________________
ભા. વદ-૬ ૧૯-૯-૨000, મંગળવાર
એક તીર્થકરની જીવતા સર્વ તીર્થકરોને પહોંચે છે.
તીર્થકરમાં અચિત્ય શક્તિ હોય છે. કલ્પનામાં પણ ના આવે તેવા ઉપકારો તે શક્તિથી થતા રહે છે. દીર્ઘદૃષ્ટિથી વિચારીએ તો મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા તીર્થંકર પણ ઉપકાર કરે જ છે. ઘરનો માણસ વિદેશ જાય તોય ઘરનો જ કહેવાય. તીર્થકર કોઈપણ સ્થળે હોય, આપણા જ છે ! મહાવિદેહ ક્ષેત્ર ભગવાન મહાવિદેહના લોકોના જ નથી, આપણા પણ છે. જો એમ ન હોત તો રોજ તેમના ચૈત્યવંદનનું વિધાન ન હોત !
ભગવાને આપણને અહીં રાખ્યા છે તે આપણને પરિપક્વ બનાવવા ! જુદા ક્ષેત્રમાં રહીએ છીએ, તેથી આપણે કાંઈ જુદા નથી ! મા પોતાના પુત્રને કમાણી માટે પરદેશમાં મોકલે તેથી હૃદયની
૧૨
*
*
*
*
*
*
*
*
*
* * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * ક