________________
આ. વદ-૯ ૧૮-૧૦-૨૦૦૦, બુધવાર
જે ગુણ ગાવ તે ગુણ તમારો.
પ્રભની કોઈ કરુણા નજર પડી અને ગત જન્મમાં આપણે કોઈ પુણ્ય કાર્ય કર્યું જેના પ્રભાવે ધર્મ સામગ્રી યુક્ત આવો જન્મ મળ્યો, જ્યાં અરિહંત જેવા દેવ વિષે તથા તેમના ધર્મ વિષે સાંભળવા મળ્યું.
માત્ર સાંભળવાથી ભગવાનના ગુણો આવતા નથી, તે જીવનમાં ઊતારવા પડે છે. દુકાનમાં માલ જો ઈને ખુશ થઈ જાવ, તેટલા માત્રથી માલ મળતો નથી, કિંમત ચૂકવવી પડે છે. જો કે દુકાનનો માલ જોઈને તમે ખુશ થાવ તો તમને કાંઈ ન મળે, પણ ભગવાનના ગુણો જોઈને રાજી થાય તો પણ કામ થઈ જાય. એ ગુણો તમને મળી જાય.
ગુણોનો પ્રારંભ ક્યાંથી કરવો? ભવ-નિર્વેદથી. ભવ એટલે સંસાર.
=
=
=
=
=
=
=
=
૧૮૦.