________________
માગ. સુ. કિ.-૧ ૨૭-૧૧-૨ooo, સોમવાર
શાસ્ત્રકારો માત્ર દિશા બતાવે. ચાલવું તો આપણે જ પડે.
જૈનેતરોને પણ નોંધ લેવી પડે કે અહીં (જૈનોમાં) એવી જો૨દા૨ યોગ સાધના છે કે જે મહાસમાધિ સુધી તાત્કાલિક પહોંચાડી દે, એવી શૈલીમાં આ લલિતવિસ્તરા ટીકા શ્રી હરિભદ્રસૂરિજી દ્વારા લખાઈ છે.
પૂર્વાચાર્યોએ કેવું સુંદર તૈયાર કરીને આપણી સામે ધર્યું છે. પણ આપણને ખાવાની ફુરસદ નથી. ખાવા જેટલો પણ આપણે પ્રમાદ ઊડાડી શકતા નથી. બીજો માણસ બહુ-બહુ તો તમારા માટે સ-રસ રસોઈ બનાવી આપે, પણ જમવાની ક્રિયા તો તમારે જ કરવી પડે ને ? શાસ્ત્રકારો બહુ-બહુ તો મુક્તિની સુંદર પ્રક્રિયા તમારી સામે ધરી આપે, પણ સાધના તો તમારે જ કરવી પડે ને ?
૩પ૦
=
=
=
=
=
=
=
=
=
=
=
=