________________
આત્મ દ્રવ્ય ભગવાનમાં ડૂબાવી દે છે.
ભગવાનને તમે સંપૂર્ણ સમર્પિત બનો તે જ ક્ષણે પ્રભુ તમને પોતાનું સંપૂર્ણ સ્વરૂપ સમર્પિત કરી દે છે.
કોઠીમાં રહેલા બીમાં વૃક્ષ ન પ્રગટી શકે. અશરણાગત આત્મામાં પ્રભુ કદી પ્રગટી ન શકે.
શરણાગતિ વિના મોહનું સામ્રાજ્ય કદી ખતમ નહિ થાય. મોહમાં પણ મિથ્યાત્વ મોહનીય ભયંકર છે. મિથ્યાત્વ મોહનીયથી જીવ છતી આંખે આંધળો બને છે. બધી વાસનાઓનું મૂળ કારણ મિથ્યાત્વની અંધતા છે. એ અંધતાને ટાળનાર સદ્ગુરુ છે, ભગવાન છે.
પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન.' - પૂ. આનંદઘનજી. આ બધું બને પછી જ બોધિ મળે. શરણાગતિ વિના કદી બોધિ (સમ્યગ્ દર્શન) મળતું નથી. માટે જ ‘સરળવ્યાન' પછી ‘વોહિયાળું' લખ્યું છે.
ભગવાનનું નિર્વાણ કલ્યાણક (દીવાળી) અને બેસતું વર્ષ નજીક આવી રહ્યા છે. દીવાળી અને નવા વર્ષનું જ આ ભેટણું પ્રભુ તરફથી મળ્યું છે, એમ માનજો.
(૧૯) વોહિલ્યાનું ।
બોધિ એટલે જિન-ધર્મની પ્રાપ્તિ. ત્રણ કરણ પામીને રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ ભેદીને મળતું સમ્યગ્દર્શન તે બોધિ છે, જે શમ-સંવેગાદિ લક્ષણોથી જણાય છે. અન્યદર્શનીઓ આને (સમ્યગ્દર્શનને) ‘વિજ્ઞપ્તિ’ કહે છે.
સમ્યગ્દર્શન પૂર્વે થતા ત્રણેય ક૨ણો સમાધિ સૂચક છે. સમાધિમાં મનનું (વિચારોનું) મૃત્યુ થઈ જાય છે, પણ ઉપયોગ કાયમ રહે છે.
શરીરથી ખોરાકનો ખ્યાલ આવી જાય. ‘પીનો દેવત્ત: વિવા ન મુ' ‘જાડો દેવદત્ત દિવસે ખાતો નથી.’ તે ભલે દિવસે નહિ ખાતો હોય, પણ રાત્રે તો ખાતો જ હશે ! નહિ તો આટલી હૃષ્ટ-પુષ્ટતા ક્યાંથી ? જાડો માણસ જો એમ કહેતો હોય કે મેં ૨૦૦ ઉપવાસ કર્યા છે તો નક્કી કંઈક
* કહે, કલાપૂર્ણસૂરિ-૪
૨૧૦