________________
જો તમે પરમ-પદ ઈચ્છો છો કે જગતમાં કીર્તિ ઈચ્છો છો તો તમે જિનવચનમાં આદર કરો.
જિન-વચન આગળ કરો છો ત્યારે ભગવાનને આગળ કરો છો. ભગવાનને આગળ કર્યા એટલે બધે જ સફળતા જ સફળતા !
જિન-વચન ગુરુને આધીન છે. ગુરુ વિનયને આધીન છે. નમો અરિહંતાણમાં પ્રથમ નમો વિનયનો સૂચક છે.
તથાભવ્યતાનો પરિપાક કરવામાટે બીજા ૪ કારણો નહિ, પણ આપણો ભગવાનને પામવાનો પુરુષાર્થ જ મુખ્ય છે. ભગવાન જ બધું છે. કાળ વગેરે બધા ભગવાનના જ દાસ છે, એમ માનીને પુરુષાર્થ કરવાનો છે.
વેપારીઓને ત્યાં બે વિભાગ હોય છે :
ખાતું અને રોકડ. ખાતું નવકાર છે. રોકડ બાકીની દ્વાદશાંગી. ખાતામાં માત્ર ટાંચણ જ હોય.
હવે હું પૂછું છું : રોકડ ખોવાઈ જાય તો નુકશાન કે ખાતું ખોવાઈ જાય તો વધુ નુકશાન ?
એ જ રીતે નવકાર ખોવાઈ જાય તો બધું ખોવાઈ જાય.
એક નવકારના આધારે પૂ.પં. ભદ્રંકરવિજયજી મહારાજે અનેક અગમ્ય પદાર્થો શોધી કાઢ્યા અને કહ્યું : નવકારથી નિર્મળ બનેલી પ્રજ્ઞા તમને બધું જ શોધી આપશે.
ગણધરોને તો માત્ર ત્રણ જ પદો ભગવાને આપેલા. એ માતૃકા છે. એ ખાતું છે. તેના પરથી બનાવેલી દ્વાદશાંગી તે રોકડ છે.
* ચાર માતા :
(૧) વર્ણમાતા : જ્ઞાનમાતા : અ થી સુધીના અક્ષરો. - જુના જમાનામાં માતાની જેમ અક્ષરોને પૂજતા. ગણધરોએ સ્વયં તેને નમન કર્યું છે : “નમો નંબઇ ત્રિવિણ '
અક્ષર દ્રવ્યશ્રુત હોવા છતાં ભાવશ્રુતનું કારણ છે.
કહે,
-
-
-
*
*
*
*
*
*
*
*
*
*
૦૧