________________
કમાણી ગમે તેમ વેડફી નાખતા નથી, આપણાથી બોલ-બોલ કરીને ઊર્જાનો દુર્વ્યય શી રીતે કરી શકાય ?
અંધારામાં પુસ્તક વાંચતાં જોઈ પૂ. આચાર્યદેવ કનકસૂરિજીએ મને ટોકેલો : “આંખ ખોવી છે ? તે દહાડે નજર ઘટી જશે.' મને ત્યારે પૂ. આચાર્યશ્રીએ બાધા આપેલી. એના જ યોગે આજે આંખો સારી છે.
ઘણા પૂછે છે: આપને વાંચતા ચશ્માની જરૂર નથી પડતી ? તમારા દર્શન માટે જરૂર પડે છે, વાંચવા માટે નહિ.
નવસારીમાં રત્નસુંદરસૂરિજીએ પૂછેલું : હમણાં સુધી ચશમા ન્હોતા પહેર્યા. હવે કેમ પહેર્યા ?
મેં કહેલું : શ્રી સંઘના દર્શન માટે. ચલો, સૌ વાપરતાં-ચાલતાં વ્યર્થ નહિ બોલવાની પ્રતિજ્ઞા
(પ્રતિજ્ઞા અપાઈ.) (૨૨)નો નાદાdi | બીજાધાનાદિ યુક્ત ભવ્ય જીવોના ભગવાન નાથ છે.
હરિભદ્રસૂરિજી બહુ જ ઓછું લખે, ઓછું બોલે, પણ એવું લખે કે એમાંથી અનેક ગંભીર અર્થો નીકળે.
કોઈકની ધર્મક્રિયા-તપશ્ચર્યા આદિ જોઈ અહોભાવ આવ્યો તે જ ધર્મ-બીજ ! આ ધર્મ-બીજે જ આપણને અહીં સુધી પહોંચાડી દીધા. હવે ગુરુ એવા મળ્યા છે, જે તમને ભગવાન સુધી પહોંચાડી દે; જો તમે ગુરુનું માનો.
જહાજ કે વિમાનમાં બેસો તો તે ઈષ્ટ સ્થળે પહોંચાડે. ન બેસો તો જહાજ કે વિમાન શું કરે ?
ભગવાન વીતરાગ છે. મધ્યસ્થ છે. છતાં નાથ તેમના જ બની શકે છે, જે બીજાધાનાદિથી યુક્ત છે. ડૉકટર કે વકીલ તેનો જ કેસ હાથમાં લે છે, જે પોતાનું સમર્પણ કરે છે.
“ક્રોધનો નાશ કરવો છે, નથી ગમતો ક્રોધ. ક્ષમા લાવવી છે, પણ આવતી નથી. પ્રભુ ! આપની કૃપા વિના ક્રોધ નહિ જાય. ક્ષમા નહિ આવે. ભગવાનના પ્રભાવથી જ આ બની શકે.'
૪૬
*
*
*
*
*
*
*
*
*
*
*