________________
ચેતન અત્યારે પુદ્ગલના ઘ૨માં ભટકે છે. ભગવાનનું શરણ જ પર-ઘરથી બચાવી સ્વ-ઘરમાં સ્થિર બનાવે.
વિનયને સમજવા માટે જેમ ચંદાવિય છે, તેમ એક શરણાગતિ પદાર્થને સમજવા ચઉસરણપયન્ના છે.
અજૈન અધ્યાત્મચિંતક અવધૂત આચાર્યે કહ્યું છે : ભગવાનના અનુગ્રહ વિના તત્ત્વશુશ્રુષા વગેરે બુદ્ધિના ગુણો પ્રગટતા નથી. પાણી, દૂધ અને અમૃત જેવું જ્ઞાન તેનાથી પ્રગટતું નથી. ભગવાનની કૃપા વિના ધર્મ સાંભળવાની ઈચ્છા ઊંઘ લાવવા રાજા કથા સાંભળે તેના જેવી છે.
વિષય-તૃષ્ણાને દૂર કરનારું જ્ઞાન કર્મના વિશિષ્ટ ક્ષયોપશમથી જ જન્મે. અભક્ષ્ય (ગોમાંસ) અસ્પૃશ્ય (ચાંડાલ સ્પર્શ) ની જેમ તેવું જ્ઞાન (વિષય - તૃષ્ણાને વધા૨નારું જ્ઞાન) અજ્ઞાન જ કહેવાય.
ભગવાનની શરણાગતિથી જ સાચું જ્ઞાન મળે. સાચા જ્ઞાનની નિશાની આ છે : વિષયો વિષ જેવા લાગે. અવિરતિ ઊંડી ખાઈ લાગે. અહીં સિદ્ધાચલ પર રામપોળ પાસે ઊંડી ખાઈ છે ને ? જોતાં જ કેવી બીક લાગે ?
શરણાગતિનો અર્થ આ ઃ ભગવાન મારા પર કરુણા વૃષ્ટિ કરી રહ્યા છે, એવી અનુભૂતિ થાય.
શરણાગતના હૃદયમાં મૈત્રીની મધુરતા હોય, કરુણાની કોમળતા હોય, પ્રમોદનો પરમાનંદ હોય, માધ્યસ્થ્યની મહેક હોય.
આથી પ્રતીતિ થાય : મારા પર ભગવાન કૃપા વરસાવી રહ્યા છે.
ભગવાનને કંઈક અર્પણ કરીએ તો જ ભગવાન તરફથી કૃપા મળે. કન્યા સાસરે જઈને શરણાગતિ સ્વીકારે તો તેને પતિ તરફથી બધું જ મળે છે. પતિને તે એટલી સમર્પિત થઈ જાય છે કે પોતાના સંતાનો પાછળ પણ પતિનું જ નામ લગાડે છે.
ભક્ત ભગવાનની પ્રીતિમાં પોતાનું નામ, ભક્તિમાં પોતાનું રૂપ, વચનમાં પોતાનું હૃદય અને અસંગમાં પોતાનું કહે, કલાપૂર્ણસૂરિ-૪
૨૦૯