________________
સંપદા પૂરી થઈ.
(૨૦) નો પુત્તમાdi | અહીં પાંચેય સૂત્રમાં લોકનો અર્થ બદલાતો જાય છે.
પંચાસ્તિકાયમય લોક કહેવાય, છતાં અહીં લોકથી ભવ્ય લોકો જ લેવાના છે. એક શબ્દના ઘણા અર્થ થાય.
હરિ લંછન સપ્ત હસ્ત તનુ' અહીં હરિ એટલે સિંહ.
ક્યાંક હરિનો અર્થ ઈન્દ્ર થાય. એમ હરિના ૧૩ અર્થ થાય છે.
સર્વ જીવોમાં ઉત્તમ એમ કહ્યા હોય તો અભવ્યોથી ભવ્ય પણ ઉત્તમ ગણાય, માટે જ ભવ્યલોકમાં પણ ઉત્તમ ભગવાન છે, એમ આ સૂત્રથી જણાવ્યું.
સકલ મંગલનું મૂળ ભગવાન છે. માટે જ તેઓ લોકોત્તમ છે. તેમનું તથાભવ્યત્વ જ તેવા પ્રકારનું છે.
विणयमूलो धम्मो સંસારના તાપ, ઉત્તાપ અને સંતાપ એ ત્રિવિધ દુઃખથી મુક્ત કરાવનાર એક માત્ર આત્મજ્ઞાન છે. આત્મા તે જ્ઞાન-રહિત છે નહિ, પણ જીવને હું આવો સુખ સંપન્ન, દુ:ખ રહિત, કોઈ અચિંત્ય પદાર્થ છું, તેવું ભાન નથી. ગુરુગમવડે જિજ્ઞાસુ એ નિધાનને જાણે છે, અને શુદ્ધભાવવડે તેનો અનુભવ કરે છે. ગુરુગમપ્રાપ્તિનો ઉપાય વિનય છે.
૨૨
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪