________________
આપણે જ ભગવાન સાથે ભેદ રાખ્યો છે. ભગવાન તો આપણી સાથે સંપર્ક રાખવા તૈયાર જ છે, આપણે જ તૈયાર નથી. ભગવાન સાથે સંપર્ક સાધવા જ “પ્રીતલડી બંધાણી રે' વગેરે સ્તવનો ગાઉં છું.
(૨)પુરિવારથહસ્થી !
આ પદથી ગુણ ક્રમ-અભિધાન-વાદી બૃહસ્પતિના શિષ્યોના મતનું નિરસન થયું છે.
આત્માના અનંત ગુણોમાં કોઈ ક્રમ નથી. જૈન દર્શન એકાંતમાં માનતો નથી. માટે ગુણોનું વર્ણન ક્રમથી પણ કરાય, ઉત્ક્રમથી પણ કરાય.
પેલાની દલીલ એ છે કે અમુક ગુણો છદ્મસ્થ અવસ્થાના છે. કોઈ ગુણો કેવળજ્ઞાન પછીના છે. ગુણ-વર્ણન ક્રમશઃ હોવું જોઈએ.
પણ આપણે ત્યાં પશ્ચાનુ પૂર્વીથી, પૂવનુપૂર્વીથી અનાનુપૂર્વીથી બધી રીતે વર્ણન થઈ શકે. દા.ત. મુખ્યતાની અપેક્ષાએ સમ્યગ્દર્શનના લક્ષણોમાં શમ પ્રથમ છે. ઉત્પત્તિની અપેક્ષાએ આસ્તિકતા પ્રથમ છે. ત્યાં પશ્ચાનુપૂર્વી પણ સ્વીકારાઈ છે. તેમ અહીં પણ સમજવું.
જે ગંધહસ્તીથી બીજા હાથીઓ ભાગે, ઘાસલેટથી કીડીઓ ભાગે, તેમ ભગવાનથી બધા ઉપદ્રવો ભાગી જાય છે. માટે જ ભગવાન પુરુષોમાં “ગંધહસ્તી' છે.
પુણ્યપુરુષ હોય ત્યાં ઉપદ્રવો ઓછા હોય, એમના સાન્નિધ્યમાં આનંદ-મંગલ વર્તતો હોય છે.
- પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : જેમકે હમણા ઉપદ્રવો નથી.
પૂજ્યશ્રી ઃ એમ ન કહેવાય. તમે બધા સાથે જ છોને ? કહેનારા તો એમ પણ કહે છે કે એ હોય છે ત્યાં વૃષ્ટિ નથી આવતી.
બન્ને બાજુ બોલનારા લોકો હોય છે. આપણે બન્નેમાં સમભાવ રાખવો.
• અલોકમાં જવું છે કોઈને ? મોટી જગ્યા મળશે !
૧૬
*
*
*
*
*
*
* * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
*
*
*
* =