________________
ક્રમશઃ વટાવીને જ આદિનાથ ભગવાનને ભેટવાના છે. આદિનાથ ભગવાન એમ સસ્તા નથી. સાડા ત્રણ હજાર જેટલા પગથિયા ચડ્યા વિના આદિનાથ ભગવાન મળતા નથી. કષ્ટપૂર્વક જે ભગવાન મળતા હોય તેના દર્શનમાં કેવો ભાવ આવે ?
છે. આ જિનવાણીના શ્રવણથી જીવનમાં તપાસજો : કષાયોની કટુતા કેટલી દૂર થઈ ? મૈત્રીની મધુરતા કેટલી વધી? આ તપાસ તમે જ કરી શકશો, બીજો કોઈ નહિ કરી શકે.
સાધના જેમ જેમ પરિપક્વ બનતી જાય તેમ તેમ ઈચ્છાઓ ખરતી જાય, ઓછી થતી જાય. પહેલા અનેક પ્રકારની ઈચ્છાઓ સાધકને થતી હતી, પણ હવે તે ઈચ્છાઓ કરી-કરીને થાકી ગયો છે. ઈચ્છાઓ જ તેને દુ:ખરૂપ લાગવા લાગે છે.
ઈચ્છાઓ સ્વયં દુઃખ છે.” એ જેટલું જલ્દી સમજાય તેટલું સારું ! આપણે ઈચ્છાઓને પૂર્ણ કરવા મથીએ છીએ, પણ જ્ઞાનીઓ કહે છે : ઈચ્છાઓ કદી કોઈની પૂર્ણ થઈ છે ?
૭ ૮ માસ ના મvidયા આમાંથી છૂટવાનો એક જ રસ્તો છે : ઈચ્છાઓને જ હટાવી દેવી. જો કે ઈચ્છાઓને હટાવવી સહેલી નથી. ઘણી મુકેલ વાત છે. કારણકે ઈચ્છાઓમાં જ આપણે સુખ માની લીધું છે. આપણે ઈચ્છાઓ પૂર્ણ કરવા મથીએ છીએ, પણ જ્ઞાનીઓ કહે છે : ઈચ્છાઓને નષ્ટ કરો. એમાં તમારે કશું જ ગુમાવવાનું નથી. સિવાય કે તમારું દુઃખ! - સુખી થવાનો આ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
૦ પ્રશ્ન : શ્રદ્ધા વગેરે ન હોય છતાં આમ બોલીએ તો મૃષાવાદ ન લાગે ?
ઉત્તર : તેની કોણ ના પાડે છે ? પરંતુ શ્રદ્ધાહીન બુદ્ધિમાન આવું કદી કરે જ નહિ. તે વિચારીને જ કરે. તમે કદાચ કહેશોઃ શ્રદ્ધાહીન બુદ્ધિમાન “સદ્ધામેદા' વગેરે ન બોલે ? પણ, તમારી વિચારણા માત્ર એકાંગી છે. જેમાં તમને
૩૪૮
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪