________________
રતનબેન સાથે અક્ષયના સગપણ કર્યા ત્યારે તેની ઉંમર ૧૬ વર્ષની હતી. મહા મહીને (મહા સુ. ૫) અક્ષયના લગ્ન થયા અને વૈશાખમાં મામા માણેકચંદભાઈ (હૈદ્રાબાદમાં) ગુજરી ગયા. અક્ષયમાં ધાર્મિક-વ્યાવહારિક સંસ્કારોનાં સિંચનથી પોતાનું જીવન-કાર્ય સમાપ્ત થયેલું માની જાણે એમણે પોતાની જીવન-લીલા સંકેલી લીધી.
મામા અક્ષયને ખૂબજ તૈયાર થયેલો જોવા ઈચ્છતા હતા. કાશ ! જો તે વધુ જીવ્યા હોત ! તો તે જોઈ શકત કે આ અક્ષય લગ્નની દિવાલોમાં પૂરાઈ રહેનાર કેદી નથી, પણ અધ્યાત્મ-ગગનમાં ઉડનાર ગરૂડ છે. પણ વિધિ વિચિત્ર છે. એને જે ગમ્યું તે ખરૂં.
લગ્નથી બંધાઈ ગયેલ હોવા છતાં અક્ષયરાજે કદી ધાર્મિક ભાવના મૂકી નહિ. અરે, લગ્નના દિવસોમાં પણ કદી તેણે રાત્રિભોજન કર્યું ન હતું. મારવાડી લગ્નો એટલે અમનચમનના ફૂવારા ! એમાં ધાર્મિક નિયમો ટકાવવા તે કાચાપોચાનું ગજું નહિ.
અક્ષયનો વાંચન-રસ :
અક્ષયને વાંચવાનો રસ હતો. તે પૂર્ણ કરવા ધાર્મિક સાહિત્યને વાંચવાનું તે ચૂકતો નહિ.
જિનવાણી” (દિગંબરો તરફથી પ્રકાશિત થતું હિન્દી સામયિક, જેમાં ધાર્મિક કથાઓ, ચિંતન આદિ આવતું.) તેમજ કાશીનાથ શાસ્ત્રીની ધાર્મિક વાર્તાઓ તથા બીજા ભક્તિપ્રધાન પુસ્તકો વગેરે સાહિત્ય, તેના વાંચનનો વિષય હતો. હલકું સાહિત્ય, તુચ્છ નવલકથાઓ, ડીટેકટીવ ઉપન્યાસો વગેરે તે વાંચતો તો નહિ, પણ સ્પર્શતો પણ નહિ. હલકું સાહિત્ય વાંચવું તે ઝેર પીવા સમાન માનતો.
બીભત્સ સાહિત્યથી બીભત્સ વિચારો પેદા થાય છે. ને તેથી આચાર પણ તેવો જ ઘડાય છે. આચારનું બીજ વિચાર છે. જેણે પોતાના હૃદય-ક્ષેત્રમાં શુભ વિચારોનું વાવેતર કરેલું છે તે અવશ્ય શુભ આચારોને લણશે. જે શુભ-આચારોનો સ્વામી બનવાનો છે, તે અક્ષયરાજ ઝેરના પ્યાલા સમા ખરાબ
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* *
*
* * *
* * * * * *
* ૩૦૫