________________
ભગવાનનું આઈ સમગ્ર બ્રહ્માંડમાં ઘૂમી રહ્યું છે. જેનો જેનો સાધના-માર્ગમાં વિકાસ થયો છે, થાય છે કે થશે તેના મૂળમાં આ આઈજ્ય જ છે. તમે માત્ર અરિહંતમાં તમારું મન જોડો, પ્રણિધાન કરો, જગતમાં ઘૂમતું આઈજ્ય તમારી અંદર સક્રિય બનશે તેમ તમે જાતે અનુભવ કરી શકશો.
આપણે દાદાની યાત્રા કરવા ઉપર જઈએ છીએ. ઉપર ૨૭૦૦૦ જિનબિંબો છે, પણ બધી જ મૂર્તિઓના કાંઈ દર્શનવંદન કરી શકતા નથી ! માત્ર આદિનાથ દાદા આદિ મુખ્યમુખ્યના કરી લઈએ છીએ. છતાં તેમના પ્રત્યે કાંઈ આપણી અવજ્ઞા નથી. આપણી પાસે સમય નથી. ભાવથી તો બધાના દર્શનાદિ કરીએ જ છીએ.
આ ચૈત્યસ્તવથી બધી પ્રતિમાઓના વંદનાદિનો લાભ મળે છે.
૦ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન આ પાંચ યોગોમાં પતંજલિના યોગના આઠેય અંગો આવી ગયા.
સ્થાનમાં - યમ, નિયમ, આસન.
વર્ણમાં – પ્રાણાયામ (પદ્ધતિસર ઉચ્ચારણ કરતાં શ્વાસ લયબદ્ધ બને છે.).
અર્થમાં - પ્રત્યાહાર, ધારણા. આલંબનમાં - ધ્યાન. અનાલંબનમાં - સમાધિ.
સ્થાન આદિપૂર્વક ચૈત્યવંદન કરવામાં આવે તો સાચે જ તે સમાધિ સુધી લઈ જનારું મહાન અનુષ્ઠાન બની જાય.
આપણે તો અત્યારે ચૈત્યવંદન, પૂજા વગેરે એવું બનાવી દીધું છે કે બીજા લોકોને “આ તો માત્ર ઘોંઘાટ છે. અહીં યોગ, ધ્યાન જેવું કશું જ નથી.' એમ કહેવાનું મન થઈ જાય.
જેઓ સ્થાન આદિ સાચવ્યા વિના જ ચૈત્યવંદન આદિ કરતા રહે છે. તેઓ સ્વયં શાસન-બાહ્ય છે, એમ શ્રી હરિભદ્રસૂરિજી કહે છે.
આવું આ વાચનામાં સાંભળવા મળશે. આ સાંભળશો તો જ ચૈત્યવંદનમાં ભાવ પૂરી શકશો. માટે જ કહું છું : યાત્રા ૩૨૮ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
*