________________
દોષ ભગવાનનો નથી, સમ્યક્ત્વ નથી તેનો છે.
મારી વાત તમે બહેરા હો ને ન સંભળાય તો મારો દોષ ?
ઘૂવડને સૂર્ય ન દેખાય તેમાં સૂર્યનો દોષ ?
સમવસરણમાં બધાને બોધ થતો નથી. હમણા પણ નથી થતો. એમાં ભગવાનનો દોષ નથી. ભગવાન દ્વારા પણ સર્વને બોધ ન થતો હોય તો આપણી વાત જ શી ? કોઈ બોધ ન પામે ત્યારે આ એંગલ સામે રાખવું ઃ ભગવાન જેવાની વાણી પણ કેટલાકને પીગળાવી ન શકે તો આપણે કોણ ?
આપણે તો એવા શાહુકાર કે અહીંનું કાંઈ મુકામમાં લઈ ન જઈએ. બધું ખંખેરીને જ જઈએ. ખાવા-પીવાનું કશું અટકતું નથી. પછી આ બધી લમણાઝીંક શાની ? “ક્તિનાપિ મર્તવ્યમ, મપત્તેિના િકર્તવ્ય
ઈશષvi ઋર્તિવ્ય ?' આમ જાણીને જ્ઞાનથી દૂર નથી ભાગવાનું, પણ તે માટે વધુ પ્રયત્ન કરવાનો છે.
ઉપદેશમાળાના મંગલાચરણમાં ઋષભદેવને સૂર્ય અને મહાવીરસ્વામીને ચક્ષુ કહ્યા છે. સૂર્ય આકાશમાં છે, પણ આંખ આપણી પાસે છે, સાથે જ રહે છે. એવું કદી બને કે આંખ ક્યાંક રહી જાય ને તમે બીજે પહોંચી જાવ ? ચમા રહી જાય તેવું હજુ બને. પણ આંખ ? આંખ તો ચોવીશેય કલાક તમારી સેવામાં હાજર છે.
એકલા સૂર્યથી ન ચાલે, આંખ પણ જોઈએ. એકલી આંખથી ન ચાલે, સૂર્ય પણ જોઈએ. ભગવાન આપણા માટે સૂર્ય જ નથી બનતા, આંખ પણ બને છે. ભગવાન જગતના ચક્ષુ હોય તો આપણા માટે તે ચક્ષુ નહિ ? આપણે જગતમાં આવી ગયા કે નહિ ?
ચક્ષુની જેમ ભગવાન સદા સાથીદાર બનીને રહે છે, જો આપણે રાખીએ તો.
સૂયગડંગ સૂત્રની વીર સ્તુતિમાં, સ્મૃતિ દગો ન દેતી હોય તો ભગવાનનું આ “જગચ્ચક્ષુ” વિશેષણ આપવામાં આવેલું છે.
૮૬
*
*
*
*
*
*
*
*
*
*
*
*
#
ક