________________
“જિનવર જિનાગમ એકરૂપે” આ વાત પ. વીરવિજયજી ક્યાંથી લાવ્યા ? પુખરવરદી. જુઓ. તેમાં સૌ પ્રથમ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. શિષ્ય શંકા ઊઠાવે છે : અહીં તો આગમની સ્તુતિ ચાલે છે. તો ભગવાનની સ્તુતિ શા માટે ? શંકાનું સમાધાન આપતાં કહ્યું : ભગવાન અને શ્રુત બન્ને એક છે, એમ બતાવવા માટે.
• તમારું જ્ઞાન તદુભય સુધી ન પહોંચે તો તેની પહેલાના સાતેય વ્યર્થ છે.
તદુભયનો અર્થ સૂત્ર અને અર્થ એ તો થાય જ છે, પણ એનો મહત્ત્વપૂર્ણ બીજો અર્થ પણ છે : જીવનમાં ઊતારવું તે. જેવું જાણ્યું તેવું જીવવું તે તદુભય છે.
શ્રુતજ્ઞાન ભણતા હોઈએ ત્યારે ભગવાન જ સામે દેખાવા જોઈએ, એટલા માટે હું આ વાત કરું છું. આપણે તો ભગવાન અને ભગવાનનું નામ, ભગવાન અને ભગવાનના આગમ - અલગ કરી મૂક્યા છે. ભગવાન આ રીતે જ તમારી પાસે આવશે, દેહધારી બનીને નહિ આવે, જેમ જૈનેતરોમાં આવે
“નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન.' એમ માનવિજયજીએ એમને એમ નથી કહ્યું. નામ બોલતી વખતે તમારી ચેતના ભગવન્મય બની એટલે ભગવાન આવી જ ગયા સમજો.
પૂ.આ. હેમચન્દ્રસાગરસૂરિજી : બેધ્યાનપણે પણ ભગવાનનું નામ લેવાય ને ?
પૂજ્યશ્રી ઃ તે વખતે ભગવાન નથી આવતા એમ સમજી લો. ભગવાન સિવાય કશું યાદ ન હોય, માત્ર ભગવાનનું જ સ્મરણ હોય તો ભગવાન આવે જ.
આ તો તમે મનમાં ૧૭ ચીજો રાખીને ભગવાનને યાદ કરો છો. ભગવાન ક્યાંથી આવે ? | મુનિ ભાગ્યશવિજયજી : ભગવાનની ફી ઘણી ઊંચી
છે.
પૂજ્યશ્રી ઃ હા, છે જ. નહિ તો ઘણાય ભગવાન મેળવી
૮
*
*
*
*
*
*
*
*
*
*
*
*
;