________________
ભગવાતમાં વીતરાગતા છે,
તેમ વાત્સલ્ય પણ છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
ભા. વદ-૮ ગિરિવિહાર ધર્મશાળા
૨૧-૯-૨૦૦૦, ગુરુવાર
સાધના-શિબિર પ્રારંભ. આશીર્વાદ નિશ્રા :
પૂજ્ય આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરિજી.
સંચાલન ઃ
પૂજ્ય યશોવિજયસૂરિજી.
:
પૂજ્ય કલાપૂર્ણસૂરિજી વિશ્વના પ્રત્યેક જીવના મંગલ માટે ભગવાને વૈ. સુદ-૧૧ના તીર્થની સ્થાપના કરી, જેને ૨૫૫૬ વર્ષ થયા. આ શાસનને આત્મસાત્ કરી તેનું અમૃત પીનારા આચાર્ય ભગવંતોએ આ શાસન અહીં સુધી પહોંચાડ્યું છે . કેટલો ઉપકાર ભગવાનનો ?
૨૧ હજાર વર્ષ સુધી તીર્થ કોના ભરોસે ? ભગવાન મોક્ષે ગયા,
૨૩