________________
લલિતવિસ્તરાથી જ જણાય છે.
ભાવ તીર્થકર ભલે નથી, પણ ભાવ તીર્થકરને પેદા કરનાર પરિબળો અત્યારે હાજર છે. વ્યક્તિ ભલે હાજર ન હોય, પણ તેનું નામ ચારે બાજુ ગાજતું હોય, તેની તસ્વીરો (સ્થાપના) બધે દેખાતી હોય, તેને જેનારા લોકો વિદ્યમાન હોય તે પણ તેની મહાનતા જણાવવા પર્યાપ્ત છે.
શરીર મારું છે, ઘર મારું છે, એવું ઘણીવાર થયું પણ ભગવાન મારા છે, એવું કદી લાગ્યું ? ભગવાન મારા છે - એવો ભાવ જાગવાથી ભગવાન કદી દૂર નહિ લાગે. “નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન.'
- ઉપા. માનવિજયજી. હું કદાચ ભૂલી પણ જાઉં. પણ ભગવદ્ ! આપે તો મને યાદ કરાવવું 'તું.' – એમ ભક્ત જ ભગવાનને કહી શકે.
ભગવાન પોતાના નામ-મૂર્તિ-આગમ-સંઘ આદિ સાથે જોડાયેલા છે. આમાંથી કોઈપણ માધ્યમથી તમે ભગવાનને પકડી શકો છો.
જ આપણે ભાવ ભગવાનની વાતો કરીએ છીએ. પણ ભાવ ભગવાનને કોણ જોઈ શકે છે ? સાક્ષાત્ ભગવાન પણ સામે બેઠા હોય તો પણ તેમનું આત્મદ્રવ્ય થોડું દેખાવાનું ? શરીર જ દેખાવાનું. ભાવ જિન વિદ્યમાન હોય ત્યારે પણ તેમને કાંઈ ઘરમાં કે હૃદયમાં ભવ્યો લઈ જતા નથી, તે વખતે પણ નામ અને સ્થાપના જ આધારભૂત હોય છે. માટે જ પૂ. દેવચન્દ્રજી કહે છે : ઉપકારી દુગ ભાષ્ય ભાખ્યા, ભાવ વંદકનો ગ્રહીએ રે.' નામ અને સ્થાપના જિન જ લોકો માટે ઉપકારી છે.
ભાવ પણ આખરે શબ્દથી જ પકડાશેને ? ભાવને જણાવનાર અને ગ્રહણ કરનાર શબ્દ (નામ) જ છે, ચિત્ર (સ્થાપના) જ છે. આથી જ તે બન્નેને ઉપકારી કહ્યા છે.
તો અહીં ભાવ કોનો લેવો ? વંદકનો ભાવ લેવાનો.
તમે ભગવાનમાં જોડાયા એટલે તમારા ભાવમાં ભગવાન આવ્યા.
*
*
*
*
*
*
*
*
* *
* ૧૯