________________
ન્યારો ! ભગવાન પણ કમળ જેવા છે.
લક્ષ્મીએ પોતાના નિવાસરૂપે કમળને સ્વીકાર્યું છે, માટે જ તે “કમળા” કહેવાઈ છે. લક્ષ્મીએ કમળ પાસે જવું પડે છે. અહીં કમળ પ્રભુની સેવા કરવા આવે છે. પ્રભુના પગલા પડે ત્યાં કમળ હાજર થઈ જાય છે !
કમળ આનંદનું કારણ બને, તેમ ભગવાન મોક્ષ-પરમ આનંદનું કારણ બને છે. 'जयइ जगज्जीवजोणि, वियाणओ जगगुरु जगाणंदो ।'
– મલયગિરિ આવશ્યક ટીકા. આ શ્લોકમાં ભગવાનને “viડો' કહ્યા છે. ભગવાન જગતને આનંદ આપનારા તો છે જ, એમનો કહેલો ધર્મ પણ આનંદ આપનારો છે.
ભગવાને કેવી ગોઠવણ કરી આપી છે ? વિચારતાં જ આનંદ-આનંદ છવાઈ જાય ! અનાર્ય કુળમાં જન્મ્યા હોત તો ? અજૈન કુળમાં કે માંસાહારીને ત્યાં જન્મ્યા હોત તો ? જૈનને ત્યાં જન્મ લેવા છતાં આવા સંસ્કારી મા-બાપ ન મળ્યા હોત તો ? ભગવાને આપણા માટે કેટલી સુંદર વ્યવસ્થા કરી આપી છે ? આ વિચારતાં જ આનંદ ન છવાઈ જાય ?
આવી સામગ્રી મળી, સંસ્કારો ટકી રહ્યા તેનું કારણ પુણ્ય છે. પુણ્યનું કારણ ભગવાન છે. માટે જ ભગવાને જ આ બધું ગોઠવી આપ્યું, એમ કહી શકાય.
ભગવાનનો ધર્મ કેવો આનંદકારી છે ? એમના ધર્મનું પાલન ભલે તમે કરો, પણ આનંદ કોને થાય ? ધર્મી જે જીવોની રક્ષા કરે તેમને આનંદ ન થાય ? ભગવાનનો જન્માદિ થાય અને સમગ્ર જીવને આનંદ થાય છે, તે આ જ વાતનું પ્રતીક છે.
બીજાને સુખ-આનંદ અને પ્રસન્નતા આપીએ, એ જ ધર્મ પાસેથી શીખવાનું છે. એક “અભય” શબ્દમાં આનંદ, સુખ, પ્રસન્નતા વગેરે બધું જ છે. ભગવાન જ નહિ, ભગવાનનો ભક્ત પણ અભયદાતા હોય, ભગવાનનો સાધુ એટલે આનંદની પ્રભાવના કરનારો ! જ્યાં જાય ત્યાં આનંદની
૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪