________________
થઈ.
ચાતુર્માસ દરમ્યાન મુનિશ્રી કલધૌતવિજયજીના સંસારી પુરા નથમલભાઈ (ઉં.વ. ૧૨) પણ ગુરૂદેવોના પુનિત સમાગમથી વૈરાગ્ય વાસિત બન્યા અને ચાતુર્માસ પછી માગસર સુદ _ ના શુભ દિવસે ભવ્ય મહોત્સવપૂર્વક તેમની દીક્ષા થઈ. તેમનું નામ મુનિશ્રી કલહંસવિજયજી રાખી તેમના પિતા-ગુરૂ (કલધૌત વિ.)ના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા.
આમ ચાતુર્માસની અપૂર્વ ધર્મ-આરાધના ઉપર સુવર્ણકળશ ચડ્યો.
રાધનપુરમાં વડી દીક્ષા :
ફલોદીથી વિહાર કરી પૂજ્ય રત્નાકર વિ.મ. પૂજ્ય કંચન વિ.મ. તથા નૂતન મુનિઓ ક્રમશઃ ગુજરાત તરફ આવ્યા.
ત્યારે પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજયકનકસૂરીશ્વરજી મ.સા. રાધનપુર મુકામે બિરાજમાન હતા. સૌ મુનિઓ પૂજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં પહોંચ્યા.
વાત્સલ્યની જીવંત મૂર્તિસમા પૂજ્ય આચાર્યશ્રીના દર્શનવંદનથી મુનિઓના અંતર આનંદથી ઝૂમી ઉઠ્યા. પ્રશાન્ત રસ ઝરતી તેમની ભવ્ય મુદ્રાને જોતાં જ લાગ્યું કે ખરેખર આવા ગુરૂ જ સંસારથી પાર ઊતારે, સંયમની સાધનામાં સ્થિર કરે. પૂજ્ય આચાર્યશ્રીએ નૂતન મુનિઓને વડીદીક્ષાના જોગમાં પ્રવેશ કરાવ્યો. ઉલ્લાસપૂર્વક યોગોદ્વહન કરતા મુનિઓએ નિર્વિને તે પૂર્ણ કર્યા. અને વિ.સં. ૨૦૧૧, વૈ. સુ. ૭ના શુભ-દિવસે વડી દીક્ષાની મંગળ વિધિ થઈ.
આમ દીક્ષા પછી લગભગ એક વર્ષે વડી દીક્ષા થઈ.
પૂજ્ય આચાર્ય ભગવંતના નિર્મળ વાત્સલ્ય સાથે છએ નૂતન મુનિઓ તપ, ત્યાગ, વિરાગ, વિનય, સેવા અને સ્વાધ્યાયાદિના અભ્યાસમાં પુરુષાર્થશીલ બન્યા. સંયમ-સાધના માટે વર્ષોથી ઝંખના કરતો અક્ષયરાજનો આત્મા આનંદથી નાચી ઊઠ્યો. જાણે બંધનમાંથી આત્મ-મયૂર મુક્ત બન્યો અને અનંત આકાશ તરફ ઉડ્ડયન આરંભ્ય.
*
*
*
*
*
*
*
* *
* *
*
૩૯૩