________________
શ્રદ્ધાની ખામી લાગે છે, તેમાં ખરેખર પૂર્ણ શ્રદ્ધાની ખામી નથી હોતી. જેમાં પૂર્ણ શ્રદ્ધાની ખામી હોય તે તો આવું કદી કરે જ નહિ. શ્રદ્ધા પણ મંદ, તીવ્ર, તીવ્રતમ વગેરે અનેકરૂપે હોય છે. મંદ શ્રદ્ધા હોવાથી આપણને ભલે ન દેખાય, પણ તે હોય તો છે જ. તે શ્રદ્ધા તેના આદર વગેરેથી જણાય છે.
શ્રદ્ધા, મેધા વગેરે કદાચ તીવ્ર ન પણ હોય, પરંતુ આદર પણ આવી જાય તોય આપણો બેડો પાર થઈ જાય. આદર જ ઈચ્છાયોગ છે. ઈચ્છાયોગ જેવી તેવી ચીજ નથી. ઈચ્છાયોગવાળો સાધક એટલે બજારમાં પ્રતિષ્ઠિત વેપારી. ભલે એની પાસે મૂડી નથી, પણ બજારમાં આબરૂ છે. આબરૂના કારણે તેને બીજા વેપારીઓ રૂપિયા આપે ખરા. કારણકે તેમને વિશ્વાસ હોય છે. આ અમને રૂપિયા આપી દેશે જ.
આપણી પાસે આદર રૂપી આબરૂ હોય તો શ્રદ્ધા, મેધા વગેરે એક દિવસ મળવાના જ.
આદર પૂર્ણ હોય તો કદાચ આપણો ક્યારેક ઉપયોગ ન પણ રહે તો પણ બહુ ચિંતા નહિ કરતા. આદર જ ઉપયોગને ખેંચી લાવશે.
શેરડી, શેરડીનો રસ, ગોળ, ખાંડ અને સાકર - આ પાંચેયમાં મીઠાશ ક્રમશ: વધુને વધુ હોય છે તેમ શ્રદ્ધા આદિમાં પણ મીઠાશ ક્રમશઃ વધુને વધુ હોય છે.
શેરડીના સ્થાને આદર છે. આદર અકબંધ રહે તો શ્રદ્ધા આદિ મળશે જ. શેરડી પાસે છે તો તેનો રસ, ગોળ વગેરે પણ મળશે જ. બધાનું મૂળ આદર છે. જેમ ખાંડ સાકર આદિનું મૂળ શેરડી છે.
‘કહે કલાપૂર્ણસૂરિ’ પુસ્તક મળ્યું છે. જૈન સમાચાર'ના આગામી અંકમાં તેની નોંધ ગ્રંથ સમીક્ષા વિભાગમાં લેવા પ્રયત્ન કરીશું.
- રોહિત શાહ તંત્રી : જૈન સમાચાર, અમદાવાદ
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* * * * * * * * * * * * * ૩૪૯