________________
ધન્ય બને એટલા જ મનોરથ છે.
નાનપણમાં અમારામાં સંસ્કાર આપનાર સંસારી માતુશ્રી ભમીબેન આ તબક્કે યાદ આવ્યા વિના રહેતા નથી. દીક્ષા પછી સતત યોગક્ષેમ કરનાર પૂજય બન્ને ગુરુવર્યો તથા વિદ્યાગુરુ પૂ.પં.શ્રી કલ્પતરુવિજયજી મ. ભૂલ્યા ભૂલાય તેમ નથી. અમારા સહાધ્યાયી પૂ.પં.શ્રી કીર્તિચન્દ્રવિજયજી, પૂ. કુમુદચન્દ્ર વિ., પૂ. પૂર્ણચન્દ્ર વિ. પણ કેમ ભૂલાય ?
મારી પ્રેરણાથી નાનીવયે મારી સાથે દીક્ષિત બનનાર ગણિશ્રી મુનિચન્દ્ર વિ.નો દરેક કાર્યમાં મને પૂરો સાથ-સહકાર મળ્યો છે.
આ તબક્કે હું સૌનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું.
આ પદ માટે હું યોગ્ય બને તેવી શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ યાચના કરું છું.
નૂતન ગણિશ્રી તીર્થભદ્રવિજયજી ઃ
અનંત સિદ્ધ ભગવાનને તથા જેમને ગુરુમૈયા કહી શકું તેવા પૂજ્ય આચાર્ય ભગવંતને નમસ્કાર કરીને, સર્વ ગુરુભાઈઓને નમસ્કાર કરીને જે કાંઈ અંતરની વાત છે તે બે જ શબ્દમાં વ્યક્ત કરવી છે.
આજના શુભ દિવસે પૂજય ગુરુ-ભગવંતે જે પદનું દાન કર્યું છે, એ પ્રસંગે યાદ આવે છે : ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમસ્વામી. મદથી ધમધમતા ઈન્દ્રભૂતિને ભગવાન મહાવીરનું પ્રથમ દર્શન થતાં જ પ્રભુ-કરૂણાના ધોધથી તેમના દર્પનો નાશ થયો. ભગવાને દર્પનો નાશ કરી ગણધર-પદ આપ્યું.
આજના દિવસે આ જ વિનંતિ છે. મારા જીવનમાં જે દર્પ છે, શરીર, નામ કે રૂપનો જે દર્પ છે, તેનો આપ નાશ કરો. ત્યાર પછી જ સાચું પદ મળશે. આજે તો માત્ર આરોપ કર્યો છે.
હકીકતમાં અમને મળ્યું નથી, માત્ર આરોપ છે. ઉદાર લખપતિ શેઠ જેમ પોતાના ગરીબ દાસને લાખ રૂપિયા લોનથી આપે અને પેલો ગરીબ દાસ જો સ્વયંને લખપતિ માને તો હાસ્યાસ્પદ છે.
૩૦૨
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪