________________
પૂજ્યશ્રી ઃ તે દિવસે આગમ-પરિચય-વાચનામાં મેં ભગવતી માટે (કલાક, દોઢ કલાક માટે) ના કહેલી એટલે તમને કંજુસાઈ લાગી હશે, પણ સ્વાથ્યના કારણે બહુ ખેંચી શકું તેમ ન લાગતાં મેં ના કહેલી, બાકી ક્યાં વાંધો હતો ?
પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી ? નહિ, એવું મારા મનમાં જ ન્હોતું. એ વાત તો પૂ. કલ્પતરુવિજયજી પાસે થઈ ગઈ હતી. પરમ દિવસે તો આપ પોણો કલાક બહુ જ સ્વસ્થતાથી બોલેલા.
- પૂજ્યશ્રી : ૧૫-૨૦ મિનિટનું કહીને ૩૦-૪૦ મિનિટ થઈ જાય તો વાંધો નહિ, પણ કલાકનું વચન આપ્યા પછી ૨૦ મિનિટમાં પૂરું ન કરી શકાય. સમજાયું ?
જ સકલ જીવરાશિમાં ભગવાન છે. સકલ જીવરાશિમાં આપણે ખરા કે નહિ ? જો આપણે ભગવન્મય હોઈએ તો એથી ઓછું શા માટે માનવું ?
ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા તરીકે આપણે સિદ્ધોની સાથે છીએ. (ભગવતીમાં હમણા ૮ આત્માઓની વાત ચાલે છે. ઉપયોગાત્મા આદિ ત્રણ એમાંના જ છે.)
સિદ્ધ સમાન હોવા છતાં આપણે પામર બનેલા છીએ. આ જ મોટી કરુણતા છે.
• આપણે પાસ નાખીએ છીએ દેહ આદિ પર, પણ બંધાઈએ છીએ આપણે પોતે જ. આપણો આ પાસ નવો છે. માછીમાર જાળ નાખે, પણ પકડાય માછલીઓ, પણ અહીં તો આપણી જાળમાં આપણે જ પકડાઈ રહ્યા છીએ. સિદ્ધત્વ યાદ રહે તો આવી જાળમાં કદી સપડાઈએ નહિ. आत्मबोधो नवः पाशो, देहगेहधनादिषु । यः क्षिप्तोऽप्यात्मना तेषु, स्वस्य बन्धाय जायते ॥
- જ્ઞાનસાર. . चतुरशितिजीवयोनिप्राणनाथाय ।
- શક્રસ્તવ. ભગવાન ચોરાશી લાખ જીવયોનિના પ્રાણનાથ છે. ભગવાને તો આપણી સાથે અભેદભાવ કર્યો, પણ
*
*
*
*
*
*
*
*
* ૧૫