________________
સાક્ષાત્ ભગવાન મળ્યા. ગૌતમસ્વામીને સાક્ષાત્ ભગવાન મળ્યા મને ગ્રન્થરૂપે મળ્યા.
ભગવાનને આધીન બનીએ એટલી જ જરૂર છે. પછી તમારા માટે આવશ્યક સૂત્રો પણ ધ્યાનમાટે ઉપકારી બનશે.
આ ધ્યાનવિચારના વૃત્તિકાર કોઈ જિનભદ્રગણિથી પણ પ્રાચીન હોવા જોઈએ, એમ એની શૈલી જોતાં તજ્ઞોને જણાય છે.
ગહન ગ્રન્થ સમજવા આજે પણ મારી અનુભૂતિ ટૂંકી પડે છે. તેથી જ મેં નિખાલસભાવે લખ્યું છે કે કોઈને કાંઈ ત્રુટિ જણાય તો જણાવે. પછી કોઈએ જણાવ્યું નથી. એનો અર્થ એ થયો : કોઈએ ઊંડાણથી અધ્યયન કદાચ નહિ કર્યું હોય.
જે યોગપ્રદીપમાં નિરાકાર શુક્લધ્યાનનું વર્ણન થયેલું છે, જેના દ્વારા સિદ્ધો સાથે મુલાકાત થઈ શકે છે. ભલે શ્રેણિગત પ્રથમ પાયો (શુક્લધ્યાનનો) ન મળી શકે, પણ એનો કાંઈક અંશ આજે પણ સાતમા ગુણઠાણે મળી શકે, એમ ઉપા. યશો વિ.એ યોગવિંશિકામાં કહ્યું છે.
આ ઝલક મેળવવાનું મન નથી થતું ? યોગપ્રદીપના ટાંચણો વાંચી લેશો. યોગપ્રદીપના કર્તાનું નામ નથી. યોગસારના કર્તાનું નામ પણ ક્યાં મળે છે ?
- સિદ્ધાચલને આપણે દ્રવ્યથી ભેટીએ છીએ. સિદ્ધાચલમાં માત્ર પર્વતનું નહિ, સિદ્ધોનું ધ્યાન કરવાનું છે. તે દ્વારા આત્માનું ધ્યાન કરવાનું છે. ગિરિરાજની મહત્તા એના પર સિદ્ધ થયેલા અનંતા મુનિઓના શુભભાવ પડેલા છે તેના કારણે છે. તેના પવિત્ર પરમાણુઓ અહીં સંગૃહીત થયેલા છે. એનો સંસ્પર્શ કરવાનો છે.
૦ ગ્રન્થિનો ભેદ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ પદાર્થો સમજાય નહિ. તમને અહીંના પદાર્થો ન સમજાતા હોય તો સમજવું : હજુ ગ્રન્થિનો ભેદ થયો નથી.
ઉપયોગ રહે, વિચારો ન રહે, તેવી સ્થિતિ આપણને સમજાતી નથી. કારણ કે તેવી અનુભૂતિ નથી.
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* *
* * * * * * * * * * * ૧૦૧