________________
શબ્દ અધ્યાતમ એટલે આગમ. આગમનો અભ્યાસ કરીને મનને નિર્વિકલ્પ બનાવવું છે ને તે પ્રભુને સોંપવાનું છે. બાકી ૧૪ પૂર્વે પણ વિકલ્પો કરીને થાકી જાય, વિકલ્પોનો ક્યાંય અંત નથી. આખરે નિર્વિકલ્પમાં ઠરવું જ પડશે. પણ તમે નિર્વિકલ્પ શબ્દથી ગમે તે માર્ગે ફંટાઈ ન જાવ માટે જ વારંવાર ચેતવણી આપું છું. સવિકલ્પ ધ્યાનને મહત્ત્વ આપું
વિકલ્પ અને ઉપયોગમાં શું ફરક ? તે અંગે વિશેષ અવસરે.
તો ક્રમ થઈ જાય સોનામાંથી બનેલા અલંકાર સોનું મનાય છે, તેમ શક્તિરૂપે અપ્રગટ એવું પરમાત્મ-સ્વરૂપ પરમાત્મા જ છે. અર્થાત્ પરમાત્મામાં જે છે તે જ આત્મામાં છે. તેની શક્તિ અનંત છે. ચૈતન્યનું લક્ષણ જ જ્ઞાન સ્વરૂપ છે. આપણે આપણને શાન સ્વરૂપ માનતા નથી. દેહાદિ સ્વરૂપ માનીને અનાદિકાળથી ભૂલ ખાતા આવ્યા છીએ. પણ આ જન્મમાં એ માન્યતાને મૂકી સાચો પુરૂષાર્થમાં લાગી જઈએ તો કામ થઈ જાય.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * :
*
*
*
*
*
*
*
*
*
*
* ૯૯