________________
થાય એમ કોઈએ કહ્યું.
સાચે જ, જે વ્યક્તિ માટે એ ગયેલો તે વ્યક્તિ મરી ગયેલી.
આ વિદ્યા શીખવા એક શ્રાવક લલચાયો. ૨૧ દિવસ જાપ કર્યો. છેલ્લે દિવસે સ્મશાનમાં જવાનું થયું.
પેલી મલિન દેવી નવકારના આભામંડલના કારણે અંદર પ્રવેશ કરી શકતી નથી.
તું નવકાર ભૂલે, નવકાર બંધ કરે તો જ હું આવું દેવીના આ વચનને ઠુકરાવી શ્રાવક નવકાર પર દઢ શ્રદ્ધાવાળો બન્યો.
બહારથી જાણવા મળે પછી જ આપણી પાસે રહેલી ચીજનો મહિમા સમજાય છે.
નમો અરિહંતાણં અને ભગવાન એક છે. તેમ તમે માનો છો ? સ્તોત્રથી સાક્ષાત ભગવાનની જ આરાધના થઈ શકે, એવા વિશ્વાસથી જ આચાર્ય માનતુંગસૂરિજીએ ૪૪ બેડીઓ તોડેલી હતી.
શ્રી સુપાસ જિન વંદીએ.' એ સ્તવનમાં શ્રી આનંદઘનજીએ નામનો જ મહિમા બતાવ્યો છે.
શિવશંકર જગદીશ્વરૂ વગેરે એકેક વિશેષણ તો વાંચો.
આપત્તિ આવે ત્યારે ભગવાનના નામ વિના શાન્તિ ક્યાં છે ? માટે જ ભગવાનને “જગત-જન્ત-વિશ્રામ કહ્યા છે.
આખાય વિશ્વને શાનથી ભરી દેનારા ભગવાન વિશ્વભર' છે. વિવિધ નામોથી ભગવાનની કેવી વિધ-વિધ શક્તિઓ અને કેવા ગુણો પ્રગટ થયા છે ?
રથને સારથિ ચલાવે તેમ ભક્તને ભગવાન ચલાવે છે. માટે જ કહ્યું : “મુક્તિ પરમપદ-સાથ.”
“એમ અનેક અભિધા ધરે, અનુભવ-ગમ્ય વિચાર; જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર...”
આમ ભગવાનના અનેક નામ છે. એ અનુભવથી જ જણાય. જે જાણે તેને ભગવાન આનંદઘન સ્વરૂપ બનાવી દે.
• પુરુષગંધહસ્તી સુધી અસાધારણ હેતુ સ્તોતવ્ય,
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * *
=
=
=
=
=
=
=
=
૨૧