________________
મોક્ષમાં ગયા પછી પણ ભગવાન દ્વારા ઉપકાર ચાલુ રહે છે એ આનાથી ફલિત થાય છે.
ઘણા એવું માનતા હોય છે : ભગવાન મોક્ષમાં ગયા એટલે બધું પૂરું થઈ ગયું.
ઘણા તો આગળ વધીને “કરુણા'પણ નથી માનતા. આપણે બધા તર્કવાદી ખરાને ?
તર્કથી ભગવાનની કરુણા ન જાણી શકાય, ભક્તિભાવ ન કેળવી શકાય.
ભગવાન પ્રત્યે ભક્તિભાવ કેળવ્યા વિના ગમે તેટલી ક્રિયાઓ કરો, એ બધું માત્ર શુષ્ક કાય-લેશ બની રહેશે.
ભક્તિભાવ ભળી જાય તો એકમાત્રા ચૈત્યવંદનની આપણી ક્રિયા બધા જ ધ્યાનો, યોગો અને સમાધિથી ચડી જાય.
શરીર હોવા છતાં ભગવાનની કરુણાને કર્યો રોકી શક્યા નથી, તો શરીર-કર્મો વગેરેથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા પછી ભગવાનની કરુણાને કોઈ શી રીતે રોકી શકે ? આજે પણ ભગવાન મોક્ષમાં બેઠા-બેઠા કરુણા રેલાવી રહ્યા છે. માત્ર આપણે અનુસંધાન કરવાની જરૂર છે. ફોન આદિ યંત્ર દ્વારા અન્ય સાથે અનુસંધાન કરનારા આપણે ભગવાન સાથે મંત્ર આદિથી અનુસંધાન થઈ શકે છે, એવો વિશ્વાસ ધરાવતા નથી, એ આપણી મોટી કરુણતા છે.
પ્રધાન ગુણ અપરિક્ષય’નો અર્થ એ જ થાય : જે જે પ્રધાન ગુણો ભગવાનમાં પ્રગટ્યા છે, તેનો કદી ક્ષય થતો નથી, એ ગુણો ક્ષાયિક-ભાવના બની ગયા. ક્ષાયિકભાવના ગુણો શાના જાય ?
• પંચસૂત્રમાં “મરિહંતાક્સમિલ્યો ' એમ કહ્યું છે. માત્ર અરિહંત નહિ, ‘મા’ શબ્દ છે. ‘ગા' એટલે “આદિ'. આદિથી સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે લેવાના છે. બધાનું સામર્થ્ય મળી શકે તેમ છે. જો આપણે પાત્ર બનીએ.
૦ વીશ વિહ૨માન ભગવાન છે, તેમ છદ્મસ્થા ભગવાન અત્યારે ૧૬૪૦ છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * *
* * * * * * * * * * * * ૩૨૦