________________
મૂંગું બાળક પ્રાયઃ બહેરું જ હોવાનું ! જેણે કદી સાંભળ્યું નથી તે શી રીતે બોલી શકશે ?
આ કાનથી પરનિંદા કે સ્વપ્રશંસા સાંભળવી તે કાનનો અપરાધ છે. આ અપરાધ જે નથી સેવતો તે મહાયોગી છે.
નિંદા-સ્તુતિ-શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણે; સો જોગીસર જગમેં પૂરા, નિત ચઢતે ગુણઠાણે.”
- ચિદાનંદજી. જે ઈન્દ્રિયોનો દુરુપયોગ કરીએ તે ઈન્દ્રિય ભવાન્તરમાં આપણને ન મળે. જેમ બીજા માટે ધર્મ દુર્લભ બનાવીએ તો આપણા માટે જ ધર્મ દુર્લભ બની જાય.
આ ઈન્દ્રિયોનો સદુપયોગ કરો. કાનથી પરપ્રશંસા, જીભથી ગુણની પ્રશંસા, આંખથી દિન-દર્શન કરતા રહો, જેથી ભવાંતરમાં તે તે ઈન્દ્રિયો તો મળશે જ. સાથે અનાસક્તિ પણ મળશે.
આ વાચના તમારા જ માટે નથી આપતો. હું મારા માટે પણ આપું છું. સ્વ-કલ્યાણનું લક્ષ પહેલા જોઈએ. ભગવાન પણ પરાણે કોઈને મોક્ષ આપી શકતા નથી, તો આપણે કઈ વાડીના મૂળા ?
શાસ્ત્ર એટલે ભગવાનની દેશનાની ટેપ ! ગાયક ભલે મૃત્યુ પામી ગયો હોય, પણ તમે તેનું ગીત ટેપ દ્વારા સાંભળી શકો છો.
- મહેસાણામાં ભણેલા પ્રજ્ઞાચક્ષુ આણંદજી પંડિતજી બહુ બુદ્ધિમાન હતા. એકવાર કંઠસ્થ કરેલું કદી ભૂલે નહિ. ૨૦-૨૫ વર્ષ પછી પ્રતિક્રમણમાં અજિતશાન્તિ બોલેલા ત્યારે પૂ. કનકસૂરિજી મ. વગેરે સ્તબ્ધ બની ગયેલા. બુદ્ધિ કોઈના બાપની નથી. વિ.સં. ૨૦૨૦ ભુજપુર ચાતુર્માસમાં નાના બે મુનિ (પૂ. કલાપ્રભ - કલ્પતરુ વિ.મ.) ને ભણાવતા કહેતા : કશું આવડતું નથી. સાવ ઠોઠ ! ઢબુના ઢ ! આવા પંડિતજી કચ્છની શોભારૂપ હતા.
આંધળા પાસે દીપક વ્યર્થ છે. તેમ મિથ્યાત્વી માટે ભગવાન વ્યર્થ છે. દોષ દીપકનો નથી, આંખ નથી તેનો છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૮૫