________________
આપણા બધા જન્મો એકડા વગરના મીંડા જેવા વ્યર્થ ગયા છે. સમકિત વિના બધું શૂન્ય છે.
એમ મને સતત લાગ્યું છે. આથી જ મેં ભગવાનને પકડ્યા છે, ભગવાનના સાધુ અને ભગવાનનો ધર્મ પકડ્યો છે. એના વિના સમ્યગ્ દર્શન નહિ જ મળે એવી મને સતત પ્રતીતિ થતી રહી છે ને શાસ્ત્રથી એવી પુષ્ટિ મળતી રહી છે.
ભગવાનને આપણી કોઈ અપેક્ષા નથી, ભગવાન પોતાની પૂજા થાય એવું ઈચ્છતા નથી, પણ એમની પૂજા વિના, એમનું શરણ લીધા વિના આપણો ઉદ્ધાર નહિ જ થાય, એ નક્કી છે. પર-કૃત પૂજા રે, જે ઈચ્છે નહિ રે.”
- પૂ. દેવચન્દ્રજી. ભગવાનની શરણાગતિ સ્વીકા૨વા અહીં પૂ. હરિભદ્રસૂરિજી કહે છે : વિતવ્યHજ્ઞા – પ્રથાનેન ! ભગવાનને સામે રાખી આજ્ઞાપ્રધાન બનો. પ્રણિધાનને સ્વીકારો. પ્રણિધાન વિના બધું એકડા વગરના મીંડા જેવું છે.
સાધુની સેવાથી ધર્મ-શરીરની પુષ્ટિ કરો. સાધુ-સેવાથી જ ધર્મમાં વૃદ્ધિ થશે.
પછી શિખામણ આપતાં હરિભદ્રસૂરિજી કહે છે : થાય તો શાસનની પ્રભાવના કરજો. એ ન થાય તો શાસનની અપભ્રાજના થાય એવું તો કદી જ નહિ કરતા : રક્ષાર્થ प्रवचनमालिन्यम्।
શાસનની અપભ્રાજનાથી આજ્ઞાભંગ, મિથ્યાત્વ, અનવસ્થા અને વિરાધના આ ચારેય દોષ લાગે, એમ છેદસૂત્રો વાંચવાથી સમજાશે.
આવું વિધિનો આગ્રહી જ કરી શકે. આથી સર્વત્ર વિધિપૂર્વક જ પ્રવૃત્તિ કરવી. થોડું પણ થાય, પણ વિધિપૂર્વક થયેલું હશે તો અનંતગણું ફળ મળશે.
વિધિ, સૂત્ર વિના જાણી ન શકાય.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * *
*
*
*
*
*
*
*
*
*
*
*
* ૨૩૫