________________
આરોપ કર્યો છે, તેવા ગુણો કેળવીએ, લોનને વ્યાજસહિત ચૂકવીએ, તેવા ગુણો આવે તે જ શુભેચ્છા છે.
પૂજય ગુરુમૈ યા પૂજય આચાર્ય ભગવંત, પૂજય કલાપ્રભસૂરિજી, પૂજય પંન્યાસ કલ્પતરુવિજયજી મહારાજ, પૂજ્ય પંન્યાસ કીર્તિચંદ્રવિજયજી મહારાજ આદિ સર્વ ગુરુભાઈઓએ મારા જીવનમાં જે ખૂટતું હતું તે પૂરું કર્યું છે.
સંસારમાં માતા-પિતાના વગેરેના ઉપકારો યાદ કરું છું. એમના જ સંસ્કારોના પ્રભાવે આવો સમુદાય અને આવું શાસન મળ્યું છે.
એ સૌનું ઋણ અદા કરવા શક્તિમાન બનું, તે જ અભ્યર્થના છે.
નૂતન ગણિશ્રી વિમલપભવિજયજી :
જેનું વર્ણન શ્રી સીમંધરસ્વામીએ કર્યું એવા આ અનંત સિદ્ધોના નિવાસરૂપ આવા સિદ્ધક્ષેત્રમાં, પૂજ્ય ગુરુદેવ જેવાની નિશ્રામાં ઐતિહાસિક ચાતુર્માસ પ્રસંગે ૧૪-૧૪ દીક્ષા અને ૩-૩ પદવી પ્રસંગ યોજાયા છે. દરેક તીર્થંકરો પોતાના શિષ્યોને ગણદર-પદે સ્થાપિત કરે જ છે. સુધર્માસ્વામીથી દુષ્પસહસૂરિ સુધી આ પરંપરા ચાલુ રહેશે.
આપણું સદ્ભાગ્ય છે : ભગવાન મહાવીરની ૭૭મી પાટે આપણને આવા ગુરુદેવ મળ્યા.
આ પદ માટે દાવો કે અધિકાર ન થઈ શકે. ગુરુને યોગ્ય લાગે તેને યોગ્ય પદ આપી શકે.
રાવ બહાદૂર, જે.પી. વગેરે પદવીઓ આપીને અંગ્રેજોએ લોકોને છેતરવાની કાર્યવાહી શરૂ કરી છે. કારણ કે મોટા રાજાઓને હાથમાં લેવાના હતાને ?
આવી પદવીઓ અહીં નથી. આ તો લોકોત્તર પદવીઓ છે. મને આ પદવી મળે છે, પણ હું કાંઈ એના માટે લાયક નથી, પણ હું લાયક બને એવી અપેક્ષા રાખું છું.
જડ પત્થરમાં પણ આરોપણ કરવાથી દેવત્વ આવતું હોય તો ચેતનમાં યોગ્યતા કેમ ન પ્રગટે ?
પૂજયશ્રીમાં જે નિઃસ્પૃહતા જોઈ તે ક્યાંય જોવા મળી
*
*
*
*
*
*
*
* * *
* ૩૬૩