો અભિનય એટલો જીવંત રીતે કરે કે જોનારા તો આફિન પુકારી જ જાય,પણ તે સ્વયં પણ ભાવવિભોર બની જાય. આથી જ ભારતનું નાટક કરનારા પેલા નટો કેવળજ્ઞાની બન્યા હશેને ? પેલો બહુરૂપી કેટલો સહૃદયી હશે કે સાધુનો વેષ સ્વીકાર્યા પછી તેણે છોડ્યો નથી. આવા ભાવપૂર્વક આપણે આ સૂત્ર બોલવાના છે. કપટી કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૨૯ Page #362 -------------------------------------------------------------------------- ________________ નટની જેમ દેખાવ નથી કરવાનો, પણ નિષ્કપટ ભાવપૂર્વક ચેષ્ટા કરવાની છે. મુંબઈ - લાલબાગમાં લાલ ફૂલોથી રોજ ભગવાનની ભાવપૂર્વક પૂજા કરતા ભક્તને એક દિવસ વિજય રામચન્દ્રસૂરિજીએ પૂછ્યું : તમે પ્રવચનમાં કોઈ દિવસ કેમ નથી આવતા ? તેણે કહ્યું : “મને મંગળ નડે છે, એટલે હું આ લાલ ફૂલોથી પૂજા કરું છું. મારે પ્રવચન સાથે શું લેવા-દેવા ?' આપણો ધર્મ-ક્રિયા પાછળનો આવો મલિન ઉદેશ હશે તો આત્મશુદ્ધિ નહિ થાય. આ ભક્તિ કપટી નટ જેવી ગણાશે. - ચૈત્યનો અર્થ પ્રતિમા કઈ રીતે કર્યો છે ? તે સમજવા જેવું છે. જુઓ : “વૈચારિ પ્રતિક્નિક્ષUTUનિ મર્કન્રત્યાનિ !' આના રચયિતા હરિભદ્રસૂરિજી આગમ પુરુષ છે. એમની વાત તમે અન્યથા ન કરી શકો. ચૈત્ય શબ્દ કેમ બન્યો છે ? તે પણ તેમણે ખોલ્યું છે. “ચૈત્ય' એટલે ચિત્ત. તેનો ભાવ અથવા કર્મ તે ચૈત્ય. વUતચ્ચિ: ' પાણિનિ ૫-૧-૧૨૩ સૂત્રથી ગન પ્રત્યય લાગતાં ચિત્તનું “ચૈત્ય બન્યું છે. એટલે કે અરિહંત પરમાત્માની પ્રતિમા ચિત્તની પ્રશસ્ત સમાધિ ઉત્પન્ન કરનારી છે. જે લોકો “ચૈત્ય’નો અર્થ જ્ઞાન, વૃક્ષ કે સાધુ કરે છે, તેઓ પાસે ન કોઈ આધાર છે ! ન કોઈ પરંપરા છે ! માત્ર પોતાના મતની સિદ્ધિ માટે જ ચૈત્યના ચિત્ર-વિચિત્ર અર્થો તેઓ દ્વારા કરવામાં આવે છે. 25)= આ પુસ્તક વાંચતાં પૂ. સાહેબજીની વિશેષ ભક્તિ જાણવા મલી. નહિ સાંભળેલું, નહિ અનુભવેલું એવું જ્ઞાન મળ્યું. - સા. ઈન્દ્રવંદિતાશ્રી = શ ૩૩૦. * * * * * * * * * * * Page #363 -------------------------------------------------------------------------- ________________ કા. વદ-૧૨ ૨૨-૧૧- ૨000, બુધવાર આપણે બધા એક જ ડાળના પંખી છીએ. - ભગવાનમાં જેટલા ગુણો, જેટલી શક્તિઓ પ્રગટે છે તે કદી વિલાતી નથી. એ જણાવવા જ નવમી સંપદા છે. » ‘૩૫યો નક્ષUT' ઉપયોગ એક માત્ર જીવનું લક્ષણ છે. એ જ બીજા ચારેય અસ્તિકાયથી જીવને જુદો પાડે છે. આ લક્ષણ સ્વરૂપ-દર્શક છે. | ‘પરસ્પરોપગ્રહો ગોવાનામ ' આ સંબંધ-દર્શક સૂત્ર છે. બીજા માટે બાધકરૂપે સંબંધ બાંધવો તે અપરાધ છે. બીજા માટે સહાયકરૂપે સંબંધ બાંધવો તે પ્રકૃતિને સહયોગરૂપ છે. આ વસ્તુ ભૂલી જવાથી જ આપણે બીજાને બાધક થતા આવ્યા છીએ. જયાં સુધી બીજાને બાધા પહોંચાડીશું ત્યાં સુધી આપણને બીજા તરફથી બાધા આવવાની જ. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૩૧ Page #364 -------------------------------------------------------------------------- ________________ જીવાસ્તિકાયની વિચારણા આપણને સર્વ જીવો સાથે એક તાંતણે બાંધે છે. આપણે બીજાથી આપણી જાતને જુદી માનીએ છીએ, જુદો ચોકો જમાવવા માંગીએ છીએ, અલગ અસ્તિત્વ ઊભું કરવા માંગીએ છીએ, પણ આ જ આપણી મોટી ભૂલ છે. આ જ મોહ છે. અહીં કોણ જુદું છે ? આપણે બધા એક ડાળના પંખી છીએ. એક જ સૂરજના કિરણ અને એક જ ફૂલની પાંખડી છીએ. એક જ હાંડલાના ચોખા છીએ. બીજાને છોડીને કેવળ આપણું ભલું કરી ન જ શકીએ. ભગવાન ભગવાન શી રીતે બન્યા ? સર્વ જીવોમાં સ્વનું દર્શન કરવાથી જ ભગવાન ભગવાન બન્યા છે. આ સંદર્ભમાં “સબૂનોમાવિમMમાવ' વિશેષણ કેટલું ચોટદાર છે ? ભગવાને સર્વ જીવોમાં આત્મભાવ સ્થાપિત કર્યો છે. ભગવાન ભલેને સાત રાજલોક દૂર હોય, પણ ભક્તને મન તો ભગવાન અહીં જ છે. કારણકે દૂર રહેલા ભગવાનને ખેંચી આપનાર ભક્તિ તેની પાસે છે. પતંગ ભલે આકાશમાં હોય, પણ દોરી પાસે હોય તો પતંગ ક્યાં જવાનો? ભગવાન ભલે દૂર હોય, પણ ભક્તિ પાસે હોય તો ભગવાન ક્યાં જવાના ? હૃદયને સદા પૂછતા રહો : ભક્તિની દોરી પાસે છે ને? ભક્તિની દોરી ગઈ તો ભગવાન ગયા. ભગવાન ગયા એટલે તરત જ મોહ ચડી બેસવાનો. મોહ, ભગવાન જાય એની વાટ જ જોઈ રહ્યો છે. ગુફામાંથી સિંહ જતો રહે પછી વાઘ, વરૂને આવતાં વાર કેટલી ? હૃદયમાંથી ભગવાન જતાં પાપ આવતાં વાર કેટલી ? કાઉસ્સગ આપણને ફળ આપે, પણ એ પૂર્વે આટલી શરત છે : તમારા શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા આ પાંચેય ગુણો વધતા હોવા જોઈએ. આ “અરિહંત ચેઈઆણં' સૂત્રથી ચૈત્યવંદન કરનારો વંદનાની ભૂમિકા તૈયાર કરે છે અને ચોક્કસ (નિવૃતિમતિ ૩૩૨ * * * * * * * * * * * * * ? Page #365 -------------------------------------------------------------------------- ________________ નિયોતિ) મોક્ષે જાય છે. “અરિહંત ચેઈઆણં' સૂત્રથી જગતમાં રહેલા સર્વ ચેત્યોને (પ્રતિમાઓ)ને વંદન પૂજન વગેરેનો લાભ મળી જાય છે. પ્રશ્ન : જૈન મુનિઓ તો સર્વવિરતિમાં રહેલા છે. તેઓ પ્રતિમાના પૂજન વગેરેનો ઉપદેશ શી રીતે આપી શકે ? કે શી રીતે અનુમોદના કરી શકે ? ઉત્તર : અહીં સ્પષ્ટ લખ્યું છે : મુનિ પૂજા માટે ઉપદેશ આપી શકે, અનુમોદના પણ કરી શકે. સમવસરણમાં દેવ (સૂર્યાભ જેવા) નાટક કરતા હોય તો સાધુ ઊઠીને ચાલ્યા ન જઈ શકે. આ પણ એક પ્રભુ-ભક્તિ છે. કેવળી ભગવાન પણ ભગવાનની દેશના ચાલુ હોય ત્યારે ત્યાં બેસી રહે છે; કૃતકૃત્ય હોવા છતાં પણ. આ વ્યવહાર છે, તેમનો વિનય છે, કેવળી પણ વિનય ન છોડે તો આપણાથી શી રીતે છોડાય ? લુણાવા (વિ.સં. ૨૦૩૨)માં પ્રભુનો વરઘોડો હતો. પધારવા વિનંતિ કરવા આવતાં કોઈ સાધુ આવે તેની વાટ જોયા વિના પૂ.પં. ભદ્રંકર વિ.મ. ત્યાં પધારી ગયેલા. એમ મેં નજરે જોયેલું છે. ભગવાનનો આ વિનય છે. સાધુ પૂજા માટે ઉપદેશ આપી શકે, કરાવી શકે. અહીં સ્પષ્ટ લખ્યું છે. સાધુ આ રીતે ઉપદેશ આપે : “જિનપૂજા કરવી જોઈએ. આનાથી શ્રેષ્ઠ, પૈસાનું અન્ય કોઈ સ્થાન નથી.” | સામાયિક વગેરે સ્વસ્થાને શ્રેષ્ઠ છે, પણ ભગવાનનો વિનય ગૃહસ્થો તો પૂજા દ્વારા જ કરી શકે. વળી ધનની મૂચ્છ પણ પૂજા દ્વારા તુટી શકે. જેઓને પૈસાની મૂચ્છ છોડવી નથી તેઓ સામાયિક પૌષધની વાત આગળ કરીને બેસી રહે છે. ન પૈસો, ન ટક્કો, ઢુંઢિયો ધરમ પક્કો. આવા લોકોને ઢુંઢક મત ગમે, તેમાં કોઈ નવાઈ નથી. પૈસાનો ખર્ચ નથીને! કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * = ૩૩૩ Page #366 -------------------------------------------------------------------------- ________________ પૂજાના પ્રભાવથી જ શ્રાવકના જીવનમાં ભક્તિ વધે છે. ભક્તિ વધતાં વિરતિ ઉદયમાં આવે છે. સાપવાળા ખાડામાં પડેલા બાળકને બચાવતી માતા (બાળકને ભલે ઈજા થાય કે ઊઝરડા પડે) દોષ-પાત્ર નથી, તેમ ગૃહસ્થોને દ્રવ્ય-પૂજા માટે ઉપદેશ આપનાર સાધુ દોષપાત્ર નથી. મહાદોષમાંથી બચાવવા અલ્પદોષ ક્યારેક જરૂરી બની જતો હોય છે. આદ્ય દેશવિરતિના પરિણામમાં જિન-પૂજા અને જિનસત્કાર કરવાની ભાવના પેદા થતી જ હોય છે. આ સત્ આરંભ હોવાથી ઉપાદેય છે. અસત્ આરંભથી બચાવના૨ છે. આ દ્રવ્યસ્તવમાં ‘દ્રવ્ય' નો અર્થ તુચ્છ નથી કરવાનો, પણ “ભાવ”નું કારણ બને તે – દ્રવ્ય એવો અર્થ કરવાનો છે. - અત્યારે દુકાળની એટલી ભીષણ પરિસ્થિતિ છે કે પાળીયાદમાં રૂપિયાથી પાણી વેચાય છે. પરિસ્થિતિ એવી પણ બને કે એક રૂપિયાનું એક ગ્લાસ પાણી મળે. આવા સંયોગોમાં આપણે પાણીનો ઉપયોગ ખૂબ જ સંભાળીને કરવા જેવો છે. આપણા ઘરડાઓ તો કહેતા : પાણીને ઘીની જેમ વાપરજો. - જૂના જમાનામાં શ્રાવકો વિદેશમાં કમાવા જતા તો ત્યાં સ્થાયી રહેતા નહિ. એકાદ ખેપ કરીને પાછા સ્વદેશમાં આવી જતા ને સંતોષથી ધર્મ-ધ્યાનપૂર્વક જીંદગી વીતાવતા. તેઓ જાણતા : આ જન્મ કાંઈ કામ-અર્થ માટે નથી, ધર્મ માટે જે આત્મા પૂજાથી રંગાય તે આગળ જતાં વિરતિથી રંગાય જ. મારા માટે તો આ વાત એકદમ સાચી છે. મને તો આ ચારિત્ર ભગવાનની પૂજા-ભક્તિના પ્રભાવથી જ મળ્યું છે, એમ હું માનું છું. નાનપણથી જ હું દેરાસરમાંથી બપોરે એક-દોઢ વાગે આવતો. મોડા આવવાની આદત આજની નથી. ત્યારે પણ મા-બાપ વાટ જોતા હતા. જો કે તેમને કોઈ તકલીફ ન્હોતી ૩૩૪ * * * * * * * * * * * * * ; Page #367 -------------------------------------------------------------------------- ________________ પડતી. રોજની મારી આ આદતથી તેઓ ટેવાયેલા હતા. • મહાપૂજા વગેરેની અંદર પણ વિવેક અને ઔચિત્ય રાખવા જરૂરી છે, જેથી અન્ય લોકો અધર્મ ન પામે. આખાય દેરાસરને શણગારવા વગેરે અંગે પણ વિવેક જરૂરી છે. કહે કલાપૂર્ણસૂરિ’ પુસ્તકનું વાંચન શરૂ કર્યું છે. ખૂબ જ આનંદ પડે છે. જેમ-જેમ વાંચન આગળ વધે છે તેમ-તેમ પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે. આવું સારું - ઉત્તમ પુસ્તક મોકલવા માટે આપની પાસે મારો નમ્ર કૃતજ્ઞતા-ભાવ વ્યક્ત કરું છું. પરમાત્માને અક્ષર-દેહ આપી, એ અક્ષરોને મોક્ષની પંક્તિમાં બેસાડી દીધા છે. - લલિતભાઈ રાજકોટ કહે, કલાપૂર્ણસૂરિ' પુસ્તક વાંચતાં સંયમજીવનની સાચી તાલીમ જાણવા મળી. અમારા જીવનની ઉન્નતિ થાય તેવું જાણવા મળ્યું. - સા. હર્ષિતવદનાશ્રી w ' * * * * * * * * * * ૩૩૫ Page #368 -------------------------------------------------------------------------- ________________ કા. વદ-૧૩ ૨૩-૧૧-૨000, ગુરુવાર મતતા સરોવરમાં શ્રદ્ધાતો મણિ મૂકો. તે નિર્મળ બનશે. ૦ તીર્થની સેવા અવશ્ય આત્માનુભૂતિ કરાવે. “તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર.” “આનંદઘન અવતાર' એટલે જ આત્માનુભૂતિ. તેમણે (આનંદઘનજી, પૂ. દેવચન્દ્રજી વગેરે) આત્માનુભૂતિ મેળવી તો આપણે કેમ ન મેળવી શકીએ ? પાંચ મહાવ્રતોનું પાલન, વિહાર, નિર્દોષ ગોચરી, ચાર વાર સઝાય, સાત વાર ચૈત્યવંદન વગેરે પ્રતિદિન કરવાની પાછળનો ઉદ્દેશ આ એક જ છે : આત્માનુભૂતિ. જ્ઞાન ભણવાની પાછળનો ઉદ્દેશ આ જ છે : આત્માનુભૂતિ. જ્ઞાન તો આપણું મુખ્ય સાધન છે. એને કદી ગૌણ ન બનાવી શકાય. એના માટે બીજું ગૌણ કરી શકાય, પણ જ્ઞાન ૩૩૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * Page #369 -------------------------------------------------------------------------- ________________ ગૌણ ન કરી શકાય. જિનાગમ અમૃતનું પાન જ્ઞાન દ્વારા જ મળી શકશે. જ્ઞાનમાં પણ મુખ્યતા કોને આપવી ? કેવળજ્ઞાનને કે શ્રુતજ્ઞાનને ? શ્રુતજ્ઞાન જ ચાર જ્ઞાનમાં વધુ ઉપકારી છે. કારણકે તેનું આદાન-પ્રદાન થઈ શકે છે, અન્ય જ્ઞાનનું નહિ. એટલે જ અન્ય ચાર જ્ઞાન મૂંગા કહ્યા છે. | મૂળ વિધિ ત્રીજા પહોરે વિહાર કરવાની છે. તે જ્ઞાનની મુખ્યતા જ કહે છે. પહેલી સૂત્ર પોરસી, બીજી અર્થ-પોરસી અને ત્રીજી આહાર-વિહાર-નીહાર પોરસી છે. ભગવતીમાં એક વખત એવું આવ્યું કે મને તો થયું : સાક્ષાત ભગવાને મને આ આપ્યું. ત્યાં આવ્યું : આત્માના ગુણો અરૂપી છે. મને થયું : ભગવાનના ગુણો પણ અરૂપી છે. ભગવાનના ક્ષાયિક આપણા ક્ષાયોપથમિક છે. પણ એની સાથે એકાકાર બનાવવાથી એ પણ ક્ષાયિક બની શકે છે. કપડા, મકાન, શરીર, શિષ્ય વગેરે “મારા લાગે છે, પણ જ્ઞાનાદિ ગુણો “મારા લાગે છે ? “મારા” ન લાગે ત્યાં સુધી તમે એની પાછળ દત્તચિત્ત નહિ બની શકો. શરીર માટે, શરીરના સાધનો માટે “મારાપણાનો ભાવ છે, તેવો ભાવ આત્મા માટે છે ? હોય તો હું તમને નમન કરું ! છે “શત્રુંજી નદી નાહીને.” કઈ શત્રુંજી નદીમાં ન્હાવાનું ? આ નદીમાં તો પાણીયે નથી. મૈત્રીભાવના એ જ શત્રુંજી નદી છે. એમાં સ્નાન કરનારો જ શત્રુજ્યી બની શકે. મુખ બાંધી મુખ કોશ” એટલે ? વચન ગુતિ કરવી. ગુસ્સો આવી જાય તો પણ ત્યારે બોલવું નહિ. ન બોલવાથી ઘણા અનર્થોથી બચી જવાશે. • વંદન, પૂજન, સત્કાર, સન્માન વગેરેથી આપણો સંબંધ ભગવાન સાથે જોડાય છે. ભગવાન પર અનુરાગ હોય * * * * * * * * * * * * * ૩૩૦ Page #370 -------------------------------------------------------------------------- ________________ તો જ વંદનાદિ કરવાનું મન થાય. વંદનાદિ કરવાથી ભગવાન પર અનુરાગ પ્રગટે, એમ પણ કહી શકાય. અરિહંત ચેઈઆણ” અદ્દભુત સૂત્ર છે. એના દ્વારા વિશ્વભરમાં જિનપ્રતિમા આગળ થતાં વંદનાદિનું ફળ કાઉસ્સગ્ન કરનારને મળે છે. સ્તુતિ આદિ કરવા તે સન્માન. માનસિક પ્રીતિ તે પણ સન્માન કહેવાય, એમ અન્ય આચાર્યો કહે છે. વંદન-પૂજન-સત્કાર-સન્માન વગેરે સમ્યગદર્શનના લાભ માટે છે. માટે લખ્યું ઃ બોધિલાભ. બોધિલાભ પણ શા માટે ? મોક્ષ માટે. માટે પછી કહ્યું : ‘નિવસર્વિત્તિયાણ ' નિરુપસર્ગ એટલે મોક્ષ. મોક્ષમાં કોઈ ઉપસર્ગ નથી. માટે તે નિરુપસર્ગ કહેવાય છે. પ્રશ્ન : સાધુ-શ્રાવકને બોધિલાભ મળેલો જ છે. પછી માંગવાની જરૂર શી ? બોધિલાભ છે તો મોક્ષ પણ મળશે જ. પછી તેની પ્રાર્થના શા માટે ? માંગવાની જરૂર શી ? ઉત્તર ઃ ક્લિષ્ટ કર્મોના ઉદયે મળેલી બોધિ પડી પણ જાય. માટે જ અહીં તે માટે પ્રાર્થના કરવામાં આવી છે. વળી, આપણું સમ્યગ્રદર્શન ક્ષાયોપથમિકભાવનું છે. એટલે એને ખૂબ જ સંભાળવું પડે. આવેલું સમ્યગુ દર્શન ચાલ્યું ન જાય. હોય તો વધુ વિશુદ્ધ બને, માટે અહીં આવી માંગણી કરવામાં આવી છે. આથી જ ભદ્રબાહુ સ્વામી જેવાએ માંગણી કરી હશેને ? ‘તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ.” બોધિલાભ મળ્યા પછી જ મોક્ષનો લાભ મળે. માટે જ બોધિલાભ પછી “નિરુપસર્ગ મૂકેલ છે. બોધિલાભ મળ્યો તો કેવળજ્ઞાન અને મોક્ષ મળશે જ. આ કાયોત્સર્ગ ભલે તમે કરતા રહો, પણ તમારી શ્રદ્ધાના કે મેધાના ઠેકાણા ન હોય તો એનો કોઈ મતલબ નથી. માટે જ અહીં લખ્યું : તમારી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા વગેરે વધતું જતું હોવું જોઈએ. ૦ શ્રદ્ધાનો અર્થ અહીં પ્રસન્નતા કર્યો છે. મોહનીય ૩૩૮ = * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * ) Page #371 -------------------------------------------------------------------------- ________________ કર્મના ક્ષયોપશમથી પેદા થતી પ્રસન્નતા એ જ શ્રદ્ધા. ભેંસના દહીંથી ઊંઘ વધુ આવે. દ્રવ્ય પણ આ રીતે અસર કરતું હોય છે. તે રીતે મૂર્તિનું ઉચ્ચ દ્રવ્ય આપણી અંદર પ્રસન્નતા કેમ ન વધારે ? ભગવાનની મૂર્તિના શાન્તરસના પુદ્ગલો આપણા સમ્યકત્વ મોહનીયના પુદ્ગલોમાં નિમિત્ત બન્યા. માટે જ આપણને પ્રશમ ગુણનો લાભ મળ્યો. સરોવરમાં ગમે તેટલો કચરો હોય પણ એક એવો મણિ આવે છે કે જે નાખતાં જ બધો જ કચરો તળીયે બેસી જાય, સરોવરનું પાણી એકદમ નિર્મળ બની જાય. મનના સરોવરમાં શ્રદ્ધાનો મણિ મૂકો તો તે નિર્મળ બન્યા વિના નહિ રહે. આવી શ્રદ્ધાના સંયોગે જ શ્રેણિક ચિત્તની નિર્મળતા પામી શક્યા હતા. લત: તીર્થકર નામકર્મ બાંધી શક્યા હતા. આવી નિર્મળતાના સ્વામીને કોઈ ચલિત ન બનાવી શકે. આવી શ્રદ્ધા વધ્યા પછી મેધા વધારવાની છે. શ્રદ્ધામાં સમ્યગ્રદર્શન છે તો મેધામાં સમ્યજ્ઞાન છે. કઠિન ગ્રન્થને પણ ગ્રહણ કરવામાં પટુ બુદ્ધિ તે મેધા છે. ટૂંકમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતો ચિત્તનો ધર્મ તે મેધા. નિર્મળ પ્રજ્ઞા આગમોમાં રુચિ ધરાવે, પણ મોહનીયથી ગ્રસ્ત મલિન પ્રજ્ઞા આગમોમાં રુચિ ન ધરાવે. પાપગ્રુત પર તેને આદર હોય. નિર્મળ મેધાવાળાને પાપગ્રુત પર અવજ્ઞા હોય, ગુરુ - વિનય અને વિધિ પર પ્રેમ હોય. તેને ગ્રહણ કરવાનો સતત પરિણામ હોય. બુદ્ધિમાન દર્દી ઉત્તમ ઔષધિમાં જ રુચિ ધરાવે તેમ નિર્મળ પ્રજ્ઞાવાળો સગ્રન્થમાં જ રુચિ ધરાવે. તમને સગ્રન્થો ગમે છે કે ખરાબ પુસ્તકો ગમે છે ? જે ગમતું હોય તે પરથી તમારી મેધા કેવી છે ? તે ખ્યાલમાં આવશે. સગ્રન્થનું વાંચન માત્ર કલ્યાણ નહિ કરે. તે પહેલા તમારા હૃદયમાં ગ્રન્થ પ્રત્યે તીવ્ર રુચિ હોવી જોઈએ. ભગવાનના દર્શન પણ તો જ ફળે જો ત્યાં અત્યંત કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૩૯ Page #372 -------------------------------------------------------------------------- ________________ આદરભાવ હોય. વિમલ જિન દીઠાં લોયણ આજ.' “અહો અહો હું મુજને નમું.” વગેરે પંક્તિઓ ભગવાન પ્રત્યેની તીવ્ર સચિને પ્રગટ કરે કહે કલાપૂર્ણસૂરિ” તથા “કહ્યું કલાપૂર્ણસૂરિએ” આ બંને પુસ્તકોની ૩-૩ નકલ મળી છે. ખૂબ-ખૂબ આનંદ થયો છે. દષ્ટિપાત કયો. અત્યંત આનંદાનુભૂતિદાયક આલેખન છે. સુઘડ + સુગમ છે. કુતિ અતિ પ્રશંસનીય છે. અને અધ્યાપન કાર્યમાં અત્યુપયોગી છે. પુસ્તક પ્રાપ્ત થતાં બહુ જ આનંદ થયેલ છે. બંને પુસ્તકોની ૧-૧ કોપી મારા અગ્રજ પંડિત શ્રી ચન્દ્રકાન્તભાઈને અને અનુજ પંડિતશ્રી રાજુભાઈને મોકલી આપીશ. - અરવિંદભાઈ પંડિત રાધનપુર # # # # # આ પુસ્તક જીવનની સાધનામાં અત્યંત સહાયક બન્યું છે. - સા. સૌમ્યદર્શિતાશ્રી ૩૪૦ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * * * * * Page #373 -------------------------------------------------------------------------- ________________ - કા. વદ-૩ ર૫-૧૧-૨૦૦૦, શનિવાર કચરો કાઢો. સ્વચ્છતા હાજર. દોષો કાઢો. સદ્ગણો હાજર. - સદ્ધા, મેદા, fધરૂપ, धारणाए, अणुप्पेहाए, वड्ढमाणीए। પ્રભુ-નિર્દિષ્ટ વ્યુતધર્મ ચારિત્રધર્મ આજે પણ ચાલુ છે. આજે પણ તે વિશ્વકલ્યાણ કરી રહેલા છે. ચતુર્વિધ સંઘનો એકેક સભ્ય સર્વ જીવોના હિતકર અનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ કરે. એથી એમના પ્રત્યેક અનુષ્ઠાન સાથે વિશ્વ-કલ્યાણ જોડાયેલું હોય જ. વિશ્વના સર્વ જીવો પ્રત્યે કેટલો મૈત્રીભાવ છે ? તે તેમની પ્રવૃત્તિ દ્વારા વ્યક્ત થાય છે. આ મૈત્રીભાવના આદ્ય સ્રોત ભગવાન છે. માટે જ ચતુર્વિધા સંઘનો પ્રત્યેક સભ્ય ભગવાન પ્રત્યે પૂર્ણરૂપે સમર્પિત હોય જ. ભગવાને કહેલા એ કેક અનુષ્ઠાન પ્રત્યે તે પૂર્ણરૂપે શ્રદ્ધાન્વિત હોય જ. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * = * * * * * * * * * * ૩૪૧ Page #374 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રસૂરિજી આવા જ હતા. આથી જ એમની કૃતિઓમાં આપણને અપૂર્વતા જોવા મળે છે, નવા-નવા પદાર્થો જાણવા મળે છે. - હરિભદ્રસૂરિજી આ ચૈત્યવંદન સૂત્ર માટે કહે છે : આ અનુષ્ઠાન સમાધિનું નહિ, મહાસમાધિનું બીજ છે. આ વાત માત્ર તેઓ લખવા ખાતર નથી લખતા, સ્વયં તેવું જીવીને લખે છે. એમના જીવનમાં ગુરુ-પરંપરા, બુદ્ધિ અને અનુભવ - ત્રણેનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. જ્યાં આ ત્રણ હોય ત્યાં અપૂર્વ વચનો જોવા મળે જ. - સદ્ગુણો પારકી વસ્તુ નથી, આપણી જ છે. સ્વચ્છતા બહારની વસ્તુ નથી. અંદરની જ છે. કચરો કાઢો એટલે સ્વચ્છતા હાજર ! દુર્ગુણો કાઢો એટલે સગુણો હાજર ! આ સદ્ગુણો તો આપણા પોતાના છે. બહારથી ક્યાંયથી મેળવવાના નથી, અંદર રહેલા છે, તેનો માત્ર ઉઘાડ કરવાનો છે. દુર્ગણો તમે હટાવો એટલે સદ્ગુણો પ્રગટ થવાના જ. - આઠ યોગ અંગોમાં છેલ્લા ત્રણ ધારણા, ધ્યાન અને સમાધિ છે. આઠેય અંગોનું ફળ છેલ્લે સમાધિમાં પ્રગટે છે. શ્રદ્ધા આદિમાં આઠેય અંગ જોવા મળશે. ધારણા તો છે જ. અનુપ્રેક્ષામાં ધ્યાન આવી ગયું અને કાઉસ્સગ્નમાં સમાધિ આવી. એના પહેલાના પાંચેય અંગો (યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર) પણ અહીં સમાવિષ્ટ છે જ. અહીં યમ, નિયમ વગરનો માણસ આવી શકે જ નહિ. જિનમુદ્રામાં “આસન' આવી ગયું. બહિર્ભાવનું રેચક, આત્મભાવનું પૂરક અને કુંભક એ દ્વારા ભાવ પ્રાણાયામ આવી ગયું. ઈન્દ્રિયોને બહિર્ગામી બનતી રોકીને અન્તર્ગામી બનાવી તેમાં પ્રત્યાહાર આવી ગયું. શું બાકી રહ્યું અહીં ? એક ચૈત્યવંદનને તમે વિધિપૂર્વક અને હૃદયપૂર્વક કરો તો ઠેઠ મહાસમાધિ સુધી પહોંચી શકો છો. ૩૪૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #375 -------------------------------------------------------------------------- ________________ આ જીવન આવી સમાધિ મેળવવા માટે મળ્યું છે. એની જગ્યાએ આપણે ઉપાધિ મેળવી રહ્યા છીએ. જ્યાં હીરા મળી શકે તેમ છે, ત્યાં આપણે કાંકરા એકઠા કરી રહ્યા છીએ. શ્રદ્ધા, મેધા આદિ મહાસમાધિના બીજ છે, એમ અહીં હરિભદ્રસૂરિજી કહે છે. ધંતિ એટલે મનની એકાગ્રતા ! સ્થિરતા ! અનુષ્ઠાન પ્રત્યે વિશિષ્ટ પ્રીતિ ! આવી ધૃતિ આવતાં ચિત્ત એકદમ શાન્ત બને છે. આકુળ-વ્યાકુળ મનમાં શુદ્ધ અનુષ્ઠાનનું અવતરણ થઈ શકતું નથી. ધૃતિયુક્ત મનમાં ઉત્સુકતા નથી રહેતી. આવું ચિત્ત હોય ત્યાં કલ્યાણ ચોક્કસ થાય જ, ધીરતા-ગંભીરતા આવે જ. ચિંતામણિ હોય ત્યાં ગરીબી જાય જ. ચિંતામણિ પાસે આવ્યા પછી પણ એના ગુણો તમારી જાણમાં હોવા જોઈએ. નહિ તો હજુ તે ચિંતામણિ ગરીબી દૂર કરી શકે નહિ. અહીં પણ ધૃતિ વગેરેના ફાયદા જાણમાં હોવા જોઈએ. ચિંતામણિ રત્ન જેવો ધર્મ મળતાં જ સાધકનું હૃદય નાચી ઊઠે છે, એ પોકારવા લાગે છે : હવે સંસાર કેવો ? મને હવે ધર્મ-ચિંતામણિ મળી ગયો છે. હવે સંસારનો ભય કેવો ? - લોગસ્સનું બીજું નામ “સમાધિસૂત્ર' છે. “ઉદ્યોતકર” પણ એક તેનું નામ છે. લોગસ્સ આપણને નામમાં પ્રભુને જોવાની કળા શીખવે છે. “ઉસભ” (ઋષભ) આ શબ્દ આવતાં જ આદિનાથ ભગવાનનું પુરું જીવન આપણી સમક્ષ ખડું થાય કે નહિ ? ન થતું હોય તો પ્રયત્ન કરજો. એ કળાને શીખવા જ આ લોગસ્સ સૂત્ર છે. અરિહંત ચેઈયાણું આપણને ચૈત્ય (મૂર્તિ)માં ભગવાન જોવાની કળા શીખવે છે. मन्त्रमूर्ति समादाय, देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः सोयं साक्षाद् व्यवस्थितः ॥ આ શ્લોક યાદ છે ને ? કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૪૩ Page #376 -------------------------------------------------------------------------- ________________ ધારણા : ધારણાને મોતીની માળા સાથે સરખાવી છે. ધારણા એટલે અધિકૃત વસ્તુ ન ભૂલવી તે. ચિત્ત શૂન્ય હોય તો ધારણા થઈ શકે નહિ, અન્ય સ્થાને ચિત્ત હોય તો પણ ધારણા થઈ શકે નહિ. અધિકૃત (પ્રસ્તુત) વસ્તુ આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. એક કાઉસ્સગની વાત નથી, કોઈ પણ બાબતમાં જ્યારે ભૂલાઈ જાય ત્યારે ત્યાં સફળતા ન જ મળે. પ્રભુને યાદ રાખવા તે જ સફળતા છે. પ્રભુને ભૂલી જવા તે જ નિષ્ફળતા છે. આટલું યાદ રહે તો ધારણા” આવતાં વાર ન લાગે. લોગસ્સ ચાલતું હોય ત્યારે ચિત્ત લોગસ્સમાં જ રહેવું જોઈએ. જે પંક્તિ ચાલતી હોય ત્યાં જ ચિત્ત ચોટેલું જોઈએ. આગળ-આગળના સૂત્રોનો પણ તમે વિચાર કરો તો પણ ધારણા' ન કહેવાય. વિક્ષિપ્ત ચિત્ત કદી “ધારણાનો અભ્યાસ કરી શકે નહિ. વિક્ષિપ્ત ચિત્તવાળો મોતીને પણ બરાબર પરોવી શકે નહિ તો પ્રભુ સાથે એકાકાર શી રીતે બની શકે ? ધારણાના ત્રણ પ્રકાર છે : અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિ. આ ધારણા અહીં લેવાની છે. કેટલાકને શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા વગેરેના સંસ્કાર તરત જ પડી જાય છે. કેટલાકને ઘણી વાર લાગે છે. કેટલાકને જીવનભર આવા સંસ્કારો આવતા નથી. અહીં પૂર્વજન્મનું કારણ છે. જેમણે પૂર્વજન્મમાં સાધના કરી હોય છે, તેમને અહીં સાધના તરત જ લાગુ પડે છે. જેમણે કદી સાધના શરૂ કરી જ નથી, તેને આ જલ્દી લાગુ પડતી નથી. પૂર્વજન્મના સંસ્કારોના કારણે જ માણસ-માણસમાં આટલો ફરક જોવા મળે છે. અનુપ્રેક્ષાને અહીં રત્નને શુદ્ધ કરનાર અગ્નિની ઉપમા આપવામાં આવી છે. તત્ત્વાર્થની અનુચિન્તા કરવી તે અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા એટલે ધ્યાન ! અનુપ્રેક્ષામાં ઉપયોગ હોય જ. ઉપયોગ વિના અનુપ્રેક્ષા થઈ શકે નહિ. ઉપયોગ હોય ત્યાં ૩૪૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #377 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન આવી જ ગયું. વાચના, પૃચ્છના, પરાવર્તના, ઉપયોગ વિના પણ થઈ શકે. પણ અનુપ્રેક્ષા ઉપયોગ વિના કદી ન જ થઈ શકે. આ અનુપ્રેક્ષા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મળે છે. તેથી સંવેગ વધે છે. ઉત્તરોત્તર તે વિશેષ સમ્યક્ શ્રદ્ધાન રૂપે હોય છે. આખરે તે કેવળજ્ઞાનની ભેટ ધરે છે. અગ્નિ રત્નમાંથી અશુદ્ધિ દૂર કરે છે તેમ આ અનુપ્રેક્ષાની અગ્નિ કર્મ-મલને બાળી કેવળજ્ઞાન આપે છે. આજ્ઞાપાલન વિના સંયમજીવન શક્ય નથી. ગુરુઆજ્ઞાપાલનથી જ સંયમ જીવનમાં વિકાસ થશે. બે વર્ષ મેં તમારી વાત માની. હવે તમારે મારી વાત માનવાની છે, કચ્છ-વાગડને લીલુંછમ કરવાનું છે. દાદાનું ક્ષેત્ર સંભાળવાનું છે. કચ્છ-વાગડમાં જઈને શું કરવાનું ? એમ નહિ વિચારતા. વાગડમાં જે ભાવ છે તે બીજે ક્યાં જોવા મળવાનો? કચ્છ-વાગડમાં જઈને શું કરવાનું ? એમ પૂછનારને હું પૂછું છું: પ્રતિષ્ઠા વગેરેમાં જઈને શું કરવાનું છે ? મને પૂછો તો હું કહીશ : ધામધૂમ વગેરે મને જરાય પસંદ નથી. જે ક્ષેત્રમાં ઓછા ઘર, ઓછી અવર-જવર હોય તે ક્ષેત્ર મને વધારે પસંદ પડે. અમે દક્ષિણ વગેરેમાં ગયા તે કાંઈ ફરવા કે પ્રસિદ્ધિ માટે નથી ગયા. એ વાત હવે પૂરી થઈ ગઈ. વધુ પ્રસિદ્ધિ એ મારા માટે તો સાધનામાં મોટું પલિમંથ (વિપ્ન) બની ગયું છે. “કહે, કલાપૂર્ણસૂરિ’ પુસ્તકના વાંચનથી મારા જીવનમાં થયેલા લાભને શબદોમાં સમાવી શકવા માટે અસમર્થ છું. - સા. હંસરક્ષિતાશ્રી એક * * * * * * * * * * * * * ૩૪૫ Page #378 -------------------------------------------------------------------------- ________________ મૈં ઈચ્છાઓતો નાશ કરવામાં તમારે કશું ગુમાવવાતું તથી, સિવાય કે તમારું દુઃખ. ૩૪૬ * મા. સુદ-૧ ૨૬-૧૧-૨૦૦૮, રવિવાર દૈનિક ક્રિયાઓમાં જે સૂત્રો બોલીએ છીએ, તેના કાંઈક રહસ્યો લલિત વિસ્તરા જેવા ગ્રન્થોથી ખ્યાલમાં આવે છે. વિધિપૂર્વક જો આ ચૈત્યવંદન આદિ ક્રિયાઓ કરવામાં આવે તો શ્રદ્ધા, મેધા આદિ મહાસમાધિના બીજ બની જાય. અપૂર્વક૨ણ, અનિવૃત્તિક૨ણ વગેરેમાં આવતો ‘કરણ' શબ્દ સમાધિનો જ વાચક છે. શબ્દથી જે કહી ન શકાય તેને અપૂર્વકરણ કહેવાય છે. તે વખતે સાધકની દશા મૂંગો માણસ મીઠાઈ ખાય, પણ વર્ણવી ન શકે તેના જેવી હોય છે. ત્યારે આરોપિત સુખની ભ્રમણા ભાંગી ગઈ હોય છે. अनारोप सुखं मोह त्यागादनुभवन्नपि । आरोपप्रियलोकेषु, * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #379 -------------------------------------------------------------------------- ________________ वक्तुमाश्चर्यवान् भवेत् ॥ - જ્ઞાનસાર. આપણે બધા આરોપ સુખથી ટેવાયેલા છીએ. શરીર આત્મા ન હોવા છતાં તેમાં આત્માનો આરોપ કરીએ છીએ. સુખ ન હોવા છતાં સુખનો “આરોપ” કરીએ છીએ. સુખનો આરોપ એટલે જ સુખની ભ્રમણા ! ભગવાનની કૃપા વિના આ ભ્રમ ટળતો નથી. આરોપિત સુખ-ભ્રમ ટળ્યો રે, ભાસ્યો અવ્યાબાધ; સમર્યું અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય. - પૂ. દેવચન્દ્રજી. સમાધિ દશા પેદા થતાં બધા જ ભ્રમનો ભાંગીનો ભૂક્કો થઈ જાય છે. એક નવકારના કાઉસ્સગ્નમાં પણ એ તાકાત છે તમને સમાધિ આપી દે. ભલે એક નવકાર ખૂબ જ નાની ક્રિયા હોય, પણ તેની ઊર્જા ઘણી છે. પણ આપણી ક્રિયા તો એટલી સુપરફાસ્ટ ચાલે કે બિચારી સમાધિને ક્યાંય પેસવાની જગ્યા જ ન મળે. આપણી ક્રિયા એટલે રાજધાની એક્ષપ્રેસ ! આપણે ક્રિયા કરવા ખાતર કરીએ છીએ. પણ આ જ મારો આનંદ છે ! એવું માનીને કદી ક્રિયાઓ કરતા નથી. જો આ રીતે ક્રિયાઓ કરીએ તો દરેક ક્રિયા ધ્યાન બની જાય ! દરેક કાઉસ્સગ્ન સમાધિ બની જાય. દરેક કાઉસ્સગ વખતે આપણા શ્રદ્ધા, મેધા આદિ વધતા જવા જોઈએ. શ્રદ્ધા હોય તો જ મેધા આવે. મેધા હોય તો જ ધૃતિ આવે. ધૃતિ હોય તો જ ધારણા આવે. ધારણા હોય તો જ અનુપ્રેક્ષા આવે. યાત્રા તળેટીથી જ શરૂ થઈ શકે. જયાં આપણે હોઈએ ત્યાંથી જ સાધના શરૂ થઈ શકે. ખીણમાં રહેનારો માણસ કદી શિખર પરથી યાત્રા શરૂ ન કરી શકે. તળેટીથી ઉપર ગયા પછી હિંગળાજનો હડો વગેરે સ્થાનો * * * * * * * * * * ૩૪૦ Page #380 -------------------------------------------------------------------------- ________________ ક્રમશઃ વટાવીને જ આદિનાથ ભગવાનને ભેટવાના છે. આદિનાથ ભગવાન એમ સસ્તા નથી. સાડા ત્રણ હજાર જેટલા પગથિયા ચડ્યા વિના આદિનાથ ભગવાન મળતા નથી. કષ્ટપૂર્વક જે ભગવાન મળતા હોય તેના દર્શનમાં કેવો ભાવ આવે ? છે. આ જિનવાણીના શ્રવણથી જીવનમાં તપાસજો : કષાયોની કટુતા કેટલી દૂર થઈ ? મૈત્રીની મધુરતા કેટલી વધી? આ તપાસ તમે જ કરી શકશો, બીજો કોઈ નહિ કરી શકે. સાધના જેમ જેમ પરિપક્વ બનતી જાય તેમ તેમ ઈચ્છાઓ ખરતી જાય, ઓછી થતી જાય. પહેલા અનેક પ્રકારની ઈચ્છાઓ સાધકને થતી હતી, પણ હવે તે ઈચ્છાઓ કરી-કરીને થાકી ગયો છે. ઈચ્છાઓ જ તેને દુ:ખરૂપ લાગવા લાગે છે. ઈચ્છાઓ સ્વયં દુઃખ છે.” એ જેટલું જલ્દી સમજાય તેટલું સારું ! આપણે ઈચ્છાઓને પૂર્ણ કરવા મથીએ છીએ, પણ જ્ઞાનીઓ કહે છે : ઈચ્છાઓ કદી કોઈની પૂર્ણ થઈ છે ? ૭ ૮ માસ ના મvidયા આમાંથી છૂટવાનો એક જ રસ્તો છે : ઈચ્છાઓને જ હટાવી દેવી. જો કે ઈચ્છાઓને હટાવવી સહેલી નથી. ઘણી મુકેલ વાત છે. કારણકે ઈચ્છાઓમાં જ આપણે સુખ માની લીધું છે. આપણે ઈચ્છાઓ પૂર્ણ કરવા મથીએ છીએ, પણ જ્ઞાનીઓ કહે છે : ઈચ્છાઓને નષ્ટ કરો. એમાં તમારે કશું જ ગુમાવવાનું નથી. સિવાય કે તમારું દુઃખ! - સુખી થવાનો આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ૦ પ્રશ્ન : શ્રદ્ધા વગેરે ન હોય છતાં આમ બોલીએ તો મૃષાવાદ ન લાગે ? ઉત્તર : તેની કોણ ના પાડે છે ? પરંતુ શ્રદ્ધાહીન બુદ્ધિમાન આવું કદી કરે જ નહિ. તે વિચારીને જ કરે. તમે કદાચ કહેશોઃ શ્રદ્ધાહીન બુદ્ધિમાન “સદ્ધામેદા' વગેરે ન બોલે ? પણ, તમારી વિચારણા માત્ર એકાંગી છે. જેમાં તમને ૩૪૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાની ખામી લાગે છે, તેમાં ખરેખર પૂર્ણ શ્રદ્ધાની ખામી નથી હોતી. જેમાં પૂર્ણ શ્રદ્ધાની ખામી હોય તે તો આવું કદી કરે જ નહિ. શ્રદ્ધા પણ મંદ, તીવ્ર, તીવ્રતમ વગેરે અનેકરૂપે હોય છે. મંદ શ્રદ્ધા હોવાથી આપણને ભલે ન દેખાય, પણ તે હોય તો છે જ. તે શ્રદ્ધા તેના આદર વગેરેથી જણાય છે. શ્રદ્ધા, મેધા વગેરે કદાચ તીવ્ર ન પણ હોય, પરંતુ આદર પણ આવી જાય તોય આપણો બેડો પાર થઈ જાય. આદર જ ઈચ્છાયોગ છે. ઈચ્છાયોગ જેવી તેવી ચીજ નથી. ઈચ્છાયોગવાળો સાધક એટલે બજારમાં પ્રતિષ્ઠિત વેપારી. ભલે એની પાસે મૂડી નથી, પણ બજારમાં આબરૂ છે. આબરૂના કારણે તેને બીજા વેપારીઓ રૂપિયા આપે ખરા. કારણકે તેમને વિશ્વાસ હોય છે. આ અમને રૂપિયા આપી દેશે જ. આપણી પાસે આદર રૂપી આબરૂ હોય તો શ્રદ્ધા, મેધા વગેરે એક દિવસ મળવાના જ. આદર પૂર્ણ હોય તો કદાચ આપણો ક્યારેક ઉપયોગ ન પણ રહે તો પણ બહુ ચિંતા નહિ કરતા. આદર જ ઉપયોગને ખેંચી લાવશે. શેરડી, શેરડીનો રસ, ગોળ, ખાંડ અને સાકર - આ પાંચેયમાં મીઠાશ ક્રમશ: વધુને વધુ હોય છે તેમ શ્રદ્ધા આદિમાં પણ મીઠાશ ક્રમશઃ વધુને વધુ હોય છે. શેરડીના સ્થાને આદર છે. આદર અકબંધ રહે તો શ્રદ્ધા આદિ મળશે જ. શેરડી પાસે છે તો તેનો રસ, ગોળ વગેરે પણ મળશે જ. બધાનું મૂળ આદર છે. જેમ ખાંડ સાકર આદિનું મૂળ શેરડી છે. ‘કહે કલાપૂર્ણસૂરિ’ પુસ્તક મળ્યું છે. જૈન સમાચાર'ના આગામી અંકમાં તેની નોંધ ગ્રંથ સમીક્ષા વિભાગમાં લેવા પ્રયત્ન કરીશું. - રોહિત શાહ તંત્રી : જૈન સમાચાર, અમદાવાદ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૪૯ Page #382 -------------------------------------------------------------------------- ________________ માગ. સુ. કિ.-૧ ૨૭-૧૧-૨ooo, સોમવાર શાસ્ત્રકારો માત્ર દિશા બતાવે. ચાલવું તો આપણે જ પડે. જૈનેતરોને પણ નોંધ લેવી પડે કે અહીં (જૈનોમાં) એવી જો૨દા૨ યોગ સાધના છે કે જે મહાસમાધિ સુધી તાત્કાલિક પહોંચાડી દે, એવી શૈલીમાં આ લલિતવિસ્તરા ટીકા શ્રી હરિભદ્રસૂરિજી દ્વારા લખાઈ છે. પૂર્વાચાર્યોએ કેવું સુંદર તૈયાર કરીને આપણી સામે ધર્યું છે. પણ આપણને ખાવાની ફુરસદ નથી. ખાવા જેટલો પણ આપણે પ્રમાદ ઊડાડી શકતા નથી. બીજો માણસ બહુ-બહુ તો તમારા માટે સ-રસ રસોઈ બનાવી આપે, પણ જમવાની ક્રિયા તો તમારે જ કરવી પડે ને ? શાસ્ત્રકારો બહુ-બહુ તો મુક્તિની સુંદર પ્રક્રિયા તમારી સામે ધરી આપે, પણ સાધના તો તમારે જ કરવી પડે ને ? ૩પ૦ = = = = = = = = = = = = Page #383 -------------------------------------------------------------------------- ________________ ૦ ચૈત્યવંદન આદિમાં સ્થાન, વર્ણ, અર્થ અને આલંબનનો પ્રયોગ કરવાનો છે. ઘણા કાળના અભ્યાસ પછી આ ચારેયના ફળરૂપે અનાલંબન યોગ મળે છે. મોટાભાગે કાઉસ્સગમાં અનાલંબન યોગ પ્રાપ્ત થાય છે. કાઉસ્સગ્ન પહેલા બોલાતું અરિહંત ચેઈઆણું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. “વંદણવરિઆએ” વગેરે દ્વારા જિનચૈત્યોને વંદન કરવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત થાય છે. વધતી જતી શ્રદ્ધા-મેધા વગેરેથી પુષ્કળ કમની નિર્જરા થાય છે. કર્મોની નિર્જરા થતાં મન નિર્મળ અને નિશ્ચલ બને છે. આવા મનમાં જ અનાલંબન યોગનું અવતરણ થાય છે. કષાય વગેરેની અવસ્થામાં ચિત્ત અત્યંત ચંચળ બને છે, આત્મપ્રદેશો અત્યંત કંપનશીલ બને છે. વિષય-કષાયોના આવેશ શાંત પડે છે, ત્યારે જ ચિત્ત નિર્મળ અને નિશ્ચલ બને છે. વિષય-કષાયોનો આવેશ જિન-ચૈત્યોના વંદન-પૂજનસત્કાર-સન્માન વગેરેની તીવ્ર ઈચ્છાથી શાંત થાય છે. જૈનશાસનમાં નિર્મળતા વગરની નિશ્ચલતાનું કોઈ મૂલ્ય જ નથી. વિશ્વને સંહારક અણુબોંબની “ભેટ” આપનારા વૈજ્ઞાનિકોમાં ઓછી નિશ્ચલતા નથી હોતી. ઉંદરને પકડવા તૈયાર થતી બિલાડીમાં ઓછી નિશ્ચલતા નથી હોતી. શું કામની એવી નિશ્ચલતા ? નિર્મળતા કેવળ ભક્તિયોગથી જ આવે છે. દિગંબર અને શ્વેતાંબરોમાં અહીં જ તફાવત છે. દિગંબરોમાં પ્રથમ તત્ત્વાર્થ ભણાવવામાં આવે છે. ત્યાં પંડિતો તૈયાર થાય છે. જયારે શ્વેતાંબરોમાં નવકાર આવશ્યક સૂત્રો વગેરે ભણાવવામાં આવે છે. આથી અહીં શ્રદ્ધાળુ ભાવુકો તૈયાર થાય છે. શ્રદ્ધાવાન જ ધર્મનો સાચો અધિકારી છે. મેધાવાન્ નહિ, પહેલા શ્રદ્ધાવાન્ જોઈએ. માટે જ “સદ્ધા મેદાણ' લખ્યું, ‘મેહાણ દ્વા!' એમ નથી લખ્યું. હું તો ઘણીવાર ભાવવિભોર બની જાઉં. કેવી સુંદર મજાની આપણને પરંપરા મળી. જ્યાં બચપણથી જ દર્શનવંદન-પૂજનના સંસ્કારો મળ્યા, આના કારણે જ ભક્તિ મુખ્ય કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * = = = = • = = = * ૩૫૧ Page #384 -------------------------------------------------------------------------- ________________ બની. ભક્તિને જીવનમાં પ્રધાન બનાવજો. જો આગળ વધવું હોય. જો પંડિત બનવા ગયા, ભક્તિ છોડી દીધી તો અભિમાન આવ્યા વિના નહિ રહે. અભિમાનથી કદી વિકાસ થતો નથી. હા, વિકાસનો આભાસ જરૂર થાય છે. એક ભક્તિ આવી ગઈ તો બધું આવી ગયું. યશોવિજયજી જેવા ભક્તિયોગના કેવા પ્રવાસી હશે: જેમણે ભગવાનને કહી દીધું : “પ્રભુ ઉપકાર ગુણભર્યા, મન અવગુણ એક ન સમાય.” પણ છદ્મસ્થ અવસ્થામાં અવગુણ ન હોય એ શી રીતે બને ? ગઈકાલે જ એક સાધ્વીજીએ આ પ્રશ્ન પૂછ્યો. હું કહીશ : પ્રભુની સાથે એકાકારતાની ક્ષણે નીકળેલી આ પંક્તિઓ છે. જે ક્ષણે ચેતના પરમાત્મમયી હોય છે તે ક્ષણે અવગુણો નથી જ રહેતા. દીવો સળગતો હોય ત્યાં સુધી અંધારું ક્યાંથી આવે ? પ્રભુમાં ઉપયોગ હોય ત્યાં સુધી દુર્ગુણો શી રીતે આવે ? આ સમાધિ દશાના ઉગારો છે. સમાધિ દશામાંથી નીચે આવ્યા પછી તો અવગુણો આવી શકે, પણ અવગુણો આવ્યા પછી આવો સાધક કદી તેને થાબડે નહિ. આપણે તો કષાયાદિને થાબડી રહ્યા છીએ. તુમ ન્યારે તબ સબ હી ન્યારા, અંતર કુટુંબ ઉદારા.” પૂ. ઉપા. યશોવિજયજીના આ ઉદ્ગારો પ્રભુ-વિરહને સૂચવે છે. - મન્નત્થ સરિણvi | | ઉચ્છવાસ, નિઃશ્વાસ, ખાંસી, છીંક, બગાસું, ઓડકાર, અધોવાયુ, ચક્કરી, પિત્તની મૂચ્છ, સૂક્ષ્મ અંગ – સૂક્ષ્મ શ્લેખ અને સૂક્ષ્મ દૃષ્ટિનો સંચાર આદિ (અગ્નિ, પંચેન્દ્રિયની આડ, ચો૨, સ્વ-પર રાષ્ટ્રનો ભય) સોળ આગારો છે. એટલે કે આમ થવાથી કાયોત્સર્ગનો ભંગ થતો નથી. કાયોત્સર્ગ - ધ્યાનનો કેટલો પ્રભાવ ? મનોરમાના કાયોત્સર્ગના પ્રભાવથી સુદર્શન શેઠ માટે શૂળી સિંહાસન બની ૩૫૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #385 -------------------------------------------------------------------------- ________________ ગઈ. ચતુર્વિધ સંઘના કાયોત્સર્ગના પ્રભાવથી યક્ષા સાધ્વીજી સીમંધર સ્વામી પાસે પહોંચી શક્યા છે. વાલિના કાયોત્સર્ગના પ્રભાવથી રાવણનું વિમાન અટકી પડેલું. આજે છેલ્લી વાચના છે. છેલ્લી વાચનામાં ગુરુ-દક્ષિણા તરીકે શું આપશો ? હું માંગું ? હું માત્ર આજ્ઞા-પાલન માંગું છું. તમે ગુરુની આજ્ઞાને સદા સ્વીકારવા તત્પર રહો, એટલી જ અપેક્ષા છે. પૂ. કનકસૂરિજી વખતે આજ્ઞાપાલન અત્યંત સહજપણે થતું. પૂ. કનકસૂરિજી હળવદમાં હતા. એકેક સાધ્વીજીના ગૃપને ચાતુર્માસ માટે કહેતા હતા અને બધા જ તહત્તિ' કરીને સ્વીકારતા હતા. આ જોઈને પૂ. પ્રેમસૂરિજીના કાન્તિવિજયજી સ્તબ્ધ બની ગયેલા : અમારે સાધુઓને ચાતુર્માસ માટે ગોઠવણી કરવી હોય તો લોહીના પાણી થઈ જાય. એના સ્થાને આટલું સહજ આજ્ઞા-પાલન ? એ પણ સાધ્વીજી જાતમાં ? પ્રભુ અને ગુરુની આજ્ઞા નિશ્ચલ મનથી પાળશો તો સમજી લેજો : મોક્ષ તમારી મૂઠીમાં છે. સંસાર તમારા માટે સાગર નહિ રહે, ખાબોચીયું બની જશે. એને તરવો નહિ પડે, માત્ર એક જ કૂદકો લગાવશો ને પેલે પાર ! પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં જ્ઞાન-ક્રિયા-વિનયસરળતા-જયણા-કરુણા-જીવમૈત્રી-પ્રભુ-ભક્તિ વગેરે અગણિત ગુણો તથા સાધુ થવાની યોગ્યતાથી માંડીને પૂર્ણ સાધુ-જીવન કેવું હોવું જોઈએ? તે કેવી રીતે ઉચ્ચ બનાવવું જોઈએ ? તેની પ્રક્રિયા સુધીનો રસથાળ આપણી સમક્ષ ધરી દીધો છે. - સા. હર્ષકલાશ્રી. R * = = = = = = = = = ૩૫૩ Page #386 -------------------------------------------------------------------------- ________________ જ માગ. સુદ-૫ ૧-૧૨-૨૦00, શુક્રવાર આ શાસત ન મળ્યું હોત તો આવા પાવન પ્રસંગો ક્યાં જોવા મળત ? (પૂ. ગણિ શ્રી મુક્તિચન્દ્રવિજયજીને પંન્યાસ-પદ, પૂ. તીર્થભદ્ર વિ., તથા પૂ. વિમલપ્રભ વિ.ને ગણિ-પદ તેમજ બાબુભાઈ, હીરેન, પૃથ્વીરાજ, ચિરાગ, મણિબેન, કંચન, ચારુમતિ, શાન્તા, વિલાસ, ચન્દ્રિકા, લતા, શાન્તા, મંજુલા અને ભારતી, આ ચાર પુરુષો તથા દસ બહેનોનો દીક્ષા પ્રસંગ. કલ્પનાબેનની દીક્ષા માગ. સુદ-૧૧ના થઈ હતી.) પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી : આજે ચતુર્વિધ સંઘ આનંદઉલ્લાસમય છે. પંન્યાસ, ગણિપદ તથા ચૌદ પ્રવ્રજ્યાના મંગળ પ્રસંગો છે. જિનશાસનની બલિહારી છે ? આવા પ્રસંગો જોવા મળે. બીજે ક્યાં ૩૫૪ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * * * * ? Page #387 -------------------------------------------------------------------------- ________________ આવું જોવા મળે ? પ્રેમભાવ પણ કેવો ? દરેક પ્રસંગે દરેક આચાર્ય ભગવંત ઉપસ્થિત થઈ જ જાય ! અહીં પણ તમે અનેક સમુદાયના અનેક આચાર્ય ભગવંતો જોઈ રહ્યા છો. આવા મોટા પ્રસંગે આવા કારમા દુષ્કાળ પ્રસંગે જીવદયાની ટીપ થવી જ જોઈએ. અમારા મુહૂર્તને થોડીક જ વાર છે. તેટલા સમય સુધી તમે જીવદયાનું કાર્ય કરી લો, તેમ ઈચ્છું છું. પૂજ્ય કલાપ્રભસૂરિજી : વિશ્વમાં અજોડ જૈનશાસન આપણને જન્મથી મળ્યું છે. જો આ શાસન ન મળ્યું હોત તો આવા પ્રસંગો આપણે જોઈજાણી-માણી શકત નહિ. પૂર્વ જન્મમાં મને કે કમને આપણને શાસનને જોઈ પ્રેમ થયો જ હશે ! એટલે જ આ શાસન મળ્યું જિનેશ્વરોએ ફરમાવેલી પ્રવ્રયા વિશ્વનું મહાન આશ્ચર્ય છે. નાની-નાની ઉંમરમાં સર્વ ત્યાગના માર્ગે જનારને જોઈ હૃદય ઝૂકી જાય. આનું અનુમોદન હૃદયથી થઈ જાય તો ભાવિકાળમાં ચોક્કસ સર્વ ત્યાગનો માર્ગ ખુલે જ. બીજો પ્રસંગ છે, પદ-પ્રસંગનો. દુનિયા કરતાં જુદા જ પ્રકારનો લોકોત્તર પ્રસંગ છે. તમે પૂ. ગુરુદેવની પાછળ રહેલા ચિત્રમાં જોઈ શકો છો : ખુદ ભગવાન પોતાના શિષ્યોને ગણધર પદ આપી રહ્યા છે. એટલે કે પોતાની શક્તિઓની સ્થાપના તેઓમાં કરી રહ્યા છે. જૈનશાસનનો સાધુ ઈચ્છા-રહિત હોય છે. પરમ-પદ સિવાય એને બીજા કોઈ પદની ઈચ્છા હોતી નથી. પૂ. ગુરુદેવ જ પોતાના યોગ્ય શિષ્યને યોગ્ય પદ આપે છે. વિનીત શિષ્ય ગુરુ આજ્ઞાને વધાવીને પદ સ્વીકારે છે. ત્રણ મુનિઓમાં એકને પંન્યાસપદ તથા અન્યને ગણિપદ-પ્રદાન અહીં થઈ રહ્યું છે. ત્રણે મુનિઓની ઈચ્છા ન્હોતી કે પદ મળે. તમારે ત્યાં અમુક એજ્યુકેશન પછી ડીગ્રી મળે છે. * * * * * * * * * * * * * ૩૫૫ Page #388 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસ-પદવી એટલે તમામ આગમ ગ્રંથોની અનુજ્ઞા. ગણિ-પદવી એટલે ભગવતીની અનુજ્ઞા. આ પ્રસંગે સંપત્તિ, શક્તિ અને સમયનું યોગદાન અનેક વ્યક્તિઓએ આપ્યું છે, તે સૌ ધન્યવાદને પાત્ર છે. પૂજ્ય ધુરંધરવિજયજી : છેલ્લા ચાર મહિનાથી એક ધારો આનંદનો માહોલ જામ્યો છે, તે વિહારની પૂર્વ સંધ્યા સુધી જામેલો જ રહેશે. આ ભૂમિ (સાત ચોવીશી ધર્મશાળા) ભાગ્યશાળી છે કે અહીં વગર નોંતરે સર્વ સાધુ ભગવંત પધાર્યા છે. આવો લાભ તો કો'કને જ મળે. પૂજ્યશ્રીની નિશ્રામાં આખું ચાતુર્માસ સૌએ આનંદ માણ્યો. કોઈ સંયોગ જ એવો : પૂજ્યશ્રી પધાર્યા ને ચારેબાજુથી સર્વ સમુદાયના મહાત્માઓ આવીને ખેંચાયા. બધા દૂધમાં સાકરની જેમ ભળી ગયા. આવું દશ્ય જોવાનો લ્હાવો આ ધરતીને મળ્યો છે. તમે સાધર્મિક ભક્તિ જોરદાર કરી જ. હવે કાર્ય રહ્યું છે : જીવદયાનું. માણસને પણ પાણી મળે કે કેમ ? તેવો આ સમય આવી ઊભો છે, ત્યાં પશુઓની હાલત શી હશે ? તે કલ્પના કરી શકો છો. પાંજરાપોળોમાં નિરંતર ઢોરો આવતા રહે છે, પણ પાણી-ઘાસચારો ખૂબ જ દુર્લભ અને મોંઘો બન્યો છે, તે તમે જાણો જ છો. છ જીવનિકાયની રક્ષા માટે જ અમે દીક્ષા લઈએ છીએ. માટે જ શ્રાવકો માટે જીવદયા મોટું કર્તવ્ય બની જાય છે. કસાઈ સામે ઝઝૂમવું, મોતને પણ મીઠું માનવું, આવું ખમીર જૈનો જ બતાવી શકે. હવે તમે એવું આયોજન કરો કે જેથી દુકાળના ઓળા દૂર કરી શકાય. પૂ. કલાપૂર્ણસૂરિજી આજે શિરમોર આચાર્ય ભગવંત છે. સૌના આદર અને શ્રદ્ધાના પાત્ર બન્યા છે. તમને આવા ગુરુ મળ્યા છે, તેનું ગૌરવ હોવું જોઈએ. ૩પ૬ * * * * * * = = = કા Page #389 -------------------------------------------------------------------------- ________________ તમે બધા જીવદયા માટે પાછળ નહિ જ પડો, પૂજ્યશ્રીની વાત પ્રેમથી વધાવી લેશો, એવી શ્રદ્ધા છે. નૂતન પદસ્થો તથા દીક્ષિતોને પૂજ્યશ્રી દ્વારા હિતશિક્ષા... चत्तारि परमंगाणि, दुलहाणीह जंतुणो । माणुस्सत्तं सुई सद्धा, संजमम्मि अ वीरिअं ॥ - ભગવાન મહાવીર ચાર વસ્તુ અત્યંત દુર્લભ બતાવે છે : માનવજન્મ, ગુરુ પાસેથી ધર્મશ્રવણ, તે પરની શ્રદ્ધા (રુચિ) અને તેનું આચરણ. શ્રવણ થયા પછી પણ શ્રદ્ધા ન થાય તો શ્રવણ વ્યર્થ જાય. શ્રદ્ધા થયા પછી તે મુજબનું જીવન ન બને ત્યાં સુધી તેટલી ખામી કહેવાય. આજે ત્રણ પદસ્થો તથા ચૌદ આત્માઓ દીક્ષિત બન્યા છે. આજની ઘડી અતિધન્ય છે : આ ઉત્તમોત્તમ જે પદો મળ્યા છે, તેને કેમ શોભાવવા ? તે આપણે ગુરુ ભગવંત પાસેથી જાણવાનું છે. પંન્યાસ-ગણિ વગેરે પદ મળ્યા પછી ભાર વધે છે. તમે પણ મુખી બનો છો ત્યારે ભાર વધે ને ? પંન્યાસ-ગણિપદની એટલી મહત્તા છે કે જો એ પ્રમાણે જીવી જાણીએ તો મોટી કર્મની નિર્જરા થાય. ગુણોની વૃદ્ધિ દ્વારા જ કર્મની નિર્જરા થશે. તમે સૌ ગુણ પ્રાપ્તિમાં ઉજમાળ બનજો. તમારા ગુણો દ્વારા સંઘમાં ઉલ્લાસ વધે, ધન્ય-ધન્ય જિનશાસન... એવા ઉગારો સરી પડે, એવું તમારું જીવન હોવું જોઈએ. નૂતન દીક્ષિતોને કહેવાનું : જે પ્રતિજ્ઞા સ્વયં ભગવાને લીધી તે તમને મળી છે, એનું મહત્ત્વ ઓછું ન આંકશો. આ પ્રતિજ્ઞા લઈને જીવનભર સમતામાં રહેવું છે. જીવનભર પાપક્રિયાથી દૂર રહેવાનું છે. થોડું પણ પર-પીડન ન થાય, તેની કાળજી રાખવાની છે. જિન-ભક્તિ, ગુરુ-ભક્તિ, શાસ્ત્ર-સ્વાધ્યાય વગેરેમાં મગ્ન * * * * * * = = * * * * * ૩પ૦ Page #390 -------------------------------------------------------------------------- ________________ બની જીવન ધન્ય બનાવવાનું છે. નૂતન પંન્યાસથી મુક્તિચન્દ્રવિજયજી : પરમ કરુણાસાગર આ યુગના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુને અનંત વંદન. પરમ શ્રદ્ધેય, મારી જીવન નૈયાના સુકાની, પરમ તારક, પૂજય ગુરુદેવ આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ને વંદન.... પરમ કરુણાસિબ્ધ વર્તમાન શાસનનાયક ભગવાન શ્રી મહાવીરદેવે જે શાસનની સ્થાપના કરી, તે ૨૫૦૦થી અધિક વર્ષો વીતવા છતાં આજે પણ જયવંત વર્તે છે, તેમાં પ્રભુની પાટ-પરંપરાના વાહક પૂ.આચાર્ય ભગવંતોનું મહાન યોગ-દાન પ્રભુશ્રી મહાવીર દેવની ૭૭મી પાટે વિરાજમાન પૂજ્ય આચાર્યશ્રીની પૂર્વે થઈ ગયેલા છોતેરેય મહાત્માઓનો આપણા સૌ પર અનન્ય ઉપકાર છે. શાસ્ત્રકારોએ તીર્થકરોની ગેરહાજરીમાં આચાર્યોને જ તીર્થકર તુલ્ય કહ્યા છે. “તિસ્થયરસમો સૂરિ.” વાત પણ ખરી છે. એક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં તીર્થકરો તો માત્ર ૨૪ જ થાય, પણ બાકીના કાળમાં શાસનની ધુરા ચલાવનાર કોણ ? આચાર્ય ભગવંતો. આચાર્ય ભગવંતો રાજા કહેવાયા છે. આચાર્યો ગચ્છનું કઈ રીતે સંચાલન કરે, આશ્રિતોનું યોગ-ક્ષેમ શી રીતે કરે ? તે અંગે ગચ્છાચાર પયગ્રા વગેરે આગમ ગ્રંથો વિશદ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આચાર્ય એકલા તો આખા ગચ્છને બધી રીતે સંભાળી શકે નહિ. એટલે ઉપાધ્યાય, ગણાવચ્છેદક, પ્રવર્તક, પંન્યાસ, ગણિ વગેરે પદવીધર મહાત્માઓ ગચ્છના સંચાલનમાં આચાર્યશ્રીને સહાયક બનતા હોય છે. ઘણાને એ ખબર નથી કે આ ગણિ અને પંન્યાસ પદવી શું છે ? બન્નેમાં શો ફરક ? મૂળમાં આપણું જૈનશાસન ૩૫૮ * * * * * * * * * * * Page #391 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગીના આધારે ચાલે છે. દ્વાદશાંગીને ટકાવવા જ બાર વર્ષના બબ્બે દુકાળ પછી જૈન શ્રમણ-સંમેલનો ગોઠવાયા હતા. દ્વાદશાંગીને ટકાવવા જ મથુરા અને વલભીપુરમાં વાચનાઓ ગોઠવાઈ હતી. દ્વાદશાંગીને ટકાવવા જ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે સંપૂર્ણ આગમ ગ્રન્થોને પુસ્તકો પર લખાવ્યા હતા. એ પહેલા બધા આગમો મુખપાઠથી જ ચાલતા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે જોયું કે હવે એવી પ્રજ્ઞા નથી રહી કે સાંભળીને મુનિઓ યાદ રાખી શકે. સમયનો એ તકાજો છે કે આગમોને પુસ્તકો પર એ લખવામાં આવે. જો આ રીતે નહિ કરવામાં આવે તો ભગવાનની વાણીનો આ અમૂલ્ય વારસો નષ્ટ-ભ્રષ્ટ થઈ જશે. પોતાની આગવી સૂઝથી દેવદ્ધિગણિએ આગમોને પુસ્તકારૂઢ બનાવી મહાન યુગપ્રવર્તક કામ કર્યું. જેની નોંધ આજે પણ કલ્પસૂત્રના અંતે લેવામાં આવે છે. આગમોના રહસ્યો બરાબર સમજાવવા જ આગમપુરુષ શ્રી હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રન્થોની રચના કરી. આગમોના દુર્બોધ પદાર્થોને સરળ બનાવવા જ શીલાંકાચાર્ય તથા અભયદેવસૂરિજીએ તે પર ટીકાઓ રચી. આગમોના ઉપનિષદ્રને પામવા જ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ સાડા ત્રણ ક્રોડ શ્લોકોની રચના કરી, આગમોના પદાર્થોને નવ્યન્યાયની શૈલીમાં ઊતારવા જ ઉપા. યશોવિજયજીએ એકલે હાથે અનેક ગ્રન્થો રચ્યા. અલગ-અલગ મહાત્માઓએ અલગઅલગ ચરિત્ર ગ્રન્થો, પ્રકરણ ગ્રન્થો કે ગુજરાતી પણ કોઈ સાહિત્ય રચ્યું તે પણ આગમ તરફ જવા માટે જ. આગમોને સુલભ બનાવવા જ પૂ. સાગરજી મહારાજે તેને સંશોધિત-સંપાદિત કરી મુદ્રિત બનાવ્યા. આગમો આપણો અમૂલ્ય વારસો છે. એના એકેક અક્ષરો મંત્રાક્ષરથી પણ અધિક છે. એનો એકેક અક્ષરદેવાધિષ્ઠિત છે. આવા પવિત્ર આગમો વિધિપૂર્વક ગ્રહણ કરવામાં આવે તો જ ફળદાયી બને છે. ગૃહસ્થો તો માત્ર તેના શ્રવણના જ અધિકારી છે. સાધુઓ પણ તેના યોગોઠહન કર્યા પછી જ અધિકારી બને છે. શ્રાવકોને કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૫૯ Page #392 -------------------------------------------------------------------------- ________________ જેમ નવકાર વગેરેના ઉપધાન હોય છે તેમ સાધુઓને પણ યોગોદ્વહન હોય છે. આચારાંગ, ઉત્તરાધ્યયન, કલ્પસૂત્ર, મહાનિશીથ વગેરેના યોગોદ્વહન થતાં તે તે ગ્રન્થનો અધિકાર મળે છે. દા.ત. મહાનિશીથના યોગોદ્વહન કરનાર સાધુ જ દીક્ષાપ્રતિષ્ઠા-ઉપધાન આદિનો અધિકારી બની શકે છે. ભગવતી સૂત્રના યોગોદ્વહન કરનાર જ વડી દીક્ષા વગેરેના અધિકારી બની શકે છે. ગણિ-પદવી એટલે બીજું કશું નહિ, ભગવતી સૂત્રના યોગોદ્વહનની અનુજ્ઞા. તમારા ઉપધાનની માળ એટલે બીજું કશું નહિ, નવકાર વગેરે સૂત્રોની અનુજ્ઞા. ગણિ-પદવીમાં માત્ર ભગવતી સૂત્રની અનુજ્ઞા આપવામાં આવે છે. પંન્યાસ-પદવીમાં સર્વ આગમોના અનુયોગની અનુજ્ઞા આપવામાં આવે છે. બન્ને વચ્ચે આટલો મહત્ત્વનો તફાવત છે. આપણે ત્યાં પ્રથમ પંન્યાસજી તરીકે પૂ.આ.શ્રી વિજયસિંહસૂરિજીના શિષ્ય પૂ. સત્યવિજયજીનું નામ સંભળાય છે. વર્તમાન કાળમાં પંન્યાસજી મહારાજ તરીકે સમગ્ર જૈન સંઘમાં પ્રસિદ્ધ પૂજ્યશ્રી ભદ્રંકરવિજયજી ગણિ હતા. ૨૨ વર્ષ પહેલા ફલોદી ચાતુર્માસ દરમ્યાન અમે ત્રણ (હું, પૂર્ણચન્દ્ર વિ. તથા મુનિચન્દ્ર વિ.) હીરસૌભાગ્ય કાવ્ય વાંચતા હતા, તે વખતે તેમાં “પ્રજ્ઞાશ' શબ્દનો પ્રયોગ જોવા મળેલો. હીરસૌભાગ્યના રચયિતા શ્રી દેવવિમલ ગણિ લખે છે: હીરવિજયસૂરિજીએ કેટલાક મુનિઓને “પ્રજ્ઞાશ” બનાવ્યા. લાગે છે કે “પંન્યાસ' શબ્દનું સંસ્કૃતીકરણ “પ્રજ્ઞાશ' કર્યું હશે, અથવા “પ્રજ્ઞાશ' શબ્દમાંથી “પંન્યાસ” શબ્દ બન્યો હશે. (જાણકારો કહે છે કે, પંડિત પદનો ન્યાસ તે પંન્યાસ-પદ પંડિતનો પહેલો અક્ષર પં. + ન્યાસ = પંન્યાસ.) પરમ ગુરુની પ્રજ્ઞાના અંશનું જેમાં અવતરણ થયું હોય તે “પ્રજ્ઞાશ” કહેવાય. ભૂતકાલીન વિષયક સ્મૃતિ. વર્તમાનકાલીન વિષયક બુદ્ધિ. ભવિષ્યકાલીન વિષયક મતિ. ૩૬૦ = * * * * * * * * * કહે, Page #393 -------------------------------------------------------------------------- ________________ કેટલાકમાં સ્મૃતિ હોય છે, પણ બુદ્ધિ નથી હોતી. બુદ્ધિ હોય છે તો સ્મૃતિ-મતિ નથી હોતી. મતિ હોય છે તો બુદ્ધિ નથી હોતી. એક જ વ્યક્તિમાં ત્રણેય શક્તિઓ હોય તેવી ઘટના વિરલ હોય છે. ત્રણેય એક સ્થાને હોય તેને પ્રજ્ઞા કહેવામાં આવે છે. આ પ્રજ્ઞાનો અંશ જેમાં અવતર્યો હોય તે પ્રજ્ઞાશ” કહેવાય છે. આજે પૂજયશ્રી જયારે પંન્યાસ-પદ પ્રદાન કરી રહ્યા છે. જો કે ગયા વર્ષે જ આ પદની વાત હતી, જાહેરાત પણ થઈ ગયેલી, પણ પદવી ન થતાં ઘણા લોકો વિચારમાં પડી ગયા હશે, પણ નિયતિ હોય તે પ્રમાણે જ કામ થતું હોય છે. અને જે થાય તે સારા માટે જ. નહિ તો આવું સિદ્ધક્ષેત્ર ક્યાં મળવાનું હતું ? અનંતસિદ્ધોનું ક્ષેત્ર તો આ છે જ, પણ સાથેસાથે આપણા સમુદાયના નાયક પૂ. જીતવિજયજી તથા પૂ. કનકસૂરિજીએ ગૃહસ્થપણામાં અહીં જ ચતુર્થવ્રત ગ્રહણ કર્યું હતું. પૂ.કનકસૂરિજીની પંન્યાસ-પદવી અહીં જ થઈ હતી. પૂ. ઉપા. શ્રી પ્રીતિવિજયજીની દીક્ષા અહીં જ થઈ હતી. આવા પરમ પવિત્ર સ્થાનમાં આવા મહાન તારક ગુરુદેવશ્રીની નિશ્રામાં... જે ગુરુદેવના વરદ હસ્તે પદવી આદિ પ્રાપ્ત કરવા માટે મોટા વિદ્વાન મુનિઓ પણ ઝંખી રહ્યા હોય છે. બે વર્ષ પહેલા સુરતમાં પૂજયશ્રીની ખાસ નિશ્રા પ્રાપ્ત કરવા જ મુનિશ્રી અજિતશેખરવિજયજીએ મુહૂર્ત વગેરે ગૌણ કર્યું હતું. મુનિશ્રી અજિતશેખરવિજયજીની પંન્યાસ-પદવી પૂજ્યશ્રીના હાથે સુરતમાં થયેલી. આ માટે ત્રણ વખત મુહૂર્ત બદલાવેલા. ગમે તે મુહૂર્ત આવે પણ પૂજ્યશ્રીની નિશ્રા મળે, એ જ મારે મુખ્ય છે. એવી પદ-ગ્રહણ કરનાર જ્યોતિષ આદિમાં વિદ્વાન મુનિશ્રીની શ્રદ્ધા હતી. આવા શ્રદ્ધેય ગુરુદેવશ્રીની મંગળ નિશ્રા અમને મળી રહી છે, તે અમારું મોટું સદ્ભાગ્ય છે. આ પદ-પ્રદાન થઈ રહ્યું તે પ્રસંગે હું તો માત્ર એટલું જ કહીશ : હું આ પદ માટે યોગ્ય બનું, પદથી ચડતા મદથી અળગો રહું. શ્રી જિનશાસનની યત્કિંચિત્ પણ સેવા કરીને * * * * * * * * * * * * ૩ ૧ Page #394 -------------------------------------------------------------------------- ________________ ધન્ય બને એટલા જ મનોરથ છે. નાનપણમાં અમારામાં સંસ્કાર આપનાર સંસારી માતુશ્રી ભમીબેન આ તબક્કે યાદ આવ્યા વિના રહેતા નથી. દીક્ષા પછી સતત યોગક્ષેમ કરનાર પૂજય બન્ને ગુરુવર્યો તથા વિદ્યાગુરુ પૂ.પં.શ્રી કલ્પતરુવિજયજી મ. ભૂલ્યા ભૂલાય તેમ નથી. અમારા સહાધ્યાયી પૂ.પં.શ્રી કીર્તિચન્દ્રવિજયજી, પૂ. કુમુદચન્દ્ર વિ., પૂ. પૂર્ણચન્દ્ર વિ. પણ કેમ ભૂલાય ? મારી પ્રેરણાથી નાનીવયે મારી સાથે દીક્ષિત બનનાર ગણિશ્રી મુનિચન્દ્ર વિ.નો દરેક કાર્યમાં મને પૂરો સાથ-સહકાર મળ્યો છે. આ તબક્કે હું સૌનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું. આ પદ માટે હું યોગ્ય બને તેવી શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ યાચના કરું છું. નૂતન ગણિશ્રી તીર્થભદ્રવિજયજી ઃ અનંત સિદ્ધ ભગવાનને તથા જેમને ગુરુમૈયા કહી શકું તેવા પૂજ્ય આચાર્ય ભગવંતને નમસ્કાર કરીને, સર્વ ગુરુભાઈઓને નમસ્કાર કરીને જે કાંઈ અંતરની વાત છે તે બે જ શબ્દમાં વ્યક્ત કરવી છે. આજના શુભ દિવસે પૂજય ગુરુ-ભગવંતે જે પદનું દાન કર્યું છે, એ પ્રસંગે યાદ આવે છે : ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમસ્વામી. મદથી ધમધમતા ઈન્દ્રભૂતિને ભગવાન મહાવીરનું પ્રથમ દર્શન થતાં જ પ્રભુ-કરૂણાના ધોધથી તેમના દર્પનો નાશ થયો. ભગવાને દર્પનો નાશ કરી ગણધર-પદ આપ્યું. આજના દિવસે આ જ વિનંતિ છે. મારા જીવનમાં જે દર્પ છે, શરીર, નામ કે રૂપનો જે દર્પ છે, તેનો આપ નાશ કરો. ત્યાર પછી જ સાચું પદ મળશે. આજે તો માત્ર આરોપ કર્યો છે. હકીકતમાં અમને મળ્યું નથી, માત્ર આરોપ છે. ઉદાર લખપતિ શેઠ જેમ પોતાના ગરીબ દાસને લાખ રૂપિયા લોનથી આપે અને પેલો ગરીબ દાસ જો સ્વયંને લખપતિ માને તો હાસ્યાસ્પદ છે. ૩૦૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #395 -------------------------------------------------------------------------- ________________ આરોપ કર્યો છે, તેવા ગુણો કેળવીએ, લોનને વ્યાજસહિત ચૂકવીએ, તેવા ગુણો આવે તે જ શુભેચ્છા છે. પૂજય ગુરુમૈ યા પૂજય આચાર્ય ભગવંત, પૂજય કલાપ્રભસૂરિજી, પૂજય પંન્યાસ કલ્પતરુવિજયજી મહારાજ, પૂજ્ય પંન્યાસ કીર્તિચંદ્રવિજયજી મહારાજ આદિ સર્વ ગુરુભાઈઓએ મારા જીવનમાં જે ખૂટતું હતું તે પૂરું કર્યું છે. સંસારમાં માતા-પિતાના વગેરેના ઉપકારો યાદ કરું છું. એમના જ સંસ્કારોના પ્રભાવે આવો સમુદાય અને આવું શાસન મળ્યું છે. એ સૌનું ઋણ અદા કરવા શક્તિમાન બનું, તે જ અભ્યર્થના છે. નૂતન ગણિશ્રી વિમલપભવિજયજી : જેનું વર્ણન શ્રી સીમંધરસ્વામીએ કર્યું એવા આ અનંત સિદ્ધોના નિવાસરૂપ આવા સિદ્ધક્ષેત્રમાં, પૂજ્ય ગુરુદેવ જેવાની નિશ્રામાં ઐતિહાસિક ચાતુર્માસ પ્રસંગે ૧૪-૧૪ દીક્ષા અને ૩-૩ પદવી પ્રસંગ યોજાયા છે. દરેક તીર્થંકરો પોતાના શિષ્યોને ગણદર-પદે સ્થાપિત કરે જ છે. સુધર્માસ્વામીથી દુષ્પસહસૂરિ સુધી આ પરંપરા ચાલુ રહેશે. આપણું સદ્ભાગ્ય છે : ભગવાન મહાવીરની ૭૭મી પાટે આપણને આવા ગુરુદેવ મળ્યા. આ પદ માટે દાવો કે અધિકાર ન થઈ શકે. ગુરુને યોગ્ય લાગે તેને યોગ્ય પદ આપી શકે. રાવ બહાદૂર, જે.પી. વગેરે પદવીઓ આપીને અંગ્રેજોએ લોકોને છેતરવાની કાર્યવાહી શરૂ કરી છે. કારણ કે મોટા રાજાઓને હાથમાં લેવાના હતાને ? આવી પદવીઓ અહીં નથી. આ તો લોકોત્તર પદવીઓ છે. મને આ પદવી મળે છે, પણ હું કાંઈ એના માટે લાયક નથી, પણ હું લાયક બને એવી અપેક્ષા રાખું છું. જડ પત્થરમાં પણ આરોપણ કરવાથી દેવત્વ આવતું હોય તો ચેતનમાં યોગ્યતા કેમ ન પ્રગટે ? પૂજયશ્રીમાં જે નિઃસ્પૃહતા જોઈ તે ક્યાંય જોવા મળી * * * * * * * * * * * ૩૬૩ Page #396 -------------------------------------------------------------------------- ________________ નથી. પ્રતિષ્ઠા, અંજનશલાકા વગેરેમાં ક્યારેય શિલાલેખ માટે પૂજ્યશ્રીએ ઈચ્છા રાખી હોય તેવું જાણ્યું નથી. મદ્રાસમાં અપાતી “ફલોદી-રત્ન' પદવી પણ પૂજ્યશ્રીએ પાછી ઠેલેલી. નામ અને રૂપથી સ્વયં પર હોવા છતાં એમના નામ અને રૂપનો કેટલો પ્રભાવ છે ! ઊટીથી મૈસુર હું આવી રહ્યો હતો. રસ્તામાં ત્રણ જંગલી હાથીઓ બેઠેલા. બંડીપુરનું એ જંગલ હતું. રસ્તામાં પૂજ્યશ્રીના ફોટાના દર્શન માત્રથી આ વિપ્ન ટળી ગયું. હાથીઓ રવાના થઈ ગયા. રામના નામે પત્થરા તરે... પત્થર જેવા અમે કલાપૂર્ણ'ના નામથી તરી રહ્યા છીએ. મહાદેવના કારણે પોઠીયા પૂજાય તેમ અમે પૂજાઈએ છીએ. એમના નામની પુસ્તકો ખૂબ-ખૂબ વેંચાય છે. પછી એ પુસ્તક દક્ષિણની સફરે હોય કે “કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક હોય... “કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તકની તો બબ્બે આવૃત્તિઓ ખલાસ થઈ ગઈ, છતાં હજુ માંગ ચાલુ છે... તેમાં પૂજયશ્રીનો જ પ્રભાવ છે. પૂજયશ્રીએ ક્યારેય કોઈ અપેક્ષા રાખી નથી. કોઈ ભક્તો પાસે પણ ધર્મ સિવાય બીજી કોઈ વાત કરતા નથી. એમની અપ્રમત્તતા, ઉપયોગપૂર્વકની ઈરિયાવહિયં વગેરે ક્રિયાઓ, રજોહરણથી પૂજવું, નિરુત્સુકતા (કોઈ પ્રોગ્રામમાં જોવા જઈએ એવી ઉત્સુકતા નહિ) વગેરે અનેક ઊડીને આંખે વળગે તેવા ગુણો છે. આ સાથે માતા-પિતાના ઉપકારો પણ શી રીતે ભૂલાય? સંસારી પિતાશ્રીએ ભણવા મદ્રાસ મોકલ્યા. બીજા વર્ષે સંસારી બેનને ત્યાં રહેવાનું થતાં પાઠશાળાના પ્રભાવે ધર્મ-સંસ્કારો મળ્યા. ત્યાંથી ભાગ્યે દેશમાં ભદ્રેશ્વરમાં આવેલો. ત્યાં પૂજ્યશ્રીના સંસારી સસરા પૂજ્ય કમલવિજય મહારાજ સાહેબ મળ્યા. તંદુલ મત્સ્યની એમણે વાત કરેલી. કમલવિજયજી મહારાજે મારો હાથ પકડ્યો. છસરા તેમની સાથે આવ્યો. બે પ્રતિક્રમણનો અભ્યાસ કરાવ્યો. ૩૬૪ * * * * * * * * * * * * Page #397 -------------------------------------------------------------------------- ________________ તે જ વખતનું પૂજ્યશ્રીનું અંજાર ખાતે ચાતુર્માસ થયું. પછી તો વિહારમાં પણ સાથે રહ્યો. ૭ વર્ષ સુધી પૂજયશ્રી સાથે રહ્યો. ૨૦ વર્ષ પહેલા અહીંના ચાતુર્માસ વખતે મારા સંસારી પિતાશ્રીએ રસોડું ખોલેલું. પછી પૂજયશ્રીએ સંયમ-દાન આપીને આગમોનું દાન કર્યું. પૂજ્ય કલાપ્રભસૂરિ, પૂજ્ય પંન્યાસ કલ્પતરૂવિજય, પૂજ્ય પંન્યાસ કીર્તિચન્દ્રવિજયજી વગેરે સહુનો મારા ઉપર ઉપકાર છે. પૂજયગણિ શ્રી મુક્તિચન્દ્રવિજયજીએ જોગની ક્રિયાઓ કરાવી. ક્યારેક અર્ધી રાતે પણ ક્રિયાઓ કરાવી. તેમનો ઉપકાર કેમ ભૂલાય ? પૂજ્ય ગણિ પૂર્ણચન્દ્રવિજયજી, પૂજય ગણિ મુનિચન્દ્રવિજયજી પાસે પણ મેં અભ્યાસ કર્યો છે. ચતુર્વિધ સંઘ સમક્ષ ભાવના રાખું છું : સહુના ઉપકારોનું ઋણ ચૂકવવા સમર્થ બનું. ભવોભવ આવા ગુરુદેવનો સેવક બનું, એવી જ ઈચ્છા છે. (પૂજય આચાર્યશ્રીની નિશ્રામાં ચાલતી સાત - ૯૯ યાત્રાઓનો ભાર પૂજ્ય પં. મુક્તિચન્દ્રવિજયજી આદિ પર રાખીને માગ. સુ. ૬ ની સવારે પૂજ્ય આચાર્યશ્રી પાલીતાણાથી અમદાવાદ તરફ ૯૯ વર્ષીય પૂજ્ય આચાર્યશ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજીના વંદનાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે જ સમાચાર મળ્યા : આજે જ એ પૂ જય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા છે.) કહ્યું કલાપૂર્ણસૂરિઓ' પુસ્તક મળ્યું. બહુ અલ્પ સમયમાં વાચનાઓનું સંકલન કરીને દળદાર પુસ્તક તૈયાર કર્યું. ધન્યવાદ. વાચનાદાતા પૂજ્યશ્રીની પ્રભુ-ભક્તિ પ્રસિદ્ધિ પામેલી છે, તો આ અને અગાઉના પુસ્તક દ્વારા તમારી ગુરુ-ભક્તિ પ્રસિદ્ધિ પામી રહી છે. આ શ્રેણિના પુસ્તક આગળ ધપતા રહે અને હવે વહેલાસર કહેતા કલાપૂર્ણસૂરિ' પ્રકાશિત કરો એ જ અભિલાષા. - ગણિ રાજરત્નવિજય ડભોઈ છે * * * * * * * * * * * * ૩૬૫ Page #398 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્યદિવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજીનું જીવન-દર્શન બડભાગી રાજસ્થાન : રાજસ્થાન' શબ્દ સાંભળતાંની સાથે જ મન આનંદથી છલકાઈ ઊઠે છે. જે દેશમાં વિજયસેનસૂરિજી જેવા મહાન જૈનાચાર્ય પ્રતાપ અને દુગદાસ રાઠોડ જેવા મહાન શૂરવીરો, ભામાશાહ અને ધરણાશાહ જેવા મહાન દાનવીર ધનાઢ્યો, મહાયોગી આનંદઘનજી તથા મીરાંબાઈ જેવા ભક્ત આત્માઓ પેદા થઈ ગયા એ રાજસ્થાન ખરેખર રત્નભૂમિ છે. એનું નામ લેતાં કયો રાજસ્થાની ગૌરવ ન અનુભવે ? ના... માત્ર રાજસ્થાની જ નહિ, પણ અન્ય પ્રાન્તીય લોકો પણ ભક્તિભાવથી જેમના ચરણે ઝૂકી પડે એવા અગણિત મહાન આત્માઓ ૩૬૬ * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * * * * ? Page #399 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનની ધરતી પર પેદા થઈ ગયા છે. રાજસ્થાનની સેંકડો પદ્મિનીઓએ જૈહર કરી પોતાનો સતીત્વનો દીપક અખંડ જલતો રાખ્યો છે. સેંકડો રાજપુતોએ દેશ-રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધેલું છે. સેંકડો દાનવીર ધનાઢયોએ પ્રજાના કલ્યાણ માટે પોતાના ધનભંડારો ખુલ્લા મૂકી દીધા છે. આજે પણ રાજસ્થાની પ્રજા સાહસિકોમાં અગ્રણી છે. ભારતના ખૂણે-ખૂણે રાજસ્થાનીઓ ફરી વળ્યા છે. ભાગ્યે જ એવો કોઈ પ્રાન્ત હશે જયાં રાજસ્થાની બચ્ચો ન હોય. સમૃદ્ધ ફલોદી-નગરી : આવી મહાન ધરતીના એક મહાન સંતની વાત આજે આપણે જાણવાની છે. રાજસ્થાનની પુરાતન રાજધાની જોધપુરથી ૮૦ માઈલ દૂર ફલોદી નામનું રળીયામણું નગર છે. ૧૭ જેટલા નયનરમ્ય જિનાલયો...! તેમાં પણ પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં નીલવર્ગી, મનમોહક શાન્તમુદ્રાયુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા...! અને ક રમણીય ધર્મસ્થાનો...! ૧૦૦૦ જેટલા જૈનોના ઘરો...! આવી અનેક વિશેષતાઓથી ફલોદી શોભી રહ્યું હતું. જોકે આજે તો જૈનોના ઘણા ઘરો ઓછા થઈ ગયા છે. ધંધાર્થે મદ્રાસ, મુંબઈ, રાયપુર, પનરોટી, સોલાપુર વગેરે અનેક શહેરોએ ફલોદી નિવાસીઓ જઈ વસ્યા છે. દાદા લક્ષ્મીચંદભાઈ ? આજથી (વિ.સં. ૨૦૪૪) ૧૦૦થી વધુ વર્ષો પહેલાં ફલોદીમાં લુક્કડ પરિવારના એક શેઠ વસે. નામ હતું લક્ષ્મીચંદ. લક્ષ્મીચંદભાઈના ત્રણ પુત્રો : (૧) પાબુદાન, (૨) અમરચંદ, (૩) લાલચંદ, ત્રણેય ભાઈઓની પ્રકૃતિ જુદી-જુદી...! કુદરત ખરેખર ખૂબજ વિચિત્ર છે. તેણે એક જ હાથમાં પાંચ આંગળીઓ પણ એક સરખી * * * * * * = * * * * * * ૩૬ Page #400 -------------------------------------------------------------------------- ________________ મૂકી નથી. મોટાભાઈ પાબુદાનભાઈ સ્વભાવથી સરળ, શાન્ત, ધર્મનિષ્ઠ અને ઉદાત્ત મનવાળા હતા. વચલા અમરચંદભાઈ વ્યવહારકુશળ હતા. વ્યવહારની દરેક આંટી ઘૂંટીનો પોતાની આગવી સૂઝથી ક્ષણવારમાં ઉકેલ લાવતા હતા. નાનાભાઈ લાલચંદ રમત-ગમતના શોખીન અને જરા મનમોજી પણ ખરા. ત્રણેયની જુદી-જુદી શક્તિઓ એકબીજાની પુરક બનતી હતી અને લક્ષ્મીચંદભાઈનો સંસાર સુખપૂર્વક સરકી રહ્યો હતો. લક્ષ્મીચંદભાઈ માત્ર નામથી જ લક્ષ્મીચંદ નહોતા, લક્ષ્મીદેવીની કૃપા પણ તેમના પર ઠીક-ઠીક હતી. તેઓ સ્વભાવે ઉદાર, કડક, બુદ્ધિશાળી અને કર્મઠ હોવાથી બધાથી જુદા તરી આવતા હતા. તેમનાં ધર્મપત્ની શેરબાઈ પણ એવાં જ, નામ તેવા જ ગુણવાળા. શેર-સિંહ જેવું તેમનું શૌર્ય. સ્ત્રી - સહજ ભય એમની નસમાં જ નહિ. આખા ગામમાં એમની હાક વાગે. મોટા-મોટા માણસો પણ એમની સલાહ લેવા આવે. એ જેટલાં નિર્ભય હતાં તેટલાં જ પરગજુ પણ હતાં. આડોશી-પાડોશીમાં કોઈ પણ માંદું હોય તો દવા કરવા દોડી જાય. ઘરગત્યુ ઉપચાર અને ઔષધોની જાણકારી પણ જોરદાર. લક્ષ્મીચંદભાઈના પ્રથમ પુત્ર પાબુદાન અને તેમનાં ધર્મપત્ની ખમાબાઈ. ખમાબાઈ પણ પાબુદાન જેવાં જ પ્રકૃતિથી ભદ્રિક, સરળ, શાન્ત અને ધર્મની રુચિવાળા હતાં. ફલતઃ તેમના આખા કુટુંબમાં ધર્મના સંસ્કારો છવાઈ ગયા હતા. પાબુદાનભાઈને સંતાનશ્રેણિમાં ૩ પુત્રો તો અલ્પાયુષી નીવડ્યા. થોડો સમય જીવી મૃત્યુ પામ્યા. પુત્રીઓમાં ચંપાબાઈ તથા છોટીબાઈ જીવિત રહ્યાં. અક્ષયરાજનો જન્મ ઃ ત્રણ પુત્રોના મૃત્યુ પછી ખમાબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૮૦, વૈ.સુ.૨, સાંજે ૫.૩૦ વાગે એક તેજસ્વી પુત્રરત્નનો જન્મ થયો. જેનું નામ પાડવામાં આવ્યું અક્ષયરાજ. ખરેખર ૩૬૮ * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #401 -------------------------------------------------------------------------- ________________ આ આત્માનો જન્મ અક્ષયરાજ્ય (મોક્ષ-પદ)ની સાધના માટે જ થયો હતો. આ વાતની ખબર ફઈબાને શી રીતે પડી હશે ? અક્ષયરાજ, ખરેખર નાનપણથી જ અદ્દભુત હતો. એનું આંતર વ્યક્તિત્વ તો ઓજસ્વી હતું, પણ બાહ્ય વ્યક્તિત્વ પણ એટલું જ હૃદયગ્રાહી હતું. ગુલાબની કળી જેવું હસતું – ખીલતું મુખ-કમળ, શાન્ત-પ્રશાન્ત અને મધ-ઝરતી વાણી... પાસે આવતાં જ એનું વ્યક્તિત્વ લોકોને આકર્ષી લેતું હતું. ૪-૫ વર્ષની ઊંમર થતાં અક્ષય ગામમાં ચાલતી ગામઠી નિશાળ (જેને મારવાડમાં “ગુરોશાની શાળ' કહેવામાં આવે છે.) માં ભણવા બેઠો. આંક, બારાખડી, ગણિત, લેખન આદિના અભ્યાસમાં આગળ વધવા લાગ્યો. બુદ્ધિની પટુતા અને શાન્ત સ્વભાવથી એ બધા વિદ્યાર્થીઓમાં જુદો તરી આવતો. મામા માણેશ્ચંદભાઈ સાથે હૈદ્રાબાદમાં અક્ષય : અક્ષયરાજના મામા માણેકચંદભાઈ ખૂબજ ધર્મિષ્ઠ અને વાત્સલ્યવાળા હતા. અક્ષયરાજ તરફ તેમને ખૂબ જ પ્રેમભરી લાગણી હતી. અક્ષયના મોહક વ્યક્તિત્વ અને પ્રજ્ઞા-પાટવથી ફીદા થઈ ગયેલા માણેકચંદ મામા અક્ષયને હૈદ્રાબાદ લઈ ગયા, જ્યાં વ્યવસાય નિમિત્તે તેમનો વસવાટ હતો. ત્યારે અક્ષયની ઉંમર આઠ વર્ષની હતી. અક્ષયની મા જેમ ધર્મિષ્ઠ હતી તેમ મામા પણ ધર્મથી રંગાયેલા હતા. આથી માતા દ્વારા મળેલા ધર્મ-સંસ્કારો મામા દ્વારા પુષ્ટ થયા. આથી પ્રભુદર્શન, નવકારશી, તિવિહાર, નવકાર મંત્રનું સ્મરણ આદિ પ્રાથમિક ધર્મના નિયમોનું પાલન તેનામાં સહજપણે વણાઈ ગયું. મામાનું અપાર વાત્સલ્ય : મામાના અક્ષય પર ચાર હાથ હતા. તેમની ચકોર નજરે નાનકડા અક્ષયમાં છૂપાયેલું વિરાટ વ્યક્તિત્વ જોઈ લીધું હતું. આથી જ અક્ષયમાં વ્યાવહારિક કે ધાર્મિક કોઈ પણ શિક્ષણની કમી ન રહે એની પૂરતી કાળજી રાખતા હતા. મામાના અપાર વાત્સલ્ય સાથે અક્ષય વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક અભ્યાસ પણ કરવા લાગ્યો. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * ઝ ઝ ઝ ઝ = = = = = = = = ૩૬૯ Page #402 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણના સૂત્રો, ભક્તામર વગેરે મામા પોતે તેને શીખવતા હતા. પોતે પ્રતિક્રમણ કરવા બેસે ત્યારે અક્ષયને પણ સાથે બેસાડે અને એની પાસેથી સકલતીર્થ વગેરે સૂત્રો બોલાવે. નાનકડા બાળકની મીઠી-મીઠી વાણી સાંભળતાં મામા આનંદથી ઊભરાઈ જતા હતા. અક્ષયરાજના જીવનબાગ માટે મામા ખરેખર એક માળીનું કામ કરી રહ્યા હતા. નાનકડા બીમાં છૂપાયેલો ઘેઘુર વડલો માળીથી અજ્ઞાત શી રીતે રહે ? અક્ષય ફલોદી પાછો ફર્યો : આવી રીતે મામાની સાથે આનંદપૂર્વક સમય પસાર થઈ રહ્યો હતો. માંડ ૧૨ મહીના થયા હશે ત્યાં જ હૈદ્રાબાદમાં પ્લેગનો જીવલેણ રોગચારો ફાટી નીકળ્યો. માણસો ટપોટપ મરવા લાગ્યા. આ સમાચાર સાંભળતાં જ ફલોદીમાં રહેલા માતા-પિતાને ખૂબ જ ચિંતા થવા લાગી. આમેય માતાનો જીવ હંમેશાં પુત્રને જ યાદ કરવામાં લાગેલો રહેતો હોય ત્યાં આવા રોગચાળાના સમાચારને સાંભળીને કઈ માતાને ચિંતા ન થાય? ચિંતાતુર થયેલી માતાએ પોતાના પ્રાણપ્યારા એકના એક પુત્રને તરત ફલોદી બોલાવી લીધો. વિનયમૂર્તિ અક્ષય : હવે અક્ષયનું શિક્ષણ ફરીથી ફલોદીમાં ચાલું થયું. એક દેશી નિશાળમાં ભણવા બેઠો. નમ્રતાની જીવંત મૂર્તિસમો અક્ષય માસ્તરને જોતજોતામાં પ્યારો થઈ પડ્યો. અક્ષયની સાથે માસ્તરનો એટલો બધો પ્રેમ બંધાઈ ગયો કે અક્ષયને માસ્તર વિના હજુ ચાલે પણ માસ્તરને અક્ષય વિના ન ચાલે. માસ્તરના અક્ષય પર ચાર હાથ હતા. સામાન્ય લોકો એમ સમજે છે કે માસ્તર બુદ્ધિશાળી પર કૃપા વરસાવે છે. પણ આ વાત ખરી નથી. ખરી હોય તો પણ પૂરા અર્થમાં ખરી નથી. સત્ય હકીકત એ છે કે શિક્ષક હંમેશાં નમ્ર અને વિનીત વિદ્યાર્થી પ્રત્યે જ કૃપા વરસાવે છે. અથવા એમ કહો કે એમની અનિચ્છાએ પણ કૃપા વરસી જાય છે અને એ વિનીત વિદ્યાર્થી બુદ્ધિશાળી હોય પછી તો પૂછવું જ શું ? અક્ષય વિનીત હતો ૩૦૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #403 -------------------------------------------------------------------------- ________________ તેમ બુદ્ધિશાળી પણ હતો. તેનું જ્ઞાન વિનયથી શોભી ઊઠ્યું. જાણે સોનામાં સુગંધ પ્રગટી ! શંખમાં દૂધ પૂરાયું ! નમ્રતાયુક્ત અક્ષયની બુદ્ધિ જોઈને શિક્ષક એકદમ પ્રસન્ન બની ગયા અને અક્ષયને ત્રીજા ધોરણમાંથી પાંચમા ધોરણમાં ચડાવી દીધો. જીવનમાં સડસડાટ આગળ કોણ વધી શકે છે ? બુદ્ધિશાળી આગળ વધી જાય છે એમ માનો છો ? ખોટી વાત. નમ્રતાવિહોણો બુદ્ધિશાળી માણસ આગળ વધતો દેખાય એ ભ્રમણા છે, તેમ બુદ્ધિવિહોણો નમ્ર માણસ પાછળ પડતો દેખાય એ પણ ભ્રમણા છે. બાહ્ય દૃષ્ટિએ ભલે પાછળ દેખાય પણ તે થોડી પણ જે પ્રગતિ કરે છે તે નક્કર હોય છે, પતનની શંકા વગરની હોય છે. નમ્રતાયુક્ત બુદ્ધિશાળી જે પ્રગતિ કરે છે એતો અજબગજબની હોય છે. બીજા માણસો જોતા જ રહે છે અને એ સડસડાટ વિકાસના પગથી ચડતો જ જાય છે. જેના પર શિક્ષક (ગુરૂ)ની કૃપા ઊતરી તે જીવનમાં કદી હારતો નથી, તે કદી પતન પામતો નથી. માસ્તરે અક્ષયને ત્રીજા ધોરણમાંથી સીધો પાંચમા ધોરણમાં ચડાવી દીધો એ ખૂબ જ સંકેતભરી ઘટના છે. એ ઘટના જાણે અક્ષયને કહી રહી હતી : “ઓ અક્ષય ! ભાવિ જીવનમાં તારે આવી જ રીતે સડસડાટ આગળ વધવાનું છે. ભાવિના ગુરુઓ તને આવી જ રીતે ઉન્નત આસને બેસાડતા રહેશે. શિક્ષકના પોતાના પર ચાર હાથ હોવા છતાં અક્ષય કદી સહપાઠી વિદ્યાર્થીઓ સાથે તોછડાઈભર્યો વર્તાવ કરતો નહિ. હું ઊંચો છું. માસ્તરે મને ત્રીજામાંથી સીધો જ પાંચમા ધોરણે ચડાવી દીધો. હવે મને કહેનાર કોણ ? માસ્તર તો મારા હાથમાં જ છે.' આમ વિચારી સામાન્ય વિદ્યાર્થી છકી જાય, ઉચ્છંખલ બની જાય, શિક્ષકને હાથમાં રાખી બીજા પર ત્રાસ મચાવવા લાગી જાય, પણ અક્ષય આવો ન્હોતો. તે તો વધુને વધુ નમ્ર બનતો જતો હતો. બરાબર પેલા આમ્ર-વૃક્ષની જેમ, કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * ૩૦૧ Page #404 -------------------------------------------------------------------------- ________________ જે ફળો આવતાં નીચે તરફ ઝુકી પડે છે. અક્ષયની આવી નમ્રતા જોઈને શિક્ષક વધુ ને વધુ તેના પર પ્રસન્ન રહેવા લાગ્યા. એમનું અંતર પોકારી રહ્યું હતું. “અક્ષય જરૂર આગળ વધશે અને સર્વને પ્રિય થઈ પડશે. કારણ કે આગળ તે જ વધે છે, જે ઉચ્ચતા પામવા છતાં પણ છકી જતો નથી. બીજાને ઉતારી પાડતો નથી.' આમ પ્રારંભથી જ અક્ષય ખૂબ જ વિનીત હતો. બુદ્ધિના પ્રમાણમાં તેનામાં વિનયની માત્રા ઘણી હતી. ક્ષણામૂર્તિ અક્ષયની વિચારણા : અક્ષય હવે ધીરે-ધીરે મોટો થઈ રહ્યો હતો. તેના વિચારોને પાંખ ફૂટવા લાગી હતી. તેનું હૃદય તેનું મન અને વિચારો સ્વભાવથી જ કોમળ હતા. જ્યારે જ્યારે એ કોઈપણ ઘટનાને જુએ ત્યારે પોતાના આગવા દૃષ્ટિકોણથી મૂલવે. હૃદય કોમળ હોવાથી કોઈનું પણ દુઃખ ન જોઈ શકે. કોઈને દુઃખ પડતું જોઈને એના હૃદયમાં ઝાટકા પડે. બીજાનો હાથ કપાઈ ગયેલો જુએ ત્યારે તેને એવું ઊંડુ સંવેદન થાય કે જાણે મારો જ હાથ કપાઈ ગયો છે, મારા પર જ દુઃખ આવી પડ્યું છે. આવી ઊંડી સંવેદનશીલતાના કારણે એનામાં વધુને વધુ દયાભાવ/કરુણાભાવ વિકસિત થતો રહ્યો. તેની ઊંડી સંવેદનશીલતા માત્ર માનવ-જગત કે પશુ-જગત પુરતી સીમિત ન્હોતી. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિમાં પણ ચૈતન્ય જોતો. તેની હત્યામાં પણ વેદના અનુભવતો. કારણ કે તેણે જાણી લીધું હતું કે પૃથ્વી આદિમાં પણ જીવ હોય છે. જ્યારે તે મકાનના બાંધકામોના આરંભ - સમારંભોમાં રગદોળાતા ચૂનાને જુએ, કુંભારના નિભાડામાં મરતા જીવો જુએ, ઘંટી, ધાણી વગેરેમાં થતી હિંસાને જૂએ ત્યારે એનું હૃદય દ્રવી ઊઠે, એનું મન બોલી ઊઠે : અરેરે, પાંચ-પચીસ વર્ષની જિંદગી માટે માણસ કેટલા બધા આરંભ-સમારંભોમાં ફૂખ્યો રહે છે ? કેટલા જીવોની નિરર્થક કતલ કરે છે ? કેટલા પાપો ઉપાર્જિત કરે છે ? થોડાક પૈસા માટે, થોડીક જિંદગી માટે આટલા બધા પાપો ? કમાયેલા પૈસા, બનાવેલા ૩૦૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #405 -------------------------------------------------------------------------- ________________ બંગલાઓ, પાળેલા પરિવારો - બધું જ અહીં મૂકીને જવાનું અને કમાયેલ પાપો સાથે લઈ જવાના-તેના ફળ રૂપે નરકનિગોદના કાતિલ દુઃખો સહન કરવાના - આવી મૂર્ખતા કયો ડાહ્યો માણસ કરે? નાનકડા અક્ષયમાં કેટલી ઉન્નત વિચારણા ? કોમળ હૃદય વિના આવી વિચારણા સંભવી શકે જ નહિ. માત્ર એનું મન જ નહિ, એનું તન પણ કોમળ હતું. આથી શેરીના લોકો તથા સ્નેહીઓ તેને “માખણીઓ' કહીને બોલાવતા. કથા સાંભળતો અક્ષય : ફલોદીમાં એક મોટી ઉંમરના ધાર્મિક વૃત્તિવાળાં બેન રહે, એમનું નામ : મોડીબાઈ. (પ્રથમ આવૃત્તિમાં મણિબેન છપાઈ ગયું છે, તે ખોટું છે.) તેમનો કંઠ મધુર અને ધાર્મિક જ્ઞાન પણ સારૂં. તેઓ રાસ, સઝાય, ઢાળીઆ, ચરિત્ર વગેરે ગાય, વાંચે અને સમજાવે. શેરીના લોકો સાથે મળીને હોંશેહોંશે સાંભળવા આવે તેમાં આ અક્ષય પણ જતો. તેને આ મહાપુરુષોની જીવનકથા સાંભળવામાં ખૂબ જ મજા પડતી અને એમની ઘટનાઓમાંથી પ્રેરણા મળતી. શાલિભદ્ર, ધન્નાજી, ગજસુકુમાળ, મેતાર્યમુનિ, જંબૂસ્વામી વગેરેની કથાઓ સાંભળતાં અક્ષયને થઈ આવતું : “હું પણ ક્યારે આવો બનીશ ? ક્યારે સંસારને છોડી જૈનશાસનનો અણનાર બનીશ ?' અક્ષયના ફુટતા વિચાર-ઝરણને મોડીબાઈની આ કથાઓ દ્વારા વેગ મળ્યો. અક્ષયનો મુખ્ય રસ : અક્ષયનું જીવન બાળપણથી જ સાદું, સંયમી અને પ્રભુપ્રેમી હતું. ન કોઈ ખાવા-પીવાની લાલસા...! ન કોઈ પહેરવા-ઓઢવાનો શોખ ! ન રમત-ગમતનો રસ ! ન બહુ બોલવાની ઘેલછા ! અક્ષય ખૂબ જ ઓછું-જરૂરીયાત પૂરતું - જ બોલતો. * * * * * * * * * * * ૩૦૩ Page #406 -------------------------------------------------------------------------- ________________ તો શું અક્ષયનું જીવન નીરસ હતું ? ના... એનું જીવન જરાય નીરસ હોતું, પણ રસપૂર્ણ હતું. પણ એને રસ હતો પરમાત્મા પર. પરમાત્માના રસ સિવાયના બીજા બધા જ રસો એને મન ફીકા-ફસ હતા. નાનપણથી જ એની ચેતના ઊર્ધ્વગામિની હતી, ઊંચે જવા, પરમાત્માને પામવા તલસી રહી હતી. જેને શિખર પર આરોહણ કરવું હોય તે ખીણના અંધકારમાં શા માટે સબડતો રહે ? પ્રકાશથી ઝગમગતા પ્રદેશ પર જવા ઈચ્છનાર અંધારામાં શા માટે આળોટે ? પરમાત્માની અમૃત સૃષ્ટિમાં જવાનો ઈચ્છુક વિનાશી ને આ વિષભર્યા પદાર્થોમાં રસ શાનો મેળવે ? નાનપણથી જ અક્ષયને પરમાત્માની લગની હતી. અક્ષય ફરી હૈદ્રાબાદમાં... પ્રેમાળ મામા દ્વારા ઘડતર : આ બાજુ મામા માણેકચંદ અક્ષયને ભૂલ્યા ન્હોતા. અક્ષય હૈદ્રાબાદ છોડીને ભલે ફલોદી જતો રહ્યો હતો પણ મામાના મનથી ખસ્યો ન હતો. અક્ષયનો સ્વભાવ જ એટલો જ શાન્ત, સરળ અને નમ્ર હતો કે જેના હૃદયમાં એકવાર વસી જાય પછી તે કદી ભૂલે નહિ. બીજા પણ ન ભૂલે તો મામા તો કેમ ભૂલે? ત્રણ વર્ષ પછી ફરીથી ૧૩ વર્ષના અક્ષયને હૈદ્રાબાદ બોલાવી લીધો. ત્યાં મામાની સાથે અક્ષય દુકાને બેસે. બીજા પણ દરેક કાર્યોમાં મામાને સહયોગ આપે. પૂજા, પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાકાંડો તેમની સાથે જ કરે. આ રીતે અઢી વર્ષ સુધી વાત્સલ્યવંત મામા દ્વારા અક્ષયને ધાર્મિક ક્રિયાકાંડ તથા વેપારક્ષેત્રે તાલીમ મળતી રહી. સગપણ અને લગ્ન : વિ.સં. ૧૯૯૬માં અક્ષય ફરીથી માતા-પિતાની સેવામાં ફલોદી આવ્યો. ત્યારે માતા-પિતાએ ફલોદી ગામના એક ધર્મિષ્ઠ અને સુખી કુટુંબવાળા મિશ્રી લાલજી વૈદના સુપુત્રી ૩૦૪ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #407 -------------------------------------------------------------------------- ________________ રતનબેન સાથે અક્ષયના સગપણ કર્યા ત્યારે તેની ઉંમર ૧૬ વર્ષની હતી. મહા મહીને (મહા સુ. ૫) અક્ષયના લગ્ન થયા અને વૈશાખમાં મામા માણેકચંદભાઈ (હૈદ્રાબાદમાં) ગુજરી ગયા. અક્ષયમાં ધાર્મિક-વ્યાવહારિક સંસ્કારોનાં સિંચનથી પોતાનું જીવન-કાર્ય સમાપ્ત થયેલું માની જાણે એમણે પોતાની જીવન-લીલા સંકેલી લીધી. મામા અક્ષયને ખૂબજ તૈયાર થયેલો જોવા ઈચ્છતા હતા. કાશ ! જો તે વધુ જીવ્યા હોત ! તો તે જોઈ શકત કે આ અક્ષય લગ્નની દિવાલોમાં પૂરાઈ રહેનાર કેદી નથી, પણ અધ્યાત્મ-ગગનમાં ઉડનાર ગરૂડ છે. પણ વિધિ વિચિત્ર છે. એને જે ગમ્યું તે ખરૂં. લગ્નથી બંધાઈ ગયેલ હોવા છતાં અક્ષયરાજે કદી ધાર્મિક ભાવના મૂકી નહિ. અરે, લગ્નના દિવસોમાં પણ કદી તેણે રાત્રિભોજન કર્યું ન હતું. મારવાડી લગ્નો એટલે અમનચમનના ફૂવારા ! એમાં ધાર્મિક નિયમો ટકાવવા તે કાચાપોચાનું ગજું નહિ. અક્ષયનો વાંચન-રસ : અક્ષયને વાંચવાનો રસ હતો. તે પૂર્ણ કરવા ધાર્મિક સાહિત્યને વાંચવાનું તે ચૂકતો નહિ. જિનવાણી” (દિગંબરો તરફથી પ્રકાશિત થતું હિન્દી સામયિક, જેમાં ધાર્મિક કથાઓ, ચિંતન આદિ આવતું.) તેમજ કાશીનાથ શાસ્ત્રીની ધાર્મિક વાર્તાઓ તથા બીજા ભક્તિપ્રધાન પુસ્તકો વગેરે સાહિત્ય, તેના વાંચનનો વિષય હતો. હલકું સાહિત્ય, તુચ્છ નવલકથાઓ, ડીટેકટીવ ઉપન્યાસો વગેરે તે વાંચતો તો નહિ, પણ સ્પર્શતો પણ નહિ. હલકું સાહિત્ય વાંચવું તે ઝેર પીવા સમાન માનતો. બીભત્સ સાહિત્યથી બીભત્સ વિચારો પેદા થાય છે. ને તેથી આચાર પણ તેવો જ ઘડાય છે. આચારનું બીજ વિચાર છે. જેણે પોતાના હૃદય-ક્ષેત્રમાં શુભ વિચારોનું વાવેતર કરેલું છે તે અવશ્ય શુભ આચારોને લણશે. જે શુભ-આચારોનો સ્વામી બનવાનો છે, તે અક્ષયરાજ ઝેરના પ્યાલા સમા ખરાબ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૦૫ Page #408 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકો અડે પણ શાનો ? અક્ષયને એક વાત પર પાકો ભરોસો હતો : સર્વત્ર જ્ઞાનરૂપે પ્રભુ વિલસી રહ્યા છે. જગતના ખૂણે-ખૂણામાં ભગવાનની જ્ઞાન-દૃષ્ટિ પડી રહેલી છે. એક પણ અપવિત્ર વિચાર થાય જ કેમ? એને પેદા કરનાર સાહિત્યને સ્પર્શાય જ કેમ ? અક્ષય મગજનો ખૂણે-ખૂણો સાફ કરી પવિત્ર વિચારોથી ભરવા પ્રયત્ન કરી રહ્યો હતો. તે જાણતો હતો. કરેલો કોઈ પણ શુભાશુભ વિચાર પોતાના સંસ્કારોને છોડતો જાય છે અને જિંદગીને ઘડતો જાય છે. જિંદગી એ બીજું શું છે ? વિચારોની વણઝાર અને તેથી ઘડાતો આચાર એ જ શું જિંદગી નથી ? પ્રભુપ્રેમી અને સંગીત પ્રેમી અક્ષય : અક્ષયરાજને વાંચનના શોખ સાથે સંગીતનો પણ શોખ હતો. સંગીતના શોખનું કારણ હતું : પ્રભુ ભક્તિ. ભક્તિથી નિરપેક્ષ સંગીતનો શોખ મારક છે પણ ભક્તિ માટે થતું સંગીત તારક છે. ભક્તિની જમાવટ સંગીતના કારણે જોરદાર થતી હોય છે. આથી અક્ષય સ્નાત્રપૂજા, મોટી પૂજા ભક્તિભાવના વગેરે પ્રસંગોમાં અવશ્ય જતો. ત્યાંના સંગીત-મંડળમાં પોતે સંગીત શીખતો અને સ્તવનો વગેરે ગાવાની પ્રેકટીસ કરતો. એનો કંઠ મધુર હતો એટલે સંગીત શીખતાં વાર ન લાગી. થોડીવારમાં તો તે હારમોનિયમ પણ શીખી ગયો. પછી પોતે પણ પૂજાઓ ગાતો, ગવડાવતો અને બીજા ગાયકો સાથે પણ ભળી જતો. અક્ષય દરરોજ સવારે પ્રભુ-પૂજા કરતો. ૨ થી ૩ કલાક ખૂબ જ શાન્તિ અને ભાવોલ્લાસપૂર્વક ચૈત્યવંદન આદિ કરતો. ક્યારેક સ્તવનો ગાવામાં ખૂબ જ આનંદ આવી જાય તો વધુ સમય પણ લાગી જતો. સંગીતના જ્ઞાનની બાહ્ય-કલા અને ભક્તિની આત્તરકલાથી તેનું જીવન સમૃદ્ધ બનવા લાગ્યું. અક્ષયના જીવનનો સૌથી મોટો રસ જો કોઈ હોય તો ભક્તિનો રસ હતો. કેટલીયે વાર તે ભગવાન પાસે કલાકોના ૩૦૬ * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #409 -------------------------------------------------------------------------- ________________ કલાકો સુધી બેસી રહેતો... રડતો... અને પ્રાર્થના કરતો : ઓ પ્રભુ દર્શન આપો... દર્શન આપો. ક્યાં સુધી આ સેવકને ટળવળાવશો ? મારે જીવનમાં કોઈ બીજી ઈચ્છા નથી. એકવાર તારા દર્શન થઈ જાય તો હું જીવન સફળ માનીશ.” આવી પ્રાર્થનાઓથી તેના જીવનમાં પવિત્રતાનો ધોધ વહેવા લાગ્યો. રાત ને દિવસ પ્રભુને... માત્ર પ્રભુને જ યાદ કરવા લાગ્યો. પ્રભુની વિસ્મૃતિને તે આત્મહત્યા સમી સમજવા લાગ્યો. એક ક્ષણ પણ પ્રભુ-સ્મરણ વગરની જાય તે તેને ખંજરના ઘા સમી વસમી લાગવા માંડી. જે પ્રભુના ઉપકારથી આ બધી સુંદર સામગ્રી મળી, તે પ્રભુને ભૂલી જવા એના જેવી બીજી કૃતજ્ઞતા કઈ ? પ્રભુના દર્શન વિના નાસ્તો કરાય ? પ્રભુની પૂજા વિના જમાય ? પ્રભુને યાદ કર્યા વિના સૂવાય ? કદાપિ નહિ. તેનું જીવન એટલું પ્રભુમય બની ગયું કે સવારે ગામમાં રહેલા મંદિરના દર્શન કરી નવકારશીમાં દૂધ પી ગામ બહારના મંદિરે ચાલ્યો જતો અને કલાકોના કલાકો ત્યાં ગાળતો. ૧૧૧૨ વાગ્યા પહેલા તે ઘેર કદી પાછો ન ફરતો. તો પછી ધંધા વિગેરેમાં તે ધ્યાન આપતો કે નહિ ? હા... તે ધંધો કરતો ખરો... પણ નામનો જ. જરૂર પૂરતો જ, કદાચ જરૂરથી પણ ઓછો. પોતાના કાકાઈ ભાઈ ચનણમલજી સાથે તે દલાલીનો ધંધો કરવા જતો. તે પણ એકાદ કલાક પૂરતો જ. ૧ વર્ષ સુધી આ દલાલીનો ધંધો ચાલ્યો. અક્ષય ધંધામાં ઓછું ધ્યાન આપતો અને ધર્મમાં વધુ ધ્યાન આપતો તે માતાને ગમ્યું નહિ. પુત્રનો ધર્મ અને પ્રભુ પરનો પ્રેમ જોઈને તે અંતરથી ખૂબ જ રાજી થતી પણ એને વિચાર આવતો કે મારા અક્ષયનું ધન વિના થશે શું ? આખરે માનો જીવ ખરોને ? ધંધામાટે માતાની ટકોર : એક દિવસે બપોરના ભોજન સમયે માતાએ અક્ષયને કહ્યું : “બેટા ! આવી રીતે તારે ક્યાં સુધી રહેવું છે ? તારા * * * * * * * * * * * * ૩૦૦ Page #410 -------------------------------------------------------------------------- ________________ ભાવિ માટે કોઈ વિચાર આવતો નથી ?' તેજીને તો ટકોરો જ બસ. માતાની આ માર્મિક ટકોરથી અક્ષયે વ્યાપાર-અર્થે પરદેશ જવાનો નિર્ણય કરી લીધો. પિતા, કાકા વગેરેની સલાહથી મધ્ય-પ્રદેશમાં રહેલા “રાજનાંદ' ગામમાં પહોંચી ગયો. રાજનાંદગાંવમાં અક્ષયરાજ ? આ ટૂંકી અને મોંઘી માનવ-જિદગીમાં અક્ષયને તો ધર્મની જ કમાણી કરવી હતી, પણ વ્યવહારમાટે ધન પણ જોઈએ. આથી તે ધનાર્જનમાં પ્રવૃત્ત હોવા છતાં ધર્મને ભૂલ્યો નહિ. રાજનાંદગાંવમાં સંપતલાલભાઈ (જેઓ ફલોદીના જ વતની હતા) શેઠની પેઢીએ કામ કરવા અક્ષય રહી ગયો. અક્ષયની ધર્મનિષ્ઠાથી શેઠ અત્યંત ખુશ થઈ ગયા. ધર્મક્રિયામાં કોઈ બાધ ન આવે તે રીતે તેમણે સરળતા કરી આપી. | શેઠ સ્વયં ધર્મી હતા. આથી ધર્મી અક્ષયને જોઈને પ્રસન્ન થઈ ગયા... એટલું જ નહિ હજુ પણ ધર્મના માર્ગે અક્ષય આગળ વધતો રહે તેવી પ્રેરણા પણ આપતા. રોજ નવકારશી અને તિવિહાર કરતા અક્ષયને તેમણે ચોવિહાર માટે પ્રેરણા આપી અને રાત્રિભોજનથી સંપૂર્ણતયા અટકાવ્યો. અક્ષયની ધર્મદઢતાનો એક પ્રસંગ : અક્ષયની ધર્મ-દઢતા બતાવતો એક પ્રસંગ બહુ જાણવા જેવો છે. એક દિવસે દુકાનમાં બહુ કામ હતું. કામકાજમાં જ રાતના ૧૨ વાગી ગયા. અક્ષયને દરરોજ પ્રતિક્રમણનો નિયમ પણ ૧૨ વાગ્યા પછી દૈવસિક પ્રતિક્રમણ તો થાય નહિ. હવે શું કરવું ? શું સૂઈ જવું ? ઢીલો પોચો હોય તો એમ જ. વિચારે કે ચાલો, આજે આમેય પ્રતિક્રમણ થાય એમ નથી. સૂઈ જઈએ. ગુરૂ પાસે જઈને પછી પ્રાયશ્ચિત લઈ લઈશું. પણ અક્ષયે આવો ઢીલો વિચાર ન કરતાં વિચાર્યું : ભલે પ્રતિક્રમણ ન થાય, પણ સામાયિક તો થાય ને ? સામાયિક કરીને સુઈશ તો સંતોષ થશે કે આજનો દિવસ સાવ જ ધર્મની કમાણી ૩૦૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #411 -------------------------------------------------------------------------- ________________ વગરનો નથી ગયો. આમ અક્ષય સામાયિક કરવા બેઠો. ખૂણામાં બેઠેલા અક્ષયને શેઠ જોઈ ગયા. પૂછ્યું : કેમ અક્ષય ! શું કરે છે ?' “સામાયિક.” પણ અડધી રાતે ?' રોજ સાંજે મારે દેવસિઅ પ્રતિક્રમણનો નિયમ છે... આજે બાર વાગી ગયા હોવાથી એ તો થઈ શકે એમ નથી એટલે સામાયિક કરૂં છું.” “અરેરે, તારો આ નિયમ હું સાવ જ ભૂલી ગયો. પણ અક્ષય ! આજથી તને કહું છું કે દુકાનમાં ગમે તેટલું કામ હોય પણ પ્રતિક્રમણનો સમય થાય ત્યારે તારે ચાલ્યા જવું. દુકાનનું કામ તો થતું રહેશે. હું તો ભલે ધર્મ-ક્રિયા ન કરી શકું, પણ તારામાં અંતરાય ક્યાં નાખું ?' આમ અક્ષયને શેઠ તરફથી સંપૂર્ણ સગવડ મળી ગઈ. અક્ષયથી શેઠને સંપૂર્ણ સંતોષ હતો. શેઠજી માનતા કે જે માણસ પોતાના ધર્મને હૃદયથી વફાદાર છે, તે પોતાના શેઠ તરફ પણ વફાદાર રહેશે. ધર્મ તરફ જે બેવફા બને તે શેઠ તરફ વફાદાર રહે એ વાતમાં કોઈ માલ નથી. રાજનાંદગાંવના એક ભવ્ય જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણી શાન્ત રસ ઝરતી સોહામણી પ્રતિમા છે. તેની પૂજા અને ભક્તિમાં અક્ષયરાજને ખૂબ આનંદ આવતો. દરરોજ સવારે ૨ થી રા કલાક જેટલો સમય પૂજામાં પસાર થતો. ભગવાનને જોઈને અક્ષય એટલો ગાંડોતુર બની જતો કે પોતાના ખીસામાં પૈસા હોય તે બધાય ભંડારમાં નાંખી દતો. સ્વતંત્ર ધંધો કરતો અક્ષય ? થોડો સમય પછી નોકરી કર્યા પછી સોના-ચાંદીનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. માતા-પિતા આદિને પણ દેશમાંથી અહીં બોલાવી લીધા. સોના-ચાંદીના ધંધામાં જોઈએ તેવી ફાવટ ન આવવાથી ત્ર * * * * * * * * * * * ૩૦૯ Page #412 -------------------------------------------------------------------------- ________________ રેડીમેડ કાપડની દુકાન શરૂ કરી. તેમાં ધીરે-ધીરે ફાવટ આવી ગઈ અને સારી સફળતા મળતી ગઈ. અક્ષયરાજને ધનમાટે ખાસ ચિંતા ક્યારેય કરવી પડી નથી. તેને પ્રભુ પર પાકો ભરોસો હતો. એમની કૃપાથી બધું જ બરાબર થઈ રહ્યું છે અને થશે જ. આ તેનો વિશ્વાસ મુશ્કેલીના સમયમાં પણ ડગતો નહિ. અક્ષયનો નિત્યક્રમ : વહેલી સવારે ઊઠી અક્ષયરાજ સામાયિક અને પ્રતિક્રમણ કરતા. પ્રભુ-દર્શન અને નવકારશી કરી પૂજા કરવા જતા. રા. કલાક આનંદથી પૂજા કરી ૧૦ વાગે દુકાને જતા. તે પહેલા પિતાજી ૮ વાગે દુકાન ખોલીને બેસતા. સાધુઓના સમાગમે અક્ષય : એક વખત રાજનાંદગાંવમાં પૂજય આચાર્યશ્રી વલ્લભસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી રૂપ વિ.મ.નું ચોમાસું થયું. તેમના સમાગમ અને વ્યાખ્યાન-શ્રવણથી અક્ષયરાજની વિરાગ-ભાવનાને વેગ મળ્યો. પૂ. રૂપ વિ.મ. પાસે “જૈન-પ્રવચન' સાપ્તાહિક આવતું, જેમાં પૂજયપાદ આચાર્યશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના પ્રવચનો પ્રગટ થતા હતા. તે જૈન-પ્રવચનનું વાંચન અક્ષયને ખૂબ જ ગમી ગયું. તેનું પ્રતિદિન વાંચન કરવાથી અક્ષયરાજનો સંસાર પ્રત્યેનો અભિગમ સંપૂર્ણ બદલાઈ ગયો. એને સંસાર સળગતો ઘર, બિહામણો સાગર અને ભયંકર જંગલ જેવો લાગવા માંડ્યો. સંસારમાં સતત ભભૂકતી વિષય-કષાયોની જ્વાળાઓ તેને સાક્ષાત્ દેખાવા લાગી. સંસાર ભૂંડો લાગ્યો. છોડવા જેવો લાગ્યો અને મોક્ષ મેળવવા જેવો લાગ્યો અને તે માટે મુનિ બનવા સિવાય બીજો કોઈ માર્ગ નથી એમ લાગવા માંડ્યું. નાનપણમાં સાધુ બનવાની ભાવના કેળવેલી તે જાગૃત થવા માંડી. વૈરાગ્ય દઢ થવા લાગ્યો. - ત્યાર પછી ખરતર ગચ્છીય મુનિવરશ્રી સુખસાગરજી મહારાજનું ત્યાં ચોમાસું થતાં તેમનો પરિચય થયો. તેમણે વિરાગી અક્ષયરાજને શ્રીમદ્ દેવચન્દ્રજીનું સાહિત્ય વાંચવા અને ૩૮૦ * * * * * * * * * * * * ક Page #413 -------------------------------------------------------------------------- ________________ કિંઠસ્થ કરવા ભલામણ કરી. દેવચન્દ્રજીનું સાહિત્ય (ચોવીશી વગેરે) હાથમાં આવતાં જ અક્ષયરાજનું ભાગ્ય ખૂલી ગયું. અધ્યાત્મલિપ્સ અક્ષયરાજને લાગ્યું કે હું જેની શોધ કરી રહ્યો છું, તે માર્ગ મને આમાંથી જ મળશે અને અધ્યાત્મ પ્રાપ્તિની અદમ્ય તમન્ના સાથે પૂ. દેવચન્દ્રજી મ.ના સ્તવનોની ચોવીશી ફટાફટ કંઠસ્થ કરી લીધી. ભૂખ્યા બ્રાહ્મણને મનગમતા લાડવા મળે પછી ખાતાં વાર કેટલી ? પછી તો તેમના સાહિત્યમાં વધુ ને વધુ રસ પડવા માંડ્યો. તેમના બનાવેલા ગ્રન્થો અધ્યાત્મ – ગીતા, આગમસાર વગેરે પર ચિંતન મનન કરવા લાગ્યો. ભક્તિયોગ સાથે તત્ત્વજ્ઞાનનો સુભગ સુયોગ થતાં અક્ષયરાજના આત્મિક વિકાસમાં પ્રગતિ થવા માંડી. કાયોત્સર્ગ અને ધ્યાનની પણ જિજ્ઞાસા જાગી. તે તે વિષયના યોગશાસ્ત્ર વગેરે ગ્રન્થોનું વાંચન કરવા સાથે પ્રભુ સન્મુખ કાયોત્સર્ગ મુદ્રાએ એક કલાક સુધી ઊભા રહી ધ્યાનનો અભ્યાસ કરવા લાગ્યા. પૂ. આનંદઘનજી, પૂ. દેવચન્દ્રજી, પૂ.૩. યશોવિજયજી - આ ત્રણેય મહાપુરૂષોની સ્તવન ચોવીશીઓ કંઠસ્થ કરી દરરોજ પ્રભુ આગળ ૩-૪ સ્તવનો ખૂબ જ ઉલ્લાસભેર લલકારે. પ્રભુ સાથે એકમેક બની જાય અને પછી કાયોત્સર્ગમાં ઊભા રહી પ્રભુ-ધ્યાનમાં લીન બની જાય. ધર્મપત્ની રતનબેન ઃ અક્ષયરાજનાં ધર્મપત્ની રતનબેન પણ એક સુશીલ અને સંસ્કારી સ્ત્રી-રત્ન હતાં. પોતાના માતા-પિતા દ્વારા મળેલા ધર્મસંસ્કારોને લઈને સ્વયં ધર્મ-પ્રવૃત્ત રહેતાં અને પોતાના પતિદેવને પણ સંપૂર્ણ સહયોગ આપતાં. જીવનમાં સંતોષ, સાદાઈ, સેવા અને સમર્પણ ભાવના ગુણો સહજ રીતે વણાયેલા હતા. સાસુ-સસરાને પોતાના માતા-પિતા તુલ્ય ગણી તેમની સેવામાં સદા તત્પર રહેતાં. ઘરનું કામકાજ કરવા સાથે તેઓ પણ પ્રભુ-દર્શન, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, ચોવિહાર વગેરે ધર્મક્રિયા અને નિયમોના પાલનમાં ઉદ્યત રહેતાં. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * ૩૮૧ Page #414 -------------------------------------------------------------------------- ________________ પુત્ર-પ્રાતિ : અક્ષયરાજ અને રતનબેનને સંતાનરૂપે પ્રથમ પુત્ર જ્ઞાનચંદ્ર (જન્મ સંવત્ ૨૦૦૦) અને દ્વિતીય પુત્ર આશકરણ (જન્મ સંવત્ ૨૦૦૨) આ બે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. માતા-પિતાનો સ્વર્ગવાસ : સંવત્ ૨૦૦૬માં અક્ષયરાજના માતુશ્રી ખમાબેનનો સ્વર્ગવાસ થયો અને સંવત્ ૨૦૦૭માં પિતાશ્રી પાબુદાનભાઈનો પણ સ્વર્ગવાસ થયો. આમ માત્ર એક વરસમાં જ ઘરમાંથી શિરચ્છત્રરૂપ બન્ને વડીલોની વિદાય થતાં ઘરના ૬ સભ્યોમાંથી ૪ સભ્યો થઈ ગયા. આ પ્રસંગથી અક્ષયરાજના હૃદયમાં જોરદાર ઝાટકો લાગ્યો. અનિત્ય-ભાવનાથી ભરાયેલા હૃદયે તે વિચારવા લાગ્યો : ઓહ! કેટલો અનિત્ય આ સંસાર છે. જેમણે મને જન્મ આપ્યો, જેના ખોળામાં મેં અમૃત પીધું તે મારા શિરચ્છત્ર આમ જોત-જોતામાં ચાલ્યા ગયા. કેવું ક્ષણ ભંગુર જીવન ! માણસ કાંઈ કરે ન કરે તે પહેલાં જ જમનું તેડું આવી જાય. માણસ આખી જિંદગી સુખની સામગ્રીઓ અનેક પાપો કરી-કરીને એકઠી કરે અને એ નિરાંતે ભોગવવા માટે ઠરી-ઠામ બેસવા વિચારે ત્યાં જ શરીર ઘરડું થઈ જાય - અને મોતનો રાક્ષસ એકી સાથે બધું સાફ કરી નાખે...! કોઈએ ૧૦ લાખ રૂપિયા ભેગા કર્યા કે કોઈએ ૧૦ હજાર ભેગા કર્યા... પણ મર્યા પછી શું ? અહીંની એક પણ ચીજ પરભવની અંદર સાથે ચાલી શકતી નથી. જેમને મેં યુવાન બનીને કૂદાકૂદ કરતા જોયા હતા તે જવાંમર્દીને હાથમાં લાકડી લઈને ચાલતા ઘરડા થઈ ગયેલા જોઉં છું. જે ઘરડા હતા તેમને મસાણમાં સૂઈ જતા જોઈ રહ્યો જીવન તો નદીના પ્રવાહની જેમ ઝડપભેર દોડી રહ્યું છે. એક ક્ષણ પણ એ કોઈ માટે અટકતું નથી. જીવનના વર્ષો ૩૮૨ * * * * * * * * * * * ૪ Page #415 -------------------------------------------------------------------------- ________________ જાણે હરણના પૂંછડે બેસીને દોડી રહ્યા છે. હમણાં જ હજુ હું નાનો હતો. માતા-પિતાના ખોળામાં આળોટતો હતો. આજે યુવાન છું. આવતી કાલે વૃદ્ધ બની જઈશ. બસ આમને આમ જિંદગી પૂરી થઈ જશે ? ધર્મ વગરની જિંદગીનો અર્થ શો છે ? એમ તો કાગડા અને કુતરા પણ ક્યાં નથી જીવતા ? એ પણ ક્યાં પેટ નથી ભરતા ? શું ખાવું-પીવું અને મજા કરવી એ જ જિંદગી છે ? જો એમ જ હોય તો પશુઓને માણસ કરતાં શ્રેષ્ઠ માનવા પડશે. માણસનો મહિમા શાના કારણે છે ? ખરેખર ધર્મથી જ માણસ માણસ બને છે, બડભાગી બને છે. જેનામાં ધર્મ નથી તે માણસ નથી, પણ પૂંછડા અને શીંગડા વગરનો પશુ છે પશુ. પશુતા ભરી જિંદગીઓ ઘણી વખત જીવ્યા. હવે આ જન્મમાં તો એવું નથી જ કરવું. આ જન્મમાં તો અવશ્ય દિવ્યતા પ્રગટાવવી જ છે. એમને એમ ખાલી હાથે અહીંથી જવું નથી. કંઈક લઈને જ જવું છે. મૃત્યુ વખતે હૃદયમાં સંતોષ હોય, આત્માને તૃમિ હોય એવું કાંઈક કરીને જ જવું છે. બ્રહ્મચર્યવ્રત ધારણ કરતા અક્ષયરાજ : આમ અક્ષયરાજના હૃદયમાં વિચારનો સ્ફલિંગ પ્રગટી ઊઠ્યો. એ વિચારને વિચારરૂપે ન રાખતાં આચારમાં પણ લાવી દીધો. તે જ વર્ષે (વિ.સં. ૨૦૦૭) પૂજ્યશ્રી રૂપ વિજયજી મ.સા. પાસે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લીધું. અને સંસારથી મન વાળી લીધું. એટલું જ નહિ, પણ સાધનાના માર્ગે આગળ વધવા કમર કસી. શરીરને કેળવવા ધ્યાનમાં નિર્મળતા લાવવા પૂ. શ્રી રૂપ વિ.મ.ના (વિ.સં. ૨૦૦૭) ચાતુર્માસ દરમ્યાન ૧૬ ઉપવાસની તપશ્ચર્યા આદરી. અક્ષયરાજ વૈરાગ્યની વાટે : તપશ્ચર્યા સાથે ભક્તિમાં લીનતા, કાયોત્સર્ગ, જાપ, આગમસારાદિ ગ્રન્થોનું વાંચન વગેરે ભળતાં અક્ષયરાજનો વૈરાગ્યનો દીપક દાવાનળ બનીને ભભૂકી ઊઠ્યો. એનો આતમ-હંસ સંસારના પાંજરામાંથી મુક્તિ મેળવવા તલપી ઊઠ્યો અને પોતાના આત્માને સમજાવવા માંડ્યા : “ઓ * * * * * * * * * * * ૩૮૩ Page #416 -------------------------------------------------------------------------- ________________ આતમ હંસ ! ક્યાં સુધી તારે આ સંસારના પાંજરામાં પૂરાઈ રહેવું છે ? સંસારનું પાંજરૂં એ તારું નિવાસસ્થાન નથી, તારા નિવાસનું સ્થાન તો મુક્તિરૂપી માન સરોવર છે. પૂરાઈ રહેવું એ તારો સ્વભાવ નથી, પણ મુક્ત ગગનમાં ઉડ્ડયન કરવું તારો સ્વભાવ છે. જિંદગી શું બંધનોમાં જ પુરી કરી નાંખવી છે ? જીવનના લક્ષ્યને સિદ્ધ કર્યા વિના એમને એમ શું વિદાય લઈ લેવી છે ? જેવી રીતે અનંત જિંદગીઓ નિરર્થક થઈ તે રીતે આ જિંદગી પણ નિરર્થક જવા દેવી છે ? ઓ ચેતન હંસ ! સમજ, સમજ, હિંમત કર અને આ બેડીઓને તોડી નાખ. યાદ રાખ કે ઘરમાં બેઠા બેઠા આત્માનું દર્શન થતું નથી. એના માટે તો દીક્ષા જ લેવી પડે. તીર્થંકરો પણ જ્યાં સુધી દીક્ષા સ્વીકારતા નથી ત્યાં સુધી મનઃપર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન થતા નથી. માટે ઓ જીવ! જલદી કર. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. અવિરતિમાં રહીને લોખંડના ગોળા જેવો તું ક્ષણે-ક્ષણે બીજા જીવોને તાપ અને ત્રાસ આપી રહ્યો છે, તારા નિમિત્તે કેટલાય જીવો ત્રાસ અનુભવી રહ્યા છે. એ ત્રાસને દૂર કરવાનો એક જ માર્ગ છે ઃ પરમાત્માએ પ્રરૂપેલી પ્રવ્રજ્યાનો સ્વીકાર. : દીક્ષામાટે દૃઢ પ્રતિજ્ઞા : આમ અક્ષયરાજે દીક્ષા-સ્વીકારનો દૃઢ સંકલ્પ કરી લીધો અને આ નિર્ણય પોતાના ધર્મપત્ની આગળ પણ કહી દીધો : હવે તો મારે દીક્ષા જ લેવી છે. કા.સુ. ૧૫ પછી જે કોઈ પણ પ્રથમ શુભ મુહૂર્ત આવશે તે દિવસે હું દીક્ષા લઈશ અને જો રજા નહિ આપો તો ચારેય આહારનો ત્યાગ. આ મારી પ્રતિજ્ઞા છે. રતનબેનની મૂંઝવણ ઃ દીક્ષાની આ વાત પ્રથમ વાર જ સાંભળતા રતનબેન પર તો જાણે વીજળી તૂટી પડી. એ તો ત્યારે મૂંઝવણમાં મૂકાઈ ગયા. પતિદેવની સાથે બોલવું, ઝગડો કરવો કે આજ્ઞા ન માનવી તે એમના સ્વભાવમાં જ ન્હોતું. પતિદેવની આ વાત પોતાને તદ્દન અણગમતી હતી... પણ હવે કરવું શું ? એ * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૩૮૪ ** Page #417 -------------------------------------------------------------------------- ________________ શાણી નારીએ તરત જ પોતાના પિતા મિશ્રીમલજીને પત્ર લખીને આ વાત જણાવી. રતનબેનને એમ કે મારાથી એ નહિ માને પણ મારા પિતાજીથી તો અવશ્ય માનશે અને વૈરાગ્યનો ઊભરો ઠરી જશે પછી વાંધો નહિ આવે. પણ થયું ઊલટું. પિતાશ્રીનો થોડા જ દિવસોમાં પ્રત્યુત્તર આવ્યો અને રતનબેન તો સડક જ થઈ ગયા. ધાર્યા કરતાં જુદો જ જવાબ આવ્યો. મૂંઝવણ દૂર થવાને બદલે ઊલ્ટી વધી ગઈ. રતનબેનને થયું આ તો ભારે થઈ. “ઘરના બાળ્યા વનમાં ગયા, ને વનમાં લાગી આગ.' રતનબેનના પિતાએ એવું તે શું લખ્યું હતું કે જેથી રતનબેન મૂંઝાઈ ગયા ? મિશ્રીમલજીએ લખ્યું હતું : “અક્ષયરાજની દીક્ષા માટેની ભાવના જાણી ખૂબ જ આનંદ થયો. મારી પણ વર્ષોથી દીક્ષા લેવાની ભાવના છે, પણ હજુ અમલમાં મૂકી શકાઈ નથી... પણ મને જો આવો ઉત્તમ સહયોગ મળી જાય તો તરત જ દીક્ષાની ભાવના છે. તમો પણ તેમને અનુકૂળતા કરી આપશો. અને તમારા માટે તથા બન્ને બાળકો માટે કોઈ ચિંતા ન થાય તે રીતે બધી વ્યવસ્થા થઈ જશે.' પતિ અને પિતા બન્ને એક થઈ ગયા. હવે વ્યથા ક્યાં જઈને ઠાલવવી ? રતનબેન ધર્મના શરણે ? જ્યારે માનવી પાસે બાહ્ય કોઈ આધાર રહેતો નથી ત્યારે તે ધર્મના શરણે જવા ઈચ્છે છે. રતનબેનને પણ આખરે ધર્મ એ જ શરણું લાગ્યું. એ સામાયિક લઈને બેસી ગયાં. અને ચિંતન કરવા લાગ્યાં : શું કરવું ? એમને પતિદેવનો માર્ગ કલ્યાણકારી લાગ્યો. | સામાયિક પૂરું થયા પછી રતનબેને પતિદેવને કહ્યું : આપ સંયમના કલ્યાણકારી માર્ગે જાઓ છો, તે બહુ જ સારું છે. હું એમાં વિઘ્નરૂપ શા માટે બને ? પણ અમારો પણ કોઈ વિચાર કર્યો કે નહિ ? અમારું શું ? અમને પણ સંયમમાં રુચિ જગાડો તો અમે પણ તૈયાર થઈ આપની સાથે દીક્ષા લઈશું. માટે * * * * * * * * * ૩૮૫ Page #418 -------------------------------------------------------------------------- ________________ આપ ઊતાવળ ન કરો. અમારી રાહ જુઓ. આ વાતથી અક્ષયરાજ દ્વિધામાં પડી ગયા. એક બાજુ પોતાની પ્રતિજ્ઞા અને બીજી બાજુ ઘરવાળાઓની થોભી જવાની માંગણી ! શું કરવું ? મહાત્માની સલાહ ઃ ત્યાં બિરાજમાન પૂ. સુખસાગરજી મ. પાસે જઈને સલાહ માંગી. તેમણે જણાવ્યું કે ભાઈ ! તારી ભાવના શ્રેષ્ઠ છે, પણ આમ ઊતાવળ ન કરાય. માત્ર પોતાના આત્માનું હિત કરી લેવું યોગ્ય નથી. કુટુંબના જીવોનું હિત થતું હોય તો ધેર્ય રાખવામાં ઘણો લાભ છે. બીજું, દીક્ષા લેતાં પહેલાં ગુરૂનો પરિચય કરવો પડે. સાધુ-ક્રિયા વગેરેનો અભ્યાસ કરવો પડે અને વિહાર આદિની તાલીમ લેવી પડે. આ માટે ૨-૩ વર્ષ તારે ગાળવા જોઈએ. એથી તને પણ લાભ થશે અને તારા બાળકો વગેરેને પણ તું યોગ્ય રીતે કેળવણી આપતો રહે. તેમને સંયમની રુચિ જાગી જાય અને તે જો તૈયાર થઈ જાય તો તારી જે પ્રતિજ્ઞા છે તેમાં ભંગાણ નહિ પડે પણ વધુ લાભ થશે અને આમ વિધિપૂર્વક બધું કરવાથી જ સંયમની સાધનામાં સફળતા મેળવી શકાશે. મહાત્માની આ સલાહ અક્ષયરાજને સમુચિત લાગી. તે અનુસાર ધીરે... ધીરે... વ્યાપાર વગેરે તેઓ સંકેલવા લાગ્યા અને પૂ. સુખસાગરજી મ. પાસે નવતત્ત્વ પ્રકરણ વગેરેનો અભ્યાસ શરૂ કર્યો. ઘરમાં પણ બાળકોને ધાર્મિક સૂત્રો શીખવવા લાગ્યા. સામાયિકમાં સાથે બેસાડી તેમને ધર્મની વાતો/મહાપુરૂષોની જીવનઘટનાઓ વગેરે સરળ ભાષામાં સમજાવતા રહ્યા. | સદગુરુની શોધમાં : હવે લાખ રૂપિયાનો સવાલ એ થયો કે દીક્ષા તો લેવી, પણ કોની પાસે ? ગુરુ કોને કરવા ? જેના ચરણોમાં જીવનનું સંપૂર્ણ સમર્પણ કરી દેવાનું છે એવા સંસાર-તારક ગુરુદેવને શોધવા એ મહત્ત્વનું અને કપરું કાર્ય છે. વહાણ ચલાવનાર કમાન સાવધાન જોઈએ. પ્લેન ૩૮૬ * * * * * * * * * * * * કહે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ચલાવનાર પાયલોટ ગાફેલ ન જોઈએ. મોટર ચલાવનાર ડ્રાઈવર અસાવધ ન જોઈએ. એમની એક મિનિટની અસાવધાનતા અને અનેકોનું જીવન ખતરામાં... ડ્રાઈવર, પાયલોટ કે કમાન કરતાં ગુરુની ભૂમિકા ઘણી ઊંચે છે. પેલા તો માત્ર આ ભૌતિક દેહની જ નુકશાની આ જન્મ પૂરતી કરી શકે જ્યારે અસાવધ ગુરુ તો ભવોભવ બગાડી નાખે. માટે ગુરુ તો ઉત્તમોત્તમ જ જોઈએ. ગમે તેના ચરણોમાં જીવન કેમ મૂકાય ? સગુરુની શોધ માટે શાસ્ત્રમાં ૧૨ વર્ષ અને ૭૦૦ યોજન સુધી ફરવાનું કહ્યું છે. અક્ષયરાજ ગુરુનું મહત્ત્વ બરાબર સમજતા હતા. આથી તેમણે પોતાના સસરા મિશ્રીમલજીને આ માટે પૂછ્યું. તેમણે કચ્છ-વાગડ દેશોદ્ધારક સુવિશુધ્ધ સંયમમૂર્તિ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.સા.નું નામ સૂચવ્યું. તેમની પાસે આ નામ કેમ આવ્યું ? વાત એમ હતી કે તેમના નજીકના સંબંધી શ્રી લક્ષ્મીચંદભાઈ કોચર, જેઓ ફલોદીના જ વતની હતા, તેમણે પૂજ્ય કનકસૂરીશ્વરજી મ. પાસે દીક્ષા લીધેલી હતી અને તેમના શિષ્ય મુનિશ્રી કંચનવિજયજી મ. તરીકે સંયમની સુંદર સાધના કરી રહ્યા હતા. પૂજ્યશ્રી કંચનવિજયજીએ ગૃહસ્થપણામાં સદ્દગુરુની શોધ માટે ભારે પ્રયત્ન કરી અંતે પૂજ્યશ્રી કનકસૂરીશ્વરજી મ.સા.ને ગુરૂ તરીકે નક્કી કર્યા હતા. પૂજ્ય ગુરૂદેવ પાસે સપરિવાર અક્ષયરાજ ઃ ચારિત્ર સંપન્ન અનેક આચાર્યો, મુનિઓ છે, તેમાં વાગડ સમુદાય તરીકે સુપ્રસિદ્ધ પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મ.સા. તથા તેમના પટ્ટધર આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.સા.ના સાધુ-સાધ્વી સમુદાયની રહેણી-કરણી, આચારપાલનની ચુસ્તતા, તપ, ત્યાગ, વિધિ-આદર વગેરે ગુણોની ઘણી જ પ્રશંસા સાંભળવા મળતી હતી અને સાથે ફલોદીના * * * * * * * * ૩૮૦ Page #420 -------------------------------------------------------------------------- ________________ જ જ્યોતિર્વિદ વિદ્વાન મુનિરાજશ્રી કંચનવિજયજી મ. પણ આ જ સમુદાયમાં દીક્ષિત થયેલા હોવાથી તે સમુદાયમાં જ દીક્ષા લેવાનો સસરા-જમાઈએ નિર્ણય લીધો અને અક્ષયરાજભાઈ પોતાના બન્ને પુત્રો સાથે અમદાવાદ-વિદ્યાશાળા ખાતે પૂજ્ય સંઘસ્થવિર આચાર્યશ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ.સા. (બાપજી મ.)ની નિશ્રામાં ચાતુર્માસ બિરાજતા પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયકનકસૂરીશ્વજી મ.સા. પાસે ચાતુર્માસમાં રહ્યા અને સંયમ-યોગ્ય તાલીમ લેવા સાથે અભ્યાસમાં આગળ વધતા રહ્યા. (વિ.સં. ૨૦૦૯) અને રતનબેન ભાવનગર મુકામે પૂ.સા. નિર્મળાશ્રીજી પાસે અભ્યાસ કરવા થોડો સમય રહ્યાં. મહાભિનિષ્ક્રમણ માટે મથામણ : આમ અક્ષયરાજભાઈએ પોતાના બન્ને પુત્રો અને તેમની માતાને પૂજ્ય ગુરૂભગવંતોની નિશ્રામાં રાખીને દીક્ષા માટે યોગ્ય રીતે કેળવી અને સંયમની વિશેષ રૂચિવાળા બનાવ્યા. સૌની ભાવના સંયમ લેવા માટેની થઈ એટલે સસરા મિશ્રીમલભાઈને સમાચાર મોકલાવ્યા કે અમારી ચારેયની દીક્ષા માટે હવે એકદમ તૈયારી છે. તમો પણ જલદી આવો એટલે દીક્ષાના મુહૂર્ત જોવડાવી શકાય. અક્ષયરાજભાઈના પત્રથી મિશ્રીમલભાઈનું સંયમમાટે ઉત્સુક મન તૈયારી કરવા તત્પર બન્યું, પણ કેટલાંક સંયોગોના કારણે તેઓ જલ્દી કરી શકે તેમ ન હતા. એ હકીકત જાણીને અક્ષયરાજભાઈએ પૂજ્ય ગુરૂદેવ પાસે દીક્ષા ન લેવાય ત્યાં સુધી છ વિગઈના ત્યાગની પ્રતિજ્ઞા લીધી. મિશ્રીમલભાઈને તે હકીકત જણાવી. અક્ષયરાજભાઈની આવી મક્કમતા અને પ્રતિજ્ઞા જાણીને મિશ્રીમલજીભાઈએ તરત જ તૈયારી કરી. અને પાલિતાણા બિરાજમાન પૂજ્યપાદ તા૨ક ગુરૂદેવશ્રી વિજયકનકસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિવરશ્રી કંચનવિજયજી મ. આદિ પાસે જઈ દીક્ષાના શુભ મુહૂર્તો લઈ આવ્યા અને દીક્ષાનો શુભ-પ્રસંગ પોતાની જન્મભૂમિ ફલોદીમાં જ ઉજવવાનો નિર્ણય કર્યો. દીક્ષા માટે ગુરૂદેવને વિનંતિ : ૩૮૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #421 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૧૦, વૈશાખ સુદ ૧૦ નું મંગળ મુહૂર્ત લઈ મિશ્રીમલભાઈ ફલોદી ગયા અને દીક્ષાનો પ્રસંગ શાનદાર રીતે ઉજવવા સંઘના અગ્રણીઓ સાથે વિચાર-વિનિમય કરી આઠ દિવસના મહોત્સવનું આયોજન કર્યું. દીક્ષા આપવા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરવા સંઘના આગેવાન ભાઈઓ સાથે મિશ્રીમલભાઈ જઈ આવ્યા, પણ ઠેઠ કચ્છથી રાજસ્થાનમાં... આટલે દૂર પહોંચવાની તેઓશ્રીની શક્યતા ન જણાતાં સૌ નિરાશ થઈ ગયા. ગુરૂદેવની પુણ્ય-નિશ્રા વિના આનંદ કેમ આવે ? અક્ષયરાજભાઈએ આ નિરાશાપૂર્ણ સમાચાર સાંભળ્યા... પણ નિરાશ થવું તે અક્ષયરાજના સ્વભાવમાં ન્હોતું. તે તો આશાભર્યા હૈયે ઉપડ્યા ફરીથી જોરદાર વિનંતી કરવા... ગમેતેમ કરીને ગુરૂદેવશ્રીને ફલોદી લઈ જ આવવાના દૃઢ નિર્ણય સાથે કચ્છ-ભદ્રેશ્વર આવ્યા જ્યાં તેઓશ્રી બિરાજમાન હતા. અક્ષયરાજ એકલા જ આવ્યા હતા. સાથે કોઈ ન હતું. તેમણે ગુરૂદેવને આગ્રહપૂર્વક વિનંતિ કરતાં કહ્યું : “ગુરૂદેવ ! આપને ફલોદી પધારવું જ પડશે. મેં આજથી અટ્ટમનું પચ્ચકખાણ કરી જ લીધું છે. જ્યાં સુધી આપ હા નહિ પાડો ત્યાં સુધી હું પારણું નહિ કરું.” દીક્ષાર્થી અક્ષયરાજની અંતરની અપાર ભાવના જોઈ કૃપાળુ ગુરૂદેવે એકવાર તો કહી દીધું : “હા... ભલે હું આવીશ !' આથી અક્ષયરાજનો મન-મયૂર નાચી ઉઠ્યો. પ્રતિજ્ઞા પૂરી થઈ છે, સમજીને પારણું કર્યું. પરંતુ પછીથી ચક્રો બદલાયા. આણંદજી પંડિતજી વગેરે સુશ્રાવકોએ પૂજ્ય આચાર્યશ્રીને આવી નાદુરસ્ત તબિયતમાં એટલે દૂર ન જવા જણાવ્યું. હાર્ટના દર્દમાં દૂર ન જવું હિતાવહ છે - એ સમજી આચાર્ય ભગવંતે પણ તેમની વાત માની અને તેઓએ પોતાના વિદ્વાન શિષ્ય મુનિપ્રવરશ્રી કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૮૯ Page #422 -------------------------------------------------------------------------- ________________ કંચનવિજયજી મ. અને તેમની સાથે વડીલ તરીકે ધ્યાનપ્રેમી પૂ. રત્નાકરવિજયજી મ. - આ બે મહાત્માને ફલોદી વૈ.સુ.૧૦ના દીક્ષા પ્રસંગે પહોંચવાની આજ્ઞા કરી. વિનીત શિષ્યોએ નત - મસ્તકે તરત જ એ વાત સ્વીકારી લીધી. પૂજ્ય આચાર્ય ભગવંતના આશીર્વાદ સાથે તેઓએ ફલોદી તરફ પ્રયાણ કર્યું. અને ક્રમશઃ પહોંચ્યા. એ વખતે ફલોદીની જાહોજલાલી અનેરી હતી. દરેક ફિરકાઓના મળીને લગભગ એક હજાર જૈનોના ઘર હતા. - પ્રવજ્યાના પુનિત પંથે... ? ફલોદીના પુનિત આંગણે એક જ કુટુંબમાંથી પાંચ-પાંચ આત્માઓ દીક્ષિત થઈ રહ્યા હતા. એથી આખું ગામ હર્ષના હિલોળે ચડ્યું હતું. ચોરેને ચૌટે વાટેને ઘાટે એક જ વાત સંભળાતી હતી : દીક્ષા... દીક્ષા... અને દીક્ષા... ! ગુલાબની કળી જેવા કોમળ નાનકડા બે બાળકોને દીક્ષાના માર્ગે જતા જોઈને સૌના હૈયા ગદ્ગદ્ થઈ જતા હતા. સૌ બોલતા હતા કે – વાહ પ્રભુશાસનની કેવી બલિહારી છે કે નાના બાળકો પણ ત્યાગના માર્ગે હસતે મોંએ પ્રયાણ કરી રહ્યા છે. આપણે કેવા પામર કે હજુ પણ સંસાર છોડવા માટે મન તૈયાર થતું નથી. ધન્ય માતા! ધન્ય પિતા ! ધન્ય કુળ ! ધન્ય કુટુંબ ! ધન્ય દીક્ષાર્થી... ! એક પુણ્યશાળી આત્માને કારણે વાતાવરણ કેવું બદલાઈ જાય છે ? અક્ષયરાજના મનમાં ઊઠેલા પ્રવ્રજ્યાના પવિત્ર તરંગો તેમના સસરા, પત્ની, પુત્ર આદિ સૌ પર વીજળીવેગે ફરી વળ્યા. બધા દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા. જાણે કલિકાલના જંબૂસ્વામી !! દીક્ષા-દિન : “દીક્ષાર્થી અમર રહો... દીક્ષાર્થીનો જય જયકાર ! માનવ-જીવનનો એક જ સાર, સંયમ વિના નહિ ઉદ્ધાર.” વગેરે નારાઓથી આજે ફલોદીની શેરીઓ ગુંજી રહી હતી. નાના, મોટા, સ્ત્રી, પુરુષ, બાળક, બાલિકાઓ સૌ આનંદના કુંડમાં સ્નાન કરી રહ્યા હતા. ૩૯૦ * * * * * * * * * * * * ; Page #423 -------------------------------------------------------------------------- ________________ આજે વૈ.સુ. ૧૦નો દિવસ હતો. પાંચેય મુમુક્ષુઓ રાજવંશી પોશાકમાં સજ્જ થઈ વરસીદાન ઊછાળતા ઊછાળતા દીક્ષા-મંડપ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. અક્ષયરાજના આનંદની તો આજે કોઈ અવધિ જ ન રહી. ઘણા વર્ષોથી સેવેલું સ્વપ્ન સાકાર બનતું જોઈને કયો માણસ આનંદ ન અનુભવે ? બાળપણની ભાવના આજે સાચી બની રહી હતી. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે કરેલી આગાહી આજે તદ્દન સત્ય બની રહેલી દેખાઈ રહી હતી. (વિ.સં.૧૯૯૬માં ફલોદી ચાતુર્માસ બિરાજમાન આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.એ અક્ષયરાજનો હાથ જોઈને કહ્યું હતું કે – તું દીક્ષા લઈશ જ. ત્યારે અક્ષયરાજ પરિણીત હતા અને દીક્ષાની ભાવના મનના ઊંડાણમાં ગુચડું વાળીને ક્યાંય સૂઈ ગઈ હતી.) અક્ષયરાજ માટે વિશેષ આનંદની વાત એ હતી કે પોતાના કારણે સમગ્ર કુટુંબ અને સસરા પણ સંયમના માર્ગે સંચરી રહ્યા હતા. દીક્ષાર્થીઓનો વરસીદાનનો વરઘોડો આગળ વધતો વધતો જૈન ન્યાતી નોહરાના વિશાળ પટાંગણમાં પહોંચ્યો, જ્યાં દીક્ષા માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. મંડપમાં દીક્ષાની મંગળ વિધિ શરૂ થઈ. રજોહરણ-પ્રદાન થયું. તે વખતનું દૃશ્ય ખરેખર રોમાંચક હતું. હાથમાં રજોહરણ લઈને આનંદથી નાચતા બે બાળકોને જોઈને કોનું હૃદય ગદ્ગદ્ નહિ થયું હોય ? સ્નાન-મુંડનવિધિ પછી મુનિ-વેશમાં સજ્જ થયેલા મુમુક્ષુઓએ મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે તો ખરેખર કોઈ અદ્ભુત સૃષ્ટિનું અવતરણ થયું હોય તેવું લાગતું હતું. દીક્ષા મંડપમાં ઉપસ્થિત થયેલા સૌ લોકોની આંખો નાના બાળ મુનિઓ પર મંડાઈ હતી. સ્ત્રીઓ તો જોઈ જોઈને જાણે ધરાતી જ ન્હોતી. તે વખતે જે સૌના હૃદયમાં આનંદનો સાગર ઉછળી રહ્યો હતો - તે આનંદ વ્યક્ત કરવા શબ્દો વામણા પડે છે. નિરવધિ આનંદને શબ્દોના બીબામાં શી રીતે સમાવી શકાય ? કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૯૧ Page #424 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય મુનિશ્રી રત્નાકરવિજયજી મ. તથા પૂજ્ય મુનિશ્રી કંચનવિજયજી મ. દીક્ષાની મંગળ વિધિ કરાવી રહ્યા હતા. દિગબંધની ક્રિયા થયા પછી પાંચેય નૂતન મુનિઓના શુભ નામ આ પ્રમાણે જાહેર કરવામાં આવ્યા : સંસારી નામ નૂતન નામ (૧) મિશ્રી લાલજી (ઉં.વ.૪૯) મુનિશ્રી કલધૌતવિજયજી (પાછળથી વડીદીક્ષા વખતે મુનિશ્રી કમળવિજયજી) (૨) અક્ષયરાજ (ઉં.વ. ૩૦) . મુનિશ્રી કલાપૂર્ણવિજયજી (૩) જ્ઞાનચંદ (ઉં.વ. ૧૦) ... મુનિશ્રી કલાપ વિજયજી (વડીદીક્ષા વખતે કલાપ્રભ વિજયજી) (૪) આશકરણ (ઉં.વ. ૮) .. મુનિશ્રી કલ્પતરૂવિજયજી (૫) રતનબેન (ઉં.વ. ૨૬) .. સાધ્વીજી શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મુનિશ્રી કલધૌતવિજયજી અને મુનિશ્રી કલાપૂર્ણવિજયજી - આ બન્ને પૂજ્ય આચાર્યશ્રી વિજયકનકસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય તરીકે જાહેર થયા અને વડી દીક્ષા વખતે પૂજય આચાર્યદેવે તે બન્ને મુનિઓને મુનિશ્રી કંચનવિજયજીના શિષ્ય બનાવ્યા. બન્ને બાળ મુનિઓ પોતાના પિતા-ગુરૂના શિષ્ય બન્યા અને સાધ્વીજી સુવર્ણપ્રભાશ્રીજી પૂજ્ય આચાર્ય ભગવંતના આજ્ઞાવર્તી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીજી સુનંદાશ્રીજીના શિષ્યા બન્યા. દીક્ષા-મહોત્સવની પૂર્ણાહુતિ નિર્વિષ્ણપણે થઈ અને ફલોદીના સંઘની અતિ આગ્રહભરી વિનંતિ હોવાથી વિ.સં. ૨૦૧૦નું પ્રથમ ચાતુર્માસ ત્યાં જ થયું. ચાતુર્માસ દરમ્યાન નૂતન મુનિવરોને જ્ઞાનાભ્યાસમાં અને સંમયની આરાધનામાં ડૂબેલા જોઈને લોકોએ ખૂબ જ અનુમોદના કરી. અને જેઓ બાળ-દીક્ષાના વિરોધી હતા તેઓ પણ તેમની અંગત મુલાકાત લેતા. તેમની જીવન-ચર્યા, સતત પ્રવૃત્તિ અને પૂછેલા પ્રશ્નોના જવાબથી ખૂબ જ પ્રભાવિત થઈ આનંદ વ્યક્ત કરવા લાગતા. આખા ચોમાસામાં સંઘે ખૂબ જ સુંદર રીતે ધર્મઆરાધનાનો લાભ લીધો અને શાસનની અપૂર્વ પ્રભાવના ૩૯૨ * * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * Page #425 -------------------------------------------------------------------------- ________________ થઈ. ચાતુર્માસ દરમ્યાન મુનિશ્રી કલધૌતવિજયજીના સંસારી પુરા નથમલભાઈ (ઉં.વ. ૧૨) પણ ગુરૂદેવોના પુનિત સમાગમથી વૈરાગ્ય વાસિત બન્યા અને ચાતુર્માસ પછી માગસર સુદ _ ના શુભ દિવસે ભવ્ય મહોત્સવપૂર્વક તેમની દીક્ષા થઈ. તેમનું નામ મુનિશ્રી કલહંસવિજયજી રાખી તેમના પિતા-ગુરૂ (કલધૌત વિ.)ના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. આમ ચાતુર્માસની અપૂર્વ ધર્મ-આરાધના ઉપર સુવર્ણકળશ ચડ્યો. રાધનપુરમાં વડી દીક્ષા : ફલોદીથી વિહાર કરી પૂજ્ય રત્નાકર વિ.મ. પૂજ્ય કંચન વિ.મ. તથા નૂતન મુનિઓ ક્રમશઃ ગુજરાત તરફ આવ્યા. ત્યારે પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજયકનકસૂરીશ્વરજી મ.સા. રાધનપુર મુકામે બિરાજમાન હતા. સૌ મુનિઓ પૂજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં પહોંચ્યા. વાત્સલ્યની જીવંત મૂર્તિસમા પૂજ્ય આચાર્યશ્રીના દર્શનવંદનથી મુનિઓના અંતર આનંદથી ઝૂમી ઉઠ્યા. પ્રશાન્ત રસ ઝરતી તેમની ભવ્ય મુદ્રાને જોતાં જ લાગ્યું કે ખરેખર આવા ગુરૂ જ સંસારથી પાર ઊતારે, સંયમની સાધનામાં સ્થિર કરે. પૂજ્ય આચાર્યશ્રીએ નૂતન મુનિઓને વડીદીક્ષાના જોગમાં પ્રવેશ કરાવ્યો. ઉલ્લાસપૂર્વક યોગોદ્વહન કરતા મુનિઓએ નિર્વિને તે પૂર્ણ કર્યા. અને વિ.સં. ૨૦૧૧, વૈ. સુ. ૭ના શુભ-દિવસે વડી દીક્ષાની મંગળ વિધિ થઈ. આમ દીક્ષા પછી લગભગ એક વર્ષે વડી દીક્ષા થઈ. પૂજ્ય આચાર્ય ભગવંતના નિર્મળ વાત્સલ્ય સાથે છએ નૂતન મુનિઓ તપ, ત્યાગ, વિરાગ, વિનય, સેવા અને સ્વાધ્યાયાદિના અભ્યાસમાં પુરુષાર્થશીલ બન્યા. સંયમ-સાધના માટે વર્ષોથી ઝંખના કરતો અક્ષયરાજનો આત્મા આનંદથી નાચી ઊઠ્યો. જાણે બંધનમાંથી આત્મ-મયૂર મુક્ત બન્યો અને અનંત આકાશ તરફ ઉડ્ડયન આરંભ્ય. * * * * * * * * * * * * ૩૯૩ Page #426 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી કલાપૂર્ણવિજયજી (અક્ષયરાજ)ને એ વાતનો પાકો ખ્યાલ હતો કે દીક્ષા એ પૂર્ણાહુતિ નથી, પણ પ્રારંભ છે. એ ટોચ નથી, પણ ટોચ પર જવાની પગદંડી છે. ઘણા એમ માનતા હોય છે કે દીક્ષા લીધી એટલે પતી ગયું, હવે કાંઈ કરવાનું નહિ, પણ આ વાત બરાબર નથી. દીક્ષામાં પ્રવેશ એટલે કે સાધનામાં પ્રવેશ. દીક્ષાનું જીવન એટલે કે વિદ્યાર્થીનું જીવન. દીક્ષિત મુનિ એટલે સાધના માર્ગે દિન-પ્રતિદિન આગળ વધતો સાધક આત્મા ! દિવસે દિવસે એ પ્રગતિ કરતો જ રહે. ગુણનું અર્જન અને દોષનું વિસર્જન કરતો જ રહે. એક પણ દિવસ વિકાસની પ્રાપ્તિ સિવાયનો ન હોય. જે આગળ વધવાની ભાવના રાખતો નથી તે પાછળ પડ્યા વિના રહેતો નથી. આથી જ શ્રાવકોએ સાધુ બનવાની અને સાધુઓએ સિદ્ધ બનવાની ભાવના રાખવાનું કહ્યું છે. મુનિશ્રી કલાપૂર્ણવિજયજી મ.ને પહેલેથી જ સાધનાનું લક્ષ્ય હતું અને તે સાધનાએ સાધુતાના સ્વીકાર પછી અત્યંત વેગ પકડ્યો. સાધક આત્માને સાધનાને અનુકૂળ વાતાવરણ સામગ્રી વગેરે મળી જ જાય છે. જોઈએ ફક્ત સાધકની સાચી પાત્રતા અને જિજ્ઞાસા. પ્રભુ-ભક્ત અને શ્રત-ભક્ત મુનિશ્રી : સાધુ-જીવનને યોગ્ય કેટલુંક પ્રાથમિક જ્ઞાન મેળવવા સાથે મુનિશ્રી કલાપૂર્ણવિજયજીએ સંસ્કૃત બુક, કર્મગ્રન્થ આદિનો અભ્યાસ શરૂ કર્યો. જીવનમાં સહજ રીતે વણાયેલા દેવ-ગુરુ-ભક્તિ, વિનય, વેયાવચ્ચ અને ક્ષમાદિ ગુણો પણ શુકલ પક્ષની ચન્દ્ર-કળાની પેઠે વિકસિત થવા લાગ્યા. પૂજય મુનિશ્રીએ બે ચીજમાં ખાસ રસ કેળવ્યો. એક બાળપણથી જ પોતાને ગમતી ભગવાનની ભક્તિનો રસ અને બીજો ભણવાનો રસ. ૩૯૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #427 -------------------------------------------------------------------------- ________________ જયારે ભગવાનની મૂર્તિ જુએ ત્યારે ગાંડા-ઘેલા થઈ જાય. મૂર્તિમાં સાક્ષાત્ ભગવાન જુએ અને બાળકની જેમ વાતો કરવા લાગી જાય. સ્તવનો બોલતાં એટલા તો ભાવ-વિભોર બની જાય કે ભાન જ ભૂલી જાય. ભક્તિમાં કલાકોના કલાકો વીતી જાય. ભૂખ, તરસ, થાક - બધું જ ભૂલી જાય. ગમે તેટલો વિહારનો થાક લાગેલો હોય. વૈશાખ મહિનામાં ગમે તેટલી તરસ લાગેલી હોય, ગોચરીનો સમય થઈ ગયો હોય, પણ ભગવાનની મૂર્તિ મળી એટલે ખલાસ... ! બધું જ જાણે મળી ગયું. આવી અપૂર્વ મસ્તીથી કરાતી ભક્તિથી એમની સુસ્તી ઊડી જતી અને પ્રભુ પાસેથી એમને નવું જ બળ મળી રહેતું. સાધનાનું બળ તેઓ આ રીતે પ્રભુ પાસેથી મેળવી લેતા. જેમણે ભગવાનની અનંતતા સાથે અનુસંધાન કર્યું એ ક્યાંય નિરાશ થાય કે નિષ્ફળ જાય એ વાતમાં કોઈ માલ નથી. સદા આશાપૂર્ણ વિચારો, શ્રદ્ધા અને પ્રેમભર્યું હૃદય, ઊછળતો ઉત્સાહ, પ્રસન્ન મુખમુદ્રા, પ્રશાન્ત વાણી - આ બધું જ પ્રભુ ભક્તિની કલ્પ વેલડીમાંથી મળેલાં ફળો છે. આ ફળો જેમણે આસ્વાદ્યા તે સ્વયં તો શક્તિ અને પ્રસન્નતાનો ફુવારો બને જ, પણ સંસર્ગમાં આવનારા અન્યને પણ પ્રસન્નતાથી નવડાવી દે. બીજો તેમને રસ હતો જિનાગમ ભણવાનો. જેને પ્રભુ ગમ્યા તેમને પ્રભુની વાણી પણ ગમે જ. જિનાગમ એ પ્રભુની વાણીનો સંગ્રહ છે. ભક્તિથી હૃદય વિકસિત થાય છે અને આગમ અધ્યયનથી મગજ વિકસિત થાય છે. વિકસેલું હૃદય શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમથી જીવનને રસ તરબોળ બનાવી દે છે અને વિકસેલું મગજ તર્કશક્તિ અને વિચાર-શક્તિથી જીવનને અપૂર્વ તેજ આપે છે. પ્રભુ-ભક્તિ અને શ્રુત-ભક્તિ દ્વારા પૂજયશ્રીમાં બન્ને ગુણોનો વિકાસ થઈ રહ્યો હતો. જ્ઞાન-પિપાસા પૂજ્યશ્રીમાં એટલી બધી તીવ્ર બની કે જ્યાં ક્યાંય પણ જ્ઞાન મેળવવા જેવું લાગે ત્યાં પહોંચી જાય. પૂજ્યશ્રીએ અત્યાર સુધીમાં ઘણાની પાસે ઘણું મેળવ્યું છે. કહે, * * * * * * * * * * * * ૩૬૫ Page #428 -------------------------------------------------------------------------- ________________ તેની આછી ઝલક નીચે મુજબ છે : વિ.સં. ૨૦૧૨ ચાતુર્માસ પંન્યાસજીશ્રી મુક્તિવિજયજી પાસે લાકડીઆ (કચ્છ) મુકામે ત્રિષષ્ટિ આદિનું અધ્યયન. વિ.સં. ૨૦૧૪ ચાતુર્માસમાં પૂ.આ. વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. ની સાથે ચોમાસું રહી તેમના શિષ્યો પાસે અધ્યયન. - વિ.સં. ૨૦૧૫ ચાતુર્માસમાં વઢવાણ મુકામે પંડિતજી અમૂલખભાઈ પાસે અધ્યયનાર્થે. વિ.સં. ૨૦૧૭-૨૦૧૮ ચાતુર્માસમાં જામનગર ખાતે વ્રજલાલપંડિતજી પાસે ન્યાય-દર્શનાદિનું અધ્યયન. વિ.સં. ૨૦૨૫માં પૂ.પં.શ્રી મુક્તિવિજયજી (પાછળથી આ. શ્રી વિ. મુક્તિચન્દ્રસૂરિજી મ.) પાસે અમદાવાદ મુકામે અધ્યયન. વિ.સં. ૨૦૩૧, ૨૦૩૨ ચાતુર્માસમાં ક્રમશઃ બેડા-લુણાવા (રાજ.) તથા વિ.સં. ૨૦૩૪ ચાતુર્માસ પિંડવાડા (રાજ.) મુકામે સાધના, ધ્યાન આદિ અંગે પૂજ્ય યોગનિષ્ઠ પં. શ્રી ભદ્રંકર વિ.મ. પાસે માર્ગદર્શન તથા તેમની અનન્ય કૃપા મેળવી. વિ.સં. ૨૦૩૭ - ૨૦૩૮ - ૨૦૩૯ - ૨૦૪૭માં બહુશ્રુત પૂ. મુનિશ્રી જેવિજયજી મ. પાસેથી આગમ વાચના. વિ.સં. ૨૦૩૯ ચાતુર્માસમાં અમદાવાદ (શાન્તિનગર) મુકામે વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીજી મહારાજ પાસેથી પણ આશીર્વાદ તથા તેમના વિશાળ અનુભવની પ્રાપ્તિ. આમ પૂજ્યશ્રીએ જ્યાંથી જેટલું મેળવાય તેટલું નમ્ર બનીને લીધા જ કર્યું છે. ક્યારેય પોતાનું પદ પોતાનો “અહમ આગળ કર્યો નથી. અહંનો સાધક “અહંથી કેમ લેવાય ? ગુરૂઆજ્ઞા સ્વીકારતા મુનિશ્રી : ગુરુ-આજ્ઞા પાલનનો તેમનો એક પ્રસંગ ખૂબ જ બોધપ્રદ છે. જ્યારે જામનગર બે ચાતુર્માસ કરી પૂજ્યશ્રી પોતાના ગુરુદેવાચાર્ય પાસે ભચાઉ આવ્યા. (સંવત ૨૦૧૯) ત્યારે સાથે જ ચોમાસું કરવાની ભાવના હતી અને ગુરુદેવની આજ્ઞા પણ તેવી જ હતી. પણ ત્યાંજ ગાંધીધામ જૈન સંઘ પૂજ્ય ગુરુદેવશ્રી ૩૯૬ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #429 -------------------------------------------------------------------------- ________________ પાસે અપાર ભાવ લઈ ચાતુર્માસની વિનંતી કરવા આવ્યો. ગુરુદેવને ખૂબ જ મૂંઝવણ થઈ. “કોને મોકલવા ? મુનિશ્રી કંચનવિજયજી મ. તો આગલી સાલે જ ચોમાસું કરી આવ્યા છે. ૫. દીપવિજયજીનું ચોમાસું સામખીઆળી નક્કી થયેલું છે. પં. ભદ્રંકરવિજયજી તો ખાસ મારી પાસે રહેવા આવ્યા છે અને મુનિશ્રી કલાપૂર્ણવિજયજી જો કે જઈ શકે તેવા છે, તે પણ મારી સાથે ચોમાસુ રહેવા આવ્યા છે. કોઈને ત્યાં જવા કહી શકાય તેમ નથી અને આ બાજુ ભાવનાવાળા સંઘને ના પણ કહી શકાય તેમ નથી.” ખરેખર ગુરુદેવ દ્વિધામાં મૂકાઈ ગયા. ગુરુદેવની આ મૂંઝવણ ચકોર-શિષ્યથી છાની શી રીતે રહે ? સુવિનીત શિષ્યો તો મુખના ભાવોથી ઇગિત આકારોથી જ ગુરુદેવોનો અભિપ્રાય સમજી જતા હોય છે. મુનિશ્રી કલાપૂર્ણવિજયજી ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવે કહ્યું આવી પરિસ્થિતિ છે. બોલો, હવે શું કરશું ?' “જેવી આપની આજ્ઞા, સુવિનીત શિષ્ય સુવિનીત જવાબ વાળ્યો. આથી સંતુષ્ટ થયેલા પૂજ્ય ગુરુદેવાચાર્યે અંતરની આશિષપૂર્વક બે પુત્ર-શિષ્યો સાથે ગાંધીધામ ચાતુર્માસ અર્થે મોકલ્યા અને આશીર્વાદ આપતા કહ્યું. “સુંદર આરાધના કરજો અને કરાવજો અને ચોમાસું પૂર્ણ થયે હું તમને તરત જ બોલાવી લઈશ. કાંઈ ચિંતા કરશો નહિ.' ગુરુદેવની આશિષ લઈ મુનિઓ ગાંધીધામ ગયા. દોઢ મહિનો પસાર થયો ત્યાં જ સમાચાર આવ્યા. શ્રા.વ.૪ના પૂજ્ય આચાર્યશ્રી કાળધર્મ પામ્યા છે. આ સાંભળતાં જ ત્રણેય મુનિઓના દિલ સ્તબ્ધ બની ગયા અને વાત્સલ્ય-સાગર ગુરુદેવનું વાત્સલ્ય, યોગ-ક્ષેમ કરવાની કાળજી વગેરે ગુણોને યાદ કરતા ગુરુ-વિરહે ધ્રુસકેધ્રુસકે રડવા માંડ્યા. “જલ્દી બોલાવી લઈશ”નું આશ્વાસન આપનાર સૂરિદેવે પોતે જ જલ્દી ચાલ્યા ગયા...! રડતા બાળ શિષ્યોને છોડીને... આમ કેટલોક સમય શોકાકુલ ચિત્તે પસાર કરી આખરે * * * * * * * * * * * * ૩૯૦ Page #430 -------------------------------------------------------------------------- ________________ વિચાર્યું : “સૂરિદેવનો પાર્થિવ-દેહ ભલે હયાત નથી, પણ ગુણદેહ અમર છે. તેમનો જીવનપંથ આપણી સમક્ષ મોજૂદ છે. એ પંથે પ્રયાણ કરવું એમના ગુણો સ્વ-જીવનમાં ઉતારવા એ જ સાચી ગુરુ-ભક્તિ છે. આમ ત્રણેય મુનિઓ મનને સમજાવી સંયમ-આરાધનામાં તત્પર બન્યા. છેલ્લે સમયે પોતે હાજર ન રહી શક્યા. એ વાતનું દુઃખ જરૂર હતું, પણ ગુરૂઆજ્ઞા પાળી તેનો ખૂબ જ સંતોષ હતો. ગુરૂ-આજ્ઞાને અવગણીને તેમણે સાથે રહેવાની હઠ પકડી હોત તો શું થાત ? કદાચ ગુરૂનિશ્રા મળત, પણ ગુરૂના અંતરના આશીર્વાદ ન મળત. ખરેખર પૂજ્યશ્રીએ આચાર્યશ્રીના અંતરના પ્રબળ આશીર્વાદ મેળવી લીધા હતા. તે વખતે ગુરુદેવને પણ ખબર કદાચ નહિ હોય કે મારા આશીર્વાદની તાકાતથી મુનિશ્રી કલાપૂર્ણવિજયજી ભાવિમાં આચાર્ય બની સમુદાય નાયક બનશે.” ભાવિના ભેદ ખરેખર અકળ હોય છે. સામાન્ય દેખાતો માણસ ક્યારે અસામાન્ય બની જાય તે કોણ કહી શકે તેમ છે ? નીતિશાસ્ત્રમાં કહ્યું છે : ‘ીણાં ચરિત્ર પુરુષસ્ય ભાગ્યે, દેવો ન જાનાતિ કુતો મનુષ્યઃ ” સ્ત્રીઓનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય દેવ પણ જાણી શકતો નથી તો માણસ ક્યાંથી જાણી શકે ? દૂબળા-પાતળા દેહવાળા, સદા નીચું ઘાલીને ભણવાવાળા ભગવાનના ભક્ત સામાન્ય દેખાતા આ કલાપૂર્ણવિજયજી મહાન આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી બનશે - એવું તે વખતે કદાચ કોઈની કલ્પનામાં પણ નહિ હોય. પૂજ્ય આચાર્યશ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ૯ ગાંધીધામ ચાતુર્માસ પછી વિરહવ્યથિત બનેલ મુનિશ્રી કલાપૂર્ણવિજયજી તથા સામખીયાળી ચાતુર્માસસ્થિત પૂજય પંન્યાસજી દીપવિજયજી આદિ ભચાઉ મુકામે મળ્યા. સામુદાયિક કર્તવ્યો અંગે કેટલીક વિચારણા કરી. હવે મુખ્ય પ્રશ્ન એ હતો કે સમુદાય-નાયક કોણ બને ? સૌની નજર પં.શ્રી દીપવિજયજી પર ઠરી. ખરેખર એ અત્યંત ૩૯૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #431 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય મહાત્મા હતા. તેમણે પોતાના ગુરૂદેવ આ.શ્રી વિ. કનકસૂરીશ્વરજી મ.સા.ની અખંડ સેવા અને વિનયપૂર્વક ૨૩ ચાતુર્માસ તો તેમની સાથે જ કર્યા હતા અને ૧૪ ચાતુર્માસ આજ્ઞા-પાલનના ઉદ્દેશથી વિવિધ ક્ષેત્રોમાં કર્યા હતા. પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાથી પર હતા. સરળ હૃદયી અને નિઃસ્પૃહ સાધુરત્ન હતા. આથી જ પૂજ્ય આચાર્યશ્રીએ તેમને સંવત્ ૨૦૦૪માં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા હતા. આવા સુયોગ્ય નિઃસ્પૃહ મહાત્માને આચાર્યપદવીમાટે વાગડ સાત ચોવીશીના તથા બીજા અનેક સંઘોએ વિનંતિ કરી... પણ નિઃસ્પૃહ પંન્યાસજીએ સમુદાયનું સંચાલન કરવા પોતાની લાચારી બતાવી ત્યારે મુનિશ્રી કલાપૂર્ણવિજયજીએ તેમને સંપૂર્ણ સહયોગ આપવાનું વચન આપી ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતિ કરી. આથી પંન્યાસજી મ. મૌન રહ્યા એટલે વાગડ જૈન સંઘે આ ભવ્ય પ્રસંગને ભવ્ય રીતે ઊજવવાની તૈયારી કરી અને વિ.સં. ૨૦૨૦, વૈ.સુ.૧૧ મંગળ દિને પંન્યાસજી શ્રી દીપવિજયજી મ. આચાર્ય પદ પર આરૂઢ થયા અને પૂજ્ય આચાર્યશ્રી વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી નામે સમુદાય નાયક રૂપે જાહેર થયા. પૂ. આચાર્યશ્રીના સહયોગી મુનિશ્રી : પૂજ્ય ગુરુદેવના કાળધર્મ પછી માથે આવી પડેલી સાધુસાધ્વીજીના વિશાળ સમુદાયના સંચાલનની જવાબદારીને પોતાનું કર્તવ્ય સમજી ખૂબ વાત્સલ્ય અને કુનેહપૂર્વક નૂતન આચાર્યદેવશ્રી કરવા લાગ્યા અને મુનિશ્રી કલાપૂર્ણવિજયજીને પણ આ સામુદાયિક સર્વ જવાબદારીઓમાં સહયોગી તરીકે સાથે રાખી વ્યાખ્યાન વગેરેની કેટલીક જવાબદારીઓ સુપ્રત કરી. ૭૨ વર્ષની મોટી ઊંમર અને પગની તકલીફના કારણે ચાલીને વિહાર કરી શકાય તેવી સ્થિતિ ન હોવાથી આશ્રિત મુનિ-વર્ગની સંયમ-૨ક્ષા વગેરે વિશેષ કારણોને લક્ષમાં રાખી અપવાદરૂપે ડોલીનો ઉપયોગ કરવો પડ્યો. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * - ઝ = = = = = = = = = = ૩ ૯ Page #432 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રીને પંન્યાસ-પદ : મુનિશ્રી કમળવિજયજી તથા મુનિશ્રી કલાપૂર્ણવિજયજી આદિ મુનિઓની જન્મભૂમિ ફલોદી (રાજ.) ગામના આગેવાન શ્રાવકો ચાતુર્માસની વિનંતિ કરવા આવ્યા. તેમની આગ્રહભરી વિનંતિને લક્ષમાં લઈ પૂજ્યશ્રીએ સંમતિ દર્શાવી અને સંવત ૨૦૨૪નું ચાતુર્માસ ફલોદીમાં થયું. | મુનિશ્રીમાં વિનય, ભક્તિ, વૈરાગ્ય,સમતા, પ્રવચન - શક્તિ વગેરે ગુણો હવે તો સોળે કળાએ ખીલી ઊઠ્યા હતા અને કલાપૂર્ણવિજયજી ખરા અર્થમાં “કલાપૂર્ણ બની ગયા હતા. ચન્દ્ર જેમ ચાંદની દ્વારા સર્વત્ર પ્રસન્નતા ફેલાવે તેમ મુનિશ્રી સર્વત્ર પ્રસન્નતા ફેલાવી રહ્યા હતા. કચ્છ-વાગડ આદિની જૈન-જનતામાં એક શાન્ત ત્યાગી અને સાધક આત્મા તરીકે એમની સુવાસ ફેલાઈ ચૂકી હતી. પ્રશમની લબ્ધિ એટલી બધી પ્રાપ્ત થઈ ચૂકી હતી કે ગમે તેવો ક્રોધાવિષ્ટ માણસ એમની પાસે આવતાં ઠંડોગાર બની જતો. પોતાની આવી શક્તિથી તેમણે કેટલાય ગામોના ઝઘડાઓ જે વર્ષોથી શમતા ન્હોતા તે શમાવ્યા હતા. મનફરામાં મહાજનવાડીમાં ફોટો રાખવો કે ન રાખવો ? એ અંગે મોટે પાયે તકરાર ચાલી રહી હતી, તે ક્ષણવારમાં પૂજ્યશ્રીએ મિટાવી હતી. આવા-આવા અનેક ગુણોથી ચારે તરફ તેમની ચાહના વધવા લાગી હતી અને તેમને પંન્યાસપદથી વિભૂષિત કરવા માટેની વિનંતિઓ ઘણા સમયથી ચાલતી હતી. આથી પૂજ્ય આ.શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ તેમની સુયોગ્યતા જાણી “ભગવતી સૂત્ર'ના જોગમાં પ્રવેશ કરાવ્યો. અને ફલોદીચાતુર્માસ પછી છરી પાલક યાત્રા સંઘ સાથે જેસલમેર તીર્થની યાત્રા કરી ફલોદી પાછા પધાર્યા. સંઘની આગ્રહભરી વિનંતીથી ઉપધાનતપની મંગળ આરાધના શરૂ થઈ ત્યાર પછી વિ.સં. ૨૦૨૫ મહા સુદ ૧૩ શુભ દિવસે મુનિશ્રી કલાપૂર્ણવિજયજીને અનેરા જિન-ભક્તિ-મહોત્સવ સાથે ગણિ-પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ફરી ફલોદી નિવાસી મુમુક્ષુરત્ન શ્રી ૪૦૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #433 -------------------------------------------------------------------------- ________________ હેમચંદભાઈ (જેઓ સંસારીપણે પૂજ્યશ્રીના પિતરાઈ ભત્રીજા થાય)ની દીક્ષા થઈ. તેઓ પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી કીર્તિચન્દ્રવિજયજી તરીકે ઘોષિત થયા. પંન્યાસ પદ મળ્યું હોવા છતાં પૂજ્યશ્રી, આચાર્યદેવશ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની સેવામાં એક નમ્ર સેવકની જેમ સદા તત્પર રહેતા. મહાપુરુષોની આ જ વિશેષતા હોય છે કે મહત્તા પ્રાપ્ત થવા છતાં તેઓ ગર્વ કદી કરતા નથી. પૂજ્યશ્રીમાં આ ગુણ તો નાનપણથી જ હતો. ઘણું કરીને પૂજ્યશ્રી, આચાર્યશ્રીની સાથે જ રહેતા. કોઈ કાર્યપ્રસંગે જુદું પડવાનું થાય તો તે કાર્ય પતાવી તરત જ આચાર્યશ્રીની સાથે થઈ જતા. જે જે ક્ષેત્રમાં જતા ત્યાં ત્યાં તાત્ત્વિક અને કરૂણાસભર પ્રવચનો દ્વારા લોકોમાં ધર્મ-જાગૃતિ આણતા. પૂજ્યશ્રીનું પ્રવચન સહજ, સરળ અને અસરકારક રહેતું. પૂજ્યશ્રીના પ્રવચનો પ્રાયઃ પૂર્વ તૈયારી વગરના જ રહેતા. આજે પણ તેઓ પૂર્વ તૈયારી વિના જ પ્રવચનો આપે છે. અંતરના ઊંડાણમાંથી નીકળેલા એ શબ્દો શ્રોતાના હૃદયમાં સોંસરા ઊતરી જાય છે. પંન્યાસ-પદ-પ્રાપ્તિ પછી પૂજ્ય આચાર્ય શ્રી વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. સાથે ચાર ચાતુર્માસ કર્યા. વિ.સં. ૨૦૨૭માં ખંભાતમાં મનફરા નિવાસી રતનશી પુનશી ગાલાને દીક્ષા આપી મુનિશ્રી કુમુદચન્દ્રવિજયજી નામે સ્વશિષ્ય બનાવ્યા. વિ.સં. ૨૦૨૮, મહા સુદ-૧૪ના શુભ દિવસે કચ્છની રાજધાની ભુજમાં એકીસાથે થયેલી ૧૧ દીક્ષામાં પાંચ પુરુષો અને છ બહેનો હતા. પાંચમાંથી ત્રણ સ્વસમુદાયમાં દીક્ષિત બન્યા હતા. મનફરા નિવાસી બંધુયુગલ મેઘજીભાઈ ભચુભાઈ દેઢિ, મણિલાલ ભચુભાઈ દેઢિઆ તથા ભુજ નિવાસી પ્રકાશકુમાર જગજીવન વસા ક્રમશઃ મુનિશ્રી મુક્તિચન્દ્રવિજયજી, મુનિશ્રી મુનિચન્દ્રવિજયજી તથા મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી તરીકે ઘોષિત થયા. વિ.સં. ૨૦૨૮માં લાકડીઆ મુકામે પૂજ્ય આ.શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ.નું કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૪૦૧ Page #434 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું ચોમાસું થયું. પૂ.આ.શ્રી વિ. કનકસૂરીશ્વરજી મ.સા.ના કાળધર્મ પછી પૂજ્યશ્રી પૂ.આ.વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની સાથે જ રહેતા. વિ.સં. ૨૦૨૦ થી વિ.સં. ૨૦૨૦ સુધીના તમામ ચાતુર્માસ સાથે જ કર્યા. આમ તેમની સાથે રહેતાં સમુદાય-સંચાલનની સારી એવી તાલીમ મળતી રહી. - પૂજ્યશ્રીના ગુરુદેવ મુનિશ્રી ક્યનવિજયજી મ.સા. : પૂજય ગુરુદેવશ્રી કંચન વિજયજી મહારાજ તપસ્વી, નિઃસ્પૃહી અને અન્તર્મુખી જીવનના સ્વામી હતા. સંસ્કૃતપ્રાકૃત-ભાષાના અભ્યાસ ઉપરાંત પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં રહી આગમાદિ સૂત્રોનું સુંદર અધ્યયન કર્યું હતું અને જ્યોતિષ વિદ્યાનો પણ ઊંડો અભ્યાસ હતો. કીર્તિ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની પામર મનોવૃત્તિઓથી તેઓ સદા પર હતા. કોઈની પાસેથી પોતાનું કામ ન કરાવતાં જાતે જ પોતાનું કામ કરતા. આ સ્વાશ્રયનો ગુણ તેમનામાં અદ્દભુત રીતે વિકસ્યો હતો. પોતાના પાંચ-પાંચ શિષ્ય-પ્રશિષ્યો છતાં સેવાની અપેક્ષાથી સર્વથા પર તેઓશ્રી પોતાના શિષ્યો સમુદાય-નેતા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. સાથે વિચરે અને સ્વ-પરનું કલ્યાણ કરે તેમાં જ આંતરિક સંતોષ અનુભવતા. પૂજ્ય પંન્યાસજીશ્રી કલાપૂર્ણવિજયજીએ ઉપકારી ગુરુદેવને સેવામાટે અનેક વિનવણીઓ કરવા છતાં આ સ્વાશ્રય ગુણ સંપન્ન આ મહાપુરુષ પોતાની સેવા બીજા પાસે નહિ કરાવવાની દઢતાને વળગી રહ્યા હતા. આવા નિઃસ્પૃહી, સ્વાશ્રયી અને સંયમી મહાત્માએ તબિયતના કારણે છેલ્લા વરસોથી ભચાઊ મુકામે સ્થિરતા કરી હતી. વિ.સં. ૨૦૧૮ની શરૂઆતમાં જ જ્યોતિષવિદ્યાના બળે પોતાનું આયુષ્ય ટૂંકું જાણી આત્મકલ્યાણ-કામી આ મહાત્માએ જ્ઞાન-પંચમીના દિવસથી જ ચોવિહાર ઉપવાસના ૧૬ દિવસના પચ્ચકખાણ કર્યા. અપૂર્વ સમતા-ભાવ સાથે આત્મ-ધ્યાનમાં લીનતાપૂર્વક ૧૨મા ઉપવાસે (વિ.સં. ૨૦૨૮, કા.વ.૨) ૪૦૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #435 -------------------------------------------------------------------------- ________________ સમાધિપૂર્વક ભચાઊ મુકામે કાળધર્મ પામ્યા. આધોઈ ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય આ.શ્રી વિ. દેવેન્દ્રસૂરિજી મ. તથા પ.પૂ.પં.શ્રી કલાપૂર્ણ વિ.મ. આદિ બીજા જ દિવસે ભચાઊ આવી પહોંચ્યા. સાધુ યોગ્ય વિધિ કરી સૌ એ મહાત્માની નિરીકતાને વંદી રહ્યા હતા. પૂજ્ય પંન્યાસજી મ. કૃતજ્ઞભાવે અંજલિ આપતાં ગગદ્ થઈ ગયા. શતશઃ વંદન એ નિઃસ્પૃહ શિરોમણિ મહાત્માને...! છરી’ પાલક સંઘ અને સૂરિપદ પ્રદાન : લાકડીઆના ચાતુર્માસ પછી પૂજ્ય આચાર્યદેવશ્રી તથા પૂજ્ય પંન્યાસજી મ. આદિ કટારીઆ પધાર્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં ત્યાંથી સંઘવી રસિકભાઈ બાપુલાલભાઈ તરફથી છ“શી” પાલક સંઘનું પ્રયાણ થવાનું હતું. તે પ્રસંગે અનેક ગામોના અનેક આગેવાન મહાનુભાવો ત્યાં આવેલા હતા. તેમના મનમાં એક વિચાર ઝબક્યો : પંન્યાસજી મ.ને આચાર્ય-પદ-પ્રદાન કરવામાં આવે તો બહુ જ સારું. સમુદાયમાં અત્યારે જરૂર છે. પૂજ્ય આચાર્યશ્રી વયોવૃદ્ધ છે અને પંન્યાસજી મ. સુયોગ્ય છે. માટે તેમને આચાર્ય-પદવી અપાય તો સારું. સૌએ સાથે મળીને પૂજ્ય આચાર્યશ્રીને આ માટે વિનંતી કરી ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે હું તો ક્યારનોય આચાર્યપદ લેવા માટે પંન્યાસજી મ.ને આગ્રહ કરી રહ્યો છું, પણ મારું તેઓ માનતા જ નથી. હવે તમે સૌ મળીને તેમને સમજાવો. હું તો પદવી આપવા તૈયાર જ છું. મને લાગે છે કે આજે તમારી પ્રબળ-ભાવના અને વિનંતી પાસે તેમને નમવું પડશે. બોલાવો પંન્યાસજી મ.ને. પૂજ્યશ્રીની આજ્ઞા થતાં જ પંન્યાસજી મ. નત-મસ્તકે તેમના ચરણોમાં ઉપસ્થિત થયાં. સૌએ જોરદાર વિનંતી કરી અને આખરે પૂજ્ય આચાર્યશ્રીએ જ પદવી-ગ્રહણ માટે સ્પષ્ટ આજ્ઞા ફરમાવી અને પંન્યાસજીના મસ્તકે વાસક્ષેપ કર્યો. ઉપસ્થિત જન-સમુદાયે ઉલ્લાસપૂર્ણ હૃદયે જિનશાસનનો જયનાદ ગજાવ્યો. માગસર સુદ ત્રીજનો શુભ દિવસ નક્કી થયો. સૂરિ-પદ * * * * * * * * * * * * ૪૦૩ Page #436 -------------------------------------------------------------------------- ________________ પ્રદાન અને સંઘમાળ સાથે જ હતા. સૌ ભક્તજનો તો આયોજનની ઝડપી તૈયારીમાં લાગી ગયા. યાત્રા-સંઘનો ભદ્રેશ્વર તીર્થમાં શુભ-પ્રવેશ થયો. તીર્થમાળ અને સૂરિ-પદ-પ્રદાનનો મોટો પ્રસંગ નિહાળવા માનવમહેરામણ ઊમટી આવ્યો. વિ.સં. ૨૦૨૯, માગ.સુ.૩ના પવિત્ર પ્રભાતે પૂજ્ય આચાર્યશ્રી વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ પંન્યાસજી મ.ને આચાર્ય-પદ પર આરૂઢ કર્યા. નૂતન આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરિ મહારાજકી જય'ના ગગન ભેદી નાદોથી તીર્થનું પવિત્ર વાતાવરણ ગુંજી ઊડ્યું. પોતાના હાથે પોતાના એક સુયોગ્ય ઉત્તરાધિકારીને સૂરિપદ-પ્રદાન કરવાની મનોભાવના આજના શુભ-દિવસે પરિપૂર્ણ થતાં વયોવૃદ્ધ આચાર્યશ્રીએ અપૂર્વ આત્મ-સંતોષ અનુભવ્યો. - પૂજ્ય દેવેન્દ્રસૂરિજી મ.ની ચિર વિદાય : પદ-પ્રદાનનું કાર્ય પતાવી પૂજય આચાર્યશ્રી ફરી લાકડીઆ ગામમાં પધાર્યા. બે મહિના જેટલી સ્થિરતા કરી. ચૈત્રી-ઓળી માટે આધોઈ પધાર્યા. ચૈત્રી ઓળીના મંગળ દિવસો નજીક આવી રહ્યા હતા. પૂજયશ્રીની અસ્વસ્થ તબિયતના સમાચાર મળતાં નૂતન આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મ. કે જેઓ પૂજ્યશ્રીની આજ્ઞાથી દીક્ષા આદિ પ્રસંગો માટે શંખેશ્વર-રાધનપુર તરફ પધાર્યા હતા. તેઓશ્રી ત્યાંના સંઘોની ઓળી માટે ખૂબ જ વિનંતી હોવા છતાં રોકાયા વિના તરત જ પૂજ્યશ્રીની સેવામાં આધોઈ હાજર થઈ ગયા. ઓળીની મંગળમયી આરાધના શરૂ થઈ અને ચૈત્ર સુદ ૧૪નો દિવસ આવ્યો. પ્રત્યેક ચૌદસે ઉપવાસ કરવાનો વયોવૃદ્ધ પૂ. આચાર્યશ્રીનો નિયમ હતો. તબિયત અત્યંત ગંભીર હોવાથી ઉપવાસ ન કરવાની સકળ સંઘની ઘણી-ઘણી વિનંતિ છતાં તેઓશ્રી પોતાની ટેકમાં મક્કમ રહ્યા... ઉપવાસનો તપ કર્યો. ૪૦૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #437 -------------------------------------------------------------------------- ________________ આજે સવારથી જ મુનિઓ પાસેથી સ્તવનો, ચઉસ્મરણ પયગ્રા વગેરેનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરતા રહ્યા. બપોરના સમયે પૂ. કલાપૂર્ણસૂરિજી, પૂજ્યશ્રીને સુખ-સાતા પૂછવા આવ્યા ત્યારે પાંચ-સાત મિનિટ તેમની સાથે આનંદપૂર્વક કેટલીક વાતો પણ કરી. બપોરે પડિલેહણ કરી આસન પર બિરાજમાન થયા અને સાંજે પાંચેક વાગ્યાના સુમારે પૂજ્યશ્રીના દેહમાં ધ્રુજારી શરૂ થઈ. પાસે રહેલા મુનિઓ સાવધ બન્યા, નવકાર-મંત્રની ધૂન આરંભી. પૂ. કલાપૂર્ણસૂરિજી મ. પણ તરત જ પધારી ગયા. વાતાવરણમાં ગમગીની છવાઈ રહી... મિનિટ-બે મિનિટમાં પૂજયશ્રીનો પુનિત આત્મા નશ્વર દેહ તજી વિદાય થઈ ગયો. સૌની આંખોમાં અશ્રુધારા ધસી આવી. એક પવિત્ર શિરચ્છત્રનો સદાનો વિયોગ કોની આંખોને ન રડાવે ? સમુદાયની જવાબદારી સ્વીકારતા સૂરિદેવ : આમ એક પછી એક વડીલોની છત્રછાયા છીનવાતી ગઈ અને સમુદાયની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે આવી પડી. આત્મ-સાધક અધ્યાત્મ-મગ્ન સાધકને આ ખટખટ પરવડે નહિ, એમ ક્ષણભર આપણને લાગી આવે. જેમણે આત્મસાધના કરવી હોય તેમણે તો બધી જંજાળ છોડી કોઈ ગુફામાં ચાલ્યા જવું જોઈએ - એમ પણ કોઈને વિચાર આવી જાય. પણ આ આત્મસાધક કોઈ ન્યારા જ હતા. તે પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિના અજોડ ઉપાસક હતા. નિશ્ચય અને વ્યવહાર ઉભયના જ્ઞાતા હતા. માત્ર પોતાના માટે જ સાધના નથી, પણ બીજાનો પણ હિસ્સો છે. માટે ત્યાં પણ દુર્લક્ષ ન સેવાય અને દુર્લક્ષ સેવે તો તે દુર્લભબોધિ બને છે, આવું જાણનારા આચાર્યદેવે સમુદાયની જવાબદારી પણ સ્વીકારી. ચતુર્વિધ સંઘ એ તીર્થ છે. તીર્થની સેવા એ જ તત્ત્વ - પ્રાપ્તિનો ખરો ઉપાય છે. આ રહસ્યને આત્મસાત્ કરવા તેઓશ્રી પોતાની આંતરિક સાધના સાથે પોતાના આજ્ઞાવર્તી સાધુ સાધ્વીના જીવનનું યોગ - ક્ષેમ કરવાની જવાબદારીને પણ સક્રિયપણે અદા કરવામાં આનંદ માણતા રહ્યા. > – * * * * * * * * ૪૦૫ Page #438 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ : એક ક્ષણ જેટલો પણ સમય પ્રમાદમાં ન જાય, એવી સતત જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધનામય જીવન-ચર્યા, શિષ્ય વર્ગને શાસ્ત્ર-વાંચનાદિ અધ્યયન કરાવવાની પ્રવૃત્તિ, આવતા તત્ત્વ - જિજ્ઞાસુઓના ચિત્તને યોગ્ય સમાધાન અને સંતોષ આપવાની અભુત કળા, રાત્રિના સમયમાં જાપ, ધ્યાન, યોગ વગેરેની સાધનામાં સદા તન્મયતા... વગેરે પૂજ્ય કલાપૂર્ણસૂરિજી મ.ના ઝળહળતા વ્યક્તિત્વના ચમકતા પાસાઓ છે. ખરેખર પૂજ્યશ્રી વર્તમાનયુગની એક વિશિષ્ટ વિભૂતિ છે. નાના-મોટા સર્વ જીવો પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ નીતરતી વાત્સલ્યની ધારા, અપરાધી પ્રત્યે પણ વહેતો કરુણા-પ્રવાહ એ એમની સંયમ-સાધનાનો પરિપાક છે. ગમે તેવા ઉગ્ર વિહાર, મહોત્સવાદિ પ્રસંગોના ભરચક કાર્યક્રમો વગેરેથી શરીર શ્રમિત થવા છતાં મંદિરમાં પ્રભુને જોતાં જે પ્રસન્નતાનો પમરાટ એમના ચહેરા પર અંકિત થતો જોવા મળે છે, તે એમના હૃદયમાં અરિહંત પરમાત્મા પ્રત્યેની અવિચળ ભક્તિ અને આત્મસમર્પણ ભાવની પરાકાષ્ઠાને પ્રકાશિત કરે છે. પરમાત્મ - દર્શનથી આત્મદર્શનના ધ્યેયને સિદ્ધ કરનારા આ સાધક મહાત્માનું જીવન જોઈને કહેવું પડે ? ભક્તિ - યોગ સર્વતોમુખી વિકાસનું બીજ છે. એ મહાન સાધકના ચરણોમાં કોટિશઃ વંદન કરવા પૂર્વક આપણે ઈચ્છીએ કે તેઓશ્રી ચિરકાળ સુધી પૃથ્વીને પાવન બનાવતા રહે અને જિનશાસનની પ્રભાવના કરતા રહે. - શ્રી મુનીન્દ્ર (મુક્તિ/મુનિ) (સમાજ ધ્વનિમાંથી સાભાર - વિ.સં. ૨૦૪૪) ૪૦૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * * * Page #439 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયોની હેલી કહે, કલાપૂર્ણસૂરિ ખૂબ ખૂબ વધાઈ તથા અનુમોદના...! ગુરુદેવની પવિત્ર શબ્દશ્રેણિને ચિરંજીવી બનાવવાનું મહાન ભગીરથ કાર્ય સંપાદન થઈ ગયું, તે વાસ્તવમાં બહુ મોટી શાસન પ્રભાવના થઈ કહેવાય. બોલતી કેસેટને બદલે જાણે આ વંચાતી કેસેટ ઘર ઘર અને ઉપાશ્રય ઉપાશ્રયમાં પૂ. ગુરુદેવના શબ્દોને જીવનમાં અને હૃદયમાં અનુગુંજિત કરતી રહેશે. ગણિ પૂર્ણચન્દ્રવિજય, પાટણ પુસ્તક સુંદર છે. વાંચીએ તો અનેરો આનંદ આવે. ભલે સાંભળેલું હોય કે વાંચેલું હોય, પણ જ્યારે વાંચવા બેસીએ ત્યારે અપૂર્વ લાગે. નવી-નવી સ્ફુરણા થાય. બધાનું સંકલન કરી સદ્બોધરૂપે પ્રસારણ કરી રહ્યા છો, તેની અનુમોદના. ૩ મળી. આનંદ અને પ્રસન્નતાની અનુભૂતિ. ફોટાને અનુરૂપ લખાણ હોત તો વિશેષ આનંદ આવત. - - - કહે, કલાપૂર્ણસૂરિ-૪ * પૂજ્યશ્રીના વાચના-પ્રેરક પુસ્તકોમાં આ લેટેસ્ટ પુસ્તક છે. સમસ્ત જૈન સંઘને આવકાર્ય અજાતશત્રુની વાણી પીરસતું આ પુસ્તક પોતે જ ‘અજાતશત્રુ’ બની રહેશે તેમાં શંકા નથી. ગણિ વિમલપ્રભવિજય, ખંભાત આત્મદર્શનવિજય, જામનગર કહે, કલાપૂર્ણસૂરિ ૩ પુસ્તક જોતાં જ હૈયું નાચી ઉઠ્યું. અદ્ભુત સર્જન થયું છે. પ્રસ્તુત પુસ્તક પૂજ્યશ્રીની સાધનાપૂત વાણીથી સભર છે. અથથી ઈતિ સુધીના વાંચનથી જાણે કે શત્રુંજયની ગોદમાં બેઠા હોઈએ એવું લાગ્યું. પુસ્તકના પાને પાને પૂજ્યશ્રીના શબ્દ - દેહે દર્શન થાય છે. તો પુસ્તકના ચેપ્ટરે ચેપ્ટરે પૂજ્યશ્રીના સદેહે દર્શન થાય છે. પુસ્તકની પંક્તિએ પંક્તિએ આગમના દર્શન થાય છે તો પુસ્તકના વચને - વચને ભક્તિ યોગની પરાકાષ્ઠા (ભગવાન)ના દર્શન થાય છે. ખરેખર પૂજ્યશ્રીની સાધનાપૂત વાણીનો વૈભવ ઘર ઘર ઘટ ઘટ છવાઈ જશે. પ્રસ્તુત પ્રકાશન દ્વારા આવા અમૂલ્ય સર્જન બદલ તમને ધન્યવાદ. - મુનિ પૂર્ણરક્ષિતવિજય, સાગર જૈન ઉપાશ્રય, પાટણ ** ४०७ Page #440 -------------------------------------------------------------------------- ________________ કહે, કલાપૂર્ણસૂરિ ભા. ૩ મળેલ છે. પોતે જીવનમાં વણેલ તથા સ્વ-પરના અનુગ્રહને માટે કહેલ અને ખૂબ જ કુશળતાપૂર્વક આપે સારી રીતે સંગૃહીત કરેલ પૂ. સાહેબજીની વાચનાઓનું આ પુસ્તક ઘણાના અનુગ્રહને કરનાર બન્યું છે અને બનશે. ખરેખર આ પુસ્તક જીવનના વિકાસ માટે એક અમૂલ્ય સંપત્તિરૂપ છે. - સા. કુવલયાશ્રી, જુનાગઢ કહે, કલાપૂર્ણસૂરિ - ૩' પુસ્તક જોઈને – વાંચીને આનંદ થયો. ઘણાની એવી કલ્પના હોય છે પૂજ્યશ્રી તો આખો દિવસ ભગવાનની ભક્તિ જ કરે છે. પરંતુ આવા પુસ્તકોના માધ્યમે પૂજ્યશ્રીના આંતરિક જ્ઞાન ખજાનાનો ખ્યાલ આવશે, અને તે પણ ભગવત્ કૃપાથી પ્રાપ્ત થાય છે તેનો પણ સાક્ષાત્કાર થશે. આપનો પ્રયાસ બિલકુલ સફળતાના શિખરે છે. ક.ક.ચૂં.' ત્રણ ભાગ સાથે હોય તો લગભગ બધું જ મળી રહે તેમ છે. - સા. કલ્પશાશ્રી, પાટણ आपश्री द्वारा भेजी गयी पुस्तक 'कहे कलापूर्णसरि - ३' एवं मन्नारगुडी से पु. नं. २ प्राप्त हुई । हररोज सुबह सामायिक में इन्हीं पुस्तकों पर वांचन चल रहा है । आपका संकलन एवं गुरु भगवंत की वाचना इतनी गजब की है कि मानो वे फलोदी में नहीं, बल्कि बेंगलोर में हमारे समक्ष बैठकर समझा रहे है । सामायिक का समय कब पूरा होता है पता नहीं चलता । महोपाध्याय यशोविजयजी म.सा. को विमलनाथ भगवान की प्रतिमा देखकर तृप्ति नहीं होती है बल्कि देखने की जिज्ञासा बढती है । उसी भांति हमें आपका साहित्य पढकर ऐसे साहित्य ज्यादा से ज्यादा पढने की जिज्ञासा बढती है । पू. गुरुभगवंतश्री ज्यादा से ज्यादा ऐसी प्रवचन गंगा की धारा प्रवाहित करते रहे एवं आप उस धारा को हम तक पहुंचाते रहे । - માજી ને. જંકat, Rાર આપના તરફથી કહે, કલાપૂર્ણસૂરિ - ૩' પુસ્તક મળ્યું. “જૈન સમાચાર'ના સપ્ટેમ્બર - ૨૦૦૧ના અંકમાં તેની સમીક્ષાત્મક નોંધ પ્રગટ કરીશું. આ.શ્રી કલાપૂર્ણસૂરિની પ્રેરક વાણીને ગ્રંથસ્થ કરવાનું ઉત્કૃષ્ટ ભગીરથ કાર્ય આ ગ્રંથમાં થયું છે. દરેક વિચાર સાથે સંમત થવું મુશ્કેલ છે, છતાં તેમની તર્કબદ્ધ રજૂઆત તો હૃદયને સ્પર્શે જ છે. સંયમનો માર્ગ અપનાવ્યા પછી ગ્રંથોમાં ફોટા છાપવાનો મોહ ઘટાડવા જેવો ખરો, એમ કદાચ આપને ય લાગશે જ. - રોહિત શાહ, તંત્રી : જૈન સમાચાર, અમદાવાદ ૪૦૮ * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ Page #441 -------------------------------------------------------------------------- ________________ જ ઓપન બુક એક્ઝામ છે કહે કલાપૂર્ણસૂરિ-૪ • પ્રશ્ન ૧: નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે પંક્તિમાં લખો.(૧૦) (૧) શરણાગતિનો અર્થ શો ? (૨) સૂત્રો (આગમ) એટલે શું ? (૩) જ્ઞાનાચાર અને જ્ઞાનભાવનાનો ફરક પૂજ્યશ્રી એ શી રીતે સમજાવ્યો? (૪) પદધ્યાન અને પરમ - પદધ્યાનમાં શો ફરક ? (૫) ચાર શરણમાં નવ પદો શી રીતે સમાયેલા છે ? જ્ઞાની બીજા જ્ઞાનીને શી રીતે ઓળખી લે ? (૭) અંદર રહેલા પ્રભુ ક્યારે દેખાય ? (૮) ભગવાન તરફથી વિશિષ્ટ પ્રકારનું યોગ-ક્ષેમ ક્યારે થાય ? આત્મ-સામ્રાજ્યના સિંહાસન પરથી મોહરાજાને ઊઠાડી મૂકવો હોય તો સાધનામાં શું જોઈએ ? (૧૦) “વૃદ્ધિ, એકતા અને તુલ્યતા આ ત્રણ પદાર્થો પૂજ્યશ્રીએ સંક્ષેપમાં શી રીતે સમજાવ્યા ? એટલે કે કયું ઉદાહરણ આપી સમજાવ્યા ? • પ્રશ્ન ૨ : નીચેના શબ્દોમાંથી એક અસંગત (બંધ બેસતો ન હોય તેવો) શબ્દની આસપાસ કુંડાળું કરો. પાના નંબર પણ લખો. (૧૦). (૧) કલાપવિજયજી, કંચનવિજયજી, કલૌતવિજયજી, કલાપૂર્ણવિજયજી. (૨) હરેન, જીગર, પૃથ્વીરાજ, ચિરાગ. (૩) વિનય, વિવેક, વ્યુત્સર્ગ, અવ્યથા. (૪) મતિ, સ્મૃતિ, વાસના, અવિશ્રુતિ. (૫) ધારણા, ધ્યાન, ધ્યેય, સમાધિ. (૬) નામ, સ્થાપના, ફળભેદ, સંખ્યા. (૭) દમન, પ્રવર્તન, પાલન, અનુપાલન. (૮) પ્રવૃત્તિ, નિવૃત્તિ, પાલન, વશીકરણ. (૯) મંત્ર, તંત્ર, ક્રિયા, શરણ. (૧૦) શક્તિ, વ્યક્તિ, ચેષ્ટા, પરાક્રમ. કહે કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * * ૪૦૯ Page #442 -------------------------------------------------------------------------- ________________ • પ્રમ્ન ૩: નીચે જણાવેલા દરેક વાક્યના ચાર વિકલ્પોમાંથી સાચા વિકલ્પની સામે જ નિશાની કરી પાના નંબર લખો. (૧૦) (૧) જેના ચિત્તમાં અભયનું અવતરણ નથી થયું તે.... (A) મોક્ષ માટેની આશા છોડી દે. (B) સાધુપણાથી હારી ગયો ગણાય. (c) શ્રદ્ધાની આંખ માટે આશા ન રાખી શકે. (D) ભક્તિ માટેની આશા છોડી દે. (૨) સામાયિક વગેરે સ્વસ્થાને શ્રેષ્ઠ છે, પણ ભગવાનનો વિનય (A) સાધુ તો સાધુપણામાં રહીને જ કરી શકે. (B) ભક્ત તો સ્તવનો ગાઈને જ કરી શકે. (C) ગૃહસ્થો તો પૂજા દ્વારા જ કરી શકે. (D) સાધકો તો ધ્યાન દ્વારા જ કરી શકે. (૩) ભગવાન સાથે પ્રેમ થતાં જ. (A) આત્મા સાથે સાચો પ્રેમ થઈ શકશે. (B) અંદર રહેલો “પરમાત્મા' ઓળખાશે. (C) આખું જગત પ્રેમમય દેખાશે. (D) જગતના સર્વ જીવો સાથે પ્રેમ થશે. (૪) મન અત્યંત શાંત અવસ્થામાં હોય ત્યારે જ... (A) અંદર રહેલા પ્રભુ દેખાય. (B) અનાહત નાદ સંભળાય. (c) જગતના જીવો પ્રત્યે હૃદય સંવેદનશીલ બને. (D) હૃદયમાં મોક્ષ પ્રગટે. તમે આજ્ઞા પાળો તો ભગવાન. (A) યોગ - ક્ષેમ કરે જ. (B) તમને મોક્ષે અવશ્ય લઈ જાય. (C) તમારો સંસાર સીમિત બનાવી દે. (D) તમને દુઃખમાંથી મુક્ત કરી દે. શ્રદ્ધાનો અર્થ અહીં. (A) પ્રસન્નતા કર્યો છે. (B) ભક્તિ કર્યો છે. (C) મોક્ષ - ગમનની યોગ્યતા કર્યો છે. (D) સહજમળનો હ્રાસ કર્યો છે. ૪૧૦ * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૪ Page #443 -------------------------------------------------------------------------- ________________ (૭) બારણું ઉઘાડવું એટલે... (A) અહંકારને હટાવવો. (B) વિવેકનું જાગરણ કરવું. (C) પ્રભુને પધારવા આમંત્રણ આપવું. (D) જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે આદર કરવો. (૮) ઈન્દ્રપણું - ચક્રવર્તીપણું... (A) સમૃદ્ધિના ઝાકમઝાળ સિવાય શું છે ? (B) પ્રભુ ભક્તિનું પણ તે એક કારણ છે. (C) રોગ સિવાય શું છે ? (D) ભોગ સિવાય શું છે ? (૯) સમ્યગુ દર્શનની આંખ વિના... (A) જગત બરાબર જાણી શકાતું નથી. (B) જીવો પ્રત્યેની મૈત્રી ગાઢ બનતી નથી. (C) ચારેબાજુ અંધારું જ છે. (D) ભગવાન ઓળખી શકાતા નથી. (૧૦) મનની સરહદ પૂરી થાય પછી જ (A) પ્રભુનું મંદિર શરૂ થાય છે. (B) સમાધિનો સીમાડો શરૂ થાય છે. (C) સાચો આનંદ ટપકવા લાગે છે. (D) શ્રદ્ધાનો સીમાડો શરૂ થાય છે. • પ્રશ્ન ૪ : નીચેના વાક્યો કોણ બોલે છે ? તે જણાવો. બોલનારનું નામ અને પુસ્તકના પાના નંબર લખો. (૧૦) (નોંધ : આખું પુસ્તક પ્રાયઃ પૂજ્યશ્રી દ્વારા કહેવાયેલું છે, એટલે પૂ.આ. ભગવંતનું નામ લખાય તો ખોટું ન કહેવાય, છતાં અહીં તે ન લખતાં અવાંતર (અંદર આવતા) બોલનારના નામ લખવાના છે. બે બોલનાર (મૂળ બોલનાર અને અનુવાદરૂપે બોલનાર) લાગતા હોય તો બંનેના નામ લખવા.) (૧) રામના નામે પત્થર તરે. (૨) “કહેતા કલાપૂર્ણસૂરિ' પ્રકાશિત કરો એ જ અભિલાષા. (૩) સ્વામી રામદાસ તેમની ૮-૧૦મી પેઢીએ આવે છે. (૪) બદ્રિનાથ મેં હમારે વિદ્વાન મુનિશ્રી ચિંતિત છે. કહે કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * ૪૧૧ Page #444 -------------------------------------------------------------------------- ________________ (૫) ગલી ગલી મેં દો - દો શંકરાચાર્ય ધૂમ રહે હૈ. (૬) વરસાદમાં ભીંજાતા જવું સારું, પણ વાડામાં જવું સારું નહિ. (૭) પરમ ચેતનાએ મારી પાસેથી લખાવડાવ્યું છે. (૮) તારા સંયમના વિકાસ માટે તું મહાભદ્ર વિ.ને છોડતો નહિ. (૯) સ્વથી પણ નહિ, પરથી પણ નહિ, ભગવાન પાસેથી જ અભયની પ્રાપ્તિ થાય છે. (૧૦) પોતાની આગવી સૂઝથી દેવર્ધિ ગણિએ આગમોને પુસ્તકારૂઢ બનાવી મહાન યુગ-પ્રવર્તક કામ કર્યું. - બા ? ૨ • પ્રશ્ન પઃ ખાલી જગ્યા પૂરો. (પેજ નંબર પણ લખવાના જ છે.)(૧૦) _થી હૃદય વિકસિત થાય છે અને થી મગજ વિકસિત થાય છે. _ પણ _ ની દેશના ચાલુ હોય ત્યારે બેસી રહે છે. _ માટે અહીં – શબ્દ પ્રયોજાયો છે. જેમ જેમ ભક્ત _નું _ સ્વીકારતો જાય તેમ તેમ તે _ ની શક્તિનો - કરતો જાય. _જેમ જેમ ઘટતા જાય તેમ તેમ વધતી જાય. એના ધ્યાનને _ પોતાની ભાષામાં _ ગોળી કહે છે. _ નું મૂળ ભગવાન છે. (૮) બધી _ નું મૂળ કારણ _ ની અંધતા છે. (૯) જ્યારે આપણે _ કરવી હોય તો - માનવી પડે. (૧૦) – વિના – જામે નહિ. ૨ • પ્રશ્ન છે : નીચેના શબ્દો જેમાં આવતા હોય તે સ્તવન | શ્લોક | ગીત અથવા કાવ્યની પંક્તિ જણાવો તથા તેના પાના નંબર જણાવો. (૧) રહસ્સે (૨) ઘાટ (૧૦) ૪૧૨ * * * * * * * * * # # # # કહે Page #445 -------------------------------------------------------------------------- ________________ (૩) મત્તા (૪) વ્યવહાર (૫) અવ્યાબાધ (૬) નિરીહ (૭) સંવેદ્યું (૮) શ્યામ (૯) દધતઃ (૧૦) ઉવાઓ . પ્રશ્ન to : નીચેના શબ્દોમાં કોની ઉપમા કોની સાથે ઘટે છે ? તે જણાવો. કયા પાના ઉપર આ ઉપમા ઘટાવી છે ? તે પાના નંબર લખો. (૧૧) દા.ત. (૨૪) પાવર હાઉસ → (૩૦) ભગવાન. પાના નંબર : ૨૩૭ (૧) માઇલસ્ટોન (૨) સજ્જન (૩) ખાઇ (૪) ભક્ત (૫) ભોજનશાળા (૬) બંગલો (૭) સ્ફટિક (૮) આરીસો (૯) સાપ (૧૦) પશુઓ (૧૧) અંધારૂં (૧૨) પાપો (૧૩) દુર્ગુણો (૧૪) મન (૧૫) ભગવાન (૧૬) આત્મા (૧૭) ઐશ્વર્ય (૧૮) તીર્થ (૧૯) રથ (૨૦) અવિરતિ (૨૧) ચંદન (૨૨) નાદ શ્રવણ • પ્રશ્ન ૮ : નીચેના ચન્દ્રમાં આ પુસ્તકમાં આવતા આઠ ગ્રંથોના નામ રાહુના અંધકારમાં આડા અવળા થઇ ગયા છે. તે ગ્રંથોના નામ તમે શોધી બતાવો. એક અક્ષરનો પુનઃ ઉપયોગ થઇ શકશે નહિ તથા તે દરેક ગ્રંથ સંબંધી પુસ્તકમાં આવતી પંક્તિઓ તથા વાક્યો પાના નંબર સહિત લખો. (૮) કહે કલાપૂર્ણસૂરિ-૪ * ૪૧૩ Page #446 -------------------------------------------------------------------------- ________________ _ઉ રારિ લ ધા તે - ગ્ય તક ઝા ' અ ય ૫ તે ન સા મ સા દ્ધા તો ભ ણ ( શ રો વિ સા ા ત - અ વિ જ છ ૪ 8 ૪ ર ર દ ક ર 5 ર ર ર - ૨ ૪ ૨ જ જ $ # $ % (E * : ૪ શા – વિ સુ. ગામ સ ૨ લિ ૨ ય મિ હા કે રા. તિ ણ ૨ કે ૨ - * છે • • પ્રશ્ન ૯ : નીચે આપેલા વાક્યોના આધારે કૌંસમાં આપેલી સંખ્યા મુજબના (દા.ત. કસમાં ૪ લખેલું હોય તો ચાર અક્ષરનો શબ્દ જોઇએ) શબ્દો શોધી કાઢો. શોધી કઢાયેલા એ શબ્દોના બીજ-બીજ અક્ષરોથી ૧૮ અક્ષરોનું એક એવું વાક્ય પ્રગટ થવું જોઇએ, જે પુસ્તકમાં દરેક વાચનાના પ્રારંભે મોટા અક્ષરે આવતા હેડિંગના વાક્યોમાંનું એક હોય. તે વાક્યના પાના નંબર પણ લખવાના છે. (૨૦) (સૂચના : સંયુક્તાક્ષર એક જ ગણવો. શબ્દો સ્વયં પોતાના તરફથી બોલી રહ્યા છે, એવી કલ્પના કરીને વાક્યો લખ્યા છે, તે ધ્યાનમાં રહે.) (૧) – [૩] ભગવાનમાંથી મને જો તમે ખોઈ બેસશો તો તમારી સાધના કોડીની છે. (૨) – [૩] મારામાં ભલે એકેય હાડકું ન હોય, પણ હું ભલભલાના હાડકા ખોખરા કરી નાખું તેમ છું. ૪૧૪ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસરિ-૪ Page #447 -------------------------------------------------------------------------- ________________ [૩] ફળો કે મીઠાઈ વિના જ હું તમને અદ્ભુત રસાસ્વાદ કરાવી શકું છું. _ [૩] મારા વિના તમારું જીવન ન ચાલી શકે. પછી ભલેને તમે બાળક હો કે બૂઢા ! સાધુ હો કે સંસારી ! [૩] મારા વિના સંયમ જીવનની કોઇ જ સફળતા નથી. [૩] મને જો તમે મનમાંથી હટાવી શકો તો સમાધિ દૂર નથી. . [૩] મારો આશ્રય લઇને આવેલી છોકરીઓને દીક્ષા આપતાં ખૂબ જ વિચાર કરજો. [૫] તમે સંસ્કૃત ભણી ગયા હો તો મને જરૂર વાંચજો. મારામાં ડહાપણનો ભંડાર પડેલો છે. [૨] ભોજનના અંતે મારું સેવન વૈદોએ અમૃત જેવું કહ્યું છે. (૧૪) [૪] મારી પ્રશંસા ખુદ ભગવાન મહાવીરદેવે કરી છે. [૬] હું છું એક તીર્થ સ્થાન ! [૩] મને ન ઓળખ્યો? હું છું ભણેલો-ગણેલો વિદ્વાન માણસ. (સંસ્કૃત નામ) [૪] હું ન રીઝુ તો દુનિયાને જીવવું ભારે પડી જાય. (સંસ્કૃત નામ) – [૨] મારે ત્યાં આવીને યશોવિજયજીએ સરસ્વતીને પ્રસન્ન કરેલી. [૪] મને સંહારનો દેવ માનવામાં આવે છે. (અજૈન દૃષ્ટિએ) (સંસ્કૃત નામ) - [૫] પરણ્યા પછી શરૂઆતમાં મને જે પત્ની નહોતી ગમતી, એણે જ અમારા કુળનું નામ ઉજાળ્યું. [૩] મારા વિના કેવળ વિચારો કે વચનોનું બહુ મૂલ્ય નથી. – [૪] સફળ કાર્યો માટે મારો પણ પ્રયોગ થાય છે. (સંસ્કૃત નામ) (૧૬) (૧૮) કહે * * * * * * * * * * * ૪૧૫ Page #448 -------------------------------------------------------------------------- ________________ • પ્રશ્ન ૧૦ઃ “કહે કલાપૂર્ણસૂરિ-૪' પુસ્તક વાંચતા થયેલા સંવેદનો ટપકાવો - ફક્ત ૧૦-૧૫ પંક્તિમાં. (૨૪) • પ્રશ્ન ૧૧ : “કહે કલાપૂર્ણસૂરિ-૪' પુસ્તકમાં તમને ગમેલા શ્રેષ્ઠ પાંચ વાક્યો ટપકાવો. (પાના નંબર સહિત) (૧૦) • પ્રશ્ન ૧૨ ? આ પ્રશ્નપત્રમાં તથા પરીક્ષા-પદ્ધતિમાં તમને શી શી ખામી લાગી ? તથા તેના નિવારણ માટે શું શું કરવું જોઇએ? તે જણાવો. (૧૦) ૪૧૬ * * * * * * * * * * * * * કહે Page #449 --------------------------------------------------------------------------  Page #450 -------------------------------------------------------------------------- ________________ वि. सं. २०५८, माघ सु. ६, १८-२तीर्थभूमि शंखेश्वर में अर्हन्मयी चेतन दो घंटे के बाद अरिहंत आकृति में रहे हुए Page #451 -------------------------------------------------------------------------- ________________ २, सोमवार, शंखेश्वर तीर्थ (गुजरात) स्वामी पूज्यश्री के अग्नि-संस्कार के यश्री को देखने हजारों लोग उमड़ पड़े थे Page #452 -------------------------------------------------------------------------- ________________ આ કલગીસમા વોકી તીર્થ શ્રી કલાપ્રભવિજયજી ગણિ - કGuતરવિજયજીન પંડ્યા | વિજયજી તથા પૂ.મીની મુon Blન્સવ-સમારોહ નદિન : મહા સ.લ.ઝવીર, વિજયજી ગણિવરને આચાર્ય-પદ - જીન પંન્યાસ પર ની બુનિ શ્રીમુનિચન્દવિજયજીનેં ગણિપદ પ્રદાન | મુ.૬, શુક્રવાર ૧૧--ર000 / U WY=kti Raat deતાપાર્ગ સરીવરી છે , ‘કહે કલાપૂર્ણસૂરિ’ પુસ્તક પૂજ્યશ્રીના હાથમાં ભક્તિ-માર્ગમાં આગળ વધવું હોય, જીવનને આરાધનામય અને પ્રસન્નતામય બનાવવું હોય તો હું તમને સૌને લલિત-વિસ્તરા ગ્રન્થા સ્કૃત ન વાંચી શકતા હો તકો (કહે કલાપૂર્ણસૂરિ) ચજો. સૂરિજીએ ચતુર્વિધ સંઘ . (રાજસ્થાન) - તા. 3/2/2002 Tejas Printers AHMEDABAD PH. (079) 26601045