________________
પુસ્તકો અડે પણ શાનો ?
અક્ષયને એક વાત પર પાકો ભરોસો હતો : સર્વત્ર જ્ઞાનરૂપે પ્રભુ વિલસી રહ્યા છે. જગતના ખૂણે-ખૂણામાં ભગવાનની જ્ઞાન-દૃષ્ટિ પડી રહેલી છે. એક પણ અપવિત્ર વિચાર થાય જ કેમ? એને પેદા કરનાર સાહિત્યને સ્પર્શાય જ કેમ ? અક્ષય મગજનો ખૂણે-ખૂણો સાફ કરી પવિત્ર વિચારોથી ભરવા પ્રયત્ન કરી રહ્યો હતો. તે જાણતો હતો. કરેલો કોઈ પણ શુભાશુભ વિચાર પોતાના સંસ્કારોને છોડતો જાય છે અને જિંદગીને ઘડતો જાય છે. જિંદગી એ બીજું શું છે ? વિચારોની વણઝાર અને તેથી ઘડાતો આચાર એ જ શું જિંદગી નથી ?
પ્રભુપ્રેમી અને સંગીત પ્રેમી અક્ષય :
અક્ષયરાજને વાંચનના શોખ સાથે સંગીતનો પણ શોખ હતો. સંગીતના શોખનું કારણ હતું : પ્રભુ ભક્તિ. ભક્તિથી નિરપેક્ષ સંગીતનો શોખ મારક છે પણ ભક્તિ માટે થતું સંગીત તારક છે.
ભક્તિની જમાવટ સંગીતના કારણે જોરદાર થતી હોય છે. આથી અક્ષય સ્નાત્રપૂજા, મોટી પૂજા ભક્તિભાવના વગેરે પ્રસંગોમાં અવશ્ય જતો. ત્યાંના સંગીત-મંડળમાં પોતે સંગીત શીખતો અને સ્તવનો વગેરે ગાવાની પ્રેકટીસ કરતો. એનો કંઠ મધુર હતો એટલે સંગીત શીખતાં વાર ન લાગી. થોડીવારમાં તો તે હારમોનિયમ પણ શીખી ગયો. પછી પોતે પણ પૂજાઓ ગાતો, ગવડાવતો અને બીજા ગાયકો સાથે પણ ભળી જતો.
અક્ષય દરરોજ સવારે પ્રભુ-પૂજા કરતો. ૨ થી ૩ કલાક ખૂબ જ શાન્તિ અને ભાવોલ્લાસપૂર્વક ચૈત્યવંદન આદિ કરતો. ક્યારેક સ્તવનો ગાવામાં ખૂબ જ આનંદ આવી જાય તો વધુ સમય પણ લાગી જતો.
સંગીતના જ્ઞાનની બાહ્ય-કલા અને ભક્તિની આત્તરકલાથી તેનું જીવન સમૃદ્ધ બનવા લાગ્યું.
અક્ષયના જીવનનો સૌથી મોટો રસ જો કોઈ હોય તો ભક્તિનો રસ હતો. કેટલીયે વાર તે ભગવાન પાસે કલાકોના
૩૦૬
* * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪