________________
કદાચ ઓછી થાય તો ચલાવી લેશો, પણ વાચના સાંભળવાનું ચૂકશો નહિ.
ધ્યાનને લાવનાર અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષાને લાવનાર ધારણા છે. ધારણાને લાવનાર ધૃતિ છે. ધૃતિને લાવનાર મેધા છે.
મેધાને લાવનાર શ્રદ્ધા છે. આ પાંચેય વધતા જાય તો જ કાયોત્સર્ગ ધ્યાન સુધી પહોંચવાની પ્રક્રિયા બની શકે.
- સારા મુહૂર્તનો પણ પ્રભાવ હોય છે. અહીં સારા મુહૂર્ત પ્રવેશ કર્યો તો તમે જુઓ છો : વાચનામાં ક્યારેય વિઘ્ન ન આવ્યું, પણ ચાતુર્માસ પરિવર્તન પછી વિપ્ન આવ્યું. ફરી આરીસા ભુવનમાં અંજન-શલાકા પતાવી અહીં શુભ મુહૂર્ત (પુષ્ય નક્ષત્રમાં) પ્રવેશ કર્યો તો વિપ્નો ગયા.
• મેં કદી એ વિચાર્યું નથી : હું બોલીશ તે સાંભળનારને ગમશે કે નહિ ? હું તો તેને જેની જરૂર હોય તે જ આપું, ભલે તેને ગમે કે ન ગમે. ખરો વૈદ તે જ કહેવાય. જે દર્દીને હિતકારી હોય તેવી જ દવા આપે, ભલે તે કડવી કેમ ન હોય ?
- “મરિહંત ગ્રેફાઈ ' અહીં હરિભદ્રસૂરિજી લખે છે : 'सहृदयनटवद् भावपूर्णचेष्टः ।'
સહૃદયી અભિનેતાની જેમ ભાવપૂર્વક તમારી ચેષ્ટા હોવી જોઈએ.
ઘણા નટો એવા સહૃદયી હોય છે કે પાત્રનો અભિનય એટલો જીવંત રીતે કરે કે જોનારા તો આફિન પુકારી જ જાય,પણ તે સ્વયં પણ ભાવવિભોર બની જાય. આથી જ ભારતનું નાટક કરનારા પેલા નટો કેવળજ્ઞાની બન્યા હશેને ? પેલો બહુરૂપી કેટલો સહૃદયી હશે કે સાધુનો વેષ સ્વીકાર્યા પછી તેણે છોડ્યો નથી.
આવા ભાવપૂર્વક આપણે આ સૂત્ર બોલવાના છે. કપટી
કહે, કલાપૂર્ણસૂરિ-૪
*
* *
* * * *
* * * * * * ૩૨૯