________________
પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ :
એક ક્ષણ જેટલો પણ સમય પ્રમાદમાં ન જાય, એવી સતત જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધનામય જીવન-ચર્યા, શિષ્ય વર્ગને શાસ્ત્ર-વાંચનાદિ અધ્યયન કરાવવાની પ્રવૃત્તિ, આવતા તત્ત્વ - જિજ્ઞાસુઓના ચિત્તને યોગ્ય સમાધાન અને સંતોષ આપવાની અભુત કળા, રાત્રિના સમયમાં જાપ, ધ્યાન, યોગ વગેરેની સાધનામાં સદા તન્મયતા... વગેરે પૂજ્ય કલાપૂર્ણસૂરિજી મ.ના ઝળહળતા વ્યક્તિત્વના ચમકતા પાસાઓ છે. ખરેખર પૂજ્યશ્રી વર્તમાનયુગની એક વિશિષ્ટ વિભૂતિ છે.
નાના-મોટા સર્વ જીવો પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ નીતરતી વાત્સલ્યની ધારા, અપરાધી પ્રત્યે પણ વહેતો કરુણા-પ્રવાહ એ એમની સંયમ-સાધનાનો પરિપાક છે.
ગમે તેવા ઉગ્ર વિહાર, મહોત્સવાદિ પ્રસંગોના ભરચક કાર્યક્રમો વગેરેથી શરીર શ્રમિત થવા છતાં મંદિરમાં પ્રભુને જોતાં જે પ્રસન્નતાનો પમરાટ એમના ચહેરા પર અંકિત થતો જોવા મળે છે, તે એમના હૃદયમાં અરિહંત પરમાત્મા પ્રત્યેની અવિચળ ભક્તિ અને આત્મસમર્પણ ભાવની પરાકાષ્ઠાને પ્રકાશિત કરે છે. પરમાત્મ - દર્શનથી આત્મદર્શનના ધ્યેયને સિદ્ધ કરનારા આ સાધક મહાત્માનું જીવન જોઈને કહેવું પડે ? ભક્તિ - યોગ સર્વતોમુખી વિકાસનું બીજ છે.
એ મહાન સાધકના ચરણોમાં કોટિશઃ વંદન કરવા પૂર્વક આપણે ઈચ્છીએ કે તેઓશ્રી ચિરકાળ સુધી પૃથ્વીને પાવન બનાવતા રહે અને જિનશાસનની પ્રભાવના કરતા રહે.
- શ્રી મુનીન્દ્ર (મુક્તિ/મુનિ) (સમાજ ધ્વનિમાંથી સાભાર - વિ.સં. ૨૦૪૪)
૪૦૬
*
*
*
*
*
*
*
*
* * * * * કહે, કલાપૂર્ણસૂરિજ
*
*
*