________________
સાગરોપમની છે. આવી ઉત્કૃષ્ટ સ્થિતિ જે હવે એકેય વાર બાંધવાનો નથી તે અપુનર્ધધક કહેવાય.
- મિથ્યાત્વની ઉત્કટતા હોય ત્યાં અનંતાનુબંધીની પણ ઉત્કટતા હોય. અન્તર્મુહૂર્તમાં ૭૦ કોડ કોડિ સાગરોપમ (એટલે કે ૩ી કાલચક્ર) કર્મની સ્થિતિ બાંધી શકાય.
સમ્યકત્વ અટકાવનાર આ દર્શન મોહનીય જ છે. એને સૌ પ્રથમ પરાસ્ત કરવો પડશે. એના માટે ડગલે ને પગલે નમો અરિહંતાણં' જપતા જાવ. મોહની સામે આ મોરચો માંડવો જ રહ્યો. લોગસ્સ શું છે ? ભગવાનને નમસ્કાર છે. નમસ્કાર તે મોહ સામે પ્રત્યાક્રમણ છે.
દુર્યોધન - રાવણ વગેરે યુદ્ધો કરીને જેટલા કર્મો બાંધે તેનાથી પણ વધુ કર્મ દેવ-ગુરુની આશાનતાથી બંધાય છે. પેલો નરકમાં જાય પણ દેવ-ગુરુની આશાતનાવાળો નિગોદમાં જાય.
ભક્તિ ઓછી થાય તો ભલે થાય, પણ દેવ-ગુરુની આશાતના તો કદી જ નહિ કરતા.
આત્મ-સાધક અલ્પ હોય લોકોત્તરમાર્ગની સાધના કરનાર પણ મોક્ષની જ અભિલાષાવાળા અલ્પસંખ્યામાં હોય છે. તો પછી લૌકિકમાર્ગ કે જ્યાં ભૌતિક સુખની અભિલાષાની મુખ્યતા છે, ત્યાં મોક્ષાર્થી અલ્પ જ હોયને ? જેમ મોટા બજારોમાં રત્નના વ્યાપારી અલ્પ સંખ્યામાં હોય તેમ આત્મસાધકની સંખ્યા પણ અલ્પ હોય છે.
Jો .
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * 2
*
*
*
*
*
*
*
*
*
*
* *
૬૩