________________
સૈનિકોએ લડાઈ કરી જીત મેળવી, પણ જીત ગણાય રાજાની જ ને ?
રસોઈઓ જમાડે છે, પણ જમણ શેઠનું જ ગણાયને ? દાસે ગધેડો ખરીદ્યો પણ ગણાય શેઠનો જ ને ?
આપણે ચતુર્વિધ સંઘના સૌ સભ્યો ભગવાનના જ ને ? કાનજીના મતની જેમ આપણે માત્ર ઉપાદાનને સહત્ત્વ નથી આપતા, ભગવાનને આગળ રાખીએ છીએ. પૂ. દેવચન્દ્રજીની જેમ આપણે નિમિત્ત કારણને આગળ રાખીએ છીએ.
આપણે જ ભગવાનના હોઈએ તો આપણો નમસ્કાર આપણો શી રીતે હોઈ શકે ? આખા જ આપણે ગાડામાં બેઠા છીએ તો આપણું પોટલું આપણા પર ભારરૂપ શી રીતે બની શકે ?
નમસ્કાર પણ ભગવાન લઈ લે તો આપણી પાસે રહ્યું શું? એમ વિચારી ચિંતાતુર નહિ થતા. આપણા શેઠ (ભગવાન) એટલા ઉદાર છે કે એ આપણા નમસ્કાર વગેરે રાખી મૂકતા નથી, પણ ઊલ્ટા અનેકગણા વધારીને આપે છે.
આપણે હજુ ભગવાનને સંપૂર્ણ સમર્પિત બન્યા નથી. સમર્પિત બન્યા હોઈએ તો જુદાઈ શાની ?
હું પોતે સાથે છું. મારામાં એટલો સમર્પણ ભાવ પ્રગટ્યો નથી.
પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : આ બધું બહુ કઠણ છે.
પૂજ્યશ્રી : કઠણ છે તો પણ કરવાનું છે. તમારા જેવા વક્તાઓ અહીં સાંભળવા આવે છે, તે જ યોગ્યતાને સૂચવે છે. તમારા જેવા એક અનેકોને પહોંચાડશે.
પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી ઃ અમે તો આપને લુંટવા આવ્યા છીએ.
પૂજ્યશ્રી ઃ હવે તમે પણ બીજાને આપજો . મારી જેમ કંજુસ નહિ બનતા.
પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : કંજુસ શબ્દનો પ્રયોગ શુભ ઘડીએ થયો લાગે છે.
૪
*
*
*
*
*
*
*
*
*
*
*
*
ક