________________
યોગશાસ્ત્ર પ્રકાશ-૮ શ્લોક/૧૫-૧૬-૧૭ જુઓ. તમને ખ્યાલ આવશે.
અહંની પાંચમી પ્રક્રિયામાં આ વાત છે. આ પ્રત (ધ્યાન વિચારની) પણ પાટણમાંથી જ મળી છે. તો હેમચન્દ્રસૂરિજીએ તે ન જોઈ હોય, એમ કેમ બને ?
મનને વિશ્વવ્યાપી બનાવીને અત્યંત સૂક્ષ્મ બનાવીને આત્મામાં લીન બનાવવાનું છે. પણ આ કહેતાં જેટલું સહેલું લાગે છે, તેટલું કરવામાં સહેલું નથી.
છે જેનું ધ્યાન ધરીએ તે - મય બનીએ. એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણે જ છીએ જડનું (દેહનું) ધ્યાન કરવાથી આપણે દેહમય નથી બની ગયા ? હવે પ્રભુનું ધ્યાન ધરીશું તો પ્રભુમય ન બની શકીએ ? પુગલમાંથી પ્રેમને ખેંચીને પરમાત્મામાં પ્રેમ જોડવું એ જ પ્રથમ કર્તવ્ય છે. આપણા પ્રેમના બિંદુને પ્રભુના પ્રેમ-સિંધુમાં વિલીન કરી દેવાનું છે.
(૨૦) પરમ માત્રા ધ્યાન :
પરમ માત્રા ધ્યાનમાં ૨૪ વલયોથી આત્માને વેખિત કરવાનો છે.
આ ૨૪ વલયોનો જ પરિવાર છે.
પાંચ વલયો તો અક્ષર માટેના છે. માતા-પિતા ઉપકારી છે. માટે એમના પણ વલયો છે. માનો પ્રેમ વધુ હોય, માટે માતાનું વલય સર્વ પ્રથમ છે. માતામાં વાત્સલ્યની પરાકાષ્ઠા હોય છે. માતા પ્રત્યે સંતાનને કેટલો પૂજ્યભાવ હોય તે પણ શીખવાનું છે.
(૧) શુભાક્ષર વલય : આજ્ઞા વિચયાદિ ધર્મધ્યાનના ભેદોના ૨૩ તથા “પૃથવિતર્કસવિચાર આ ૧૦ અક્ષરો, કુલ ૩૩ અક્ષરોનો ન્યાસ કરવો.
પહેલેથી જ અનક્ષર નહિ, અક્ષરથી જ અનક્ષરમાં જવાય. પહેલેથી જ અનક્ષર તો એકેન્દ્રિયમાં પણ છે. મનની શક્તિ મળી છે. તે વેડફવા માટે નહિ, પણ એની શક્તિને આ રીતે શુભમાં લાવી શુદ્ધમાં સ્થાપિત કરવાની છે.
(૨) અનક્ષર વલય :
૧૬૬
* * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪