________________
જુદાઈ થોડી થઈ જાય છે ?
ભૂતનો વર્તમાનમાં આરોપ કરીને જેમ ભગવાનના કલ્યાણકોની આરાધના કરાય તેમ ભાવિનો પણ વર્તમાનમાં આરોપ કરી શકાય. આ જ દૃષ્ટિએ ભરતે અષ્ટાપદ પર ૨૪ તીર્થકરોની મૂર્તિ ભરાવેલી.
આ જ દૃષ્ટિકોણથી હું કહું છું : એક તીર્થકરની સ્તવના સર્વ તીર્થકરોને પહોંચે છે. એક તીર્થંકરનો પ્રભાવ તમે ઝીલો છો ત્યારે સર્વ તીર્થકરોનો પ્રભાવ ઝીલો છો. એક તીર્થકરને પ્રેમ કરો છો ત્યારે તમે સર્વ તીર્થકરો પ્રત્યે પ્રેમ કરો છો. એક તીર્થકરને તમે પ્રેમ કરો છો ત્યારે તમે સર્વ તીર્થકરોના નામસ્થાપના, આગમ આદિ સર્વ પર પ્રેમ કરો છો.
નામ પ્રભુ સાથે અભેદ સાધે, પછી મૂર્તિ સાથે અભેદ સાથે તેને જ ભાવ ભગવાન મળી શકે. એટલે જ આપણને અહીં (ભરતક્ષેત્રમાં) રાખવામાં આવ્યા છે. જેથી નામસ્થાપનાની ભક્તિ કરી ભાવ-ભગવાન માટેની ભૂમિકાનું નિર્માણ કરી શકીએ.
આપણે નામ-નામીને તદ્દન ભિન્ન માનીએ છીએ, તેથી જ હૃદયથી ભક્તિ કરી શકતા નથી. હમણા જ ભગવતીમાં અમે વાંચી આવ્યા : ગુણ-ગુણીનો કથંચિત્ અભેદ હોય છે. જો એમ ન હોય તો ગુણ અને ગુણી બન્ને અલગ-અલગ થઈ જાય. ગુણ-ગુણીની જેમ નામ-નામીનો પણ અભેદ છે.
નામ, મૂર્તિ અને આગમમાં તો ભક્ત, ભગવાનને જુએ જ, આગળ વધીને ચતુર્વિધ સંઘના પ્રત્યેક સભ્યમાં પણ ભગવાન જુએ છે. તીર્થ તીર્થકર દ્વારા સ્થાપિત છે. ગુરુ શિષ્ય પર ઉપકાર કરે છે તે પણ વસ્તુતઃ ભગવાનનો જ ઉપકાર છે. ગુરુ તો મારા વાહક છે, માધ્યમ છે.
શાસ્ત્રોમાં ત્યાં સુધી કહ્યું છે : આપણે ભગવાનને કરીએ છીએ તે નમસ્કાર પણ આપણો નહિ, ભગવાનનો ગણાય, નૈગમનથી.
નમસ્કાર મેં કર્યો તે ભગવાનનો શી રીતે ? દલાલે શેઠવતી કમાણી કરી, પણ તે ગણાય શેઠની જ
ને ?
*
*
*
*
*
=
=
=
*
*
*
*
* ૧૩