________________
पू. प्रेमसूरिजी श्रीफल की तरह उपर से कठोर थे, लेकिन भीतर से कोमल थे ।
आज के दिन संकल्प करना : जब तक चारित्र नहीं लूंगा, तब तक आयंबिल करूंगा या दूसरा कुछ भी त्याग करुंगा ।
૦ પૂ.પં.શ્રી વજસેનવિજયજી :
૨૦૦૪થી હું પૂજ્યશ્રીને બરાબર ઓળખું. ત્યારે નિવૃત્તિ નિવાસમાં ચાતુર્માસ હતું. હું (સંસારીપણામાં) મુમુક્ષુ મંડળના સભ્યરૂપે પુરબાઈમાં (વિ.સં. ૨૦૦૬) હતો. પૂજ્યશ્રી ત્યારે આયંબિલ ખાતે હતા. પૂજ્યશ્રીમાં નામ પ્રમાણે ગુણ હતા. ઘણાનું નામ આનંદીલાલ હોય પણ આનંદનો છાંટોય ન હોય, પણ આ તો પ્રેમનો મહાસાગર હતા.
૧૫-૧૭ મુમુક્ષુઓમાં હું પણ હતો. બે જણ ૮-૮ વર્ષના હતા. ૧૭ વર્ષથી કોઈ મોટું હોતું. તેમાંથી ૯૦ % એ દીક્ષા લીધી. “પ્રથમ મુહૂર્ત દીક્ષા લે તેને સમેતશિખરની યાત્રાનો લાભ મળશે.” એવું સાંભળીને પૂજ્યશ્રીને મેં કહેલું : “દીક્ષા મારે લેવી છે પણ પહેલા મુહૂર્ત નહિ. મારે સમેતશિખરની યાત્રા કરવી છે.” પણ પૂજ્યશ્રી ટસના મસ ન થયા.
“તારા સંયમના વિકાસ માટે તું પૂ. મહાભદ્ર વિ.ને છોડતો નહિ.' એમ મને કહેલું. સં. ૨૦૧૯માં રાધનપુરમાં માતા (શીતળા) નીકળેલા ત્યારે જાવાલથી રાધનપુરના સંઘ પર પૂજ્યશ્રીનો પત્ર આવેલો : આ બાલમુનિને બરાબર સંભાળજો.
પૂજ્યશ્રી વચનસિદ્ધ હતા. “૧લી બુક મહિનામાં થઈ જશે. કહેતા તો થઈ જતી.
આવા પ્રેમાળ મહાત્માનું સાન્નિધ્ય ૨૦ વર્ષ સુધી મળ્યું, જોવા મળ્યા, તે અમારું અહોભાગ્ય છે.
પૂ. કીર્તિસેનસૂરિજી :
અમે એમના હાથે દીક્ષિત થયા, ૧૨ વર્ષ સાથે રહ્યા. પિંડવાડામાં ૩ ચાતુર્માસ સાથે કર્યા. એમનું વર્ણન વચનાતીત છે.
એમનું બ્રહ્મચર્ય નિર્મળ હતું. દૈનિક એકાસણામાં બે થી
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૧૯