________________
aak)
સૂત્રોના એકેક અક્ષરમાં છૂપાયેલા છે.
૨૩૬
bicò
કા. સુદ-૪ ૩૧-૧૦-૨૦૦૦, મંગળવાર
આ વિષમ કાળમાં આ ગ્રન્થ (લલિત વિસ્તરા) ન મળ્યો હોત તો વીતરાગ પ્રભુની કરુણા કદાચ જલ્દી સમજી શકાત નહિ.
આજે પણ જુઓ. આપણા સંઘમાં ભગવાન વીતરાગ તરીકે જેટલા પ્રસિદ્ધ છે, તેટલા કરુણાશીલ તરીકે નથી.
આપણે પુરુષાર્થ કરીએ તો ભગવાન મળે એ બરાબર, પણ આપણા પુરુષાર્થને પણ પ્રેરણા આપનાર ભગવાન જ છે, એ સમજવું પડશે.
અનંતા જન્મોનું પુણ્ય એકઠું થાય ત્યારે ભગવાનની કરુણા સમજાય, એટલું નક્કી માનજો.
પ્રતિમાના દર્શન વખતે સાક્ષાત્ ભગવાનના દર્શન કરી રહ્યો છું, એવી બુદ્ધિ અગણિત પુણ્યના ઉદય
* કહે, કલાપૂર્ણસૂરિ-૪