________________
જેઓ ભાવમાં ભગવાન લાવ્યા તેઓ તરી ગયા. ગૌતમ વગેરે.
જેઓ ભાવમાં ભગવાન ન લાવ્યા તેઓ ડૂબી ગયા - ગોશાળા - જમાલિ વગેરે.
ભાવમાં ભગવાન લાવવા માટે નામ-મૂર્તિ-આગમમાં ભગવાન છે, તેવી બુદ્ધિ પેદા કરવી પડશે.
ભગવાનને “સર્વવેવમયાય' કહીને બુદ્ધ, વિષ્ણુ, બ્રહ્મા, મહેશ વગેરે તમામના નામો (વિશેષણો સહિત) શર્કસ્તવમાં છે. એ બધા નામોનો અર્થ ભગવાનમાં પણ ઘટી શકે. જુઓ ભક્તામર :
વૃદ્ધત્ત્વમેવ... ભગવન્! તમે જ બુદ્ધ છો. તમે જ શંકર છો. તમે જ વિધાતા છો. તમે જ પુરુષોત્તમ છો. એમ ઘટાવ્યું છે.
પછી લખ્યું : સુષ્ય નમન્નિમુવાર્તિહરાય નાથ ! આખા જગતની પીડાને દૂર કરનાર ભગવાન છે.
ભગવાનનું નામ લેવાથી આજે પણ ઉપદ્રવો શમે છે. જો એમ ન હોય તે. શાન્તિ, બૃહ-શાન્તિ, સંતિકર વગેરે સ્તોત્રો ખોટા માનવા પડે. આજે લાભશંકર ડૉકટરે કહ્યું : “નાનપણથી મને કોઈ મહાત્માએ નવકાર શીખાવ્યો એના પ્રભાવથી હું વીંછુનું ઝેર ઊતારી શકું છું.'
સાંભળીને આશ્ચર્ય થયું. આપણને જે નવકાર સામાન્ય લાગે છે, તેમને તે મંત્ર લાગે છે. | મુલ્લાજીએ કૂવામાંથી પાણી કાઢી આપતાં શેઠે તાજુબ થઈને પૂછ્યું : કયો મંત્ર છે, તમારી પાસે ?
પેલા મુલ્લાએ “નવકાર મંત્ર સંભળાવ્યો. સાંભળીને શેઠજી હસી પડ્યા : આ તો મનેય આવડે છે !
પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : આ ક્યાંની ઘટના છે ?
પૂજ્યશ્રી ઃ બનેલી ઘટના છે એટલું ચોક્કસ. વિશ્વાસ ન આવતો હોય તો તમારા ગુરુ મહારાજની જ ઘટના કહું.
હરિજનના કોઈ મુખ્ય વ્યક્તિઓએ ડાયરો જમાવ્યો. ત્યારે એક વ્યક્તિ જાય છે, પણ તેના માટે કામ સિદ્ધ નહિ
૨૦
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪